Book Title: Tirthankar Charitra
Author(s): Sumermal Muni, Rohit Shah
Publisher: Anekant Bharti Prakashan
Catalog link: https://jainqq.org/explore/022702/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -મુનિ સુમેમલ (લાડ) વીર્થકરે, ચરિ, Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ અવતારવાદમાં વિશ્વાસ કરતો નથી. તેની એ સ્પષ્ટ માન્યતા છે કે તીર્થંકર પણ એક સામાન્ય બાળકની જેમ જન્મ લે છે પરંતુ પોતાના પુરુષાર્થ અને આધ્યાત્મિક બળથી તેઓ તીર્થંકરરૂપે પ્રતિષ્ઠિત થાય છે. વૈદિક પરંપરા અવતારવાદમાં વિશ્વાસ ધરાવે છે. અવતારવાદનો સીધો અર્થ છે - ઈશ્વરનું માનવરૂપે અવતરિત થવું અથવા જન્મ લેવો. ગીતાની ષ્ટિ એ અવતાર લેવાનો એક માત્ર ઉદ્દેશ છે કે આ સૃષ્ટિમાં ચારેતરફ જ્યારે અધર્મનું સામ્રાજ્ય પ્રસરે ત્યારે તેને છિન્નભિન્ન કરીને સાધુઓના પરિત્રાણ અને દુષ્ટોનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવી. વૈદિકોના ઈશ્વરને સ્વયં રાગ-દ્વેષથી મુક્ત રહીને પણ ભક્તો માટે રાગ અને દ્વેષજન્ય કાર્યો કરવાં પડે છે. લોકહિત માટે સંહારનું કાર્ય પણ કરવું પડે છે. ઈશ્વરને માણસ બનીને પાપપુણ્ય કરવાં પડે છે. તેથી તેને લોકોને ભગવાનની લીલા તરીકે વર્ણવે છે. જૈનધર્મને આ અવતારવાદમાં વિશ્વાસ નથી. સિદ્ધત્વ અથવા ઈશ્વરત્વ પ્રાપ્ત આત્મા ફરીથી ક્યારેય સકમાં બની શકતો નથી. આવી સ્થિતિમાં તે ન તો જન્મ લે છે અને ન તો રાગદ્વેષમૂલક પ્રવૃત્તિઓમાં સંલગ્ન બને છે. એ સુનિશ્ચિત છે કે પ્રત્યેક વ્યક્તિ સાધના દ્વારા આંતરિક શક્તિઓનો વિકાસ કરીને તીર્થંકર અથવા કેવલી બની શકે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર [ચોવીસ તીર્થકરોનું સરળ, સંક્ષિપ્ત જીવનવૃત્તાંત] મુનિ સુમેરમલ (લાડનૂ) ભારની Hot Sony પશિ૦ અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ- ૧૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુવાદક તથા સંપાદક હિન્દી આવૃત્તિ સંપાદક રોહિત શાહ મુનિઉદિતકુમાર સંસ્થાપક નિર્દેશકઃ શુભકરણ સુરાણા | આવૃત્તિ : પ્રથમ, પ્રારંભ દિન : ૧૯૯૬ કિંમત : પંચોત્તેર રૂપિયા લેસર ટાઈપ સેટિંગ શ્રી ગ્રાફિક્સ શાહીબાગ, અમદાવાદ-૪ ફોન : ૭૮૬૮૦૭૦ પ્રકાશક સંતોષકુમાર સુરાણા નિર્દેશક: અનેકાન્ત ભારતી પ્રકાશન - ઇ/ચારૂલ, સહજાનંદ કોલેજ પાસે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ માર્ગ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ LHHHHHHHHHHHHHHHH મુદ્રક મારૂતિ પ્રિન્ટર્સ, તાવડીપુરા, શાહીબાગ, અમદાવાદ-૪ ફોન : ૫૬૨૧૩૧૨ ૫૬૨૫૫૫૯ HHHHHHHHH. HHHHHHHHHHH તો HHH ય કાં ફોન : ૩૬૨૫૨૩ ૪૬૭૭૩૯ ર ગ ત ખા II Page #5 -------------------------------------------------------------------------- ________________ (અર્થસૌજન્ય) શ્રીમાન શ્રીચંદ મોહનોત જય ઇન્ટરનેશનલ ૫, ચાર્લ્સ કેમ્પબેલ રોડ, કોક્સ ટાઉન, બેંગલોર-560005 Phone : 578528, 560763. S :::: :: અનેકાન્ત ભારતી પ્રકાશન પેટૂન • શ્રી મીઠાલાલજી પોરવાલ સિંગલ ટ્રાન્સપોર્ટ કોપ.] • શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા [અરૂણા પ્રોસેસર્સ પ્રા. લિ.] [, અનેકાન્ત ભારતી પ્રકાશન | III Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના અનેકાન્ત ભારતી દ્વારા જૈનોના ૨૪ તીર્થંકરોનું ચિરત્ર પૂજ્ય શ્રી સુમેરમલજીમુનિ દ્વારા લિખિત પ્રકાશિત કરવામાં આવ્યું છે. તે સામાન્ય જનને અત્યંત ઉપયોગી થઈ પડે તેવું છે. તેનું લખાણ સુબોધ સરળ છે. એટલે તે સર્વગ્રાહી થશે જ એમાં શંકા નથી. સામાન્ય રીતે જેતે તીર્થંકરોના ચરિત્ર લખાતા હોય છે પણ બધા જ તીર્થંકરોના ચરિત્ર જૂજ લખાય છે. તેમાં પ્રસ્તુત પુસ્તક અત્યંત ઉપયોગી બનશે એ નિઃશંક છે. બધા જ તીર્થંકરોની આવશ્યક માહિતી પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવી છે. તેથી પ્રસ્તુત પુસ્તક બહુમૂલ્ય બન્યું છે. એથી પુસ્તકના પ્રકાશક, સુપ્રસિદ્ધ અનેકાન્ત ભારતી તેનું મુદ્રણ આદિ પ્રશંસનીય બને તે સ્વાભાવિક છે. પરંતુ આશ્ચર્ય એ છે કે પ્રસ્તુત પુસ્તક મુળ હિન્દીમાં લખાયુ અને તેની પાંચ આવૃત્તિ પ્રસિદ્ધ થયા પછી આ ગ્રંથની પ્રથમ ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત થાય છે. છતાં અનેકાન્ત ભારતીને આવા ઉત્તમ પુસ્તક પ્રકાશિત કરવા માટે અભિનંદન આપું તે ઉચિત જ છે. માથુરી ઓપેરા સોસાયટી, અમદાવાદ તા. ૧૩ સપ્ટેમ્બર ૧૯૯૬ પદ્મભુષણ પં. દલસુખભાઈ માલવણિયા - IV Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વકથ્ય - છે . . . . ' તીર્થકરોનું જીવનવૃત્તાંત જૈન ઇતિહાસની બહુ મોટી મૂડી છે. અનેક જીવનવૃત્તાંતોમાં તત્કાલીન સામાજિક વ્યવસ્થાઓ અને રાજનૈતિક પરિસ્થિતિઓનું સામયિક આલેખન પણ મળે છે, તે સમયની ધાર્મિક પરંપરાઓ, દાર્શનિક માન્યતાઓ તેમજ રાજનૈતિક-સામાજિક ચેતનાનું પ્રતિબિંબ પણ સ્વાભાવિક રીતે જ પરિલક્ષિત બને છે. અનુભવી આચાર્યો તથા મુનિઓએ પોતાની અનુશ્રુતિ અને અનુભૂતિને કાવ્યબદ્ધ કરીને ભાવિ પેઢી ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. પોતાની સ્મૃતિઓને દીર્ઘજીવી બનાવવાનું આ જ સૌથી યોગ્ય સાધન છે. આચાર્યો તેમજ મનીષી મુનિઓની સક્રિય સૂઝબૂઝનું આ પરિણામ છે કે આજે ભગવાન ઋષભ વિષે પણ આપણે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. યૌગલિક સમય પછી માનવસંસ્કૃતિનો અભ્યદય કેવી રીતે થયો, કોના દ્વારા થયો, વગેરે પ્રશ્નોનાં સમાધાન આપણે આપણા ગ્રંથોના આધારે સરળતાથી મેળવી શકીએ છીએ. દષ્ટિવાદ સૂત્રનાં મુખ્ય પાંચ અંગ છે, તેમાં ચોથું અંગ ઇતિહાસનું છે. અર્થાત્ જેટલો ઇતિહાસ છે તે સમગ્ર દષ્ટિવાદને અંતર્ગત મળતું જ્ઞાન છે, તેથી ઇતિહાસનું જ્ઞાન આગમનું જ્ઞાન છે. તેની પોતાની ઉપાદેયતા છે. જેનો ઇતિહાસ નથી, તેનું કાંઈ જ નથી. પ્રત્યેક પતિ, દેશ, વર્ગ અને દર્શનનો પોતપોતાનો આગવો ઇતિહાસ હોય છે. ઇતિહાસના આધારે જ વ્યક્તિ પોતાની પૂર્વેની સ્થિતિઓનું અધ્યયન કરી શકે છે અને આગળ વધવાની પ્રેરણા પામી શકે છે. ઉપાધ્યાયે પોતાના શિષ્યોને પૂછ્યું, “શિષ્યો ! મધુર છે, પરંતુ મિષ્ટાન્ન નથી. નિર્જીવમાં જીવ પૂરી શકે છે, પરંતુ ઔષધ નથી. દ્ધયમાં રંજન પેદા કરી શકે છે, પરંતુ નાટક નથી. કહો તે શું હશે?' એક વિદ્યાર્થીએ તરત ઉત્તર આપ્યો, “ગુરુજી, ઇતિહાસ !” સાચે જ, ઇતિહાસ મધુર છે, સંજીવની છે. તેની જાણકારી તમામ દષ્ટિએ ઉપયોગી છે. કેટલીક જાણકારી શ્વેતામ્બર તેમજ દિગમ્બર ગ્રંથોમાં તીર્થકરોનાં જીવનવૃત્તાંત કેટલાક તફાવત ધરાવે છે. શ્વેતામ્બર આગમ ગ્રંથ ભગવાનના ગર્ભમાં આવ્યા પછી માતાને આવતાં સ્વપ્નોની સંખ્યા ચૌદ માને છે જ્યારે દિગમ્બર ગ્રંથોમાં તેની સંખ્યા સોળ માનવામાં આવે છે. કલ્પસૂત્રમાં સ્વપ્નોનાં નામ આ મુજબ બતાવેલાં છે : (૧) ગજ, (૨) સિંહ, (૩) વૃષભ, (૪) લક્ષ્મી, Page #8 -------------------------------------------------------------------------- ________________ (૫) પુષ્પમાળા, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ઘા, (૯) પાસરોવર, (૧૦) ક્ષીર સરોવર, (૧૧) કુંભ, (૧૨) વિમાન, (૧૩) રત્નરાશિ,(૧૪) અગ્નિ. તીર્થકરોની જન્મતિથિઓમાં પણ તફાવત જોવા મળે છે. ક્યાંક ક્યાંક તો સમજણનો તફાવત છે અને ક્યાંક ક્યાંક વાસ્તવિક તફાવત જ છે. ભગવાન ઋષભની જન્મતિથિ શ્વેતામ્બર આગમોમાં ફાગણ વદ આઠમ છે અને દિગમ્બર ગ્રંથોમાં ફાગણ વદ નોમ છે. તમામ તીર્થકરોનો જન્મ મધ્યરાત્રીએ થયો છે. જૈન આચાર્યોએ મધ્યરાત્રી પછી તિથિપરિવર્તન માનીને તેમનો આગળની તિથિએ જન્મ માની લીધો. જેમણે સૂર્યોદયની સાથે તિથિપરિવર્તનનો સિદ્ધાંત સ્વીકાર્યો, તેમણે ચાલુ તિથિને જ જન્મતિથિ રૂપે જાહેર કરી. અનેક તીર્થકરોની તિથિમાં ત્રણ ચાર દિવસનું અંતર પણ જોવા મળે છે. તે મોટે ભાગે નક્ષત્રોની કાલગણનાની સાથે તિથિનો મેળ બેસાડવાના કારણે બન્યું હોવું જોઈએ. આમ લક્ષણ, વર્ણ વગેરેમાં પણ ક્યાંક ક્યાંક ભેદ જોવા મળે છે. કુમારાવસ્થા તેમજ રાજ્યાવસ્થામાં પણ કેટલેક ઠેકાણે તફાવત મળે છે. ભગવાન મહાવીરને દિગમ્બર પરંપરામાં વિવાહિત માનવામાં આવતા નથી. જ્યારે શ્વેતામ્બર પરંપરા તેમના વિવાહને સમર્થન આપે છે. શાસ્ત્રકારોએ મહાવીરના પરિવારમાં માતા-પિતાની સાથે તેમની પત્ની અને પુત્રીનો પણ નામોલ્લેખ કર્યો છે. આ નાનામોટા તફાવતો સિવાય બાકીનું જીવનવૃત્તાંત ઘણુંખરું એકસમાન જોવા મળે છે. વિક્રમ સંવત ૨૦૨૮ ના ફાગણ માસમાં ઉદાસર-બીકાનેરમાં આચાર્યપ્રવર શ્રી તુલસીએ વાતચીત દરમ્યાન એક વખત કહ્યું હતું, “તીર્થકરોનાં જીવનવૃત્તાંત ખૂબ વિસ્તારવાળાં છે. ચોવીસ તીર્થંકરોની જીવનકથા જો સંક્ષેપમાં લખવામાં આવે તો સૌને માટે ઉપયોગી બની શકે. સાથોસાથ મારા તરફ સંકેત કરતાં આચાર્યશ્રીએ જણાવ્યું, “લખો, સરળ ભાષામાં લખો, જે સૌ કોઈને માટે ઉપયોગી બની શકે.” આરાધ્યના એ સંતને ધ્યાનમાં રાખીને મેં તીર્થકરોનો સંક્ષિપ્ત જીવનપરિચય લખ્યો છે. બોલચાલની ભાષામાં માત્ર જીવનતથ્યોને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તે વાંચવાથી પ્રત્યેક નવી વ્યક્તિને તીર્થકરોના જીવનની ઝલક મળે, બસ એ જ ઉદ્દેશ છે. વિદ્યાર્થીઓ માટે તો આ પુસ્તક વિશેષ ઉપયોગી બની શકશે. ભાષાના કશા જ આડંબર વગર સીધીસાદી ભાષામાં વાર્તાની જેમ લખવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ લઘુ પ્રયત્ન જૈન-અજૈન સૌને પ્રાથમિક જાણકારી માટે સહયોગી બનશે. ૨૧ ઓગષ્ટ, ૧૯૭૯ -મુનિ સુમેર (લાડનું) તેરાપંથી સભા ભવન, બેંગલોર VI Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અનેકાન્ત ભારતી પ્રકાશનના ઉપક્રમે આજ સુધી પૂજ્ય ગણાધિપતિ શ્રી તુલસીજી અને પૂ. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના ઉત્કૃષ્ટ હિન્દી ગ્રંથોના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવામાં આવતું હતું. આ વર્ષે તેમાં પૂજ્ય મુનિશ્રી સુમેરમલજીના ‘તીર્થંકરચરિત્ર' અને ‘અવબોધ’ જેવા બે ગ્રંથોના અનુવાદ તથા સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના ત્રણ ગુજરાતી ગ્રંથોનું પ્રકાશન ઉમેરાય છે તેનો આનંદ છે. ‘તીર્થંકરચરિત્ર’માં મુનિશ્રી સુમેરમલજીએ જૈનોના વર્તમાન ચોવીસ તીર્થંકરોનાં સંક્ષિપ્ત જીવનવૃત્તાંત રજૂ કર્યાં છે. ગુજરાતી વાચકોને આ ગ્રંથ ઉપયોગી બનશે તેવી શ્રદ્ધા છે. પ્રસ્તુત ગ્રંથના સંદર્ભમાં જૈન વિશ્વભારતી, લાડનુંના મંત્રીશ્રી તારાચંદજી રામપુરિયાએ યોગ્ય જ કહ્યું છે કે ‘‘કોઈપણ તીર્થંકરની પરંપરાનું અન્ય તીર્થંકરવિશેષની પરંપરા સાથે આબદ્ધ ન હોવું એ તીર્થંકરોની સ્વતંત્ર અવસ્થાનું દ્યોતક છે. વિસ્મય થાય છે કે ચોવીસ તીર્થંકરોમાંથી કોઈપણ તીર્થંકરે પોતાના પૂર્વ તીર્થંકરની વ્યવસ્થા અથવા જ્ઞાનથી ન તો કાંઈ પ્રાપ્ત કર્યું અને ન તે પરંપરા સ્વરૂપ ઉત્તરવર્તી તીર્થંકરોને પણ કંઈ આપ્યું. તમામ તીર્થંકરોને પોતાનાં પરંપરા અને શાસન હતાં, જે પૂર્વવર્તી તેમજ ઉત્ત૨વર્તી તીર્થંકરો કરતાં ભિન્ન હતાં. જૈન પરંપરાના મૂળ સ્રોત પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ હતા. ત્યારબાદ એક પછી એક તીર્થંકર થતા ગયા. રામાયણકાળમાં વીસમા તીર્થંકર VII Page #10 -------------------------------------------------------------------------- ________________ મુનિ સુવ્રત અને મહાભારત કાળમાં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ થયા. આ તમામનો સમય પ્રાક્ ઐતિહાસિક છે. કેટલાક અરિષ્ટનેમિને ઐતિહાસિક માને છે. તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વ અને ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર ઐતિહાસિક પુરુષ હતા. વર્તમાન જૈન શાસનની પરંપરા ભગવાન મહાવીરની સાથે સંબંધિત છે. જૈન ગ્રંથોમાં પ્રત્યેક તીર્થંકરનો ઇતિહાસ સવિસ્તર ઉપલબ્ધ છે. ગણાધિપતિ પૂજ્ય ગુરુદેવ તેમજ આચાર્ય શ્રી મહાપ્રજ્ઞના વિદ્વાન શિષ્ય મુનિશ્રી સુમેરમલજી (લાડનું)એ ‘તીર્થંકરચરિત્ર' પુસ્તકના માધ્યમ દ્વારા ચોવીસ તીર્થંકરોનાં જીવનતથ્યોને સરળ તેમજ સહજ ભાષામાં રજૂ કરીને પ્રત્યેક વાચકને તીર્થંકરોના જીવનવૃત્તાંતની ઝલક આપવાનો જે પ્રયત્ન કર્યો છે, તે અત્યંત પ્રશંસનીય તેમજ મહત્ત્વપૂર્ણ છે.’’ ગુજરાતી જિજ્ઞાસુ ભાવકોના પ્રતિભાવો અમને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. આપના પ્રતિભાવની અમને પ્રતીક્ષા છે. જન્માષ્ટમી, ૧૯૯૬ VIII –શુભકરણસુરાણા (સંસ્થાપક/નિર્દેશક) Page #11 -------------------------------------------------------------------------- ________________ 0 ન ધર્મના વર્તમાન ચોવીસ તીર્થંકરોનાં જીવન વિશે આટલી આધારભૂત માહિતી ગુજરાતી સાહિત્યમાં કદાચ નથી. અને કદાચ આધારભૂત માહિતી હશે, તો પણ આટલી રસપ્રદ રીતે રજૂ થયેલી નહિ હોય. મુનિ સુમેરમલજીએ પ્રસ્તુત ગ્રંથમાં ચોવીસ જે જૈન સંસ્કૃતિની | તીર્થકરોનાં સંક્ષિપ્ત જીવનવૃત્તાંતો અત્યંત લાઘવપૂર્ણ ગૌરવગંગા રીતે રજૂ કર્યો છે, છતાં તે દરેકનાં વૃત્તાંતમાં તત્કાલીન સામાજિક પરિવેશ પ્રતિબિંબિત કરી દીધો છે. ખૂબીની વાત તો એ છે કે, આ ગ્રંથમાં દરેક તીર્થંકરનું જીવનચરિત્ર રસિક વાર્તામય રીતે અભિવ્યક્તિ પામ્યું છે. ચોવીસે તીર્થકરોનાં જીવનની તમામ મહત્ત્વની ઘટનાઓ અને વિગતોથી સભર, સમૃદ્ધ આ ગ્રંથ કોઈપણ જિજ્ઞાસુ અને અભ્યાસ માટે આધારસ્તંભ બની રહેશે. સમગ્ર જૈન સંસ્કૃતિની જાણે કે ગૌરવગંગા આ પૃષ્ઠોમાં વહી રહી છે...! 1 રોહિત શાહ આ ગ્રંથ માટે મુનિ સુમેરમલજી તથા અનેકાન્ત ભારતી પ્રકાશન પ્રત્યે સમગ્ર ગુજરાતી જૈન સમાજ કૃતજ્ઞભાવે આદર અને આભાર વ્યક્ત કરશે. જન્માષ્ટમી, ૧૯૯૬ અનેકાન્ત’ ડી-૧૧, રમકલા એપાર્ટમેન્ટ્સ, સંઘવી હાઇસ્કૂલ, રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩ ફોન : ૭૪૭૩૨૦૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ - અનુક્રમ અ નું કે મ પ્રવેશ ૧ થી ૧૫ જૈન ધર્મની પ્રાચીનતા-૧, જૈન ધર્મની અવધારણા-૨, અધ્યાત્મને પ્રમુખતા-૨, અવતારવાદનો નિષેધ-૩, કાલચક્ર-૩, યૌગલિક યુગ (અરણ્ય યુગ)-૪, યૌગલિક-જીવનનાં મુખ્ય તથ્યો-૫, કુલકર વ્યવસ્થા-૬, દંડ વ્યવસ્થા-૭, તીર્થંકરની મહત્તા-૭, તીર્થંકરની મીમાંસા-૯, તીર્થંકર ચોવીસ જ શા માટે ?-૯, તીર્થંકર ગોત્ર બંધનાં કારણો-૧૦, ધર્મશાસનની સ્થાપના-૧૧, દ્વાદશ ગુણ-૧૧, ચોત્રીસ અતિશય-૧૨, પાંત્રીસ વચનાતિશય-૧૪. ૧. ભગવાન શ્રી ઋષભદેવ ૧૬ થી ૪૭ પૂર્વભવ-૧૬, ઋષભનો જન્મ-૧૭, નામકરણ-૧૯, વંશ ઉત્પત્તિ-૨૦, વિવાહ-૨૦, સંતાન-૨૧, રાજ્યાભિષેક-૨૩, કૃષિકર્મશિક્ષણ-૨૪, છીલું (મોઢિયું) બાંધો-૨૫, અગ્નિની ઉત્પત્તિ-૨૬, ભોજન રાંધવું-૨૬, અસિ-કર્મશિક્ષણ-૨૬, મસિ કર્મશિક્ષણ-૨૭, સેવા વ્યવસ્થા-૨૭, વર્ણવ્યવસ્થા-૨૭, ત્રણ રેખાઓ (જનેઊ)-૨૮, વિવાહ-૨૮, ગ્રામવ્યવસ્થા-૨૯, દંડવિધિ-૨૯, કલાપ્રશિક્ષણ (બોતેર કલા, અઢારલિપિ, ચોસઠ કલા)-૩૦, અભિનિષ્ક્રમણ-૩૫, પ્રથમ દાન-૩૭, વિદ્યાધરોની ઉત્પત્તિ-૩૮, સર્વજ્ઞતાપ્રાપ્તિ-૩૯, ભરતનો ધર્મવિવેક-૪૧, મરુદેવા સિદ્ધા-૪૨, તીર્થસ્થાપના-૪૩, અઠ્ઠાણું ભાઈઓ દ્વારા દીક્ષાગ્રહ-૪૩, ભરત-બાહુબલી યુદ્ધ-૪૩, બાહુબલી અને ભારતને કેવળજ્ઞાન-૪૫,જૈનેતર સાહિત્યમાં ઋષભનું વર્ણન-૪૫, નિર્વાણ-૪૬, પ્રભુનો પરિવાર, ઝલક તેમજ પંચકલ્યાણક-૪૬. [૨. ભગવાન શ્રી અજિતનાથ ૪૮ થી ૫૪ પૂર્વભવ-૪૮, બે રાણીઓને ચૌદ સ્વપ્ન-૪૮, જન્મ-૪૯, નામકરણ-૪૯, વિવાહ અને રાજ્ય-૫૦, દીક્ષા પ્રતિબોધ-૫૦, રાજત્યાગ અને વર્ષીદાન-૫૦, દીક્ષા-૫૧, સગરને વૈરાગ્ય-૧૨, નિર્વાણ-૫૩, પ્રભુનો પરિવાર, ઝલક તેમજ પંચકલ્યાણક-પ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩. ભગવાન શ્રી સંભવનાથ પપ થી ૫૯ પૂર્વભવ-પપ, તીર્થંકર ગોત્રનો બંધ-૫૬, જન્મ-૫૬, નામકરણ-૫૭, વિવાહ અને રાજ્ય-૫૭, દીક્ષા-૫૭, નિર્વાણ-૫૮, પ્રભુનો પરિવાર, ઝલક તેમજ પંચકલ્યાણક-૫૮ ૪. ભગવાન શ્રી અભિનંદન ૬૦ થી ૬૩ જન્મ-૬૦, નામકરણ-૬૧, વિવાહ અને રાજ્ય-૬૧, દીક્ષા-૨, નિર્વાણ-૬૨, પ્રભુનો પરિવાર, ઝલક તેમજ પંચકલ્યાણક-૨ પ. ભગવાન શ્રી સુમતિનાથ દ૪ થી ૬૯ પૂર્વભવ-૬૪, જન્મ-૬૫, નામકરણ-૬૫, વિવાહ અને રાજ્ય-૭, નિર્વાણ-૮, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૬૮ દિ. ભગવાન શ્રી પદ્મપ્રભ ૭૦ થી ૭૩ પૂર્વભવ-૭૦, જન્મ-૭૦, વિવાહ અને રાજ્ય-૭૧, દીક્ષા-૭૧, નિર્વાણ-૭૨, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૭૨ ૭. ભગવાન શ્રી સુપાર્શ્વનાથ ૭૪ થી ૭૭ તીર્થંકર ગોત્રનો બંધ-૭૪, જન્મ-૭૪, વિવાહ અને રાજ્ય-૭૫, દીક્ષા-૭૪, નિર્વાણ-૭, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૭૬ [૮. ભગવાન શ્રી ચંદ્રપ્રભ ૭૮ થી ૮૧ તીર્થંકર ગોત્રનો બંધ-૭૮, જન્મ-૭૮, વિવાહ અને રાજ્ય-૭૯, દીક્ષા-૭૯, નિર્વાણ-૮૦, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૮૦ ૯. ભગવાન શ્રી સુવિધિનાથ ૮૨ થી ૮૫ તીર્થંકર ગોત્રનો બંધ-૮૨, જન્મ-૮૨, દીક્ષા-૮૩, નિર્વાણ-૮૪ તીર્થવિચ્છેદ-૮૪, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૮૪ ૧૦. ભગવાન શ્રી શીતલનાથ ૮૬ થી ૮૯ તીર્થંકર ગોત્રનો બંધ-૮૬, જન્મ-૮૬, દીક્ષા-૮૮, નિર્વાણ-૮૮, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૮૮ ૧૧. ભગવાન શ્રી શ્રેયાંસનાથ ૯૦ થી ૯૩ તીર્થકર ગોત્રનો બંઘ-૯૦, જન્મ-૯૦, દીક્ષા-૯૧, આર્ય જનપદમાં પ્રભાવ-૯૧, નિર્વાણ-૯૨, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૯૨ ૧૨. ભગવાન શ્રી વાસુપૂજ્ય ૯૪ થી ૨૮ તીર્થકર ગોત્રનો બંધ-૯૪, જન્મ-૯૪, દીક્ષા-૯, એકછત્ર પ્રભાવ-૯૬, નિર્વાણ-૯૭, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૯૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ભગવાન શ્રી વિમલનાથ ૯૯ થી ૧૦૨ | તીર્થંકર ગોત્રનો બંધ-૯૯, જન્મ-૯૯, વિવાહ અને રાજ્ય-૧૦૦, દિક્ષા-૧૦૦, અપૂર્વ પ્રભાવ-૧૦૧, નિર્વાણ-૧૦૧, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૦૧ ૧૪. ભગવાન શ્રી અનંતનાથ ૧૦૩ થી ૧૦૬ તીર્થંકર ગોત્રનો બંધ-૧૦૩, જન્મ-૧૦૩, વિવાહ અને રાજ્ય-૧૦૪, દીક્ષા-૧૦૪, અપૂર્વ પ્રભાવ-૧૦૫, નિર્વાણ-૧૦૫, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૦૫ ૧૫. ભગવાન શ્રી ધર્મનાથ ૧૦૭ થી ૧૧૩ તીર્થંકર ગોત્રનો બંધ-૧૦૭, જન્મ-૧૦૭, વિવાહ અને રાજ્ય-૧૦૮, દીક્ષા-૧૦૮, કેવળજ્ઞાન-૧૦૯, તેજસ્વી ધર્મસંઘ-૧૦૯, ચાર શલાકા પુરુષ-૧૦૯, નિર્વાણ-૧૧૨,પ્રભુનો પરિવાર,ઝલક અને પંચકલ્યાણક-૧૧૨ | ૧૬. ભગવાન શ્રી શાંતિનાથ ૧૧૪ થી ૧૧૯ | દશમો તથા અગિયારમો ભવ-૧૧૪, જન્મ-૧૧દ, વિવાહ અને રાજ્ય-૧૧૭, દીક્ષા-૧૧૭, નિર્વાણ-૧૧૮, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૧૮ ૧૭. ભગવાન શ્રી કુંથુનાથ ૧૨૦ થી ૧૨૪ | તીર્થંકર ગોત્રનો બંધ-૧૨૦, જન્મ-૧૨૦, વિવાહ અને રાજ્ય-૧૨૨, દીક્ષા-૧૨૨, નિર્વાણ-૧૨૨, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૨૩ ૧૮. ભગવાન શ્રી અરનાથ ૧૨૫ થી ૧૨૭ | તીર્થંકર ગોત્રનો બંધ-૧૨૫, જન્મ-૧૨૫, વિવાહ અને રાજ્ય-૧૨૬, દીક્ષા-૧૨, નિર્વાણ-૧૨૬, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચાલ્યાણક-૧૨૬ | ૧૯. ભગવાન શ્રી મલ્લિનાથ ૧૨૮ થી ૧૩૩ તીર્થંકર ગોત્રનો બંધ-૧૨૮, જન્મ-૧૨૯, મિત્રોને પ્રતિબોધ-૧૨૯, દીક્ષા-૧૩૨, નિર્વાણ-૧૩૨, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૩૨ ૨૦. ભગવાન શ્રી મુનિસુવ્રત ૧૩૪ થી ૧૩૬ તીર્થકર ગોત્રનો બંધ-૧૩૪, જન્મ-૧૩૪, દીક્ષા-૧૩૫, નિર્વાણ-૧૩૫, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૩૫ XII Page #15 -------------------------------------------------------------------------- ________________ [૨૧. ભગવાન શ્રી નમિનાથ ૧૩૭ થી ૧૪૦ તીર્થકર ગોત્રનો બંધ-૧૩૭, જન્મ-૧૩૭, વિવાહ અને રાજ્ય-૧૩૮, દીક્ષા-૧૩૮, કેવળજ્ઞાન-૧૩૯, નિર્વાણ-૧૩૯, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૩૯ (૨૨. ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૪૧ થી ૧૬૫ પ્રથમ અને બીજો ભવ-૧૪૧, ત્રીજે અને ચોથો ભવ-૧૪૧, પાંચમો અને છઠ્ઠો ભવ-૧૪૨, સાતમો અને આઠમો ભવ-૧૪૨, જન્મ-૧૪૫, હરિવંશની ઉત્પત્તિ-૧૪૫, નેમિનું પૈતૃક કુળ-૧૪૭, બાલ્યકાળ-૧૪૭, જરાસંઘના યુદ્ધમાં-૧૪૭, અપરિમિત બળ-૧૪૮, રૂક્મિણી વગેરેનો નેમિ સાથે વસંતોત્સવ-૧૫૦, અભિનિષ્ક્રમણ-૧૫૧, કેવળજ્ઞાન-૧૫૨, રાજીમતીની વિરક્તિ-૧૫૩, દેવકીના છ પુત્રો સાથે મિલન-૧૫૪, ગજસુકુમાલની મુક્તિ-૧૫૬, ઉત્કૃષ્ટ તપસ્વી ઢંઢણ-૧૫૮, દ્વારિકા-દહનની ઘોષણા-૧૫૯, મદિરાનિષેધ-૧૬૦, દીક્ષાની દલાલી-૧૬૦, દીપાયનનું નિદાન-૧૦, તીર્થકરત્વની ભવિષ્યવાણી-૧૧, બલરામની દીક્ષા-૧૬૨, પાંડવોની મુક્તિ-૧૩, નિર્વાણ-૧૩, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૪ [૨૩. ભગવાન શ્રી પાર્શ્વનાથ ૧દદ થી ૧૭૭ પ્રથમ તેમજ દ્વિતીય ભવ-૧૬૭, ત્રીજો ભવ-૧૬, ચોથો તથા પાંચમો ભવ-૧૬૭, છઠ્ઠો અને સાતમો ભવ-૧૬૮, તીર્થકર ગોત્રનો બંધ-૧૬૮, જન્મ-૧૭૦, વિવાહ-૧૭૦, નાગનો અવતાર-૧૭૨, દીક્ષા-૧૭૩, ઉપસર્ગ-૧૭૫, કેવળજ્ઞાન-૧૭૫, ચાતુર્યામ ધર્મ-૧૭૬, અપૂર્વ પ્રભાવ-૧૭૭, નિર્વાણ-૧૭૬, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૧૭૬ ૨૪. ભગવાન શ્રી મહાવીર ૧૭૮ થી ૨૩૭ પ્રથમ ભવ નયસાર (મનુષ્ય) ૧૭૮ બીજો ભવ ૧૭૯ ત્રીજો ભવ મનુષ્ય (મરીચિ) ૧૭૯ ચોથો ભવ સ્વર્ગ ૧૮૧ પાંચમો ભવ ૧૮૧ છઠ્ઠો ભવ મનુષ્ય ૧૮૧ સાતમો ભવ સ્વર્ગ ૧૮૧ આઠમો ભવ મનુષ્ય ૧૮૧ સ્વર્ગ મનુષ્ય XIII Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ નવમો ભવ સ્વર્ગ ૧૮૧ દશમો ભવ મનુષ્ય ૧૮૧ અગિયારમો ભવ સ્વર્ગ ૧૮૨ બારમો ભવ મનુષ્ય ૧૮૨ તેરમો ભવ સ્વર્ગ ૧૮૨ ચૌદમો ભવ મનુષ્ય ૧૮૨ પંદરમો ભવ ૧૮૨ સોળમો ભવ મનુષ્ય (વિશ્વભૂતિ) ૧૮૨ સત્તરમો ભવ સ્વર્ગ ૧૮૪ અઢારમો ભવ મનુષ્ય (વાસુદેવ) ૧૮૫ ઓગણીસમો ભવ નરક ૧૮૭ વીસમો ભવ તિર્યંચ ૧૮૭ એકવીસમો ભવ નરક ૧૮૭ બાવીસમો ભવ મનુષ્ય ૧૮૭ તેવીસમો ભવ મનુષ્ય (ચક્રવર્તી) ૧૮૮ ચોવીસમો ભવ સ્વર્ગ ૧૮૮ પચીસમો ભવ મનુષ્ય ૧૮૮ છવીસમો ભવ સ્વર્ગ ૧૮૯ સત્યાવીસમો ભવ ભગવાન મહાવીર ૧૮૯ વૈશાલીનો વૈભવ-૧૮૯, અવતરણ-૧૯૦, ગર્ભસાહરણ-૧૯૦, ગર્ભમાં પ્રતિજ્ઞા-૧૯૧, મહાવીરનો જન્મ-૧૯૨, ઈન્દ્રની આશંકા-૧૯૨, નગરમાં ઉત્સવ-૧૯૩, બાલક્રિડા-૧૯૩, પાઠશાળા-૧૯૪, વિવાહ-૧૯૪, દીક્ષા-૧૯૫, પ્રથમ ઉપસર્ગ-૧૯૭, ઉપસર્ગ તથા કષ્ટપ્રધાન સાધના-૧૯૮, સાધનાનું પ્રથમ વર્ષ-૧૯૯, શૂલપાણિ યક્ષનો ઉપદ્રવ-૨૦૦, સ્વપ્નદર્શન-૨૦૧, સાધનાનું બીજું વર્ષ-૨૦૨, ચંડકૌશિકનો ઉદ્ધાર-૨૦૨, ભગવાનનું નૌકારોહણ-૨૦૪, ધર્મચક્રવર્તી-૨૦૪, સાધનાનું ત્રીજું વર્ષ-૨૦૫, સાધનાનું પાંચમું વર્ષ-૨૦૫, સાધનાનું છઠું વર્ષ-૨૦, સાધનાનું સાતમું વર્ષ-૨૦૭, સાધનાનું આઠમું વર્ષ-૨૦૭, સાધનાનું નવમું વર્ષ-૨૦૭, સાધનાનું દશમું વર્ષ-૨૦૭, સાધનાનું અગિયારમું વર્ષ-૨૦૯, સંગમના ઉપસર્ગ-૨૦૯, જીર્ણ શેઠની ઉત્કટ ભાવના-૨૧૨, સાધનાનું બારમું વર્ષ : ચમરેન્દ્રનું શરણ-૨૧૨, ચંદનાનો ઉદ્ધાર-૨૧૩, સાધનાનું XIV Page #17 -------------------------------------------------------------------------- ________________ તેરમું વર્ષ ઃ અંતિમ ભીષણ ઉપસર્ગ-૨૧૪, કેવળજ્ઞાનની પ્રાપ્તિ-૨૧૫, છદ્મસ્થ કાળની સાધના-૨૧૬, પ્રથમ દેશના-૨૧૬, ગણધરોની દીક્ષા-૨૧૬, તીર્થસ્થાપના-૨૧૮, સર્વજ્ઞતાનું બીજું વર્ષઃ ઋષભદત્ત અને દેવાનંદાની દીક્ષા-૨૧૯, સર્વજ્ઞતાનું ત્રીજું વર્ષ-૨૧૯, સર્વજ્ઞતાનું ચોથું વર્ષ-૨૨૦, સર્વજ્ઞતાનું પાંચમું વર્ષ-૨૨૦, સર્વજ્ઞતાનું છઠ્ઠું વર્ષ-૨૨૦, સર્વજ્ઞતાનું સાતમું વર્ષ-૨૨૧, સર્વજ્ઞતાનું આઠમું વર્ષ-૨૨૧, સર્વજ્ઞતાનું નવમું વર્ષ-૨૨૨, સર્વજ્ઞતાનું દશમું વર્ષ-૨૨૨, સર્વજ્ઞતાનું અગિયારમું વર્ષ-૨૨૨, સર્વજ્ઞતાનું બારમું વર્ષ-૨૨૨, સર્વજ્ઞતાનું તેરમું વર્ષ-૨૨૩, સર્વજ્ઞતાનું ચૌદમું વર્ષ-૨૨૩, સર્વજ્ઞતાનું પંદરમું વર્ષ-૨૨૩, ગોશાલકનો મિથ્યાપ્રલાપ-૨૨૪, ભગવાન પર તેજોલેશ્યાનો પ્રયોગ-૨૨૫, સિંહઅણગારનું રુદન-૨૨૬, સર્વજ્ઞતાનું સોળમું વર્ષ-૨૨૭, સર્વજ્ઞતાનું સત્ત૨મું વર્ષ-૨૨૮, સર્વજ્ઞતાનું અઢા૨મું વર્ષ-૨૨૮, સર્વજ્ઞતાનું ઓગણીસમું વર્ષ-૨૨૮, સર્વજ્ઞતાનું વીસમું વર્ષ-૨૨૮, સર્વજ્ઞતાનું એકવીસમું વર્ષ-૨૨૮, સર્વજ્ઞતાનું બાવીસમું વર્ષ-૨૨૯, સર્વત્રજ્ઞતાનું ત્રેવીસમું વર્ષ-૨૨૯, સર્વજ્ઞતાનું ચોવીસમું વર્ષ-૨૨૯, સર્વજ્ઞતાનું પચીસમું વર્ષ-૨૨૯, સર્વજ્ઞતાનું છવ્વીસમું વર્ષ-૨૨૯, સર્વજ્ઞતાનું સત્યાવીસમું વર્ષ-૨૨૯, સર્વજ્ઞતાનું અઠ્યાવીસમું વર્ષ-૨૨૯, સર્વજ્ઞતાનું ઓગણત્રીસમું વર્ષ-૨૨૯, સર્વજ્ઞતાનું ત્રીસમું તથા અંતિમ વર્ષ-૨૩૦, અંતિમ પ્રવચન-૨૩૦, ઈન્દ્ર દ્વારા આયુષ્યવૃદ્ધિની પ્રાર્થના-૨૩૧, નિર્વાણ-૨૩૧, ગૌતમ સ્વામિને કેવળજ્ઞાન-૨૩૨, શ૨ી૨નો સંસ્કા૨-૨૩૨, તીર્થવિષયમાં પ્રશ્ન-૨૩૨, મહાવીરનો અપ્રતિમ પ્રભાવ-૨૩૩, મહાવીરના મુખ્ય સિદ્ધાંત-૨૩૩, જાતિવાદનો વિરોધ-૨૩૩, મહાવીરનું આયુષ્ય તથા ચાતુર્માસ-૨૩૫, પ્રભુનો પરિવાર, ઝલક અને પંચકલ્યાણક-૨૩૬. પરિશિષ્ટ ૨૩૮ થી ૨૪૮ પરિશિષ્ટ-૧ જંબુદ્રીપના ભરતક્ષેત્રની ત્રણ ચોવીસી બે તીર્થંકર વચ્ચેની સમય-અવધિ તીર્થંકરોની પ્રથમ દેશનાનો વિષય પરિશિષ્ટ-૨ પરિશિષ્ટ-૩ પરિશિષ્ટ-૪ પરિશિષ્ટ-પ પરિશિષ્ટ-૬ પરિશિષ્ટ-૭ પરિશિષ્ટ-૮ પરિશિષ્ટ-૯ અવસર્પિણીકાળના ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ તથા તેમનો સમય કયા મહિને, કયા તીર્થંકરનાં, કયાં કલ્યાણક આગામી ચોવીસીના તીર્થંકર : પરિચય વીસ વિહરમાન તીર્થંકર XV ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ ચઉવીસન્થવ [ચતુર્વિશતિસ્તવ ] લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિત્યયરે જિણે. અરહંતે કિન્નઈન્ટ્સ, ચઉવીસંપિ કેવલી ૧૫ ઉસભામયિં ચ ચંદે, સંભવમભિનંદણં ચ સુમઈ ચT પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પણં વંદે રા સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિસ વાસુપુજ્જ ચી વિમલમણતં ચ જિણ, ધર્મો સંતિ ચ વંદામિ ૩ કુંથુ અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિ જિર્ણ ચા વંદામિ રિસ્કનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ //૪ એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા ચકવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ આપા કિત્તિય વંદિય મએ, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા! આરોગબોહિ લાભં, સમાવિરમુત્તમ દિંતુ છેલ્લા ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરામાં સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ શા XVI Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ૨ ભારતીય સંસ્કૃતિ પ્રાણવાન સંસ્કૃતિ છે. તે ત્યાગમય ભાવનાઓથી અનુપ્રાણિત છે. આ ઉજ્જવળ સંસ્કૃતિમાં ત્રણ પ્રવાહોનું મૂલ્યવાન યોગદાન રહ્યું છેઃ (૧) જૈન, (૨) બૌદ્ધ, (૩) વૈદિક. આ ત્રણેય પ્રવાહો આ ભારત ભૂમિ ઉપર જ પ્રવાહિત થયા, પલ્લવિત તેમજ પુષ્પિત થયા. આ ત્રણેએ ભારતીય જનમાનસને પ્રભાવિત કર્યું છે. અને તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે પણ ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ, સહિષ્ણુતા, ધૈર્ય જેવા ગુણ સમાયેલા છે, જે આ ત્રણેના મૂળમાં છે. જૈન ધર્મની પ્રાચીનતા જૈનધર્મ વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે. “જૈનધર્મ' આ નામ નવું છે. આ નામ ભગવાન મહાવીર પછી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પ્રયોજ્યું હતું. આ નામ તેમના વિરચિત ગ્રંથ વિશેષાવશ્યક ભાષ્યમાં ઉલિખિત છે. ત્યારબાદ તો ઉત્તરવર્તી સાહિત્યમાં “જૈન” શબ્દ વ્યાપક રૂપે પ્રચલિત બન્યો છે. તેની પૂર્વે ભગવાન ઋષભથી ભગવાન મહાવીર સુધી વિભિન્ન નામોથી તે ઓળખાતો રહ્યો છે. પ્રારંભમાં તેનું નામ શ્રમણ ધર્મ હતું, પછી અહલ્ ધર્મ થયું. મહાવીરના યુગમાં તેને નિગ્રંથ ધર્મ કહેવામાં આવતો હતો. સત્યની ઉપલબ્ધિમાં પ્રાચીન અને નવીનનું કોઈ જ મહત્ત્વ હોતું નથી. જેના વડે આત્મસાક્ષાત્કાર થઈ શકે તે જ ઉપયોગી છે. ઇતિહાસની દષ્ટિએ પહેલાં-પછીનું મોટું મહત્ત્વ છે. આ પ્રાપ્ત પ્રમાણોના આધારે નિઃસંદેહ એમ કહી શકાય કે જૈનધર્મ પ્રાગૈદિક છે અને બૌદ્ધ અર્વાચીન છે. ઘણા ઈતિહાસવેત્તાઓમાં એક ભ્રમ દઢ થતો જાય છે. કેટલાક જૈનધર્મને વૈદિક ધર્મની શાખા માને છે તો કેટલાક બોદ્ધધર્મની. આ ભ્રમ ભગવાન મહાવીરને જૈનધર્મના પ્રવર્તક માનવાથી ઉત્પન્ન થયો છે. જૈનધર્મના પ્રથમ પ્રવર્તક ભગવાન ઋષભ હતા. અને અંતિમ પ્રવર્તક મહાવીર હતા તેમણે પ્રાચીન પરંપરાઓને આગળ વધારી અને સમસામયિક વિચારોને લોકો સમક્ષ પ્રવેશ [ ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત કર્યાં. મહાત્મા બુદ્ઘ મહાવીરના સમકાલીન હતા, તેથી તે અર્વાચીન સાબિત થાય છે. વૈદિક મતમાં સૌથી પ્રાચીન વેદ છે. વિદ્વાન લોકો વેદોને પાંચ હજાર વર્ષ પ્રાચીન માને છે. તિલક આઠ હજાર વર્ષ પ્રાચીન કહે છે. વેદોમાં ભગવાન ઋષભ, અરિષ્ટનેમિ અને શ્રમણોનો ઉલ્લેખ મળે છે, ‘મુનયો વાત૨શનાઃ’ એટલે કે ઉગ્ર તપસ્વી મુનિના રૂપે શ્રમણોને બતાવ્યા છે. વેદો પછી ઉપનિષદો, આરણ્યકો, પુરાણો વગેરેમાં તેનું વર્ણન જોવા મળે છે. આ ગ્રંથોની રચનાની પૂર્વે જૈનધર્મ ન હોત, ભગવાન ઋષભ ન હોત તો તેમનો ઉલ્લેખ કઈ રીતે થયો ? જૈનધર્મની અવધારણા જૈનધર્મમાં પુરુષાર્થને સર્વાધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ધર્મ ભૌતિક વસ્તુઓ પ્રત્યેની આસક્તિ દૂર કરીને વ્યક્તિને આધ્યાત્મિકતા તરફ ઉન્મુખ કરે છે. સ્વાર્થને નહીં પરમાર્થની ભાવનાને જગાડે છે. પ્રવૃત્તિના બદલે નિવૃત્તિનો રાજપથ બતાવે છે. ભોગને બદલે ત્યાગની ભાવનાને મહત્ત્વ આપે છે. જૈનદર્શન આત્મકર્તૃત્વવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે, તે પ્રત્યેક આત્માના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારે છે અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ હોવાની વાત કરે છે. પ્રત્યેક નાના મોટા જીવને સમાન દૃષ્ટિએ જુએ છે. જાતિવાદને અતાત્ત્વિક માને છે. જૈનધર્મમાં સિદ્ધાંતોની સ્પષ્ટતાની સાથે સાધનાના પ્રચુર પ્રયોગોનો ઉલ્લેખ છે. અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્રમૂલક પ્રવૃત્તિઓને ઉપયોગી માની છે. અધ્યાત્મને પ્રમુખતા જેવી રીતે શિવના નામથી શૈવ ધર્મ, વિષ્ણુના નામથી વૈષ્ણવ ધર્મ અને બુદ્ધના નામથી બૌદ્ધધર્મ પ્રચલિત થયો, તેવી જ રીતે જિનના નામ પરથી જૈનધર્મ પ્રચલિત થયો. પરંતુ શિવ, વિષ્ણુ અને બુદ્ધની વિપરીત ‘જિન’શબ્દ કોઈ વ્યક્તિવિશેષનું નામ નથી. આ એ આધ્યાત્મિક શક્તિનો સંબોધક શબ્દ છે, જેમાં વ્યક્તિએ રાગદ્વેષ અથવા પ્રિયતા-અપ્રિયતાની સ્થિતિમાંથી પોતાની જાતને મુક્ત કરી દીધી છે. જૈનધર્મનો મુખ્ય મંત્ર છે- નમસ્કાર મહામંત્ર, - તેમાં કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર કરવામાં આવ્યા નથી. માત્ર આત્મસંપદાથી સંપન્ન એ વિભૂતિઓને જ નમસ્કાર કરવામાં આવે છે કે જે વર્ણ, લિંગ, જાતિની સીમાથી ઉપર છે. જૈનધર્મની આ સુસ્પષ્ટ માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના આત્માના ઉત્કર્ષ વડે મહાપુરુષ બની શકે છે, અર્હત્ અથવા તીર્થંકર બની શકે છે. દેશ, કાળ વગેરે પ્રમાણે શબ્દો બદલાતા રહે છે, પરંતુ શબ્દોના બદલાવાથી જૈન ધર્મ અર્વાચીન થઈ જતો નથી. કાળની દૃષ્ટિએ આ તીર્થંકરચરિત્રÇ ર Page #21 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણીમાં તેનો સંબંધ ભગવાન ઋષભ દેવ સાથે છે. અવતારવાદનો નિષેધ જૈનધર્મ અવતારવાદમાં વિશ્વાસ કરતો નથી. તેની એ સ્પષ્ટ માન્યતા છે કે તીર્થંકર પણ એક સામાન્ય બાળકની જેમ જન્મ લે છે પરંતુ પોતાના પુરુષાર્થ અને આધ્યાત્મિક બળથી તેઓ તીર્થંકર રૂપે પ્રતિષ્ઠિત થાય છે. વૈદિક પરંપરા અવતારવાદમાં વિશ્વાસ ધરાવે છે. અવતારવાદનો સીધો અર્થ છે – ઈશ્વરનું માનવરૂપે અવતરિત થવું અથવા જન્મ લેવો. ગીતાની દષ્ટિ એ અવતાર લેવાનો એક માત્ર ઉદ્દેશ છે કે આ સૃષ્ટિમાં ચારેતરફ જ્યારે અધર્મનું સામ્રાજ્ય પ્રસરે ત્યારે તેને છિન્નભિન્ન કરીને સાધુઓના પરિત્રાણ અને દુષ્ટોનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવી. વૈદિકોના ઈશ્વરને સ્વયં રાગ-દ્વેષથી મુક્ત રહીને પણ ભક્તો માટે રાગ અને દ્વેષજન્ય કાર્યો કરવાં પડે છે. લોકહિત માટે સંહારનું કાર્ય પણ કરવું પડે છે. ઈશ્વરને માણસ બનીને પાપપુણ્ય કરવાં પડે છે. તેથી તેને લોકોને ભગવાનની લીલા તરીકે વર્ણવે છે. જૈનધર્મને આ અવતારવાદમાં વિશ્વાસ નથી. સિદ્ધત્વ અથવા ઈશ્વરત્વ પ્રાપ્ત આત્મા ફરીથી ક્યારેય સકર્મી બની શકતો નથી. આવી સ્થિતિમાં તે ન તો જન્મ લે છે અને ન તો રાગદ્વેષમૂલક પ્રવૃત્તિઓમાં સંલગ્ન બને છે. એ સુનિશ્ચિત છે કે પ્રત્યેક વ્યક્તિ સાધના દ્વારા આંતરિક શક્તિઓનો વિકાસ કરીને તીર્થંકર અથવા કેવલી બની શકે છે. કાલચક્ર જૈનધર્મ મુજબ સૃષ્ટિ અનાદિકાળથી ગતિશીલ છે. તેનો ન કોઈ આદિ છે અને ન કોઈ અંત. વૈદિક પરંપરા તેને ઈશ્વરકૃત માને છે. જૈન ધર્મની એ સ્પષ્ટ અવધારણા છે કે આ દશ્યમાન જગત પરિણામી નિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ તે નિત્ય અને ધ્રુવ છે. પરંતુ પર્યાયની અપેક્ષાએ તે પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. જેવી રીતે દિવસ પછી રાત્રી અને રાત્રી પછી દિવસ આવે છે. વર્ષમાં છ ઋતુઓ બદલાય છે અને તે એક નિશ્ચિત સમય મર્યાદા સાથે પરિવર્તિત થતી રહે છે. કાળ (સમય)નો ક્રમ પણ નિરંતર બદલાતો રહે છે. દિવસ, સપ્તાહ, પખવાડિયું, મહિનો, વર્ષ, યુગ, વગેરે રૂપે જીવોને ક્યારેક દુઃખની તો ક્યારેક સુખની પરંપરા ચાલે છે. તે ક્યારેક ઉત્કર્ષનું વરદાન પામે છે તો ક્યારેક અપકર્ષનો અભિશાપ પણ પામે છે. આ તમામ અનાદિકાલીન છે, તેની સંતતિ સતત ચાલી રહી છે. સંસારના અપકર્ષ તેમજ ઉત્કર્ષમય સમયને જૈનધર્મમાં ક્રમશઃ અવસર્પિણી તથા ઉત્સર્પિણી કહેવામાં આવે છે. જે સમય ક્રમશઃ હાસ તરફ ઉન્મુખ હોય છે તે અવસર્પિણી તથા જે સમય વિકાસ તરફ અગ્રસર હોય છે તેને ઉત્સર્પિણી કાળ તરીકે ઓળખવામાં આવે છે. પ્રવેશ ] ૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણી કાળના છ વિભાગ છે, જેમને અર (આરા) કહેવામાં આવે છે. સાપના મોઢાથી પૂંછડી સુધી ક્રમશઃ પાતળાપણું હોય છે. એવી રીતે આ વિભાગોનો સમય ક્રમશઃ સંકુચિત થતો જાય છે. છ વિભાગો આ પ્રમાણે છે: ૧. સુષમસુષમા ચાર કરોડા કરોડ સાગર ૨. સુષમા ત્રણ કરોડા કરોડ સાગર ૩. સુષમદુષમાં બે કરોડા કરોડ સાગર ૪. દુષમસુષમાં બેતાલીસ હજાર વર્ષ કમ એક કરોડ કરોડ સાગર ૫. દુષમાં એકવીસ હજાર વર્ષ ૬. દુષમદુષમા એકવીસ હજાર વર્ષ ઉત્સર્પિણી કાળમાં આ જ છ વિભાગ ઊલટા ક્રમમાં હોય છે. સાપની પૂંછડીથી મોઢા સુધી ક્રમશઃ ડાપણું હોય છે, તેવી જ રીતે આ ભાગોનો સમય ક્રમશઃ વધતો જતો રહે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી આ બંનેને કાળચક્ર કહેવામાં આવે છે. કાળચક્રની અવધિ વીસ કરોડા કરોડ સાગરની હોય છે. યૌગલિક યુગ (અરણ્ય યુગ) યૌગલિક યુગમાં લોકો શ્રમની આદતવાળા નહોતા. તે સમયે પૃથ્વી ઉત્કૃષ્ટ રૂપ, રસ, ગંધ, સ્પર્શથી સભર હતી. યૌગલિક યુગનાં લોકોને યૌગલિક કહેવામાં આવતાં હતાં કારણ કે તેઓ યુગલરૂપે જન્મતાં હતાં. તેમને શ્રમ કરવાની જરૂર રહેતી નહોતી. શ્રમ કર્યા વગર ખાવા, પીવા, રહેવાની તમામ અપેક્ષાઓ કલ્પવૃક્ષો દ્વારા પૂર્ણ થઈ જતી હતી. કલ્પવૃક્ષ પણ એટલાં બધાં હતાં કે કોઈને તે પોતાના અધિકારમાં લેવાની ઈચ્છા જ થતી નહોતી ! જે કોઈને ભૂખ લાગે તે વૃક્ષ ઉપરથી ફળ તોડીને ખાઈ લે. પાંદડાં તોડીને પહેરી લે. ફૂલ તોડીને શૃંગાર સજી લે. ક્યાંય કોઈ અડચણ નહોતી. તેમને કોઈ વસ્તુનો સંગ્રહ કરવાની જરૂર જ નહોતી. કલ્પવૃક્ષ નીચે મુજબ દશ પ્રકારનાં હતાં, જે તે યૌગલિકોના કામમાં આવતાં હતાં. તે આ પ્રકારે છે : ૧. મનંગ - મદ્ય સદશ રસ આપનાર ૨. ભૂગાંગ - પાત્ર-ભાજન આપનાર ૩. ત્રુટિતાંગ - આમોદ-પ્રમોદ માટે વાદ્યોનું સંગીત આપનાર ૪. દીપાંગ – પ્રકાશ આપનાર તીર્થકરચરિત્ર | ૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫. જ્યોતિ ૬. ચિત્રાંગ ૭. ચિત્તરસ ૮. માણિભંગ ૯. ગેહાગાર ૧૦. અનગ્ન - ઉષ્ણતા પ્રદાન કરનાર -વિવિધવણ પુષ્પો આપનાર - અનેક રસ આપનાર - ચમકદાર આભૂષણોની સંપૂર્તિ કરનાર - ઘરના આકારવાળાં - વસ્ત્ર આપૂર્તિ કરનાર યૌગલિક-જીવનનાં મુખ્ય તથ્યો * યૌગલિક પુરુષ અને સ્ત્રીનો જન્મ એક સાથે થતો અને મૃત્યુ પણ એક સાથે થતું * ભાઈ બહેન, પતિ-પત્ની, માતા-પિતા, પુત્ર-પુત્રી, સિવાય કોઈ અન્ય પારિવારિક સંબંધ નહોતો. * રાજા-પ્રજાની કોઈ વ્યવસ્થા નહોતી. * સમાજ નહોતો. * ઘર, ગામ, કસબા અને શહેર નહોતાં. * સંગ્રહ અને વિગ્રહને કોઈ અવકાશ નહોતો. * અસ્ત્ર-શસ્ત્ર નહોતાં. * સ્થૂળ અગ્નિ નહોતો. * લોકો અપક્વભોજી હતાં. * રોગ અને ઘડપણ પજવતાં નહોતાં. * ઉપઘાત (અકાળમૃત્ય) નહોતું. * ગાય, ભેંસ, ઘોડો વગેરે પાલતું પશુઓ નહોતાં. * ક્રિયાત્મક સા નહોતી. * સામાયિક, પૌષધ વગેરે ક્રિયાત્મક ધર્મ નહોતો. * કરોડપૂર્વથી વધારે આયુષ્ય હતું. * અસિ, મષિ અને કૃષિ કર્મ નહોતાં. યૌગલિકોનું જીવનસ્તર સમાન હતું. તેથી કોઈમાં ઈર્ષ્યા ન હતી. ઊંચ-નીચની ભાવના ન હતી. સૌ સમાન રૂપે પ્રકૃતિની ગોદમાં ઉછરતાં હતાં. વસ્તી મર્યાદિત હતી. પ્રત્યેક યુગલ દંપતીને એક જ યુગલ પુત્ર-પુત્રી રૂપે પ્રવેશ D ૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ જન્મતું હતું. બાળપણમાં તેઓ ભાઈબહેન રૂપે રહેતાં હતાં. જીવનના સંધ્યાકાળમાં તેઓ એક યુગલને (પુત્ર-પુત્રીને) જન્મ આપતાં અને થોડા સમયમાં જ તેઓ મૃત્યુ પામતાં. આ ક્રમ સમગ્ર યૌગલિક કાળમાં ચાલતો હતો. કુલકર વ્યવસ્થા અવસર્પિણીની પહેલાં, બીજા અને ત્રીજા આરાના અર્ધાથી વધારે સમય સુધી ઉપ૨ોક્ત વ્યવસ્થા સુચારુ રૂપે ચાલતી રહી. ત્યાર બાદ તે વ્યવસ્થામાં હ્રાસ શરૂ થયો. પૃથ્વીનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેનો