________________
જીવના અધ્યવસાયે
અશુભ પરિણતિ)માં ચડતો ચડતો જીવ તીવ્ર, તીવ્રતા અને તીવ્રતમ કેટિએ પહેચે છે. એથી તે અવિચારે, કુવિચાર અને અન્ય પણ કરે છે અને આત્માની સાચી અધ્યાત્મ માત્રાને ઝેરરૂપ બનાવી અનેક પ્રકારે કર્થનાને આપનાર તે દેષ થઈ પડે છે.
આ અનિષ્ટ-દ્વેષ-કષાયની વિચારણામાં પુનઃ બે વિભાગ પડે છે-(૧) પ્રશસ્ત અને અપ્રશસ્ત. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ આદિ શુભ કાર્યને અંગે કરવો પડતે કષાય તે પ્રશસ્ત છે અને તે અ૫ કર્મબંધના કારણરૂપ અને શુભ ફળને પણ આપનાર છે. ત્યારે તેથી વિપરીત રીતે અપ્રશસ્ત કષાય વિપરીત ફળ આપનાર સમજવો.
ગતિનું કારણુ અધ્યવસાય આ પ્રમાણે ઈષ્ટ અનિષ્ટ વસ્તુના સંગ અને વિયાગથી શુભાશુભ રાગ અથવા ઠેષ થવા દ્વારા ઉત્પન્ન થતા અધ્યવસાયથી જીવોને ગતિ આદિક નામકર્મોમાં તરતમતા પડે છે. અશુભ અધ્યવસાય નરક આદિ ગતિના કારણરૂપ અને શુભ અધ્યવસાય દેવગતિના કારણરૂપ છે. જીવનું સર્વ બંધારણુ ચક્ર મન-અધ્યવસાય ઉપર જ છે. માટે જ મઃ ૩ મનુથાળાં ૨i વંષ મોક્ષયોઃ મનુષ્યનું મન જ બંધ અને મેક્ષનું કારણ છે એ આત પુરૂષને સિદ્ધાંત જગજાહેર છે. | (દેવગતિને યોગ્ય આવેલ અધ્યવસાય અતિ વિશુદ્ધતર, વિશુદ્ધતમ દશામાં વૃદ્ધિ પામતા જાય તે જીવને ચારે ય ગતિની ભ્રમણાને દૂર કરી મુક્તિની લયમાં પહેચતાં વિલંબ થતું નથી. )
આ પ્રમાણે દેવાયુષ્ય કર્મબંધ યોગ્ય અધ્યવસાય વડે પર્યાપ્તાઓના પંચંદ્રિય મનુષ્ય તથા તિર્યંચ જ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. તે સિવાયના પંચેંદ્રિય જીવોનો દેવ-નારક માટે નિષેધ સ્વયં સમજી લેવો. કારણ કે નારકોને તથાવિધ ભવપ્રત્યયિક ક્ષેત્રપ્રભાવે દેવગતિ ગ્ય અધ્યવસાય પ્રાપ્ત થતા નથી એટલે તેઓનું દેવગતિમાં ગમન કયાંથી જ હોય? વળી નારકો મરીને અનંતર નારકી થઈ શકતા જ નથી. કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com