________________
જીવના અધ્યવસાયે
૨૯
યતિની જેમ આ પણ યતિ પણું ધારણ કરે એટલું જ નહિ પણ એવા પ્રકારને ઉત્કૃષ્ટ સંયમ પાળે કે માખીની પાંખને પણ કિલામના થવા ન દીએ. એવી જીવ રક્ષા આદિ ક્રિયાઓ કરે. જો કે તે સંયમની સાચી શ્રદ્ધા રહિત હોય છે તે પણ બાહ્ય દશવિધ ચક્રવાલ સમાચારીની ક્રિયાનું ઉત્કૃષ્ટ પણે યથાર્થ આરાધન કરતે કેવળ તે ક્રિયાના બળે જ ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે.
એ પ્રમાણે લિંગ સાધુનું હેય પણ મિથ્યાદષ્ટિ હેય તે ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે.
શ્રી સર્વજ્ઞ અરિહંત દેવે પ્રરૂપેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ નવ તને જે સહે નહિ, માને નહિ અથવા તેઓએ પ્રરૂપેલા અને ગણધરાએ ગુંથેલા સૂત્ર-અર્થો એ બધાને સાચા માને પરંતુ પિતાની બુદ્ધિમાં કેઈ એક પદ ન રુચે અને તેથી અરિહંત દેવના વચનમાં વિકળ થાય, મુંઝાય, શંકિત બને, આ વસ્તુ ભગવાને ખોટી કહી છે એવી એવી અનેક પ્રકારની શંકાએ જાગે અને દ્વાદશાંગીના એક જ પદની અસહણ કરે તો તેવાઓને જ્ઞાનીઓ મિથ્યાદષ્ટિ કહે છે.
કારણ કે તેને હજુ સમ્યગ દષ્ટિ ખીલી નથી અને એથી જ શ્રી સર્વજ્ઞ જિનેશ્વર દેવોના કહેલા વચનમાં એક પદની શંકા થતાં આત્મા તેમના કેવળ જ્ઞાનનો પ્રત્યનિક બને છે અને તેથી તે જીવે અનંતા તીર્થકરોની આશાતના કરી કહેવાય છે. કારણ કે અનંતા તીર્થકરોની અર્થરૂપે પ્રરૂપણું સમાન હોય છે અને પ્રાણીઓએ પિતાની સ્વ૫ બુદ્ધિમાં કોઈ વસ્તુ એકદમ ન બેસવા માત્રથી શકિત બની અસત્ય સ્વરૂપે માની લેવી એ અનંતા સંસારને વધારનારી વિચારણા છે અને જ્ઞાનીની મહાન આશાતના કરવા બરાબર છે. જ્ઞાનીનું જ્ઞાન કઈ અગાધ અને અજબ છે. માટે તેના ઉપર સચોટ શ્રદ્ધા રાખવી. जं जिणेहि पवेइयं तमेव निस्संकं सरचं.
છદ્મસ્થ સંયમી ચૌદ પૂર્વધરો તેમજ જ્ઞાન દર્શન ચારિત્રમાં રત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com