________________
પ્રાસ્તાવિક
૧૭ નિરપેક્ષ પ્રાયશ્ચિત્તદાનથી થનાર હાનિનો વિચાર કરતાં કહેવામાં આવ્યું છે કે પ્રાયશ્ચિત્ત આપતી વેળાએ દાતાના હૃદયમાં દયાભાવ રહેવો જોઈએ. જેને પ્રાયશ્ચિત્ત આપવાનું હોય તેની શક્તિ-અશક્તિનું પૂરું ધ્યાન રહેવું જોઈએ. પ્રાયશ્ચિત્તના વિધાનનું વિશેષ નિરૂપણ કરતાં ભાષ્યકારે પ્રસંગવશાત્ ભક્તપરિજ્ઞા, ઇંગિનીમરણ તથા પાદપોપગમનરૂપ મારણાંતિક સાધનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક – આ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ બતાવતાં તત્સમ્બન્ધી અપરાધ-સ્થાનોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રતિક્રમણના અપરાધ-સ્થાનોનું વર્ણન કરતાં આચાર્યે અહંન્નક, ધર્મરુચિ વગેરેનાં ઉદાહરણ પણ આપ્યાં છે. અંતમાં તે પણ બતાવ્યું છે કે અનવસ્થાપ્ય અને પારાચિક પ્રાયશ્ચિત્તનો સદ્દભાવ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી સુધી જ રહ્યો. તદનન્તર આ બંને પ્રાયશ્ચિત્તોનો વ્યવહાર બંધ થઈ ગયો. બૃહત્કલ્પ-લઘુભાષ્ય
આ ભાષ્ય બૃહત્કલ્પના મૂળ સૂત્રો પર છે. આમાં પીઠિકા ઉપરાંત છ ઉદેશ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ આ ભાષ્યનું વિશેષ મહત્ત્વ છે. જૈન શ્રમણોના આચારનું સૂક્ષ્મ તથા સતર્ક વિવેચન આ ભાષ્યની વિશેષતા છે. પીઠિકામાં મંગલવાદ, જ્ઞાનપંચક, અનુયોગ, કલ્પ, વ્યવહાર વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રથમ ઉદેશની વ્યાખ્યામાં તાલ-વૃક્ષ સંબંધીત વિવિધ દોષ તથા પ્રાયશ્ચિત્ત, તૂટેલા તાલ-પ્રલમ્બ અર્થાત્ તાલ વૃક્ષના મૂળનાં ગ્રહણ સંબંધી અપવાદ, નિર્ઝન્થ-નિર્ઝન્થીઓનાં દેશાન્તર-ગમનનાં કારણો અને તેની વિધિ, શ્રમણોની રુણાવસ્થાનાં વિધિ-વિધાન, વૈદ્ય અને તેના પ્રકાર, દુષ્કાળ વગેરે સમયે શ્રમણશ્રમણીઓએ એક-બીજાનાં અવગૃહીત ક્ષેત્રમાં રહેવાની વિધિ, ગ્રામ, નગર, ખેડ, કર્બટક, મડમ્બ, પત્તન, આકર, દ્રોણમુખ, નિગમ, રાજધાની, આશ્રમ, નિવેશ, સંબોધ, ઘોષ, અંશિકા, પુટભેદન, શંકર વગેરે પદોનું વિવેચન, નક્ષત્રમાસ, ચંદ્રમાસ, ઋતુમાસ, આદિત્યમાસ અને અભિવર્ધિતમાસનું સ્વરૂપ, માસકલ્પવિહારી સાધુ-સાધ્વીઓનું સ્વરૂપ તથા જિનકલ્પિક અને સ્થવિરકલ્પિકની ક્રિયાઓ, સમવસરણની રચના, તીર્થકર, ગણધર, આહારકશરીરી, અનુત્તરદેવ, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરેની શુભાશુભ કર્મ-પ્રકૃતિઓ, તીર્થકરની એકરૂપ ભાષાનું વિભિન્ન ભાષારૂપોમાં પરિણમન, આપણગૃહ, રચ્યામુખ, શૃંગાટક, ચતુષ્ક, ચતુર,
અંતરાપણ વગેરે પદોનું વ્યાખ્યાન તથા તે સ્થાનો પર બનેલા ઉપાશ્રયમાં રહેનાર નિત્થીઓને લાગનાર દોષ, શ્રમણોના પાંચ પ્રકાર – આચાર્ય, ઉપાધ્યાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org