________________
૧૬
આગમિક વ્યાખ્યાઓ નમસ્કારની ઉત્પત્તિ, નિક્ષેપ, પદ, પદાર્થ, પ્રરૂપણા, વસ્તુ, આક્ષેપ, પ્રસિદ્ધિ, ક્રમ, પ્રયોજન અને ફળ – આ અગિયાર દ્વારોથી વિવેચન કર્યું છે. સિદ્ધ નમસ્કારનું વ્યાખ્યાન કરતાં આચાર્યે કર્મસ્થિતિ, સમુધાત, શૈલેશી અવસ્થા, ધ્યાન વગેરેના સ્વરૂપનું પણ પર્યાપ્ત વિવેચન કર્યું છે. સિદ્ધનો ઉપયોગ સાકાર છે અથવા નિરાકાર, તેની ચર્ચા કરતાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના ભેદ અને અભેદનો વિચાર કર્યો છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમશઃ હોય છે કે યુગપ, આ પ્રશ્ન પર પણ પર્યાપ્ત પ્રકાશ નાખ્યો છે. ભાષ્યકારે એ મતનું સમર્થન કર્યું છે કે કેવલીને પણ એક સાથે બે ઉપયોગ નથી થઈ શકતા અર્થાત્ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ક્રમશઃ જ હોય છે, યુગપ૬ નહીં. નમસ્કાર-ભાષ્ય પછી “fમ અંતે' વગેરે સામાયિક-સૂત્રના મૂળ પદોનું વ્યાખ્યાન છે. આ રીતે પ્રસ્તુત ભાષ્યમાં જૈન આચાર-વિચારના મૂળભૂત સમસ્ત તત્ત્વોનો સુવ્યવસ્થિત તથા સુપ્રરૂપિત સંગ્રહ કરી લીધો છે, તે સુસ્પષ્ટ છે. આમાં ગૂઢતમ દાર્શનિક માન્યતાથી લઈને સૂક્ષ્મતમ આચારવિષયક વિધિ-વિધાનનું સંક્ષિપ્ત પરંતુ પર્યાપ્ત વિવેચન છે. જીતકલ્પભાષ્યઃ
પ્રસ્તુત ભાષ્ય, ભાષ્યકાર જિનભદ્રની પોતાની જ કૃતિ જીતકલ્પસૂત્ર પર છે. આમાં બૃહકલ્પ-લઘુભાષ્ય, વ્યવહારભાષ્ય, પંચકલ્પ-મહાભાષ્ય, પિણ્ડનિર્યુક્તિ વગેરે ગ્રન્થોની અનેક ગાથાઓ અક્ષરશ: ઉદ્ધત છે. આવી સ્થિતિમાં તેને એક સંગ્રહ-ગ્રન્થ માનવો પણ સંભવતઃ ઉચિત જ છે. આમાં પ્રાયશ્ચિત્તના વિધિવિધાનની મુખ્યતા છે. પ્રાયશ્ચિત્તનો શબ્દાર્થ કરતાં ભાગ્યકારે લખ્યું છે જે પાપનો છેદ કરે છે તે પાયચ્છિત્ત-પ્રાયશ્ચિત્ત છે અથવા પ્રાયઃ જેનાથી ચિત્ત શુદ્ધ થાય છે તે પચ્છિત્ત–પ્રાયશ્ચિત્ત છે. જીવકલ્પાભિમત જીત-વ્યવહારનું વ્યાખ્યાન કરતાં આચાર્યે આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત–આ પાંચ પ્રકારના વ્યવહારનું વિવેચન કર્યું છે. જે વ્યવહાર આચાર્ય-પરંપરાથી પ્રાપ્ત હોય, ઉત્તમ પુરુષો દ્વારા અનુમત હોય, બહુશ્રુતો દ્વારા સેવિત હોય તે જીત-વ્યવહાર છે. તેનો આધાર આગમાદિ નહીં પરંતુ પરંપરા છે. પ્રાયશ્ચિત્તનું વિવેચન કરતાં ભાષ્યકારે પ્રાયશ્ચિત્તના અઢાર, બત્રીસ તથા છત્રીસ સ્થાનોનું નિરૂપણ કર્યું છે. પ્રાયશ્ચિત્તદાતાઓની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કરતાં આચાર્યે બતાવ્યું છે કે પ્રાયશ્ચિત્ત આપવાની યોગ્યતાવાળા કેવલી અથવા ચતુર્દશપૂર્વધરનો વર્તમાન યુગમાં અભાવ હોવા છતાં પણ કલ્પ (બૃહત્કલ્પ), પ્રકલ્પ (નિશીથ) તથા વ્યવહારના આધારે પ્રાયશ્ચિત્તદાનની ક્રિયા સરળતાપૂર્વક સમ્પન્ન થઈ શકે છે. ચારિત્રની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તનો વ્યવહાર અનિવાર્ય છે. સાપેક્ષ પ્રાયશ્ચિત્તદાનથી થનાર લાભ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org