________________
પ્રાસ્તાવિક
૧ ૧ દ૪૯૦ ગાથાઓ છે. પંચકલ્પ-મહાભાષ્યની ગાથાસંખ્યા ૨૫૭૪ છે. વ્યવહારભાષ્યમાં ૪૬ ૨૯ ગાથાઓ છે. નિશીથભાષ્યમાં લગભગ દ૫૦ગાથાઓ છે. જીતકલ્પભાષ્યમાં ૨૦૬ ગાથા છે. ઓઘનિર્યુક્તિ પર બે ભાગ્ય છે. આમાંથી લધુભાષ્યમાં ૩૨૨ તથા બૃહભાગ્યમાં ૨૫૧૭ ગાથાઓ છે. પિડનિર્યુક્તિભાષ્યમાં માત્ર ૪૬ ગાથાઓ
છે.
આ વિશાળ પ્રાકૃત ભાષ્ય-સાહિત્યનું જૈન સાહિત્યમાં અને ખાસ કરીને આગમિક સાહિત્યમાં અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પદ્યબદ્ધ હોવાને કારણે તેના મહત્ત્વમાં વિશેષ વૃદ્ધિ થઈ જાય છે. ભાષ્યકાર :
ભાગ્યકાર રૂપે બે આચાર્ય પ્રસિદ્ધ છે : જિનભદ્રગણિ અને સંઘદાસગણિ. વિશેષાવશ્યકભાષ્ય અને જીતકલ્પભાષ્ય આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની કૃતિઓ છે. બૃહત્કલ્પલઘુભાષ્ય અને પંચકલ્પમહાભાષ્ય સંઘદાસગણિની રચનાઓ છે. આ બે ભાષ્યકારો સિવાય અન્ય કોઈ આગમિક ભાષ્યકારના નામનો કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. એટલું નિશ્ચિત છે કે આ બે ભાગ્યકારો સિવાય ઓછામાં ઓછા બે ભાષ્યકાર તો બીજા થયા જ છે, જેમાંથી એક વ્યવહારભાષ્ય વગેરેના પ્રણેતા અને બીજા બૃહત્કલ્પબૃહદ્ભાગ્ય વગેરેના રચયિતા છે. વિદ્વાનોના અનુમાન અનુસાર બૃહત્કલ્પબૃહભાષ્યના પ્રણેતા બૃહત્કલ્પચૂર્ણિકાર તથા બૃહત્કલ્પ-વિશેષચૂર્ણિકારની પણ પછી થયેલા છે. તેઓ હરિભદ્રસૂરિથી કંઈક પૂર્વવર્તી અથવા સમકાલીન છે. વ્યવહારભાષ્યના પ્રણેતા વિશેષાવશ્યક ભાષ્યકાર આચાર્ય જિનભદ્રના પણ પૂર્વવર્તી છે. સંઘદાસગણિ પણ આચાર્ય જિનભદ્રના પૂર્વવર્તી જ છે.
વિશેષાવશ્યકભાગના પ્રણેતા આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું પોતાની મહત્ત્વપૂર્ણ કૃતિઓના કારણે જૈન સાહિત્યના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન છે. એમ હોવા છતાં પણ તેમના જીવન સંબંધમાં વિશેષ સામગ્રી ઉપલબ્ધ નથી. તેમના જન્મ, શિષ્યત્વ વગેરે વિષયમાં પરસ્પર વિરોધી ઉલ્લેખો મળે છે. તેમના સંબંધમાં એક આશ્ચર્યજનક ઉલ્લેખ એ પણ મળે છે કે તેઓ હરિભદ્રસૂરિના પટ્ટધર શિષ્ય હતા, જયારે હરિભદ્રસૂરિ આચાર્ય જિનભદ્રની પછી લગભગ સો વર્ષ બાદ થયા હતા. આચાર્ય જિનભદ્ર વાચનાચાર્ય રૂપે પણ પ્રસિદ્ધ હતા તથા તેમના કુળનું નામ નિવૃત્તિકુળ હતું. તેમને વધારે તો ક્ષમાશ્રમણ શબ્દથી જ સમ્બોધિત કરવામાં આવતા હતા. આમ તો વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર, વાચક, વાચનાચાર્ય વગેરે શબ્દો એનાર્થક પણ છે. વિવિધ ઉલ્લેખોના આધારે આચાર્ય જિનભદ્રનો ઉત્તરકાલ વિ.સં. ૬૫૦ની આસપાસ સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org