________________
જીવના અધ્યવસાયે
૩૫
મેક્ષગતિ જ્યારે જીવને પ્રશમ, વેગ, નિર્વેદ, અનુકંપ, આસ્તિક્યની અભિવ્યક્તિ રૂપ સમ્યકત્વના, સમ્યજ્ઞાનના પરિણામ તથા પ્રાણાતિપાત મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહની નિવૃત્તિરૂપ ચારિત્ર પરિણામ વર્તતા હોય ત્યારે અને તે ભોપાર્જિત આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર કરી ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અખિલ લોકાલેકને બતાવનારૂં કેવળ જ્ઞાન પામી જઘન્યથી અંતર્મુદ્દત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કોટી વર્ષ પર્યત રહી શેષ ચાર કર્મ તે કાળમાં ખપાવીને, સર્વ કર્મ કલંકથી દૂર થઈને નિરતિશય સુખના ભાજન થયા છકા જ ગતિથી એક જ સમયમાં તે મનુષ્ય જીવો ઉત્તમત્તમ અવ્યાબાધ સાદિ અનંત સ્થિતિ
જ્યાં રહી છે, જ્યાં ગયા પછી પુનઃ દુખદાયક જન્મ જ લે પડતો નથી એવા સિદ્ધિ-મેક્ષ સ્થાનને વિષે સિદ્ધપણે ઉત્પન્ન થાય છે.
–લેખકના “બૃહત્ સંગ્રહણી”માંથી સાભાર સંકલિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com