પૂર્વાપેક્ષયા (પૂર્વની અપેક્ષાએ) હ્રાસ થઈ ગયો. કલ્પવૃક્ષોનો ક્રમિક વિલોપ થવાથી ખાવા-પીવા, રહેવા તથા અન્ય જીવન-ઉપયોગી સામગ્રી અપેક્ષા કરતાં ઓછી મળવા લાગી. જ્યારે કોઈ વ્યક્તિને જીવનોપયોગી વસ્તુઓનો અભાવ થતો ત્યારે ભયજનક સ્થિતિ પેદા થાય છે. તેથી લોકમાનસ આંદોલિત થઈ ઊઠે છે. યૌગલિકોની સાથે પણ કંઈક એવું જ બન્યું. તેઓ અભાવની પીડાથી અપરિચિત હતા. તેમને સુખદ વ્યવસ્થાનું છિન્નભિન્ન થવું અસ્વાભાવિક લાગ્યું. તેમની સામે જેવી અભાવની સ્થિતિ આવી કે તરત સૌ ચિંતિત થઈ ઊઠ્યાં. ‘સંગ્રહ' શબ્દ તેમના શબ્દકોશમાં નહોતો, તેથી ફળોનો પ્રબંધ કરવાનું તેમને માટે મુશ્કેલ બન્યું. વૃક્ષો સુકાવા લાગ્યાં, ફળોનું પ્રમાણ ઘટતું ગયું. અંતે ફળોનો સંગ્રહ કરવાની ભાવના જાગી ઊઠી. તેમણે વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષો ઉપર અધિકાર મેળવવાનું શરૂ કર્યું. લૂંટ-ફાટ શરૂ થઈ. સમગ્ર યૌગલિક ક્ષેત્રમાં આતંક વ્યાપી વળ્યો. ઘનઘોર અવ્યવસ્થા છવાઈ ગઈ. અવ્યવસ્થામાંથી જ વ્યવસ્થાનો જન્મ થાય છે. અરાજકતાથી પીડિત લોકો એકત્રિત થયાં. તેમણે ભેગાં મળીને નાનાં નાનાં કુળ રૂપે પોતાની વ્યવસ્થા બનાવી અને કુળની વ્યવસ્થા કરનાર ‘કુલકર' કહેવાયા. કુલકરની દરેક વાતને માનવા માટે તેઓ સંકલ્પબદ્ધ બન્યા. મુખ્ય કુલકરનાં નામ આ પ્રમાણે છે : ૧. વિમલવાહન ૩. યશસ્વી ૫. પ્રસેનજિત ૭. નાભિ ૨. ચક્ષુષ્માન ૪. અભિચંદ્ર ૬. મરુદેવ કુલકરોની સંખ્યા બાબતે ગ્રંથકારોમાં મતભેદ જોવા મળે છે. સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતી સૂત્રમાં સાત કુલકરોનાં નામ આવે છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં પંદર કુલકરોનો ઉલ્લેખ છે. તીર્થંકરચરિત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા આરાનો. જ્યારે પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો, ત્યારે સાત કુલકર ઉત્પન્ન થયા. પ્રથમ કુલકર વિમલવાહન બન્યા. આવશ્યક નિર્યુક્તિમાં વર્ણન મળે છે કે વનમાં એક શ્વેત હાથીએ એક માનવયુગલને જોયું. જોતાં જ પૂર્વ જન્મના સ્નેહથી તેણે તે યુગલને પોતાની પીઠ ઉપર બેસાડી દીધું. તેને આ રીતે ગજારૂઢ જોઈને યૌગલિકોએ વિચાર્યું, “આ મનુષ્ય આપણા કરતાં વધારે શક્તિશાળી છે.” ઉજ્જવળ વાહનવાળા હોવાને કારણે તેમને સૌ વિમલવાહન કહેવા લાગ્યા. દંડ વ્યવસ્થા કલ્પવૃક્ષોની ઓછપથી જે શાંતિ ભંગ થઈ હતી, અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી તેને સુવ્યવસ્થિત કરવા માટે યૌગલિકોએ વિમલવાહનને પોતાના નેતા બનાવ્યા. એ જ પ્રથમ કુલકર તરીકે પ્રતિષ્ઠિત થયા. તેમણે સૌ કોઈ માટે એક નિશ્ચિત બંધારણ બનાવ્યું. અને તેનું ઉલ્લંઘન કરનાર માટે સજા કરવાની જાહેરાત કરી. તેમને માટે વિમલવાહને “હાકાર' દંડની સ્થાપના કરી. જ્યારે કોઈ યૌગલિક માન્ય મર્યાદાનો ઉલ્લંઘન કરતું તો તેને માત્ર એટલું જ કહેવાતું, “હા, તેં આ કામ કર્યું છે.” બસ આટલું કહેવું એ જ તેમના માટે કઠોર સજા ગણાતી. તેથી તે પોતાને લાંછિત સમજતો. આ દંડનો લાંબા સમય સુધી પ્રભાવ રહ્યો. પહેલા તથા બીજા કુલકર સુધી આ “હાકાર' દંડવિધિ પ્રભાવક રહી. જ્યારે અપરાધીને “હા” કહેવાથી કામ ચાલ્યું નહીં, ત્યારે કંઈક મોટા સ્વરમાં કહેવાતું “મા” એટલે કે ના કરશો અને તેથી લોકો અપરાધ કરવાનું છોડી દેતાં. આ “માકાર' દંડ વ્યવસ્થા ત્રીજા અને ચોથા કુલકર સુધી ચાલી. હાકાર અને માકાર પ્રભાવહીન થવાથી ધિક્કાર દંડ વ્યવસ્થાનો જન્મ થયો. આ વ્યવસ્થા પાંચમાથી સાતમા કુલકર સુધી ચાલી. યૌગલિકોની સમસ્યાઓને આ ત્રણ દંડવિધિઓ વડે કુલકરો વારંવાર ઉકેલતા રહ્યા. યૌગલિકોની સામે ભોજનની સમસ્યા હતી. કલ્પવૃક્ષોની ઓછપ અને તે કારણે ફળોની ઓછપની જે પરંપરા ચાલી રહી હતી તેનો કોઈ સાર્થક ઉપાય વિચારી શકાયો નહીં. આ જ કારણે આ દંડવિધિ સાતમાં કુલકર નાભિના સમયે નિસ્તેજ થઈ ગઈ. પરિણામે નિયંત્રણો ઢીલાં પડ્યાં. લૂંટફાટમાં એકાએક વધારો થયો. નાભિ કુલકરની પાસે અવારનવાર યૌગલિકોની આ સમસ્યાઓ આવવા લાગી. તેનું નિવારણ ન કરી શકવાને કારણે નાભિ ખિન્ન થઈ ગયા. તે સમયે ઋષભનું અવતરણ થયું. તીર્થકરની મહત્તા જૈનધર્મમાં સર્વથા કર્મમુક્ત આત્મશક્તિ સંપન્ન વિભૂતિ સિદ્ધ છે. તે પ્રવેશ B ૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ શરીર, જન્મ-મરણ, ભૌતિક સુખ-દુઃખથી મુક્ત છે. જૈન સાધનાપદ્ધતિનું અંતિમ લક્ષ્ય સિદ્ધત્વની પ્રાપ્તિ જ છે. અહિત જૈનધર્મના મુખ્ય ધુરી હોય છે. તે ચાર કર્મનો ક્ષય કરીને સર્વજ્ઞની ભૂમિકા પ્રાપ્ત કરે છે. અહિત જનકલ્યાણના મહનીય ઉપક્રમના મુખ્ય સંવાહક બને છે. તેમના દ્વારા બોલાયેલા પ્રત્યેક બોલ છદ્મસ્થ મુનિઓ અને ધર્મશાસન માટે પથદર્શન બની રહે છે. આ કારણે નમસ્કાર મહામંત્રમાં અહિતોને સિદ્ધોની અપેક્ષાએ (સંપૂર્ણ આત્મ-ઉજ્જવળતા હોવા છતાં) પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે. અહિંતુ, જિન, તીર્થંકર વગેરે પર્યાયવાચી શબ્દો છે. સર્વજ્ઞ અને તીર્થકરમાં આત્મ-ઉપલબ્ધિની દષ્ટિએ કોઈ તફાવત નથી. બંને કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી ચૂકેલા છે. છતાં તે બંનેમાં કેટલાક મૌલિક તફાવતો છે. તીર્થંકર સર્વજ્ઞ * પહેલા પદમાં હોય છે. * પાંચેય પદમાં હોય છે. *નામ કર્મનો ઉદય * ક્ષાયિક ભાવથી પ્રાપ્ત *નરક અને દેવગતિથી આવેલા * ચારે ગતિઓમાંથી આવીને જ બને છે. બની શકે છે. *વેદનીય કર્મ શુભ-અશુભ બંને અવશિષ્ટ * આયુષ્ય એકાન્ત શુભ, ત્રણ અઘાતિ કર્મ એકાંત શુભ હોય છે. બાકીના શુભ-અશુભ બંને હોય છે. * ૧,૨,૩, ૫, ૧૧મું ગુણસ્થાન સ્પર્શતું * માત્ર ૧૧મું ગુણસ્થાન નથી. સ્પર્શતું નથી. *કેવળી સમુદ્દઘાત નથી હોતા. * હોઈ શકે છે. *સંસ્થાન-સમચતુરસ્ત્ર * છમાંથી કોઈ પણ * ૧૫ કર્મભૂમિમાં હોય છે એમાં પણ * સાહરણની અપેક્ષાએ અઢી આર્ય ક્ષેત્રમાં જ હોય છે. * દ્વીપમાં ગમે ત્યાં બંનેનું મિલન થતું નથી. * મિલન થઈ શકે છે. *સ્વયંબુદ્ધ હોય છે. * સ્વયંબુદ્ધની સાથે બુદ્ધબોધિત પણ હોય છે. *તેમના ગણધર હોય છે. * નથી હોતા. * સંખ્યામાં જઘન્ય ૨૦, ઉત્કૃષ્ટ ૧૭૦ * જઘન્ય ૨કરોડ, ઉત્કૃષ્ટ ૯ હોય છે. કરોડ હોય છે. તીર્થકરચરિત્ર [ ૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ *અવગાહના-જઘન્ય ૭ હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય હોય છે. આયુષ્માન-જધન્ય ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વ * ઉપસર્ગ નથી આવતા ચૌત્રીસ અતિશય હોય છે. * પાંત્રીસ વચનાતિશય હોય છે. *અમૂક હોય છે. *ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. * પાંચ કલ્યાણક હોય છે. * * * દીક્ષા સ્વીકારતાં જ મનઃપર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. * ગર્ભમાં પણ અવધિજ્ઞાની *ચૌદ મહાસ્વપ્ન દ્વારા જન્મ લે છે. *પૂર્વ જન્મમાં બે ભવથી નિયમતઃ સમ્યગ્ દૃષ્ટિ હોય છે. તીર્થંકર’ની મીમાંસા જઘન્ય બે હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય હોય છે. * જઘન્ય ૯ વર્ષ, ઉત્કૃષ્ટ ૧ કરોડ પૂર્વ આવી શકે છે. ** ** * નથી હોતા. * નથી હોતા. ** મૂક-અમૂક * નથી કરતા. * નથી હોતાં. * બંને હોય છે. * કોઈ નિયમ નથી. * કોઈ નિયમ નથી. * કોઈ નિયમ નથી. કોઈ નિયમ નથી. ‘તીર્થંકર’ શબ્દ જૈનસાહિત્યનો પારિભાષિક શબ્દ છે. આગમો અને આગમેતર ગ્રંથોમાં તેનો વ્યાપક ઉલ્લેખ થયેલો છે. જે તીર્થનો કર્તા હોય છે. તેને તીર્થંકર કહે છે. જે સંસારસમુદ્રને તરાવવામાં યોગભૂત બને છે તે તીર્થ અર્થાત્ પ્રવચન હોય છે. તે પ્રવચનને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ધારણ કરે છે. ઉપચાર વડે આ ચતુર્વિધ સંઘને પણ તીર્થ કહેવામાં આવે છે. તેમના નિર્માતાને તીર્થંકર કહેવામાં આવે છે. જેમને તીર્થંકર નામનો ઉદય થાય છે તેઓ તીર્થંકર બને છે. તીર્થંકરો ચોવીસ જ શા માટે ? જૈન ભૂગોળમાં અઢી દ્વીપ ક્ષેત્રનું વર્ણન મળે છે. (૧) જંબૂદ્વીપ (૨) ઘાતકી ખંડ (૩) અર્ધપુષ્કર દ્વીપ. આ અઢી દ્વીપ ક્ષેત્રોમાં પંદર કર્મભૂમિ છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ. તેમના ૧૭૦ ભૂભાગ એવા છે જ્યાં તીર્થંકર બની શકે છે. એક જ સમયે ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ ૧૭૦ તીર્થંકર થઈ શકે છે. પરંતુ સર્વજ્ઞોની સંખ્યા પ્રવેશ D ૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ ઓછામાં ઓછા ૨ કરોડ, વધુમાં વધુ નવ કરોડ માનવામાં આવે છે. તેમાં માત્ર દશ ભૂભાગ (પાંચ ભરત, પાંચ ઐરાવત) એવા છે જ્યાં અવસર્પિણી અને ઉત્સર્પિણી રૂપ કાળચક્ર ચાલે છે. એક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ચોવીસચોવીસ તીર્થંકરો હોય છે. મહાવિદેહ ક્ષેત્રોમાં કાળનું આ રૂપ હોતું નથી. ત્યાં એક સદશ (અવસર્પિણીના ચોથા આરા સમાન) કાળ રહે છે, ત્યાં તીર્થંકરની નિરંતર વિદ્યમાનતા છે. ત્યાં ધર્મનું સ્થાયી રૂપ રહે છે. પરંતુ ભરત અને ઐરાવતમાં એમ હોતું નથી. તેનું કારણ છે- એક તીર્થંકર થયા પછી બીજા તીર્થંકર ઉત્પન્ન થવાની વચ્ચેનો સમય સ્વભાવતઃ નિર્ધારિત છે. તે અન્તરાલને જોડવાથી તીર્થંકરના ઉત્પન્ન થવાનો સમય જ સમાપ્ત થઈ જાય છે. પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં એક કરોડ કરોડ સાગરોપમનો સમય માનવામાં આવ્યો છે. તેથી ચોવીસ તીર્થંકરોના જ હોવાનો અવકાશ છે, વધારે નહિ. બાકી એકસો સાઠ ક્ષેત્ર મહાવિદેહમાં આવી જાય છે, ત્યાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળ નથી. એક તીર્થંકર પછી બીજા તીર્થંકરનો અભ્યદય થઈ જાય છે. અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રમાં ઘર્મની સર્વપ્રથમ દેશના આપનાર ભગવાન ઋષભ છે, તેથી તેઓ આ અવસર્પિણી કાળના પ્રથમ ઘર્મપ્રવર્તક છે. તીર્થકર સર્વજ્ઞ જ હોય છે. સર્વજ્ઞ ક્યારેય બીજનું અનુકરણ કરતા નથી. તેઓ જે સત્યનું ઉદ્ઘાટન કરે છે તેનું જ નામ તીર્થપ્રવર્તન છે. પરંપરાનું વહન તો છદ્મસ્થ કરે છે. તેમને માટે એ જરૂરી પણ છે અને ઉપયોગી પણ છે. તમામ તીર્થકરો પોતાની રીતે તીર્થનું પ્રવર્તન કરે છે, તેથી તે સૌ પ્રવર્તક છે, સંવાહક નથી. સંવાહક આચાર્ય હોય છે. તીર્થકર ગોત્ર બંધનાં કારણો તીર્થંકર તેઓ જ બને છે જેમણે પૂર્વભવમાં તીર્થંકર નામકર્મની પ્રકૃતિનું ઉપાર્જન કર્યું હોય. આ કર્મ પ્રકૃતિ બંઘકારક છે. તેમ છતાં આ વિશિષ્ટ સાધના, તપસ્યા વગેરે વડે કર્મક્ષયની સાથે સ્વયમેવ બંધાતી કર્મપ્રકૃતિ છે. આ પુણ્યની ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે. જૈન આગમ જ્ઞાતાધર્મકથામાં તીર્થંકર ગોત્ર કર્મ બંધનાં વીસ કારણો બતાવેલાં છે. તે આ પ્રમાણે છે ૧. અહંદુ પ્રત્યે ભક્તિ ૨. સિદ્ધ પ્રત્યે ભક્તિ ૩. પ્રવચન પ્રત્યે ભક્તિ ૪. ગુરુની ઉપાસના-સેવા કરવી ૫. સ્થવિરની ઉપાસના-સેવા કરવી તીર્થકરચરિત્ર [ ૧૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬. બહુશ્રુતની ઉપાસના-સેવા કરવી ૭. તપસ્વી મુનિની ઉપાસના-સેવા કરવી ૮. જ્ઞાનમાં નિરંતર ઉપયોગ રાખવો ૯. દોષરહિત સમ્યકત્વની અનુપાલના કરવી ૧૦. ગુણીજનોનો વિનય કરવો ૧૧. વિધિપૂર્વક આવશ્યક (પ્રતિક્રમણ વગેરે) કરવાં ૧૨. શીલ અને વ્રતનું નિરતિચાર પાલન કરવું ૧૩. વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરવી. ૧૪. તપ અને ત્યાગમાં સંલગ્ન રહેવું ૧૫. અગ્લાન ભાવથી વૈયાવૃત્ય કરવી ૧૬. સમાધિ ઉત્પન્ન કરવી ૧૭. અપૂર્વ જ્ઞાનનો અભ્યાસ કરવો ૧૮. વીતરાગ-વચનો ઉપર ઊંડી આસ્થા રાખવી ૧૯. સુપાત્ર દાન દેવું ૨૦. જિનશાસનની પ્રભાવના કરવી તે જરૂરી નથી કે ઉપરોક્ત તમામ કારણોના સેવનથી તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. કોઈ એક, બે કારણ સાથે ઉત્કૃષ્ટ સાધના અને ભાવની ઉચ્ચતા દ્વારા પણ તીર્થંકર નામકર્મની પ્રકૃતિનું ઉપાર્જન કરી શકે છે. ધર્મશાસનની સ્થાપના તીર્થંકર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપે ધર્મની પ્રરૂપણા કરે છે. તેઓ તેનાં મહાવ્રત સ્વરૂપની વ્યાખ્યા કરે છે. જે તેના મહાવ્રત સ્વરૂપ (સંપૂર્ણતઃ)ને અંગીકાર કરે છે તે સાધુ-સાધ્વીની કક્ષામાં આવે છે. જે તેના અણુવ્રત સ્વરૂપ (અંશતઃ)ને સ્વીકારે છે, તે શ્રાવક-શ્રાવિકાની ભૂમિકામાં આવે છે. તીર્થંકર એવી ધર્મશાસનાની સ્થાપના કરી દે છે જેનું અવલંબન લઈને લાખો ભવ્યાત્માઓ પોતાના આત્મકલ્યાણનો માર્ગ મોકળો કરી લે છે. દ્વાદશ ગુણ તીર્થકરોના ક્ષાયિક ભાવની સાથેસાથે પૂણ્ય પ્રકૃતિઓનો પણ ભારે ઉદય થાય છે. તેમના બાર વિશેષ ગુણોમાં પ્રથમ ચાર ક્ષાયિક ભાવ છે અને બાકીના આઠ ઉદયજન્ય છે. બાર ગુણોનાં નામ આ પ્રમાણે છે: પ્રવેશ ૧૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧. અનન્ત જ્ઞાન ૨. અનન્ત દર્શન ૩. અનન્ત ચારિત્ર ૪. અનન્ત બળ ૫. અશોક વૃક્ષ ૬. પુષ્પવૃષ્ટિ ૭. દિવ્યધ્વનિ ૮. દેવદુંદુભિ ૯. સ્ફટિક સિંહાસન ૧૦. ભામંડલ ૧૧. છત્ર ૧૨. ચામર આ પ્રમાણે તીર્થકરોને ચોત્રીસ અતિશય (વિશેષતાઓ), પાંત્રીસ વચનાતિશય (વાણીની વિશેષતાઓ) સહજ પ્રાપ્ત હોય છે. બીજા સર્વજ્ઞોમાં આ બધું હોવું આવશ્યક નથી. આ વિશેષતાઓ તેમનામાં મળતી પણ નથી. કોઈકમાં બે, કોઈકમાં ચાર વિશેષતાઓ મળી જાય તો લોકોમાં તેનો પણ આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. તીર્થંકર તો પૂર્ણઅતિશયોના ધારક હોય છે. ચોત્રીસ અતિશય ૧. દેહ - અદ્ભત રૂપ અને ગંધવાળો, નીરોગી, પરસેવો તથા મળરહિત. ૨. શ્વાસ – કમળ જેવી સુગંધ. ૩. રુધિર માંસ- ગાયના દૂધ જેવાં સફેદ. ૪. આહાર-નીહાર વિધિ- આ અદ્રશ્ય હોય છે. આ ચાર તીર્થંકરને જન્મ સાથે પ્રાપ્ત થાય છે. ૫. એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પણ ઘણી મોટી સંખ્યામાં મનુષ્ય, દેવ અને તિર્યંચ રહી શકે છે. ૬. વાણી- અર્ધમાગધી ભાષામાં આપેલું પ્રવચન તમામ મનુષ્યો પશુ-પક્ષી પણ સમજી જાય છે. ૭. ભામંડળ - મસ્તકની પાછળ અત્યંત દૈદિપ્યમાન સુંદર પ્રભામંડળ હોય છે. ૮. રુજા- તીર્થંકર જ્યાં પ્રવાસિત થાય છે ત્યાંથી એકસો પચીસ યોજના સુધી રોગ આવતો નથી. ૯. વૈર- એક સો પચીસ યોજન સુધી પરસ્પર વૈર ભાવ થતો નથી. ૧૦. ઈતિ-ધાન્ય વગેરેને નુકસાન પહોંચાડનાર ઉંદર, કીડા વગેરેની ઉત્પત્તિ એક સો પચીસ યોજન સુધી થતી નથી. ૧૧. મારી- એક સો પચીસ યોજન સુધી મહામારી થતી નથી અથવા તીર્થકરચરિત્ર [ ૧૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ અકાળ મોત આવતું નથી. ૧૨. અતિવૃષ્ટિ- એક સો પચીસ યોજન સુધી અતિવૃષ્ટિ થતી નથી. ૧૩. અનાવૃષ્ટિ-એક સો પચીસ યોજન સુધી અનાવૃષ્ટિ થતી નથી ૧૪. દુર્મિક્ષ- એક સો પચીસ યોજન સુધી દુષ્કાળ પડતો નથી. ૧૫. ભય-એક સો પચીસ યોજન સુધી કોઈપણ પ્રકારનો ભય ઉત્પન્ન થતો નથી. આ અગિયાર અતિશય કર્મક્ષય વડે પ્રાપ્ત થાય છે. ૧૬. આકાશમાં ધર્મચક્ર ચાલે છે. ૧૭. આકાશમાં ચમર વીજન થાય છે. ૧૮. પાદપીઠિકા સહિત ઉજ્જવળ સ્ફટિકમય સિંહાસન હોય છે. ૧૯. આકાશમાં ત્રણ છત્ર હોય છે. ૨૦. આકાશમાં રત્નમય ઘા ફરફરે છે. ૨૧. સ્વર્ણ કમળ ઉપર પગ મૂકીને ચાલે છે. ૨૨. સ્વર્ણ, રજત અને રત્નમય સમવસરણની રચના થાય છે. કિલ્લો (ગઢ) બને છે. ૨૩. સમવસરણમાં ચારેય દિશાઓમાં ચાર મુખ દેખાય છે. ૨૪. જ્યાં રોકાય છે ત્યાં અથવા જ્યાં બેસે છે ત્યાં અશોક વૃક્ષ પ્રગટ વાય છે. ૨૫. કાંટા ઊંધા થઈ જાય છે. ૨૬. વૃક્ષો નમી/ઝૂકી જાય છે. ૨૭. દુંદુભિનાદ થાય છે. ૨૮. અનુકૂળ હવા વહે છે. ૨૯. પક્ષીઓ પ્રદક્ષિણા કરે છે. ૩૦. સુગંધિત પાણીની વર્ષા થાય છે. ૩૧. ઉત્તમ જાતિ અને રંગોનાં ફૂલોની વૃષ્ટિ થાય છે. ૩૨. કેશ, દાઢી, મૂછ અને નખ વધતાં નથી. ૩૩. ચારે પ્રકારના દેવોમાં (વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી અને માનિકો ઓછામાં ઓછા એક કરોડ દેવતા સેવા કરે છે. ૩૪. ઋતુઓની અનુકૂળતા રહે છે તથા મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ પ્રવેશ D ૧૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ અને સ્પર્શરૂપ ઈંદ્રિય વિષયો અનકૂળ રહે છે. આ ઓગણીસ અતિશય દેવકૃત હોય છે. આમ જન્મની સાથે ચાર, કર્મક્ષયથી અગિયાર અને દેવકૃત ઓગણીસ (૪ + ૧૧ + ૧૯ = ૩૪) કુલ ચોત્રીસ અતિશય હોય છે. પાંત્રીસ વચનાતિશય ૧. સંસ્કારવત્ત્વ ૨. ઔદાત્ત્વ ૩. ઉપચારપરીતતા ૪. મેઘગંભીર ઘોષ ૫. પ્રતિનાદ ૬. દક્ષિણત્વ ૭. ઉ૫નીત રાગત્વ ૮. મહાર્થતા ૯. અવ્યાહતત્વ ૧૦. શિષ્ટત્વ ૧૧. અસંદિગ્ધત્વ ૧૨, નિરાકૃતાન્યોત્તરત્વ ૧૩. હૃદયંગમતા ૧૪, મિથઃ સાકાંક્ષતા ૧૫. દેશકાલાવ્યતીતત્વ ૧૬. તત્ત્વનિષ્ઠતા ૧૭. અપ્રકીર્ણપ્રસૃતત્ત્વ ૧૮. અસ્વશ્લાઘાન્યનિન્દિતા ૧૯. આભિજાત્ય ૨૦. અતિ સ્નિગ્ધ મધુરત્વ - સુસંસ્કૃત વાણી અર્થાત્ ભાષા અને વ્યાકરણની દૃષ્ટિએ નિર્દોષ હોવું. – ઉદાત્ત સ્વર અર્થાત્ સ્વર ઊંચો હોવો. - ગ્રામ્ય-દોષથી રહિત હોવું. - અવાજમાં મેઘ જેવી ગંભીરતા હોવી. – વાણી પ્રતિધ્વનિ સહિત હોવી. – ભાષાનું સરળ હોવું. - માલકોશ રાગયુક્ત હોવું. - વિશાળ અર્થવાળી, થોડામાં વધુ કહેવું. - વાણીમાં પૂર્વાપર વિરોધ ન હોવો. – શિષ્ટ ભાષા હોવી. – સંદેહ રહિત ભાષા. - વચન દૂષણ રહિત હોવું. - આકર્ષક અને મનોહર વાણી – દેશ, કાળને અનુસારિણી વાણી. – દેશ, કાળને અનુરૂપ અર્થ કહેવો. – વિવક્ષિત વસ્તુનું જે સ્વરૂપ હોય તે પ્રમાણે તેનું વ્યાખ્યાન કરવું. અતિ વિસ્તારરહિત સંબદ્ધ ભાષાનો પ્રયોગ. - – સ્વ પ્રશંસા અને પરનિંદા રહિત વચન. વક્તા અને પ્રતિપાદ્ય ભાવ ઉચિત હોવો. અતિ સ્નેહ અને માધુર્યથી પરિપૂર્ણ તીર્થંકરચરિત્ર - I ૧૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૧. પ્રશસ્યતા ૨૨. અમર્મવેધિતા ૨૩. ઔદાર્ય ૨૪. ધર્માર્થપ્રતિબદ્ધતા ૨૫. કારકાદ્યવિપર્યાસ ૨૬. વિશ્વમાદિનિયુક્તતા ૨૭. ચિત્રકૃત્વ વાણી. - પ્રશંસા યોગ્ય ભાષા - બીજાઓના મર્મનું પ્રકાશન ન કરનારી ભાષા - ઉદાર વાણી. - શ્રુત ચારિત્ર રૂપ તથા મોક્ષ રૂપ અર્થથી સંબદ્ધ હોવું. - કારક, કાળ, વચન, લિંગ વગેરેના વિપર્યાય રૂપ દોષથી રહિત. - ભ્રાંતિ, વિક્ષેપ રહિત વાણી. - નિરન્તર આશ્ચર્ય ઉત્પન્ન કરનારી વાણી. – અદ્ભુત-વિસ્મયકારક વાણી. - વિલંબ રહિત ધારા પ્રવાહ વાણી. - પ્રતિપાદ્યની વિવિધતા થવાથી વાણીમાં વિચિત્રતા થવી. - વિશેષણ-ઉપમા વડે યથાવત્ વ્યક્ત કરવું. - ઓજસ્વી-સાહસિક વાણી. - વર્ણ, પદ અને વાક્યોનું અલગ અલગ ૨૮. અદ્દભુતત્વ ૨૯. અનતિવિલબ્ધિતા ૩૦. અનેકજાતિ વૈચિત્ર્ય ૩૧. આરોપિત વિશેષતા ૩૨. સત્ત્વપ્રધાનતા ૩૩. વર્ણપદવાક્યવિવિક્તતા હોવું. ૩૪. અબુચ્છિત્તિ - વ્યક્તિ પૂર્ણરૂપે સમજે ત્યાં સુધી તેનું વ્યાખ્યાન કરતા રહેવું. ૩૫. અખેદિત્વ - ઉપદેશ આપતી વખતે થાકનો અનુભવ ન કરવો. આ પાંત્રીસ તેમનાં પ્રવચન-વ્યાખ્યાન-ઉપદેશની અતિશય વિશેષતાઓ હોય છે. પ્રવેશ | ૧૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ . છે ભગવાન શ્રી ઋષભદેવ – જQ0,. ભગવાન ઋષભનો જન્મ યૌગલિક (અરણ્ય) સંસ્કૃતિના અંત સમયે થયો હતો. યૌગલિક વ્યવસ્થા તે સમયે છિન્નભિન્ન થઈ રહી હતી. સમુચિત વ્યવસ્થા આપી શકે તેવું કોઈ નહોતું. કુલકરોએ જે વ્યવસ્થા કરી, તે થોડાક સમય પછી પ્રભાવહીન અને નિસ્તેજ થતી ગઈ. દરરોજ નવી સમસ્યાઓ વધતી જતી હતી. સ્વયં —-00 નાભિ કુલકર પણ કોઈક રીતે આ જવાબદારીભર્યા પદથી મુક્તિ મેળવવાનું ઝંખતા હતા. ક્યાંય કોઈ સમાધાન દેખાતું નહોતું. તે સમયે ભગવાન ઋષભનો જન્મ થયો. પૂર્વ ભવ ભગવાન ઋષભ દેવનો જીવ મુક્તિ પૂર્વે તેરમા ભાવમાં મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ના સાર્થવાહ તરીકે ઉત્પન્ન થયો હતો. તે એક ધનાઢ્ય વેપારી હતો. દૂર દૂર સુધી તેનો વ્યાપાર પ્રસરેલો હતો. એક વખત અર્થોપાર્જનના હેતુથી તે વિદેશ જવા માટે તૈયાર થયો. તેણે એવી જાહેરાત કરી કે મારી સાથે જે કોઈ આવશે તેને હું તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીશ. આવી જાહેરાત સાંભળીને સેંકડો લોકો તેની સાથે વ્યાપારાર્થે નીકળી પડ્યા. આચાર્ય ધર્મઘોષને પણ વસંતપુર જવાનું હતું. નિર્જન અટવી પાર કરવા માટે તેઓ પોતાના શિષ્ય-સમુદાય સાથે ધન્ના સાર્થવાહની સાથે થઈ ગયા. શેઠને આવા ત્યાગી મુનિઓનો પરિચય થયો તેથી તેઓ અત્યંત પ્રસન્ન થયા. માર્ગમાં શેઠે આચાર્ય સહિત સમગ્ર શિષ્ય-સમુદાયની ઉપાસનાનો ઘણો લાભ લીધો. પ્રાસુક આહાર, પાણી વગેરેનું દાન ક્યું, જેથી ત્યાં ઋષભદેવના જીવ ધન્ના સાર્થવાહને પ્રથમ વખત સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. ધન્ના સાર્થવાહના ભવપછી દેવ તથા મનુષ્યના સાત ભવ પૂરા કર્યા તીર્થકરચરિત્ર [ ૧૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ પછી નવમા જન્મમાં ઋષભનો જીવ જીવાનંદ વૈદ્ય તરીકે ઉત્પન્ન થયો. તેના ચાર અભિન્ન મિત્રો હતા - રાજપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, મંત્રીપુત્ર, સાર્થવાહપુત્ર. આ પાંચે મિત્રોએ ભેગા મળીને કોઢ જેવા ભયંકર વ્યાધિગ્રસ્ત એક મુનિની સેવા કરી. તેમની પ્રેરણા પામીને તેઓ શ્રાવક બન્યા. જીવનપર્યંત શ્રાવક ધર્મનું પાલન કરીને પાંચેય મિત્રો બારમા દેવલોકમાં દેવ બન્યા. અગિયારમા ભવમાં ઋષભનો જીવ મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં રાજકુમાર વજનાભરૂપે ઉત્પન્ન થયો. તેના પિતા મહારાજા વજસેન તથા માતા મહારાણી ધારિણી હતાં. ગર્ભકાળમાં માતાએ ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. આગળ જતાં વજનાભ છ ખંડનો સ્વામી ચક્રવર્તી બન્યો. તેના પૂર્વભવના ચાર મિત્રો - બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ સહોદરરૂપે પેદા થયા. પોતાના પિતા રાજર્ષિ વજસેનના ઉપદેશથી પ્રભાવિત થઈને વજનાભે પોતાના સહોદરો સાથે દીક્ષાવ્રતનો સ્વીકાર કર્યો. સંયમી બનીને લાંબા સમય સુધી તપસ્યા તેમજ સાધના કરી અને ઉત્કૃષ્ટ અધ્યવસાયમાં તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. ત્યાંથી બારમા ભવમાં તેઓ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામીને વજનાભ ભગવાન ઋષભ બન્યા. બાહુ અને સુબાહુ ભારત તેમજ બાહુબલી બન્યા. પીઠ અને મહાપીઠ બ્રાહ્મી અને સુંદરી તરીકે ઉત્પન્ન થયાં. 28ષભનો જન્મ ઋષભનો જીવ સર્વાર્થસિદ્ધ દેવલોકથી ચ્યવન પામીને નાભિકુલકરની જીવનસંગિની મરુદેવાની પવિત્ર કૂખે અવતરિત થયો. એ જ રાત્રે માતા મરુદેવીએ ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. તે ચૌદ સ્વપ્નો આ પ્રમાણે હતાં : ૧વૃષભ ૨- હાથી ૩- સિંહ ૪- લક્ષ્મી ૫- પુષ્પમાળા - ચંદ્ર ૭- સૂર્ય ૮મહેન્દ્ર ધ્વજ ૯-કુંભ ૧૦- પદ્મસરોવર ૧૧-ક્ષીરસમુદ્ર ૧૨- દેવવિમાન ૧૩રત્નરાશિ ૧૪- નિધૂમ-અગ્નિ. સ્વપ્નદર્શનનું પણ પોતાનું આગવું મહત્ત્વ હોય છે. ગર્ભના પ્રારંભમાં થતું સ્વપ્નદર્શન ગર્ભગત પ્રાણીના શુભાશુભ ભવિષ્યના સંકેત તરીકે માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્રમાં એવાં બોંતેર શુભસ્વપ્નોનું વિવેચન છે, તેમાં ત્રીસ મહાસ્વપ્ન માનવામાં આવ્યાં છે. એ ત્રીસ મહાસ્વપ્નોમાં ચૌદ મહાસ્વપ્ન તીર્થંકર અને ચક્રવર્તીની માતાઓ નિહાળે છે. દિગંબર ગ્રંથોમાં તીર્થકરની માતા સોળ સ્વપ્નો નિહાળે છે તેવો ઉલ્લેખ છે. પૂર્વોક્ત ચૌદ ઉપરાંત મત્સ્યયુગલ અને સિંહાસન આ બે સ્વપ્ન વધારામાં ગણાવ્યાં છે. વાસુદેવની માતા સાત તથા ચાર સ્વપ્ન બળદેવની માતા નિહાળે છે. માંડલિક રાજા (જનનેતા) અથવા ભાવિતાત્મા-અણગારની માતા એક સ્વપ્ન નિહાળે છે. આ સ્વપ્નોના આધારે ગર્ભગત આત્માના પુણ્યપ્રભાવનું અનુમાન સ્વપ્નશાસ્ત્રીઓ કરે છે. ભગવાન શ્રી ઋષભદેવ ૧૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ us .બt K , III * * * તી. કરચત્ર D ૧૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ માતા મરુદેવા ચૌદ સ્વપ્નો નિહાળીને હર્ષવિભોર બની ગયાં. અજ્ઞાત ખુશીથી તેમનું ચિત્ત નૃત્ય કરવા લાગ્યું. તેમનું રોમ રોમ પુલકિત થઈ ઊડ્યું. મરુદેવાએ પોતાના પતિ નાભિકુલકરને કહ્યું, “આજે મેં ચૌદ સ્વપ્નો નિહાળ્યાં છે. હે પ્રાણનાથ ! આ સ્વપ્નો નિહાળ્યા પછી મારું મન-ચિત્ત હર્ષવિભોર થઈ ઊડ્યું છે. ર્દયમાં પ્રસન્નતા છલકાઈ રહી છે. વિસ્મિત નાભિકુલકરે પૂછ્યું, હે પ્રિય ! તે કેવાં સ્વપ્નો હતાં જે જોઈને તું હર્ષવિભોર થઈ ઊઠી છે ?' મરુદેવાએ એક એક કરીને પોતે નિહાળેલાં સ્વપ્નોનાં દશ્યોની રજૂઆત કરી. સ્વપ્નો વિષે સાંભળીને નાભિકુલકર ચકિત થઈ ઊઠ્યા. નાભિ કોઈ સ્વપ્નવેત્તા નહોતા, છતાં પ્રત્યુત્પન્ન મતિથી તેમણે કહ્યું, “સ્વપ્ન શું છે ? પ્રાણીમાત્રના ઉજ્જવળ ભવિષ્યની આગાહી છે. એમ લાગે છે કે આપણી ચિંતાઓ હવે તરત સમાપ્ત થઈ જશે. લોકોની સમસ્યાઓ પણ ઉકેલાઈ જશે. તારા ગર્ભમાં કોઈ એવો ભુવનભાસ્કર આવ્યો છે, જેના થકી સમગ્ર વિશ્વ આલોકિત થઈ ઊઠશે. ગર્ભકાળ સમાપ્ત થતાં ફાગણવદ આઠમની મધ્ય રાત્રે માતા મરુદેવાએ એક પુત્ર તથા એક પુત્રીને યુગલરૂપે જન્મ આપ્યો. ભગવાનના જન્મથી સમગ્ર વિશ્વ પુલકિત થઈ ગયું અને અજ્ઞાત શાંતિનો અનુભવ કરવા લાગ્યું. નરકમાં રહેલા જીવોને પણ ક્ષણભર માટે વિરલ શાંતિ મળી. ચોસઠ ઈદ્ર અને સહસ્ત્રો દેવોએ ધરતી ઉપર આવીને ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. આટલી મોટી સંખ્યામાં દેવોને જોઈને આસપાસનાં યૌગલિક એકત્ર થઈ ગયાં. ઉત્સવ વિધિથી અપરિચિત હોવા છતાં સૌએ મળીને દેખાદેખીથી જન્મોત્સવ ઉજવ્યો. આ અવસર્પિણીકાળમાં સૌથી પહેલો જન્મોત્સવ ભગવાન ઋષભદેવનો જ ઉજવવામાં આવ્યો હતો. જન્મોત્સવ ઉજવવાનો ઉપક્રમ ત્યારથી જ પ્રારંભ પામ્યો. નામકરણ ભગવાન ઋષભના નામકરણના ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં યૌગલિકો એકત્ર થયાં. તે યુગની આ પ્રથમ ઘટના હતી કે કોઈકના નામકરણ પ્રસંગે આટલા બધા લોકો એકત્ર થયા હોય. બાળકનું નામ શું રાખવું, તે વિષે વાત કરતાં નાભિકુલકરે જણાવ્યું, “જ્યારે આ જીવ ગર્ભમાં આવ્યો હતો ત્યારે તેની માતાએ ચૌદ સ્વપ્ન નિહાળ્યાં હતાં. તેમાં પ્રથમ સ્વપ્ન વૃષભનું હતું. બાળકની છાતીમાં પણ વૃષભનું ચિહ્ન છે, તેથી મારી દષ્ટિએ બાળકનું નામ વૃષભકુમાર રાખવું જોઈએ. ઉપસ્થિત તમામ યુગલોને આ નામ ઉચિત લાગ્યું. સૌએ બાળકને એ જ નામ આપ્યું. પુત્રીનું નામ સુનંદા રાખ્યું. ભગવાન ની સરભદેવ ! ૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ દિગમ્બર આમ્નાયમાં નામકરણ બાબતમાં જુદો મત છે. મહાપુરાણ અનુસાર અગિયારમા દિવસે ઈન્દ્રએ સ્વયં આવીને નામકરણ વિધિ સૌને સમજવી. ઈન્દ્રને આવેલા નિહાળીને અનેક યુગલો એકઠાં થઈ ગયાં. ઈન્દ્રએ લોકોને કહ્યું, આ બાળક ભવિષ્યમાં ધર્મરૂપી અમૃતની વર્ષા કરશે, તેથી બાળકનું નામ વૃષભકુમાર રાખું છું. ઈન્દ્રની વાતને સમર્થન આપતાં તમામ યુગલોએ બાળકનું નામ વૃષભકુમાર રાખ્યું. વૈદિક ગ્રંથ ભાગવતના રચનાકારે લખ્યું છે કે, “બાળકનું સુંદર તેમજ સુદઢ શરીર, તેજસ્વી લલાટ જોઈને નાભિરાજાએ તેનું નામ ઋષભ રાખ્યું. જૈન ઇતિહાસવિદોએ જૈન ધર્મના આદ્ય પ્રવર્તક હોવાને કારણે તેમનો ઉલ્લેખ આદિનાથ” તરીકે કર્યો છે. ભગવાનનું સૌથી પહેલું નામ “વૃષભદેવ પડ્યું. કદાચ ઉચ્ચારણની સરળતાને કારણે તે “ઋષભ” થઈ ગયું. એમ તો કલ્પસૂત્રની ટીકામાં તેમનાં પાંચ ગુણનિષ્પન્ન નામ બતાવવામાં આવ્યાં છે – ૧. વૃષભ, ૨. પ્રથમ રાજ, ૩. પ્રથમ ભિક્ષાચર, ૪. પ્રથમ જિન, ૫. પ્રથમ તીર્થંકર. આ સિવાય આદિનાથ, આદિમબાબા વગેરે નામ પણ ગ્રંથોમાં મળે છે. વંશ-ઉત્પત્તિ ભગવાન ઋષભના સમયે કોઈ વંશ (જાતિ) નહોતો. ઋષભકુમાર જ્યારે એક વર્ષના થયા ત્યારે એક દિવસ પોતાના પિતાની ગોદમાં તેઓ બાળક્રિડા કરી રહ્યા હતા. એવામાં ઈન્દ્ર એક થાળીમાં વિવિધ ખાદ્યસામગ્રી વગેરે લઈને બાળક ઋષભ સામે ઉપસ્થિત થયા. નાભિકુલકરે આટલી બધી વસ્તુઓ જોઈને પોતાના પુત્રને કહ્યું, “જે કંઈ ખાવું હોય તે હાથ વડે ખા.” ઋષભકુમારે સૌ પ્રથમ શેરડીનો ટુકડો લઈને ચૂસવાનો પ્રયત્ન કર્યો. બાળક ઋષભના આ પ્રયત્નને ધ્યાનમાં રાખીને ઈન્દ્રએ એવી ઘોષણા કરી કે બાળક ઋષભકુમારને શેરડી પ્રિય છે. તેથી ભવિષ્યમાં આ વંશનું નામ ઇક્વાકુ વંશ રહેશે. ઇક્ષવાકુ વંશની સ્થાપનાની સાથે જ વંશ-પરંપરા સ્થપાઈ ગઈ. વિવાહ જ્યારે ઋષભે તારુણ્ય અવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે તેમનો વિવાહ બે કન્યાઓ સાથે કરી દેવામાં આવ્યો. એક કન્યા સહજન્મા હતી, બીજી અનાથ હતી. લગ્નની આ પરંપરા લોકો માટે નવાઈભરી હતી. લોકો લગ્નથી અપરિચિત હતા. તે પૂર્વે સાથે જન્મેલાં ભાઈબહેન જ ભવિષ્યમાં પતિપત્ની બની જતાં હતાં. લગ્ન નામનો કોઈ રિવાજ નહોતો. બીજી તરફ વિકાર તીર્થકરચરિત્ર ૨૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થવો જઘન્ય કાર્ય ગણાતું હતું. તે સમયે સાથે જન્મેલાં પરસ્પર એકબીજા ઉપર અધિકાર સમજતાં હતાં. આ પ્રથમ પ્રસંગ હતો કે જ્યારે કોઈએ પોતાની સાથે ન જન્મેલી કન્યાને પત્ની બનાવી હોય અને એ રીતે લગ્ન કર્યા હોય. ધીમે ધીમે લોકોના મનમાં લગ્નની ઉપયોગિતા સમજવા લાગી. ઋષભની બે પત્નીઓમાં એક તેમની સાથે જન્મેલી સુનંદા હતી. બીજી કન્યાનાં માતાપિતા મૃત્યુ પામેલાં હતા. માતાપિતાના મૃત્યુથી તો એ સમયે કોઈ ફરક પડતો નહોતો. યૌગલિકકાળમાં જીવનના અંતે જ સંતાનોત્પત્તિ થતી હતી. થોડોક સમય લાલનપાલન કર્યા પછી માતાપિતા તરત મૃત્યુ પામતાં હતાં. પાછળથી તે ભાઈબહેન ખાવાપીવાની વ્યવસ્થા કોઈપણ મુશ્કેલી વગર જાતે કરી લેતાં હતાં, પરંતુ આ કન્યાનો તો જીવનસાથી છોકરો પણ મૃત્યુ પામેલો હતો. યૌગલિક જગતમાં કદાચ આ પ્રથમ જ ઘટના હતી. પરંતુ સામૂહિક જીવનના અભાવે આ ઘટનાની જાણકારી તમામ લોકો સુધી પહોંચી નહોતી. આસપાસના કેટલાક લોકોને જ્યારે ખબર પડી ત્યારે તેમને તેનું ભારે અચરજ થયું. કન્યા બિચારી ત્યાં ફળફૂલ ખાઈને દિવસો વીતાવવા લાગી. એક વખત ત્યાંથી મરુદેવા માતા ફરવા નીકળ્યાં. તેમણે કન્યાને એકલી જોઈને પૂછ્યું, “તારો સાથી ક્યાં ગયો ?' કન્યાએ સમગ્ર આપવીતી કહી સંભળાવી. મરુદેવાએ વિચાર્યું, એકલી કન્યા કેવી રીતે જીવન પસાર કરશે? એને હું ઘેર લઈ જાઉં તો કેવું સારું ! ઋષભ સાથે તે પણ રમશે. મોટી થઈને ઋષભને બે પત્નીઓ ગણાશે. આવી ભાવનાથી અભિપ્રેરિત મરુદેવા કન્યાને પોતાના ઘેર લઈ ગયાં. આગળ જતાં તે કન્યા સુમંગલાના નામથી ઋષભની બીજી પત્ની બની. સંતાન યૌગલિક કાળમાં સીમિત સંતાનનો નિયમ અટલ હતો. પ્રત્યેક યુગલના જીવનમાં એક જ વખત સંતાનોત્પત્તિ થતી હતી અને તે પણ યુગલરૂપે જ ! તેમાં પણ એક છોકરો અને બીજી છોકરી જ જન્મતાં હતાં. સર્વપ્રથમ ઋષભના ઘેર આ પરંપરા તૂટી. ઋષભની પત્ની સુનંદાને તો એક જ યુગલ ઉત્પન્ન થયું - બાહુબલી અને સુંદરી. સુમંગલાને પચાસ યુગલ જમ્યાં, જેમાં પ્રથમ યુગલમાં ભારત અને બ્રાહ્મીનો જન્મ થયો, બાકીનાં ઓગણપચાસ યુગલોમાં માત્ર પુત્ર જ પુત્ર પેદા થયા. આમ અઠ્ઠાણું પુત્રો તો આ થયા અને ભરત બાહુબલી બંને બે બહેનો સાથે જન્મ્યા. ઋષભને કુલ ભગવાન શ્રી ઋષભદેવ ૨૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ મળીને સો પુત્રો અને બે પુત્રીઓ હતાં. સૌથી મોટો પુત્ર ભરત હતો. ત્યાર પછી તો અન્ય યુગલ દંપતીઓને પણ અનેક પુત્ર-પુત્રીઓ થવા લાગ્યાં. ત્યારે આગળ જતાં આ તમામનાં લગ્નો અનેક કન્યાઓ સાથે થયાં હોવાનો ઉલ્લેખ છે. વસ્તી પણ ખૂબ ઝડપથી વધવા લાગી. ભગવાનનાં પુત્ર-પુત્રીઓનાં નામ આ પ્રમાણે છે: ૧- ભરત ૨-બાહુબલી ૩-શખ ૪-વિશ્વકર્મા ૫-વિમલ -સુલક્ષણ ૭–અમલ ૮-ચિત્રાંગ ૯-ખ્યાતકીર્તિ ૧-વરદત્ત ૧૧-દત્ત ૧૨-સાગર ૧૩-યશોધર ૧૪-અવર ૧૫-થવર ૧૬-કામદેવ ૧૭–ધ્રુવ ૧૮-વત્સ ૧૯-નન્દ ૨૦-સૂર ૨૧-સુનન્દ ૨૨-કુરુ ૨૩-અંગ ૨૪-બંગ ૨૫-કૌશલ ૨૪-વીર ૨૭-કલિંગ ૨૮-માગધ ૨૯-વિદેહ ૩૦-સંગમ ૩૧-દશાર્ણ ૩૨-ગમ્ભીર ૩૩-વસુવર્મા ૩૪-સુવર્મા ૩પ-રાષ્ટ્ર ૩ સુરાષ્ટ્ર ૩૭-બુદ્ધિકર ૩૮-વિવિધકર ૩૯-સુયશ ૪ યશકીર્તિ ૪૧-યશસ્કર ૪૨-કીર્તિકર ૪૩-સુષેણ ૪૪-બ્રહ્મસેણ ૪૫-વિક્રાન્ત ૪૬-નરોત્તમ ૪૭-ચન્દ્રસેન ૪૮-મહુસેન ૪૯-સુલેણ ૫૦-ભાનું ૫૧-કાન્ત પર-પુષ્પયુત પ૩-શ્રીધર ૫૪-દુદ્વેષ ૫૫-સુસુમાર પદ-દુર્જય પ૭-અજયમાન ૫૮–સુધર્મા ૫૯-ધર્મસેન -આનન્દન ૧-આનન્દ દર-નન્દ ૩-અપરાજિત ૪-વિશ્વસેન પ-હરિર્ષણ ૬-જન્ય દ- વિજ્ય ૬૮-વિજયન્ત ૯-પ્રભાકર ૭-અરિદમન ૭૧-માન ૭૨-મહાબાહુ તીર્થકરચરિત્ર | ૨૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૭૩-દીર્ઘબાહુ ૭૪-મેઘ ૭૫-સુઘોષ ૭૬-વિશ્વ ૭૭-વરાહ ૭૮-વસુ ૭૯-સેન ૮૦-કપિલ ૮૧-લવિચારી ૮ર-અરિજય ૮૩-કુંજરબલ ૮૪-જયદેવ ૮૫-નાગદત્ત ૮૬-કાશ્યપ ૮૭-બલ ૮૮-વીર ૮૯-શુભમતિ ૯૦-સુમતિ ૯૧-પદ્મનાભ ૯૨-સિંહ ૯૩-સુજાતિ ૯૪-સંજય ૯૫-સુનામ ૯૬-નરદેવ ૯૭-ચિત્તહર ૯૮–સુખર ૯૯-દઢરથ ૧૦૦-પ્રભંજન દિગમ્બર પરંપરાના આચાર્ય જિનસેન ભગવાન ઋષભ દેવના એકસોએક પુત્રો હોવાનું માને છે. એક નામ વૃષભસેન વઘારાનું આપવામાં આવ્યું છે. ભગવાન ઋષભદેવની બે પુત્રીઓનાં નામ છે- ૧. બ્રાહ્મી, ૨. સુંદરી. રાજ્યાભિષેક કુલકર નાભિ પાસે દરરોજ યૌગલિકોની ઘણીબધી ફરિયાદો આવવા માંડી હતી. દંડસંહિતા (શિક્ષાપ્રણાલિકા) નિસ્તેજ બની રહી હતી. દરરોજ અભાવ વધતો જતો હતો. કુલકર નાભિ પાસે તેનું કોઈ સમાધાન નહોતું. ફરિયાદો આવવાથી કોઈને કાંઈ કહેતા તો જવાબ મળતો, “હું ભૂખ્યો હતો આપ પેટ ભરવાની વ્યવસ્થા કરી દો તો પછી આવી ભૂલ નહીં થાય.” પેટ ભરવાનો ઉપાય કુલકર નાભિ પાસે નહોતો, તેથી માત્ર દંડસંહિતા વડે કામ ચાલતું નહોતું. જ્યાં પણ ફળવાળાં વૃક્ષો હતાં ત્યાં લૂંટફાટનો પ્રારંભ થઈ જતો હતો. પછી એ જ યુગલ ફરિયાદ લઈને નાભિ કુલકર પાસે આવતાં હતાં. કુલકર નાભિ સમસ્યાઓથી અત્યંત વ્યસ્ત હતા. તે આ જવાબદારીમાંથી કોઈ પણ રીતે મુક્તિ મેળવવાનું ઇચ્છતા હતા. એક દિવસ કેટલાંક યુગલ ઋષભકુમાર પાસે બેસીને વાતો કરી રહ્યાં હતાં. અભાવ વિષે વાત નીકળી. સૌ દુઃખી હતાં, આતંકિત હતાં. ઋષભ દેવને પૂછ્યું, “આનું યોગ્ય સમાઘાન થશે કે પછી લડી ઝઘડીને સૌએ મરવું પડશે? જીવવાનું મુશ્કેલ બની રહ્યું છે.” ઋષભે સ્મિત કરતાં કહ્યું, સમયની સાથે સાથે વ્યવસ્થા બદલવી પડે છે. પોતાની આદતોમાં પરિવર્તન આણવું પડે છે. આમ કરવાથી સમસ્યા ભગવાન શ્રી ઋષભદેવ | ૨૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ આપોઆપ સમાપ્ત થઇ જાય છે. હવે કુલકર વ્યવસ્થાથી કામ નહિ ચાલે. હવે તો એક વિધિવત્ રાજા હોવો જોઇએ. તેના અનુશાસન દ્વારા જ સમસ્યા ડંકેલી શકાશે. રાજાની સૂઝ-બૂઝ દ્વારા જ અભાવ સમાપ્ત થઇ શકે છે. ઉપસ્થિત યુગલોએ કહ્યું, ‘અમે તો જાણતાં નથી કે રાજા શું હોય છે ?’ ત્યારે ઋષભે રાજાની જવાબદારી જણાવી. યુગલોએ કહ્યું, ‘આવી ક્ષમતા તો માત્ર આપનામાં જ છે, અન્ય કોઈમાં નથી. આપ જ આ જવાબદારી સંભાળો.' ઋષભે કહ્યું, ‘તમે નાભિ કુલકરને વિનંતી કરો, તેઓ કદાચ આપની વાત સ્વીકારી લેશે.’ સૌ યુગલો કુલકર નાભિ પાસે પહોંચ્યાં. તેમને રાજા બનવા માટે વિનંતી કરી. કુલકર નાભિ પહેલેથી જ કંટાળેલા અને નિરાશ હતા. પોતાની વ્યવસ્થાથી પોતે અસંતુષ્ટ હતા. નિઃશ્વાસ મૂકતા તેઓ બોલ્યા, ‘આ મારા સામર્થ્યની વાત નથી. જમાનો બહુ જ ખરાબ આવ્યો છે. આમાં મારી બુદ્ધિ કામ કરતી નથી. આપણે સૌ ખરેખર અભાગી છીએ, તેથી આવો અભાવ અનુભવવો પડે છે. પેટ માટે તકરાર એ તો કેટલી શરમની વાત છે ! આપણા પૂર્વજો ખૂબ સુખી હતા. એમના જીવનમાં આવું કશું નહોતું. જાઓ, તમે ઋષભ પાસે જ જાઓ. તે રાજા બનશે અને સમસ્યાઓનું સમાધાન આપશે. હવે આવતીકાલથી તમારી સમસ્યાઓ અને ફરિયાદો ઋષભ પાસે જઈને કરજો. એ જ તમને સમાધાન આપશે. મને હવે મુક્તિ આપો.' હવે યુગલો પોતાની કલ્પના દ્વારા ઋષભના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવા લાગ્યાં. વિવિધ પ્રકારનાં ફૂલો વડે ઋષભના શરીરને અલંકૃત કર્યું. ઋષભને ઊંચા આસન પર બેસાડીને તેમના પગમાં જલાભિષેક કરવા લાગ્યાં. અભિષેકમાં સૌપ્રથમ પદાભિષેક થયો હતો. ઈન્દ્રએ પોતાના અવધિદર્શન વડે એ દશ્ય જોયું તો ગદ્ગદ થઈ ઊઠ્યા. તેઓ તરત મૃત્યુલોકમાં આવી પહોંચ્યા. લોકોના વિનયની પ્રશંસા કરતાં કરતાં તે સ્થળનું નામ તેમણે વિનીતા રાખ્યું. પછીથી ત્યાં જ વિનીતા નામની નગરી વસી. કૃષિ-કર્મ શિક્ષણ ૠષભની સામે સૌથી પહેલું કામ ખાદ્ય સંકટ મિટાવવાનું હતું. બાકીની સમસ્યાઓ તેની સાથે સંલગ્ન હતી. તેઓ જાણતા હતા કે ભરપેટ ભોજન મળશે તો સૌ કોઈ અનુશાસિત બની જશે. ૠષભે સૌ પ્રથમ કહ્યું, ‘સમય બદલાયો છે તેથી પોતાની જાતને બદલો. આજ સુધી આપણને વૃક્ષો પાસેથી બારેમાસ ફળો મળતાં હતાં, પરંતુ હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે. સમયની સાથે વૃક્ષોએ પણ ફળ આપવાનું બંધ કરી દીધું છે. શું આપણે ફળોના અભાવે ભૂખ્યા રહીશું ? ના, ક્યારેય તીર્થંકરચરિત્ર - I ૨૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ નહીં. આપણને ભરપેટ ભોજન મળશે, ખૂબ સારું ભોજન મળશે. પરંતુ શરત માત્ર એક જ છે કે હવે આપણે શ્રમ કરવો પડશે. ખેતરમાં અનાજ વાવવું પડશે. દરેક ચીજ ઉત્પન્ન કરવી પડશે. તેથી સૌ શ્રમ કરો. સુખભર્યું જીવન જીવો.” ઋષભના આ આહ્વાનથી હજારો નવયુવાનો ઊભા થઈને શ્રમ કરવા માટે સંકલ્પબદ્ધ થયા. સર્વત્ર એવું વાતાવરણ બની ગયું કે જાણે શ્રમ એ જ સુખનો માર્ગ છે. શ્રમ વગર જીવવાનો સમય સમાપ્ત થઈ ગયો. હવે તે જૂની વાતને પકડી રાખવી તે નાદાનીયત છે. સૌકોઈના મોંએથી એક જ નારો ગુંજતો હતો- “શ્રમ કરો, સુખભર્યું જીવન જીવો.” | ઋષભે કૃષિની સાથોસાથ અન્ય તમામ જરૂરિયાતોની પૂર્તિના અન્ય ઉપાયો પણ શીખવ્યા. પ્રત્યેક કાર્યની વિધિ તેમણે સ્વયં જ શીખવાડવી પડતી હતી. છીકું (મોઢિયું) બાંધો લોકોનો બૌદ્ધિક વિકાસ નહિવત હતો. એટલું કહેવામાં આવતું એટલું જ તેઓ સમજતાં હતાં. આસપાસની વાત તેમના ચિંતનની બહાર રહેતી. અનાજ પાક્યા પછી તેને કાપીને (લણીને) અનાજ કાઢવાની વિધિ સ્વયં ઋષભે તેમને બતાવી. લોકો અનાજ કાઢવા લાગ્યા. અનાજ ઉપર બળદોને ફેરવી ફેરવીને અનાજ તથા ભૂસું અલગ પાડતાં, પરંતુ બળદોને ભૂખ લાગે ત્યારે તેઓ એ જ અનાજ ખાઈ જતા. લોકો ગભરાયા અને વિચારવા લાગ્યા કે આ બળદો અનાજ ખાઈ જશે તો આપણે શું ખાઈશું? સાંજે ઋષભ પાસે સૌ પહોંચ્યા. તેઓ ઋષભને બાબા કહીને બોલાવતાં હતાં. તેઓ કહેવા લાગ્યાં, બાબા ! અનાજ તો બળદ ખાઈ ગયા, હવે આપણા માટે શું રહેશે ?' બાબાએ ઘાસનાં દોરડાંનું છીકું (મોઢિયું) બનાવીને કહ્યું, આવું છીકું બાંધી દો. પછી તે નહીં ખાય.” બીજા દિવસે સૌકોઈએ બળદના મોંએ છીકું બાંધી દીધું. બળદોના મોં છીકાંઓ વડે બંધાઈ ગયાં. દિવસભર કશું જ ખાઈ શક્યા નહીં. ખેડૂતો ખુશ હતા. આજે એક પણ દાણો બગડ્યો નહિ. સાંજે તે બળદોની આગળ ઘાસ ચારો વગેરે મૂક્યાં, છતાં તેમણે ખાધું નહિ. હવે શું થશે ? સૌ બાબા પાસે પહોંચ્યા. પોતાની ચિંતા પ્રગટ કરતાં કહ્યું, “બાબા ! બળદો તો મરી જશે, તેમણે ખાવા-પીવાનું છોડી દીધું છે.” બાબાએ પૂછ્યું, “અરે છીકું તો તમે ખોલી દીધું હશે ને?' સૌએ કહ્યું, “ખોલવાનું આપે ક્યાં કહ્યું હતું?' બાબાએ કહ્યું, “જાઓ, જલદી ખોલો.’ લોકોએ છીકો ખોલ્યાં. ત્યારે બળદોના જીવ બચ્યા. ભગવાન શ્રી ઋષભદેવ ૨૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ અગ્નિની ઉત્પત્તિ એક દિવસ કેટલાક લોકો ઉદ્ભ્રાન્ત થઈને ઋષભ પાસે દોડતા આવ્યા. પોતાના હાથ બતાવતાં કહ્યું, “આવા ફોડલા પડી ગયા, હવે શું કરીએ ? બાબાએ પૂછ્યું, “આવું કઈ રીતે થયું?' તેમણે કહ્યું, “બાબા ! જંગલમાં લાલ લાલ રત્નો ઉત્પન્ન થયાં છે. દેખાવમાં અત્યંત આકર્ષક છે. શરૂમાં કાળુ કાળું કશુંક નીકળે છે, પછી લાલ થઈ જાય છે, ઊંચે જાય છે તેમાંથી લાલ લાલ કણ પણ નીકળે છે. અમે વિચાર્યું કે આને બાબા પાસે લઈ જઈએ. તેઓ જ કહેશે કે આનું નામ શું છે અને તેનો ઉપયોગ શો છે? અમે એમાં હાથ નાખ્યો તો ભારે પીડા થઈ, અને જોયું તો આવા ફોડલા પડી ગયા. બાબા ! આ કઈ ચીજ છે? અમને તો હવે ડર લાગી રહ્યો છે.” બાબાએ હસતાં હસતાં કહ્યું, “અરે ! તમારા સભાગ્યે અગ્નિ પેદા થયો છે. તેનાથી ડરવાની જરૂર નથી, તેને સમજવાની જરૂર છે અને આવનારા યુગમાં તેને માનવીય સભ્યતા તથા સમૃદ્ધિનો આધાર માનવામાં આવશે. આ તો અત્યંત લાભદાયક છે. તેનો ઉપયોગ કરવાનું શીખો. ભોજન રાંધવું કેટલાંક લોકોએ એક દિવસ બાબાને ફરિયાદ કરી, “બાબા ! અમે પેટ તો ભરીયે છીએ, પરંતુ પહેલાં જેવું નથી રહ્યું. પહેલાં ખાધા પછી પેટ ક્યારેય ભારે નહોતું થતું. આજકાલ પેટ ભારેભારે રહે છે, ક્યારેક ક્યારેક તો પેટમાં પીડા પણ થાય છે. ભૂખ લાગે છે, તેથી ખાવું તો પડે છે, પરંતુ આ સમસ્યા છે.” બાબાએ કહ્યું, “તમે લોકો અત્યાર સુધી કાચું ભોજન કરતાં રહ્યાં છો. તેથી તે દુષ્પાચ્ય રહેવાથી પેટ ભારે લાગે છે. કાલથી તમે સૌ ભોજનને અગ્નિમાં રાંધીને ખાજે.' બીજા દિવસે લોકોએ અનાજને અગ્નિમાં નાખી દીધું. અગ્નિ બુઝાઈ જતાં જોયું તો કાંઈ જ બચ્યું નહોતું, સઘળું અનાજ બળીને રાખ થઈ ચૂક્યું હતું. નિરાશ થઈને સૌ વળી પાછા બાબા પાસે પહોંચ્યાં અને ફરિયાદ કરતાં કહ્યું, “બાબા ! અનાજ તો અગ્નિએ જ ખાઈ લીધું. અમે શું ખાઈએ ? બાબા ! આપ જ કહો કે, હવે અનાજ રાંધીએ તો કઈ રીતે?” બાબાએ આ સમસ્યાના ઉકેલ માટે માટીનું એક પાત્ર બનાવ્યું. પોતે કુંભાર બન્યા. તમામ પ્રકારની જરૂરિયાતો પ્રમાણે નાનાં-મોટાં વાસણો બનાવીને સૌને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે જણાવ્યું. ભોજન કેવી રીતે રાંધવામાં આવે છે તેની સંપૂર્ણ પાકવિદ્યા લોકોને સમજવી. લોકો ત્યારથી ખોરાકને રાંધીને ખાવા લાગ્યા. તેની પહેલાં સૌ કાચું ભોજન જ ખાતાં હતાં. અસિ-કર્મશિક્ષણ ઋષભે એક વર્ગ એવો પણ તૈયાર કર્યો કે જે લોકોના રક્ષણની તીર્થકરચરિત્ર ૨૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ જવાબદારી સંભાળવામાં કાબેલ હોય. તેને તલવા૨, ભાલો, બરછી વગેરે શસ્ત્રો ચલાવવાનું શીખવ્યું. સાથોસાથ ક્યારે, કોના ઉપર આ શસ્ત્રોનો પ્રયોગ કરવો જોઈએ તે વિશે પણ તમામ નિર્દેશ આપ્યા. તે લોકો સુરક્ષા માટે હમેશાં તત્પર રહેતા હતા. તેમને ખેતી કરવાની જરૂર નહોતી. લોકો તેમની આવશ્યક્તાની પૂર્તિ સહર્ષ કરી લેતા હતા. આ વર્ગને સૌ ‘ક્ષત્રિય' કહેવા લાગ્યા. મસિ-કર્મ શિક્ષણ ઋષભ કૃષિકલા, શિલ્પકલાની વિવિધ પ્રક્રિયાઓ શિખવાડીને હવે વિનિમયનું માધ્યમ બનાવવાનું પણ વિચારી રહ્યા. ઉત્પાદનનું શિક્ષણ તેઓ આપી ચૂક્યા હતા. હવે ઉત્પાદિત વસ્તુઓ એકબીજા સુધી કેવી રીતે પહોંચાડવી તેના ચિંતન રૂપે તેમણે મસિ-કર્મનું શિક્ષણ શોધી કાઢ્યું. મસિ-કર્મ એટલે લખવા-વાંચવા દ્વારા વસ્તુનો વિનિમય કરવો. પ્રારંભકાળમાં મુદ્રા નહોતી. વસ્તુ દ્વારા વસ્તુનો વિનિમય થતો. તેનો હિસાબ રાખવો જરૂરી હતો. કઈ વસ્તુનો વિનિમય કેટલા પ્રમાણમાં કરવો તે જાણવું જરૂરી હતું. તે નિર્ધારિત કરવા માટે કેટલાક લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. લોકો બિચારા ભલા ભોળા હતા. આટલો બધો હિસાબ રાખવાનું તેમના માટે મુશ્કેલ હતું. આ વર્ષે આ મુશ્કેલીને હળવી કરી દીધી. લોકોએ આ કાર્ય માટે પારિશ્રમિકની વ્યવસ્થા સહર્ષ કરી. ઉત્પાદકથી ઉપભોક્તા સુધી પહોંચવામાં અમુક ટકા નફો લેવાની છૂટ આપી. આ વિનિમયપ્રક્રિયાને ‘વ્યાપાર’ તથા તે પ્રક્રિયા કરનારા વર્ગને ‘વ્યાપારી’ (વૈશ્ય) કહેવા લાગ્યા. સેવા વ્યવસ્થા કૃષિ, અસિ, મસિ કર્મનું સમુચિત શિક્ષણ લોકોને બાબાએ આપ્યું. એક એવું વાતાવ૨ણ પેદા થયું કે કોઈ વ્યક્તિ નિષ્ક્રિય રહેતી નહી. લોકોને લાગ્યું કે નિષ્ક્રિય રહેવું એ સમાજ પર બોજ છે. માનવીય સંસ્કૃતિમાં નિષ્ક્રિયતા માટે કોઈ જગા નથી. શ્રમ કરવાથી કોઈ નાનું નથી થતું. શ્રમ કરવો એ જ સામૂહિક જીવનની સાર્થકતા છે. જે લોકો ખેતી વગેરે કોઈ કાર્યમાં નિપુણ નથી બનતા, તે લોકો સેવા અને સફાઈના કાર્યમાં જોડાઈ જાય છે. તેમાં ખાસ બુદ્ધિની જરૂર પડતી નથી. કામ કર્યું, પારિશ્રમિક મેળવ્યું. કોઈ ઝંઝટ નહીં, ખાસ કોઈ જવાબદારી પણ નહીં. પરંતુ કોઈ ગમે તે કાર્ય કરનાર હોય તે દરેકનું સમાજમાં સમાન સ્થાન ગણાતું ઊંચનીચની ભાવના બિલકુલ નહોતી. ઋષભે શ્રમનો એવો પ્રવાહ વહેવડાવ્યો કે કોઈપણ વ્યક્તિ તેનાથી અસ્પૃશ્ય રહેતી નહીં. સૌને પોતપોતાની યોગ્યતા પ્રમાણે કાર્ય-ચયનની તક મળતી. વર્ણ વ્યવસ્થા કાર્યની અપેક્ષાએ અલગ-અલગ વર્ણ (વર્ગ) બની ચૂક્યા હતા. તે ભગવાન શ્રી ઋષભદેવ C ૨૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ દરેકનું અલગ-અલગ કાર્ય હતું. ભારતીય ગ્રંથોમાં ઉપલબ્ધ ચાર વર્ણોમાંથી ત્રણ વર્ણોની ઉત્પત્તિ ભગવાન ઋષભના સમયમાં જ થઈ ચૂકી હતી. સુરક્ષાની જવાબદારી સંભાળનારો વર્ગ ક્ષત્રિય કહેવાતો હતો. કૃષિ તથા મસિ કર્મ કરનારા લોકો વૈશ્ય કહેવાતા હતા. ઉત્પાદન તથા વિનિમયની યોગ્ય વ્યવસ્થા તેમના માથે હતી. લોકોના દૈનિક જીવનની જરૂરિયાતો આ બંને વર્ગ દ્વારા જ પૂર્ણ થતી હતી. આ બંને વર્ગોને વૈશ્ય તરીકે ઓળખવામાં આવતા. કૃષિ અને મસિ કર્મ સિવાય અન્ય કાર્ય કરનાર લોકો શૂદ્ર કહેવાતા. તેમના માથે સેવા અને સફાઈની કામગીરી હતી. બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ સમ્રાટ ભરતના શાસનકાળમાં થઈ. સમ્રાટ ભરતે ધર્મના સતત જાગરણ માટે કેટલીક બુદ્ધિજીવી વ્યક્તિઓને પસંદ કરી કે જે વક્તૃત્વ કલામાં નિપુણ હતી. બ્રહ્મચારી રહીને અવારનવાર રાજ્યસભામાં તેમજ અન્ય સ્થળોએ પ્રવચનો આપવાં, લોકોને ધાર્મિક પ્રેરણા આપવી તે તેમનું કામ હતું. સમ્રાટ ભરતે તેમને આજીવિકાની ચિંતાથી મુક્ત કરી દીધા. તેમને મહેલોમાંથી ભોજન મળ્યા કરતું હતું. ગામડાંઓમાં લોકો તેમને પોતાના ઘેર ભોજન કરાવતા હતા અથવા તેમને ભોજનની સામગ્રી આપતા હતા. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અથવા બ્રહ્મ (આત્મા)ની ચર્યામાં લીન રહેવાને કારણે તેમને બ્રાહ્મણ કહેવામાં આવતા હતા. તેમની સંખ્યા સીમિત હતી અને ભરત દ્વારા જ નિર્ધારિત હતી. ત્રણ રેખાઓ (જનેઊ) ચાલુ વ્યવસ્થાનો કોઈ ગેરલાભ ન લઈ લે તેથી ભરત સમુચિત પરીક્ષણ પછી બ્રાહ્મણોની છાતી ઉપર પોતાના કાંગણી રત્ન વડે ત્રણ રેખાઓ દોરતા હતા. આ રેખાઓ તેમની ઓળખ હતી. લોકો તે જોઈને જ નિયંત્રણ વગેરે પાઠવતા હતા. ભરત પછી જ્યારે આદિત્ય જશ રાજા બન્યા ત્યારે તેમણે પ્રત્યેક બ્રાહ્મણની ઓળખ માટે વિશિષ્ટ પ્રકારનું બનેલું સ્વર્ણસૂત્ર આપવાનું શરૂ કર્યું. આગળ જતાં એ જ દોરાની જનોઈ બની ગઈ હતી. પ્રારંભમાં તે લોકો બ્રહ્મચારી હતા. સાધુ અને ગૃહસ્થ વચ્ચેની ભૂમિકા તેઓ નિભાવતા હતા. આ ક્રમ લાંબા સમય સુધી ચાલ્યો. આમ ચારે વર્ગ (વર્ણ)ની ઉત્પત્તિ ઋષભ અને સમ્રાટ ભરતના સમયમાં થઈ ગઈ હતી, પરંતુ હીનતા અને ઉચ્ચતાની ભાવના બિલકુલ નહોતી. સૌ પોતપોતાના કાર્યથી સંતુષ્ટ હતા. વર્ણના નામે હીન-ઉચ્ચ અથવા સ્પૃશ્ય-અસ્પૃશ્ય વગેરે ભાવ નહોતા. આ તમામ પછીના વિકાર છે. અંગત સ્વાર્થો વડે માનવસમાજ પર લાદેલી કુત્સિત અહંકારની ભાવનાઓ છે. વિવાહ ઋષભે કામ-ભાવના ઉપર નિયંત્રણ રાખવાની દૃષ્ટિએ લગ્નની તીર્થંકરચરિત્ર - I ૨૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થા પ્રચલિત કરી. લગ્ન પહેલાંનું જીવન સર્વથા નિર્વિકાર રાખવાનું અનિવાર્ય જાહેર કર્યું. તેમણે આમ કરીને વાસનાજન્ય ઉન્માદને નિયંત્રિત કરી દીધો. લોકો પત્ની સિવાય અન્ય સૌ સાથે નિર્વિકાર સંબંધ રાખવાના આદતી બની ગયા. આ સિવાય બહેન સાથે લગ્ન પણ વર્જિત કરી દેવામાં આવ્યું. ભાઈબહેનનો પવિત્ર સંબંધ-જે આજે આપણે જોઈ રહ્યાં છીએ તે ભગવાન ઋષભનું પ્રદાન છે. ગ્રામવ્યવસ્થા ૠષભે સામૂહિક જીવનનો સૂત્રપાત કરતાં સૌપ્રથમ ગ્રામ વ્યવસ્થાની રૂપરેખા લોકોને સમજાવી. તેમણે કહ્યું. હવે સમય બદલાઈ ચૂક્યો છે. રહેણીકરણીમાં પરિવર્તન આણો. અત્યાર સુધી આપણે વૃક્ષોની નીચે રહેતા હતા અને ઋતુઓ અનુકૂળ રહેતી હતી. ન વધારે ઠંડી ન વધારે ગ૨મી. વરસાદ પણ વધારે નહોતો. હવે ૠતુઓ ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ બનશે. ઠંડી ગરમીનું પ્રમાણ પણ વધશે. શારીરિક સહનશક્તિ સતત ઘટતી જશે. તેથી ઘ૨ બનાવીને રહેવાનું વિશેષ સુરક્ષિત ગણાશે. ઘરની ઉપયોગિતા સમજાવવાની સાથે ઋષભે સામૂહિક જીવનની ઉપયોગિતા પણ સમજાવી. સમૂહની સાથે રહેનારા એકબીજાના સહયોગી બની શકે છે. દરેક વિપત્તિનો સામનો ભાઈચારા વડે સરળતાથી કરી શકાય છે. ગૃહસ્થની તમામ જરૂરિયાતો અલગ અલગ લોકો દ્વારા પૂર્ણ થતી હતી. એકબીજાની નજીક રહેવાથી જ એકબીજાના ઉત્પાદનનો પૂરેપૂરો લાભ મળી શકે છે. લોકોને વાત સમજાઈ ગઈ. અનેક યુગલો જંગલો છોડીને ગામમાં આવીને વસી ગયાં. સૌપ્રથમ જ્યાં વસ્તી વસી તેનું નામ વિનીતા રાખવામાં આવ્યું. ઋષભે પોતાનું નિવાસસ્થાન ત્યાં જ બનાવ્યું. ભારતની પ્રથમ રાજધાની બનવાનું ગૌરવ પણ તેણે જ પ્રાપ્ત કર્યુ. તેને જ આગળ જતાં સૌ અયોધ્યા તરીકે ઓળખવા લાગ્યાં. દંડિવિવિધ તાત્કાલિક અભાવની પરિસ્થિતિને સમાપ્ત કર્યા પછી ઋષભે યૌગલિકોમાં વધતી જતી અપરાધ વૃત્તિ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ચાલુ દંવિવિધ અસફળ થઈ ચૂકી હતી. સર્વોપરિ ‘ધિક્કાર’ દંડ પામનાર અનેક લોકો થઈ ચૂક્યા હતા. કોઈના મનમાં સંકોચ ન રહ્યો. તેમણે સૌને બોલાવીને અપરાધ ન કરવાની ચેતવણી આપી. સાથેસાથે એવી જાહેરાત પણ કરી કે જો કોઈ હવે ખોટું કામ ક૨શે તો તેને માટે ‘હાકાર', ‘મકાર' તથા ‘ધિક્કાર’ની સજાથી કામ નહીં ચાલે, તેમના માટે ચા૨ વધારાની સજાઓ જાહેર કરું છું. (૧) પરિભાષણ – અપરાધીને કઠોર શબ્દો દ્વારા પ્રતાંડિત ક૨વો. ભગવાન શ્રી ઋષભદેવ D ૨૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ (૨) મંડલી-બંધ - અપરાધીને ચોક્કસ સીમામાં અટકાવી દેવો. (૩) ચારક-બંધ - અપરાધીને ખાસ જગ્યાએ રોકી રાખવો-કેદ કરવો. (૪) છવિચ્છેદ – અપરાધીના અંગ વિશેષનું છેદન કરવું અથવા તેને લાંછિત કરવું. ઉપરોક્ત ચારેય સાઓ અત્યંત પ્રભાવક રહી. તેથી વિશૃંખલિત મનોવૃત્તિ સર્વથા નિયંત્રિત થઈ ગઈ હતી. લોકો નવી સામાજિક પદ્ધતિમાં ગોઠવાઈ ચૂક્યા હતા. સૌ સંતુષ્ટ હતા. ખાદ્ય વસ્તુઓનો અભાવ દૂર થયા પછી ક્રમશઃ અનુશાસિત જીવન જીવવાના સૌ આદતી બની ગયા. ઋષભ માટે લોકોને ઊંડો વિશ્વાસ હતો. સમગ્ર વ્યવસ્થા સ્વયં સંચાલિત થઈ રહી હતી. નવી પરિસ્થિતિઓમાં સૌ પ્રસન્ન હતા. - ઉપરોક્ત ચારેય સજાઓના સંબંધમાં કેટલાક આચાર્યોનો અભિમત એવો છે કે અંતિમ બે નીતિઓ ભરતના સમયમાં પ્રચલિત થઈ હતી, પરંતુ કેટલાક આચાર્યો એમ માને છે કે આ ચારેય સજાઓ ઋષભના સમયમાં જ શરૂ થઈ ચૂકી હતી. કલા-પ્રશિક્ષણ રાજ ઋષભે લોકોને સ્વાવલંબી તેમજ કર્મશીલ બનાવવા માટે વિવિધ પ્રકારનું શિક્ષણ આપ્યું, કલાનું પ્રશિક્ષણ આપ્યું. તેમણે સૌ શિલ્પ અને અસિ, મણિ, કૃષિરૂપ કાર્યોનું સક્રિય જ્ઞાન આપ્યું. શિલ્પજ્ઞાનમાં કુંભારકાર્ય, પટાકાર કાર્ય, વર્ધક કાર્ય વગેરે શિખવાડ્યાં. સાથોસાથ ઋષભે પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને નીચે પ્રમાણેની બોંતેર કલાઓ શીખવાડી : ૧. લેખ - લિપિ કલા અને લેખ વિષયક કલા ૨. ગણિત - સંખ્યા કલા. . રૂપ - નિર્માણ કલા. ૪. નાટ્ય - નૃત્ય કલા. ૫. ગીત - ગાયન વિજ્ઞાન. ૬. વાદ્ય - વાદ્ય વિજ્ઞાન. ૭. સ્વરગત - સ્વર વિજ્ઞાન. ૮. પુષ્કરગત – મૃદંગ વગેરેનું વિજ્ઞાન ૯. સમતાલ - તાલ વિજ્ઞાન. ૧૦. ધૂત - ધૂત કલા. તીર્થકરચરિત્ર 7 ૩૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૧. જનવાદ ૧૨. પૂરઃકાવ્ય ૧૩. અષ્ટાપદ ૧૪. દકમૃત્તિકા ૧૫. અન્નવિધિ ૧૬. પાનવિધિ ૧૭. લયનવિધિ ૧૮. શયનવિધિ ૧૯. આર્યા ૨૦. પ્રહેલિકા ૨૧. માગધિકા ૨૨. ગાથા ૨૩. શ્લોક ૨૪. ગંધયુક્તિ ૨૫. મધુરિસ્થ ૨૬. આભરણવિધિ ૨૭. તરુણીપ્રતિકર્મ ૨૮. સ્ત્રીલક્ષણ ૨૯. પુરુષલક્ષણ ૩૦. હયલક્ષણ ૩૧. ગજલક્ષણ ૩૨. ગોલક્ષણ, ૩૩. કુફ્ફટલક્ષણ ૩૪. મેષલક્ષણ, ૩૫. ચક્રલક્ષણ ૩૬. છત્ર-લક્ષણ, ૩૭. દંડલક્ષણ, ૩૮. અસિલક્ષણ - વિશેષ પ્રકારની ધૂત કલા. - શીઘ્ર કવિત્વ - શતરંજ રમવાની કલા. - પાણીના શુદ્ધીકરણની કલા. - ભોજન રાંધવાની કલા. - પાણી ગાળવાની કલા. - ગૃહ નિર્માણ કલા. - શય્યા વિજ્ઞાન અથવા શયન વિજ્ઞાન. - આર્યાવૃંદ - ઉખાણાં બનાવવાની કલા. - માગધિકા છંદ. - સંસ્કૃત સિવાયની અન્ય ભાષાઓમાં નિબદ્ધ આર્યાછંદ. - અનુષુપ છંદ. - પદાર્થને સુગંધિત કરવાની કલા. -મીણના પ્રયોગની કલા. - અલંકારો બનાવવાની અને પહેરવાની કલા. - તરુણીની પ્રસાધન કલા. - સામુદ્રશાસ્ત્રોક્ત સ્ત્રીલક્ષણ-વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત પુરુષલક્ષણ-વિજ્ઞાન. -- સામુદ્રશાસ્ત્રોક્ત અશ્વલક્ષણ-વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત ગજ-લક્ષણ-વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત ગોલક્ષણ વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત કુફ્ફટલક્ષણ વિજ્ઞાન. - સામુદ્રશાસ્ત્રોક્ત મેષલક્ષણ વિજ્ઞાન. - જ્યોતિષશાસ્ત્રોક્ત ચક્રલક્ષણ. - જ્યોતિષશાસ્ત્રોક્ત છત્રલક્ષણ વિજ્ઞાન. - જ્યોતિષશાસ્ત્રોક્ત દંડલક્ષણ વિજ્ઞાન. - જ્યોતિષશાસ્ત્રોક્ત અસિલક્ષણ વિજ્ઞાન. ભગવાન શ્રી ઋષભદેવ 0 ૩૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯. મણિલક્ષણ ૪૦. કોકિણીલક્ષણ ૪૧. ચર્મલક્ષણ ૪૨. ચન્દ્રચરિત ૪૩. સૂર્યચરિત ૪૪. રાહુચરિત ૪૫. ગ્રહચરિત ૪૬. સોભાકર ૪૭. દુર્ભાકર ૪૮.વિદ્યાગત ૪૯. મંત્રગત ૫૦, ૨હસ્યગત ૫૧. સભાસ ૫૨. ચાર idio/ video..||||| VVVV } } } } } - જ્યોતિષશાસ્ત્રોક્ત મણિલક્ષણ વિજ્ઞાન. - જ્યોતિષશાસ્ત્રોક્ત કાકિણીલક્ષણ વિજ્ઞાન. - જ્યોતિષશાસ્ત્રોક્ત ચર્મલક્ષણ વિજ્ઞાન, - ચન્દ્રગતિ વિજ્ઞાન. - સૂર્યચરિત વિજ્ઞાન. - રાહુચરિત વિજ્ઞાન. - ગ્રહચરિત વિજ્ઞાન. - સૌભાગ્યને જાણવાની કલા. - દુર્ભાગ્યને જાણવાની ક્લા. - રોહિણી-પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા-વિજ્ઞાન. - મંત્ર-વિજ્ઞાન. - ગુપ્ત વસ્તુઓને જાણવાની કલા. - વસ્તુઓને પ્રત્યક્ષ જાણવાની કલા. - જ્યોતિષ-ચક્રનું ગતિવિજ્ઞાન. HIT 2. તીર્થંકરચરિત્ર ૩૨ G Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૩. પ્રતિચાર - ગ્રહોને પ્રતિકૂળ ગતિનું વિજ્ઞાન અથવા ચિકિત્સા-વિજ્ઞાન. ૫૪. બૃહ - યૂહ રચનાની કલા. ૫૫. પ્રતિબૃહ - બૂહનો પ્રતિબૂહ રચવાની કલા. ૫૬. સ્કન્ધાવારમાન - સૈન્ય સંસ્થાન-શાસ્ત્ર. ૫૭. નગરમાન - નગરશાસ્ત્ર. ૫૮. વસ્તુમાન - વાસ્તુશાસ્ત્ર. ૫૯. સ્કન્ધાવારનિવેશ - સૈન્ય સંસ્થાન-રચવાની કલા. ૬૦. નગરનિવેશ - નગર-નિર્માણ કલા. ૬૧. વસ્તુનિવેશ - ગૃહ-નિર્માણ કલા. ૬૨. ઇષઅસ્ત્ર - દિવ્ય અસ્ત્ર સંબંધી શાસ્ત્ર ૩. શસ્ત્ર શિક્ષા - ખડગશાસ્ત્રી ૬૪. અશ્વશિક્ષા - ઘોડાને પ્રશિક્ષણ આપવાની કલા. ૫. હસ્તિશિક્ષા - હાથીને પ્રશિક્ષણ આપવાની કલા. દ૬. ધનુર્વેદ - ધનુષ-વિદ્યા. ૬૭. હિરણ્યપાક - રજત-સિદ્ધિની કલા. સુવર્ણપાક - સ્વર્ણ-સિદ્ધિની કલા. મણિપાક - રત્ન-સિદ્ધિની કલા. ધાતુપાક - ધાતુસિદ્ધિની કલા. ૬૮. બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, અસ્થિયુદ્ધ, યુદ્ધ, નિયુદ્ધ, યુદ્ધાતિયુદ્ધ દ૯. સૂત્રએટ - સૂત્રક્રિડા. નલિકાખેટ - નળી દ્વારા પાસા ફેંકીને રમાતો જુગાર. વૃત્તખેલ - વૃત્તક્રિડા. ૭૦. પત્રચ્છેદ્ય - નિશાનબાજી, પત્રવેધ કિટકચ્છેદ્ય - ક્રમપૂર્વક છેદન કરવાની કલા. પત્રકચ્છેદ્ય - પુસ્તકનાં પૃષ્ઠો, તાડપત્ર વગેરેના છેદનની કલા. ૭૧. સજીવકરણ - મૃત ધાતુને સજીવ કરવી, તેને પોતાના મૌલિક રૂપમાં પાછી લાવવી. ભગવાન શ્રી ઋષભદેવ ૩૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૭૨. શકુનરુત - શુકન શાસ્ત્ર આ વિવરણ સમવાવાંગ સૂત્ર અનુસાર છે. જ્ઞાતા ઘર્મકથા, ઔપપાતિક, રાજપ્રશ્રીય તેમજ જંબૂદ્વીપ પ્રજ્ઞક્તિની વૃત્તિમાં પણ બોતેર લાઓનાં કેટલાંક નામ અને ક્રમ-તફાવત સાથે ઉલ્લિખિત મળે છે. બાહુબલીને પ્રાણી લક્ષણનું જ્ઞાન કરાવ્યું. જ્યેષ્ઠ પુત્રીને જમણા હાથ વડે અઢાર પ્રકારની લિપિઓ શીખવી, જે આ પ્રમાણે છે૧. બ્રાહ્મી ૨. યવનાની ૩. દોસઉરિયા ૪. ખરોફ્રિકા ૫. ખરશાહિકા (ખરશાપિતા) ૬. પ્રભારાજિકા ૭. ઉચ્ચત્તરિકા ૮. અક્ષરપૃષ્ટિકા ૯. ભોગવતિકા ૧૦. વૈનતિકી ૧૧. નિત્પવિકા ૧૨. અંકલિપિ ૧૩. ગણિતલિપિ ૧૪. ગંધર્વલિપિ ૧૫. આદર્શલિપિ ૧૬. માહેશ્વરી ૧૭. દ્રાવિડી ૧૮. પોલિંદી. બીજી પુત્રી સુંદરીને ડાબા હાથ વડે ગણિતનું જ્ઞાન આપ્યું, સાથોસાથ રાજા ઋષભે સ્ત્રીઓની ચોસઠ કલાઓનું જ્ઞાન પણ આપ્યું, જે આ પ્રમાણે છે૧. નૃત્ય-કલા ૨. ઔચિત્ય ૩. ચિત્ર-કલા ૪. વાદ્ય-કલા ૫. મંત્ર ૬. તંત્ર ૭. જ્ઞાન ૮. વિજ્ઞાન ૯. દંભ ૧૦. જલસ્તમ્ભ ૧૧. ગીતમાન ૧૨ તાલમાન ૧૩. મેઘવૃષ્ટિ ૧૪. ફલાવૃષ્ટિ ૧૫. આરામ-રોપણ ૧૬. આકાર ગોપન ૧૭. ધર્મ વિચાર ૧૮. શકુનસાર ૧૯. ક્રિયાકલ્પ ૨૦. સંસ્કૃત જલ્પ ૨૧. પ્રસાદનીતિ ૨૨. ધર્મનીતિ ૨૩. વર્ણિકાવૃદ્ધિ ૨૪. સુવર્ણસિદ્ધિ ૨૫. સુરભિતૈલક ૨૬. લીલાસંચરણ ૨૭. હય-ગજપરીક્ષણ ૨૮.પુરુષ-સ્ત્રીલક્ષણ ૨૯. હેમરત્ન ભેદ ૩૦. અષ્ટાદશ લિપિપરીચ્છેદ ૩૧. તત્કાલ બુદ્ધિ ૩૨. વસ્તુ સિદ્ધિ ૩૩. કામ વિક્રિયા તીર્થકરચરિત્ર [ ૩૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪. વૈદ્યક ક્રિયા ૩૭, અંજનયોગ ૪૦. વચન-પાવ ૪૩. મુખમંડન ૪૬. પુષ્પ ગ્રંથન ૪૯. સ્ફારવિધિવેષ ૫૨. ભૂષણ-પરિધાન ૫૫. વ્યાકરણ ૫૮. કેશબંધન ૬૧. અંક વિચા ૬૪. પ્રશ્ન પ્રહેલિકા અભિનિષ્ક્રમણ ૩૬. સારિશ્રમ ૩૫. કુંભ ભ્રમ ૩૮. ચૂર્ણયોગ ૩૯. હસ્તલાઘવ ૪૧. ભોજ્ય વિધિ ૪૨. વાણિજ્ય વિધિ ૪૪. શાલિ ખંડન ૪૫. કથાકથન ૪૭. વક્રોક્તિ ૪૮. કાવ્યશક્તિ ૫૦. સર્વભાષા વિશેષ૫૧. અભિધાન જ્ઞાન ૫૩. ભૃત્યોપચાર ૫૬. પરનિરાકરણ ૫૯. વીણાનાદ ૬૨. લોકવ્યવહાર ૫૪. ગૃહાચાર ૫૭. ધન ૬૦. વિતંડાવાદ ૬૩. અન્ત્યાક્ષરિકા ભગવાન ઋષભનું જીવન ચોર્યાશી લાખ પૂર્વનું હતું. તેમાં ત્યાશી લાખ પૂર્વ સમય તેમણે સામાજિક અને રાજનૈતિક મૂલ્યોની સ્થાપનામાં વીતાવ્યાં. લોકજીવનના શુદ્ધીકરણમાં તેમનો અથાગ પરિશ્રમ હતો. લોકોએ તેમની પાસેથી સહઅસ્તિત્વ તથા પરસ્પર સહયોગનું મહત્ત્વ જાણ્યું. તાત્કાલિક વ્યાવહારિક જીવનની મુશ્કેલીઓનું સમાધાન કર્યા પછી ભગવાન ઋષભે ધર્મ-નીતિનું પ્રવર્તન ક૨વાનો નિર્ધાર કર્યો. તે સમયે પાંચમા દેવલોકના નવ લોકાંતિક દેવ- સારસ્વત, આદિત્ય, વહ્ની વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ટ ઋષભના ઉપપાતમાં પહોંચ્યા અને તેમને વંદન કરીને વિનંતી કરવા લાગ્યા, ‘ભગવાન ! લોકવ્યવહારની સંપૂર્ણ વ્યવસ્થા તો આપે પૂરી કરી દીધી છે, હવે આપ ધર્મતીર્થનું પ્રવર્તન કરો.' આવું નિવેદન કરીને દેવો પોતપોતાના વિમાનમાં ચાલ્યા ગયા. આ સંદર્ભમાં પૂર્ણ વિનિશ્ચય કરીને રાજા ૠષભે સમગ્ર ભૂમંડળને એકસો વિભાગમાં વિભક્ત કરીને ભરતને વિનીતા તથા નવ્વાણું પુત્રોને અન્ય ક્ષેત્રોની સારસંભાળની જવાબદારી સોંપી. દરેક રીતે સંપૂર્ણ નિવૃત્ત થઈને તેઓ વર્ષીદાન ક૨વા લાગ્યા. વર્ષીદાનથી સઘળા લોકોને ખ્યાલ આવી ગયો કે બાબા હવે ઘર છોડીને જઈ રહ્યા છે. ભલાભોળા લોકો એ વાતથી અતિ બેચેન બન્યા કે બાબા અમને છોડીને જઈ રહ્યા છે, હવે અમે શું કરીશું ? અમારા સૌની મુશ્કેલીઓને કોણ દૂર કરશે ? જોકે ભરત વગેરે સો ભાઈઓને ભગવાન શ્રી ઋષભદેવ જ્ઞ ૩૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ -. ATTIVITIES ' 'ના અમારા દેખભાળની જવાબદારી સોંપી છે, પરંતુ બાબા જેટલી ક્ષમતા તેમનામાં ક્યાંથી હોય ? એવી પ્રતિભા અન્ય લોકોમાં મળવી અસંભવ છે. એના કરતાં તો સારી વાત એ છે કે અમે સૌ બાબાનું અનુકરણ કરનારા બની જઈએ, પછી કોઈ સંકટ જ નહિ રહે. પ્રત્યેક સમસ્યાનું સમાધાન બાબા સ્વયં જ કરશે. આવી ધૂનમાં નિષ્ક્રમણની તીથિ ફાગણવદ આઠમના દિવસે એક બે નહિ, પણ ચાર હજાર વ્યક્તિઓ ઋષભ પાસે એકત્રિત થઈ ગઈ. યોગ્ય સમયે ઋષભે અભિનિષ્ક્રમણ કર્યું. અભિનિષ્ક્રમણ જોવા માટે દૂર દૂરથી લોકો પહોંચી ગયા હતા. સૌ ભવિષ્ય પ્રત્યે આશંકિત હતા. સાધના પ્રત્યે સૌને અજ્ઞાત વિસ્મયનો અનુભવ થઈ રહ્યો હતો. ચોસઠ ઈદ્રોની સાથે હજારો દેવો પણ ઉત્સવમાં સામેલ થયા. શહેરની બહાર એક ઉપવનમાં પહોંચીને ઋષભે પોતાનાં વસ્ત્રો-આભૂષણો ઉતારીને ઈદ્રને સોંપી દીધાં. હવે ઋષભે કેશલોચનનો પણ આરંભ કર્યો. સૌપ્રથમ આગળના કેશનો લોચ કર્યો, પછી જમણા-ડાબા ભાગનો લોચ કર્યો તેમજ તે પછી પાછળના કેશનો લોચ કર્યો. અંતે મધ્ય ભાગમાં રહેલા કેશનો લોચ શરૂ કર્યો ત્યારે ઈદ્રએ વિનંતી કરી કે, “હે પ્રભુ ! એટલા કેશ રહેવા દો, ખૂબ સુંદર લાગે છે.” તીર્થકરચરિત્ર [ ૩૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રની વિનંતી સાંભળીને ભગવાન ઋષભે એટલા કેશ એમ જ રહેવા દીધા. ભગવાન ઋષભનું અનુકરણ કરવાનું અન્ય લોકોએ પણ શરૂ કર્યું. કદાચ ચોટીની પરંપરા ત્યારથી જ શરૂ થઈ. કેટલાક આચાર્યો ઋષભનો પંચ-મુષ્ટિ-લોચ પણ માને છે. | ઋષભની દીક્ષાની સાથોસાથ અન્ય ચાર હજાર વ્યક્તિઓ દીક્ષિત થઈ, પરંતુ ઋષભની છબસ્થ અવસ્થાના મૌનથી સૌ નિરાશ થઈ ગયા હતા. થોડોક સમય સુધી પ્રતીક્ષા પણ કરી, પરંતુ ઋષભના સર્વથા મૌનને કારણે તે સાધુઓએ વિચાર્યું કે જીવનભર આમ જ નિરાહાર અને મૌન રહેવું પડશે. આવા વિચારથી તેઓ ગભરાઈ ઊઠ્યા, સાધુત્વ છોડીને જંગલની દિશામાં નિકળી પડ્યા. સૌ વન-વિહારી બની ગયા. તેમાં કેટલાક કંદાહારી બન્યા, કેટલાક મૂલાહારી તો કેટલાક ફલાહારી. પ્રથમ દાન - દીક્ષાની સાથે જ ઋષભનાં પૂર્વાર્જિત અંતરાયકર્મનો વિપાકોદય થઈ ગયો હતો. લોકો ભિક્ષાવિધિ જાણતાં ન હતાં. ઋષભ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવા છતાં આહાર-પાણી માટે તેમને કોઈ કશું કહેતું નહોતું. કોઈએ હાથી, કોઈએ ઘોડા, કોઈએ રથ વગેરે માટે આગ્રહ કર્યો. પ્રભુને ખુલ્લા પગે જોઈને કોઈએ રત્નજડિત પાદુકાઓ લાવીને પહેરાવવાનો આગ્રહ કર્યો. કોઈએ ખુલ્લું માથું જોઈને મુગટ ધારણ કરવાનો આગ્રહ કર્યો. ઋષભના આભૂષણ વગરના શરીરને જોઈને વિવિધ પ્રકારનાં આભૂષણો માટે પણ આગ્રહ કર્યો, પરંતુ ખાદ્ય પદાર્થો માટે કોઈએ કાંઈ જ કહ્યું નહિ. શુદ્ધ આહારના અભાવે ઋષભને ખાધા-પીધા વગર બાર મહિના વીતી ગયા. ભિક્ષા સમયે તેઓ ભિક્ષાની શોધ કરતા, બાકીના સમયમાં તેઓ ધ્યાનસ્થ બની રહેતા. ફરતા ફરતા તેઓ હસ્તિનાપુર પહોંચ્યાં. વૈશાખ સુદ ત્રીજનો દિવસ હતો. પ્રભુ ભિક્ષા માટે ઘેર ઘેર વિચારી રહ્યા હતા. બીજી તરફ ઋષભના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને આગળની રાત્રે એક સ્વપ્ન દેખાયું, જેમાં શ્યામલ બનેલા મેરૂ પર્વતને તેમના દ્વારા દૂધ વડે સિચવાથી તે પુનઃ કાંતિમાન બની ગયો હતો. વહેલી સવારે પોતાના મહેલના ગવાક્ષમાં બેઠેલા શ્રેયાંસકુમાર રાત્રે પોતાને આવેલા સ્વપ્ન વિષે વિચાર કરી રહ્યા હતા. ત્યાં જ રાજમાર્ગ ઉપર વિચરી રહેલા પોતાના પરદાદા ભગવાન ઋષભને તેમણે જોયા. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા શ્રેયાંસકુમારે જાણી લીધું કે પ્રભુ નિર્દોષ આહારની શોધ કરી રહ્યા છે અને લોકો તેમની ભિક્ષાવિધિથી અજાણ છે. તે સૌ તેમને અગ્રાહ્ય વસ્તુઓ સ્વીકારવાનો આગ્રહ કરી રહ્યા છે. શ્રેયાંસકુમાર તરત નીચે ઊતર્યા. ઋષભનાં ચરણોમાં તેમણે વિધિવત્ ભગવાન શ્રી ઋષભદેવ [ ૩૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ વંદના કરીને આહાર માટે વિનંતી કરી. ભગવાને રાજમહેલમાં પ્રવેશ કર્યો. શ્રેયાંસકુમા૨ તત્કાળ અંદર ગયા અને જોયું કે કઈ કઈ ચીજો શુદ્ધ છે. તેમને ત્યાં માત્ર શેરડીનો રસ જ શુદ્ધ મળ્યો. શેરડીના રસની ઋતુનો અંતિમ દિવસ હોવાને કા૨ણે ખેડૂતો શેરડીના રસના ઘડા ભરીને ભેટ લાવ્યા હતા, જે એક જગાએ યથાવત્ મૂકવામાં આવ્યા હતા. શ્રેયાંસકુમારે નિવેદન કર્યું કે, ‘ભંતે ! શેરડીના રસના એકસો આઠ ઘડા શુદ્ધ છે, આપ તે ગ્રહણ કરો.’ ઋષભે ત્યાં સ્થિર થઈને બંને હથેળીઓ ભેગી કરીને મોં આગળ ગોઠવી. રાજકુમાર શ્રેયાંસે ઉલ્લસિત ભાવથી શેરડીના રસનું દાન કર્યું. આમ શેરડીના ૨સ વડે ભગવાનનાં પારણાં થયાં. દેવોએ પાંચ દ્રવ્ય પ્રગટ કર્યાં. ‘અહોદાનં'ના ધ્વનિથી સમગ્ર આકાશ ગૂંજી ઊઠ્યું. દાનનો મહિમા તેમજ દાનની વિધિથી લોકો પરિચિત થયા. પ્રથમ ભિક્ષુક ઋષભ અને પ્રથમ દાતા શ્રેયાંસકુમાર કહેવાયા. ઋષભના એક સંવત્સરની તપસ્યા પછી દાનધર્મની સ્થાપના થઈ. ત્યારબાદ લોકો ધીમે ધીમે દાનધર્મથી ટેવાયા. શેરડીના રસના દાનથી વૈશાખ સુદ ત્રીજનો દિવસ ‘અક્ષય' કહેવાયો. તેને ઇક્ષતીજ ‘અખાત્રીજ' અથવા ‘અક્ષયતૃતીયા’ના નામથી લોકો ઓળખવા લાગ્યા. ઋષભના વર્ષીતપનાં પારણાંનો ઇતિહાસ તેની સાથે જોડાઇ જવાથી વર્ષનો તે મહત્ત્વનો દિવસ માનીને ઉજવાવા લાગ્યો. આગળ જતાં અન્ય અનેક ઘટનાઓ પણ તેની સાથે જોડાતી ગઈ. આજે પણ અક્ષય તૃતીયાનો દિવસ અનેક ઘટનાઓ, પરંપરાઓના સંગમરૂપ મનાય છે. વિદ્યાધરોની ઉત્પત્તિ ૠષભના સો પુત્રો સિવાય બે કુંવર એવા પણ હતા જેમને તેમણે પુત્રની જેમ વાત્સલ્ય આપ્યું હતું. તેઓ મહેલોમાં જ રહેતા હતા. તેમનાં માતા-પિતા જીવિત હતાં કે પછી તેમના જન્મ વખતે જ મૃત્યુ પામ્યાં હતાં તેની ખબર નહોતી. તેઓ ઋષભના ત્યાં જ રહીને મોટા થયા હતા. તેમનાં નામ નમિ અને વિનમિ હતાં. બંને ભાઈ ભગવાન દ્વારા બતાવાયેલા પ્રત્યેક અભિયાનને લોકો સુધી પહોંચાડવામાં ખૂબ સિદ્ધહસ્ત હતા. સંયોગવશ તે બંને કોઈ કાર્ય માટે દૂરના દેશોમાં ગયેલા હતા. પાછળથી ઋષભે અભિનિષ્ક્રમણ કરીને પ્રવજ્યા ગ્રહણ કરી લીધી હતી. જ્યારે તે બંને પાછા આવ્યા ત્યારે ખબર પડી કે બાબા સઘળું છોડીને જઈ ચૂક્યા હતા. ભરત વગેરેને તેમણે પૂછ્યું, ‘અમારા માટે બાબાએ શું કહ્યું છે ? અમને કયો પ્રદેશ આપ્યો છે ?' ભરતે કહ્યું, ‘બાબાએ કાંઈ જ આપ્યું નથી, પરંતુ હું આપું છું. જેથી તમારી વ્યવસ્થા બરાબર ચાલી શકે.' બંનેએ દૃઢ સ્વરમાં કહ્યું, ‘તમે આપનારા કોણ ? લઈશું તો બાબા પાસેથી જ લઈશું, તીર્થંકરચરિત્ર - ૩૮ Page #57 -------------------------------------------------------------------------- ________________ તમારી પાસેથી નહિ.” ભરતે કહ્યું, “બાબાએ તો બોલવાનું જ બંધ કરી દીધું છે, એ તમને શું આપશે?” બંનેએ કહ્યું, “જુઓ, અમે જઈએ છીએ. ક્યારેક તો તેઓ મૌન તોડશે, અમે તેમની પાસેથી કંઈક તો મેળવીને જ પાછા આવીશું.” બંને ભાઈઓ બાબા પાસે પહોંચ્યા અને મીઠા ઠપકા સાથે કંઈક આપવાની પ્રાર્થના કરી. પ્રભુ મૌન હતા. બંને ભાઈઓ તેમની સાથે જ રહેવા લાગ્યા અને સવાર, સાંજ, મધ્યાહ્ન વખતે જોરશોરથી બોલીને પોતાની માંગણી કરતા રહ્યા. ઘણા દિવસ બાદ સુરપતિ ઈદ્ર ભગવાનનાં દર્શન કરવા માટે આવ્યા. આ બંને ભાઈઓની હઠપૂર્વકની માંગ તેમણે સાંભળી. તેઓ વિચારવા લાગ્યા, પ્રભુ તો નિવૃત્ત થઈ ચૂક્યા છે. આ બંને કશુંક મેળવવાની આશાથી તેમની પાછળ ફરી રહ્યા છે. ઈદ્રએ તેમને સમજાવતાં કહ્યું, “ભાઈ, બાબા સંયમી બની ચૂક્યા છે. હવે કશું જ નહિ આપે.” આથી બંને ગળગળા થઈને બોલ્યા, “અમે તો ઘરબાર વગરના જ રહી ગયા છીએ.” ઈદ્રએ કહ્યું, “ચાલો, હું તમને એવું રાજ્ય આપું છું, જે કોઈને આપેલું નથી. વૈતાઢ્યગિરિ પર્વત ઉપર જાઓ. બંને ભાઈઓ ત્યાં જઈને દક્ષિણ અને ઉત્તર બંને બાજુ નગરો વસાવો.” બંનેએ નિવેદન કર્યું, “એટલી બધી ઊંચાઈ ઉપર ચડવાનું અશક્ય છે. કદાચ અમે ચઢી પણ જઈએ તોય ત્યાં નગર કેવી રીતે વસાવી શકાશે ? ત્યાં લોકો આવશે કઈ રીતે ?” ઈદ્રએ કહ્યું, “ચિંતા શા માટે કરો છો ? જાઓ હું તમને અડતાળીશ હજાર વિદ્યાઓ આપું છું, જેના દ્વારા તમે પક્ષીની જેમ આકાશમાં ઊડી શકશો. તે સિવાય દિવસને રાત અને રાતને દિવસ પણ બનાવી શકશો. નાગરિક જીવનની તમામ ભૌતિક સુવિધાઓ આ વિદ્યાઓ વડે તમે પ્રાપ્ત કરી શકશો.” બંને ભાઈ તે વિદ્યાઓ સિદ્ધ કરીને વૈતાઢ્ય પર્વત ઉપર ગયા. તેમણે દક્ષિણ તરફ સાઠ નગર અને ઉત્તર તરફ પચાસ નગર વસાવ્યાં. વિદ્યા-બળ અને ઈદ્ર-સહયોગ દ્વારા સામાન્ય જીવનની તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરી દેવામાં આવી. અત્યધિક સુવિધાઓ જોઈને અનેક લોકો ત્યાં વસવા માટે આતુર બન્યાં. થોડાક જ સમયમાં જ ઘણાં લોકો ત્યાં આવીને વસ્યાં. તેમનાં સંતાનો આગળ જતાં વિદ્યાધર કહેવાયાં. સર્વજ્ઞતા-પ્રાપ્તિ એક હજાર વર્ષ સુધી ઋષિ ઋષભે છદ્મસ્થ અવસ્થામાં સાધના કરી. અનુકૂળ-પ્રતિકૂળ પરીષહો સહન કરતાં કરતાં તેઓ દૂર દૂર સુધી આર્ય જનપદોમાં વિચરતા રહ્યા. વિચરતા વિચરતા તેઓ પુરિમતાલપુર પધાર્યા. ભગવાન શ્રી ઋષભદેવ ૩૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ : ક Ki 1 2 - Try વE. : , ' . Lજ t - I ET 1 , * પ્રા : તીર્થકરચરિત્ર | ૪૦ લત ( PIN :: - - ..'' C) A) S . જ છે ૪ i * Page #59 -------------------------------------------------------------------------- ________________ ત્યાં એક ઉદ્યાનમાં વટવૃક્ષની નીચે અઠ્ઠમ (ત્રણ દિવસનું તપ)ની તપશ્ચર્યામાં મહા વદ અગિયારસના દિવસે પ્રાતઃકાળે પ્રભુ સર્વજ્ઞ બન્યા. ભગવાનના કેવળજ્ઞાન-પ્રાપ્તિ-મહોત્સવ વખતે ચોસઠ ઈંદ્ર એકત્રિત થયા. દેવતાઓએ દેવદુંદુભિ વગાડી.લોકોને જાણ થઈ કે હવે ભગવાનજીવનની આંતરિક સમસ્યાઓનું સમાધાન આપશે. લોકો અત્યંત પ્રસન્ન થયાં. સર્વત્ર એક જ વાત થવા લાગી કે હવે બાબા બોલશે અને લોકોની મુશ્કેલીઓ ટાળશે. તેઓ એક હજાર વર્ષથી મૌન હતા, હવે ફરીથી બોલવાના છે. ઉદ્ઘોષણા સાંભળીને લોકો દૂર દૂરથી આવીને ભગવાનનાં ચરણોમાં ઉપસ્થિત થવા લાગ્યાં. દેવોએ સમવસરણની રચના કરી. લોકોએ પહેલી જ વખત ભગવાન પાસેથી અધ્યાત્મ વિષે સાંભળ્યું. તેઓ ધાર્મિક ઉપાસનાની વિધિથી પરિચિત બન્યા, અનેક લોકોએ પોતાને ધર્મની ઉપાસનામાં સમર્પિત કર્યાં. ભરતનો ધર્મવિવેક તે સમયે સમ્રાટ ભરતને એક સાથે ત્રણ વધામણીઓ મળી. આયુધશાળામાં અનાયાસે જ ચક્રરત્ન ઉત્પન્ન થયાના સમાચાર તેમને મળ્યા. બીજી વધામણી પુત્રરત્ન ઉત્પન્ન થવાની હતી અને ત્રીજી વધામણી ભગવાન ભગવાન શ્રી ઋષભદેવ ઘ્ર ૪૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ ઋષભને કેવળજ્ઞાન પ્રાપ્તિની હતી. આ ત્રણે વધામણીઓ એકસાથે પ્રાપ્ત થઈ હતી. સમ્રાટ ભરત વિચારવા લાગ્યા કે હું પહેલાં ક્યો મહોત્સવ કરું ? ક્ષણભરમાં તેઓ એવા નિર્ણય ઉપર પહોંચ્યા કે પિતાજીએ જે લક્ષ સહિત અભિનિષ્ક્રમણ કર્યું હતું, મૌનવ્રત સ્વીકાર્યું હતું, તે તેમને પ્રાપ્ત થઈ ચુક્યું છે, તેથી મારે સર્વપ્રથમ પિતાજીની સફળતાની અભ્યર્થના કરવી જોઈએ. એમાં જ મારો વિનય છે. ભરતે તત્કાળ ઘોષણા કરી કે પ્રથમ કેવલ-મહોત્સવ ઉજવાશે, ચક્રરત્ન અને પુત્રરત્નના મહોત્સવો ત્યાર પછી ઉજવાશે. આવી ઘોષણા સાથે સમ્રાટ ભરત રાજકીય સવારીમાં ભગવાનના કેવલ-મહોત્સવમાં ઉપસ્થિત થવા માટે નીકળી પડ્યા. તેમની રાજકીય સવારીમાં ભરતનાં દાદી મરુદેવા માતા પણ હતાં. પુરિમતાલપુર વિનીતાની નજીકનું જ નગર હતું. મરુદેવા સિદ્ધા | ઋષભ હવે બોલશે, લોકોને મળશે, શિક્ષણ આપશે, આવું બધું જ્યારથી મરુદેવાએ સાંભળ્યું હતું, ત્યારથી તેઓ પુલકિત થઈ રહ્યાં હતાં. હું ઋષભને મળીશ, સુખદુ:ખની વાત પૂછીશ એવા ઉમંગથી ન્હાવરા થઈને હાથીની સવારી સાથે તેઓ નીકળી પડ્યાં. ઉપવનની નજીક પહોંચતાં જ તેમને ભગવાન ઋષભદેવ દષ્ટિગત થયા. સમવસરણમાં દેવો તથા માણસોની ભારે ભીડથી ઘેરાયેલા ઋષભને જોઈને મરુદેવા વિસ્મિત થઈને વિચારવા લાગ્યાં, ઓહ ! ઋષભની પાસે તો ભારે ભીડ છે ! હું તો એવી ચિંતા કરતી હતી કે ઋષભ એકલો છે, તેને ભોજન-પાણી કઈ રીતે મળતાં હશે ? તેની દેખભાળ કોણ કરતું હશે ? પરંતુ હું વ્યર્થ ચિંતાતુર હતી, અહીં તો માત્ર આનંદ જ આનંદ છે ! ઋષભ દુઃખી નથી, અત્યંત સુખી છે. ઋષભ સઘળું છોડીને સુખી થઈ ગયો છે. એમ લાગે છે કે સુખ આ બધું છોડવામાં જ છે. આવા ઉહાપોહમાં તેમનું ચિંતન ત્યાગની દિશામાં વળી ગયું. ધર્મ-ધ્યાનમાં આગળ વધતાં મરુદેવામાતાએ ભાવથી ચારિત્ર મેળવી લીધું અને તરત ક્ષપક-શ્રેણી ઉપર પહોંચી ગયાં. હાથી ઉપર બેઠાં બેઠાં જ તેઓ તેરમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બની ગયાં. આયુષ્ય અત્યંત અલ્પ હોવાથી હાથી ઉપરથી નીચે ઊતરવાનો અવકાશ પણ તેમને મળ્યો નહિ. ત્યાં જ યોગ-નિરોધ થઈને શૈલેશી બની ગયાં અને ચૌદમા ગુણસ્થાનકમાં રહેલાં અઘાતી કર્મોનો પણ ક્ષય કરીને તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. ભરત ભગવાનની નજીક પહોંચીને વંદના કરવા લાગ્યા. ભગવાને ત્યારે કહ્યું, “મરુદેવા સિદ્ધા.” ભરતે તત્કાળ પાછળ વળીને જોયું તો હાથી ઉપર પરમશ્રદ્ધયા દાદીમાનું શરીર ભદ્રાસનમાં ઢળી પડ્યું હતું. ભારતને અત્યંત અચરજ થયું. ભગવાને કહ્યું, આ અવસર્પિણીમાં સૌપ્રથમ મોક્ષમાં જનાર માતા મરુદેવા જ છે. તીર્થકરચરિત્ર | ૪૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ તીર્થ સ્થાપના ભગવાનના પ્રથમ પ્રવચનમાં સાધુ-સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓબની ગયાં હતાં. ચતુર્વિધ તીર્થની સ્થાપના પછી ભગવાન તીર્થંકર કહેવાયા. ક્રમશઃ ઘણાં લોકો યથાશક્તિ સાધનામાં મગ્ન બન્યાં. ભગવાન પાસે પાંચ મહાવ્રતરૂપી અણગાર ધર્મના સાધકો પણ અનેક બની ગયા હતા. ભગવાન ઋષભના સાધુઓનાં શરીર શક્તિશાળી હતાં, પરંતુ બૌદ્ધિક વિકાસ ન્યૂનતમ હતો. જ્ઞાનની દૃષ્ટિએ તેઓ મંદ હતા. કોઈપણ વાત સમજાવવામાં ખૂબ પરિશ્રમ કરવો પડતો હતો, પરંતુ સમજ્યા પછી તેનું પાલન કરવામાં તેઓ ખૂબ સુદઢ હતા, ત્યારે આચરણ-ક્ષમતા પૂરેપૂરી હતી. તેથી જ તે સમયના યુગને ઋજુ (સરલ) મૂળ કહેવામાં આવતો હતો. અઠ્ઠાણુ ભાઈઓ દ્વારા દીક્ષાગ્રહણ સમ્રાટ ભરત સમગ્ર ક્ષેત્રમાં એકછત્રી સામ્રાજ્ય સ્થાપવા માટે ચક્રરત્ન લઈને વિજયયાત્રા માટે નીકળી પડ્યા. સર્વત્ર વિજય પ્રાપ્ત કર્યા પછી પોતાના ભાઈઓને દૂત દ્વારા સંદેશ પાઠવ્યા કે તેઓ તેમની અધીનતા સ્વીકારી લે. ભાઈઓને આ યોગ્ય લાગ્યું નહિ. અઠ્ઠાણુ ભાઈઓએ વિચાર્યું કે પિતાજી પાસે જઈને આ સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. બધા ભાઈઓ પિતા ભગવાન ઋષભ પાસે ગયા અને પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું, “પિતાજી ! આપે અમને સ્વતંત્ર રાજ્યભાર સોંપ્યો હતો, પરંતુ જ્યેષ્ઠ ભાઈ ભરત આપે આપેલું રાજ્ય પડાવી લેવા ઇચ્છે છે. આ તદ્દન ખોટી વાત છે. આપ અમને માર્ગદર્શન આપો.' ભગવાન ઋષભે અઠ્ઠાણુ ભાઈઓને સમજાવ્યા, જુઓ, આ રાજ્ય તો ક્યારેય સ્થાયી નથી હોતાં. એ બધાં ક્યારેક તો છૂટી જ જશે. હું તમને એવા રાજ્યના અધિપતિ બનવાનો ઉપાય બતાવું છું, જે પ્રાપ્ત થયા પછી ક્યારેય ચાલ્યું જતું નથી. ભગવાનની યુક્તિભરી વાણીથી ભાઈઓને અવબોધ મળ્યો અને તે શાશ્વત રાજ્યના અધિપતિ થવાની દિશામાં ઉત્સાહી બન્યા. ભરત-બાહુબલી યુદ્ધ અઠ્ઠા ભાઈઓએ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી લીધી. બાહુબલી પાસે જ્યારે દૂત સંદેશો લઈને પહોંચ્યો ત્યારે રાજા બાહુબલીએ કહ્યું, “હે દૂત ! જા, તારા સમ્રાટને કહી દે છે કે બાહુબલી પોતાના અન્ય ભાઈઓની જેમ દીક્ષિત થઈને પોતાનું રાજ્ય સમર્પિત કરી દેવા તૈયાર નથી. પૂજ્ય પિતાશ્રીએ તો તમામ ભાઈઓને સ્વતંત્ર રાજ્ય આપ્યું હતું. છતાં ભરત બળપૂર્વક રાજ્ય પચાવી પાડવાની ચેષ્ટા કરશે તો મારી પાસે પણ બાહુબળ છે. હું મારા રાજ્યનું ભગવાન શ્રી ઋષભદેવ ] ૪૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ રક્ષણ કરવાનું સારી રીતે જાણું છું. હું કોઈનાં કાર્યોમાં હસ્તક્ષેપ કરતો નથી અને કોઈ મારાં કાર્યોમાં દખલ કરે તે હું પસંદ પણ કરતો નથી. તેથી હું રાજા ભરતની અધીનતાનો સ્વીકાર કરતો નથી. હા, નાનો ભાઈ હોવાને કારણે જ્યેષ્ઠ ભાઈનાં ચરણોમાં ગમે ત્યાં, ગમે ત્યારે પ્રણામ કરવા માટે સદૈવ તત્પર આખરે સમ્રાટ ભરતે બાહુબલીના રાજ્ય તક્ષશિલા ઉપર આક્રમણ કર્યું. બંને પક્ષની સેનાઓમાં ભીષણ સંગ્રામ થયો. ક્યારેક ભરતની સેના બાહુબલીની સેના ઉપર ભારે પડતી તો ક્યારેક બાહુબલીની સેના ભારતની સેનાને પછાડતી હતી. યુદ્ધમાં ભારે જાનહાનિ થતી જોઈને એવો નિર્ણય લેવામાં આવ્યો કે મુખ્યત્વે યુદ્ધ તો ભરત અને બાહુબલી વચ્ચે છે, તો પછી એ બંનેની વચ્ચે જ શા માટે અંતિમ યુદ્ધ ન કરી લેવું ? જે જીતે એને જ વિજેતા માનવો. યુદ્ધની જે યોજના ઘડવામાં આવી તે આ પ્રમાણે હતી૧. દષ્ટિયુદ્ધ ૨. વાયુદ્ધ ૩. મુષ્ટિયુદ્ધ ૪. દંડયુદ્ધ આ તમામ યુદ્ધોમાં બાહુબલીના હાથે ભરતને ભારે પરાજય મળ્યો. આ પરાજયથી ઉત્તેજિત થઈને ભરતે પોતાના અચૂક તથા અંતિમ અસ્ત્ર ચક્રને પ્રક્ષેપિત કર્યું. