________________
જીવના અધ્યવસાયે
૨૫
----
ભક્યાભઢ્યના ભાન રહિત કરાય છે. એ મિથ્યા તપ કહેવાય છે. કારણ કે તે તપ સમ્યકત્વ (સાચા શ્રદ્ધાન) રહિત હોય છે. એ તપથી આત્મા કદાચ સામાન્ય લાભ ભલે મેળવી જાય પણ અંતે આત્માને હાનિકારક હોવાથી નિષ્ફળ છે.
જે તપમાં નથી હેતું ઈદ્રિયદમન, નથી હોતું ગંધ, રસ, સ્પર્શ આદિ વિષયોને ત્યાગ, નથી હોતો અધ્યાત્મ, નથી લેતી સકામ નિર્જર, ઊલટું પુષ્ટિકારી અન્ન લેવું, ઈદ્રિયને રવેચ્છાએ પોષવી, વિષય વાસનાઓનું વધુ સેવન, હિંસામય પ્રવૃત્તિવાળા એવા પંચાગ્નિ આદિ તો એ બાળતપ છે. તથાપિ તેના ધર્મશાસ્ત્ર અનુસાર બાહ્યદષ્ટિએ કિંચિત આત્મ દમનને કરનારા તપરૂપ અનુષ્ઠાન હોવાથી સામાન્ય લાભને મળતાં તેઓ કપાયન ઋષિની જેમ અસુરકુમાર આદિ ભવનપતિ નિકાયમાં ઉત્પન્ન થાય છે.
માટે જગતમાં સુપ્રસિદ્ધ જૈનધર્મના તપને સમજીને કલ્યાણના અભિલાષી આત્માએ તેને જ આદર કરવો.
ઉકટ રેષને ધારણ કરતે તપ કરે તેને પણ અસુરગતિ પ્રાપ્ત થાય છે.
કોઈ એક પ્રાણુ સ્વશાસ્ત્રાનુસાર પણ તપને ધર્માનુષ્ઠાનને કરતે હોય, અહિંસક અસત્યને ત્યાગી, સ્ત્રી સંગ રહિત, નિષ્પરિગ્રહી હોય, સદ્ગુણ હવ, કષાયવર્તતા ન હેય. માયાળુ, શાંત સ્વાભાવી હોય તો જીવ શુભ પુણ્યદ્વારા ઉત્પન્ન થતા ઉત્તમ અધ્યવસાયો દ્વારા વૈમાનિક નિકાયગત દેવના આયુષ્યનો બંધ કરે છે. એટલું જ નહિ પણ તેથીએ વધુ વિશુદ્ધતર, વિશુદ્ધતમ દશામાં દાખલ થતો મેક્ષ લક્ષ્મીને મહેમાન પણ થઈ શકે છે.
પરંતુ તયાવિધ કર્મ વિચિત્રતાથી તે તે ધર્માનુષ્ઠાન તપ આદિક કરતાં એક કષાયની પરિણતિ એવી વર્તતી હોય કે નિમિત્ત મળે કે ન મળે તે પણ જ્યાં ત્યાં કોધ, ગુસ્સો, આવેશ કરતો હોય, ધર્મસ્થાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com