________________
२८
ચૌદ ગુણસ્થાન આ તાપસો અને આગળ કહેવાશે તે જીવો તપશ્ચર્યા આદિક ધર્મને પાપ કર્મરહિત સેવે તે તેઓ તેથી યે આગળ ઉ૫જી શકે છે પરંતુ તેઓ અજ્ઞાની હોવાથી તપધર્મ કરતાં પણ પા૫ સેવન તે કરે છે જ. તેઓ એક તપસ્યારૂપ કાયાકલેશ બાહ્ય કષ્ટ સહન કરવાથી થોડોક લાભ પ્રાપ્ત થતાં તેના ફળરૂપે જ્યોતિષી નિકાયમાં ઉપજી શકે છે.
સ્વધર્મ નિયમ અનુસાર ચાર પાંચ એકઠા થઈને ભિક્ષાટન કરે, ચરે તે ચરક અને કપાલિમતના સંતે તે પરિવ્રાજક તે બને બ્રહ્મલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. તેમને જધન્ય ઉપપાત વ્યંતરમાં હોય છે. (મતાંતરે ભવનપતિમાં કહ્યો છે).
પર્યાપ્તા ગર્ભ જ તિર્યંચ પંચેન્દ્રિય સહસ્ત્રાર સુધી ઉત્પન્ન થઈ શકે છે. આ કથન સંબલકંબલની માફક જે તિર્યચે કોઈ નિમિત્તથી કે જાતિ સ્મરણ જ્ઞાનથી સમ્યકત્વ અને દેશવિરતિને પામ્યા હોય તેઓ માટે સમજવું. ઉપરોક્ત છો કરતાં આ તિર્ય ચે હોવા છતાં પણ વધુ લાભ મેળવે તેમાં કારણ, સમ્યકત્વ અને દેશવિરતિની પ્રાપ્તિ એ એક જ કારણ છે. ઉપરોકત છે ધર્મ–ત્યાગ-તપ અમુક પ્રકારે કરે પરંતુ તે સર્વે અજ્ઞાનપણે અને જિનેશ્વરના માર્ગથી વિપરીત પણે થતું હેવાથી ધૂળ ઉપર લીંપણની જેમ નિષ્ફળ થાય છે.
દેશ વિરતિવંત શ્રાવક શુભ ભાવનાના વેગે મરે તે મરીને ઉત્કૃષ્ટ અય્યત દેવલેક સુધી ઉત્પન્ન થાય. તિર્યંચની દેશ વિરતિથી શ્રાવકની દેશવિરતિ મનુષ્યભવને અંગે વધુ નિર્મળ, ઉત્તમ પ્રકારની પ્રાપ્ત કરી શકતો હેવાથી દેશવિરતિ શ્રાવક તે ગતિના લાભને વધુ મેળવે છે.
કોઈ જીવ જિનેશ્વર ભગવંતની અથવા કોઈ પ્રાભાવિક લબ્ધિધારી યતિની ઋદ્ધિસિદ્ધિ, દેવદાનવથી, માનવથી થતે સત્કાર પૂજાદિને જોઈને તે પોતાના મનમાં વિચાર કરે કે હું પણ જો આવું યતિપણું લઉં તે મારે પણ પૂજાસત્કાર થશે. એમ કેવળ ઐહિક સુખની ઈચ્છાથી (નહિ કે મુકિતની ઈચ્છાથી) કંચન કામિનીના ત્યાગી એવા ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com