________________
૧૪
આગમિક વ્યાખ્યાઓ સાંખ્ય વગેરે અન્ય દર્શનોમાં પણ ઉપલબ્ધ છે. આત્માના અસ્તિત્વની સિદ્ધિની સાથે સાથે જ એકાત્મવાદની પણ સિદ્ધિ કરવામાં આવી છે. આ જ રીતે જીવને સ્વદેહપરિમાણ સિદ્ધ કરતાં એ બતાવવામાં આવ્યું છે કે અન્ય પદાર્થોની જેમ જીવ પણ નિત્યાનિત્ય છે તથા વિજ્ઞાન ભૂતધર્મ ન હોતાં એક સ્વતન્ત્ર તત્ત્વ-આત્મતત્ત્વનો ધર્મ છે. કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે પણ અનેક હેતુઓ આપવામાં આવ્યા છે. કર્મને મૂર્ત સિદ્ધ કરતાં કર્મ અને આત્માના સંબંધ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે તથા ઈશ્વરકત્વનું ખંડન કરવામાં આવ્યું છે.આત્મા અને દેહના ભેદની સિદ્ધિમાં ચાર્વાકસમ્મત ભૂતવાદનું નિરસન કરવામાં આવ્યું છે તથા ઇન્દ્રિયભિન્ન આત્મસાધક અનુમાન પ્રસ્તુત કરતાં આત્માની નિત્યતા તથા અદશ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શૂન્યવાદના નિરસનના પ્રસંગે વાયુ, આકાશ વગેરે તત્ત્વોની સિદ્ધિ કરવામાં આવી છે તથા ભૂતોની સજીવતાનું નિરૂપણ કરતાં હિંસા-અહિંસાના વિવેક પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સુધર્માનો ઇહલોક અને પરલોકવિષયક સંશય દૂર કરવા માટે કર્મ-વૈચિત્ર્ય વડે ભવ-વૈચિત્ર્યની સિદ્ધિ કરવામાં આવી છે તથા કર્મવાદના વિરોધી સ્વભાવવાદનું નિરસન કરીને કર્મવાદની સ્થાપના કરવામાં આવી છે. મંડિકના સંશયનું નિવારણ કરવા માટે વિવિધ હેતુઓ વડે બંધ અને મોક્ષની સિદ્ધિ કરવામાં આવી છે તથા મુક્ત આત્માઓનાં સ્વરૂપ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ રીતે દેવ, નારક, પુણ્યપાપ, પર-ભવ અને નિર્વાણની સત્તા સિદ્ધ કરતાં જૈનદર્શનાભિમત નિર્વાણ વગેરેના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સામાયિકના અગિયારમા દ્વાર સમવતારનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકારે અનુયોગો – ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગનાં પૃથક્કરણની ચર્ચા કરી છે અને બતાવ્યું છે કે આર્ય વજ્ર બાદ થનાર આર્ય રક્ષિતે ભવિષ્યમાં મતિ-મેધા-ધારણાનો નાશ થવાનો જાણીને અનુયોગોના વિભાગ કરી દીધા. તે સમય સુધી બધા સૂત્રોની વ્યાખ્યા ચારે પ્રકારના અનુયોગોથી થતી હતી. આર્ય રક્ષિતે આ સૂત્રોનું નિશ્ચિત વિભાજન કરી દીધું. ચરણકરણાનુયોગમાં કાલિક શ્રુતરૂપ અગિયાર અંગ, મહાકલ્પશ્રુત અને છેદસૂત્રો રાખ્યાં. ધર્મકથાનુયોગમાં ઋષિભાષિતોનો સમાવેશ કર્યો. ગણિતાનુયોગમાં સૂર્યપ્રજ્ઞપ્તિને મૂકી. દ્રવ્યાનુયોગમાં દૃષ્ટિવાદનો સમાવેશ કર્યો. ત્યારબાદ તેમણે પુષ્પમિત્રને ગણિપદ પર પ્રતિષ્ઠિત કર્યો. આને ગોઠામાહિલ પોતાનું અપમાન સમજ્યો અને તે ઈર્ષ્યાવશ સંઘથી અલગ થઈને પોતાની નવી માન્યતાઓનો પ્રચાર કરવા લાગ્યો. આ જ ગોઠામાહિલ સપ્તમ નિહ્વવના રૂપમાં પ્રસિદ્ધ છે. નિર્યુક્તિકારનિર્દિષ્ટ સાત નિહ્નવોમાં શિવભૂતિ બોટિક નામક એક બીજો નિહ્નવ ઉમેરીને ભાષ્યકાર જિનભદ્રે પ્રસ્તુત ભાષ્યમાં નિમ્નલિખિત આઠ નિહ્નવોની માન્યતાઓનું વર્ણન કર્યું છે ઃ ૧. જમાલિ, ૨. તિષ્યગુપ્ત, ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org