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. હાહાકાર મચી ગયો. સૌકોઈ જાણતું હતું કે ચક્રનો પ્રહાર ક્યારેય નિષ્ફળ જતો નથી. બાહુબલીના પક્ષના લોકોએ ચક્રને રોકવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. ચક્ર આગળ વધતું ગયું, પરંતુ ભારતના જ પરિવારના સભ્ય તથા ચરમશરીરી હોવાને કારણે ચક્રરત્ન પણ બાહુબલીની પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું! બાહુબલીના આ વિજયથી ગગન વિજયઘોષ થકી ગૂંજી ઊઠ્યું. બાહુબલીએ ગુસ્સે થઈને જ્યારે ભારત ઉપર પ્રહાર કરવા માટે પોતાની મુષ્ટિ (મુઠ્ઠી) ઉગામી, ત્યારે સૌના દિલમાં ઘૂજારી પ્રસરી ગઈ. સૌએ એકસાથે પ્રાર્થના કરી કે, ક્ષમા કરો. સામર્થ્યવાન થઈને જે ક્ષમા કરે છે એ જ મહાન કહેવાય છે. આપ ભૂલને ભૂલી જાઓ. બાહુબલીના ઊંચકાયેલા હાથ હવે પાછા શી રીતે વળે? તેમણે પોતાના ઊંચકાયેલા હાથ પોતાના જ શિર પર મૂક્યા, કેશનો લોચ કર્યો અને શ્રમણ-નિગ્રંથ બની ગયા. તીર્થકરચરિત્ર ૪૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ બાહુબલી અને ભરતને કેવળજ્ઞાન હું નાના ભાઈઓને વંદન કેવી રીતે કરું? એવી અહં ભાવના વડે પ્રેરિત બાહુબલી ભગવાન ઋષભદેવની સેવામાં ઉપસ્થિત થયા નહિ. ત્યાંને ત્યાં જ ઉત્કટ સાધનામાં મગ્ન બની ગયા. અડોલ ધ્યાનાવસ્થામાં એક વર્ષ વીતી ગયું. ના ભોજન ના પાણી, અને તો યે કેવળજ્ઞાનની પ્રાપ્તિથી તેઓ દૂર હતા! ભગવાને આ સ્થિતિ જાણી લીધી અને બંને પુત્રીઓ સાધ્વી બ્રાહ્મી અને સાધ્વી સુંદરીને મોકલી. બંનેની યુક્તિભરી વાત સાંભળીને બાહુબલી સમજી ગયા તથા વંદન માટે જવા નીકળ્યા કે તરત જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. સમ્રાટ ભરતને એકછત્રી સામ્રાજ્ય મળી ગયા પછી પણ તેમના ભીતરમાં શાંતિ નહોતી. તેમને એ વાતનું દુઃખ હતું કે રાજ્યસુખ માટે મેં મારા તમામ ભાઈઓને ગુમાવી દીધા. શાસન કરતા હોવા છતાં ભારતના મનમાં હવે કોઈ આસક્તિ નહોતી. એક દિવસ આરિસાભવન (Glass house)માં અનિત્ય અનુપ્રેક્ષામાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જૈનેતર સાહિત્યમાં ઋષભનું વર્ણન જૈન સાહિત્યમાં ભગવાન ઋષભનું સવિસ્તાર વર્ણન ઠેર ઠેર મળે છે, તેવી જ રીતે વૈદિક તથા બૌદ્ધ સાહિત્યમાં પણ અનેક સ્થળે તેમનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં ઋષભની વંશપરંપરાને આ રીતે દર્શાવામાં આવી છે. બ્રહ્માજીએ પોતાના સમાન પ્રથમ મનુને બનાવ્યા, પછી મનુ વડે પ્રિયવ્રત અને પ્રિયવ્રત વડે આગ્નીવ્ર વગેરે દસ પુત્રો થયા. આગ્નીવ્ર વડે નાભિ અને નાભિ વડે ઋષભ થયા. ઋષભના પરિચય અંગે પુરાણ કહે છે કે નાભિની પ્રિયા મરુદેવાની કૂખે અતિશય કાંતિવાળા બાળક ઋષભનો જન્મ થયો. રાજા ઋષભે ધર્મપૂર્વક રાજ્યનું શાસન કર્યું તેમજ વિવિધ યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. પોતાના વીર પુત્ર ભરતને ઉત્તરાધિકાર સોંપીને તપસ્યા માટે પુલહાશ્રમ તરફ પ્રસ્થાન કરી ગયા. ઋષભે પોતાનું રાજ્ય ભરતને આપ્યું, ત્યારથી આ હિમદેશ ભારતદેશ તરીકે પ્રસિદ્ધ થયો. વૈદિક ગ્રંથોમાં ઋષભની સાધનાનું સુંદર વિવેચન મળે છે. ઋષભદેવે કઠોર ચર્યા તેમજ સાઘનાનો માર્ગ સ્વીકાર્યો. તેમની દીર્ઘ તપસ્યાને કારણે તેમનું શરીર કાંટાની જેમ સુકાઈ ગયું. તેમની શિરાઓ અને ધમનીઓ સ્પષ્ટ દૃષ્ટિગોચર થવા લાગી. આખરે નગ્નાવસ્થામાં તેમણે મહાપ્રસ્થાન કર્યું. ભગવાન શ્રી ઋષભદેવ ] ૪૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ ઋગ્વદમાં ભગવાન ઋષભને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક તેમજ દુઃખોના નાશ કરનારા કહ્યા છે. વેદના મંત્રો, પુરાણો તેમજ ઉપનિષદોમાં તેમનો ભરપૂર ઉલ્લેખ થયેલો છે. તે દેશનું નામ પણ ભરત ચક્રવર્તીના નામથી જ પ્રસિદ્ધ થયું છે. આ વિવેચન માકડેય પુરાણ, કૂર્મ પુરાણ, અગ્નિ પુરાણ, વાયુ મહાપુરાણ, વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોમાં મળે છે. ભારતના આદિ સમ્રાટોમાં નાભિપુત્ર ઋષભ અને ઋષભ પુત્ર ભરતની ગણના કરવામાં આવી છે. તેઓ વ્રતપાલનમાં દઢ હતા. તેઓ જ નિગ્રંથ તીર્થકર ઋષભ, જૈનોના આપ્તદેવ હતા. ધમ્મપદમાં ઋષભને સર્વશ્રેષ્ઠ વીર કહ્યા છે. નિર્વાણ સર્વજ્ઞતા બાદ ભગવાનનો જનપદ વિહાર ખૂબ લાંબો થયો હતો. ક્યાં અયોધ્યા અને ક્યાં વહેલી ! ક્યાં યૂનાન અને ક્યાં સ્વર્ણભૂમિ ! અનાર્ય ગણાતી ભૂમિકાનો પણ ઘણો ભાગ ભગવાનનાં ચરણોથી ધૃષ્ટ થયો હતો. લાખો સરલ આત્મજ્ઞ વ્યક્તિઓ ભગવાનના શરણમાં આવીને કલ્યાણના પથ ઉપર અગ્રેસર બની હતી. ભગવાન પોતાના જીવનના અવસાનને નજીક નિહાળીને દશહજાર સાધુઓ સાથે અષ્ટાપદ પર્વત (કલાસ) ઉપર ચડ્યા. અવસર્પિણીના ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ જ્યારે બાકી હતા ત્યારે છ દિવસના અનશન (નિરાહાર) તપમાં અયોગી અવસ્થા પામીને, બાકીનાં અધાતી કર્મોનો ક્ષય કરીને તેઓ પરિનિર્વાણ પ્રાપ્ત કરી ગયા. ભગવાન ઋષભે પર્યકાસનમાં સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું. ભગવાનના નિર્વાણનો દિવસ પોષવદ તેરસનો હતો. ભગવાનનું સમગ્ર આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. પ્રભુનો પરિવાર ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે ચાર હજાર શિષ્યો તેની સાથે હતા, પરંતુ પ્રભુની મૌન તેમજ કઠોર સાધનાની અજાણકારીને કારણે સૌ વેરવિખેર થઈ ગયા હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમનો ઘાર્મિક પરિવાર પુનઃ વિકસતો ગયો. તેમના પરિવારમાં ૮૪ હજાર શ્રમણોનું હોવું એ જ અદ્ભુત ધર્મક્રાંતિનું પરિણામ હતું. તેમની વ્યવસ્થા માટે ભગવાને ૮૪ ગણ બનાવ્યા. પ્રત્યેક ગણનો એક એક મુખી નક્કી કર્યો, જેને ગણધર કહેવામાં આવ્યો. ભગવાનના પ્રથમ ગણધર ઋષભસેન હતા. ગણઘર - ૮૪ કેવલજ્ઞાની - ૨૦,૦૦૦ મન:પર્યવજ્ઞાની - ૧૨,૭૫૦ અવધિજ્ઞાની - ૯,૦૦૦ તીર્થકરચરિત્ર | ૪૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એક ઝલક - ૨૦,૦૦ -૪,૭૫૦ - ૧૨,૫૦ - ૮૪,૦૦૦ (ઋષભસેન પ્રમુખ) - ૩,૦૦,૦૦૦ (બ્રાહ્મી પ્રમુખ) - ૩,૦૫,૦૦૦ - ૫,૫૪,૦૦૦ માતા પિતા નગરી. વંશ ગોત્ર ચિહ્ન વર્ણ શરીરની ઊંચાઈ યક્ષ યક્ષિણી - મરુદેવા - નાભિ - વિનીતા (અયોધ્યા) - ઇક્વાકુ - કશ્યપ - વૃષભ - સ્વર્ણ - ૫૦૦ ધનુષ્ય - ગોમુખ -ચક્રેશ્વરી - ૨૦ લાખ પૂર્વ - ૩ લાખ પૂર્વ - ૧૦૦૦ વર્ષ - ૧ લાખ પૂર્વ - ૮૪ લાખ પૂર્વ કુમારકાળ રાજ્યકાળ છબસ્થકાળ કુલ દીક્ષાપર્યાય આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ચ્યવન - જેઠ વદ ૪ જન્મ - ફાગણ વદ ૮ દીક્ષા - ફાગણ વદ ૮ કેવળજ્ઞાન - મહા વદ ૧૧ નિર્વાણ - પોષ વદ ૧૩ સ્થાન સર્વાર્થસિદ્ધથી અયોધ્યાનું અરણ્ય અયોધ્યા પુરિમતાલપુર અષ્ટાપદપર્વત નક્ષત્ર ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા અભિજિત ભગવાન શ્રી ઋષભદેવ ૪૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી અજિતનાથ ક જૈન દર્શન આત્મવાદને માને છે. જેટલા તીર્થંકરો થાય છે તે તમામ સાધનાના માધ્યમ દ્વારા જ તીર્થકરત્વની ભૂમિકા પ્રાપ્ત કરે છે. આત્મા પોતાની સજગતા અને સક્રિયતા વડે કર્મમુક્ત થઈને પરમાત્મા બને છે. પરમાત્મા ક્યારેય સકર્મા આત્મા બનતો નથી. અણુ તરફથી C. પૂર્ણ તરફની ગતિ તો થાય છે, પરંતુ પૂર્ણથી અણુ તરફની ગતિ થતી નથી. પૂર્વભવ બીજા તીર્થંકર ભગવાન અજિતનાથે પણ પોતાના પૂર્વજન્મમાં ઘોર તપસ્યા કરી હતી. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની સીતા નદીના તટ ઉપર વત્સ નામના દેશમાં સુસીમા નગરી હતી. તેના સમ્રાટ વિમલવાહનના ભવમાં તેમણે અત્યંત વિરક્તિપૂર્ણ જીવન વીતાવ્યું હતું. અઢળક ભોગ સામગ્રી હોવા છતાં તેમનું જીવન વાસનાથી વિમુખ હતું. આચાર્ય અરિદમનનો સંપર્ક થયા પછી તેઓ સાધના માટે વિશેષ કૃતનિશ્ચયી થઈ ગયા. પુત્રનો રાજ્યાભિષેક કરીને પોતે ગુરુચરણોમાં પ્રવ્રુજિત થઈ ગયા. દીક્ષિત થયા બાદ વિમલવાહન મુનિ તપમાં એકાગ્ર થયા. એકાવલી, રત્નાવલી, લઘુસિંહ, મહાસિંહ વિક્રીડિત જેવી અનેક કઠોર તપસ્યાઓ કરી. તપસ્યાઓની સાથે ધ્યાન, સ્વાધ્યાય, સેવા વગેરે કર્મનિરાનાં અનેક સાધનો તેમણે અપનાવ્યાં. મહાન કર્મનિર્જરા કરીને તીર્થંકર નામકર્મનો બંધ ર્યો. અંતે અનશનપૂર્વક પોતાના પ્રાણનો ત્યાગ કરીને વિજય નામના અનુત્તર વિમાનમાં તેઓ ગયા. ' બે રાણીઓને ચૌદ સ્વપ્નો જિતશત્રુનો રાજપ્રાસાદ એ સમયે જગતમાં બેજોડ હતો. તેનું એક કારણ એ પણ હતું કે જે રાત્રે મહારાણી વિજયાદેવીને ચૌદ મહાસ્વપ્ન આવ્યાં, એ જ રાત્રે રાજા જિતશત્રુના નાના ભાઈ યુવરાજ સુમિત્રની તીર્થકરચરિત્ર | ૪૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મપત્ની વૈજયંતીને પણ ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. દેવત્વનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવીને ભરતક્ષેત્રની વિનીતા નગરીમાં રાજા જિતશત્રુના રાજમહેલમાં આવીને મહારાણી વિજયાદેવીની કૂખે અવતરિત થયા. તે રાત્રે મહારાણી વિજયાદેવીએ ચૌદમહાસ્વપ્નો નિહાળ્યાં. પુત્રરત્નનો જન્મ થવો એ તો ખુશીની વાત હોય જ છે, તેમાંય જગત્રાતાનો જન્મ થાય એ તો વિશેષ આનંદ-મંગળની વાત હતી. સવારે સ્વપ્નશાસ્ત્રીઓને બોલાવીને બંને રાણીઓનાં સ્વપ્નોનાં ફળ પૂછવામાં આવ્યાં. સ્વપ્નશાસ્ત્રી ચકિત હતા કારણ કે એક સાથે બંને રાણીઓને ચૌદમહાસ્વપ્નો કેવી રીતે આવ્યાં ! ખૂબ વિચારવિમર્શ કર્યા પછી તેઓ એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે એક તીર્થકર અને એક ચક્રવર્તીનો જન્મ થયો હોવો જોઈએ. સમગ્ર પરિવારમાં હર્ષનું વાતાવરણ પ્રસરી ગયું. બંને મહારાણીઓ સાવધાનીપૂર્વક ગર્ભનું જતન કરવા લાગી. જન્મ મહા સુદ આઠમની મધ્યરાત્રીની મંગળ વેળાએ ગર્ભકાળ સમાપ્ત થતાં સુખપૂર્વક ભગવાનનો જન્મ થયો. ચોસઠ ઈદ્ર એકત્રિત થયા. રાજાએ જન્મોત્સવ ઉજવ્યો. આ પ્રસંગે સઘળા કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. ઘેર ઘેર આનંદનું વાતાવરણ વ્યાપી વળ્યું. અગિયાર દિવસ સુધી રાજકીય ઉત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણ. નામકરણના દિવસે પારિવારિક પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત પારિવારિક સભ્યોએ પુત્રને ગોદમાં લઈને આશીર્વાદ પાઠવ્યા. પુત્રને કયા નામથી સંબોધવો તે વિષયની પરિચર્ચામાં મહારાણી વિજયાદેવીએ કહ્યું, લગ્ન પછી અનેક વખત મહારાજ સાથે ઘૂતક્રિડાનો પ્રસંગ આવ્યો, પરંતુ દરેક વખતે મારે હારવું પડ્યું. મારા મનમાં એવી આકાંક્ષા હતી કે આખરે એક વખત તો હું પણ તેમને જીતી લઉં. આ મનોકામના આ બાળકના ગર્ભમાં આવ્યા પછી પૂર્ણ થઈ. તે દિવસોમાં હું જેટલી વખત જુગાર રમી તે દરેકમાં સારો વિજય થયો. તે સમયે હું અજેય બની ગઈ. સમ્રાટ જિતશત્રુએ કહ્યું, આસપાસનાં રાજ્યોમાંથી જે સૂચના તેમજ શત્રુરાજ્યોમાંથી ગુપ્તચરો દ્વારા જે માહિતી મળી છે, તે અત્યંત આશ્ચર્યજનક છે. આ મહિનાઓમાં શત્રુરાજ્યોના દિલમાં પણ એવી ભાવના ઉત્પન્ન થઈ કે મહારાજા જિતશત્રુ અજેય છે. તેમને જીતવાનું અશક્ય છે. તેમની સાથે શત્રુતા પ્રાણઘાતિની સિદ્ધ થઈ શકે છે. આવી એક ભાવના દઢ બની ગઈ. જો કે મેં યુદ્ધની તૈયારી કરી નથી, છતાં આ શુભ સંકેતોનું ઉત્પન્ન થવું, એમાં મને તો ભગવાન શ્રી અજિતનાથ ] ૪૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ આ બાળકનો પ્રભાવ જ દેખાય છે. તેથી મારા મતે બાળકનું નામ અજિતનાથ રાખવું જોઈએ. ગુણનિષ્પન્ન આ નામ ઉપર તરત જ સૌકોઈની સંમતિ મળી ગઈ. નાના ભાઈ સુમિત્રના પુત્રનું નામ સગર રાખવામાં આવ્યું. વિવાહ અને રાજ્ય બંને બાળકો ક્રમશઃ મોટા થયા. યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ વંશ-પરંપરા અનુસાર અનેક રાજકન્યાઓ સાથે બંનેનાં લગ્ન કરવામાં આવ્યાં. બંને ભાઈ મહેલોમાં પંચેન્દ્રિય સુખોપભોગ કરતા રહ્યા. - એક વખત રાજા જિતશત્રુના મનમાં વિચાર ઉદ્ભવ્યો, પુત્ર રાજ્ય કરવા માટે લાયક થઈ ગયા છે, છતાં હું રાજ્ય સંભાળી રહ્યો છું. આ તો મારો પ્રમાદ છે. મારે હવે શીધ્રાતિશીધ્ર રાજ્ય છોડીને સાધનામાં લાગી જવું જોઈએ. એવા નિર્ણય સાથે પોતાના નાના ભાઈ યુવરાજ સુમિત્રને બોલાવીને તેને રાજ્યનો ભાર સોંપી દેવાનું તેમણે ઇછ્યું, પરંતુ સુમિત્ર ઈન્કાર કરવા લાગ્યા. ત્યારે તેમણે પોતાના પુત્ર અજિતનાથનો રાજ્યાભિષેક કર્યો અને સ્વયં યુવરાજ સુમિત્રની સાથે દીક્ષિત થઈને ઉત્કૃષ્ટ સાધનામાં એકાગ્ર થઈ ગયા. અજિતનાથના રાજ્ય-સંચાલનથી પ્રજા અત્યંત સુખી હતી. રાજ્યમાં કોઈપણ વસ્તુનો અભાવ નહોતો. લોકો અત્યંત ચેનથી જીવન જીવી રહ્યા હતા. સૌના હૃયમાં અજિતનાથ પ્રત્યે ઊંડી એકાત્મકતા હતી. દીક્ષા-પ્રતિબોધ ઈકોતેર લાખ પૂર્વ વર્ષો સુધી ઘરમાં રહ્યા પછી ભોગાવલી કર્મો ઘટતાં ગયાં અને પ્રભુનું અંતર્મન સાધના માટે ઉદ્યત બનેલું જાણીને લોકાંતિક દેવો આવ્યા તથા રિવાજ અનુસાર અજિતનાથને પ્રતિબોધ આપ્યો. પ્રત્યેક તીર્થંકર એમ તો સ્વયં બુદ્ધ હોય છે, પરંતુ લોકાંતિક દેવ તેમને દીક્ષાની એક વર્ષ પહેલાં પ્રતિબોધ આપવા માટે આવે છે. તેમના આવ્યા પછી જ તીર્થંકર અભિનિષ્ક્રમણની તૈયારી કરે છે. રાજત્યાગ અને વર્ષીદાન અજિતનાથે પોતાના પિતરાઈ ભાઈ સગરને રાજ્ય સંચાલનનો ભાર સોંપ્યો અને વર્ષીદાનનો આરંભ કર્યો. વર્ષીદાનની વ્યવસ્થા સદૈવ દેવતાઓ જ કરે છે. ભરતક્ષેત્રમાં ક્યાંય પણ બિનવારસી દટાયેલું સોનું કાઢીને તેને જવના આકારનું બનાવીને રાત્રે ભંડાર ભરી દે છે. આ સ્વર્ણજવને “સોનૈયા” કહેવામાં આવે છે. સોનૈયાની એક બાજુ તીર્થંકરની માતાનું નામ અને બીજી બાજુ પિતાનું નામ અંકિત કરેલું હોય છે. ભગવાન દીક્ષાપૂર્વે તે સોનૈયાઓનું તીર્થકરચરિત્ર [ ૫૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ દાન વર્ષભર દરરોજ એક પ્રહર સુધી કરતા હોય છે. આ એક પ્રહરમાં તેઓ એક કરોડ એસી લાખ સોનૈયાઓનું દાન કરવા લાગ્યા. તેનો ઉદ્દેશ સામાન્ય લોકોમાં દીક્ષાની પૂર્વે જ ભગવાનનું વૈશિસ્ત્ર સ્થાપિત કરવાનું હોય છે. આ બહાને અનેક પરિચિત-અપરિચિત વ્યક્તિઓનો સાક્ષાત્કાર થઈ જાય છે. આ દાનને અમીર-ગરીબ સૌકોઈ ગ્રહણ કરે છે. તેની સઘળી વ્યવસ્થા દેવોના હાથમાં હોય છે. તીર્થકર તો માત્ર પરંપરાના નિર્વાહના માત્ર નાયક જ હોય છે. ભગવાન અજિતનાથે પણ એ પરંપરાનું પાલન કર્યું અને એક વર્ષ સુધી વર્ષીદાન કર્યું. આ અવધિમાં કુલ ત્રણ અરબ, ઈક્યાસી કરોડ, એસી લાખ સોનૈયાનું દાન કર્યું. દીક્ષા વર્ષીદાન પછી જ્યારે અજિતનાથ દીક્ષા માટે તત્પર થયા ત્યારે રાજા સગરે ભગવાનનો દીક્ષા-મહોત્સવ ઉજવ્યો. ચોસઠ ઈદ્ર એકત્રિત થયા. સુસજ્જ સુખપાલિકામાં બેસાડીને ભગવાનને સહસ્રાઝ ઉદ્યાનમાં લાવવામાં આવ્યા. ત્યાં ભગવાન એક હાર અન્ય રાજાઓ, રાજકુમાર તેમજ પ્રજાજનો સાથે દીક્ષિત થયા. દીક્ષા લેતી વખતે ભગવાનને છઠ્ઠનું તપ ચાલતું હતું. બીજા ક ભગવાન શ્રી અજિતનાથ ૫૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ દિવસે અયોધ્યાનરેશ બ્રહ્મદત્તને ત્યાં પ્રથમ પારણું થયું. દીક્ષિત થયા પછી ભગવાને બાર વર્ષ સુધી કઠોર તપસ્યા તથા ઉત્કૃષ્ટ સાધના કરી. ગ્રામાનુગ્રામ ફરતા ફરતા પ્રભુ પુનઃ અયોધ્યા પધાર્યા પોષ સુદ અગિયારસના દિવસે પ્રભુ ધ્યાનાવસ્થામાં ક્ષપક શ્રેણી ચડ્યા, ઘાતિક કર્મનો ક્ષય કરીને તેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવોએ ઉત્સવ કર્યો, પ્રભુએ તીર્થસ્થાપના કરી. પ્રથમ દેશનામાં જ મોટી સંખ્યામાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ બની ગયાં. સગરને વૈરાગ્ય ભગવાન દીર્ઘકાળ સુધી ધર્મચક્રનું પ્રવર્તન કરતા રહ્યા. લાખો લોકો અધ્યાત્મના આલોકથી આલોકિત બન્યા. તેમના શાસનકાળમાં તેમના ભાઈ સગર ચક્રવર્તી બન્યા અને એક નિમિત્ત મળતાં જ સઘળું છોડીને તેઓ આત્મસ્થ બન્યા. ચક્રવર્તી સગરને સાઠ હજાર પુત્ર હતા. પોતાના પિતાના તેઓ પરમ ભક્ત હતા. એક વખત તેમણે વિચાર્યું કે પૂજ્ય પિતાશ્રીને દ૨૨ોજ નવો કૂવો ખોદીને પાણી પીવરાવવું જોઈએ. બીજા દિવસથી એ પ્રમાણે કરવામાં આવ્યું. ચક્રવર્તીના મુશલરત્નનો આ કાર્યમાં પ્રયોગ કરવામાં આવ્યો. મુશલરત્ન વડે કૂવો તત્કાળ ખોદી શકાતો હતો. તે કૂવાનું પાણી પોતાના પિતાશ્રીને પીવા માટે મોકલવામાં આવતું હતું. એક દિવસ તેઓ અજાણતાં કોઈ નાગકુમાર દેવતાના સ્થાન ઉપ૨ કૂવો ખોદવા લાગ્યા. નાગદેવે તેમનો વિરોધ કર્યો, પરંતુ સત્તાના ઉન્માદમાં કોઈએ ધ્યાન આપ્યું નહીં. ઉલટાની તેની મશ્કરી કરવા લાગ્યા. ક્ષુબ્ધ નાગદેવે પોતાના અધિકારી દેવ પાસે જઈને તેમની ફરિયાદ કરી. અધિકારી દેવે તેમને ચેતાવણી આપી, છતાં તેઓ માન્યા નહિ, અધિકારીદેવે ક્રુદ્ધ થઈને એ કૂવામાંથી એટલા પ્રબળ વેગથી પાણી કાઢ્યું કે સૌ એકસાથે પાણીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામ્યા. સમ્રાટ સગરની કુળદેવી પણ આ ભવિતવ્યતાને ટાળી શકી નહિ. તે સગરને સમજાવવાની દૃષ્ટિએ વૃદ્ધાનું રૂપ ધારણ કરીને સમ્રાટ જ્યાં ફરવા ગયા હતા, ત્યાં બૂમો પાડી પાડીને પુત્ર-શોકમાં રડવા લાગી. સમ્રાટે તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો. વૃદ્ધાએ વ્યથિત સ્વરમાં કહ્યું, એ તો જેના ઉપર વીતે તેને જ ખબર પડે. સમ્રાટે કહ્યું, એ તો ઠીક છે, પરંતુ મારા ઉપર જો કોઈ આવી આપત્તિ આવે તો હું ધીરજ રાખીશ. વૃદ્ધાએ તરત જ પૂછ્યું, શું તમે ખરું કહો છો ? ના જ સમ્રાટે કહ્યું, મારી વાણી કાયમ થ દેવીના રૂપમાં પ્રગટ થઈને પેલો દુ તીર્થંકર ત્ર 4 Page #71 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટને તીવ્ર આઘાત લાગ્યો, પરંતુ તેઓ તે આઘાતને પી ગયા. સંસારની નશ્વરતા તેમની સમક્ષ સાકાર બની ગઈ. સમ્રાટ સગર તત્કાળ પૌત્ર ભગીરથને રાજ્ય સોંપીને દીક્ષિત બની ગયા. ઉત્કૃષ્ટ સાધના કરીને તેઓ ક્રમશઃ મુક્ત બન્યા. નિર્વાણ ભગવાન અજિતનાથે જ્યારે પોતાનું નિર્વાણ નજીક નિહાળ્યું ત્યારે એકહજાર સાધુઓ સહિત સમ્મેદશિખર ઉપર પહોંચ્યા. એક માસના અનશનમાં તેમણે સઘળાં કર્મોનો ક્ષય કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. પ્રભુનો પરિવાર ગણધર કેવલજ્ઞાની મનઃ પર્યવજ્ઞાની અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એક ઝલક માતા પિતા નગરી વંશ ગોત્ર ચિન વર્ણ શરીરની ઊંચાઈ - ૯૫ - ૨૨,૦૦૦ ૧૨,૫૦૦ - ૯,૪૦૦ - ૨૦,૪૦૦ - ૩,૭૨૦ - ૧૨,૪૦૦ - ૧,૦૦,૦૦૦ - ૩,૩૦,૦૦૦ - ૨,૯૮,૦૦૦ - ૫,૪૫,૦૦૦ - વિજયા - જિતશત્રુ - અયોધ્યા - ઇક્ષ્વાકુ - - કાશ્યપ – હાથી - સુવર્ણ - ૪૫૦ ધનુષ્ય ભગવાન શ્રી અજિતનાથ D ૫૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ યક્ષ યક્ષિણી કુમારકાળ રાજ્યકાળ છાકાળ કુલ દીક્ષાપર્યાય આયુષ્ય પંચ કલ્યાણક - મહાયક્ષ - અજિતબલા - ૧૮ લાખ પૂર્વ - એક પૂર્વાગ અધિક પ૩ લાખ પૂર્વ - ૧૨ વર્ષ - ૧ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ - ૭૨ લાખ પૂર્વ ચ્યવન જન્મ તિથિ સ્થાન નક્ષત્ર વૈશાખ સુદ ૧૩ વિજય રોહિણી મહા સુદ ૮ અયોધ્યા રોહિણી મહા સુદ ૯ અયોધ્યા રોહિણી પોષ સુદ ૧૧ અયોધ્યા રોહિણી ચૈત્ર સુદ ૫ સમ્મદ શિખર મૃગશીર્ષ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ તીર્થકરચરિત્ર [ ૫૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ ક ભગવાન શ્રી સંભવનાથ કws કોઈ એક દિવસમાં જ મહાપુરુષ બની જતું નથી. તે માટે વર્ષો નહિ, અનેક જન્મો સુધી સાધના કરવી પડે છે. ભગવાન શ્રી સંભવનાથના જીવે પણ અનેક ભવોની સાધના કરી હતી, માનવીય ગુણોનો વિકાસ કર્યો હતો. તેના પરિણામ સ્વરૂપ તેઓ તીર્થંકર બન્યા. —-2001 |પૂર્વભવ એક વખત તેઓ ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં ક્ષેમપુરી નગરીના વિપુલવાહન નામના રાજા હતા. તે રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. રાજાના મનમાં જવાબદારીનો ભાવ જાગી ઊઠ્યો. તેણે પોતાના ભંડારોનાં દ્વાર ખોલી દીધાં. અધિકારીઓને આદેશ આપ્યો કે ભંડારમાં ભલે કાંઈ ન બચે, પરંતુ રાજ્યની એક પણ વ્યક્તિ ભૂખી રહેવી જોઈએ નહિ. રાજાએ બહારથી અનાજ મંગાવ્યું, ગામે ગામ અન્નક્ષેત્રો બનાવરાવ્યાં. દુષ્કાળથી પ્રભાવિત ક્ષેત્રોની સ્વયં મુલાકાત લીધી અને અન્ન વિતરણની વ્યવસ્થા નિહાળી. રાજ્યમાં ચાલી રહેલાં વિકાસકાર્યોની ગતિવિધિ પણ નિહાળી. રાજાના આવા આત્મીય વ્યવહારથી પ્રજામાં અભુત એકાત્મક્તા આવી ગઈ. દુષ્કાળને કારણે અનેક સાધુ દૂર દૂર જનપદોમાં ચાલ્યા ગયા. પરંતુ કેટલાક શરીરથી અસ્વસ્થ અથવા અક્ષમ સાધુઓ અને તેમની પરિચર્યા કરનારા મુનિઓ હજી નગરમાં જ હતા. તેમને શુદ્ધ આહાર ક્યારેક મળતો તો ક્યારેક ન મળતો. માહિતી મળતાં જ રાજા તત્કાળ તે મુનિઓની પાસે ગયા અને ભોજન માટે આમંત્રણ પાઠવ્યું. મુનિની ચર્યાથી રાજા અપરિચિત હતો. મુનિઓએ પોતાના કલ્પ-અકલ્પની વિધિ સમજાવી. રાજાએ વિનંતી કરી, કાંઈ વાંધો નહિ, રાજમહેલમાં અનેક ભોજનાલયોમાં સાત્ત્વિક ભોજન બને છે. મારા સહિત તમામ વ્યક્તિઓ થોડુંક ઓછું ખાઈને આપને આપીશું, આપ જરૂર પધારો. મુનિઓ ગયા. રાજમહેલમાંથી યથોચિત આહાર લઈ આવ્યા. ભગવાન શ્રી સંભવનાથ પપ Page #74 -------------------------------------------------------------------------- ________________ રાજાએ નગરમાં અન્નસંપન્ન વ્યક્તિઓને પણ સમજવી, તેઓ પણ મુનિઓને ભક્તિપૂર્વક ભિક્ષા આપવા લાગ્યા. દુષ્કાળના દિવસોમાં સંતોને આહાર મળ્યો કે નહિ તેની માહિતી રાજ દરરોજ મેળવતા અને ધર્મ-દલાલી કરતા. આ ધર્મ-દલાલી અને શુદ્ધ દાન વડે રાજાની વિશિષ્ટ કર્મ-નિર્જરા થઈ. તેમજ અપૂર્વ પુણ્યનો બંધ થયો. પછીનાં વર્ષોમાં વરસાદ થયો. સારો પાક પાકવાથી સર્વત્ર ખુશાલી છવાઈ ગઈ. પૂર્વવત તમામ વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ. રાજકીય સહાયતા કેન્દ્રો જરૂરિયાત સમાપ્ત થવાથી બંધ કરી દેવામાં આવ્યાં. પરંતુ રાજા પ્રત્યે પ્રજાના મનમાં સ્થાયીરૂપે નિષ્ઠાનો ભાવ દઢ થઈ ગયો. તીર્થકર ગોત્રનો બંધ એક વખત રાજા વિપુલવાહને વાદળોની ઘનઘોર ઘટાને હવાની સાથે ઘેરાતી અને વિખેરાતી નિહાળી. રાજાને સંસાર તેમજ પરિવારનું સ્વરૂપ પણ એવું જ છિન્નભિન્ન થઈ જનારું લાગ્યું. તેઓ ભૌતિક જીવનથી વિરક્ત થઈ ગયા અને સ્વયંપ્રભ આચાર્ય પાસે દીક્ષિત થઈને અધ્યાત્મમાં લીન બન્યા. મુનિ વિપુલવાહને પોતાની ઉદાત્ત ભાવના દ્વારા કર્મનિર્જરાનાં વીસ વિશેષ સ્થળોની સાધના કરી. અશુભ કર્મોની નિર્જરા સાથે તીર્થંકર નામકર્મ જેવી શુભ-પુણ્યપ્રકૃતિનો બંધ કર્યો. અંતે સમાધિપૂર્વક આરાધક પદ પામીને નવમાં દેવલોકમાં દેવ બન્યા. તિલોયાન્નતિ વગેરે ગ્રંથોમાં વિપુલ વાહન ચૈવેયકમાં ગયા હોવાનો ઉલ્લેખ મળે છે. જન્મ સુખમય દેવાયુ પૂર્ણ રૂપે ભોગવી લીધા પછી ત્યાંથી તેમનું ચ્યવન થયું. ભરતક્ષેત્રમાં સાવથી નગરીના રાજા જિતારિની પટરાણી સેનાદેવીની કૂખે તેમનો જન્મ થયો. રાત્રે સેનાદેવીને તીર્થકરત્વનાં સૂચક ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. રાણીએ સમ્રાટ જિતારિને જગાડીને પોતાનાં સ્વપ્નો વિષે વાત કરી. હર્ષોન્મત્ત રાજાએ રાણીને કહ્યું, કોઈ ભુવનભાસ્કર આપણા ઘરમાં આવી રહ્યો છે. આ સ્વપ્નો તેનાં જ સૂચક છે. હવે તમે નિદ્રા ન લો, ધર્મ-જાગરણ કરો. સવારે સ્વપ્નશાસ્ત્રીઓને પૂછીને તેનું વિસ્તૃત વર્ણન બતાવીશ. સવારે રાજાએ સ્વપ્નશાસ્ત્રીઓને બોલાવ્યા. આસન વગેરે આપીને તેમનું સન્માન કર્યું. તેમને રાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોનું વિવરણ કહી સંભળાવ્યું અને તેમના ફલાફલ વિષે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. તેમણે સ્વપ્નશાસ્ત્રો તથા પોતાના અધ્યયનના આધારે એકમતે એવો નિર્ણય જણાવ્યો કે રાણીજીની કૂખે પુત્રરત્ન પેદા થશે, તેના દ્વારા લાખો વ્યક્તિઓને રાહત મળશે. હે રાજન્ ! આપનું નામ આ પુત્રના કારણે અમર થઈ જશે. તીર્થકરચરિત્ર [ ૫૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નશાસ્ત્રીઓની વાત સાંભળીને રાજમહેલ સહિત સમગ્ર સમુદાયમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. ગર્ભકાળ સમાપ્ત થતાં મહારાણી સેનાદેવીએ માગસર સુદ ચૌદસની મધ્યરાત્રે બાળકને જન્મ આપ્યો. સર્વપ્રથમ ઇન્દ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. ત્યાર પછી રાજા જિતારિ અને સાવત્થીના ભાવુક લોકોએ જન્મોત્સવ ઉજવ્યો. અગિયાર દિવસનો રાજકીય ઉત્સવ ચાલ્યો. નામકરણ પુત્રના નામકરણના ઉત્સવમાં પરિવાર તેમજ રાજ્યના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત થયા. તેમણે બાળકને આશીર્વાદ આપ્યા. નામ વિષે સમ્રાટ જિતારિએ જણાવ્યું કે આ વખતે રાજ્યની આવક અભૂતપૂર્વ વધી છે. આ વર્ષની ફસલ રાજ્યના ઇતિહાસમાં સર્વાધિક રહી છે. હું વિચારું છું કે આવી ફસલ આ બાળકના આવવાથી જ સંભવ બની છે તેથી પુત્રનું નામ સંભવનાથ રાખવું યોગ્ય ગણાશે. આ નામ સૌકોઈને ઉચિત લાગ્યું અને કોઈપણ પ્રકારના વિકલ્પ વગર સૌએ બાળકને સંભવકુમાર નામ આપ્યું. વિવાહ અને રાજ્ય ઉંમરની સાથે સંભવકુમારે યૌવનમાં પ્રવેશ કર્યો, ત્યારે રાજા જિતારિએ સુયોગ્ય કન્યાઓ સાથે તેમનો વિવાહ કર્યો. થોડાક સમય પછી આગ્રહપૂર્વક સંભવકુમારને સિહાસનારૂઢ કરીને સ્વયં નિવૃત્ત થઈ ગયા. સંભવકુમારનું મન યુવાવસ્થામાં પણ રાજ્યસત્તા તેમજ અપાર વૈભવ પામીને અનાસક્ત જ રહ્યું. તેઓ માત્ર કર્તવ્યભાવથી રાજ્યનું સંચાલન કરતા રહ્યા. તેમના શાસનકાળમાં રાજ્યમાં અદ્દભુત શાંતિ જળવાઈ. ચારે તરફ સમૃદ્ધિનું વાતાવરણ છવાઈ ગયું. તેઓ ૫૧ લાખ પૂર્વ સુધી ઘરમાં રહ્યા. દીક્ષા ભોગાવલિકર્મોની પરિસમાપ્તિ નજીક સમજીને ભગવાને વર્ષીદાન કર્યું. ભગવાનના અભિનિષ્ક્રમણની વાત સાંભળીને અનેક રાજા તથા રાજકુમાર વિરક્ત બનીને રાજ સંભવની સાથે ઘર છોડવા તૈયાર થઈ ગયા. નિશ્ચિત તિથિ માગસર સુદ પૂનમના દિવસે એક હજાર રાજા અને રાજકુમારો સાથે રાજા સંભવ સહસ્રા» વનમાં પહોંચ્યા. પંચમુષ્ટિ લોચ કર્યો. હજારો લોકોની ઉપસ્થિતિમાં જીવનભર માટે સાવદ્ય યોગોનું પ્રત્યાખ્યાન કર્યું. ચારિત્રની સાથે જ તેમણે સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કર્યો. તેમને ચોથા મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રત્યેક તીર્થકરને દીક્ષાની સાથે જ ચોથા મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેઓ ભગવાન શ્રી સંભવનાથ ૫૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છે તો અઢીદ્વીપ (જબૂદ્વીપ, ઘાતકીય ખંડ તથા અર્ધપુષ્કરદ્વીપ)માં સમનસ્ક પ્રાણીઓના મનોગત ભાવોને જાણી શકે છે. દીક્ષાના દિવસે ભગવાનને ચૌવિહાર છઠ્ઠનું તપ ચાલતું હતું. બીજા દિવસે સાવત્થી નગરીના રાજા સુરેન્દ્રને ત્યાં પ્રથમ પારણું થયું. ભગવાન સંભવનાથ ચૌદ વર્ષ સુધી મુનિ અવસ્થામાં વિચરણ કરતા રહ્યા. તેમણે જીતેન્દ્રિયતાની સાથે કર્મબંધનોનો પૂર્ણતઃ ક્ષય કરવાનું શરૂ કર્યું. વિચરતા વિચરતા તેઓ પુનઃ સાવત્થી નગરીમાં પધાર્યા. ત્યાં જ તેમણે છvસ્થ કાળનો અંતિમ ચાતુર્માસ કર્યો. સાધના કરતાં કરતાં ત્યાં જ આસો વદ પના દિવસે શુક્લધ્યાન સહિત ભગવાન ઉચ્ચ શ્રેણી ઉપર આરૂઢ થયા. મોહનો ક્ષય કરવાની સાથે સાથે સાયિક ચારિત્રવાન બન્યા. અંતરૂ-મુહૂર્તમાં બાકીનાં ત્રણ ઘાતી કર્મનો ક્ષય કરીને તેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. ઈન્દ્રોએ ભગવાનનો કેવલ-મહોત્સવ ઉજવ્યો. ભગવાનની જન્મ તેમજ દીક્ષાભૂમિના લોકોએ જ્યારે ભગવાનની સર્વજ્ઞતાની વાત સાંભળી ત્યારે સુખદ આશ્ચર્ય સહિત સૌ ઉદ્યાનમાં દર્શનાર્થે ઊમટી પડ્યાં. વંદન કરીને સુર-રચિત સમવસરણમાં સૌ બેસી ગયાં. ભગવાને દેશના આપી. આગાર તેમજ અણગાર બંને પ્રકારની ઉપાસના નિરૂપિત કરી. પ્રથમ દેશનામાં ચતુર્વિધ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) સંઘની સ્થાપના થઈ ગઈ. નિર્વાણ પ્રભુએ આર્યજનપદમાં દીર્ઘકાળ પર્યત વિચરણ કર્યું. લાખો ભવ્યજનોનો ઉદ્ધાર કર્યો. અંતે પોતાનું મહાપ્રયાણ નજીક સમજીને તેમણે સન્મેદશિખર ઉપર એક હજાર સાધુઓ સાથે અનશન કરી લીધું. શુક્લધ્યાનના ચોથા ચરણમાં પહોંચીને તેમણે ક્રિયામાત્રનો વિચ્છેદ કરી દીધો. અયોગી અવસ્થા પામીને તેમણે બાકીનાં અઘાતી કર્મોનો ક્ષય કર્યો અને સિદ્ધત્વ પામ્યા. પ્રભુનો પરિવારગણધર - ૧૦૨ ૦ કેવલજ્ઞાની - ૧૫,૦૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૧૨,૧૫૦ ૦ અવધિજ્ઞાની - ૯,૬૦૦ ૦એવૈક્રિય લબ્ધિઘારી - ૧૯,૮૦૦ તીર્થકરચરિત્ર [ ૫૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ - - ૨,૧૫૦ ૧૨,000 - ૨,૦૦,૦૦૦ ૩,૩૬,૦૦૦ - ૨,૯૩,૦૦૦ - દ,૩૬,૦૦૦ - સેના જિતારિ શ્રાવસ્તી ઇક્વાકુ કાશ્યપ અશ્વ સુવર્ણ ૦ચતુર્દશ પૂર્વ ૦ચર્ચાવાદી ૦ સાધુ ૦ સાધ્વી ૦શ્રાવક ૦શ્રાવિકા એક ઝલક ૦માતા ૦પિતા ૦નગરી વંશ ૦ ગોત્ર ચિહન ૦વર્ણ ૦શરીરની ઊંચાઈ ૦યક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦૭મસ્યકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ચ્યવન ફાગણ સુદ-૮ જન્મ માગસર સુદ-૧૪ ૦ દીક્ષા માગસર સુદ-૧૫ કેવળજ્ઞાન આસો વદ-૫ નિર્વાણ ચૈત્ર સુદ-૫ ૪૦૦ ધનુષ્ય ત્રિમુખ - દુરિતારિ - ૧૫ લાખ પૂર્વ - ૪ પૂર્વાગ અધિક ૪૪ લાખ પૂર્વ - ૧૪ વર્ષ - ૪ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ - ૬૦ લાખ પૂર્વ સ્થાન નક્ષત્ર આનત મૃગશીર્ષ શ્રાવસ્તી મૃગશીર્ષ શ્રાવસ્તી મૃગશીર્ષ શ્રાવસ્તી સમ્મદ શિખર મૃગશીર્ષ મૃગશીર્ષ ભગવાન શ્રી સંભવનાથ [ ૫૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી અભિનન્દન જંબૂદ્વીપની પૂર્વ મહાવિદેહની મંગલાવતી નામની વિજયમાં રત્નસંચયા નગરી હતી. ત્યાં | “મહાબલ' નામનો રાજા રાજ્ય કરતો હતો. મહાબલના ભાવમાં ભગવાન અભિનંદનનો જીવ ભૌતિકતા પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન રહેતા હતા. રાજ્યસત્તા તેમજ યુવાવસ્થાનું જોશ પણ તેમને ઉન્મત્ત બનાવી શકતું નહિ. પિતાજીએ સોંપેલી જવાબદારી તેઓ નિર્લિપ્તભાવે નિભાવતા હતા અને સંયમ માટે અનુકૂળ તકની પ્રતીક્ષા કરતા રહેતા હતા. અંતે તેમનું સંતાન ગુરુકુળમાંથી બોંતેર કલાઓ શીખીને રાજ્ય ચલાવવા માટે યોગ્ય બન્યું કે તરત જ મહાબલ રાજએ તેને રાજ્ય સોંપીને પોતાને આચાર્ય વિમલચંદ્રનાં ચરણોમાં સંયમી બનાવી દીધા. સાધનાની ચિર-અભિલાષા રાજાના જીવનમાં સાકાર બની ગઈ. રાજકીય તેમજ પારિવારિક બંધનોથી મુક્ત થઈને તેઓ સર્વથા ઉન્મુક્તવિહારી બની ગયા. સાધનાના વિવિધ પ્રયોગો દ્વારા તેમણે ઉત્કૃષ્ટ કર્મનિર્જરા કરી અને તીર્થંકર ગોત્રના રૂપમાં અત્યુત્તમ પુણ્યપ્રકૃતિનો બંધ કરી લીધો. સુદીર્ઘ સાધના સંપન્ન કરી ત્યાંથી પંડિતમરણ પ્રાપ્ત કરીને તેઓ વિજય નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. દેવલોકની તેત્રીસ સાગરની અવધિ સમાપ્ત થયા પછી સ્વર્ગમાંથી તેમનું અવન થયું. ભરતક્ષેત્રની સમૃદ્ધ નગરી અયોધ્યામાં રાજા સંવર રાજ્ય કરતા હતા. મહારાણી સિદ્ધાર્થીની કૂખે તેઓ અવતરિત થયા. રાત્રે ચૌદ સ્વપ્નો નિહાળીને સિદ્ધાર્થી જાગૃત થયા. સમ્રાટ સંવરને જગાડીને રાણીએ પોતાનાં સ્વપ્નો વિષે વાત કરી. પ્રસન્નચિત્ત રાજાએ રાણીની પ્રશંસા કરતાં કહ્યું, “આપણે ખરેખર ભાગ્યશાળી છીએ આ સ્વપ્નોથી એમ લાગે છે કે આપણો મહાન વંશ હવે મહાનત્તમ બનશે, કોઈ પુણ્યાત્મા તારી કૂખે તીર્થકરચરિત્ર D ) Page #79 -------------------------------------------------------------------------- ________________ અવતરિત થઈ રહ્યો છે. માત્ર આપણે જ નહીં, સમગ્ર વિશ્વ તેનાથી નિશ્ચિતરૂપે ઉપકૃત બનશે.’ સવારે રાજા સંવરે સ્વપ્નશાસ્ત્રીઓને બીલાવીને સ્વપ્નોના ફળ વિશે પૂછ્યું. સ્વપ્નશાસ્ત્રીઓએ અધ્યયનબળ અને શાસ્ત્રબળ વડે એમ જણાવ્યું કે કોઈ તીર્થંક૨ દેવ મહારાણીની કૂખે અવતરિત થયા છે. ગર્ભકાળની પરિસમાપ્તિ થતાં મહારાણી સિદ્ધાર્થાએ મહાસુદ બીજની મધ્ય રાત્રે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ક્ષણભર માટે ત્રણે લોકમાં શાંતિ પ્રસરી ગઈ. નાકીના જીવો પણ ક્ષણભરની શાંતિ પામીને સ્તબ્ધ બની ગયા. ચોસઠ ઈંદ્રોએ ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. સમ્રાટ સંવરે મન ભરીને ઉત્સવ માણ્યો. કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. યાચકોને ઉદારતાથી દાન આપવામાં આવ્યાં. એક પુણ્યવાનના જન્મ લેવાથી ના જાણે કેટ કેટલી વ્યક્તિઓનો ભાગ્યોદય થઈ જતો હોય છે ! નામકરણ સમ્રાટ સંવરે નામકરણ મહોત્સવનું પણ વિરાટ આયોજન કર્યું, જેમાં પારિવારિક લોકોની સાથે મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત હતાં. બાળકને જોઈને સૌ ધન્ય થઈ ઊઠતાં. નામકરણ વિશે વાત નીકળી ત્યારે સમ્રાટ સંવરે કહ્યું, ‘છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં જેટલો આનંદ અનુભવાયો છે તેટલો આનંદ અગાઉ મારા શાસનકાળમાં મેં ક્યારેય અનુભવ્યો નથી. રાજ્યમાં અપરાધોમાં પણ ઠીક ઠીક ઘટાડો થયો છે. પારસ્પરિક વિગ્રહ આ નવ મહિના દરમ્યાન ક્યારેય જોવા નથી મળ્યા. ન્યાયાલય પણ જાણે કે વિશ્રામ સ્થળ સમાન બની ગયું છે. પારસ્પરિક પ્રેમનું આવું અપૂર્વ ઉદાહરણ અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. રાજ્યની પ્રત્યેક વ્યક્તિમાં માનસિક પ્રસન્નતા પ્રસરેલી જોવા મળે છે. ગુપ્તચરોના અહેવાલમાં પણ આ જ વાત પ્રગટ થાય છે, તેથી મારી દૃષ્ટિએ આનંદકારી નંદનનું નામ અભિનંદનકુમાર રાખવું જોઈએ.' સૌને આ નામ તરત જ જચી ગયું. બાળકને અભિનંદનકુમા૨ કહીને સૌએ બોલાવ્યો. વિવાહ અને રાજ્ય રાજકુમાર અભિનંદને જ્યારે કિશ્તરાવસ્થા પાર કરી, ત્યારે સમ્રાટ સંવરે અનેક સુયોગ્ય કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો. કેટલાક સમય પછી આગ્રહપૂર્વક રાજકુમાર અભિનંદનનો રાજ્યાભિષેક પણ કરી દેવામાં આવ્યો. રાજા સંવ૨ સ્વયં સંસારથી વિરક્ત થઈને મુનિ બની ગયા. સમ્રાટ અભિનંદન રાજ્યનું સંચાલન કુશળતાપૂર્વક કરવા લાગ્યા. રાજ્યમાં વ્યાપેલાં અભૂતપૂર્વ આનંદ તેમજ અનુપમેય શાંતિથી લોકોમાં અપાર ભગવાન શ્રી અભિનન્દન B ૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક આસ્થા પેદા થઈ હતી. ઘરમાં રહેવા છતાં તેમનું જીવન ઋષિ સમાન બની ગયું હતું. ઈદ્રિયજન્ય વાસનાઓથી તેઓ સદંતર પર બની ગયા હતા. દીક્ષા સુદીર્ઘ રાજ્યસંચાલન તેમજ ભોગાવલિકર્મો નિઃશેષ થયા પછી તેમણે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપી દીધું તથા વિધિ અનુસાર વર્ષીદાન આપવા માંડ્યું. તેમની વૈરાગ્યવૃત્તિથી અનેક રાજા તથા રાજકુમાર પ્રભાવિત થયા. તેઓ પણ તેમની સાથે સંયમી બનવા ઉદ્યત થઈ ઊઠ્યા. નિશ્ચિત તિથિ મહા સુદ બારસના દિવસે એક હજાર વ્યક્તિઓ સહિત પંચમુષ્ટિ લોચ કરીને સહસ્રાઝ ઉદ્યાનમાં પ્રભુ દીક્ષિત બન્યા. દીક્ષાના દિવસે તેમને છઠ્ઠનું તપ હતું. “તિલોયાન્નત્તિ” માં અઠ્ઠમના તપનો ઉલ્લેખ મળે છે. બીજા દિવસે સાતપૂરમાં રાજા ઈન્દ્રદત્તને ત્યાં ભગવાને પ્રથમ પારણું કર્યું. અઢાર વર્ષ સુધી અભિનંદન મુનિએ કઠોર તપશ્ચર્યા દ્વારા અપૂર્વ કર્મનિર્જરા કરી. વર્ધમાન પરિણામોમાં શુક્લ-ધ્યાનારૂઢ થઈને તેમણે લપક શ્રેણી પ્રાપ્ત કરી લીધી. ઘાતિક કર્મોનો ક્રમશઃ ક્ષય કરીને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જે દિવસે તેઓ સર્વજ્ઞ બન્યા, તે દિવસે તેઓ અયોધ્યામાં બિરાજમાન હતા. ભગવાનના પ્રથમ પ્રવચનની સાથે જ “તીર્થ'ની સ્થાપના થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં ભવ્ય લોકોએ સાધુ તેમજ શ્રાવકવ્રત ગ્રહણ કર્યો. તીર્થકર અભિનંદન જન્મ્યા ત્યારે લોકોમાં આનંદ વ્યાપી વળ્યો. તેમના રાજ્યકાળમાં વિગ્રહ સમાપ્ત થઈ ગયો અને તેમનાં તીર્થકર કાળમાં ભવ્ય લોકોને ભાવતઃ આનંદ મળવા લાગ્યો. નિર્વાણ આર્ય ક્ષેત્રમાં ગંધહસ્તીની જેમ ભગવાન દીર્ઘકાળ પર્યત વિચરતા રહ્યા. ત્યાર બાદ પોતાનો અંતકાળ નિકટ જાણીને તેમણે એક હજાર મુનિઓ સાથે સમ્મદ શિખર ઉપર અનશનનો આરંભ કર્યો. એક મહિનાના અનશનમાં શૈલેશી પદ પામીને, સઘળાં કર્મોનો ક્ષય કરીને તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. દેવો અને મનુષ્યોએ મળીને ભગવાનના શરીરની નિહરણ ક્રિયા વિધિપૂર્વક સંપન્ન કરી. ભુનો પરિવાર૦ગણધર - ૧૧૬ ૦ કેવલજ્ઞાની - ૧૪,૦૦૦ ૦મનઃ પર્યવજ્ઞાની - ૧૧,૫૦ ૦ અવધિજ્ઞાની - ૯,૮૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૯,૦૦૦ તીર્થકરચરિત્ર | ૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૦ચતુર્દશ પૂર્વી - ૧,૫૦૦ ૦ચર્ચાવાદી - ૧૧,૦૦૦ ૦ સાધુ - ૩,૦૦,૦૦૦ સાધ્વી - ૬,૩૦,૦૦૦ ૦ શ્રાવક - ૨,૮૮,૦૦૦ ૦શ્રાવિકા - ૫,૨૭,૦૦૦ એક ઝલક ૦ માતા - સિદ્ધાર્થી પિતા - સંવર ૦નગરી - અયોધ્યા ૦વંશ - ઈક્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ ૦ ચિહ્ન - વાનર ૦વર્ણ -સુવર્ણ ૦ શરીરની ઊંચાઈ - ૩૫૦ ધનુષ્ય યક્ષ - યક્ષેશ ૦ યક્ષિણી - કાલી ૦ કુમારકાળ - ૧૨,૫૦,૦૦૦ પૂર્વ ૦ રાજ્યકાળ - ૮ પૂર્વાગ અધિક ૩૬.