________________
ચૌo ગુણસ્થાન
ભવ સ્વભાવે તે પુનઃ તુરત જ તે સ્થાને ઉત્પન્ન થવા યોગ્ય અધ્યવસાયને પામી શકતા નથી.
તે જ પ્રમાણે દેને નરક ગતિ યોગ્ય અધ્યવસાયો મળતા નથી. તેથી તેઓ સીધા નરકગતિમાં ઉત્પન્ન થતા નથી તેમ અનંતર મરીને ભવ સ્વભાવે દેવ દેવ પણે પણ થતા નથી. પરંતુ વયમાં મનુષ્ય કે તિર્યંચને એક ભવ કરી પછી યથાયોગ્ય સ્થાને ઉત્પન્ન થવું હોય તો થઈ શકે છે.
અધ્યવસાય પ્રમાણે
આયુષ્યને બંધ કોઈ પણ જીવનું આગામી ગતિ સ્થાનનું નિર્માણ પરભાવના આયુષ્યના બંધકાળે ઉત્પન્ન થતી શુભાશુલા ભાવના, અધ્યવસાય ઉપર આધાર રાખે છે.
પરભવના આયુષ્ય માટેના બંધના મુખ્યત્વે ચાર કાળ (પ્રસંગ) આવે છે. પ્રથમ સપકથી જીવવું જેટલું આયુષ્ય હોય તેના ત્રીજા ભાગે, નવમા ભાગે, સત્તાવીશમા ભાગે અને છેવટે તેનું આયુષ્ય પૂર્ણ થવામાં અંતમુહૂર્ત બાકી રહે ત્યારે. એટલે ત્રીજા ભાગે જીવે પરભવના આયુષ્યને બંધ ન કર્યો હોય તો નવમે કરે. ત્યાં ન કર્યો હોય તે સત્તાવીશમે કરે. ત્યાં પણ ન કર્યો હોય તો છેવટે અંતમુહૂર્ત બાકી રહે ત્યારે તે પરભવના આયુષ્યને બંધ કરવો જ જોઈએ.
એ આયુષ્ય બંધના કાળ પ્રસંગે જીવન જેવા પ્રકારના શુભાશુભ અધ્યવસાય હાય તે અનુસાર શુભાશુભ ગતિને બંધ પડે છે. શુભ અધ્યવસાય શુભ ગતિ આપે છે અને અશુભ અધ્યવસાય અશુભ ગતિ આપે છે. તે ગતિમાં પણ ઉચ્ચ-નીચ સંપત્તિની પ્રાપ્તિ અધ્યવસાયની જેટલી જેટલી વિશુદ્ધિ હોય તે તે ઉપર આધાર રાખે છે.
પછી ભલે તે જીવોએ દારુણ ઇત્યાદિ પાપાચરણ એવ્યા હોય પરંતુ આયુષ્યના બંધકાળે પૂર્વ પુણ્યથી તણાવિધ શુભ આલંબનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com