________________
જીવના અધ્યવસાયે
પૂર્વકૃત પાપને ખેદ આલોચના ગ્રહણ ઇત્યાદિ કર્યું હોય અને શુભ અધ્યવસાયે ચાલતા હોય તો જીવ ચિલાતીપુત્ર, દઢપ્રહારી, તામીલ તામસ આદિની જેમ શુભ અધ્યવસાયને પામી સમકિત ૫શ શુભગતિમાં ઉત્પન્ન થઇ શકે છે.
જે જીવે આયુષ્યના ચાર ભાગે પૈકી કોઈ પણ ભાગે શુભગતિ અને શુભ આયુષ્યને બંધ કર્યો હોય અને એ બંધ કર્યા પૂર્વે કે અનંતર અશુભ આચરણાઓ થઈ હોય તે પણ શુભગતિના આયુષ્યને બંધ કર્યો હોવાથી તેને શુભ સ્થાને જવાનું હોવાથી, પૂર્વના સંસ્કારોથી શુભ ભાવના આવી જાય છે.
પણ જે આયુષ્યને બંધ અશુભ ગતિને કર્યો છે અને બંધકાળ પૂર્વે કે અનંતર શુભ કાર્યો કીધાં હોય તો પણ અશુભ સ્થાનમાં જવાનું હેવાથી અશુભ અધ્યવસાયો પ્રાયઃ પ્રાપ્ત થઈ જાય છે. ટુંકામાં જીવની જેવી આરાધના તેવી તેની માનસિક વિશુદ્ધિ સુવાસનાથી વાસિત બને છે. અશુભ આરાધના હેય તે અશુભ વાસનાવાળ બને છે.
દેવગતિમાં ઉત્પન્ન થનારા જી અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિય સર્વે નિયમથી દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને તે પણ નિજઆયુષ્ય સમાન અથવા તો હીન સ્થિતિ પણે ઇશાનાન્ત ક૬૫ સુધી જ ઉત્પન્ન થાય છે.
અસંખ્યાત વર્ષના દીર્ધાયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચે તે યુગલિકો જ હોય છે અને તેઓ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પરંતુ નરક આદિ શેષ ત્રણે ગતિમાં ઉત્પન્ન થતા નથી. વળી ગતિમાં પણ તેઓની પિતાની યુગલિક અવસ્થામાં જેટલી આયુષ્ય સ્થિતિ હોય તે તુલ્ય સ્થિતિ–આયુષ્યવાળા દેવપણે તેને સ્થાને) ઉત્પન્ન થાય છે. અને તેથી તેઓની વધારેમાં વધારે ગતિ ઈશાન દેવલોક સુધી જ હેય છે. કારણ કે નિજ આયુષ્ય પ્રમાણને અનુકુળ સ્થિતિ વધારેમાં વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com