________________ 12 > આદર્શમુનિ. પણ જીવ છે એમ માને છે. આ વાત તે સુપ્રસિધ્ધ છે કે બોધ મત આત્માને (Soul) બીલકુલ માનતો નથી, જૈન લોકો આત્માને બદલે જીવ શબ્દ વાપરે છે કે જેને અર્થ પ્રાણી થાય છે. વળી તેના કેટલાય શબ્દના પ્રયોગમાં તથા વિચારમાં પણ ઘણું ખરું એવું તત્ત્વ સમાયેલું છે કે જે મુજબ દરેક પદાર્થમાં સૂક્ષ્મ જીવની સાથે અંતિમ તત્તનો સંબંધ થવાથી નિરનિરાળાં દૃષ્ટિબિંદુથી અસ્તિત્વ તથા નાસ્તિત્વ એકજ વખતે કહી શકાય છે કે જેને તત્વજ્ઞાનમાં સ્યાદ્વાદ કહેવામાં આવે છે. આ સિધ્ધાન્ત અનુસાર એકજ વસ્તુને માટે તમે “હા” અગર “ના” કહી શકે છો. ઉદાહરણ તરીકે એક દષ્ટિબિંદુથી પૃથ્વીનું અસ્તિત્વ સિધ્ધ કરી શકાય છે જ્યારે બીજા જ દષ્ટિબિંદુથી તેનું અસ્તિત્વ નથી એમ સિધ્ધ કરી શકાય છે. તે ઉપરાંત સમયના પરિવર્તન તથા અન્ય સંબંધને અંગે જે વસ્તુ આજે સિધ્ધ કરી શકાય છે તેજ કાલે નિષિદ્ધ કરી શકાય છે.” આ જબરદસ્ત પ્રમાણથી આપ જાતે સમજી શકશે કે જૈન ધર્મ તથા બૈધ્ધધર્મ શું છે? આતે એક જ પ્રમાણ છે, પરંતુ એવાં તે હજારે પ્રમાણે મેજુદ છે, કે જે ઉપરથી સાબિત થાય છે કે જૈન ધર્મ પ્રાચીન તેમજ ઔધ્ધધર્મથી તદન નિરાળ છે. જેમ કે - સમ્રાટ અશેક (ઈસ્વી સન પૂર્વે 275 વર્ષ) ના દિલ્હીના સ્તમ્ભ પરની આઠમી આજ્ઞા (પ્રશસ્તિ)માં નિર્ગ (ગિન્થ)ને ઉલ્લેખ છે. સમ્રાટે બીજા બધા પન્થની મુજબ નિગ્રન્થ ધર્મને માટે પણ ધર્મ મહામદત્ય એટલે કે ધર્માધ્યક્ષની નિમણુંક કરી 1. ડોજૈકેબી “સેકેડ બુક્સ ઓવ ધી ઈસ્ટ પુસ્તક” 22 તથા 45.