________________
પ્રાસ્તાવિક
૧૩
આવ્યો છેઃ મંગલરૂપ જ્ઞાનપંચક, નિરુક્ત, નિક્ષેપ, અનુગમ, નય, સામાયિકની પ્રાપ્તિ, સામાયિકનાં બાધક કારણો, ચારિત્રલાભ, પ્રવચન, સૂત્ર, અનુયોગ, સામાયિકની ઉત્પત્તિ, ગણધરવાદ, સામાયિકનાં ક્ષેત્ર-કાલ, અનુયોગોનું પૃથક્કરણ, નિર્ભવવાદ, સામાયિકના વિવિધ દ્વાર, નમસ્કારની ઉત્પત્તિ વગેરે, ‘રેમિ ભંતે' વગેરે પદોની વ્યાખ્યા. જ્ઞાનપંચક પ્રકરણમાં આભિનિબોધિક, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવલજ્ઞાનનાં સ્વરૂપ, ક્ષેત્ર, વિષય, સ્વામી વગેરેનું વિવેચન કરવામાં આવ્યું છે. સાથે જ મતિ અને શ્રુતનો સંબંધ, નયન અને મનની અપ્રાપ્યકારિતા, શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ, ભાષાનાં સ્વરૂપો, શ્રુતના ચૌદ પ્રકા૨ વગેરેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. ચારિત્રરૂપ સામાયિકની પ્રાપ્તિનો વિચાર કરતાં ભાષ્યકારે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, સમ્યક્ત્વપ્રાપ્તિ વગેરેનું વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. કષાયને સામાયિકનો બાધક બતાવતાં કષાયની ઉત્કૃષ્ટતા તથા મંદતાથી કઈ રીતે ચારિત્રનો ધાત થાય છે, તે પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. ચારિત્ર-પ્રાપ્તિનાં કારણો પર પ્રકાશ પાડતાં આચાર્યે સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રનું વિસ્તારથી વ્યાખ્યાન કર્યું છે. સામાયિક ચારિત્રનો ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાલ-પુરુષ, કારણ, પ્રત્યક્ષ, લક્ષણ, નય, સમવતાર, અનુમત, કિમ્, કતિવિધ, કસ્ય, કુત્ર, કેષુ, કતમ્, યિચ્ચિર, કતિ, સાન્તર, અવિરહિત, ભવ, આકર્ષ, સ્પર્શન અને નિરુક્તિ – આ છવ્વીસ દ્વા૨ો વડે વર્ણન કર્યું છે. આ વર્ણનમાં સામાયિકસંબંધી બધી આવશ્યક વાતોનો સમાવેશ થઈ ગયો છે. તૃતીય દ્વાર નિર્ગમ અર્થાત્ સામાયિકની ઉત્પત્તિની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે ભગવાન મહાવીરના અગિયાર ગણધરોની ચર્ચા કરી છે તથા ગણધરવાદ અર્થાત્ ભગવાન મહાવીર તથા ગણધરોની વચ્ચે થયેલી ચર્ચાનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. અગિયાર ગણધરોનાં નામ આ છે ઃ ૧. ઇંદ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. વ્યક્ત, ૫. સુધર્મા, ૬. મંડિક, ૭. મૌર્યપુત્ર, ૮. અકંપિત, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય, ૧૧. પ્રભાસ. તેઓ પહેલાં વેદાનુયાયી બ્રાહ્મણ-પંડિત હતા પરંતુ પછીથી ભગવાન મહાવીરના મંતવ્યોથી પ્રભાવિત થઈને તેમના શિષ્ય થઈ ગયા હતા. આ જ મહાવીરના ગણધરો-મુખ્ય શિષ્યો કહેવાય છે. તેમની સાથે મહાવીરની જે વિષયો પર ચર્ચા થઈ હતી તે ક્રમશઃ આ મુજબ છે : ૧. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ, ૨. કર્મની સત્તા, ૩. આત્મા અને દેહનો ભેદ, ૪. શૂન્યવાદનું નિરસન, ૫. ઇહલોક અને પરલોકની વિચિત્રતા, ૬. બંધ અને મોક્ષનું સ્વરૂપ, ૭. દેવોનું અસ્તિત્વ, ૮. નારકોનું અસ્તિત્વ, ૯. પુણ્ય અને પાપનું સ્વરૂપ, ૧૦. પરલોકનું અસ્તિત્વ, ૧૧. નિર્વાણની સિદ્ધિ. આત્માની સ્વતંત્ર સત્તા સિદ્ધ કરવા માટે અધિષ્ઠાતૃત્વ, સંઘાતપરાર્થત્વ વગેરે અનેક હેતુઓ આપવામાં આવ્યા છે. આ હેતુઓ
Jain Education International
For Private & Personal Use Only
..
www.jainelibrary.org