________________
પ્રાસ્તાવિક
૧૫
આપાઢભૂતિ, ૪. અશ્વમિત્ર, ૫. ગંગ, ૬. રોગુપ્ત-ષલૂક, ૭. ગોષ્ઠામાહિલ, ૮. શિવભૂતિ. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયાના ૧૪ વર્ષ પછી પ્રથમ તથા ૧૬ વર્ષ પછી દ્વિતીય નિર્ભવ થયો. શેષ નિર્ભવ ક્રમશઃ મહાવીર-નિર્વાણના ૨૧૪, ૨૨૦, ૨૨૮, ૫૪૪, ૫૮૪ અને ૬૦૯ વર્ષ પછી થયા. તેની માન્યતાઓ આઠ પ્રકારના નિહ્નવવાદ રૂપે પ્રસિદ્ધ છે. પોતાના અભિનવેશને કારણે આમિક પરંપરાથી વિરુદ્ધ તત્ત્વ-પ્રતિપાદન કરનાર નિહ્નવ કહેવાય છે, અભિનિવેશરહિત અર્થ-વિવાદ નિહ્નવવાદની કોટિમાં નથી આવતો, કેમ કે આ રીતના વિવાદનું પ્રયોજન યથાર્થ તત્ત્વ-નિર્ણય છે, નહીં કે પોતાના અભિનિવેશનું મિથ્યાપોષણ. નિર્ભવ સમસ્ત જિનપ્રવચનને પ્રમાણભૂત માનવા છતાં પણ તેના કોઈ એક અંશનો પરંપરાથી વિરુદ્ધ અર્થ કરે છે તથા તે અર્થનો જનતામાં પ્રચાર કરે છે. પ્રથમ નિહ્નવ જમાલિએ બહુરત મતનો પ્રચાર કર્યો. આ મત અનુસાર કોઈ પણ ક્રિયા એક સમયમાં ન થતાં બહુ – અનેક સમયમાં થાય છે. દ્વિતીય નિર્ણવ તિષ્મગુપ્તે જીવપ્રાદેશિક મતનો પ્રચાર કર્યો. આ મત અનુસાર જેના વિના તે જીવ જીવ નથી કહેવાતો અને જેના હોવા પર જ તે જીવ કહેવાય છે, જીવનો તે ચરમ પ્રદેશ વાસ્તવમાં જીવ છે. તેની સિવાયનો અન્ય પ્રદેશ તો તેના અભાવમાં અજીવ જ છે, કેમકે તેનાથી જ તે બધા જીવત્વ પ્રાપ્ત કરે છે. તૃતીય નિર્ભવ આષાઢભૂતિએ અવ્યક્ત મતનો પ્રચાર કર્યો. આ મત અનુસાર કોઈની સાધુતા-અસાધુતા વગેરેનો નિશ્ચય નથી થઈ શકતો. આથી કોઈને વન્દન-નમસ્કાર વગેરે ન કરવાં જોઈએ. ચતુર્થ નિહ્નવ અશ્વમિત્રે સામુચ્છેદિક મતનો પ્રચાર કર્યો. સમુચ્છેદનો અર્થ છે જન્મ થતાં જ સર્વથા નાશ થઈ જવો. સામુચ્છેદિક મત આ સિદ્ધાન્તનો સમર્થક છે. પંચમ નિહ્નવ ગંગે લૈંક્રિયવાદનો પ્રચાર કર્યો. એક સમયે બે ક્રિયાઓના અનુભવની શક્યતાનું સમર્થન કરવું તે વૈક્રિયવાદ છે. ષષ્ઠ નિર્ભવ રોહગુપ્ત-લૂકે બૈરાશિક મતનો પ્રચાર કર્યો. આ મત અનુસાર સંસારમાં જીવ, અજીવ અને નોજીવ – આ ત્રણ પ્રકારની રાશિઓ છે. રોહગુપ્તનું નામ ષડુલૂક કેમ રાખવામાં આવ્યું, તેનું સમાધાન કરતાં ભાષ્યકારે લખ્યું છે કે તેનું નામ તો રોહગુપ્ત છે પરંતુ ગોત્ર ઉલૂક છે. ઉલૂકગોત્રીય રોગુપ્તે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ પદાર્થો (વૈશેષિક મત)નું પ્રરૂપણ કર્યું આથી તેનું નામ ષટ્ અને ઉલૂકના સંયોગથી ડુલૂક થઈ ગયું. સપ્તમ નિહ્નવ ગોષ્ઠામાહિલે અબદ્ધિક મતનો પ્રચાર કર્યો. આ મત અનુસાર જીવ અને કર્મનો બંધ નથી પરંતુ સ્પર્શમાત્રન્હોય છે. અષ્ટમ નિર્ભવ શિવભૂતિ – બોટિકે દિગમ્બર મતનો પ્રચાર કર્યો. આ મત અનુસાર વસ્ત્ર કષાયનો હેતુ હોવાથી પરિગ્રહરૂપ છે આથી ત્યાજ્ય છે. નિĀવવાદ પછી સામાયિકના અનુમત વગેરે શેષ ચારે દ્વારોનું વર્ણન કરતાં ભાષ્યકારે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનું વ્યાખ્યાન શરૂ કર્યું. આમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org