________________
પ્રાસ્તાવિક
૧૯ ઉચિત દ્રવ્યોનું ગ્રહણ, એક-બે-ત્રણ ગયુક્ત વસતિમાંથી ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ. ગચ્છવાસીઓ – સ્થવિરકલ્પિકોની સામાચારી સંબંધિત નિમ્નોક્ત વાતો પર પણ આચાર્યે પ્રકાશ પાડ્યો છે : ૧. પ્રતિલેખના-વસ્ત્રાદિની પ્રતિલેખનાનો કાળ, પ્રતિલેખનાના દોષ અને પ્રાયશ્ચિત્ત, ૨. નિષ્ક્રમણ–ઉપાશ્રયની બહાર નીકળવાનો સમય, ૩. પ્રાભૃતિકા–ગૃહસ્થ વગેરે માટે તૈયાર કરેલ ગૃહ વગેરેમાં રહેવા ન રહેવાની વિધિ, ૪, ભિક્ષા–પિંડ વગેરેના ગ્રહણનો સમય, ભિક્ષા સંબંધી આવશ્યક ઉપકરણ વગેરે, ૫. કલ્પકરણ–પાત્ર-ધાવનની વિધિ, લેપકૃત અને અપકૃત પાત્ર, પાત્ર-લેપના લાભ, ૬. ગચ્છશતિકાદિ-સાત પ્રકારની સૌરિરિણિઓઃ (૧) આધાર્મિક, (૨) સ્વગૃયતિમિશ્ર, (૩) સ્વગૃહપાષડમિશ્ર, (૪) યાવદર્થિકમિશ્ર, (૫) ક્રીતકૃત, (૬) પૂતિકર્મિક, (૭) આત્માર્થત, ૭. અનુયાનરથયાત્રાનું વર્ણન તથા તદ્વિષયક અનેક પ્રકારના દોષ, ૮. પુરઃકર્મ–ભિક્ષાદાનની પહેલાં શીતળ જળથી હાથ વગેરે ધોવાથી લાગનાર દોષ, પુર:કર્મ અને ઉપકાર્તદોષમાં અંતર, પુર:કર્મ સંબંધી પ્રાયશ્ચિત્ત, ૯. ગ્લાન–૩ણ સાધુની સેવાથી થતી નિર્જરા, રુષ્ણ સાધુ માટે પથ્યાપથ્યની ગવેષણા, ચિકિત્સા નિમિત્તે વૈદ્યની પાસે જવાઆવવાની વિધિ, વૈદ્ય સાથે ગ્લાન સાધુના વિષયમાં વાતચીત કરવાની વિધિ, ગ્લાન સાધુ માટે ઉપાશ્રયમાં આવેલા વૈદ્ય સાથે વ્યવહાર કરવાની વિધિ, વૈદ્ય માટે ભોજનાદિ તથા ઔષધાદિના મૂલ્યની વ્યવસ્થા, રુષ્ણ સાધુને નિર્દયતાપૂર્વક ઉપાશ્રય વગેરેમાં છોડીને જતા રહેનારા આચાર્યને લાગતા દોષ તથા તેનું પ્રાયશ્ચિત્ત, ૧૦. ગચ્છપ્રતિબદ્ધયથાલદિક – વાચના વગેરે કારણોથી ગચ્છ સાથે સંબંધ રાખતા યથાસંદિક કલ્પધારીઓ સાથે વંદના વગેરે વ્યવહાર, ૧૧. ઉપરિદોષ–ઋતુબદ્ધ કાળથી વધારે સમયમાં એક ક્ષેત્રમાં એક માસથી વધારે રહેવાથી લાગતા દોષ, ૧૨. અપવાદ–એક માસથી વધારે રહેવાના આપવાદિક કારણ. આગળ આચાર્ય એ પણ બતાવ્યું છે કે જો ગ્રામ, નગર વગેરે દુર્ગની અંદર અને બહાર આ રીતે બે ભાગોમાં વસેલા હોય તો અંદર અને બહાર મળીને એક ક્ષેત્રમાં બે માસ સુધી રહેવું વિહિત છે. નિર્ચન્થીઓ – શ્રમણીઓ – સાધ્વીઓના આચારવિષયક વિધિવિધાનોની ચર્ચા કરતાં પ્રસ્તુત ભાષ્યમાં નિમ્ન વાતોનો વિચાર કરવામાં આવ્યો છે : માસિકલ્પની મર્યાદા, વિહાર-વિધિ, સમુદાયના ગણધર તથા તેના ગુણ, ગણધર દ્વારા ક્ષેત્રની પ્રતિલેખના, ભરૂચમાં બૌદ્ધ શ્રાવકો દ્વારા સાધ્વીઓનું અપહરણ, સાધ્વીઓને વિચારવા યોગ્ય ક્ષેત્ર, વસતિ વગેરે, વિધર્મી વગેરે તરફથી થનાર ઉપદ્રવોથી રક્ષા, ભિક્ષા માટે જનારી સાધ્વીઓની સંખ્યા, વર્ષાઋતુ સિવાય એક સ્થાન પર રહેવાની અવધિ. સ્થવિરકલ્પ અને જિનકલ્પ આ બંને અવસ્થાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org