________________
૧ ર
આગમિક વ્યાખ્યાઓ થાય છે. તેમણે વિશેષાવશ્યકભાપ્ય વગેરે નવ ગ્રંથોનું નિર્માણ કર્યું હતું. આમાંથી સાત ગ્રન્થ પદ્યબદ્ધ પ્રાકૃતમાં છે. એક ગ્રન્થ – અનુયોગદ્વારચૂર્ણિ પ્રાકૃત ગદ્યમાં છે જે જિનદાસકૃત અનુયોગદ્વારચૂર્ણિ તથા હરિભદ્રકૃત અનુયોગદ્વારવૃત્તિમાં અક્ષરશઃ ઉદ્ધત કરવામાં આવી છે. તેમની અંતિમ કૃતિ વિશેષાવશ્યકભાષ્ય-સ્વોપજ્ઞવૃત્તિ જે તેમના દેહાવસાનને કારણે અપૂર્ણ જ રહી ગઈ હતી અને જેને પછીથી કોટ્ટા પૂર્ણ કરી હતી, તે સંસ્કૃત ગદ્યમાં છે. તેમના એક ગ્રન્થ ધ્યાનશતકના કર્તુત્વ વિષયમાં હજી વિદ્વાનોને સંદેહ છે. તેમની બહુમુખી પ્રતિભાથી પ્રભાવિત થઈ પછીના આચાર્યોએ તેમનું જે વર્ણન કર્યું છે તેનાથી પ્રતીત થાય છે કે આચાર્ય જિનભદ્ર આગમોના અદ્વિતીય વ્યાખ્યાતા હતા, યુગપ્રધાન પદના ધારક હતા, શ્રુતિ વગેરે અન્ય શાસ્ત્રોના કુશળ વિદ્વાન હતા, વિભિન્ન દર્શનશાસ્ત્રો, લિપિવિદ્યા, ગણિતશાસ્ત્ર, છન્દશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર વગેરેના અદ્વિતીય પંડિત હતા, સ્વ-પર સિદ્ધાન્તમાં નિપુણ હતા, સ્વાચાર-પાલનમાં પ્રવણ તથા સર્વ જૈન-શ્રમણો માં મુખ્ય હતા. ઉત્તરવર્તી આચાર્યોએ તેમના માટે ભાષ્યસુધાઝ્મોધિ, ભાષ્યપીયૂષપાથોધિ, ભગવાન્ ભાષ્યકાર, પ્રશસ્યભાષ્યસમ્યકાશ્યપીકલ્પ વગેરે અતિ સમ્માનપૂર્ણ શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ બધા તથ્યો જોવાથી એ સિદ્ધ થાય છે કે ભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પોતાના સમયના એક પ્રભાવશાળી આચાર્ય હતા.
બૃહત્કલ્પ-લઘુભાષ્ય તથા પંચકલ્પ-મહાભાષ્યના પ્રણેતા આચાર્ય સંઘદાસગણિ વસુદેવહિડાં-પ્રથમ ખંડના પ્રણેતા આચાર્ય સંઘદાસગણિથી ભિન્ન છે. વસુદેવસિંડિકાર સંઘદાસગણિ પણ વિશેષાવશ્યકભાગકાર આચાર્ય જિનભદ્રના પૂર્વવર્તી છે. વિશેષાવશ્યક ભાષ્ય :
આમાં જૈન આગમોના લગભગ સમસ્ત મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા છે. આ ભાષ્યની એક બહુ મોટી વિશેષતા એ છે કે તેમાં જૈન માન્યતાઓનું નિરૂપણ માત્ર જૈન દૃષ્ટિએ ન કરવામાં આવતાં, ઈતર ભારતીય દાર્શનિક માન્યતાઓ સાથે તુલના, ખંડન, સમર્થન વગેરે કરતાં કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે પ્રસ્તુત ભાષ્યમાં દાર્શનિક દૃષ્ટિકોણનો વિશેષ પ્રભાવ દષ્ટિગોચર થાય છે. જૈનાગમોનું રહસ્ય સમજવા માટે વિશેષાવશ્યકભાષ્ય નિઃસંદેહ એક અત્યન્ત ઉપયોગી ગ્રન્થ છે. તેની ઉપયોગિતા તથા મહત્તાનું સહુથી મોટું પ્રમાણ એ જ છે કે જિનભદ્રના ઉત્તરવર્તી આગમિક વ્યાખ્યાકારો તથા ગ્રન્થકારોએ એમાં રહેલી સામગ્રીની સાથે સાથે જ તેની તર્કપદ્ધતિનો પણ બહુ ઉદારતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પહેલાં કહેવામાં આવી ગયું છે તેમ, આ ગ્રન્થ આવશ્યકસૂત્રની વ્યાખ્યા રૂપે છે. આમાં આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિક સાથે સંબંધિત નિર્યુક્તિ-ગાથાઓનું વ્યાખ્યાન છે, તેમાં નિમ્નક્ત વિયોનો સમાવેશ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org