________________
જીવના અધ્યવસાયે
૩૧
રાગ જવા દ્વારા પ્રાપ્ત કરેલ તે વીતરાગ મહાત્મા પુરુષના પ્રશમસુખ આગળ આ લેકનું કામસુખ કે દેવગત સુખ અનંતમા ભાગે પણ નથી.
અશુભ કર્મ કરનારી એટલે ચાંડાલ જેવું કાર્ય કરનારી દેવ જાતિને કિવિષિક દેવ કહે છે. સૌધર્મ અને ઈશાન દેવલોકના અધેભાગે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા કિવિષિક દે વસે છે. ત્રીજા સનકુમારના અધ ભાગે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા અને લાંતક કલ્પના અધેભાગે તેર સાગરોપમના આયુષ્યવાળા કિવિષિકો વસે છે, આ દેવના આ ત્રણ જ ઉત્પત્તિ સ્થાને છે, તે અરિહંત ભગવતની આશાતનાથી જમાલીની જેમ પૂર્વભવમાં દેવગુરુ ધર્મની નિંદા કરવાથી ધર્મના કાર્યો દેખી બળતરા કરે તે દ્વારા થતા અશુભ કર્મના ઉદયથી દેવલોક નીચ કાર્યો કરનારા કિલિવષિયા દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
અહીંઆ તે તે કલ્પના અધ સ્થાનકે કિલ્વિષિયા છે. લાંતકથી ઉપર આ કિલ્વિષિનું ઉપજવું નથી ફક્ત અયુતાંત સુધી બીજા આભિયોગિક (દાસ યોગ્ય કાર્ય બજાવનારા) અને બીજા સામાનિક આદિ પ્રકીર્ણક દેવેનું ઉપજવું હોય છે. તેથી આગળ તેઓની પણ ઉત્પત્તિ નથી. કારણકે રૈવેયક તથા અનુત્તર દેવેનું અહમીંપણ હેવાથી તેમને તેઓની કંઈ આવશ્યકતા નથી.
નરક ગતિ
પૂર્વભવમાં કરેલા અનેક દુષ્ટ પાપાચરણેથી ઘેર હિંસા, જહં, ચોરી, પરદા રાગમન લક્ષ્મી ઉપરની અત્યંત મૂર્છાથી અનેક પ્રાણીઓના ઘાત કરવાથી તે તે આત્માઓ તથાવિધ નરકગતિ એગ્ય આયુષ્યનો બંધ કરીને નરકમાં ઉત્પન્ન થાય છે, જેવા કે –
મિથ્યાવી-જિનેશ્વરના શાસ્ત્રથી વિપરીત શ્રદ્ધાવાળા,જિનશાસનને તિરસ્કાર કરનારો, અનેક પ્રકારે જિનેશ્વરના માર્ગને તથા પ્રભુમાર્ગના
પાલકોને ઉડ઼ાહ આદિ કરનારો તે ગોશાલા આદિક પ્રમુખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com