૫ લાખ પૂર્વ ૦છદ્મસ્થકાળ - ૧૮ વર્ષ ૦ કુલ દીક્ષાપર્યાય - ૮ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ ૦ આયુષ્ય - ૫૦ લાખ પૂર્વ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર ૦ચ્યવન - વૈશાખ સુદ ૪ વિજ્ય અભિજીત ૦જન્મ - મહા સુદ ૨ અયોધ્યા અભિજીત ૦ દીક્ષા - મહા સુદ ૧૨ અયોધ્યા અભિજીત ૦ કેવળજ્ઞાન - પોષ સુદ ૧૪ અયોધ્યા અભિજીત નિર્વાણ - વૈશાખ સુદ ૮ સમ્મદશિખર પુષ્પ ભગવાન શ્રી અભિનન્દન | s૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫ ભગવાન શ્રી સુમતિનાથ પૂર્વ ભવ તીર્થંકર સુમતિનાથનો જીવ પૂર્વ જન્મમાં જંબૂદ્રીપની પૂર્વ મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં સમ્રાટ વિજયસેનના મહેલમાં ચિર અભિલષિત પુત્રરૂપે પેદા થયો હતો. તેમની પહેલાં સમ્રાટના ઘેર કોઈ સંતાન ન હોવાથી મહારાણી સુદર્શના અત્યંત ચિંતિત રહેતાં હતાં. એક વખત તેઓ ઉપવનમાં ફરવા ગયાં. ત્યાં તેમણે એક શ્રેષ્ઠિ-પત્નીની સાથે આઠ પુત્રવધૂઓને જોઈ. તેમને પોતાની રિક્તતા ડંખવા લાગી, તેમનું દિલ વિષાદમાં ડૂબી ગયું. તેઓ મહેલમાં આવીને રડવા લાગ્યાં. રાજાએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે સમગ્ર વાત કહી. રાજાએ કહ્યું કે તમે રડશો નહિ. હું અઠ્ઠમની તપસ્યા કરીને કુલદેવીને પૂછી લઉં છું. જેથી તમારી જિજ્ઞાસા શાંત થઈ જશે. રાજાએ પૌષધશાળામાં અઠ્ઠમ (તેલા)નું તપ સંપન્ન કર્યું. કુલદેવી ઉપસ્થિત થયાં. રાજાએ સંતાનપ્રાપ્તિ વિષે જિજ્ઞાસા વ્યક્ત કરી. દેવીએ કહ્યું, તમારે ત્યાં એક પુત્ર સ્વર્ગથી ચ્યવન પામીને ઉત્પન્ન થશે. રાજાએ આ સુસંવાદ રાણીને સંભળાવ્યો કે તમારે પુત્રરત્ન થશે. ચિંતા ન ક૨શો. હવે રાણી પુત્રપ્રાપ્તિની પ્રતીક્ષામાં દિવસો પસાર કરવા લાગ્યાં. ક્રમશઃ રાણીને ગર્ભ રહ્યો તથા ગર્ભકાળ સમાપ્ત થતાં એક તેજસ્વી તેમજ અત્યંત સ્વરૂપવાન બાળકને તેમણે જન્મ આપ્યો. રાજાએ બાળકનું નામ પુરુષસિંહ રાખ્યું. અત્યંત લાડકોડથી બાળકનું લાલનપાલન થવા લાગ્યું. એક દિવસ કુંવર પુરુષસિંહ ઉદ્યાનમાં ફરવા માટે ગયા. ત્યાં તેમને વિજયનંદન આચાર્યનાં દર્શન થયાં. આચાર્ય દેવ પાસેથી તેમણે તાત્ત્વિક વિવેચન સાંભળ્યું. થોડીક ક્ષણોના સાન્નિધ્યમાં જ કુંવરનાં અંતર્નેત્ર ખૂલી ગયાં. પોતાના હિતાહિતનું ભાન તેમને થઈ ગયું, ભૌતિક ઉપલબ્ધિઓથી કુંવરને વિરક્તિ થઈ ગઈ. તીર્થંકરચરિત્ર ૬૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉછળતી યુવાવસ્થામાં તીવ્ર વિરક્તિથી ગુરુચરણોમાં કુંવર દીક્ષિત થઈ ગયા. પુરુષસિંહ મુનિ અણગાર બન્યા પછી ઉત્કૃષ્ટ તપ અને ધ્યાનમાં ઓતપ્રોત થયા. કર્મનિર્જરાનાં વીસ સ્થાનકોની તેમણે વિશેષ સાધના કરી, ઉત્કૃષ્ટ કર્મનિર્જરા દ્વારા તીર્થંકર પદની કર્મપ્રકૃતિનો બંધ કર્યો. આરાધના પૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને તેઓ સ્વર્ગમાં વૈજયંત નામના વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. જન્મ વૈજયંત વિમાનની ભવસ્થિતિ પૂર્ણ કરીને ભગવાન સુમતિનાથના આત્માએ અયોધ્યાસમ્રાટ મેઘની મહારાણી મંગલાવતીની કૂખે જન્મ લીધો. મંગલાવતીએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓએ સ્વપ્નો અનુસાર ઘોષણા કરી કે મહારાણીની કૂખે તીર્થંકર દેવ જન્મ લેશે. મહારાણી મંગલાવતી સ્વપ્નફળ સાંભળીને ધન્ય થઈ ગઈ. રાજા મેઘ પણ મહારાણીને વિશેષ સમ્માન આપવા લાગ્યા. ગર્ભકાળ સમાપ્ત થતાં વૈશાખ સુદ આઠમની મધ્યરાત્રે પ્રભુનો જન્મ થયો. ચોસઠ ઈદ્રોએ મળીને તેમનો પવિત્ર જન્મોત્સવ ઉજવ્યો. મહારાજા મેઘ દ્વારા જન્મોત્સવમાં યાચકોને ઉદારતાપૂર્વક દાન આપવામાં આવ્યું. સમગ્ર રાજ્યમાં પુત્રજન્મનો રાજકીય ઉત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણ નામકરણના અવસરનું રાજાએ વિશાળ આયોજન કર્યું. શહેરના તમામ વર્ગના લોકો આયોજનમાં ઉપસ્થિત હતા. નામ વિષે ચર્ચા થતાં અનેક સૂચનો મળ્યાં. રાજા મેઘ બોલ્યા, “આ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે મહારાણીની બૌદ્ધિક ક્ષમતા અસાધારણ રૂપે વૃદ્ધિ પામી હતી. મહારાણી સમસ્યાઓનું સમાધાન તરત તેમજ ચોક્કસરૂપે કરવા લાગી હતી. રાજકીય બાબતોના ઉકેલમાં તેનામાં વિશેષ નિપુણતા આવી હતી.” આ સંદર્ભમાં મહારાજ મેળે એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું, “કેટલાક મહિનાઓ પહેલાં મારી સામે એક એવો વિવાદ ઉપસ્થિત થયો જેનો નિર્ણય કરવાનું મારા માટે મુશ્કેલ હતું. એક શાહુકારને બે પત્નીઓ હતી. એકને એક પુત્ર હતો, બીજીને કોઈ સંતાન નહોતું. બંનેને પરસ્પર પ્રેમ હોવાના કારણે પુત્રનું લાલનપાલન બંને સમાન રૂપે કરતી હતી. અકસ્માત પતિના અવસાનથી સંપત્તિના અધિકાર માટે બંને ઝઘડવા લાગી. પુત્ર ઉપર પણ બંને પોતપોતાનો અધિકાર બતાવવા માંડી. નાદાન બાળક બંનેને માતા કહીને બોલાવતો હતો. તેના માટે એ નિર્ણય - કરવાનું મુશ્કેલ હતું કે તેની સાચી માતા કોણ ? નગરપંચો દ્વારા આ વિવાદ ભગવાન શ્રી સુમતિનાથ 1 કપ Page #84 -------------------------------------------------------------------------- ________________ મારી સમક્ષ લાવવામાં આવ્યો. ક્યાંક દૂરના પ્રદેશમાં એ બાળક ઉત્પન્ન થયો હોવાથી નગ૨માં તે વિશે કોઈને સાચી માહિતી નહોતી. સાચી માતાની ખબર પડે તે માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ હું નિષ્ફળ ગયો. આ સમસ્યાને કારણે તે દિવસ મારે ભોજનમાં મોડું થયું. તરત જ મહારાણીએ કહેવરાવ્યું કે મહિલાઓનો વિવાદ તો અમે પતાવીશું. આપ ભોજન કરી લો. હું મૂંઝાયેલો હતો, રાણીને અધિકાર આપીને હું તરત ઉપર જતો રહ્યો. રાણીએ વિવાદની સામાન્ય પૂછપરછ કર્યા પછી તે માતાઓને કહ્યું, ‘મારા મગજમાં એક ઉકેલ સૂઝે છે. પુત્રની તમે બંને દાવેદાર છો. પુત્ર એક જ છે, તમે બે છો. તેથી શા માટે આ બાળકના બે ટુકડા કરીને બંનેને અર્ધો અર્ધો ભાગ આપવાનો ન્યાય ન કરવો ? શું તમને આવો ન્યાય સ્વીકાર્ય છે ?’ રાણીની કઠોર મુદ્રા જોઈને પ્રપંચ કરનારી મહિલાએ વિચાર્યું, ‘મારું શું જવાનું છે ? બાળક તો મારું નથી. એ મરી જશે તો પણ હું તો જેવી છું તેવી જ રહેવાની છું.’ આમ વિચારીને તેણે તરત હા પાડી. આ વાત સાંભળતાં જ પુત્રની સાચી માતાનું હૃદય વ્યથિત થઈ ઊઠ્યું. તેણે વિચાર્યું, પુત્ર મૃત્યુ પામશે તો બહુ જ ખરાબ થશે. તેના કરતાં તો ભલે તે તીર્થંકરચરિત્ર - T $$ Page #85 -------------------------------------------------------------------------- ________________ અપરમાતા પાસે રહે. હું દૂરથી તેને જોઈને સંતોષ માનીશ. આમ વિચારીને તેણે કંપિત સ્વરમાં કહ્યું, “નહિ નહિ, મહારાણીજી ! હું જ ખોટી છું. પુત્ર તેનો છે. તેને મારશો નહિ. તે તેને સોપી દો. મને કાંઈ વાંધો નથી.” સાંભળનારાઓ વિસ્મિત થઈ ગયાં. વિચારવા લાગ્યાં, આ સ્ત્રી ખોટી હતી છતાં વિવાદ વઘારતી હતી. પરંતુ રાણીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો કે, પુત્ર તેનો નથી આનો જ છે- જે એમ કહે છે કે હું ખોટી છું. ખરી માતા આ જ છે. માતૃદ્ધને હું જાણું છું. માતા પોતાના અંગજાતને ક્યારેય મૃતસ્વરૂપે જોવા માગતી નથી. પેલી મહિલા ખોટી છે. જેણે બાળકના મૃત્યુની વાત સાંભળીને પણ ખેદ ન અનુભવ્યો. અને અનુભવે પણ શાને ? કારણ કે પુત્ર તેનો છે જ નહિ.' તેણે કઠોરતાપૂર્વક કહ્યું, “સાચું બોલ નહીંતર કોરડાનો માર ખાવો પડશે.” પેલી મહિલાએ તરત જ સાચી વાત સ્વીકારી લીધી. પુત્ર સાચી માતાને સોંપી દેવામાં આવ્યો. જ્યારે મને મહેલમાં આ ન્યાય વિશે ખબર પડી ત્યારે હું મહારાણીની કુશળતા તેમજ તેની સૂઝબૂઝ વિષે ચકિત થઈ ગયો. મેં વિચાર્યું કે આ ગર્ભગત બાળકનો જ પ્રભાવ છે. તેથી મારા ચિંતન પ્રમાણે બાળકનું નામ સુમતિકુમાર રાખવું જોઈએ. ઉપસ્થિત લોકોએ કહ્યું, એ જ નામ યોગ્ય છે. કારણ કે એ નામ સાથે ગર્ભકાલીન ઘટનાઓનો ઇતિહાસ જોડાયેલો છે. આવશ્યક ચૂર્ણિમાં આ ઘટના કંઈક જુદા સ્વરૂપે મળે છે. મહારાણી બાળકના ટુકડા કરવાની વાત કરવાને બદલે માત્ર એમ કહે છે કે મારા ગર્ભમાં ભાવિ તીર્થંકર છે, તેનો જન્મ થાય ત્યાં સુધી આ બાળક મને સોંપી દો. પછી તે અંગે નિર્ણય લેવામાં આવશે. આથી નકલી માતા તરત રાજી થઈ ગઈ હતી. પરંતુ અસલી માતા ના પાડવા લાગી અને પુત્રવિરહની વ્યાકુળતા વ્યક્ત કરવા લાગી. રાણીએ તેની વ્યાકુળતા જોઈને તેના પક્ષમાં ન્યાય આપ્યો હતો. વિવાહ અને રાજ્ય રાજકુમાર સુમતિએ વિવાહ અવસ્થામાં પ્રવેશ કર્યો. મહારાજ મેળે અનેક સુયોગ્ય, સમવયસ્ક કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો. ભોગાવલિ કર્મના ઉદયથી તેઓ પંચેન્દ્રિય સુખોનો ઉપભોગ કરવા લાગ્યા. તક જોઈને સમ્રાટ મેઘે રાજકુમાર સુમતિનો રાજ્યાભિષેક કર્યો અને પોતે નિવૃત્ત થઈને સાધનામાં એકાગ્ર થઈ ગયા. રાજકુમાર સુમતિ રાજા બનીને રાજ્યનું સમુચિત સંચાલન સંભાળવા લાગ્યાં. પ્રજાના દિલમાં રાજા માટે ઊંડી આસ્થા હતી. લોકો તેમને યથાનામ તથાગુણ કહેતા હતા. તેમનો પ્રત્યેક આદેશ લોકો શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા હતા. ભગવાન શ્રી સુમતિનાથ [ ૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ રાજકીય વ્યવસ્થા અત્યંત સુંદર રીતે ચાલતી હતી. ભોગાવલી કર્મો ક્ષીણ થતાં નરેશ સંયમ તરફ પ્રવૃત્ત થયા. લોકાંતિક દેવોના આગમન પછી ભગવાને વર્ષીદાન દીધું. નિર્ધારિત તિથિ વૈશાખ સુદ ૯ના દિવસે એક હજાર વ્યક્તિઓ સાથે પંચમુષ્ટિ લોચ કરીને સાવદ્ય યોગોનો સર્વથા ત્યાગ કરી દીધો. તેમણે ભોજન કરીને દીક્ષા લીધી હતી. કેટલાક ગ્રંથોમાં તેમને ષષ્ઠ ભક્ત (બેલ)-છઠ ની તપસ્યા હોવાનો ઉલ્લેખ છે. બીજા દિવસે વિજયપુરના રાજા પદ્મને ત્યાં તેમનું પ્રથમ પારણું થયું. ભગવાન વીસ વર્ષ સુધી છદ્મસ્થકાળમાં ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં વિચર્યા. ધર્મધ્યાન તથા શુક્લધ્યાન વડે અપૂર્વ કર્મનિર્જરા કરીને પ્રભુએ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યું તથા તેરમા ગુણસ્થાનમાં ત્રણ ઘાતી કર્મનો ક્ષય કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવોએ ઉત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરવામાં આવી. દેવદુંદુભિ સાંભળીને લોકો મોટી સંખ્યામાં પ્રવચનમાં ઉપસ્થિત થયા. ભગવાને પ્રથમ દેશનામાં તીર્થની સ્થાપના કરી. આગાર અને અણગાર ધર્મની વિશેષ વિવેચના પ્રસ્તુત કરી. મોટી સંખ્યામાં લોકોએ પોતપોતાની શક્તિ અનુસાર મહાવ્રત અથવા અણુવ્રત ગ્રહણ કર્યા. નિર્વાણ ભગવાને પોતાનું આયુષ્ય નજીક સમજીને એક હજાર સાધુઓ સહિત સન્મેદશિખર ચડીને એક માસના અનશન કર્યા અને મુક્તિનું વરણ કર્યું. પ્રભુનો પરિવાર૦ ગણધર - ૧૦૦ ૦ કેવલજ્ઞાની - ૧૩,૦૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૧૦,૪૫૦ ૦ અવધિજ્ઞાની ૧૧,૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૮,૪૦૦ 0 ચતુર્દશ પૂર્વી -૨,૪૦૦ ૦ ચર્ચાવાદી - ૧૦,૪૫૦ ૦ સાધુ - ૩, ૨૦,૦૦૦ ૦ સાધ્વી - ૫,૩૦,૦૦૦ ૦ શ્રાવક - ૨,૮૧,૦૦૦ તીર્થકરચરિત્ર | ૪૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ - ૫,૧૬,૦૦૦ 0 - મંગલા - મેઘ - અયોધ્યા - ઇક્વાકુ 0 0 - કાશ્યપ ૦ શ્રાવિકા એક ઝલક૦ માતા ૦ પિતા ૦ નગરી ૦ વંશ ૦ ગોત્ર ૦ ચિહ્ન ૦ વર્ણ ૦ શરીરની ઊંચાઈ ૦ યક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦ છદ્મસ્થકાળ ૦ કુલ દીક્ષાકાળ ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ચ્યવન શ્રાવણ સુદ ૨ જન્મ વૈશાખ સુદ ૮ દીક્ષા વૈશાખ સુદ ૯ કેવળજ્ઞાન ચૈત્ર સુદ ૧૧ નિર્વાણ ચૈત્ર સુદ ૯ - ક્રૌંચ - સુવર્ણ - ૩૦૦ ધનુષ્ય - તંબુ - મહાકાલી - ૧૦ લાખ પૂર્વ - ૧૨ પૂર્વીગ અધિક ૨૯ લાખ પૂર્વ - ૨૦ વર્ષ - ૧૨ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ - ૪૦ લાખ પૂર્વ સ્થાન નક્ષત્ર વૈજયન્ત મઘા મઘા અયોધ્યા અયોધ્યા અયોધ્યા સન્મેદશિખર મધા મઘા પુનર્વસુ ભગવાન શ્રી સુમતિનાથ | દ૯ Page #88 -------------------------------------------------------------------------- ________________ G ભગવાન શ્રી પદ્મપ્રભ પૂર્વભવ ઘાતકી ખંડદ્વીપની પૂર્વ મહાવિદેહની વત્સવિજયમાં સુસીમા નામની નગરી હતી. ત્યાં અપરાજિત નામનો રાજા રાજ્ય કરતો હતો. અપરાજિત સમ્રાટનું પદ પામીને પણ સંત દય ધરાવતો હતો. વાસના ઉપર તેણે વિજય મેળવ્યો હતો. વાસના ક્યારેય તેના ઉપર વિજય મેળવી શકતી નહોતી. રાજ્યના વડીલો અને વૃદ્ધો હમેશાં કહેતા કે અમારા સમ્રાટમાં ભોગની દૃષ્ટિએ ક્યારેય તરુણાવસ્થા આવી નથી, તે હમેશાં એક લક્ષ્યબદ્ધ મનીષીની જેમ રહ્યા છે. તેમના યૌવનનો ઉન્માદ ક્યારેય જોવા મળ્યો નથી. સમ્રાટ સાચે જ વિરક્તદયી હતા. તેમના રાજ્યસંચાલનની પ્રક્રિયા તો માત્ર જવાબદારીનો નિર્વાહ કરવા પૂરતી જ હતી. તેમને રાજમહેલ સાથે જાણે કોઈ સંબંધ જ નહોતો. સઘળું મેળવ્યા પછી પણ તેઓ તેને છોડવાની પ્રતીક્ષામાં જ હતા. સંજોગો મળતાં પિહિતાશ્રવ ઈંદ્રિયગુપ્ત અણગાર પાસે તેમણે અનિકેત ધર્મ ગ્રહણ કર્યો તથા બાહ્ય જગતથી સર્વથા નિવૃત્ત થઈને આંતરિક સાધનામાં તેઓ એકાગ્ર બની ગયા. તીર્થંકર-ગોત્ર-બંધનાં વીસ કારણોની તેમણે વિશેષ ઉપાસના કરી. કર્મોની મહાનિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે અનશન યુક્ત સમાધિપૂર્વક પ્રાણ ત્યાગીને તેઓ ત્રૈવેયકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. જન્મ એત્રીસ સાગ૨નું પૂર્ણ આયુષ્ય ભોગવીને તેઓ જંબૂટ્ટીપના ભરત ક્ષેત્રમાં અવતરિત થયા. કૌશાંબી નગરીના રાજમહેલમાં રાજા ઘરની મહારાણી સુસીમાની પવિત્ર કૂખે તેઓ આવ્યા. અર્ધસુષુપ્ત અવસ્થામાં તીર્થંકરચરિત્ર C ૭૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ મહારાણી સુસીમાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નનોફળ જાણી લીધા પછી સમગ્ર રાજ્યમાં પ્રસવની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા થવા લાગી. આસો વદ બારસની મધ્યરાત્રે ગર્ભકાળ સમાપ્ત થતાં નિર્વિઘ્નતાપૂર્વક ભગવાનનો જન્મ થયો. તેમનો જન્મ થતી વખતે માતાને કોઈપણ પ્રકારની પીડા થઈ નહિ. દેવો પછી નાગરિકો સહિત રાજાએ પુત્રજન્મનો ઉત્સવ ઉજવ્યો. અગિયાર દિવસ સુધી રાજકીય ઉત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણ પ્રસંગે રાજા ધરે જણાવ્યું કે આ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતાને પદ્મોની પથારી ઉપર સૂઈ જવાના દોહદ (ઇચ્છા) થયા હતા. બાળકના શરીરની પ્રભા પણ પદ્મ દેવી જ છે. તેથી તેનું નામ પદ્મપ્રભકુમાર જ રાખવું જોઈએ. સૌએ પદ્મપ્રભકુમાર નામ દ્વારા બાળકને બોલાવ્યો. વિવાહ અને રાજ્ય બાલ્ય અવસ્થા પછી જ્યારે પદ્મપ્રભકુમાર યુવાન થયા ત્યારે રાજા ધરે સુયોગ્ય રાજકન્યાઓ સાથે તેમનો વિવાહ તથા થોડાક વર્ષો પછી યોગ્ય સમજીને પદ્મપ્રભનો રાજ્યાભિષેક કરી દીધો. રાજ્યપ્રશાસનની જવાબદારી સોંપીને રાજા પોતે સાધનામાં લીન થઈ ગયા. પદ્મપ્રભ નિર્લિપ્તભાવે પ્રજાનું પાલન કરવા લાગ્યા. અવસ્થાની સાથે તેમનામાં ઉન્માદ ન જાગ્યો પરંતુ વાત્સલ્ય અને પ્રેમ છલકાયાં. પ્રજાના હિત-ચિંતનમાં તેમનો સઘળો સમય પસાર થવા લાગ્યો. તેઓ ક્યારેય વિશ્રામ કરતા નહિ. તેમના સંરક્ષણમાં લોકો સર્વથા નિશ્ચિત હતા. એક રીતે પ્રભુ તે સહુના પારિવારિક મુખી તરીકે અભિન્ન તેમજ આત્મીય બની ગયા હતા. દીક્ષા લાંબા સમયથી રાજ્યની જવાબદારી નિભાવ્યા પછી ભોગાવલી કર્મોને નિઃશેષ જાણીને ભગવાન દીક્ષા માટે ઉદ્યત થયા. લોકાંતિક દેવોએ પાંચમા સ્વર્ગલોકથી આવીને વિનંતિ કરી, ‘પ્રભુ ! વિશ્વના આધ્યાત્મિક ઉન્નયન માટે આપ પ્રયત્ન કરો. સમય પાકી ગયો છે તેથી હવે ધર્મચક્રનું પ્રવર્તન શરૂ કરો.’ ભગવાન પદ્મપ્રભે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને વર્ષીદાન દીધું. ભગવાનના વર્ષીદાનથી આર્યક્ષેત્રમાં હલચલ પેદા થઈ. પદ્મપ્રભથી અન્ય હજારો લોકો પરિચિત હતા. પ્રભુના વૈરાગ્યભાવે તે હજારો લોકોને વિરક્ત બનાવી દીધા. નિશ્ચિત તિથિ આસો વદ તેરસના દિવસે હજારો લોકો બહારથી આવી ગયા હતા. નગરની બહાર એક હજાર વ્યક્તિ તો ભગવાનની સાથે પ્રવ્રુજિત થવા માટે કટિબદ્ધ હતી. સૌ પોતપોતાના ઘરથી તૈયાર થઈને આવ્યા હતા. ભગવાન શ્રી પદ્મપ્રભ જ્ઞ ૭૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના દીક્ષા મહોત્સવ ઉપર આર્યજનપદોના નાગરિકોની સાથે મોટી સંખ્યામાં દેવતાઓ તેમજ ચોસઠ ઈદ્ર એકત્રિત થયા હતા. ભગવાન સુખપાલિકામાં બેસીને ઉદ્યાનમાં પહોંચ્યા. આભૂષણ ઉતાર્યા, પંચમુષ્ટિ લોચ કર્યો. એકહજાર વ્યક્તિઓ સાથે તેમણે શ્રમણ ધર્મનો સ્વીકાર કર્યો. દીક્ષાના દિવસે પ્રભુને ચૌવિહાર છઠનું તપ હતું. બીજા દિવસે બ્રહ્મસ્થળના સમ્રાટ સોમદેવને ત્યાં તેમણે પારણાં કર્યા. દેવોએ તત્કાળ પંચદ્રવ્ય વરસાવીને દાનના મહિમાની પ્રશંસા કરી. દીક્ષા પછી મન, વચન અને શરીરથી સર્વથા એકાગ્ર થઈને તેઓ ધ્યાન અને તપસ્યામાં ઓતપ્રોત બન્યા. છ મહિનામાં જ તેમણે કર્મ-પ્રકૃતિઓનો ક્ષય કરીને ક્ષપક શ્રેણી મેળવી અને યથાખ્યાત ચારિત્ર પામીને ઘાતી કર્મોનો ક્ષય કર્યો તથા સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવોએ મળીને ઉત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરી. ભગવાને અધ્યાત્મનો આલોક પ્રસારિત કર્યો. અનેક ભવ્ય લોકો તેનાથી આલોકિત થયા. તેમણે આગાર અને અણગાર ધર્મ ગ્રહણ કર્યા. ભગવાનના પ્રથમ પ્રવચનમાં જ ચારેય તીર્થ સ્થપાઈ ગયાં. નિર્વાણ ભગવાન આર્યજનપદમાં વિચરતા રહ્યા. લાખો-લાખો ભવ્ય લોકો તેમની અમૃત વાણીથી પ્રતિબોધ પામતા રહ્યા અને અંતે પોતાના આયુષ્યનો અંત નિકટ જોઈને સમ્મદ શિખર પર તેમણે એકસો ત્રણ મુનિઓ સહિત એક માસના અનશનમાં યોગોનો વિરોધ કરી, ચાર અઘાતિ-કર્મો (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર)નો ક્ષય કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર૦ગણધર - ૧૦૭ o કેવલજ્ઞાની - ૧૨,૦૦૦ ૦ મન:પર્યવ જ્ઞાની - ૧૦, ૩૦૦ ૦અવધિજ્ઞાની - ૧૦,૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિઘારી - ૧૬,૮૦૦ ૦ ચતુર્દશ પૂર્વી - ૨૩૦૦ ૦ચર્ચાવાદી - ૯૦૦ ૦ સાધુ - ૩,૩૦,૦૦૦ ૦ સાધ્વી - ૪, ૨૦,૦૦૦ શ્રાવક - ૨,૭૬,૦૦૦ તીર્થકરચરિત્ર [ ૭૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૦શ્રાવિકા - ૫,૦૫,૦૦૦ એક ઝલક૦માતા - સુસીમાં પિતા - ઘર ૦નગરી - કૌશામ્બી ૦વંશ - ઈક્વાકુ ચિહન - કમલ ૦વર્ણ - લાલ (રક્ત) ૦ શરીરની ઊંચાઈ - ૨૫૦ ધનુષ્ય ૦યક્ષ - કમલ ૦ યક્ષિણી - શ્યામાં ૦ કુમારકાળ - ૭.૫ લાખ પૂર્વ ૦ રાજ્યકાળ - ૧૬ પૂર્વાગ અધિક ૨૧.૫ લાખ પૂર્વ છદ્મસ્થકાળ - ૬ માસ ૦ કુલ દીક્ષાપર્યાય ૧૬ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ ૦ આયુષ્ય - ૩૦ લાખ પૂર્વ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર ચ્યવન પોષ વદ ૬ નવમો સૈવેયક ચિત્રા આસો વદ ૧૨ જન્મ ચિત્રા કૌશામ્બી દીક્ષા આસો વદ ૧૩ ચિત્રા કૌશામ્બી કેવળજ્ઞાન ચૈત્ર સુદ ૧૫ કૌશામ્બી ચિત્રા ચિત્રા નિર્વાણ સમેદશિખર કારતક વદ ૧૧ ભગવાન શ્રી પue [ ૭૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી સુપાર્શ્વનાથ S. .. તીર્થકર ગોત્રનો બંધ ઘાતકી ખંડદ્વીપની પૂર્વે મહાવિદેહની | ક્ષેમપુરી નગરીના રાજા નંદીસન પૂર્વજન્મોની 3 સાધનાથી અત્યંત અલ્પકર્મી હતા. વ્યાપક ભોગસામગ્રી મેળવવા છતાં તેઓ ર્દયથી અનાસક્ત હતા. સત્તાના ઉપયોગમાં તેમનું મન ક્યારેય ગોઠતું નહિ. તેઓ સત્તાથી અળગા થવા માટે ઉત્સુક રહેતા હતા. પોતાના ઉત્તરાધિકારીની યોગ્યતા જોઈ, તેને રાજ્ય સોંપીને તેમણે આચાર્ય અરિદમન પાસે શ્રમણત્વનો સ્વીકાર કર્યો. ઘોર તપ તથા સાધનાનાં વિશિષ્ટ સ્થાનોની વિશેષ સાધના કરી. અપૂર્વ કર્મનિર્જરા કરીને તીર્થંકરગોત્રનો બંધ કર્યો. ત્યાં આરાધક પદ પ્રાપ્ત કરી છઠ્ઠા સૈવેયકમાં દેવ બન્યા. જન્મ દેવત્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને ભરતક્ષેત્રની વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠસેનના ઘેર મહારાણી પૃથ્વીની કૂખે તેમનો જન્મ થયો. માતાને તીર્થકરત્વનાં સૂચક ચૌદ સ્વપ્નો આવ્યાં. રાજા પ્રતિષ્ઠસેનનો રાજમહેલ હર્ષોલ્લ થઈ ઊઠ્યો. નગરીમાં સર્વત્ર મહારાણીના ગર્ભની વાત ચાલી. ગર્ભકાળ સમાપ્ત થતાં જેઠ સુદ બારસની મધ્યરાત્રે બાળનો જન્મ થયો. ભગવાનના જન્મકાળમાં માત્ર દિશાઓ જ શાંત નહોતી, સમગ્ર વિશ્વ શાંત હતું. ક્ષણભર માટે સૌ આનંદિત તેમજ પુલકિત થઈ ઊઠ્યાં હતાં. રાજા પ્રતિષ્ઠસેને પુત્રપ્રાપ્તિના હર્ષમાં ખૂબ ધન વહેંચ્યું, યાચક-અયાચક સૌ કોઈ પ્રસન્ન હતા. જન્મોત્સવની અનેક વિધિઓ સંપન્ન કર્યા પછી નામકરણની વિધિ પણ સંપન્ન કરવામાં આવી. વિશાળ સમારોહમાં બાળકના નામની ચર્ચા ચાલી. રાજા પ્રતિષ્ઠસેને કહ્યું, જ્યારે આ બાળક ગર્ભમાં હતો ત્યારે તેની માતાનાં તીર્થકરચરિત્ર [ ૭૪ Page #93 -------------------------------------------------------------------------- ________________ બંને પાર્શ્વ (કટિપ્રદેશ) અત્યંત સુંદર લાગતાં હતાં. સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીનો કટિપ્રદેશ (કમર) અભદ્ર દેખાતો હોય છે. આ બાળક ગર્ભમાં રહેવા છતાં પ્રથમથી જ ખૂબ સુંદર દેખાતું હતું. તેથી બાળકનું નામ સુપાર્શ્વ રાખવું જોઈએ. સૌએ તે નામ પસંદ કર્યું. વિવાહ અને રાજ્ય પાંચ ધાય માતાઓ વડે પુત્રનું લાલનપાલન થવા લાગ્યું. નિર્વિઘ્નતાથી વૃદ્ધિ પામતાં પામતાં બાળકે ક્રમશઃ બાળપણ અને કિશોરાવસ્થા પસાર કર્યાં. ત્યારે રાજા પ્રતિષ્ઠસેને સમવયસ્ક રાજકન્યાઓ સાથે સુપાર્શ્વકુમારનાં લગ્ન કર્યાં. સમયપારખુ રાજાએ નિવૃત્ત થવાનો સમય આવેલો જાણીને પુત્રને રાજ્ય સોંપ્યું. તથા પોતે ઈન્દ્રિયગુપ્ત અણગારનાં ચરણોમાં સંયમી બની સાધનારત બન્યા. સુપાર્શ્વ હવે રાજા બની ચૂક્યા હતા. ધાયમાતાની જેમ તેઓ રાજ્યનું પાલન અંતરંગ વિરક્તિપૂર્વક કરવા લાગ્યા. તેમના રાજ્યમાં મોટે ભાગે અપરાધ સમાપ્ત થઈ ગયા હતા. લોકો આંતરિક વિગ્રહ ભૂલી ગયા હતા. વ્યક્તિગત સ્વાર્થ સમષ્ટિગત બની ચૂક્યો હતો. પાડોશી કેટલો સુખી છે એના מתווך ભગવાન શ્રી સુપાર્શ્વનાથD ૭૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપર પોતાની તૃપ્તિ નિર્ભર હતી. પ્રજાનાં દુઃખદર્દની વાત રાજા સુધી પહોંચે તે પહેલાં લોકો ભેગા મળીને તેનો ઉપાય કરી લેતા હતા. રાજા સુધી તો તેના સમાધાનની વાત જ મોટે ભાગે પહોંચતી હતી. રાજાને પણ પોતાના રાજ્યસંચાલન માટે સાત્વિક સંતોષ હતો. પ્રજામાં પરસ્પર એકાત્મકતાના પ્રાબલ્યથી સમગ્ર રાજ્ય પરિવાર જેવો બની રહ્યો હતો. દીક્ષા અવધિજ્ઞાન દ્વારા તેમણે પોતાનો દીક્ષાનો સમય નજીક જાણ્યો અને ઉત્તરાધિકારીને રાજ્યવ્યવસ્થા સોંપીને સ્વયં અલગ થઈ ગયા. લોકાંતિક દેવો દ્વારા ઔપચારિક પ્રતિબોધ પામીને રાજા સુપાર્શ્વ વર્ષીદાન દીધું. તેજસ્વી તેમજ શાંતસ્વભાવી સમ્રાટના દીક્ષાપ્રસંગે લોકોને વિરક્ત બનાવી દીધા. લોકો આ પ્રસંગથી પ્રેરણા પણ પામ્યા. જેઠ સુદ તેરસના દિવસે એક હજાર વ્યક્તિઓ સાથે તેઓ નગરના સહસ્રામ્ર ઉદ્યાનમાં પહોંચ્યા. દેવતા અને માણસોની ભારે ભીડ વચ્ચે તેમણે પંચમુષ્ટિ લોચ કર્યો અને સાવધ યોગોનો ત્યાગ કર્યો. દીક્ષિત થયા પછી નવ મહિના સુધી પ્રભુ છદ્મસ્થ રહ્યા. વિવિધ તપસ્યા તથા ધ્યાન દ્વારા મહાન કર્મનિર્જરા કરી તથા વિચરતા વિચરતા પુનઃ એ જ સહસ્રામ્ર ઉદ્યાનમાં પધાર્યા, મહા વદ છઠના દિવસે શુક્લ-ધ્યાનારૂઢ બનીને તેમણે ક્ષપક શ્રેણી મેળવી અને ક્રમશઃ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરીને સર્વજ્ઞ બની ગયા. દેવોએ કેવલમહોત્સવ ઉજવ્યો, સમવસરણની રચના કરી. પ્રભુના પ્રથમ પ્રવચનમાં હજારો હજારો સ્ત્રી પુરુષો એકત્ર થઈ ગયાં. ભગવાને દેશના આપી. ત્યાગ અને ભોગના માર્ગ ભિન્ન ભિન્ન બતાવ્યા. પ્રભુ પાસેથી તાત્ત્વિક વિવેચન સાંભળીને અનેક વ્યક્તિઓએ નિવૃત્તિ પંથ અપનાવ્યો. નિર્વાણ આર્યજનપદમાં અધ્યાત્મનો અદ્ભુત આલોક ફેલાવીને ભગવાને જ્યારે અંત સમય નજીક નિહાળ્યો ત્યારે પાંચસો મુનિઓ સહિત સમ્મેદશિખર પર ચડ્યા અને ત્યાં આજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસના અનશનમાં સઘળાં કર્મોનો ક્ષય કરીને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની ૦ મનઃ પર્યવજ્ઞાની ૦ અવધિજ્ઞાની - ૯૫ - ૧૧,૦૦૦ -૯,૧૫૦ - ૯,૦૦૦ તીર્થંકરચરિત્ર C_9 Page #95 -------------------------------------------------------------------------- ________________ - ૧૫,૩૦૦ - ૨૦૩૦ - ૮૪૦૦ - ૩,૦૦,૦૦૦ - ૪,૩૦,૦૦૦ - ૨,૫૭,૦૦૦ - ૪,૯૩,૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી ૦ચતુર્દશ પૂર્વી ૦ચર્ચાવાદી ૦ સાધુ ૦ સાધ્વી ૦શ્રાવક ૦શ્રાવિકા એક ઝલક ૦ માતા ૦ પિતા ૦નગરી ૦ વંશ ૦ ગોત્ર ચિહ્ન ૦વર્ણ ૦ શરીરની ઊંચાઈ ૦યક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦છદ્મસ્યકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ૦ચ્યવન શ્રાવણ વદ ૮ ૦જન્મ જેઠ સુદ ૧૨ ૦ દીક્ષા જેઠ સુદ ૧૩ ૦ કેવળજ્ઞાન મહા વદ ૬ નિર્વાણ મહા વદ ૭ - પૃથ્વી - પ્રતિષ્ઠસેન - વારાણસી - ઈસ્વાકુ - કાશ્યપ - સ્વસ્તિક - સુવર્ણ - ૨૦૦ ધનુષ્ય - માતંગ - શાંતા - ૫ લાખ પૂર્વ - ૨૦ પૂર્વાગ અધિક ૧૪ લાખ પૂર્વ - ૯ માસ - ૨૦ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ - ૨૦ લાખ પૂર્વ સ્થાન છઠોરૈવેયક વારાણસી વારાણસી વારાણસી સન્મેદશિખર નક્ષત્ર અનુરાધા વિશાખા વિશાખા વિશાખા મૂલ ભગવાન શ્રી ચંદ્રપ્રભ પ્રભુ ! ) Page #96 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ચંદ્રપ્રભ પ્રભુ O તીર્થંકર ગોત્રનો બંધ અનેક જન્મોની સન્ક્રિયાના ફળ સ્વરૂપ ઘાતકી ખંડના પૂર્વવિદેહ ક્ષેત્રની મંગલાવતી વિજયની રત્નસંચયા નગરીના રાજા પદ્મના ભવમાં ચંદ્ર પ્રભુને ધર્મપ્રેરણાનો સુંદર યોગ મળ્યો હતો. શહેરમાં સાધુઓનું આવવા-જવાનું વિશેષ રહેતું હતું. ધર્મની પ્રેરણા સામાન્ય રીતે ધર્મગુરુ સાપેક્ષ જ હોય છે. તેઓ જે ગામ, નગરમાં જાય છે, ત્યાં જ ધર્મની ગંગા સતત પ્રવાહિત રહે છે. ધર્મગુરુઓના અભાવે ધર્મની પ્રે૨ણા લુપ્ત થઈ જાય છે, પછી સામૂહિક સાધના દુર્લભ બની જાય છે. તે રત્નસંચયાના લોકો આ બાબતે ભાગ્યશાળી હતા. તેમને સાધુસંતોની પ્રેરણા સતત મળતી રહેતી હતી. યુગંધરમુનિ પાસે રાજા પદ્મ દીક્ષિત થયા. તપસ્યાની સાથે તેઓ વૈયાવૃત્ય પણ કરવા લાગ્યા. વીસ સ્થાનોની તેમણે વિશેષ સાધના કરી. પૂર્વકૃત કર્મોનો ક્ષય કર્યો. તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે અનશન પૂર્વક આરાધક પદ પ્રાપ્ત કરીને અનુત્તર લોકના વિજય વિમાનમાં દેવત્વ પ્રાપ્ત કર્યું. જન્મ દેવત્વનું આયુષ્ય ભોગવ્યા પછી ભગવાન ચંદ્રપ્રભનો જીવ સ્વર્ગથી ચ્યવન પામીને ચંદ્રપુરીના રાજા મહાસેનની રાણી લક્ષ્મણાદેવીની પવિત્ર કૂખે અવતરિત થયો. માતા લક્ષ્મણાએ ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. સવારે સ્વપ્નશાસ્ત્રીઓએ જણાવ્યું કે તીર્થંકર અવતરિત થયા છે. મહારાણી ગર્ભાવસ્થામાં ખૂબ સાવધાની રાખવા લાગ્યાં. તેમણે પોતાનું ખાવા-પીવાનું, બોલવાનું, ઊઠવા તથા બેસવાનું વગેરે સંયમપૂર્વક ક૨વા માંડ્યું. વધારે હસવાનું, વધારે બોલવાનું, ઝડપથી બોલવાનું, ગુસ્સો કરવાનું વગેરે પ્રયત્નપૂર્વક બંધ કરી દીધું. અત્યંત મિષ્ટ, અત્યંત તીખું ભોજન પણ સર્વથા છોડી દીધું. તીર્થંકરચરિત્ર - T ७८ Page #97 -------------------------------------------------------------------------- ________________ આમ સજગતાપૂર્વક પ્રતિપાલન કરતાં કરતાં ગર્ભકાળ સમાપ્ત થયો. માગસર વદ અગિયારસની રાત્રે ભગવાનનો મંગલમય પ્રસવ થયો. પ્રસવની પુનિત વેળાએ ચોસઠ ઈદ્રોએ એકત્રિત થઈને ઉત્સવ ઉજવ્યો. સુમેરુ પર્વત ઉપર પાંડુક વનમાં તેઓ બાળકને લઈ ગયા, તેના નવજાત શરીર પર જલાભિષેક કર્યો. અભિષેક પછી બાળકને પાછો માતાની ગોદમાં લાવીને મૂકી દીધો. રાજ મહાસેનને પુત્રજન્મની જ્યારે વધામણી મળી, ત્યારે વધાઈ આપનારને રાજાએ રાજ્ય-ચિહ્ન ઉપરાંત શરીર ઉપરથી સઘળાં કીમતી આભૂષણો ઉતારીને આપી દીધાં. સમગ્ર રાજ્યમાં પુત્રના જન્મનો મહોત્સવ ઉજવવામાં આવ્યો. અગિયાર દિવસ સુધી રાજાએ યાચકો માટે ભંડારો ખુલ્લા મૂક્યા. જે આવે તેને ઉમળકાથી દાન આપ્યું. રાજની આ ઉદાર વૃત્તિથી લોકો પ્રસન્ન થયા. નામકરણ ઉત્સવ માટે લોકો દૂર દૂરથી આવ્યા. નિશ્ચિત સમયે પુત્રને લઈને માતા લક્ષ્મણા આયોજિત સ્થળે પહોંચ્યાં. લોકો બાળકને જોઈને સ્તબ્ધ થઈ ગયા. જાણે આકાશમાંથી ચંદ્રમા ઊતરી ન આવ્યો હોય ! નામકરણના સંદર્ભમાં ગર્ભકાળની વિશેષ ઘટના વિષે પૂછવામાં આવ્યું ત્યારે રાજા મહાસેને કહ્યું, તેના ગર્ભકાળમાં મહારાણીને ચંદ્રમાને પીવાનો દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થયો હતો, જે મેં પૂર્ણ કર્યો હતો. બાળકના શરીરનું તેજ પણ ચંદ્ર જેવું છે, તેથી બાળકનું નામ ચંદ્રપ્રભ જ રાખવું જોઈએ. ઉપસ્થિત સૌકોઈએ તેનું નામ ચંદ્રપ્રભ રાખ્યું. વિવાહ અને રાજ્ય ત્રિજ્ઞાનધારી (મતિ, શ્રુત, અવધિ) ચંદ્રપ્રભને ગુરુકુળમાં દીક્ષાની અપેક્ષા નહોતી. કોઈપણ તીર્થંકર ગુરુકુળમાં અભ્યાસ કરતા નથી. તેઓ સૌ ત્રણે જ્ઞાનના ધારક હોય છે. ભોગસમર્થ થતાં જ માતા-પિતાએ અનેક રાજકન્યાઓ સાથે ચંદ્રપ્રભ કુંવરનો વિવાહ કરી દીધો. રાજ મહાસેને પોતાની નિવૃત્તિનો અવસર સમજીને રાજ્યસંચાલનની જવાબદારી ચંદ્રપ્રભને સોંપી અને પોતે સાધનાપથના પથિક બની ગયા. સમ્રાટ ચંદ્રપ્રભે પોતાના જનપદનું કુશળ સંચાલન કર્યું. તેમના રાજ્યકાળમાં સમૃદ્ધિ સતત વધતી રહી. લોકો પહેલાં કરતાં વિશેષ સમૃદ્ધ તેમજ બાહ્ય જોખમોથી મુક્ત બન્યા. દીક્ષા ભોગ્ય કર્મોનો ભોગ સમાપ્ત થતાં. ભગવાને પોતાના પુત્રને ઉત્તરાધિકાર સોંપીને વર્ષીદાન દીધું. દૂર દૂરથી લોકો પ્રભુના હાથે દાન લેવા ભગવાન શ્રી ચંદ્રપ્રભ પ્રભુ ! ૭૯ Page #98 -------------------------------------------------------------------------- ________________ માટે આવ્યા. સંસારિક વૈભવના ઉત્કર્ષ વચ્ચે રાજા ચંદ્રપ્રભના મનમાં ઉત્પન્ન વૈરાગ્ય લોકો માટે વિસ્મયનો વિષય બન્યો હતો. નિર્ધારિત તિથિ માગસર વદ તેરસના દિવસે એકહજાર વિરક્ત વ્યક્તિઓ સહિત રાજા ચંદ્રપ્રભે અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. પ્રભુના દીક્ષા મહોત્સવમાં ચોસઠ ઈદ્ર એકત્રિત થયા. એ દિવસે ભગવાનને છઠની તપસ્યા હતી. બીજા દિવસે પદ્મખંડ નગરના રાજા સોમદત્તના ત્યાં પરમાન (ખીર) વડે તેમણે પ્રથમ પારણું કર્યું. ત્રણ માસ સુધી તેઓ છદ્મસ્થ કાળમાં વિચરતા રહ્યા. વિવિધ અભિગ્રહ તથા વિવિધ તપ વડે આત્માને નિખારતા રહ્યા. મહા વદ સાતમના દિવસે તેઓ દીક્ષા સ્થળ સહસ્ત્રાપ્ર વનમાં પધાર્યા. તે દિવસે ત્યાં જ પ્રિયંગુ વૃક્ષ નીચે પ્રભુને ઘાતિક કર્મક્ષય થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવલમહોત્સવ પછી વિશાળ જનસભામાં ભગવાને પ્રથમ દેશના આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. નિર્વાણ ભગવાન ચંદ્રપ્રભે લાખો લોકોનો ઉદ્ધાર કર્યો. જીવનનો અંત નજીક નિહાળીને એક હજાર સર્વજ્ઞ મુનિઓ સહિત સમેદશિખર પર ચડ્યા અને અનશન કર્યું. એક માસના અનશનમાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરીને તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર૦ગણધર - ૯૩ ૦ કેવળજ્ઞાની - ૧૦,૦૦૦ ૦ મન:પર્યવજ્ઞાની - ૮,000 ૦ અવધિજ્ઞાની - ૮,૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૪,૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી - ૨,૦૦૦ ૦ચર્ચાવાદી - ૭,00 ૦ સાધુ - ૨,૫૦,૦૦૦ ૦ સાધ્વી - ૩,૮૦,૦૦૦ ૦ શ્રાવક - ૨,૫૦,૦૦૦ શ્રાવિકા - ૪,૯૧,૦૦૦ તીર્થકરચરિત્ર [ ૮૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક૦ માતા - પણ, પિતા - મહાસેન ૦નગરી - ચંદ્રપુરી ૦વંશ - ઇક્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ ૦ચિહ્ન - ચંદ્રમાં ૦વર્ણ - શ્વેત ૦ શરીરની ઊંચાઈ - ૧૫૦ ધનુષ્ય ૦ યક્ષ - વિજય ૦ યક્ષિણી – ભૂકુટિ ૦ કુમારકાળ - ૨.૫ લાખ પૂર્વ ૦ રાજ્યકાળ - ૨૪ પૂર્વાગ અધિક ૬.૫ લાખ પૂર્વ ૦૭મસ્થ કાળ - ૩ માસ ૦ કુલ દીક્ષાપર્યાય - ૨૪ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ ૦ આયુષ્ય - ૧૦ લાખ પૂર્વ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર ચ્યવન ફાગણ વદ ૫ વૈજયન્ત અનુરાધા જન્મ માગસર વદ ૧૧ ચન્દ્રપુરી અનુરાધા દીક્ષા માગસર વદ ૧૩ ચન્દ્રપુરી અનુરાધા કેવળજ્ઞાન મહા વદ ૭ ચન્દ્રપુરી અનુરાધા નિર્વાણ શ્રાવણ વદ ૭. સન્મેદશિખર શ્રવણ ભગવાન શ્રી ચંદ્રપ્રભ પ્રભુ ૮૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી સુવિધિનાથ | તીર્થકર ગોત્રનો બંધ અર્ધપુષ્કરદ્વીપની પૂર્વે વિદેહની પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિનીના સમ્રાટ | મહાપા રાજા હોવા છતાં સાત્વિક પ્રકૃતિ ધરાવતા હતા. સત્તા મેળવીને પણ તેઓ | અહંકારથી અલગ રહ્યા હતા. રાજકીય વૈભવ અને રાણીઓના સંયોગમાં રહેવા છતાં તેઓ વાસનાસિક્ત નહોતા. યોગ્ય સમયે રાજાએ પુત્રને રાજ્ય સોંપ્યું. અને પોતે જગનંદ મુનિ પાસે ષટ્કાયિક જીવોના રક્ષક બની ગયા. વિવિધ આસનોમાં ધ્યાન અને સ્વાધ્યાયમાં ઓતપ્રોત થઈ ગયા. મૈત્રી, કરુણા, પ્રમોદ વગેરે ભાવનાઓથી તેમણે પોતાને ભાવિત કરી લીધા. આ સઘળી ઉપાસનાઓ દ્વારા મહાન કર્મનિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે અનશન કરીને તેમણે આરાધક પદ પામીને વૈજયંત વિમાનમાં અહમિન્દ્ર પદ પ્રાપ્ત કર્યું. જન્મ તેત્રીસ સાગરોપમ દેવત્વને ભોગવીને ભગવાનનો જીવ કાલિંદી નરેશ સુગ્રીવની મહારાણી રામાદેવીની કૂખે અવતરિત થયો. મહારાણી રામાદેવીએ ચૌદ સ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓએ તીર્થંકર પૈદા થશે એવી ઘોષણા કરી. સમગ્ર રાજ્યમાં ઉત્સાહનું વાતાવરણ પ્રસરી ગયું. ક્યારે તીર્થંકર દેવનો જન્મ થાય તે જાણવા માટે સૌ ઉત્સુક બન્યાં. ગર્ભકાળ સમાપ્ત થતાં કારતક વદ પાંચમની રાત્રે પીડારહિત પ્રસવ થયો. ભગવાનના જન્મકાળથી સમગ્ર વિશ્વ આનંદમય થઈ ઊઠ્યું. રાજા સુગ્રીવ પુત્રપ્રાપ્તિથી અત્યધિક હર્ષવિભોર હતા. આજે તેઓ પોતાને સૌથી અધિક સુખી, સૌથી અધિક સમૃદ્ધ, સૌથી અધિક ભાગ્યશાળી માનતા હતા. તીર્થકરચરિત્ર [ ૮૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર રાજ્યમાં ઉત્સાહ હતો. રાજ્યના પ્રત્યેક ઘરમાં રાજકીય ઉત્સવ ઉજવવામાં આવ્યો. ઘેર ઘેર લીંપણ-ગૂંપણ અને દીવડાઓ વડે સમગ્ર નગર અલૌકિક આભાથી ઝળહળી ઊઠ્યું. નામકરણના દિવસે રાજાએ વિરાટ આયોજન કર્યું. સૌને પ્રીતિ ભોજન કરાવ્યું. પરિવારના વૃદ્ધ પુરુષોએ ગર્ભકાળમાં ઘટિત વિશેષ ઘટનાઓ વિષે પૂછ્યું જેથી નામ પાડવામાં સુવિધા રહે. રાજાએ કહ્યું, “ગર્ભકાળમાં તેની માતા પ્રત્યેક વિધિની જાણકાર બની ગઈ હતી. મને પોતાને આશ્ચર્ય થાય છે કે જ્યારેપણ મહેલમાં કોઈ ચર્ચા થતી કે અમુક કાર્ય કેવી રીતે કરવું, અમુક વસ્તુ કેવી રીતે બનાવવી ત્યારે મહારાણી કેવું તત્કાળ સમાધાન આપી દેતાં હતાં ! તેમણે બતાવેલી વિધિ પ્રમાણે તે કાર્ય સ્વાભાવિક રીતે નિષ્પન્ન થઈ જતું હતું. મારી દષ્ટિએ તે ગર્ભનો જ પ્રભાવ હતો. તેથી તેનું નામ સુવિધિકુમાર રાખવું એ જ યોગ્ય ગણાશે. બીજી પણ એક ઘટના છે. તેના ગર્ભકાળ દરમિયાન મહારાણીને પુષ્પોનો દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થયો હતો. તેથી તેનું બીજું નામ પુષ્પદંત પણ રાખી શકાય.” સૌએ બાળકને તે બંને નામ આપ્યાં. બાળક સુવિધિકુમાર જ્યારે યુવક બન્યા, ત્યારે માતા-પિતાએ સુસંસ્કારિત રાજકન્યાઓ સાથે તેમનો વિવાહ કર્યો. ગાંધર્વદેવોની જેમ પંચેન્દ્રિય સુખ ભોગવતાં ભોગવતાં તેઓ ભોગાવલી કર્મો હળવા થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. રાજા સુગ્રીવે સુવિધિકુમારને રાજ્યપદ સોંપીને નિવૃત્તિનો માર્ગ ગ્રહણ કર્યો. સુવિધિકુમાર રાજા બન્યા તથા વ્યવસ્થા સંચાલનની મોટાભાગની જવાબદારી નિર્લિપ્ત ભાવે નિભાવવા લાગ્યા. તેમના રાજ્યમાં સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય હતું. લોકો પરમ સુખી હતા. દીક્ષા ભોગાવલી કર્મો ભોગવી લીધા બાદ ભગવાન દીક્ષા માટે તત્પર થયા. લોકાંતિક દેવોના આગમન પછી ભગવાને વર્ષીદાન દીધું. એક હજાર વિરક્ત વ્યક્તિઓ સહિત ભગવાને છઠની તપસ્યામાં દીક્ષા ગ્રહણ કરી. બીજા દિવસે રાજા પુષ્પકના ઘેર ખીર દ્વારા પારણું કર્યું. છાસ્થ કાળમાં ભગવાન સુવિધિ એકાંત અને મૌન સાધના વડે પોતાને સાધવા લાગ્યા. વિચરતા વિચરતા તેઓ પુનઃ કાકંદી નગરીમાં પધાર્યા. ત્યાં જ શાલ વૃક્ષની નીચે ક્ષપક શ્રેણી મેળવી. ધાતિક કર્મોનો ક્ષય કર્યો અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. તે દિવસે પણ તેમને છઠની તપસ્યા હતી. દેવોએ જ્ઞાનોત્સવ ઉજવ્યો. ભગવાને પ્રવચન આપ્યું. પ્રથમ દેશનામાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ ગઈ. ભગવાન શ્રી સુવિધિનાથ | ૮૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાય (અવસ્થા)માં ભગવાન સુવિધિનાથ આર્યજનપદમાં વિચરતા રહ્યા. અંતે એક હાર કેવલી સંતો સાથે સન્મેદશિખર પર આરૂઢ થયા, અનશન કર્યું. તથા શ્રાવણ વદ નોમના દિવસે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. તીર્થવિચ્છેદ ભગવાન ઋષભથી માંડીને સુવિધિનાથ પ્રભુ સુધી જૈન કાળગણના અનુસાર ઘણો સમય વીતી ચૂક્યો હતો. છતાં ક્યારેય તીર્થ પ્રવચન વિચ્છેદ થયો નહોતો. સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ તથા પ્રવચનનો અભાવ થયો નહોતો. જો કે ખાસ ઉમેરો થતો નહોતો, છતાં સર્વથા અભાવ ક્યારેય નહોતો થયો. કાળનો દોષ કહો કે નિયતિનું ચક્ર સમજે, ભગવાન સુવિધિના નિર્વાણના થોડાક જ સમય પછી તીર્થ વિચ્છેદ થઈ ગયો. ઇતર લોકોનો પ્રભાવ એટલો બધો વધ્યો કે મૂળ તત્ત્વ પ્રત્યેની આસ્થા ખતમ થઈ ગઈ. આ ક્રમ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથની પૂર્વ સુધી રહ્યો. જ્યારે જ્યારે તીર્થકર થતા, તીર્થ ચાલતું, ત્યારે ત્યારે તેમના નિર્વાણ પછી ક્રમશઃ ક્ષીણ થઈને વિચ્છેદ થઈ જતો. આ અવસર્પિણીમાં થનારાં દશ આશ્ચર્યો પૈકી તેને પણ એક આશ્ચર્ય માનવામાં આવે છે. પ્રભુનો પરિવાર૦ગણધર - ૮૮ ૦ કેવળજ્ઞાની - ૭૫૦૦ ૦ મન:પર્યવજ્ઞાની - ૭૫૦૦ ૦ અવધિજ્ઞાની - ૮૪૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૩,૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી - ૧૫૦૦ ૦ચર્ચાવાદી - દ000 ૦ સાધુ - ૨,૦૦,૦૦૦ ૦ સાધ્વી - ૧,૨૦,૦૦૦ ૦શ્રાવક - ૨,૨૯,૦૦૦ ૦શ્રાવિકા - ૪,૭૧,૦૦૦ તીર્થકરચરિત્ર [ ૮૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૦ માતા ૦ પિતા. - રામાદેવી સુગ્રીવ - કાકંદી ઇક્વાકુ કાશ્યપ - મગર - શ્વેત ૦નગરી ૦વંશ ૦ગોત્ર ૦ ચિહ્ન ૦વર્ણ ૦ શરીરની ઊંચાઈ ૦ યક્ષ ૦યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦૭મસ્થ કાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ૦ચ્યવન મહા વદ ૯ ૦જન્મ કારતક વદ ૫ ૦દીક્ષા કારતક વદ : ૦ કેવળજ્ઞાન કારતક સુદ ૩ નિર્વાણ શ્રાવણ વદ ૯ - ૧૦૦ ધનુષ્ય - અજિત - સુતારા - ૫૦ હજાર પૂર્વ - ૨૮ પૂર્વાગ અધિક ૫૦ હજાર પૂર્વ - ૪ માસ - ૨૮ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ - ૨ લાખ પૂર્વ નક્ષત્ર મૂળ મૂળ સ્થાન વૈજયંત કાનંદી કાનંદી કાકંદી સન્મેદશિખર મૂળ ભગવાન શ્રી સુવિધિનાથ [ ૮૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ ક ભગવાન શ્રી શીતલનાથ ! તીર્થકર ગોત્રનો બંધ અર્ધપુષ્કરદ્વીપની વજ વિજયની સુસીમા નગરીના રાજા પદ્મોત્તર માનવીય ગુણોથી સભર હતા. તેમણે પોતાના રાજ્યમાં એવી વ્યવસ્થા કરી કે સૌ આત્મસમ્માનભર્યું જીવન જીવી શકે. તેમના | રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ પરમખાપેક્ષી નહોતી. સૌને પુરુષાર્થમાં વિશ્વાસ હતો. વ્યવસ્થા પણ - એવી હતી કે પુરુષાર્થ કરનાર વ્યક્તિ આનંદથી પોતાનું પેટ ભરી શક્તી હતી. બેકારીના અભાવે અપરાધોનો પણ અભાવ હતો. લોકો સાત્વિક તેમજ શાલીન જીવન વિતાવતા હતા. રાજા પદ્મોત્તરે પોતાના પુત્રને રાજ્યસંચાલન માટે યોગ્ય જાણીને તેનો રાજ્યાભિષેક કર્યો અને પોતે “સ્રસ્તાધ” આચાર્ય પાસે મુનિદીક્ષા ગ્રહણ કરી લીધી. મુનિસંઘની પરિચય તેમજ ઘોર તપસ્યા તેમની કર્મનિર્જરાનાં મુખ્ય સાધન બન્યાં. બીમાર તેમજ અક્ષમ સાધુઓના આધાર બનવાને કારણે તેમની મહાન કર્મનિર્જરા થઈ. સાથોસાથ તીર્થંકર ગોત્રનો બંધ પણ થયો. અંતે અનશન કરીને તેમણે સમાધિમરણ મેળવ્યું તથા પ્રાણત સ્વર્ગમાં દેવ બન્યા. જન્મ વીસ સાગરનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને આર્યજનપદના ભદિલપુર નગરમાં રાજ દઢરથની મહારાણી નંદાદેવીની કૂખે તેઓ અવતરિત થયા. સંસારમાં જન્મ લેનારા સર્વશ્રેષ્ઠ અને પરમાધમ લોકો છાના રહેતા નથી. માતાને આવેલાં ચૌદ મહાસ્વપ્નો થકી સૌને ખબર પડી કે મહાપુરુષનો જન્મ થવાનો છે. લોકોના દિલમાં ભારે ઉમંગ હતો. સૌ પ્રભુના જન્મની પ્રતીક્ષા કરતાં હતાં. ગર્ભકાળની પરિસમાપ્તિ થતાં કારતક વદ બારસની મધ્ય રાત્રે નિર્વિજ્ઞતાપૂર્વક ભગવાનનો જન્મ થયો. ભગવાનના જન્મથી વિશ્વનો પ્રત્યેક તીર્થકરચરિત્ર [ ૮૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ કણ પુલકિત થઈ ઊઠ્યો. સમગ્ર રાજ્યમાં જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણના દિવસે પ્રીતિ ભોજનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું. બાળકને આશીર્વાદ આપ્યા પછી તેના નામ અંગે ચર્ચા શરૂ થઈ. રાજા દઢરથે કહ્યું, “થોડાક મહિના પહેલાં મારા શરીરમાં દાહ-જ્વર ઉત્પન્ન થયો હતો. સમગ્ર શરીરમાં બળતરા હતી. ઔષધિનો કોઈ પ્રભાવ પડતો નહોતો. અનાયાસે રાણીના હાથનો સ્પર્શ મારા શરીરને થયો અને તરત શરીરમાં શીતળતાનો અનુભવ થયો. ત્યાર બાદ ક્રમશઃ બીમારી સમાપ્ત થતી ગઈ. તેથી બાળકનું નામ શીતલકુમાર રાખવું જોઈએ. સૌએ બાળકનું એ જ નામ પાડ્યું. અત્યંત લાડકોડથી તેનું લાલનપાલન થવા લાગ્યું. યુવાવસ્થામાં રાજ દઢરથે અનેક રાજકન્યાઓ સાથે શીતલકુમારનાં લગ્ન કર્યા. કાલાંતરે રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કરી જિતેન્દ્રિય મુનિઓ પાસે શ્રમણત્વનો સ્વીકાર કર્યો. * * = ક SITES ભગવાન શીતલનાથે રાજા બનીને સૌને શીતલ બનાવી દીધાં. કોઈનામાં ઉત્તપ્તિ રહી નહિ. તેમના શાસનકાળમાં લોકોની ભૌતિક મનોકામના સારી રીતે પૂર્ણ થઈ. તેથી લોકોનાં હૃય તેમના પ્રત્યે અધિક આસ્થાવાન બની ગયાં. ભગવાન શ્રી શીતલનાથ [ ૮૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા અવધિજ્ઞાન વડે પોતાની દીક્ષાનો સમય નજીક સમજીને ભગવાને યુવરાજને રાજ્યભાર સોંપ્યો અને વર્ષીદાનનો આરંભ કર્યો. રાજા દ્વારા વૈભવપૂર્ણ જીવન છોડીને વિરક્ત બનવાના પ્રેરકવૃતાંત્તે અનેક સંપન્ન વ્યક્તિઓને ભોગોથી વિરક્ત બનાવી દીધી. એક હજાર વ્યક્તિ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ચૂકી હતી. પોષવદ બારસના દિવસે પ્રભુ ચંદ્રપ્રભા નામની શિબિકા (સુખપાલિકા)માં બેસીને સહસ્રામ્ર ઉદ્યાનમાં પહોંચ્યા. પંચમુષ્ટિ લોચ કર્યો. સુરેન્દ્રો અને માણસોની ભારે ભીડની હાજરીમાં સાવધ યોગોનો ત્યાગ કરી તેમણે સાધુત્વ સ્વીકાર્યું. દીક્ષાના બીજા દિવસે ચૌવિહાર છઠ્ઠનું પારણું તેમણે નજીકના નગર અરિષ્ટપુરના મહારાજા પુનર્વસુને ત્યાં કર્યું. દેવોએ ભગવાનના પ્રથમ પારણાનો ઉત્સવ ઉજવ્યો. નિઃસ્પૃહ વૃત્તિથી વિહાર કરતા કરતા શીતલપ્રભુ પોતાની ચર્યાને વિશેષ સમુજ્જવળ બનાવતા રહ્યા. ત્રણ માસ પછી તેઓ ફરીથી સહસ્રામ્ર ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં જ તેમને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ. કેવલમહોત્સવ પછી દેવોએ સમવસરણની રચના કરી. ભગવાને પ્રથમ પ્રવચનમાં સાધુત્વ અને શ્રાવકત્વ વિષે વિસ્તારથી સમજ આપી અને પ્રેરણા પણ આપી. અનેક વ્યક્તિઓએ સાધનાપથનો સ્વીકાર કર્યો. નિર્વાણ લાખો ભવ્યજનોનો ઉદ્ધાર કરતાં કરતાં પ્રભુએ જ્યારે આયુષ્યકર્મ સ્વલ્પ જાણ્યું ત્યારે એક હજાર કેવલીમુનિઓ સહિત સમ્મેદશિખર પર આજીવન અનશન વ્રત સ્વીકારી લીધું. ભવોપગ્રાહી અઘાતી કર્મોનો ક્ષય કરીને એક લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલી જ્ઞાન ૦ મનઃ પર્યવજ્ઞાની ૦ અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી ૦ ચતુર્દશ પૂર્વી ૦ચર્ચાવાદી ૦ સાધુ - ૮૧ - ૭૦૦૦ - ૭૫૦૦ - ૭૨૦૦ - ૧૨,૦૦૦ - ૧૪૦૦ - ૫૮૦૦ - ૧,૦૦,૦૦૦ તીર્થંકરચરિત્ર - ૮૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૦ સાધ્વી શ્રાવક શ્રાવિકા એક ઝલક ૦માતા પિતા ૦નગરી વંશ ૦ ગોત્ર ચિહ્ન ૦વર્ણ ૦ શરીરની ઊંચાઈ ૦૫ક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦રાજ્યકાળ છદ્મસ્થકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક અવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ - ૧;૦૬,૦૦૦ - ૨,૮૯,૦૦૦ - ૪,૫૮,૦૦૦ તિથિ ચૈત્ર વદ ૬ પોષ વદ ૧૨ પોષ વદ ૧૨ માગસર વદ ૧૪ ચૈત્ર વદ ૨ - નંદાદેવી - દૃઢ૨થ - ભદિલપુર - ઇક્ષ્વાકુ કાશ્યપ – શીવત્સ - સુવર્ણ - - ૯૦ ધનુષ્ય - બ્રહ્મા - અશોકા - ૨૫ હજાર પૂર્વ - ૫૦ હજાર પૂર્વ - ૩ માસ - ૨૫ હજાર પૂર્વ - ૧ લાખ પૂર્વ નક્ષત્ર પ્રાણત પૂર્વાષાઢા ભદ્દિલપુર પૂર્વાષાઢા ભદ્દિલપુર પૂર્વાષાઢા પૂર્વાષાઢા ભદ્દિલપુર સમ્મેદશિખર પૂર્વાષાઢા સ્થાન ભગવાન શ્રી શીતલનાથ T ૮૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ [9 / ચન ની યોના ] ભગવાન શ્રી શ્રેયાંસનાથ S તીર્થકર ગોત્રનો બંધ અર્ધપુષ્કરદ્વીપની પૂર્વ મહાવિદેહના |કચ્છવિજયની ક્ષેમા નગરીમાં રાજા નલિની ગુલ્મ રાજ્યવૈભવ પામવા છતાં બેચેન રહેતા હતા. સઘળું મેળવ્યા છતાં તેમને ખાલીપાનો અનુભવ થતો હતો. આજે તો છે, પરંતુ કાલે શું રહેશે, એવી ચિંતા તેમને સતત પજવતી હતી. જીવનમાં Jસ્થાયી શાંતિ મળે તે માટે તેમણે રાજ્યનો ત્યાગ કર્યો. વજદંત મુનિ પાસે પોતે દીક્ષિત થયા તીવ્ર તપ કર્યું અને પરમ અધ્યાત્મ ભાવ દ્વારા કર્મોની ઉત્કૃષ્ટ નિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. ત્યાંથી પંડિતમરણ પામીને તેઓ મહાશુક્ર સ્વર્ગમાં દેવ બન્યા. کنم وعده દેવાયુ સંપૂર્ણ ભોગવીને આર્યજનપદની સમૃદ્ધ નગરી સિંહપુરના નરેશ વિષ્ણુદેવની મહારાણી વિષ્ણુદેવીની કૂખે તેઓ અવતરિત થયા. મહારાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોથી સૌને જાણ થઈ ગઈ કે તેમને ત્યાં ભુવનભાસ્કરનો ઉદય થઈ રહ્યો છે. આ સ્વપ્નો અસાધારણ છે. તેને નિહાળનાર માતા તીર્થકર અથવા ચક્રવર્તીને જન્મ આપે છે. ગર્ભકાળ સમાપ્ત થતાં સુખપૂર્વક મહા વદ બારસના દિવસે પ્રભુનો જન્મ થયો. રાજા વિષ્ણુએ દેવેન્દ્રોના ઉત્સવ પછી અદમ્ય ઉત્સાહથી જન્મોત્સવ ઉજવ્યો. યાચકોને જીવનભર માટે અયાચક બનાવી દીધા. રાજ્યનાં કેદખાનાં ખાલી કરી દેવામાં આવ્યાં. ઘેર ઘેર ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું. નામકરણના દિવસે રાજ વિષ્ણુએ ઉપસ્થિત લોકોને કહ્યું કે, “છેલ્લા નવ મહિનાથી રાજ્યમાં દરેક પ્રકારનાં શ્રેયસ્કર કાર્યો થયાં છે. રાજવંશ માટે પણ આ મહિનાઓ શ્રેયસ્કર બની રહ્યા છે. લોકો માટે પણ ચારેતરફ મંગલમય વાતાવરણ રહ્યું છે. તેથી બાળકનું નામ શ્રેયાંસ રાખવું જોઈએ. સૌ તીર્થકરચરિત્ર [ ૯૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ લોકોએ બાળકનું નામ શ્રેયાંસકુમાર પાડ્યું. રાજા વિષ્ણુએ શ્રેયાંસકુમાર જ્યારે યુવાવસ્થામાં આવ્યા ત્યારે અનેક સુયોગ્ય રાજ્યકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તેમજ આગ્રહપૂર્વક રાજ્યાભિષેક કર્યો. શ્રેયાંસકુમારે રાજા બન્યા પછી સુચારુ રૂપે રાજ્યનું સંચાલન સંભાળ્યું. તેમના રાજ્યકાળમાં લોકો અનૈતિક કાર્યોથી દૂર રહેવા લાગ્યા. વ્યવસ્થા એવી કરવામાં આવી કે અનૈતિક બનવાનો કોઈને પ્રસંગ જ રહે નહિ. દીક્ષા ચારિત્ર મોહનીય કર્મનો પ્રબળ ક્ષયોપશમ નજીક સમજીને પ્રભુએ પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપી દઈને વર્ષીદાન દીધું. શ્રેયાંસ પ્રત્યે આસ્થા રાખનાર લોકો તેમની વિરક્તિ જોઈને વિરક્ત થઈ ગયા અને તેમની સાથે દીક્ષા લેવા તત્પર થઈ ઊઠ્યા. નિશ્ચિત તિથિ મહા વદ તેરસના દિવસે પ્રભુ સુખપાલિકા ઉપર બેસીને જનસમૂહસહિત ઉદ્યાનમાં આવ્યા, પંચમુષ્ટિ લોચ કર્યો તથા અશોક વૃક્ષ નીચે એક હજાર દીક્ષાર્થી વ્યક્તિઓ સાથે સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. બીજા દિવસે સિદ્ધાર્થપુર નગરમાં રાજા નંદને ત્યાં ૫૨માન્ન (ખી૨) વડે પા૨ણું કર્યું. બે માસ સુધી પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં વિચરતા રહ્યા. પરીષહો સહન કરતાં કરતાં તેમણે ધ્યાન અને સ્વાધ્યાય વડે કર્મોની મહાન નિર્જરા કરી. પોષ વદ અમાસના દિવસે શુક્લ ધ્યાન દ્વારા ક્ષપક શ્રેણી મેળવી, ઘાતી કર્મોનો ક્ષય કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું. પ્રથમ પ્રવચનમાં તીર્થની સ્થાપના થઈ ગઈ, મોટી સંખ્યામાં લોકોએ સાધુ-શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યાં. આર્યજનપદમાં પ્રભાવ આર્યજનપદમાં ભગવાન શ્રેયાંસનો ધાર્મિક પ્રભાવ અભૂતપૂર્વ હતો. જનપદના અમીર અને ગરીબ લોકોમાં તેઓ એકસરખી આસ્થાના કેન્દ્ર હતા. તત્કાલીન રાજાઓ ઉપર પણ તેમનો પ્રભાવ અમિટ હતો. એક વખત ભગવાન શ્રેયાંસનાથ ફરતા ફરતા પોતનપુર પધાર્યા. ઉદ્યાનમાં રહ્યા. રાજપુરુષે અર્ધચક્રી પ્રથમ વાસુદેવ શ્રી ત્રિપૃષ્ઠને પ્રભુના આગમનની જાણ કરી. માહિતી મળતાં વાસુદેવ ત્રિપૃષ્ઠ એટલા બધા હર્ષવિભોર બન્યા કે જાણ કરનારને તેમણે સાડાબાર કરોડ મુદ્રાનું દાન કરીને પોતાનો હર્ષ પ્રગટ કર્યો તથા તત્કાળ પોતાના વડીલ બંધુ બલદેવ અચલ સાથે આવીને પ્રભુનાં દર્શન કર્યાં. તેઓ આ અવસર્પિણીના પ્રથમ વાસુદેવ તેમજ પ્રથમ બલદેવ હતા. સત્તારૂઢ વ્યક્તિઓથી માંડીને સેવાધીન વ્યક્તિઓ સુધી સૌકોઈ ભગવાન શ્રી શ્રાંસનાથ જી ૯૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનાં ચરણોમાં પરમ ઉલ્લાસ સાથે આવતા હતા. નિર્વાણ નિર્વાણકાળ નજીક નિહાળીને એક હજાર મુનિઓ સાથે મેદશિખર પર તેમણે અનશન કર્યું. એક માસના અનશનમાં તેમણે મુક્તિ મેળવી લીધી. પ્રભુનો પરિવાર૦ગણધર - ૭૬ ૦ કેવલજ્ઞાની - ૬૫૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૬૦૦૦ ૦અવધિજ્ઞાની - ૬૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૧,૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી - ૧૩૦૦ ૦ચર્ચાવાદી - ૫૦૦૦ ૦ સાધુ - ૮૪,૦૦૦ ૦ સાધ્વી - ૧,૦૩,૦૦૦ શ્રાવક - ૨,૭૯,૦૦૦ ૦શ્રાવિકા - ૪,૪૮,૦૦૦ એક ઝલક૦ માતા - વિષ્ણુદેવી પિતા - વિષ્ણુ ૦નગરી ૦વંશ - ઈસ્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ ચિત - ખડગી (ગુંડા) ૦વર્ણ - સુવર્ણ ૦ શરીરની ઊંચાઈ - ૮૦ ધનુષ્ય ૦ યક્ષ - યક્ષરાજ ૦ યક્ષિણી - માનવી ૦ કુમાર કાળ - ૨૧ લાખ વર્ષ - સિંહપુર તીર્થકરચરિત્ર [ ૯૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ રાજ્યકાળ ૦છદ્મકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક અવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ તિથી વૈશાખ વદ ૬ મહા વદ ૧૨ મહા વદ ૧૩ પોષ વદ ૧૫ અષાઢ વદ ૩ - ૪૨ લાખ વર્ષ - ૨ માસ - ૨૧ લાખ વર્ષ - ૮૪ લાખ વર્ષ સ્થાન નક્ષત્ર મહાશુક્ર શ્રવણ સિંહપુર શ્રવણ સિંહપુર શ્રવણ શ્રવણ સિંહપુર સમ્મેદશિખર નિષ્ઠા ભગવાન શ્રી શ્રયાંસનાથ T . ૯૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી વાસુપૂજ્ય : : : ستر તીર્થકર ગોત્રનો બંધ અર્ધપુષ્કરદ્વીપની પૂર્વે વિદેહની મંગલાવતી. ‘? | વિજયની રત્નસંચયા નગરીમાં રાજ પદ્મોત્તર એ તત્ત્વને એક ક્ષણ માટે ભૂલ્યા નહિ કે, “સંસાર અનિત્ય છે”. અઢળક સંપત્તિ અને વિપુલ ભોગ સામગ્રી મેળવીને પણ તેઓ ક્યારેય ઉન્મત્ત બન્યા નહિ. તેઓ હમેશાં અધ્યાત્મ અને આત્મવિકાસ વિષે ચિંતનમગ્ન રહેતા હતા. જ્યારે પણ તેમને તક મળી કે તરત પોતાના પુત્રને રાજ્ય સોંપીને આચાર્ય વજનાભ પાસે દીક્ષિત થઈ ગયા. સાધનામાં પધોતર મુનિ અત્યંત સજાગ રહેતા. વિશેષ કર્મનિર્જરાનાં વીસ સ્થાનકોનું તેમણે મનોયોગપૂર્વક સેવન કર્યું હતું. કર્મોની મહાન નિર્જરા થવાથી પક્વોતર મુનિએ તીર્થંકર ગોત્રનો બંધ કર્યો તથા ત્યાંથી સમાધિપૂર્વક મૃત્યુ પામીને પ્રાણત દેવલોકમાં દેવ બન્યા. જન્મ દેવયોનિ ભોગવીને ભગવાનનો જીવ ભરતક્ષેત્રની સમૃદ્ધ નગરી ચંપાના સમ્રાટ શ્રી વાસુપૂજ્યની મહારાણી યાદેવીની કૂખે અવતર્યો. મહારાણીએ સ્વપ્નમાં ચૌદ મહાદશ્ય નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓને પૂછવાથી જાણવા મળ્યું કે તેમના ઘરમાં તીર્થંકર પેદા થવાના છે. સૌ રોમાંચિત થઈ ઊઠ્યાં અને પ્રભુના જન્મની ઉત્કટ પ્રતીક્ષા કરવા લાગ્યાં. ગર્ભકાળ સમાપ્ત થતાં મહા વદ ચૌદસની મધ્યરાત્રે ભગવાનનો પીડારહિત જન્મ થયો. ચોસઠ ઈદ્ર મળીને ભગવાનના નવજાત શરીરને અંડક વનના શિલાપટ્ટ ઉપર લઈ ગયા. ત્યાં જન્મઅભિષેક કર્યો તથા વિવિધ પ્રકારે પોતાનો હર્ષ પ્રગટ કરીને પાછા યથાસ્થાને ભગવાનના નવજાત શરીરને સ્થાપિત કર્યું. રાજા વસુપૂજ્યએ પુત્રપ્રાપ્તિની અપાર ખુશીમાં ભવ્ય ઉત્સવ કર્યો. તીર્થકરચરિત્ર [ ૯૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ યાચકોને દાન આપ્યાં. ' નામકરણના દિવસે મોટી સંખ્યામાં વડીલો આવ્યા હતા. બાળક જોઈને સૌએ કહ્યું, “સમ્રાટના સઘળા ગુણ આ બાળકમાં જોવા મળે છે. આ અમર રહો, આપનું નામ અમર રહે. આ બાળક બાપના નામને અમર બનાવનાર લાગે છે, તેથી અમારી વિનંતિ છે કે બાળકનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવે. આપનું નામ વસુપૂજ્ય છે. આપના પુત્રનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવે તો બાળકના નામ સાથે આપનું નામ પણ અમને સ્મરણમાં રહેશે.” રાજાને તે નામ યોગ્ય લાગ્યું. વાસુપૂજ્યકુમાર પોતાના બાળસાથીઓ સાથે ક્રિડા કરતાં કરતાં ક્રમશઃ મોટા થવા લાગ્યા. તેમના શરીરનો સુંદર આકાર તથા સર્વોત્તમ સંહનન યુવાવસ્થામાં વિશેષ નિખરી ઊઠતું. અને લોકોના માટે આકર્ષણનું કેન્દ્ર બની જતું. તેને જોનારાં સૌ અચરજ પામતાં- તેમના રૂપ પર, તેમના શરીરના અભુત સૌષ્ઠવ પર. અનેક રાજાઓએ રાજા વસુપૂજ્ય પાસે દૂત મોકલીને આગ્રહ કર્યો, “આપના પુત્ર સાથે મારી રાજકન્યાની જોડી દીપી ઊઠશે, તેથી કૃપા કરીને તેમના વિવાહ માટે સ્વીકૃતિ આપો.' - રાજ વસુપૂજ્ય ધાર્મિકવૃત્તિના હોવા છતાં એમ વિચારતા હતા કે સાધુત્વ પૂર્વે રાજકુમાર લગ્ન કરી લે. તેમણે વાસુપૂજ્યકુમારનાં લગ્ન અનેક રાજકન્યાઓ સાથે આગ્રહપૂર્વક કર્યા. રાજા એમ પણ ઇચ્છતા હતા કે કુંવર હવે રાજ્યસંચાલન પણ કરે. રાજા જાણતા હતા કે કુંવરની આ બંને બાબતોમાં સંપૂર્ણ વિરક્તિ છે. તેમણે પોતાના પ્યારા રાજપુત્રને એક વખત એકાંતમાં બોલાવીને કહ્યું, “વત્સ ! ચૌદ સ્વપ્નો સાથે જન્મ લેનાર હજી સુધી જેટલા પણ તીર્થકર તેમજ ચક્રવર્તી બન્યા છે તે સૌ વિવાહિત થયા હતા. તેમણે માત્ર વિવાહ જ નહોતા કર્યા, રાજ્યનું સંચાલન પણ કર્યું હતું. ભગવાન ઋષભથી માંડીને શ્રેયાંસ પ્રભુ સુધીના સઘળા તીર્થંકરો રાજા બન્યા હતા. તેથી રાજ્ય પ્રત્યેની અત્યારથી તમારી વિરક્તિ સમજી શકાતી નથી. પ્રત્યેક કાર્ય યોગ્ય સમયે થવું જોઈએ. લગ્નના સમયે લગ્ન, રાજ્યસંચાલનના સમયે રાજ્યસંચાલન અને સાધનાના સમયે સાધના. મારી વાત બરાબર છે ને?” વાસુપૂજ્યકુમાર અત્યાર સુધી મૌન હતા, પરંતુ હવે તેમને બોલવાની ફરજ પડી. અત્યંત વિનયપૂર્વક પોતાના સુદઢ વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “પિતાજી રાજ્યસંચાલનમાં સામ, દામ, દંડ, ભેદનો પ્રયોગ કરવો જ પડતો હોય છે. તેમાં કાંઈ ને કાંઈ કર્મનો બંધ થયા જ કરે છે. હું એવાં કર્મોથી પ્રતિબંધિત નથી. તેથી રાજ્યવ્યવસ્થાનો ભાર હું સ્વીકારીશ નહિ.” રાજ પોતાના પુત્રના ઉત્તરમાં નિરુત્તર બની ગયા. તત્ત્વજ્ઞ હોવાને ભગવાન શ્રી વાસુપૂજ્ય ૯૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ કારણે તેઓ ખોટી દલીલ કરી શકતા નહોતા. તેથી તેમણે કહ્યું, “પુત્ર ! તો પછી તું તારા પોતાના અને જગતના કલ્યાણ માટે જે ઉચિત સમજે તે પ્રમાણે કર.” પિતાની આજ્ઞા મળી ગઈ. વાસુપૂજ્ય પોતાના મહેલમાં આવ્યા. એક તરફ લોકાંતિક દેવ ભગવાનને પ્રતિબોધ આપવાની પરંપરા નિભાવવા માટે પહોંચી ગયા. પ્રતિબોધ આપ્યો, દેવોએ મળીને વર્ષાદાનની વ્યવસ્થા કરી. ભગવાને વર્ષીદાન દીધું. દીક્ષા નિર્ધારિત તિથિ મહા વદ અમાસના દિવસે છસો વ્યક્તિઓ સાથે વાસુપૂજ્યકુમારે અભિનિષ્ક્રમણ કર્યું. દીક્ષાના દિવસે તેમને ઉપવાસનું તપ હતું. બીજા દિવસે નજીકના શહેર મહાપુરનગરના રાજા સુનંદને ત્યાં ભગવાને પરમાન (ખીર) વડે પારણું કર્યું અને દેવોએ પંચ દ્રવ્યો પ્રગટ કરીને દાનનું મહત્ત્વ સમજાવ્યું. ભગવાને પોતાના છદ્મસ્થ કાળના એક માસમાં ઉગ્રતમ અંતરંગ સાધના કરી. પવિત્ર જીવન તો તેમનું આરંભથી જ હતું, હવે પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરવામાં પણ તેમણે વિશેષ સફળતા મેળવી. ગુણસ્થાનોનાં સોપાન ચડતાં ચડતાં તેમણે ચાર ઘાતિક કર્મનો ક્ષય કર્યો અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવેન્દ્રોએ કેવલ-મહોત્સવ ઉજવ્યો. ત્યારબાદ પ્રભુના પ્રથમ પ્રવચનમાં ચાર તીર્થની સ્થાપના થઈ ગઈ. અનેક વ્યક્તિ સાધનાપથની પથિક બની ગઈ. એક છત્રપ્રભાવ તીર્થંકરોના અતિશય પણ અપૂર્વ હોય છે. તેમનો પ્રભાવ તમામ વર્ગો ઉપર એક છત્ર સમાન પડે છે. શ્રીમંત અને ગરીબ સૌ ઉપર તેમનો પ્રભાવ હતો. તત્કાલીન મંડલાધીશ છત્રપતિ રાજાઓ ઉપર પણ તેમનો અદ્ભુત પ્રભાવ હતો. આ અવસર્પિણીના બીજા નારાયણ અર્ધચક્રી વાસુદેવ દ્વિપષ્ટ પણ પ્રભુના પરમ ભક્ત હતા. ભગવાન વાસુપૂજ્ય જ્યારે અર્ધચક્રીના નગરમાં પધાર્યા, ત્યારે તેમણે વધામણી આપનારને સાડાબાર કરોડ સુવર્ણમુદ્રાઓનું દાન આપ્યું અને સ્વયં રાજકીય સવારી સહિત ભગવાનનાં દર્શન કરવા ગયા. ધર્મની પ્રભાવનામાં તેમનું યોગદાન વિશેષ હતું. બીજા બલદેવ શ્રી વિજયે પણ ભગવાનના શાસનમાં ભાગવતી દીક્ષા લીધી. અન્ય અનેક રાજાગણ પણ પ્રભુનાં ચરણોમાં સાધનાલીન બની ગયો હતો. તીર્થકરચરિત્ર [ ૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ - દદ નિર્વાણ પોતાનો નિર્વાણકાળ નજીક નિહાળીને ભગવાન વાસુપૂજ્ય ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં છસો સાધુઓ સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અનશન વડે સઘળાં કર્મોનો ક્ષય થવાથી તેમણે અષાઢ સુદ ચૌદસના દિવસે સિદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું. ચોસઠ ઈદ્રોએ મળીને નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, ભગવાનના શરીરનું નિહરણ કર્યું. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની - ૬૦૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૬૦૦૦ ૦ અવધિજ્ઞાની ૫૪૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી ૧૦,૦૦૦ ૦ચતુર્દશ પૂર્વી ૧૨૦૦ ૦ચર્ચાવાદી ૪૭૦૦ ૦ સાધુ ૭૨,૦૦૦ ૦ સાધ્વી - ૧,૦૦,૦૦૦ ૦શ્રાવક - ૨,૧૫,૦૦૦ ૦શ્રાવિકા - ૪,૩૬,૦૦૦ એક ઝલક૦ માતા - જયા ૦પિતા - વસુપૂજ્ય ૦નગરી - ચંપા ૦ વંશ -- ઇત્ત્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ - મહિષ (પાડો) ૦વર્ણ - લાલ (રક્ત) ૦ શરીરની ઊંચાઈ - ૭૦ ધનુષ્ય ૦ યક્ષ -- કુમાર ૦ યક્ષિણી - ચંડા ૦ચિહ્ન ભગવાન શ્રી વાસુપૂજ્ય [ ૯૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ લાખ વર્ષ - ૧ માસ - ૫૪ લાખ વર્ષ - ૭૨ લાખ વર્ષ ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦૭ધસ્થ કાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ચ્યવન જેઠ સુદ ૯ જન્મ મહા વદ ૧૪ દીક્ષા મહા વદ ૧૫ કેવળજ્ઞાન મહા સુદ ૨ નિર્વાણ અષાઢ સુદ ૧૪ સ્થાન પ્રાણત ચંપા. ચંપા નક્ષત્ર શતભિષા શતભિષા શતભિષા શતભિષા ઉત્તર ભાદ્રપદ તીર્થકરચરિત્ર [ ૯૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી વિમલનાથ તીર્થકર ગોત્રનો બંધ | સર્વજ્ઞતા પ્રાપ્તિ માટે દીર્ધકાળના પ્રયત્નોની આવશ્યકતા હોય છે. માત્ર એક ભવનો પ્રયત્ન પર્યાપ્ત નથી, અનેક ભવોના પ્રિયત્નો દ્વારા જ આત્માની ઉજ્જવળતા શક્ય બને |છે. પ્રત્યેક તીર્થંકરે પોતાના પૂર્વજન્મોમાં વિવિધ --- રીતે સાધના કરી હતી. ભગવાન વિમલનાથે પણ પોતાના પૂર્વજન્મમાં, ઘાતકી ખંડની પૂર્વ વિદેહમાં ભારત વિજયની મહાપુરી નગરીનાના નરેશ પદ્મસેનના રૂપમાં ઘણી કીર્તિ મેળવી હતી. આચાર્ય સર્વગુપ્ત પાસે દીક્ષા લઈને ઉત્કૃષ્ટ સાધનામાં તેઓ સંલગ્ન બન્યા. તેમણે વીસ સ્થાનોનું ખાસ આસેવન કર્યું. ધર્મધ્યાન તેમજ શુક્લધ્યાન વડે મહાન કર્મનિર્જરા કરીને તેમણે તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અનશન અને આરાધનાપૂર્વક શરીર ત્યાગીને તેઓ આઠમા દેવલોકના મહર્થિક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. જન્મ આઠમા સ્વર્ગમાં પૂર્ણ દેવાયુ ભોગવીને તેઓ ભરતક્ષેત્રની કંપિલપુર નગરીના રાજા કૃતવર્માને ત્યાં પધાર્યા. મહારાણી શ્યામાની પવિત્ર ભૂખે તેમનો જન્મ થયો. માતાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નોના આધારે સ્વપ્નશાસ્ત્રીઓએ તીર્થંકર મહાપુરુષના જન્મ અંગેની જાહેરાત કરી. સમગ્ર શહેરમાં હર્ષની લહેર પ્રસરી ગઈ. સર્વત્ર ચૌદ મહાસ્વપ્ન તથા તેમનાં ફળની વાત ચાલતી હતી. ગર્ભકાળ સમાપ્ત થતાં મહા સુદ ત્રીજની રાત્રે પ્રભુનો જન્મ થયો. સ્વર્ગમાં તત્કાળ દિવ્ય ઘંટારવ થયો, ઘંટારવ થતાં જ દેવોને પ્રભુના જન્મની પણ થઈ. ચોસઠ ઈદ્રો સહિત મોટી સંખ્યામાં દેવો જન્મોત્સવ ઉજવવા માટે આવી પહોંચ્યા. ઉત્સવ પછી રાજા કૃતવર્માએ પરમ ઉત્સાહપૂર્વક જન્મોત્સવ ભગવાન શ્રી વિમલનાથ 11 ૯૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉજવ્યો. સમગ્ર નગરમાં વધામણી વહેંચવામાં આવી. બહારથી જે કોઈ વ્યક્તિ આવે તેને રાજ્યની ભોજનશાળામાં ભોજન કરાવવામાં આવતું. નામકરણ સમારોહમાં નગરના પ્રતિષ્ઠિત નાગરિકો સામેલ થયા. મહાર[ણી પરમ તેજસ્વી બાળકને ગોદમાં લઈને આયોજન સ્થળે ઉપસ્થિત થઈ. પુત્રને જોઈને સૌ ચકિત થઈ ગયા. નામની પરિચર્ચામાં સમ્રાટ કૃતવર્માએ કહ્યું, ‘બાળકનું શરીર વિમલ (ઉજ્જવળ) છે. એ જ રીતે ગર્ભકાળ દરમ્યાન મહારાણીના વિચાર અત્યંત વિમલ (પવિત્ર) રહેતા હતા. તેથી તેનું નામ વિમલકુમાર રાખવું જોઈએ.' ઉપસ્થિત સૌકોઈએ બાળકને તત્કાળ ગુણનિષ્પન્ન નામ ‘વિમલકુમાર’ આપ્યું. વિવાહ અને રાજ્ય બાલક્રિડા કરતાં કરતાં બાળક વિમલનું શરીર ઘીમે ઘીમે વિકસવા લાગ્યું. તેમણે શૈશવ તેમજ કિશોરાવસ્થા પસાર કરીને યૌવનમાં પ્રવેશ કર્યો. ભગવાનનું સમુજ્વલ શરીર અત્યધિક આકર્ષક થતું ગયું. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં આબાલવૃદ્ધ લોકો તેમને અનિમેષ નિહાળ્યા કરતા, સૌ નિર્નિમેષ બની જતા. રાજા કૃતવર્માએ પુત્રને તમામ પ્રકારે સમર્થ સમજીને સુયોગ્ય રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન કર્યાં. તેઓ ઈંદ્રની જેમ ભૌતિક સુખોને ભોગવતા રહ્યા. સમ્રાટ કૃતવર્મા પોતાની આધ્યાત્મિક પ્રવૃત્તિને વેગીલી બનાવવાના હેતુથી પુત્ર વિમલકુમારને આગ્રહપૂર્વક રાજ્ય સોંપીને સાધુ બની ગયા. વિમલકુમાર હવે રાજા બનીને કુશળતાપૂર્વક રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. તેમના પુણ્યપ્રતાપે રાજ્યમાં ન તો અતિવૃષ્ટિ હતી કે ન અનાવૃષ્ટિ, અને ન તો મહામારીરૂપે કોઈ ભયંકર રોગનો આતંક પ્રસર્યો હતો. બાળકો અને યુવાનોના મૃત્યુની તો લોકો વાર્તાઓ સાંભળતા હતા. તેમનું રાજ્ય અત્યંત નિરાપદ હતું. દીક્ષા ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં સમ્રાટ વિમલ પોતાના ઉત્તરાધિકારીને રાજ્યનો ભાર સોંપીને વર્ષીદાન દેવા પ્રવૃત્ત બન્યા. વિમલપ્રભુની દીક્ષાની વાત સાંભળીને અનેક ભવ્યાત્માઓનાં દિલ પીગળી ઊઠ્યા. તેઓ પણ પ્રભુની સાથે દીક્ષિત થવાની તૈયારી કરવા લાગ્યા. નિશ્ચિત તિથિ મહાસુદ ચોથના દિવસે વિશાળ શોભાયાત્રા સહિત પ્રભુ સહસ્રામ્ર વનમાં પહોંચ્યા. પંચમુષ્ટિ લોચ કર્યો. તથા એક હજાર મુમુક્ષુ તીર્થંકરચરિત્ર - ૧૦૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓ સહિત સામાયિક ચારિત્ર્યગ્રહણ કર્યું. તે દિવસે પ્રભુને છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે ધાન્યકટ નગરના રાજા જયને ત્યાં તેમણે પરમાન (ખી૨) વડે પારણું કર્યું. બે વર્ષ સુધી તેઓ છદ્મસ્થકાળમાં સાધના કરતા રહ્યા. વિવિધ તપ અને વિવિધ અભિગ્રહો સાથે ધ્યાન વડે કર્મોની મહાન નિર્જરા કરતાં કરતાં તેઓ પુનઃ દીક્ષાસ્થળે પધાર્યા. શુક્લધ્યાનારૂઢ થઈને તેમણે પોષ સુદ છઠ્ઠના દિવસે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. જન્મભૂમિના લોકોની ભારે ભીડ પ્રભુનાં દર્શન માટે ઊમટી પડી. પ્રથમ પ્રવચનમાં જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપે તીર્થની સ્થાપના થઈ. અપૂર્વ પ્રભાવ ભગવાન વિમલનાથના શાસનકાળ દરમ્યાન મે૨ક પ્રતિવાસુદેવ અને સ્વયંભૂ વાસુદેવ તથા ભદ્ર બલદેવ જેવા જનનાયક થયા હતા. તેઓ સૌ ભગવાન વિમલનાથના સમવસરણમાં આવ્યા કરતા હતા. તેમની ઉપર ભગવાનનો અપૂર્વ પ્રભાવ હતો. બલદેવભદ્ર વાસુદેવ સ્વયંભૂના મૃત્યુ પછી પ્રભુનાં ચરણોમાં દીક્ષિત થયા. નિર્વાણ ભવ-વિપાકી કર્મોની પરિસમાપ્તિ નજીક સમજીને તેટલા જ સમયની કર્મપ્રકૃતિવાળા છ હજાર સાધુઓ સહિત ભગવાને સમ્મેદશિખર ૫૨ આજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસના અનશનમાં ભવ-વિપાકી કર્મોનો ક્ષય થતાં તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. ચોસઠ ઈંદ્રોએ મળીને તેમનો નિર્વાણોત્સવ ઉજવ્યો. પ્રભુનો પરિવાર ૦ ગણધર ૦ કેવલજ્ઞાની ૦ મન:પર્યવજ્ઞાની ૦ અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી ૦ ચતુર્દશ પૂર્વી ૦ચર્ચાવાદી - ૫૭ - ૫૫૦૦ - ૫૫૦૦ -૪૮૦૦ 000-2 - - ૧૧૦૦ - ૩૨૦૦ ભગવાન શ્રી વિમલનાથ T ૧૦૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ - ૬૮,૦૦૦ - ૧,૦૦,૮00 - ૨,૦૮,૦૦૦ - ૪,૨૪,૦૦૦ ૦ સાધુ ૦ સાધ્વી ૦શ્રાવક ૦શ્રાવિકા એક ઝલક ૦માતા પિતા ૦નગરી ૦વંશ ૦ગોત્ર ચિહ્ન ૦વર્ણ ૦ શરીરની ઊંચાઈ ૦ યક્ષ ૦ યક્ષિણી ૦ કુમાર કાળ ૦ રાજ્યકાળ છvસ્થકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ચ્યવન વૈશાખ સુદ ૧૨ જન્મ મહા સુદ ૩ દીક્ષા મહા સુદ ૪ કેવળજ્ઞાન પોષ સુદ ૯ નિર્વાણ જેઠ વદ ૭ - શ્યામા - કૃતવર્મા - કંપિલપુર - ઇફ્તા કુ - કાશ્યપ - શૂકર - સુવર્ણ - ૬૦ ધનુષ્ય - જમ્મુખ - વિદિતા - ૧૫ લાખ વર્ષ - ૩૦ લાખ વર્ષ - ૨ માસ - ૧૫ લાખ વર્ષ - ૬૦ લાખ વર્ષ સ્થાન નક્ષત્ર સહસ્રાર ઉત્તર ભાદ્રપદ કંપિલપુર ઉત્તર ભાદ્રપદ કિંપિલપુર ઉત્તર ભાદ્રપદ કંપિલપુર ઉત્તર ભાદ્રપદ સન્મેદશિખર રેવતી તીર્થકરચરિત્ર [ ૧૦ર Page #121 -------------------------------------------------------------------------- ________________ જ. : ભગવાન શ્રી અનન્તનાથ * * જ * તીર્થકર ગોત્રનો બંધ ચૌદમા તીર્થંકર અનન્તનાથ પોતાના |પૂર્વજન્મમાં ઘાતકી ખંડ પૂર્વ વિદેહના ઐરાવત વિજયની અરિષ્ટા નગરીના રાજા પધરથ તરીકે ભૂમંડળમાં સર્વાધિક વર્ચસ્વી રાજા હતા. તમામ રાજાઓ ઉપર તેમની ધાક હતી. પદ્મરથની વિરુદ્ધ – – " સંઘર્ષની વાત તો દૂર રહી, વિરોધમાં બોલવાની હિંમત પણ કોઈનામાં નહોતી. તેઓ નિષ્ફટક રાજ્યસત્તાનો ઉપભોગ કરતા હતા. એક વખત ગુરુ ચિત્તરક્ષ અરિષ્ટા નગરીમાં પધાર્યા. રાજા સ્વયં દર્શનાર્થે ગયા. તે વખતે પ્રવચનમાં જીવનનાં ઊર્ધ્વલક્ષ્ય વિશે સાંભળીને તેઓ ચોંકી ઊઠ્યા. મનોમન વિચારવા લાગ્યા કે, “જીવનનું ધ્યેય ખૂબ ઊંચું છે, તે અધમ ભોગવાસનાની તૃપ્તિમાં પોતાને ઓતપ્રોત કરી રાખ્યો છે, પછી તને ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થાય ? હજી પણ સમય છે, આદર્શની પ્રાપ્તિ માટે. હજી પણ રાજ્ય છોડીને ગુરુદેવનાં ચરણોમાં સાધનાલીન બની જવાનું કેમ નથી વિચારતો?” રાજા પારથે આવો નિર્ણય કરીને પુત્રને રાજ્ય સોંપી દીધું અને ગુરુ ચિત્તરક્ષ પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. ઘોર તપસ્યા અને ઉત્કૃષ્ટ સાધના વડે મહાન કર્મનિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે આરાધક પદ પામીને દશમા સ્વર્ગમાં મહર્થિક દેવ વિમાનને સુશોભિત કર્યું. દેવ-આયુષ્યની સમાપ્તિ પછી તેઓ ભરતક્ષેત્રની સમૃદ્ધ નગરી અયોધ્યામાં પધાર્યા. ત્યાં અયોધ્યાનરેશ સિંહસેનની મહારાણી સુયશાદેવીની કૂખે અવતિરત થયા. મહારાણી સુયશાદેવીએ તીર્થકરના આગમનનાં સૂચક ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. સમગ્ર શહેરમાં પ્રસન્નત્તા પ્રસરી ગઈ. સ્વપ્નોનાં ફળ સાંભળીને લોકો હર્ષવિભોર બની ગયા. ભગવાન શ્રી અનન્તનાથ [ ૧૦૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગર્ભકાળ સમાપ્ત થતાં ચૈત્ર વદ તેરસની મધ્યરાત્રે કોઈપણ પ્રકારની પીડા કે મુશ્કેલી વગર તેમનો જન્મ થયો. દેવતાઓ દ્વારા ઉત્સવ ઉજવાયા પછી રાજ સિંહસેને સમગ્ર રાજ્યમાં જન્મોત્સવની ઘોષણા કરી. કેદખાનાં ખાલી કરી દેવામાં આવ્યાં અને રાજ્યના ભંડારો ખુલ્લા કરી દેવામાં આવ્યા. જે કોઈ માંગવા માટે આવે તેને ઉદારતાપૂર્વક દાન દેવામાં આવ્યાં. દૂર દૂરથી લોકો ભગવાનનો જન્મોત્સવ નિહાળવા આવ્યા. વિવાહ અને રાજ્ય નામકરણના દિવસે રાજ્યના ખૂણે ખૂણેથી લોકો નવજાત રાજકુમારનાં દર્શનાર્થે આવ્યા રાજ સિંહસેને સૌને સંબોધિત કરતાં જણાવ્યું કે, “તેના ગર્ભકાળમાં અને ભારે મોટો વિજય પ્રાપ્ત કર્યો છે, સૈન્યબળમાં અમારા કરતાં સમર્થ રાજાઓ સાથે આ દરમ્યાન સંઘર્ષ ચાલતો હતો, પરંતુ અમારી સેનામાં અપૂર્વ શક્તિ જાગી ઊઠી. હું પણ જાણે અનંતબલી બની ગયો અને અમને સ્થાયી વિજય મળ્યો. તેથી બાળકનું નામ અનંતકુમાર રાખવું જોઈએ.' સૌએ બાળકનું નામ અનંતકુમાર પાડ્યું. રાજકુમાર અનંતની બાલ્યાવસ્થા મનોરંજનમાં વીતી. તેઓ પોતાની બાલસુલભ ક્રિડાઓ વડે ન કેવળ બાળસખાઓનું જ મનોરંજન કરતા, પરંતુ રાજમહેલને પણ પુલકિત કરી દેતા હતા. ધીમે ધીમે તેમણે તારુણ્યમાં પ્રવેશ કર્યો. તેમનામાં વિરક્તિનો ભાવ જાગ્યો, પરંતુ મહારાજા સિંહસેને આગ્રહપૂર્વક અનેક રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન કરી દીધાં. રાજાએ રાજ્યકાર્યમાં પણ પુત્રનો સહયોગ લેવાનું ઇછ્યું. આગ્રહપૂર્વક પુત્રનો રાજ્યાભિષેક કર્યો. વ્યવસ્થા-સંચાલનની સમસ્યાનો ઉકેલ સંતોષજનક આવી ગયો ત્યારે રાજા સિંહસેન ગૃહસ્થ જીવનથી નિવૃત્ત થઈને અણગાર ધર્મની સાધના કરવા લાગ્યા. અનંતકુમાર હવે રાજા અનંતનાથ બની ચૂક્યા હતા. લોકોનાં સુખસુવિધા વિષે તેઓ હમેશાં જાગ્રત રહેતા. તેમના શાસનકાળમાં સામાજિક તેમજ રાજનૈતિક વ્યવસ્થાઓ ધર્મનીતિ વડે નિયંત્રિત હતી. લોકોને એટલું બધું સુખ હતું કે લોકો પૂર્વવર્તી રાજાઓને વિસરી ચૂક્યા હતા. લોકો માટે અનંતનાથ જ સર્વસ્વ હતા. દીક્ષા ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં ભગવાન અનંતનાથે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને વર્ષીદાન દીધું. નિર્ધારિત તિથિ ચૈત્ર વદ ચૌદસના દિવસે એક હજાર ભવ્ય પુરુષો સહિત તેઓ સહસ્રાષ્ટ્ર નામના ઉપવનમાં પધાર્યા. પચંમુષ્ટિ લોચ કર્યો. દેવો અને મનુષ્યોની અપાર ભીડમાં તીર્થરચરિત્ર [ ૧૦૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ તેમણે સાવદ્ય યોગોનું સર્વથા પ્રત્યાખ્યાન કર્યું. દીક્ષાના દિવસે તેમને છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે વર્ધમાનપુરમાં વિજય રાજાને ત્યાં પરમાન્ન (ખી૨) વડે પારણું કર્યું. દેવોએ પાંચ દ્રવ્ય પ્રગટ કરીને સૌ લોકોને દાનનું ગૌરવ સમજાવ્યું. ત્રણ વર્ષ સુધી ભગવાન છદ્મસ્થ ચર્યામાં સાધના કરતા રહ્યા. પૂર્વસંચિત કર્મોની ઉદીરણા અને નિર્જરા કરતાં કરતાં તેઓ પુનઃ સહસ્રામ્ર વનમાં પધાર્યા. અશોક વૃક્ષની નીચે ધ્યાનારૂઢ બનીને તેમણે ક્ષપક શ્રેણી મેળવી. ઘાતિક કર્મોનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય પ્રાપ્ત કર્યું. પ્રભુને સર્વજ્ઞતા પ્રાપ્ત થતાં જ દેવોએ કેવલ-ઉત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરી. જન્મભૂમિ તેમજ આસપાસના હજારો લોકો પ્રભુને સાંભળવા માટે એકત્ર થયા. ભગવાને તેમની સમક્ષ પ્રથમ દેશના આપી. અનેક લોકોએ આગાર અને અણગાર ધર્મની ઉપાસનાનો સ્વીકાર કર્યો. અપૂર્વ પ્રભાવ પ્રભુના ધર્મશાસનમાં ધર્મ-નીતિનો પ્રભાવ પરાકાષ્ઠા ઉપર હતો. પ્રત્યેક રાજા ધર્મ-નીતિને ધ્રુવ કેન્દ્ર માનીને પોતાનું રાજ્ય ચલાવતો હતો. વાસુદેવ પુરુષોત્તમ સ્વયં ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાનની ઉપાસના વડે તેમને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું. બલદેવ સુપ્રભે ભગવાનની પાસે દીક્ષિત થઈને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. સામાન્ય લોકોમાં ભગવાન પ્રત્યે અનન્ય આસ્થા હતી. નિર્વાણ ભવ-વિપાકી કર્મોનો અંત નજીક જોઈને સાત હજાર મુનિઓ સહિત ભગવાને અનશન કર્યું તથા ચૈત્ર સુદ પાંચમના દિવસે સમસ્ત કર્મોનો ક્ષય કરીને સમ્મેદશિખર ઉપર સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. ભગવાનના નિર્વાણની ક્ષણે એકાએક વિશ્વ આલોકિત થઈ ઊઠ્યું. એક ક્ષણ માટે તો નારકી જીવો પણ સ્તબ્ધ થઈ ગયા. તેમના શરીરની નિહરણ ક્રિયાના સમયે મનુષ્યોની સાથે સાથે ચતુર્વિધ દેવોની પણ ભારે મોટી ભીડ હતી. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની ૦ મનઃ પર્યવજ્ઞાની ૦ અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી – ૫૦ - ૫૦૦૦ ૫૦૦૦ - ૪૩૦૦ - ૮૦૦૦ ભગવાન શ્રી અનન્તનાથ D ૧૦૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦૦ - ૩૨૦૦ - દ૬,૦૦૦ - ૬૨,૦૦૦ - ૨,૦૦,૦૦૦ - ૪,૧૪,૦૦૦ ૦ચતુર્દશ પૂર્વી ૦ચર્ચાવાદી ૦ સાધુ ૦ સાધ્વી ૦શ્રાવક ૦શ્રાવિકા એક ઝલક ૦ માતા પિતા ૦નગરી ૦વંશ ૦ગોત્ર ચિહ્ન ૦વર્ણ ૦ શરીરની ઊંચાઈ ૦ યક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦૭મસ્યકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક - સુયશા - સિંહસેન - અયોધ્યા - ઇક્વાકુ કાશ્યપ - શ્યન - સુવર્ણ - ૫૦ ધનુષ્ય - પાતાલ – અંકુશ - ૭.૫ લાખ વર્ષ - ૧૫ લાખ વર્ષ - ૩ વર્ષ - ૭.૫ લાખ વર્ષ - ૩૦ લાખ વર્ષ તિથિ ૦ચ્યવન અષાઢ વદ ૭ ૦ જન્મ ચૈત્ર વદ ૧૩ ૦દીક્ષા ચૈત્ર વદ ૧૪ ૦ કેવળજ્ઞાન ચૈત્ર વદ ૧૪ નિર્વાણ ચૈત્ર સુદ ૫ સ્થાન નક્ષત્ર પ્રાણત રેવતી અયોધ્યા રેવતી અયોધ્યા રેવતી અયોધ્યા રેવતી સખેદશિખર રેવતી તીર્થકરચરિત્ર [ ૧૦૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ધર્મનાથ 26) તીર્થકર ગોત્રનો બંધ ઘાતકીખંડની પૂર્વ વિદેહના ભરતવિજયમાં ભદિલપુર નામની સમૃદ્ધ નગરી હતી. તેના પરાક્રમી રાજ સિંહરયે ધર્મગુરુઓ પાસેથી જ્યારે સાંભળ્યું કે યોદ્ધાઓને જીતવાનું સરળ છે, પરંતુ આત્મા ઉપર નિયંત્રણ પામવાનું કઠિન છે, ભયાનક સિંહને પકડવાનું સરળ છે પરંતુ મન –ી અને ઈન્દ્રિયોને જીતવાનું અત્યંત કઠિન છે- ત્યારે તેમના દિલમાં ભારે હલચલ મચી ગઈ. રાજાએ પોતાનો સઘળો પુરુષાર્થ હવે અધ્યાત્મની દિશામાં વાળી દીધો. મહેલમાં રહેવા છતાં તે એક સંત જેવું જીવન જીવવા લાગ્યા. તક મળતાં જ તેમણે પોતાના સુયોગ્ય ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને વિમલવાહન સ્થવિર પાસે સંયમ ગ્રહણ કરી લીધો. દીક્ષા પછી રાજર્ષિ સિંહરથે પોતાના પ્રબળ પરાક્રમને સર્વથા આત્મ શુદ્ધિના અનુષ્ઠાનમાં જોડી દીધું. વિચિત્ર તપ, વિચિત્ર કાયોત્સર્ગ અને વિચિત્ર ધ્યાનના માર્ગે કર્મોની મહાન નિરા કરી અને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતમાં આરાધક પદ પામીને અનુત્તર વિમાનના વૈજયંત સ્વર્ગમાં તેઓ અહમિન્દ્ર દેવ બન્યા. જન્મ અહમિન્દ્ર પદનું આયુષ્ય ક્ષીણ થતાં તેમનો જીવ ત્યાંથી ચ્યવન પામીને રત્નપુર નગરના રાજા ભાનુની મહારાણી સુવ્રતાની પવિત્ર કુખે અવતરિત થયો. મહારાણીને ચૌદ મહાસ્વપ્નો આવ્યાં. સૌને જાણ થઈ ગઈ કે પોતાને ત્યાં ત્રૈલોક્યના આરાધ્ય, વિશ્વની મહાન વિભૂતિ પેદા થશે. મહારાણી સુવ્રતા વિશેષ સજગતાપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. ગર્ભકાળ સમાપ્ત થતાં મહા સુદ ત્રીજના દિવસે મધ્યરાત્રે પ્રભુનો જન્મ થયો. ભગવાનના જન્મથી લોકોમાં અપૂર્વ ઉત્સાહ છવાઈ ગયો. રાજા ભાનુએ દેવેન્દ્રો દ્વારા ઉજવાયેલા ઉત્સવ પછી જન્મોત્સવનો પ્રારંભ કર્યો. તે ભગવાન શ્રી ઘર્મનાથ [ ૧૦૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ મહાન ઉત્સવ દ્વારા દૂર દૂરના લોકોને પણ પ્રભુના જન્મની ખબર મળી. નામકરણ ઉત્સવમાં જનપદના અગણિત લોકો જોડાયા. રાજકુમારને જોઈને સૌ ચકિત થઈ ઊઠ્યા. રાજા ભાનુએ કહ્યું, “રાજકુમાર જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ધાર્મિક ઉપાસનાના અનેક દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થયા હતા. જે તેમણે પ્રયત્નપૂર્વક પૂરા કર્યા હતા. તેથી બાળકનું નામ ધર્મકુમાર રાખવું જોઈએ.” ઉપસ્થિત લોકોએ બાળકનું નામ ધર્મકુમાર રાખ્યું. વિવાહ અને રાજ્ય બાલ્યાવસ્થા ક્રિડામાં પસાર કરીને ધર્મકુમારના શરીરમાં જ્યારે તારુણ્ય પ્રવેણ્યું ત્યારે તેમના અંગેઅંગમાંથી તેજ પ્રફુટિત થવા લાગ્યું. સમગ્ર શરીર રશ્મિકુંજ જેવું દેખાતું હતું. રાજાએ પોતાના કુળને અનુરૂપ સુયોગ્ય રાજકન્યાઓ સાથે રાજકુમારનું પાણિગ્રહણ કરાવ્યું. સમયાન્તરે યોગ્ય તક જોઈને રાજ ભાનુએ આગ્રહપૂર્વક ધર્મકુમારને રાજ્ય સોંપ્યું અને સ્વયં અનિકેત-સાધનાના સાધક બન્યા. ધર્મકુમાર હવે રાજ ધર્મનાથ બની ચૂક્યા હતા. વાસ્તવમાં તેમની રાજ્ય-સંચાલનની વ્યવસ્થા ધર્મરાજ્યની વ્યવસ્થા હતી. લોકોમાં સ્વાર્થની ભાવના લગભગ લુપ્ત થઈ ગઈ હતી. સામૂહિક જીવનપદ્ધતિની ઉત્તમ પરંપરા શરૂ થઈ. રાજ્યમાં કોઈ દુઃખી નહોતું. કોઈ એકના કષ્ટને સૌ પોતાનું કષ્ટ સમજતા. લોકોમાં ધનનો ઉન્માદ નહોતો. દીક્ષા મંગલમય રાજ્યવ્યવસ્થા ચલાવતાં ચલાવતાં ભગવાન ઘર્મનાથે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ નજીક નિહાળીને રાજ્યવ્યવસ્થાનો ભાર ઉત્તરાધિકારીને સોંપી દીધો અને જવાબદારીથી મુક્ત થઈને પોતે વર્ષીદાનની પરંપરા નિભાવી. તેમના નિવૃત્ત થવાની વાત સાંભળીને અનેક ભવ્ય આત્માઓના દ્ધયમાં પરિવર્તન આવ્યું. તે સૌ પોતાની પછીની વ્યવસ્થાની જવાબદારી બીજાઓને સોંપીને દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. નિશ્ચિત તિથિ મહાસુદ તેરસના દિવસે “નાગદત્ત' નામની પાલખીમાં બેસીને નગરની બહાર ઉપવનમાં પહોંચ્યા. અપાર માનવમેદની વચ્ચે તેમણે પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને એક હજાર વ્યક્તિઓ સહિત સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. તે દિવસે ભગવાનને છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે સોમનસ નગરના રાજ ધર્મસિંહના મહેલમાં જઈને તેમણે પરમાન (ખીર) વડે પારણું કર્યું. તે તેમની પ્રથમ ભિક્ષા હતી. આ પ્રસંગે દેવોએ ઉત્સવ કર્યો, પંચદ્રવ્ય પ્રગટ કર્યા. તીર્થકરચરિત્ર [ ૧૦૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન બે વર્ષ સુધી ભગવાન ધર્મનાથ અભિગ્રહયુક્ત તપ કરતા રહ્યા. ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓના માધ્યમથી કર્મનિર્જરા કરતાં કરતાં પુનઃ દીક્ષા સ્થળે પધાર્યા. શતપર્ણ વૃક્ષની નીચે ધ્યાનસ્થ થઈને ક્ષપક-શ્રેણી સુધી પહોંચ્યા. ભાવોની પ્રબળતા વડે ઘાતિક કર્મોનો ક્ષય કરીને પ્રભુએ સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવોએ ઉત્સવ ઉજવીને પોતાના ઉલ્લાસને પ્રગટ કર્યો તથા સમવસરણની રચના કરી. હજારો લોકોની ઉપસ્થિતિમાં પ્રભુએ પ્રથમ પ્રવચન આપ્યું. લૌકિક અને લોકોત્તર માર્ગને અલગ-અલગ સમજાવીને લોકોત્તર પથ ઉપ૨ ચાલવાની પ્રેરણા આપી. અનેક વ્યક્તિઓએ તેમની પાસે ધર્મની ઉપાસનાના નિયમો ગ્રહણ કર્યાં. તેજસ્વી ધર્મસંઘ ભગવાન ધર્મનાથના ધર્મ શાસનમાં અનેક શક્તિશાળી રાજનાયકોએ લોકસત્તા છોડીને પ્રભુ દ્વારા નિરુપિત આત્મ-ઉપાસનાનો માર્ગ ગ્રહણ કર્યો. ધર્મસંઘની આંતરિક તેજસ્વિતા સાધકોની પ્રબળ સાધના વડે સ્ફૂરિત હતી. બાહ્ય તેજસ્વિતા તત્કાલીન યુગનેતા તેમજ સત્તાધીશોના ધર્મ પ્રત્યેના અભિગમથી પરિલક્ષિત થાય છે. જ્યાં સમુદાય છે ત્યાં બંને પ્રકારની તેજસ્વિતા અપેક્ષિત છે. પ્રારંભિક સાધનાકાળમાં નિર્વિઘ્નતા રહે તે માટે બાહ્ય તેજસ્વિતા પણ આવશ્યક છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે ધર્મશાસન બાહ્ય તેજસ્વિતા વડે હીન બન્યું ત્યારે ત્યારે ધર્મ સમુદાય ઉપર સંકટો આવ્યાં અને ધર્મ છિન્નભિન્ન થઈ ગયો. ભગવાન ધર્મનાથના શાસનકાળમાં આંતરિક તેજસ્વિતા સાથે બાહ્ય વર્ચસ્વ પણ પર્યાપ્તરૂપે વૃદ્ધિ પામ્યું હતું. પ્રત્યેક ક્ષેત્રના લોકો ધર્મ પ્રત્યે આસ્થાવાન બન્યા હતા. ચાર શલાકાપુરુષ સમગ્ર અવસર્પિણી કાળમાં ત્રેસઠ મહાપુરુષ હોય છે, તેમને શલાકા-પુરુષ કહેવામાં આવે છે. ત્રેસઠમાં એક તો ધર્મનાથ પ્રભુ પોતે હતા. તે ઉપરાંત અન્ય ચાર શલાકા-પુરુષ તેમના શાસનકાળમાં થઈ ગયા. ભગવાન દ્વારા સર્વજ્ઞતાપ્રાપ્તિની પૂર્વે પ્રતિવાસુદેવ નિકુંભને મારીને વાસુદેવ પુરુષસિંહ અને તેમના મોટા ભાઈ બલદેવ સુદર્શન ક્રમશઃ પાંચમા વાસુદેવ અને બલદેવ તરીકે પૃથ્વીના ઉપભોક્તા બની ગયા હતા. ભગવાન સર્વજ્ઞ થયા પછી જ્યારે અશ્વપુર પધાર્યા ત્યારે બંને ભાઈઓએ પ્રભુનાં દર્શન કર્યા તથા પ્રવચન સાંભળીને ભગવાનના પરમ ભક્ત બની ગયા. વાસુદેવના મૃત્યુ પછી બલદેવ સુદર્શને ભગવાન પાસે સંયમ લઈને મોક્ષપ્રાપ્તિ કરી. ભગવાન શ્રી ધર્મનાથ D ૧૦૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના શાસનકાળમાં બે ચક્રવર્તી પણ થયા હતા. ત્રીજા શ્રી મઘવા તથા ચોથા શ્રી સનતકુમાર. સાવત્થી નગરીના રાજા સમુદ્રવિજયના પુત્ર મઘવાનો જન્મ ચૌદ મહાસ્વપ્નો થયો હતો. તેમણે યુવાનીમાં પ્રવેશ કર્યો ત્યારે આયુધ શાળામાં ચક્રરત્ન પેદા થયું. સમસ્ત ભરતક્ષેત્રના તેઓ એકછત્ર ચક્રવર્તી બન્યા. તમામ રાજાઓ તેમના આજ્ઞાનુવર્તી હતા. આટલા મોટા વિશાળ સામ્રાજ્યને પામીને પણ તેઓ એક ક્ષણ માટેય ધર્મને ભૂલ્યા નહોતા. તેમજ સદૈવ લોકોને પણ પ્રેરણા આપતા હતા. ચક્રવર્તી મઘવાની ભાવનામાં એક વખત ઉત્કર્ષ આવ્યો અને પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને ભગવાનના ઉત્તરવર્તી આચાર્ય પાસે દીક્ષિત થઈને સાધના કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. કેટલાક ગ્રંથોમાં તેમના દેવલોકમાં મહર્ધિક દેવ બનવાનો ઉલ્લેખ મળે છે. ચોથા ચક્રવર્તી સનતકુમાર પણ તેમના શાસનકાળમાં થયા હતા. હસ્તિનાપુરના રાજા અશ્વસેન તેમના પિતા હતા. માતાનું નામ મહારાણી સહદેવી હતું. બાળપણથી જ તેઓ વિવિધ કલાઓમાં નિપુણ હતા. આમ છતાં ઉપાધ્યાયની પાસે બોતેર લૌકિક કલાઓનું જ્ઞાન મેળવ્યું. એક વખત રાજાને ત્યાં ઘોડાનો એક વેપારી પ્રશિક્ષિત ઘોડા લઈને આવ્યો. યુવરાજ સનકુમાર એક ઘોડા ઉપર બેસીને અશ્વપરીક્ષા માટે ફરવા છે 1 - 1 ૦RN Koo કરી TINA ર ? Click ને તીર્થકરચરિત્ર ૧૧૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ ગયા. ઘોડો જેવો શહેરની બહાર નીકળ્યો, કે તરત વાયુવેગે દોડવા લાગ્યો અને થોડીક ક્ષણોમાં રાજકુમાર સહિત તે અદશ્ય થઈ ગયો. રાજા અશ્વસેન અત્યંત ચિંતિત થઈને કુમારની શોધ કરવા લાગ્યા. જંગલમાં આંધીને કારણે ઘોડાનાં પગલાં પણ લુપ્ત થઈ ગયાં હતાં. સનતકુમારના મિત્ર મહેન્દ્રસિંહ રાજા અશ્વસેનને જેમ તેમ સમજાવીને પાછા મોકલ્યા અને પોતે કુમારને શોધવાની પ્રતિજ્ઞા કરીને આગળ વધ્યા. અનેક પ્રદેશોમાં ફરતા ફરતા તેઓ ખૂબ આગળ નીકળી ગયા. છતાં રાજકુમારનો ક્યાંય પતો ન મળ્યો. ફરતાં ફરતાં એક વર્ષ વીતી ગયું. એક વખત મહેન્દ્રસિંહ પોતાના મિત્રને શોધતો શોધતો એક ગાઢ જંગલમાં જઈ રહ્યો હતો. એકાએક તેના કાનમાં હંસ, મોર, સારસ વગેરે પક્ષીઓના મધુર અવાજ આવવા લાગ્યા. મહેન્દ્રસિંહ તે દિશામાં ચાલ્યો. થોડેક આગળ જતાં એક સુંદર ઉપવન નજરે પડ્યું. ઉપવનમાં લતકુંજમાં તેને નવોઢા રમણીઓ દ્વારા ઘેરાયેલો એક યુવક દેખાયો. નજીક પહોંચતાં જ બંનેએ પરસ્પરને ઓળખ્યા. બંને આલિંગનબદ્ધ થઈને એકબીજાને મળ્યા. મહેન્દ્રસિંહના પૂછવાથી સનસ્કુમારે કહ્યું કે, “મારા લુપ્ત થઈ જવાની ગાથા મારી પાસેથી નહીં, પરંતુ વિદ્યાધર કન્યા વકુલમતી પાસેથી સાંભળો.” પરમ સુંદરી વકુલમતીએ સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. રાક્ષસને પરાજિત કરવાની ઘટના જાણીને મહેન્દ્રસિંહ અત્યંત પ્રસન્ન થયો. પોતાના બાળમિત્રને માતા પિતાની યાદ અપાવી અને સાથે ચાલવાનો આગ્રહ કર્યો. સનકુમાર વિદ્યાધર કન્યાઓને લઈને પોતાના મિત્ર મહેન્દ્રની સાથે પોતાની નગરીમાં આવ્યો. રાજા અશ્વસેને સહપરિવાર સામે જઈને પુત્રનું સ્વાગત કર્યું. તેનાં મહાન કાર્યો સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. રાજાએ સહર્ષ તેનો રાજ્યાભિષેક કરી દીધો. રાજા બન્યા પછી થોડાક સમય બાદ સનકુમારની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. સમસ્ત દેશ ઉપર વિજય મેળવીને સનકુમાર એક સાર્વભૌમ ચક્રવર્તી બની ગયા. પ્રૌઢાવસ્થામાં પણ સનસ્કુમારના શારીરિક સૌંદર્યમાં કોઈ જ પરિવર્તન આવ્યું નહિ. એક વખત શક્રેન્દ્ર મહારાજે તેમના સૌંદર્યની પ્રશંસા કરી. બે દેવતાઓ તેમનું રૂપ નિહાળવા માટે મૃત્યુલોકમાં પધાર્યા. વૃદ્ધ પુરુષનું રૂપ ધારણ કરીને તેઓ રાજમહેલમાં પહોંચ્યા. આજ્ઞા મેળવીને અંદર પ્રવેશ્યા. ચક્રવર્તી સ્નાન પૂર્વે માલીશ કરાવી રહ્યા હતા. દેવગણ તેમને જોઈને વિસ્મિત થઈ ઊઠ્યો. ચક્રવર્તી સનકુમારે કહ્યું, “હજી તો તમે કશું જ જોયું નથી. જો તમારે સૌંદર્યનો સાક્ષાત્કાર કરવો હોય તો થોડી વાર પછી રાજ્યસભામાં ઉપસ્થિત થજે.' દેવોએ કહ્યું, “જેવી આજ્ઞા !” દેવો રાજ્યસભામાં પહોંચ્યા. સનકુમારનું રૂપ નિહાળીને તેમણે પોતાનું મોં ફેરવી લીધું. ચક્રીના પૂછવાથી ભગવાન શ્રી ઘર્મનાથ ૧૧૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ તેમણે કહ્યું, “મહારાજ, આપના શરીરમાં તો કીડા પડી ગયા છે. ખાતરી કરવી હોય તો આપનું ઘૂંક જુઓ.” ચક્રવર્તી ઘૂંક્યા. ધ્યાનપૂર્વક જોતાં તેમાં ખરેખર કીડા દેખાયા. ચક્રવર્તીને શરીરની નશ્વરતાનું ભાન થયું. તત્કાળ તેમનું દય શારીરિક સોંદર્યથી વિરક્ત થઈ ગયું. સનસ્કુમારે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપ્યું. તેમજ ભગવાન ધર્મનાથના શાસનમાં દીક્ષિત થઈને ઉત્કૃષ્ટ તપસ્યા કરવા લાગ્યા. કાલાન્તરે તેઓ વિવિધ લબ્ધિઓના ધારક બન્યા. એક વખત સ્વર્ગમાં રાજર્ષિની પુનઃ પ્રશંસા થઈ. ત્યારે તેમની વૈદેહ ભાવનાની પરીક્ષા કરવા માટે એક દેવતા વૈદ્યનું રૂપ ધારણ કરીને આવ્યા. લોકો વૈદ્યને મુનિ પાસે લઈ ગયા. વૈદ્ય રૂપઘારી દેવે મુનિને જોઈને કહ્યું, “મારી દવા લેશો તો રોગ મટી જશે.” રાજર્ષિએ પૂછ્યું, “આપ કયો રોગ મટાડવાની વાત કરો છો : દ્રવ્ય કે ભાવ? દ્રવ્ય રોગ મટાડવાની ક્ષમતા તો મારી પાસે પણ છે. શું તમે ભાવ રોગ મટાડી શકો છો ?' આમ કહીને રાજર્ષિએ કુષ્ઠગ્રસ્ત જગ્યાએ પોતાનું ઘૂંક ચોપડ્યું. થોડીક જ ક્ષણોમાં રોગ દૂર થઈ ગયો. ત્યાં ચામડીનો રંગ બદલાઈ ગયો. વિસ્મિત દેવે મુનિનાં ચરણોમાં મસ્તક ઝુકાવ્યું તેમજ સમગ્ર ઘટના કહીને સ્વર્ગમાં પાછા ફર્યા. સનસ્કુમારે અંતે મુક્તિનું વરણ કર્યું. અનેક આચાર્ય તેમનું સ્વર્ગગમન પણ માને છે. આ સૌ નરરત્ન મહાપુરુષ ભગવાન ધર્મના શાસનકાળમાં થયા. તેમના કારણે ઘાર્મિક લોકોને પણ વિશેષ અનુકૂળતા રહી હતી. નિર્વાણ ગંધહસ્તિની જેમ અપ્રતિહત વિચરતા વિચરતા ભગવાન સન્મેદશિખર પહોંચ્યા. પોતાનું નિર્વાણ નિકટ નિહાળીને તેમણે આઠસો મુનિઓ સહિત અનશન ગ્રહણ કર્યું તથા એક માસના અનશન દ્વારા સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર ૦ગણધર - ૪૩ ૦ કેવલજ્ઞાની - ૪૫૦૦ ૦ મન:પર્યવજ્ઞાની ૪૫૦૦ ૦ અવધિજ્ઞાની - ૩૦૦ ૦ વૈક્રિય લબ્ધિઘારી - ૭૦૦૦ ૦ચતુર્દશ પૂર્વી - ૯૦૦ ૦ચર્ચાવાદી - ૨૮૦૦ તીર્થંકરચરિત્ર ૧૧૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૦ સાધુ ૦ સાધ્વી. - ૬૪,૦૦૦ - ૬૨,૪૦૦ - ૨,૦૪,૦૦૦ - ૪,૧૩,૦૦૦ ૦શ્રાવક ૦શ્રાવિકા એક ઝલક ૦ માતા ૦પિતા ૦નગરી ૦વંશ ૦ગોત્ર ચિહ્ન ૦વર્ણ ૦શરીરની ઊંચાઈ ૦ યક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦૭મસ્યકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ Oચ્યવન વૈશાખ સુદ ૭ ૦ જન્મ મહા સુદ ૩ ૦ દીક્ષા મહા સુદ ૧૩ ૦ કેવલજ્ઞાન પોષ સુદ ૧૫ નિર્વાણ જેઠ સુદ ૫ - સુવ્રતા - ભાનુ - રત્નપુર - ઇક્વાકુ - કાશ્યપ - વજ - સુવર્ણ - ૪૫ ધનુષ્ય - કિન્નર - કંદર્પ - ૨.૫ લાખ વર્ષ - ૫ લાખ વર્ષ - ૨ વર્ષ - ૨.૫ લાખ વર્ષ - ૧૦ લાખ વર્ષ નક્ષત્ર સ્થાન વૈજયન્ત પુષ્ય રત્નપુર પુષ્ય રત્નપુર પુષ્ય રત્નપુર પુષ્ય સમ્મદ શિખર પુષ્ય ભગવાન શ્રી ધર્મનાથ ૧૧૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી શાંતિનાથ *** સોળમા તીર્થંકર ભગવાનશ્રી શાંતિનાથના પૂર્વભવોનું વર્ણન આ પ્રમાણે મળે છે. પ્રથમ - રાજા શ્રીષેણ રત્નપુર (જંબૂતીપ-ભરતક્ષેત્ર) દ્વિતીય - યૌગલિક ઉત્તર કુરુ (જબૂદ્વીપ) તૃતીય - દેવ સૌધર્મ પ્રથમ દેવલોક ચતુર્થ – રાજા અમિતતેજ રથનુપુર (વૈતાઢ્ય ગિરિ-ઉત્તર શ્રેણી) પાંચમો – દેવ પ્રાણત (દસમો) દેવલોક છઠ્ઠો - બળદેવ અપરાજિત શુભા (જબૂદ્વીપ-મહાવિદેહ) સાતમો – ઇન્દ્ર અમ્યુયત (બારમો) દેવલોક આઠમો - વજાયુધ રત્નસંચયા (જંબૂઢીપ-મહાવિદેહ) નવમો - અહમિન્દ્ર ત્રીજે રૈવેયક દસમો તથા અગિયારમો ભવ જબૂદ્વીપની પૂર્વે મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં પુંડરીણિી નગરી હતી. ત્યાં વનરથ રાજા રાજ્ય કરતા હતા. તેમને પ્રિયમતિ અને મનોરમા નામની બે રાણીઓ હતી. શાંતિપ્રભુના જીવે ત્રીજા રૈવેયકનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રિયમતિની કૂખે જન્મ લીધો. તેમનું નામ મેઘરથ રાખવામાં આવ્યું. મનોરમા દ્વારા ઉત્પન્ન થયેલા પુત્રનું નામ દઢરથ રાખવામાં આવ્યું. સુમંદિરપુરના મહારાજ નિહતશત્રુને ત્રણ પુત્રીઓ હતી. તેમાં તીર્થકરચરિત્ર [ ૧૧૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રિયમિત્રા અને મનોરમાનો વિવાહ મેઘરથ તેમજ નાની રાજકુમારી સુમતિનો વિવાહ દૃઢરથ સાથે થયો હતો. રાજકુમાર મેઘરથની રાણી પ્રિયમિત્રાએ નંદિષેણ પુત્રને જન્મ આપ્યો અને મનોરમાએ મેઘસેનને જન્મ આપ્યો. દૃઢરથની પત્ની સુમતિના પુત્રનું નામ ૨થસેન રાખવામાં આવ્યું. મહારાજ ધનરથ મેઘરથને રાજા તેમજ દઢરથને યુવરાજ ઘોષિત કરીને દીક્ષિત થઈ ગયા. ત્યારબાદ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવલી તેમજ તીર્થ સ્થાપના કરીને તીર્થંકર બન્યા. મેઘરથ રાજા ન્યાય-નીતિથી રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી. મહારાજ સ્વયં ધાર્મિક હતા તેથી પ્રજામાં પણ ધાર્મિક વાતાવરણ પ્રસરેલું હતું. દેવોએ તેમની વિવિધ પ્રકા૨ની કસોટીઓ કરી. છતાં તેઓ ક્યારેય ડગ્યા નહિ. એક વખત ઈસાનેન્દ્રે દેવસભામાં મહારાજ મેઘરથની દૃઢ નિષ્ઠા તથા આચરણની પ્રશંસા કરી. તેમણે કહ્યું, મેઘરથનું ધ્યાન એટલું નિશ્ચલ અને દૃઢ હોય છે કે તેમને વિચલિત કરવામાં કોઈ પણ દેવ-દેવી સમર્થ નથી. કેટલીક સુરાંગનાઓને આ વાત અટપટી લાગી. તેમણે મેઘરથને ચલિત કરવા માટે મનમાં નિર્ધાર કર્યો. મેઘરથ તે સમયે પૌષધ શાળામાં ભગવાન શ્રી શાંતિનાથ ઘ ૧૧૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ પૌષધ કરી રહ્યા હતા. ત્યાં આવીને દેવીઓએ વસંતઋતુની વિપુર્વણા કરી. અઢળક ભોગ સામગ્રી તેમજ માદક વાતાવરણ પેદા કરીને ઉત્તેજક નૃત્ય, ઊંડા હાવભાવ તથા તીખા કટાક્ષ શરૂ કર્યા. અને મેધરથ પાસે રતિક્રિડાની યાચના કરી. મેઘરથે આ બધું થવા છતાં તે સુરબાલાઓ તરફ નજર પણ માંડી નહિ. તેઓ પોતાની સાધનામાં લીન બની રહ્યા. સૂર્યોદય થયો. આટલા ઉદ્યમ પછી પણ તેમને સફળતા ન મળી તેથી તેઓ હારીને પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ. પોતાનો પરિચય આપ્યો. અને અવિચળ રહેવા માટે મેઘરથને ધન્યવાદ આપ્યા. પોતાના પિતા તીર્થંકર ધનરથનું પુંડરીકિણી નગરીમાં સમવસરણ થયું. મેઘરથે તેમનું પ્રવચન સાંભળ્યું અને તેમનામાં વૈરાગ્ય ભાવ જાગી ગયો. તેમણે પોતાના પુત્ર મેઘસેનને રાજ્યભાર સોંપ્યો અને યુવરાજ દૃઢ૨થના પુત્ર રથસેનને યુવરાજ પદ ઉપર અધિષ્ઠિત કર્યા. મહારાજ મેઘરથે પોતાના નાના ભાઈ દૃઢરથ, સાતસો પુત્રો તેમજ ચાર હજાર રાજાઓ સહિત તીર્થંકર ધનરથ પાસે દીક્ષા ગ્રહણ કરી. એક લાખ પૂર્વ સુધી વિશુદ્ધ સંયમનું પાલન કર્યું અને તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંતે અનશનપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ બન્યા. દૃઢ૨થ મુનિ પણ વિશુદ્ધ સંયમનું પાલન કરીને સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ બન્યા. જન્મ તેત્રીસ સાગરોપમનું સર્વોત્કૃષ્ટ દેવાયુ ભોગવીને આ જ ભરતક્ષેત્રની હસ્તિનાપુર નગરીના નરેશ વિશ્વસેનના રાજમહેલમાં મહારાણી અચિરાદેવીની કૂખે અવતિરત થયા. મહારાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોથી સૌને જાણ થઈ ગઈ હતી કે જગત-ત્રાણ મહાપુરુષ પ્રગટ થશે. ગર્ભકાળ સમાપ્ત થતાં. વૈશાખ વદ તેરસની મધ્યરાત્રે ભગવાનનો જન્મ થયો. તે સમયે ચૌદ ૨જ્જવાત્મક લોકમાં અપૂર્વ શાંતિ પ્રસરી ગઈ. પ્રભુના જન્મ સમયે દિશાઓ પુલકિત બની હતી અને વાતાવરણમાં અપૂર્વ ઉલ્લાસ છલકાયો હતો. ઈન્દ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. રાજા વિશ્વસેને અત્યંત પ્રમુદિત મનથી પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો. નામકરણના દિવસે રાજા વિશ્વસેને કહ્યું કે, ‘આપણા રાજ્યમાં થોડાક મહિના પૂર્વે મહામારીનો ભયંકર પ્રકોપ હતો. સઘળા લોકો ચિંતિત હતા. મહારાણી અચિરાદેવી પણ રોગથી આક્રાંત હતી. બાળક ગર્ભમાં આવતાં જ રાણીનો રોગ શાંત થઈ ગયો. ધીમે ધીમે સમગ્ર દેશમાંથી મહામારી પણ દૂર થઈ. તેથી બાળકનું નામ શાંતિકુમાર રાખવું જોઈએ. સૌએ બાળકને એ જ નામ આપ્યું. તીર્થંકરચરિત્ર - T ૧૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ વિવાહ અને રાજ્ય સંચિત તેમજ નિકાચિત કર્મો ભોગવવાં જ પડે છે. તેમને ભોગવ્યા વગર અધ્યાત્મનો માર્ગ મોકળો બનતો નથી. ભલેને પુણ્યની પ્રકૃતિઓ જ હોય, તેમણે પણ કર્મો તો ભોગવવાં જ પડે છે. શાંતિકુમાર તીર્થંકર બનશે, પરંતુ તેમને બીજું પણ કંઈક બનવાનું હતું. પુણ્ય પ્રકૃતિઓ ભોગવવાની હતી. શૈશવકાળ સમાપ્ત થતાં જ રાજા વિશ્વસેને યશોમતિ તથા અન્ય રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન કરી દીધાં. જવાબદારીને યોગ્ય સમજીને યોગ્ય સમયે રાજાએ રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો અને પોતે મુનિવ્રત અંગીકાર કર્યું. | સર્વાર્થસિદ્ધથી ચ્યવન પામીને દઢરથનો જીવ મહારાજ શાંતિની પટરાણી યશોમતિના ગર્ભમાં આવ્યો. એ જ સમયે તેણે સ્વપ્નમાં સૂર્યસમાન તેજસ્વી ચક્રને આકાશમાંથી ઊતરીને મુખમાં પ્રવેશ કરતું જોયું. રાણી એકાએક ઊઠી, અત્યંત રોમાંચિત બની. તેણે પોતાના પતિ મહારાજ શાંતિને જગાડીને પોતાનાં સ્વપ્નો વિશે વાત કરી. મહારાજ શાંતિએ કહ્યું, “દેવી ! મારા પૂર્વભવનો ભાઈ દઢરથ તમારા ગર્ભમાં આવ્યો છે.” બાળકનો જન્મ થયો. તેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યુ. પવન વયમાં ચક્રાયુધનાં અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કરવામાં આવ્યાં. કેટલાક સમય પછી શાંતિનાથની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ચક્રની સહાયતા વડે આઠસો વર્ષોમાં છ ખંડ જીતીને શાંતિ ચક્રવર્તી સમ્રાટ બન્યા. દીક્ષા ભોગાવલિ કર્મોનો અંત નજીક નિહાળીને તેમણે પોતાના રાજ્યની સુવ્યવસ્થા કરી અને વર્ષીદાન દીધું. નિશ્ચિત તિથિ વૈશાખ વદ ચૌદસના દિવસે સહસ્રાઝ ઉદ્યાનમાં એક હજાર દીક્ષાર્થી પુરુષો સહિત તેમણે દીક્ષા લીધી. ભગવાનને તે દિવસે છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે મંદિરપુર નગરના રાજા સુમિત્રના રાજમહેલમાં પરમાન (ખીર) વડે તેમણે પારણું કર્યું. દેવોએ ઉત્સવ ઉજવ્યો અને સૌને દાનનું મહત્ત્વ સમજાવ્યું. ભગવાન એક વર્ષ સુધી છદ્મસ્થ કાળમાં સાધના કરતા રહ્યા. અભિગ્રહયુક્ત તપ તેમજ આસનયુક્ત ધ્યાન વડે વિશેષ કર્મનિર્જરા કરીને પુનઃ એક વર્ષ પછી એ જ સહસ્રાગ્ર વનમાં પધાર્યા. ત્યાં શુક્લધ્યાનમાં લીન થઈને તેમણે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી. ઘાતિક કર્મો ક્ષીણ કર્યા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. ભગવાન શ્રી ઘર્મનાથ ૧૧૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ - ૩s દેવોએ પ્રભુનો જ્વલ-મહોત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરી. દેવો તથા માણસોની અપાર ભીડમાં પ્રભુએ પ્રથમ પ્રવચન આપ્યું. પ્રવચનથી પ્રભાવિત થઈને અનેક લોકોએ આગાર તથા અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાનના પ્રથમ પુત્ર મહારાજ ચક્રાયુઘે પોતાના પુત્ર કુલચંદ્રને રાજ્યનો ભાર સોંપીને ભગવાન પાસે દીક્ષા લીધી અને તેઓ પ્રથમ ગણધર બન્યા. નિર્વાણ જીવનના અંત સમયે આયુષ્યને ક્ષીણ થતું જોઈને પ્રભુએ નવસો મુનિઓ સહિત અંતિમ અનશન કર્યું તથા એક માસના અનશનમાં સન્મેદશિખર પર ભવવિપાકી કર્મોનો ક્ષય કરી સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. તેમના નિર્વાણોત્સવ પ્રસંગે અગણિત લોકો ઉપરાંત ચોસઠ ઈંદ્ર અને દેવગણ ઉત્સાહપૂર્વક જોડાયો હતો. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની - ૪૩૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની ૪૦૦૦ ૦અવધિજ્ઞાની ૩૦૦૦ ૦ વેક્રિય લબ્ધિઘારી - ૬૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી ૮૦૦ ૦ચર્ચાવાદી ૨૪૦૦ ૦ સાધુ - ૬૨,૦૦૦ ૦ સાધ્વી - ૬૧,૬૦૦ ૦ શ્રાવક - ૨,૯૦,૦૦૦ ૦શ્રાવિકા - ૩,૯૩,૦૦૦ એક ઝલક ૦ માતા - અચિરા પિતા - વિશ્વસેન ૦નગરી - હસ્તિનાપુર ૦વંશ - ઇફ્તાક ૦ ગોત્ર - કાશ્યપ ચિહ્ન - મૃગ તીર્થકરચરિત્ર [ ૧૧૮ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૦વર્ણ વશરીરની ઊંચાઈ ૦ યક્ષ ૦ યક્ષિણી ૦ કુમાર કાળ ૦ રાજ્યકાળ ૦છદ્મસ્થકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ શ્રાવણ વદ ૬ જન્મ વૈશાખ વદ ૧૩ દીક્ષા વૈશાખ વદ ૧૪ કેવળજ્ઞાની પોષ સુદ ૯ નિર્વાણ વૈશાખ વદ ૧૩ - સુવર્ણ - ૪૦ ધનુષ્ય - ગરુડ - નિર્વાણી - ૨૫ હજાર વર્ષ - ૫૦ હજાર વર્ષ - ૧ વર્ષ - ૨૫ હજાર વર્ષ - ૧ લાખ વર્ષ ચ્યવન સ્થાન નક્ષત્ર સર્વાર્થસિદ્ધ ભરણી હસ્તિનાપુર ભરણી હસ્તિનાપુર ભરણી હસ્તિનાપુર ભરણી સમેદશિખર ભરણી ભગવાન શ્રી ધર્મનાથ L ૧૧૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી કુંથુનાથ તીર્થકર ગોત્રનો બંધ ---- જંબૂઢીપની પૂર્વે મહાવિદેહમાં આવત 3 |દશની ખગી નગરીમાં પ્રબળ પ્રતાપી સિંહાવહ રાજા હતો. અઢળક ભોગસામગ્રી હોવા છતાં તે પોતાની પ્રિય પ્રજાનાં સુખસુવિધા માટે સદૈવ છે . 8 પ્રવૃત્ત રહેતો. રાજને અવારનવાર સંતો સાથે સંપર્ક થતો રહેતો હતો. સંતોની અધ્યાત્મ વાણી સાંભળીને રાજા અધ્યાત્મ તરફ વળતો જતો હતો. રાજ ઘણી વખત વિચાર કરતો કે સંયમ લઈને સાધના કરું, પરંતુ રાજ્યસંચાલનની જવાબદારીમાં અટવાયેલો તે પછી ભૂલી જતો હતો. આખરે પુત્ર યોગ્ય થતાં રાજા સિંહાવણે પોતાની કલ્પના સાકાર કરી લીધી. જ્યભારથી મુક્ત થઈને તેમણે સંવરાચાર્ય પાસે શ્રમણત્વ ધારણ કર્યું. વિવિધ અનુષ્ઠાનો વડે રાજર્ષિએ વિશેષ કર્મનિર્જરા કરી અને વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિઓનો બંધ કર્યો. ધ્યાન દ્વારા તેમણે આત્માને સર્વથા પવિત્ર બનાવ્યો. તેમના તીર્થંકર ગોત્ર અને ચક્રી પદ બંનેનો બંધ થઈ ગયો. અંતે અનશનપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને તેઓ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં સર્વોત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ બન્યા. દેવલોકનાં સુખ ભોગવીને રાજાનો જીવ આ જ ભરતક્ષેત્રના હસ્તિનાપુર નગરમાં રાજા સૂરસેનના રાજમહેલમાં મહારાણી શ્રીદેવીની પવિત્ર કૂખે આવીને અવતરિત થયો. મહારાણીએ અર્ધસુષુપ્તાવસ્થામાં ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. કોઈ મહાપુરુષ મહારાણીની કૂખે આવશે એવું સૌને સમજાઈ ગયું. સર્વત્ર પ્રસન્નતા પ્રસરી ગઈ. સૌ બાળકના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યાં. ગર્ભકાળ સમાપ્ત થતાં ચૈત્ર વદ ચૌદસની મધ્યરાત્રે બાળકનો જન્મ થયો. દેઓએ ઉત્સવ ઉજવ્યો. ભગવાનના નવજાત શરીરને મેરુ પર્વત ઉપર તીર્થકરચરિત્ર [ ૧૨૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ SN'Tilmin, ST) - c પંડુક વનમાં લઈ ગયા. ત્યાં વિવિધ સ્થળોનાં પવિત્ર પાણી વડે તેમનો અભિષેક કર્યો. પોતાના ઉલ્લાસને પ્રગટ કર્યા પછી બાળકને પાછો યથાસ્થાને મૂકીને દેવગણ પોતપોતાને ત્યાં પાછો વળ્યો. રાજા સૂરસેને બાળકનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. પુત્રજન્મની ખુશાલીનો લાભ સૌકોઈને મળે, તે હેતુથી રાજએ કારાવાસના કેદીઓને મુક્ત કરી દીધા. યાચકોને છૂટા હાથે દાન દીધાં. ઉત્સવકાળમાં આયાત-નિકાસનો પ્રતિબંધ દૂર કરી દીધો. સર્વત્ર એક જ વાતનો આનંદ હતો કે પુત્રજન્મ તે આનું નામ. સૌને ન્યાલ કરી દીઘા! નામકરણના દિવસે પારિવારિક સભ્યો વચ્ચે પુત્રને લઈને મહારાણી પોતે આવ્યાં. કંથ-રત્નની જેમ પુત્રના તેજસ્વી શરીરને સૌએ નિહાળ્યું, આશીર્વાદ આપ્યા. નામ વિશે રાજા સૂરસેને કહ્યું, આ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે મહારાણીએ સ્વપ્નમાં કુંથુ નામનાં રત્નોનો ભંડાર નિહાળ્યો હતો, તેથી બાળકનું નામ કુંથુકુમાર રાખવું જોઈએ.” સૌએ બાળકને એ જ નામ આપ્યું. ભગવાન શ્રી કુંથુનાથ ! ૧૨૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ વિવાહ અને રાજ્ય કુંકુમારે જ્યારે યુવાની પ્રાપ્ત કરી ત્યારે રાજા સૂરસેને સુલક્ષણવતી અનેક રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન કર્યાં તથા આગ્રહપૂર્વક તેમનો રાજ્યાભિષેક કર્યો. રાજા સ્વયં નિવૃત્ત થઈને મુનિ બની ગયા. કુંથુનાથ પોતાના રાજ્યને વ્યવસ્થિત સંભાળી રહ્યા હતા. એક વખત આયુધ શાળાના સંરક્ષકે આવીને જાણ કરી કે આયુધ શાળામાં ચક્રરત્ન પ્રગટ થયું છે. કુંથુનાથ પરંપરાગત રીતે વિવિધ દેશ જીતવા માટે નીકળી પડ્યા. કોઈપણ પ્રકારના વિગ્રહ વગર મોટાભાગે દરેક સ્થળે તેમનું સ્વાગત થયું. સમગ્ર ભૂમંડળ ઉપર તેમનું એકછત્ર સામ્રાજ્ય સ્થપાયુ. નાના મોટા બત્રીસ હજાર દેશો ઉપર તેમનું શાસન હતું. રાજ્યમાં ક્યાંય પણ અવ્યવસ્થા નહોતી. સમગ્ર તંત્ર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું. દીક્ષા કર્મો સમાપ્ત ચક્રીપદનાં ભોગાવલી થતાં તેમણે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપ્યું. બાકીના સઘળાં રાજાઓને પોતાની અધીનતાથી મુક્ત કરી તેમની સાથે માત્ર મૈત્રી સંબંધ રાખ્યો. થોડાક સમય પછી વર્ષીદાન કરીને ચૈત્ર વદ પાંચમના દિવસે એક હજાર વિરક્ત વ્યક્તિઓ સાથે સંયમવ્રત સ્વીકાર્યું. દીક્ષાના દિવસે તેમને છઠ્ઠનું તપ હતું. તેમના અભિનિષ્ક્રમણની ચર્ચા સમગ્ર ભૂંમડળમાં વ્યાપી વળી. લોકો વિસ્મિત હતા તેમના ત્યાગ ઉ૫૨. બીજા દિવસે તેમણે નજીકના નગર ચક્રપુરના રાજા વ્યાઘસિંહને ત્યાં પ્રાસુક આહાર વડે પારણું કર્યું. દેવોએ પંચદ્રવ્ય પ્રગટ કર્યાં. લોકોને સંયતિ દાનનું મહત્ત્વ સમજાવ્યું. તેમની છદ્મસ્થ સાધના સોળ વર્ષ સુધી ચાલી. જિનલ્પી જેવી અવસ્થામાં તેઓ આટલાં વર્ષો સુધી ગામ ગામ વિચરતા રહ્યા. વિચરતાં વિચરતાં પુનઃ દીક્ષાભૂમિમાં પધાર્યા. ત્યાં તેમણે ભીલક નામના વૃક્ષ નીચે શુક્લધ્યાનના બીજા ચરણમાં ઘાતિક કર્મોનો ક્ષય કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવનિર્મિત સમવસરણમાં પ્રભુએ પ્રથમ દેશના આપી. તે સમયે અનેક લોકોએ આગાર અને અણગાર ધર્મની ઉપાસના સ્વીકારી. પ્રભુ ભાવથી તીર્થંકર બન્યા. નિર્વાણ લાખો-કરોડો લોકોને મોક્ષનો સાચો માર્ગ બતાવતાં અંતે સમ્મેદશિખર પર ચઢ્યા અને એક હજાર ચરમશરીરી મુનિઓ સહિત આજીવન અનશન ગ્રહણ કર્યું. ચૈત્ર વદ એકમના દિવસે સઘળાં કર્મોનો ક્ષય કરીને તેમણે ત્યાં તીર્થંકરચરિત્ર - ૧૨૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ પ્રાપ્ત કર્યું. ભગવાન કુંથુનાથ પ્રારંભમાં ચક્રવર્તી હતા, પછી તીર્થંકર બન્યા. ધાર્મિક તેમ જ લૌકિક બંને પ્રકારના લોકોને તેમના પ્રત્યે ઊંડી આસ્થા હતી. તેમના શરીરની નિહરણક્રિયામાં દેવ, દાનવ તથા માણસોની ભારે મોટી ભીડ થઈ હતી. ભગવાનના નિર્વાણથી સૌ ગદ્ગદ તેમજ આઘાતપૂર્ણ બન્યા હતા. નિહરણ ક્રિયા પછી સૌ વિક્ત ભાવથી પોતપોતાનાં સ્થાને પાછા વળ્યા. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની ૦ મનઃ પર્યવજ્ઞાની ૦અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી ૦ ચતુર્દશ પૂર્વી ૦ચર્ચાવાદી ૦ સાધુ ૦સાધ્વી શ્રાવક શ્રાવિકા એક ઝલક ૦ માતા પિતા ૦નગરી વંશ ૦ ગોત્ર ચિહ્ન ૦વર્ણ ૦ શરીરની ઊંચાઈ યક્ષ ૦ યક્ષિણી - ૩૫ - ૩૨૦૦ - ૩૩૪૦ - ૨૫૦૦ - ૫૧૦૦ - ૬૭૦ - ૨૦૦૦ - ૬૦,૦૦૦ - ૬૦,૬૦૦ - ૧,૮૦,૦૦૦ - ૩,૮૧,૦૦૦ – શ્રી દેવી - સૂરસેન - હસ્તિનાપુર - ઇક્ષ્વાકુ કાશ્યપ - છાગ (બકરા) - સુવર્ણ - ૩૫ ધનુષ્ય – ગંધર્વ બલા - - ભગવાન શ્રી કુંથુનાથ 7 ૧૨૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ - ૨૩,૭૫૦ વર્ષ - ૪૭,૫૦૦ વર્ષ - ૧૬ વર્ષ - ૨૩,૭૫૦ વર્ષ - ૯૫ હજાર વર્ષ ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦૭મસ્યકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ચ્યવન અષાઢ વદ ૯ જન્મ ચૈત્ર વદ ૧૪ દીક્ષા ચૈત્ર વદ ૫ કેવલજ્ઞાન ચૈત્ર સુદ ૩ નિર્વાણ ચૈત્ર વદ ૧ નક્ષત્ર સ્થાન સર્વાર્થસિદ્ધ કૃત્તિકા હસ્તિનાપુર કૃત્તિકા હસ્તિનાપુર કૃત્તિકા હસ્તિનાપુર કૃત્તિકા સમ્મદશિખર કૃત્તિકા , , , તીર્થકરચરિત્ર ૧૨૪ Page #143 -------------------------------------------------------------------------- ________________ [ (૧૮) ભગવાન શ્રી અરનાથ તીર્થંકર ગોત્રનો બંધ ભગવાન શ્રી અરનાથનો જીવ જંબૂદ્દીપની પૂર્વ વિદેહક્ષેત્રની સુસીમા નગરીના રાજા ધનપતિરૂપે હતો. તે ભવમાં તેમણે વિશેષ ધર્મની સાધના કરી. રાજ્ય પણ કર્યું, પરંતુ સ્વાભાવિક રીતે લોકોને એટલા બધા નીતિનિષ્ઠ બનાવ્યા કે ક્યારેય સજા કરવાની જરૂર પડી નહિ. અંતે રાજાધનપતિએ વિરક્ત થઈને સંવરમુનિ પાસે સંયમ સ્વીકાર્યો. અભિગ્રહ, ધ્યાન તથા સ્વાધ્યાયની વિશેષ સાધના કરીને આર્યજનપદમાં નિરપેક્ષ ભાવે વિચરતા રહ્યા. એક વખત તેમના ચાતુર્માસી તપનું પારણું જિનદાસને ત્યાં થયું. દેવોએ ‘અહોદાનં’ના ધ્વનિથી દાનદાતા અને મુનિનો ભારે મહિમા કર્યો. મુનિ આમ છતાં નિરપેક્ષ રહ્યા, અહંકાર તેમને લેશમાત્ર સ્પર્શી શક્યો નહિ. આમ ઉચ્ચત્તમ સાધના વડે મહાન કર્મનિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે આરાધક પદ પામીને તેઓ ત્રૈવેયકમાં મહર્ધિક દેવ બન્યા. જન્મ દેવત્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને ભગવાન હસ્તિનાપુર નગરના રાજા સુદર્શનના મહેલમાં આવ્યા. તેઓ રાણી મહાદેવીની કૂખે ઉત્પન્ન થયા. રાણી મહાદેવીએ ચૌદ સ્વપ્ન નિહાળ્યાં. સવારે નગરના ઘેર ઘેર મહારાણીનાં સ્વપ્નો તથા તેનાં ફળ વિશે વાત થવા લાગી. ગર્ભકાળ સમાપ્ત થતાં માગસર સુદ દસમની મધ્યરાત્રે પરમ આનંદમય વેળાએ તેમનો જન્મ થયો. દેવેન્દ્રો દ્વારા ઉત્સવ ઉજવાયા પછી મહા૨ાજ સુદર્શને સમુલ્લસિત ભાવથી જન્મોત્સવ ઉજવ્યો. નામકરણના દિવસે વિરાટ આયોજનમાં મહારાજ સુદર્શને કહ્યું કે, આ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતાએ રત્નમય અરચક્ર (૫) નિહાળ્યું હતું. તેથી બાળકનું નામ અકુમાર રાખવું જોઈએ. ભગવાન શ્રી અરનાથ D ૧૨૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ વિવાહ અને રાજ્ય બાળલીલા કરતાં કરતાં બાળક અરકુમારે તારુણ્યમાં પ્રવેશ ર્યો. રાજા સુદર્શને સર્વાંગસુંદર અનેક રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન ક્યાં. ત્રિજ્ઞાનધારી ભગવાન અરનાથે હજી ભોગાવલી કર્મો બાકી સમજીને લગ્ન માટે ના ન પાડી. પુત્રને યોગ્ય સમજીને પિતાએ રાજ્ય સોંપ્યું તથા પોતે સ્થવિર મુનિ પાસે સાધુત્વ ગ્રહણ કર્યું. અરનાથ કેટલાંક વર્ષો સુધી માંડલિક રાજા રહ્યા, પછી ચક્રરત્ન ઉત્પન્ન થતાં સાર્વભૌમ ચક્રવર્તી બન્યા. બત્રીસ હજાર રાજા ચક્રવર્તી અરનાથની સેવામાં પોતાને કૃતાર્થ માનતા હતા. દીક્ષા લાંબા સમય સુધી ચક્રવર્તી પદ ભોગવીને ચારિત્ર મોહનીય કર્મની ક્ષયોપશમ થતાં સંયમ માટે તેઓ ઉદ્યત બન્યા. પોતાના ઉત્તરાધિકારી સુયોગ્ય પુત્ર અરવિંદને રાજ્ય સોંપ્યું અને વર્ષીદાન દઈને સંયમ લેવાની જાહેરાત કરી. તેમના ચારિત્રગ્રહણની વાતે અનેકને આશ્ચર્યચકિત કરી દીધાં તથા અનેક વિરક્ત પણ બન્યા. માગસર સુદ અગિયારસને દિવસે ભગવાન સહસ્રાઝ વેનમાં પધાર્યા. વિશાળ જનસમૂહ તથા અગણિત દેવગણની ઉપસ્થિતિમાં એક હજાર રાજાઓ સહિત તેમણે સંયમગ્રહણ કર્યો અને બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ત્યાં છઠ્ઠની તપસ્યાનાં પરમાન્ત (ખીર) વડે પારણા કર્યા. પ્રભુના છદ્મસ્થકાળ વિશે અનેક મત પ્રવર્તે છે. કેટલેક ઠેકાણે દીક્ષા પછી ત્રણ વર્ષ છદ્મસ્થકાળનાં માનવામાં આવે છે અને કેટલેક ઠેકાણે માત્ર ત્રણ અહોરાત્રિ છબસ્થકાળની માનવામાં આવે છે. ભગવાનનો કેવલ-મહિમા દેવેન્દ્રોએ દૂર દૂર સુધી ફેલાવ્યો. પ્રથમ સમવસરણમાં જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ ગયા હતા તથા પ્રથમ પ્રવચનમાં જ તીર્થસ્થાપના થઈ ગઈ હતી. અગાઉ ચક્રવર્તી હોવાને કારણે લોકોમાં તેમનો ભારે પ્રભાવ હતો. અતિશયયુક્ત સર્વજ્ઞતા થવાથી પ્રભુ સૌની આસ્થાનું કેન્દ્ર બની ગયા. નિર્વાણ અઘાતી કર્મોનો અંત નજીક જોઈને ભગવાને એકહજાર મુનિઓ સહિત સન્મેદશિખર પર અનશન કર્યું. શુક્લધ્યાનના ચોથા ચરણમાં પહોંચીને તેમણે યોગમાત્રનો નિરોધ કરી દીધો. શૈલેશી અવસ્થામાં અવશિષ્ટ સમસ્ત પ્રકૃતિઓનો ક્ષય કરીને સિદ્ધત્વને પ્રાપ્ત કરી લીધું. પ્રભુનો પરિવાર ૦ગણધર - ૩૩ ૦ કેવળજ્ઞાની - ૨૮૦૦ તીર્થકરચરિત્ર [ ૧૨૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૨૫૫૧ ૦અવધિજ્ઞાની - ૨૬૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૭૩૦૦ ૦ ચતુર્દશ પૂર્વ - ૭૧૦ ૦ચર્ચાવાદી - ૧૬૦૦ ૦ સાધુ - ૫૦,૦૦૦ ૦ સાધ્વી - ૬૦,૦૦૦ ૦શ્રાવક - ૧,૮૪,૦૦૦ ૦શ્રાવિકા - ૩,૭૨,૦૦૦ એક ઝલક૦ માતા - મહાદેવી પિતા - સુદર્શન ૦નગરી - હસ્તિનાપુર ૦વંશ – ઇક્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ ચિદ્રત - નંદ્યાવર્ત ૦વર્ણ - સુવર્ણ ૦ શરીરની ઊંચાઈ - ૩૦ ધનુષ્ય ૦ યક્ષ - યક્ષેન્દ્ર ૦ યક્ષિણી - ધારિણી ૦ કુમારકાળ - ૨૧ હજાર વર્ષ ૦ રાજ્યકાળ - ૪૨ હજાર વર્ષ ૦છદ્મસ્થકાળ - ૩ વર્ષ ૦ કુલ દીક્ષાપર્યાય - ૨૧ હજાર વર્ષ ૦ આયુષ્ય - ૮૪ હજાર વર્ષ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર ૦ચ્યવન ફાગણ સુદ ૨ નવમું રૈવેયક રેવતી ૦ જન્મ માગસર સુદ ૧૦ હસ્તિનાપુર રેવતી ૦ દીક્ષા માગસર સુદ ૧૧ હસ્તિનાપુર રેવતી ૦ કેવળજ્ઞાન કારતક સુદ ૧૨ હસ્તિનાપુર રેવતી નિર્વાણ માગસર સુદ ૧૦ સન્મેદશિખર રેવતી ભગવાન શ્રી અરનાથ [ ૧૨૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી મલ્લિનાથ તીર્થકર ગોત્રનો બંધ —- 0. ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ પ્રભુ પોતે જ એક આશ્ચર્ય હતા. બાકીના તીર્થકરોએ પુરુષ શરીર ધારણ કર્યું હતું, પરંતુ તીર્થંકર મલ્લિનાથે (MO)) સ્ત્રીશરીરમાં જન્મ લીધો. સ્ત્રી શરીરમાં આટલો આત્મવિકાસ તથા આટલો પુરુષાર્થ સ્વયં એક આશ્ચર્ય ગણાય. ભગવાન મલ્લિપ્રભુએ પોતાના પાછળના જન્મોમાં આ પ્રકૃતિઓનો બંધ કર્યો હતો. જંબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની સલિલાવતી વિજયમાં વીતશોકા નગરી હતી. ત્યાંના રાજાનું નામ બલ હતું. તેની મહારાણી ઘારિણી દ્વારા એક પુત્રરત્નનો જન્મ થયો. તેનું નામ રાખ્યું મહાબલ. મહાબલ જ્યારે યુવાન થયો, ત્યારે માતાપિતાએ પાંચસો રાજકન્યાઓ સાથે તેનાં લગ્ન કર્યા. અનેક વર્ષો પછી મહાબલની કમલશ્રી નામની પત્ની દ્વારા પ્રથમ પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ બલભદ્ર પાડ્યું. સમ્રાટ બલે ભવ-પ્રપંચથી વિરક્ત થઈને મહાબલનો રાજ્યાભિષેક કર્યો અને પોતે ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષિત થઈને સાધનારત બની ગયા. મહાબલ રાજા બનીને રાજ્યનું વ્યવસ્થિત સંચાલન કરવા લાગ્યા. મહાબલના છ અભિન્ન મિત્રો હતા- ૧. અચલ, ૨. ધરણ, ૩. પૂરણ, ૪. વસુ, ૫. વૈશ્રવણ, ૬. અભિચંદ્ર. એક વખત વીતશોકા નગરીમાં આચાર્ય ધર્મઘોષ પધાર્યા. મહાબલ રાજા વિરક્ત થઈને સાધુ બનવા માટે તૈયાર થઈ ગયા. તેમની સાથે છ મિત્રો પણ તૈયાર થઈ ગયા. સાતેય જણાએ ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. દીક્ષિત થયા પછી સાતેય મુનિઓએ એવો નિશ્ચય કર્યો કે તપસ્યા, અભિગ્રહ વગેરે આપણે સાથે સાથે જ કરીશું, જેથી ભવિષ્યમાં પણ આપણો સંઘાથ કાયમનો બની રહે. આવો નિશ્ચય કર્યા પછી સૌ સાથે સાથે તપ વગેરે તીર્થકરચરિત્ર [ ૧૨૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ કરવા લાગ્યા. એક વખત મહાબલ મુનિના મનમાં વિચાર આવ્યો કે, અત્યારે તો સાતેયમાં મારું સ્થાન વિશેષ છે પરંતુ સમાન તપસ્યા, અભિગ્રહ વગેરેને કારણે ભવિષ્યમાં આ વિશેષતા જળવાશે નહિ. અહંકારના આવેશમાં તેમણે ખોટો નિર્ણય કર્યો કે વિશિષ્ટ બનવા માટે મારે મારા મિત્રો કરતાં કંઈક વિશેષ તપ કરવું જોઈએ. આવી કલ્પનામાં તેઓ પારણાંના દિવસે જ્યારે સહવર્તી મિત્ર-સંતો તેમના માટે આહારપાણી લાવતા ત્યારે તેઓ કહેતા કે તમે પારણાં કરો, મેં તો આજે આહારનો ત્યાગ કરી દીધો છે. આમ છઘપૂર્વક તપ અને અહંકાર તથા માયાની પ્રગાઢતા વડે તેમના સ્ત્રીગોત્રનો બંધ થઈ ગયો. વિશેષ તપસ્યા તેમજ નિર્જરાના કારણે તીર્થકર ગોત્રનો બંધ પણ થયો. ત્યાંથી સમાધિમરણ પામીને અનુત્તરલોકના વૈજયંત વિમાનમાં સૌ મુનિ દેવરૂપમાં પેદા થયા. જન્મ દેવાયુ ભોગવીને મહાબલ મુનિનો જીવ મિથિલા નગરીના રાજા કુંભના રાજમહેલમાં મહારાણી પ્રભાવતીની કુખે અવતરિત થયો. માતાને ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. ગર્ભકાળ પૂર્ણ થતાં સૌની આશાની વિરુદ્ધ એક પુત્રીનો જન્મ થયો. તે સમયે રાજઘરાનામાં પુત્રનો જ ઉત્સવ થતો હતો, પરંતુ દેવેન્દ્રોએ નવજાત બાલિકાનો ઉત્સવ ઉજવ્યો. ત્યારે રાજા કુંભ પણ પોતાના સહજ સમુત્પન્ન ઉલ્લાસને રોકી શક્યા નહિ. તેમણે પરંપરાને તોડીને પુત્રીનો જન્મોત્સવ પુત્રના જન્મોત્સવની જેમ જ ઉજવ્યો. નામકરણ મહોત્સવ પણ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો. રાજા કુંભે સૌને જણાવ્યું કે, “તેના ગર્ભકાળમાં રાણીને પુષ્પ-શૈયા ઉપર સૂઈ જવાનો દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થયો હતો. તે દોહદ દેવોએ પૂરો કર્યો હતો. તેથી બાલિકાનું નામ મલ્લિકુમારી રાખવું જોઈએ. મિત્રોને પ્રતિબોધ મલ્લિકુમારીએ ક્રમશઃ તારુણ્યમાં પ્રવેશ કરતાં જ તેમના સૌંદર્યમાં અદ્દભુત નિખાર પ્રગટ્યો. તેમના રૂપનો મહિમા દૂર દૂર સુધી પ્રસરી ગયો. આ બાજુ મલ્લિકુમારીએ અવધિજ્ઞાન વડે પોતાના પૂર્વભવના છ મિત્રોને જ્યારે નજીકનાં જનપદોમાં રાજ બનેલા જોયા, ત્યારે તેમને પ્રતિબોધ આપવા માટે પોતાના ઉદ્યાનમાં એક મોહનઘરનું નિર્માણ કરાવ્યું. તે ભવનના મધ્યભાગમાં બરાબર પોતાના જેવું જ રૂપ ધરાવતી એક સુવર્ણપૂતળી સ્થાપિત કરી. મૂર્તિની ચારેય બાજુ છ કક્ષ પૂતળીની સન્મુખ બનાવડાવ્યા. કક્ષોની ભગવાન શ્રી મલ્લિનાથ [ ૧૨૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ RE ' , - S III TIT T ID: I'llllliIII અંદરનાં દ્વાર એ રીતે ખૂલતાં હતાં કે અંદર ઊભેલી વ્યક્તિને માત્ર મૂર્તિ જ દેખાય બીજું કશું દેખાય નહિ. તે પૂતળી અંદરથી ખાલી હતી તથા ગળ પાસેથી ખૂલતી હતી. દરરોજ મલ્લિકુમારી પોતાના ભોજનનો એક એ. કોળિયો તે પૂતળીના ગળામાં નાખતી હતી. આ તરફ અલગ અલગ સાધનો દ્વારા છ મિત્ર-રાજાઓ પાસે મલ્લિકુમારીના રૂપની પ્રશંસા પહોંચી. અનુરક્ત મનવાળા છ રાજાઓએ દૂત મોકલીને કુંભ રાજા પાસે મલ્લિકુમારી માટે યાચના કરી. રાજા કુંભે ના પાડી તેથી છએ રાજાઓ સેનાઓ લઈને મિથિલા તરફ નીકળી પડ્યા. મહારાજ કુંભ છએ રાજાઓને સસૈન્ય મિથિલા નજીક આવેલા સાંભળીને ચિંતિત થઈ ઊઠ્યા. એકસાથે છ સામે યુદ્ધ કરવામાં પોતાને તેઓ અસમર્થ સમજવા લાગ્યા. ત્યારે રાજકુમારી મલ્લિ ચરણવંદન માટે પિતા પાસે આવી. તેણે ચિંતિત પિતાને કહ્યું કે, “આપ શા માટે યુદ્ધની વ્યર્થ ચિંતા કરો છો ? આ સમસ્યાનો ઉકેલ હું લાવી દઈશ. આપ નિશ્ચિત રહો.” રાજાની આજ્ઞા મેળવીને રાજકુમારી મલ્લિએ છએ રાજાઓની પાસે અલગ અલગ દૂત મોકલ્યા અને અશોકવાટિકામાં મળવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તીર્થકરચરિત્ર [ ૧૩૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ તમામ રાજાઓએ મળવાનું સ્વીકાર્યું. દરેક રાજા એમ જ માનતો હતો કે માત્ર મને જ બોલાવવામાં આવ્યો છે. નિશ્ચિત સમયે છએ રાજાઓએ અલગ અલગ દરવાજેથી અલગ અલગ ખંડોમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરનારા છ રાજાઓનાં નામ આ પ્રમાણે હતાં ૧. સાકેતપુ૨ીના રાજા ૨. ચંપાના રાજા ૩. કુણાલાના રાજા ૪. વારાણસીના રાજા પ્રતિબુદ્ધ ચંદ્રછાગ રુક્મી શંખ ૫. હસ્તિનાપુરના રાજા અદીનશત્રુ ૬. કંપિલપુરના રાજા જિતશત્રુ મિત્ર રાજા અશોકવાટિના મોહનઘરમાં પહોંચ્યા ત્યારે ત્યાં સુસજ્જિત પૂતળીને મલ્લિકુમારી સમજીને નિરખવા લાગ્યા. રૂપથી ઉન્મત્ત થઈને તેઓ તેને તાકી જ રહ્યા હતા. એવામાં મલ્લિકુમારી ત્યાં આવીને પૂતળીનું ઉ૫૨નું ઢાંકણ ખોલી નાંખ્યું. ઢાંકણ ખૂલતાં જ તેમાંથી સડેલા અનાજની દુર્ગંધ ચારે બાજુ પ્રસરી ગઈ. દુર્ગંધ પ્રસરતાં જ રાજાઓ નાક દબાવતા આમ તેમ જોવા લાગ્યા. તક જોઈને રાજકુમારી મલ્લિએ કહ્યું, ‘હે રાજાઓ ! દ૨૨ોજ માત્ર એક એક કોળિયો અનાજ નાખવાથી જ પૂતળીમાં સડેલા અનાજની આટલી બધી દુર્ગંધ પેદા થઈ છે, તો આ શરીર તો માત્ર અન્નનું જ પૂતળું છે. હાડ-માંસ તેમજ મળ-મૂત્ર સિવાય તેમાં બીજું છે શું ? તો પછી તેના ઉપર આટલી આસક્તિ શા માટે ? આપ સૌ આસક્તિ છોડો અને પવિત્ર મૈત્રી સંબંધોને યાદ કરો, આજથી ત્રીજા જન્મમાં આપણે સૌ અભિન્ન મિત્રો હતા. મારું નામ મહાબલ હતું. આપ સૌનાં નામ અમુક તમુક હતાં. આવો, આ વખતે પ્રબળ સાધના કરીને આપણે સાતેય શાશ્વત સ્થાન મેળવીએ, જ્યાંથી ક્યારેય આપણે અલગ થવાનું હોય જ નહિ, મલ્લિકુમા૨ીના આવા પ્રેરક ઉદ્બોધન તેમજ પાછળના જન્મની વાતોથી રાજાઓને જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું. તેમણે પોતાના પાછલા સંબંધોને સ્વયં નિહાળ્યા. તરત જ સૌ વિરક્ત થઈને બોલ્યા, ‘ભગવતી ! અમને ક્ષમા કરો અમારા વડે અજાણતાં જ ભૂલ થઈ છે. હવે અમે સૌ વિરક્ત છીએ આપ આજ્ઞા કરો આપની સાથે સાધના કરીને સઘળાં બંધનોનો ક્ષય કરી દઈએ. ભગવાન શ્રી મલ્લિનાથ 2 ૧૩૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા રાજકુમારી મલ્લિની સ્વીકૃતિ પામીને છએ રાજા પોતપોતાની રાજધાનીમાં આવીને ચારિત્ર સ્વીકારવાની તૈયારીમાં લાગી ગયા. આ તરફ રાજકુમારી મલ્લિએ પણ દીક્ષા લેવાની ઘોષણા કરી. વર્ષીદાન દીધા પછી નિર્ધારિત તિથિ માગસર સુદ અગિયારસના દિવસે ત્રણસો સ્ત્રીઓ તથા ત્રણસો પુરુષો સહિત મલ્લિ ભગવતીએ દીક્ષા ગ્રહણ કરી. કેટલાક લોકો તેમની દીક્ષાતિથિ પોષ સુદ અગિયારસ માને છે. દીક્ષાના દિવસે તેમને અઠ્ઠમનું વ્રત હતું. બીજા દિવસે મિથિલાના રાજ વિશ્વસેનને ત્યાં પારણું કર્યું. - દીક્ષા લેતાં જ તેઓ મન:પર્યવજ્ઞાની બની ગયાં. મન:પર્યવજ્ઞાન થતાં જ ભગવતી મલ્લિ કાયોત્સર્ગયુક્ત ધ્યાનમાં તન્મય બન્યાં તથા એ જ દિવસના ત્રીજા પ્રહરે ક્ષપક શ્રેણી લઈને તેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. આ અવસર્પિણીમાં સૌથી ઓછી છદ્મસ્થ અવસ્થામાં ચારિત્રપર્યાય પાળનાર તીર્થકર તેઓ જ હતાં. દીક્ષાના દિવસે સર્વજ્ઞતા માત્ર તેમને જ પ્રાપ્ત થઈ હતી. દેવેન્દ્રોએ ઉત્સવ ઉજવ્યા પછી સમવસરણની રચના કરી. ભગવતી મલ્લિએ પ્રથમ પ્રવચન આપ્યું. પ્રવચન વખતે તીર્થની સ્થાપના થઈ ગઈ. અનેક લોકોએ નિકેત અને અનિકેત ઘર્મની સાધના સ્વીકારી. નિર્વાણ લાંબા સમય સુધી સંઘની પ્રભાવના કરીને અંતે પાંચસો આર્થિકાઓ તથા પાંચસો ભવ્યાત્મા મુનિઓ સહિત એક માસના આજીવન અનશનમાં અવશિષ્ટ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરી તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. દિગમ્બર માન્યતા પ્રમાણે મલ્લિનાથને પુરુષ માનવામાં આવ્યા છે, કારણ કે તેમની માન્યતા અનુસાર સ્ત્રીને સાધુત્વ તથા મોક્ષ પ્રાપ્તિ નથી. પ્રભુનો પરિવાર ૦ગણધર - ૨૮ ૦ કેવલજ્ઞાની - ૨૨૦ ૦ મન:પર્યવ જ્ઞાની - ૧૭૫૦ ૦અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી ૨૯૦૦ ૦ ચતુર્દશ પૂર્વ ૬૬૮ ૦ચર્ચાવાદી - ૧૪૦૦ ૦ સાધુ - ૪૦,૦૦૦ ૦ સાધ્વી - ૫૫,૦૦૦ ૨૨૦૦ તીર્થકરચરિત્ર [ ૧૩૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૦શ્રાવક - ૧,૮૩,૦૦૦ શ્રાવિકા - ૩,૭૦,૦૦૦ એક ઝલક - ૦ માતા - પ્રભાવતી ૦પિતા - કુંભ ૦નગરી - મિથિલા ૦વંશ - ઇક્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ ચિહ્ન - કુંભ ૦વર્ણ - નીલ ૦શરીરની ઊંચાઈ - ૨૫ ધનુષ્ય ૦ યક્ષ - કુબેર ૦ યક્ષિણી - ધરણપ્રિયા ૦ કુમારકાળ - ૧૦૦ વર્ષ ૦ રાજ્યકાળ - નહીં ૦છદ્મસ્થકાળ - ૧ પ્રકર ૦ કુલ દીક્ષાપર્યાય - ૫૪,૯૦૦ વર્ષ ૦ આયુષ્ય - ૫૫ હજાર વર્ષ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર ચ્યવન ફાગણ સુદ ૪ વૈજયંત અશ્વિની જન્મ માગસર સુદ ૧૧ મિથિલા અશ્વિની દીક્ષા માગસર સુદ ૧૧ મિથિલા અશ્વિની કેવળજ્ઞાન માગસર સુદ ૧૧ મિથિલા અશ્વિની નિર્વાણ ફાગણ સુદ ૧૨ સન્મેદશિખર ભરણી ભગવાન શ્રી મલ્લિનાથ [ ૧૩૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ િ િ ભગવાન શ્રી મુનિસુવ્રત అంతకంతంలో C — તીર્થકર ગોત્રનો બંધ ભગવાન મુનિ સુવ્રતના જીવે પશ્ચિમ રામહાવિદેહમાં ભરતવિજયની ચમ્પા નગરીના નરેશ સુરશ્રેષ્ઠના જન્મમાં ઉત્કૃષ્ટ કક્ષાની સાધના કરી હતી. મળેલી સત્તા કુકરાવીને તેમણે મુનિવ્રત ગ્રહણ કર્યું હતું. વિભિન્ન અનુષ્ઠાનો દ્વારા અહંતુ ' ધર્મની પ્રભાવના કરી હતી. મહાન કર્મનિર્જરા Jકરીને તેમણે તીર્થંકર ગોત્રનો બંધ કર્યો તથા પંડિતમરણ પામીને પ્રાણત સ્વર્ગમાં મહર્વિક દેવ બન્યા. જન્મ અતુલનીય સ્વર્ગીય સુખોને ભોગવીને ભવસમાપ્તિ પછી ભરતક્ષેત્રની રાજગૃહ નગરીના રાજા સુમિત્રના રાજપ્રાસાદમાં તેઓ મહારાણી પ્રભાવતીની કૂખે અવતરત થયા. બાળકની મહાનતા સ્વપ્નો દ્વારા જ્ઞાત થઈ ચૂકી હતી. આવા બાળકના ગર્ભમાં આવવાને કારણે સૌકોઈ પ્રસન્ન હતું. ગર્ભકાળ સમાપ્ત થતાં વૈશાખ વદ આઠમ (કેટલાક નોમ પણ માને છે)ની મધ્યરાત્રે કોઈપણ પ્રકારની પીડા વગર પુત્રનો જન્મ થયો. છપ્પન દિગ્ડમારીઓએ જન્મોત્સવની વ્યવસ્થા ગોઠવી. ચોસઠ ઈદ્ર તથા અનેક દેવતા એકત્રિત થયા. ત્યાર બાદ રાજા સુમિત્રે અપાર આલ્હાદપૂર્વક પુત્રનો જન્મ મહોત્સવ ઉજવ્યો. નામના દિવસે સમાગત સમ્માનિત નાગરિકો તેમજ પારિવારિક વડીલોને રાજાએ કહ્યું, “બાળકના ગર્ભકાળ દરમિયાન માતાનું મન વ્રતપાલનમાં અત્યંત સજગ રહેતું હતું. ક્યારેય કોઈ વ્રતમાં ત્રુટિ આવતી નહિ. તેથી બાળકનું નામ મુનિસુવ્રત રાખવું જોઈએ.” બાળક મુનિસુવ્રત કલ્પવૃક્ષની જેમ નિર્વિઘ્ન મોટા થતા ગયા. બાલ્યકાળ પછી જ્યારે તારુણ્યમાં પ્રવેશ કર્યો, ત્યારે રાજા સુમિત્રે સુયોગ્ય તીર્થકરચરિત્ર [ ૧૩૪ Page #153 -------------------------------------------------------------------------- ________________ અને સમવયસ્ક રાજકન્યાઓ સાથે કુમારનું પાણિગ્રહણ કરાવ્યું તથા કેટલાંક વર્ષો પછી તેમને રાજ્ય સોંપીને પોતે નિવૃત્ત થઈ ગયા. રાજા મુનિસુવ્રતે રાજ્યનું સંચાલન ઉત્તમ રીતે નિભાવ્યું. લોકોને મર્યાદાનિષ્ઠ બનાવીને અનેક સમસ્યાઓ સમાપ્ત કરી દીધી. રાજ્યકાળમાં લોકો સ્વયં વ્યવસ્થાનું પાલન કરતાં હતાં. અવ્યવસ્થા સંપૂર્ણ સમાપ્ત થઈ ગઈ હતી. દીક્ષા ગૃહસ્થોપભોગ્ય કર્મોનો ક્ષય થતાં તેમણે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને વર્ષીદાન દીધું. ફાગણ સુદ ૧૨ (અન્ય મત મુજબ મહા વદ ૮)ના દિવસે એક હજાર વિક્ત ભવ્યાત્માસહિત સંયમ ગ્રહણ કર્યો. તેમના દીક્ષા સમારોહ વખતે માણસોની સાથે સાથે દેવોની પણ ભારે ભીડ હતી. સાડા અગિયાર માસ સુધી તેમણે છદ્મસ્થ અવસ્થામાં ચારિત્રનું પાલન કર્યું. ફરતા ફરતા તેઓ પુનઃ રાજગૃહના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં જ ચંપક વૃક્ષની નીચે તેમણે ધ્યાનમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવનિર્મિત સમવસરણમાં પ્રથમ પ્રવચન કર્યું. તીર્થસ્થાપનાની સાથે મોટી સંખ્યામાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓ થઈ ગયાં. સમગ્ર લોકસમુદાયમાં જાણે ધર્મની લહર વ્યાપી વળી. નિર્વાણ નિર્વાણવેળાને નિકટ નિહાળીને ભગવાને એક હજાર ચરમશરીરી વ્યક્તિઓ સહિત એક માસના અંતિમ અનશન કર્યા. સમ્મેદશિખર ઉપર ભવવિપાકી કર્મોનો ક્ષય કરીને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ચોસઠ ઈંદ્રોએ મળીને ભગવાનના શરીરની નિહરણક્રિયા કરી. આઠમા બલદેવ રામ તથા વાસુદેવ લક્ષ્મણ ભગવાન મુનિ સુવ્રતના શાસનકાળમાં થઈ ગયા. તેમનું વિસ્તૃત વર્ણન પઉમચરિયું તથા પદ્મપુરાણમાં ઉપલબ્ધ છે. રામનું અપર નામ પદ્મ પણ હતું. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની ૦ મન:પર્યવજ્ઞાની ૦ અવધિજ્ઞાની ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૮ - ૧૮૦૦ - ૧૫૦૦ - ૧૮૦૦ - ૨૦૦૦ ભગવાન શ્રી મુનિસુવ્રત D ૧૩૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ - ૫૦૦ - ૧૨૦૦ - ૩૦,૦૦૦ - ૫૦,૦૦૦ - ૧,૭૨,૦૦૦ - ૩,૫૦,૦૦૦ ૦ચૌદ પૂર્વ ૦ચર્ચાવાદી સાધુ ૦સાધ્વી ૦શ્રાવક ૦શ્રાવિકા એક ઝલક૦માતા પિતા ૦નગરી ૦વંશ ૦ગોત્ર ચિહ્ન ૦વર્ણ ૦ શરીરની ઊંચાઈ ૦યક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ ૦૭મસ્યકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦આયુષ્ય પંચ કલ્યાણક તિથિ ૦ચ્યવન શ્રાવણ સુદ ૧૫ ૦જન્મ વૈશાખ વદ ૮ ૦ દીક્ષા ફાગણ સુદ ૧૨ ૦ કેવળજ્ઞાન મહા વદ ૧૨ ૦નિર્વાણ વૈશાખ વદ ૯ - પદ્માવતી - સુમિત્ર - રાજગૃહ - હરિવંશ - ગૌતમ - કૂર્મ (કાચબો) - શ્યામ . - ૨૦ ધનુષ્ય - વરુણ - નરદત્તા - ૭૫૦૦ વર્ષ - ૧૫ હજાર વર્ષ - ૧૧.૫ માસ - ૭૫૦૦ વર્ષ - ૩૦ હજાર વર્ષ સ્થાન નક્ષત્ર પ્રાણત શ્રવણ રાજગૃહ શ્રવણ. રાજગૃહ શ્રવણ રાજગૃહ શ્રવણ સન્મેદશિખર શ્રવણ તીર્થકરચરિત્ર [ ૧૩૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી નમિનાથ ક عدم نشده તીર્થકર ગોત્રનો બંધ જંબૂઢીપની પશ્ચિમે મહાવિદેહમાં ભરતવિજયની કૌશાંબી નગરીના રાજા સિદ્ધાર્થે પોતાના રાજ્યની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. પારસ્પરિક વિગ્રહ લગભગ સમાપ્ત થઈ ગયા હતા. રાજ્યમાં કોઈપણ વસ્તુનો અભાવ નહોતો. “જે જ પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની રીતે સંતુષ્ટ હતી. એક વખત સંસારની નશ્વરતા ઉપર ચિન્તન કરતાં કરતાં તેઓ વિરક્ત થઈને સાધુત્વ ગ્રહણ કરવા માટે ઉદ્યત બન્યા. એ જ દિવસે તેમણે સાંભળ્યું કે નગરના ઉદ્યાનમાં નંદન મુનિ પધાર્યા છે. રાજાએ મુનિનાં દર્શન કર્યાં. રાજ્યસંચાલનની વ્યવસ્થા કરીને પોતે મુનિચરણોમાં દીક્ષિત થઈ ગયા. સિદ્ધાર્થ મુનિ વિવિધ તપસ્યાઓ તથા પારણાંનો અભિગ્રહ કરતાં કરતાં રુણ સાધુઓની વૈયાવૃત્ય વિશેષ રીતે કરતા હતા. તેઓ ધર્મસંઘના આલંબન રૂપ બની ગયા હતા. સંચિત કર્મોની મહાનિર્જરા કરીને તેમણે તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે અનશનપૂર્વક પ્રાણ છોડીને અનુત્તર સ્વર્ગલોકના અપરાજિત મહાવિમાનમાં મહર્વિક દેવ બન્યા. જન્મ દેવલોકનું આયુષ્ય ભોગવીને મિથિલાનગરીના રાજા વિજયના રાજપ્રાસાદમાં આવ્યા, મહારાણી વપ્રાની ઉત્તમ કૂખે અવતરિત થયા. મહારાણી વપ્રાએ દેવાધિદેવના ગર્ભગમનનાં સૂચક ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓ પાસેથી સૌને જાણવા મળ્યું કે ગર્ભગત બાળક ત્રિલોકપૂજ્ય છે, સૌ માટે આનંદકારી છે. સમુચિત આહારવિહાર વડે ગર્ભનું પાલન થવા લાગ્યું. ગર્ભકાળ સમાપ્ત થતાં અષાઢ વદ આઠમની મધ્યરાત્રે પ્રભુનો પાવન પ્રસવ થયો. પ્રભુના જન્મ સમયે સર્વત્ર ઉલ્લાસ હતો. દેવેન્દ્રોએ ઉત્સવ ભગવાન શ્રી નમિનાથ ! ૧૩૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉજવ્યો. રાજ વિજયે અત્યધિક ઉત્સાહપૂર્વક પુત્રનો સમગ્ર રાજ્યમાં જન્મોત્સવ ઉજવ્યો. રાજ્યનો પ્રત્યેક નાગરિક સહજ ઉલ્લાસથી ઉલ્લસિત હતો. નામકરણના દિવસે વિશાળ જનસમૂહ વચ્ચે રાજા વિજયે કહ્યું, “આપણું રાજ્ય અત્યારે જેટલું નિષ્કટક દેખાય છે તેટલું જ આજથી નવ મહિના પહેલાં વિપત્તિગ્રસ્ત હતું. આપ સૌ જાણો છો કે જે શત્રુઓથી આપણું નગર ઘેરાઈ ગયું હતું. તે શત્રુઓ અસાધારણ હતા. આપણું સૈન્યબળ તેમની સામે સામાન્ય હતું. હું ચિંતિત હતો કે લોકોનું રક્ષણ કેવી રીતે કરી શકાશે. મને કાંઈ સમજાતું નહોતું. તેવામાં મહારાણી વપ્રાએ મહેલની ઉપર જઈને સૌમ્ય દષ્ટિથી શત્રુસેના તરફ જોયું અને તરત જ શત્રુ નરેશનું મન એકાએક પરિવર્તન પામ્યું. તેમણે પોતાની આગળ વધતી વિજયવાહિની ત્યાંજ રોકી દીધી અને યુદ્ધસમાપ્તિની ઘોષણા કરી દીધી. મૈત્રી-સંધી પણ વિજેતાની જેમ નહિ, પરંતુ આપણી ઇચ્છા મુજબ કરી. આજે તેઓ મિથિલાના પરમ મિત્ર છે અને મને તો પોતાના કાકાની જેમ સમ્માન આપે છે. આ સમગ્ર પ્રભાવ આ ગર્ભગત બાળકનો જ હતો, અન્યથા આપણો તો પરાજય જ નક્કી હતો. ગર્ભના પ્રભાવથી જ તેઓ પણ મૈત્રીભાવનાવાળા બન્યા. તેથી બાળકનું નામ નમિકુમાર રાખવું જોઈએ. સૌ લોકોએ બાળકનું નામ નમિકુમાર રાખ્યું. વિવાહ અને રાજ્ય બાલસખાઓની સાથે કલ્પવૃક્ષની જેમ વિકસતા ભગવાન નેમિકુમારે જ્યારે તારુણ્યમાં પ્રવેશ કર્યો ત્યારે રાજા વિજયે આર્યકુળની અનેક સમવયસ્ક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ કરાવી દીધું. પૂર્વસંચિત અનિવાર્ય ભોગ્યશીલ કર્મો ભોગવતાં ભોગવતાં તેઓ ભૌતિક સુખોનો ઉપભોગ કરવા લાગ્યા. સમયાંતરે આગ્રહપૂર્વક રાજ્ય સોંપીને રાજા વિજય સ્વયં નિવૃત્ત થઈને દીક્ષિત થઈ ગયા. નમિએ રાજા બનીને રાજકીય વ્યવસ્થાને આદર્શ બનાવી દીધી. તેમના શાસનકાળમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની સુવિધા કરતાં રાજ્યની સુવિધા તથા વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખતી હતી. દીક્ષા ગૃહસ્થ સંબંધિત ભોગાવલી કર્મોની સમાપ્તિ પછી એક વખત નમિરાજા ફરવા માટે ઉપવનમાં ગયા. ત્યાં તેમની પાસે બે દેવો પધાર્યા. સમ્રાટ નમિએ તેમના આગમનનું કારણ પુછ્યું તો દેઓએ કહ્યું, જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં સુસીમા નગરીમાં અપરાજિત નામના મુનિ તાજેતરમાં તીર્થકર બન્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે તીર્થકર કોણ બનશે? ત્યારે તીર્થકરચરિત્ર [ ૧૩૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ તેમણે આપનું નામ જણાવ્યું તેથી અમે આપની પાસે આવ્યા છીએ.” આ સાંભળીને સમ્રાટ નમિ પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપી વિરક્ત થઈ ગયા. દીક્ષા પૂર્વે પરંપરા અનુસાર તેમણે વર્ષીદાન દીધું. નિશ્ચિત તિથિ જેઠ વદ નોમના દિવસે એક હજાર ભવ્યાત્મા વ્યક્તિઓની સાથે તેઓ સહશ્નામુ ઉદ્યાનમાં પધાર્યા. પંચમુષ્ટિ લોચ ર્યો. દેવસમૂહ અને માનવમેદની વચ્ચે ભગવાન નમિએ સર્વસાવદ્ય યોગોનું પ્રત્યાખ્યાન કર્યું. તે દિવસે પ્રભુને છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે વીરપુરના રાજા દત્તને ત્યાં તેમણે પરમાન (ખીર) વડે પારણું કર્યું. દેવોએ પ્રથમ દાનનો વિશેષ મહિમા બતાવ્યો. કેવળજ્ઞાન પ્રભુની છદ્મસ્થચર્યા માત્ર નવ માસની હતી. સાધનાની પ્રચંડ અગ્નિમાં તેમનાં કૃતકર્મો સ્વાહા થઈ ગયાં. ફરતા ફરતા ભગવાન નમિ પુનઃ દીક્ષાસ્થળ સહસ્રાષ્ટ્રમાં પધાર્યા. બોરસલી નામના વૃક્ષની નીચે ઉત્કૃષ્ટ ધ્યાન મુદ્રામાં તેમણે ક્ષપક શ્રેણી મેળવી તથા ઘાતિક કર્મોનો ક્ષય કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું. દેવોએ કેવલ-મહોત્સવની સાથોસાથ સમવસરણની રચના કરી. જન્મભૂમિ તથા આસપાસના હજારો લોકો ભગવાનનો ઉપદેશ સાંભળવા માટે ઉદ્યાનમાં ઊમટી પડ્યા. ભગવાને પ્રથમ પ્રવચનમાં આગાર તથા અણગાર ધર્મની પરિભાષા (વ્યાખ્યા) સમજવી. ભગવાનની વાણીથી પ્રભાવિત થઈને અનેક લોકો ઘર છોડીને અણગાર બની ગયા તથા અનેક લોકોએ ગૃહસ્થ ઘર્મની ઉપાસના સ્વીકારી. નિર્વાણ સુદીર્ઘકાળ સુધી ધર્મસંઘની પ્રભાવના કરતાં કરતાં ભગવાના નમિનાથ આર્યજનપદમાં અતિશય યુક્ત વિચરતા રહ્યા. અંતમાં સન્મેદશિખર ઉપર એક હજાર ચરમશરીરી મુનિઓ સહિત તેમણે અનશન કર્યું. ચૈત્ર વદ દશમના દિવસે શુક્લધ્યાનના ચોથા ચરણમાં પહોંચીને ચાર અઘાતી કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર૦ગણધર - ૧૭ ૦ કેવલજ્ઞાની - ૧૬૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની ૨૫૦ ૦અવધિજ્ઞાની ૧૬૦૦ ૦ વૈક્રિય લબ્ધિઘારી - ૫૦૦૦ ૦ચૌદ પૂર્વી - ૪૫૦ ભગવાન શ્રી નમિનાથ ! ૧૩૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ - ઇક્વાકુ ૦ચર્ચાવાદી - ૧૦૦૦ ૦સાધુ - ૨૦,૦૦૦ ૦ સાધ્વી - ૪૧,૦૦૦ શ્રાવક - ૧,૭૦,૦૦૦ ૦શ્રાવિકા - ૩,૪૮,૦૦૦ એક ઝલક૦ માતા - વખા પિતા - વિજય ૦નગરી - મિથિલા ૦વંશ ૦ગોત્ર - કાશ્યપ ૦ચિહ્ન - નીલોત્પલ (નીલકમલ) ૦વર્ણ - સુવર્ણ ૦ શરીરની ઊંચાઈ - ૧૫ ધનુષ્ય ૦ યક્ષ - ભૃકુટિ ૦ યક્ષિણી - ગાંધારી ૦ કુમાર કાળ - ૨૫૦૦ વર્ષ ૦ રાજ્યકાળ - ૫૦૦૦ વર્ષ છદ્મસ્થકાળ - ૯ માસ ૦ કુલ દીક્ષાપર્યાય - ૨૫૦૦ વર્ષ ૦ આયુષ્ય - ૧૦ હજાર વર્ષ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર ૦ચ્યવન આસો સુદ ૧૫ અપરાજિત અશ્વિની ૦જન્મ અષાઢ વદ ૮ મિથિલા અશ્વિની ૦ દીક્ષા જેઠ વદ ૯ મિથિલા અશ્વિની ૦ કેવલજ્ઞાન માગસર સુદ ૧૧ મિથિલા અશ્વિની નિર્વાણ ચૈત્ર વદ ૧૦ સન્મેદશિખર અશ્વિની તીર્થકરચરિત્ર [ ૧૪૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી અરિષ્ટનેમિ ચોવીસ તીર્થંકરોમાં એકવીસ તીર્થંકરો પ્રાગુ ઐતિહાસિક કાળમાં થઈ ગયા. ત્રેવીસમાં પાર્થ અને ચોવીસમા મહાવીર ઐતિહાસિક મહાપુરુષો છે. બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિને અગાઉ પ્રાગુ | ઐતિહાસિક માનવામાં આવતા હતા. આજે કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે તેઓ ઐતિહાસિક |છે. સંદર્ભો તથા ઉલ્લેખો દ્વારા હવે એ ચોક્કસ * પ્રમાણિત થયું છે કે ભગવાન અરિષ્ટનેમિ Jઐતિહાસિક મહાપુરુષ હતા. તેમના નવ ભવોનું વર્ણન ઉપલબ્ધ થાય છે. પ્રથમ અને બીજો ભવ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અચલપુર નામના નગરમાં રાજા વિક્રમધન રાજ્ય કરતા હતા. તેમની પટરાણી ધારિણી હતી. પટરાણીએ શુભ સ્વપ્નો સહિત ગર્ભ ધારણ કર્યો. પુત્રનો જન્મ થતાં તેનું નામ ઘનકુમાર રાખ્યું. તે યુવાન થતાં. તેનો વિવાહ કુસુમપુર નરેશ સિંહની પુત્રી રાજકુમારી ધનવતી સાથે થયો. એક દિવસ બંને જળક્રિડા માટે ગયાં હતાં. ત્યાં એક રોગી મુનિને નિહાળ્યા. તેમણે મુનિની સેવા કરી. મુનિ નગરમાં પધાર્યા ત્યારે નિર્દોષ આહાર, પાણી, દવા વગેરે દ્વારા ખૂબ સેવા-ભક્તિ કરી. મુનિના ઉપદેશથી તેમણે સમ્યત્વ સહિત શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. વિક્રમધને ધનકુમારને રાજા બનાવ્યા અને પોતે દીક્ષિત થઈ ગયા. મહારાજ ધન તથા મહારાણી ઘનવતીએ પોતાના પુત્ર જયંતને રાજ્યનો ભાર સોંપીને દીક્ષા લીધી. અંતે સમાધિમરણ પ્રાપ્ત કરી સૌધર્મ (પહેલા) દેવલોકમાં બંને મહર્વિક દેવ બન્યાં. ત્રી અને ચોથો ભવ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણીઓમાં સૂરતેજ નગર હતું. ભગવાન શ્રી અરિષ્ટનેમિ [ ૧૪૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ ત્યાં વિદ્યાધર સૂર રાજા હતા. તેમને વિદ્યુન્મતી રાણી હતી. ઘનકુમારનો જીવ સૌધર્મ દેવલોકમાંથી ચ્યવન પામીને વિદ્યુમ્નતીના ગર્ભમાં આવ્યો. ગર્ભકાળ સમાપ્ત થતાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ચિત્રગતિ પાડવામાં આવ્યું. વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નગરમાં અનંતસિંહ રાજા હતો. તેની રાણી શશિપ્રભા હતી. ધનવતીનો જીવ તેની પુત્રી રવતીના રૂપે જન્મ્યો. કાલાંતરે તેનો વિવાહ ચિત્રગતિ સાથે થયો. અંતે ચિત્રગતિએ પોતાના પુત્ર પુરંદરને રાજા બનાવીને પોતાની પત્ની રત્નપતી, અનુજ મનોગતિ તથા ચપલગતિ સહિત મુનિ દમધર પાસે દીક્ષા લીધી. લાંબા સમય સુધી ધ્યાન-સાધના કરીને મુનિ ચિત્રગતિ ચોથા માટેન્દ્ર દેવલોકમાં મહર્થિક દેવ બન્યા. તેમના બંને ભાઈ તથા પત્ની રત્નાવતી પણ એ જ દેવલોકમાં દેવ બન્યાં. પાંચમો અને છઠ્ઠો ભવ પૂર્વ મહાવિદેહના પદ્મવિજયના સિંહપુર નગરનો રાજા હરિનંદી હતો. તેની રાણી પ્રિયદર્શના હતી. ચિત્રગતિનો જીવ દેવાયુ ભોગવીને પ્રિયદર્શનાના પુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ રાખ્યું અપરાજિત. જનાનંદપુરના રાજા જિતશત્રુ હતા. તેમની રાણી ઘારિણી હતી. રત્નપતીનો જીવ ધારિણીની પુત્રીરૂપે જન્મ્યો. તેનું નામ પ્રીતિમતી રાખવામાં આવ્યું. મહારાજ જિતશત્રુએ પુત્રી યુવાન થતાં સ્વયંવર પદ્ધતિથી તેનો વિવાહ કરવાનો નિશ્ચય કર્યો. દૂરદૂરના રાજા-મહારાજાઓ, રાજકુમારોને આમંત્રિત કરવામાં આવ્યા. સ્વયંવર મંડપમાં રાજકુમાર અપરાજિત પણ ગયો. પ્રીતિમતીએ તેના ગળામાં વરમાળા પહેરાવી. થોડાક દિવસ શ્વસુરગૃહે રહીને તે પોતાની પત્ની સાથે સિંહપુર આવી ગયો. માતાપિતા અત્યંત પ્રસન્ન થયાં. મનોગતિ તથા ચપલગતિના જીવ પણ માહેન્દ્ર દેવલોકથી અવન પામીને અપરાજિતના સૂર અને સોમ નામથી અનુજ બન્યા. અપરાજિતે રાજા બન્યા પછી કુશળતાપૂર્વક રાજ્યનું સંચાલન કર્યું. પોતાના પુત્ર પદ્મનાભને રાજ્ય સોંપીને પોતાની પત્ની તથા બંધુય સહિત દીક્ષા લીધી. અંતે સમાધિ મૃત્યુ પ્રાપ્ત કરીને તે ચારેય અગિયારમા આરણ દેવલોકમાં દેવ બન્યાં. સાતમો અને આઠમો ભવ ભરતક્ષેત્રના હસ્તિનાપુરમાં શ્રીષેણ રાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ શ્રીમતી હતું. અપરાજિતનો જીવ ચ્યવન પામીને રાણીના ઉદરમાં આવ્યો. તેનું નામ શંખ રાખ્યું. એક તરફ પ્રીતિમતીનો જીવ અંગ દેશની ચંપા નગરીના રાજા જિતારિના રાજમહેલમાં પુત્રી રૂપે જન્મ્યો. તેનું તીર્થકરચરિત્ર [ ૧૪૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ નામ યશોમતી પાડ્યું. પૂર્વજન્મના બંધુ સૂર અને સોમ પણ યશોધર તથા ગુણધર નામે શ્રીષેણના પુત્ર બન્યા. એક વખત સીમાડાના લોકોએ આવીને કહ્યું કે, “મહારાજ ! અમે લુંટાઈ ગયા. પલ્લિપતિ સમરકેતુને શત્રુઓની મદદ છે. તે અમને સૌને લૂંટી રહ્યો છે, મારી રહ્યો છે. જો તત્કાળ ધ્યાન આપવામાં નહિ આવે તો રાજ્ય સર્વનાશ પામશે.” આ સાંભળીને રાજા ક્રોધિત થઈ ઊઠ્યા. તરત સેનાને આદેશ આપ્યો અને પોતે પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. રાજકુમાર શંખને જ્યારે ખબર પડી ત્યારે આગ્રહપૂર્વક પિતાને બદલે પોતે ચાલી નીકળ્યા. સીમાઓ ઉપર ભયંકર યુદ્ધ ચાલ્યું. સમરકેતુના અનેક સાથી માર્યા ગયા. કેટલાક જીવ બચાવીને ભાગી છૂટ્યા. સમરકેતુ સ્વયં રાજકુમાર શંખના સૈનિકો વડે ઘેરાઈ ગયો હતો. શસ્ત્રબળ સમાપ્ત થતાં તેણે સમર્પણ કરવું પડ્યું. લૂંટેલો માલ પણ બધો જ એના હાથમાં આવી ગયો. રાજકુમાર શંખે તે સંપત્તિ સીમાડાના લોકોને પુનઃ પરત આપી દીધી. પલિપતિ સમરકેતુને પકડીને વિજય રાજકુમાર પાછા હસ્તિનાપુર આવી રહ્યા હતા ત્યારે એકાએક તેમને જંગલમાં વિદ્યાધર મણિશેખર મળ્યા. રાજકુમારને જોતાં જ મણિશેખર ભાગવાની કોશિશ કરવા લાગ્યા. તક જોઈને રડતી યશોમતીએ રાજકુમારને પોતાના અપહરણની દારુણ ઘટના કહી સંભળાવી તથા મણિશેખરથી પોતાને બચાવવાની આજીજી કરી. મણિશેખર બળપૂર્વક તેની ઈચ્છાવિરુદ્ધ લગ્ન કરવા માગતો હતો. રાજકુમાર શંખે મણિશેખરને સમજાવ્યો અને તે નહિ માનતાં યુદ્ધનો આરંભ કર્યો. મણિશેખર યુદ્ધમાં પરાજિત થઈને ભાગી ગયો. રાજકુમાર યશોમતી રાજકુમાર શંખના અદ્દભુત શૌર્યથી અત્યંત પ્રભાવિત થઈ. એટલામાં તેના પિતા જિતારિ પણ તેની શોધ કરતા કરતા ત્યાં પહોંચી ગયા. સમગ્ર વાત સાંભળીને તેઓ અત્યંત પ્રસન્ન થયા અને કન્યાની ઈચ્છા જાણીને રાજકુમાર શંખ સાથે જંગલમાં જ તેનો વિવાહ કરી દીધો. રાજા શ્રીષેણને વિજયની સાથોસાથ પુત્ર-આગમનના પણ સમાચાર મળ્યા. તેઓ પ્રસન્ન થઈને પુત્રની સામે આવ્યા તથા વિજયોલ્લાસ સહિત નગરમાં પ્રવેશ કરાવ્યો. પુત્રના શૌર્યનો મહિમા સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયો. તેને યોગ્ય સમજીને તે જ ઉત્સવમાં પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને પોતે અણગાર બનીને ઉત્કૃષ્ટ સાધનામાં જોડાઈ ગયા. કેટલાંક વર્ષોમાં તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. રાજા શંખ કુશળતાથી રાજ્ય સંભાળતા હતા. એક વખત શહેરથી દૂર જંગલમાં આવેલા ઉદ્યાનમાં તેઓ સપત્નીક ક્રિડા કરવા ગયા. અનેક મિત્રો ભગવાન શ્રી અરિષ્ટનેમિ ॥ ૧૪૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ તથા અનુચરો પણ તેમની સાથે હતા. ત્યાં જ ભોજન તૈયાર કરવામાં આવ્યું. શંખ બેઠા બેઠા આમોદ-પ્રમોદની વાતો કરતા હતા. એટલામાં તરસથી વ્યાકુળ એક મુનિ આવ્યા. શંખે મુનિને જોતાં જ ઊભા થઈને વંદના કરી. રાણી યશોમતી પણ મુનિને જોઈને ભાવવિભોર થઈ ગઈ. મુનિએ પાણી માટે હાથ વડે સંક્ત કર્યો. રાજા-રાણી સમજી તો ગયાં કે મુનિને તીવ્ર તરસ લાગી છે, પરંતુ અચિત્ત પાણી લાવવું ક્યાંથી ? ત્યારે રાણી યશોમતીને યાદ આવ્યું કે રાયતામાં નાખવા માટે દ્રાક્ષ પલાળી હતી, તેનું પાણી અચિત્ત છે. જો તે પાણી ઢોળી નહિ દીધું હોય તો ઉપયોગમાં આવશે. તરત તે રસોડા તરફ ગઈ. જોયું તો તપેલામાં પાણી પડેલું હતું. મુનિને વિનંતી કરી. પાણીને શુદ્ધ જાણીને મુનિ વહોરવા લાગ્યા. રાજા શંખ તથા રાણી યશોમતિએ વાસણની બંને બાજુનાં કડાં પકડીને મુનિને જળ વહોરાવ્યું. જંગલમાં આવો યોગ મળવાથી રાજ-રાણી બંને હર્ષવિભોર થઈ રહ્યાં હતાં. તેવાં વધતાં પરિણામોમાં રાજાએ તીર્થકર ગોત્રનો બંધ કર્યો. રાણીએ પોતાને એકાભવતારી (એક ભવના અનંતર મોક્ષે જનારી) બનાવી દીધી. પછીના જન્મમાં મહાસતી રાજીમતીના રૂપે યશોમતીએ જન્મ લીધો હતો. એક વખત શ્રીષેણ કેવલી હસ્તિનાપુર પધાર્યા. મહારાજ શંખ પોતાના બંને ભાઈ, મહારાણી યશોમતિ તથા સમગ્ર રાજપરિવાર સહિત દર્શન કરવા ગયા. પ્રવચન સાંભળ્યું. પ્રવચન પછી શંખે પૂછ્યું, “ભગવાન ! મારો યશોમતી ઉપર આટલો બધો સ્નેહ કયા કારણે છે ?” શ્રીષેણ કેવલીએ જણાવ્યું, જ્યારે તું ધનકુમાર હતો ત્યારે આ તારી ધનવતી પત્ની હતી. સૌધર્મ દેવલોકમાં તે તારી મિત્ર બની. ચિત્રગતિના ભવમાં તે રત્નાવતીરૂપે તારી પત્ની બની. મહેન્દ્ર દેવલોકમાં સાથી મિત્ર બની. અપરાજિતના ભવમાં તે ફરીથી પ્રીતિમતી નામે તારી પત્ની બની. આરણ દેવલોકમાં તે તારી મિત્ર બની અને આ ભવમાં પણ તે તારી પત્ની છે. આમ યશોમતી સાથે તારો સાત ભવનો સંબંધ છે. આગામી ભવમાં તમે બંને અનુત્તર વિમાનમાં દેવ બનશો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તું ભરતક્ષેત્રમાં અરિષ્ટનેમિ નામે બાવીસમા તીર્થંકર બનીશ. યશોમતીનું નામ રાજીમતી હશે. તમારા વિવાહ નિશ્ચિત થશે ખરા, પરંતુ અવિવાહિત અવસ્થામાં જ તે પણ દીક્ષિત બનશે અને મોક્ષમાં જશે. પોતાના પૂર્વભવનાં વૃત્તાંત સાંભળીને શંખને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પોતાના બંને ભાઈ, પત્ની તેમજ કેટલાક મિત્ર-રાજાઓ સાથે તેણે દીક્ષા સ્વીકારી. અંતે સમાધિમૃત્યુ પામીને ચોથા અનુત્તર-અપરાજિત દેવલોકમાં દેવ બન્યાં. તીર્થકરચરિત્ર [ ૧૪૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ જન્મ સુદીર્ઘ દેવાયુ ભોગવીને શૌરીપુર નગરના સમ્રાટ સમુદ્રવિજયના રાજપ્રાસાદમાં પધાર્યા. સ્વનામ ધન્યા શિવારાણીની કૂખે અવતર્યા. મહારાણી શિવાએ ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓએ કાળગણના તથા સ્વપ્નશાસ્ત્રના આધારે તેઓ તીર્થકર થશે તેવી ભવિષ્યવાણી ઉચ્ચારી. સર્વત્ર હર્ષ છવાઈ ગયો. ગર્ભકાળ સમાપ્ત થતાં શ્રાવણ સુદ પાંચમની મધ્યરાત્રે શુભવેળાએ ભગવાનનો જન્મ થયો. દેવેન્દ્રોએ ઉત્સવ ઉજવ્યો. મહારાણી શિવા પુત્રપ્રાપ્તિથી પોતાને કૃતકૃત્ય સમજવા લાગ્યાં. રાજ સમુદ્રવિજયે પોતાના દિશ ભાઈઓ સહિત પુત્રનો અપૂર્વ જન્મોત્સવ ઉજવ્યો. સૌના દયમાં ઉલ્લાસ તથા ઉમંગ હતા. નામકરણના દિવસે મહારાણી શિવા શ્યામ કાંતિવાળા નવજાત શિશુને લઈને આયોજનમાં પધાર્યા. લોકોએ બાળકને નિહાળ્યો, આશીર્વાદ આપ્યા. નામની ચર્ચા વખતે સમુદ્રવિજયે કહ્યું, “બાળકના ગર્ભમાં આવ્યા પછી તમામ પ્રકારનાં અનિષ્ટોથી રાજ્ય દૂર રહ્યું છે. તેની માતાને અરિષ્ટ રત્નમય ચક્ર (નેમિ)નું સ્વપ્ન આવ્યું હતું. તેથી બાળકનું નામ અરિષ્ટનેમિ રાખવું જોઈએ.” ઉપસ્થિત સૌએ તેનું તે જ નામ રાખ્યું. હરિવંશની ઉત્પત્તિ અરિષ્ટનેમિના પિતા મહારાજ સમુદ્રવિજય હરિવંશીય પ્રતાપી રાજા હતા. હરિવંશની ઉત્પત્તિ પણ વિચિત્ર સંજોગોમાં થયેલી. દશમા તીર્થંકર શીતલનાથના શાસનકાળમાં વત્સદેશની રાજધાની કૌશાંબી નગરીમાં સુમુહ નામનો રાજા હતો. એ જ નગરીના વીરક નામના યુવકની પત્ની વનમાલા પ્રત્યે રાજા મોહિત થઈ ગયો અને તેને પ્રચ્છન્ન રીતે પોતાની પાસે રાખી લીધી. ક્રમશઃ વનમાલા પરમપ્રિયા મહારાણી બની ગઈ. આ તરફ પત્નીના વિરહમાં વીરક અર્ધવિક્ષિપ્ત જેવો થઈ ગયો. થોડાક સમય પછી તે બાળતપસ્વી બન્યો. એક વખત રાજા સુમુહ વનમાલા સાથે વનવિહાર માટે ગયા. ફરતાં ફરતાં તેમની દષ્ટિ વીરક ઉપર પડી. તેની દયનીય સ્થિતિ જોઈને રાજાને પોતાના કૃત્ય ઉપર ભારે ખેદ થયો અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. મેં આ બહુ જ ખોટું કામ કર્યું. મારા દોષને કારણે વીરકની આવી સ્થિતિ થઈ છે. ઓહ ! તે કેટલું બધું કષ્ટ વેઠી રહ્યો છે ! વનમાલાને પણ પશ્ચાત્તાપ થયો. આવાં સરળ પરિણામોમાં બંનેના મનુષ્ય-આયુનો બંધ થયો. એ જ ક્ષણે તેમના ઉપર વીજળી પડી અને તેમનો પ્રાણાંત થયો. તેઓ યૌગલિક ભૂમિ હરિવાસમાં ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૪૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ યુગલપરૂપે ઉત્પન્ન થયાં. વીરકે જીવનભર અજ્ઞાન તપ કર્યું. આખરે તે પ્રથમ સૌધર્મ દેવલોકમાં કિલ્વિષી દેવ બન્યો. તેણે જ્યારે જ્ઞાન વડે એમ જોયું કે તેનો શત્રુ તેની પ્રિયા સાથે ભોગભૂમિમાં સુખોપભોગ કરી રહ્યો છે, ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે, “હું આ દુષ્ટને અત્યારે જ મારી નાખું. આટલું બધું પાપ કરવા છતાં તે અહીં ઉત્પન્ન થયો છે'. વળી પાછું વિચાર્યું કે, “તેમને મારવાથી કોઈ પ્રયોજન સિદ્ધ નહિ થાય. એના કરતાં તો તેમને એવી જગ્યાએ પહોંચાડી દઉં કે જ્યાં કર્મબંધ થવાની શક્યતા હોય. આ માટે તેમને કોઈ રાજ્યના રાજ બનાવીને મદ્ય-માંસ-ભોજી બનાવી દઉં અને વિષયભોગમાં ફસાવી દઉં જેથી તેઓ નરકમાં દુઃખ ભોગવતાં રહે !' ચંપા નરેશનું એ જ સમયગાળામાં નિધન થયું હતું. તેને સંતાન ન હોવાને કારણે સિંહાસન ખાલી પડ્યું હતું. રાજા બનવા માટે ભારે રસાકસી ચાલતી હતી તેમાં ઘણો સમય વીતી ગયો. દેવે તેને યોગ્ય તક સમજીને આકાશવાણી કરી કે, તમારે રાજા બનાવવાની જે સમસ્યા છે તેનો ઉકેલ હું આપું છું. હું એક યુગલને મોકલું છું. તેમને રાજતિલક કરીને તેમની સમક્ષ મદ્ય-માંસ પીરસો અને તેમને માટે ભોગવિલાસની સામગ્રી તૈયાર કરો. તેમને રાજકીય કાર્યોમાં ઓતપ્રોત રાખો. રાજ્યની સમૃદ્ધિ વધશે.” દેવે બંનેનાં કદ ઘટાડીને સો ઘનુષ્ય જેટલાં કરી દીધાં. તેમનું એક કરોડ પૂર્વનું આયુષ્ય ઘટાડીને એક લાખ વર્ષનું કરી દીધું. લોકોએ ભેગાં મળીને રાજતિલક કર્યું. બંને ખૂબ ભોગાસક્ત બન્યાં. પરિણામે નરકનાં મહેમાન બન્યાં. આ એક વિસ્મયકારક ઘટના હતી. કારણકે યૌગલિકોનું નરકગમન થતું નહોતું. એ જ પરિવાર યુગલ વડે હરિવંશની ઉત્પત્તિ થઈ. તે સમય દશમા તીર્થંકર શીતલનાથ તથા અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથની વચ્ચેનો સમય હતો. હરિવંશમાં અનેક શક્તિશાળી, પ્રતાપી અને ધર્માત્મા રાજા થયા છે. તેમાં પૃથ્વીપતિ, મહાગિરિ, હિમગિરિ, વસુગિરિ, દક્ષ, મહેન્દ્રદત્ત, શંખ, વસુ વગેરે અનેક રાજ થયા છે. આકાશમાં ઊંચા સિંહાસન પર બેસનાર જે વસ્તુનું વર્ણન મળે છે તે આ જ વસુ રાજા હતા. તેમના પછી દીર્ઘબાહુ, વજબાહુ વગેરે રાજાઓ પછી સુભાનુ રાજા બન્યા. તેમના પુત્ર યદુ આ હરિવંશના મહાપરાક્રમી તથા પ્રભાવશાળી રાજ થયા. યદુના વંશમાં સૌરી અને વીર નામના બે અત્યંત શક્તિશાળી રાજા થયા. રાજા સૌરીએ સૌરિપુર તથા વીરે સૌવીર નગર વસાવ્યાં. તીર્થકરચરિત્ર [ ૧૪૬ Page #165 -------------------------------------------------------------------------- ________________ નેમિનું પિતૃક કુળ હરિવંશીય મહારાજ સૌરી દ્વારા અંધકવૃષ્ણિ અને ભોગવૃષ્ણિ એવા બે પરાક્રમી પુત્રો થયા. અંધકવૃષ્ણિને સમુદ્રવિજય, અક્ષોભ, સ્તિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ, અને વસુદેવ એવા દસ પુત્રો હતા. જે દશાર્કના નામે જાણીતા છે. તેમાં મોટા સમુદ્રવિજય અને નાના વસુદેવ વિશેષ પ્રભાવશાળી હતા. સમુદ્રવિજય અત્યંત ન્યાયશીલ, ઉદાર તેમજ પ્રજાવત્સલ રાજા હતા. વસુદેવે પોતાના પરાક્રમ વડે દેશ-દેશાંતરમાં કીર્તિ મેળવી. અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ તથા દઢનેમિ સમુદ્રવિજયના પુત્રો હતા. તેમની માતાનું નામ શિવા હતું. કૃષ્ણ તથા બલરામ વસુદેવના પુત્રો હતા. તેમની માતાઓ ક્રમશઃ દેવકી તથા રોહિણી હતી. અરિષ્ટનેમિના શ્રીકૃષ્ણ પિતરાઈ હતા. બાલ્યકાળ જ્યારે અરિષ્ટનેમિ લગભગ ચાર વર્ષના થયા, ત્યારે યાદવોએ એક ભયંકર સંકટ અનુભવ્યું. શ્રીકૃષ્ણે મથુરાનરેશ કંસનો વધ કર્યો. તેથી તેની પત્ની જીવયશાએ ગુસ્સે થઈને પોતાના પિતા પ્રતિવાસુદેવ જરાસંઘ પાસે જઈને સમગ્ર ઘટના કહી સંભળાવી. જરાસંઘે યદુકુળનો સમૂળ નાશ કરવા માટે પોતાના પુત્ર તથા સેનાપતિ કાકુમારને સેનાસહિત મોકલ્યા. કુળદેવીની કૃપાથી યાદવો કુશળ સમુદ્રકિનારે પહોંચી ગયા. દેવ સહયોગથી સર્વસુવિધાસંપન્ન દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું અને તેમાં તમામ યાદવો સુખેથી રહેવા લાગ્યા. કાલકુમાર તે કુળદેવીની માયાથી હણાયો. જરાસંઘના યુદ્ધમાં યાદવો સાથે દ્વારિકાપુરીમાં રહેતાં રહેતાં બલરામ અને કૃષ્ણે અનેક રાજાઓને વશમાં કરીને પોતાનો રાજ્યવિસ્તાર વિસ્તાર્યો. યાદવોની સમૃદ્ધિ તથા ઐશ્વર્યની યશોગાથાઓ દૂરસુદૂર પ્રસરી. પ્રતિવાસુદેવ જરાસંઘને જ્યારે આ અંગે સમાચાર મળ્યા કે યાદવો તો પરમ સુખેથી જીવન વિતાવી રહ્યા છે ત્યારે તેમને ભારે ક્રોધ ઉપજ્યો. જરાસંઘે યાદવો સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો જેથી કાકુમારને છળકપટ વડે મારવાનો બદલો લઈ શકાય અને પુત્રી જીવયશાની પ્રતિજ્ઞા પણ પાર પડી શકે. શ્રીકૃષ્ણે જ્યારે કંસનો વધ કરીને તેના અત્યાચારોથી મથુરાને મુક્તિ અપાવી ત્યારે વિલાપ કરતી કંસની પત્ની જીવયશાએ કહ્યું હતું, ‘હું બલરામ, કૃષ્ણ તથા દશાર્હસહિત સમગ્ર યાદવ કુળનો સર્વનાશ જોઈને જ શાંત બેસીશ. નહિતર હું અગ્નિપ્રવેશ કરીશ.' શુભમુહૂર્તે યાદવોની ચતુરંગિણી સેના રણક્ષેત્ર તરફ આગળ વધી. આ ભગવાન શ્રી અરિષ્ટનેમિ જ્ઞ ૧૪૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ તરફ જરાસંઘની સેના પણ આવી પહોંચી. કેટલાક વિદ્યાધર રાજાઓ રણક્ષેત્રમાં પહોંચ્યા અને મહારાજ સમુદ્રવિજયને કહ્યું આપણી ઉપર વસુદેવજીના ઘણા ઉપકાર છે. તેથી આપણે તેમના કુતજ્ઞ છીએ. આપણી વિદ્યાધર શ્રેણીના અનેક શક્તિશાળી રાજાઓ જરાસંઘના મિત્રો છે. તેઓ પોતપોતાની સેનાઓ સાથે આવી રહ્યા છે. આપ વસુદેવને અમારા સેનાપતિ નિયુક્ત કરીને મોકલો. જેથી અમે તેમને ત્યાં જ રોકી રાખી શકીએ. વસુદેવજી એ તરફ ચાલ્યા ગયા. જરાસંઘ તથા યાદવોની સેના વચ્ચે ભયંકર સંગ્રામ શરૂ થયો. તેમાં ઘણી મોટી સંખ્યામાં યોદ્ધાઓ હણાયા. જરાસંઘના પુત્રોને યાદવવીરોએ હણી નાખ્યા. પોતાના પુત્રોને મરતા જોઈને જરાસંઘ અત્યંત ક્રોધિત થયો અને બાહવર્ષા કરતો કરતો યાદવસેના પર તૂટી પડ્યો. યાદવસેના હતપ્રભ બની ગઈ. અરિષ્ટનેમિ પણ યુદ્ધભૂમિમાં ઉપસ્થિત હતા. તેમના માટે સર્વશસ્ત્રાસ્ત્રોથી સુસજ્જ રથ માતલિ સારથિસહિત ઈદ્રએ મોકલ્યો. મુખ્ય યાદવવીર ઘેરાયેલા હતા. નેમિકુમારે તક જોઈને યુદ્ધનો દોર પોતાના હાથમાં લીધો. કુમારના આદેશથી માતલિએ રથ ભીષણ વર્તુળ વાયુ તરફ ફેરવ્યો. કુમારે પુરંદર શંખનો ઘોષ કર્યો. શંખના નિનાદથી શત્રુઓ ધ્રુજી ઊઠ્યા. યાદવોમાં નવો ઉત્સાહ છલકાયો. બાણાવર્ષાની ભીંસ ઊભી કરતાં કરતાં તેમણે જરાસંઘની સેનાને પીછેહઠ કરાવી. આ ચમત્કારી વિજયથી યાદવસેના જોશમાં આવી ગઈ અને તેણે ભયંકર આક્રમણ શરૂ કર્યું. પોતાના રથને મનોવેગથી શત્રુરાજાઓની ચારે તરફ ઘુમાવતાં ઘુમાવતાં જરાસંઘની સેનાને અટકાવી દીધી. અંતે શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર વડે જરાસંઘને હણીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો અને ત્યારથી તેઓ નવમા વાસુદેવ તથા બલરામ બલદેવ બન્યા. અપરિમિત બળ એક વખત નેમિકુમાર ફરતા ફરતા વાસુદેવ કૃષ્ણના શસ્ત્રાગારમાં જઈ પહોંચ્યા. અવલોકન કરતાં તેમણે ત્યાં પાંચજન્ય શંખ નિહાળ્યો. કુતૂહલતાથી તે તેને ઉઠાવીને વગાડવા લાગ્યા. શંખના ગંભીર ઘોષ સાંભળીને સમગ્ર દ્વારિકા નગરી ખળભળી ઊઠી. અનેક લોકો મૂચ્છિત થઈ ગયા. વાસુદેવ કૃષ્ણ અને બલભદ્ર પણ તરત શસ્ત્રાગાર તરફ દોડ્યા. તેઓ વિચારવા લાગ્યા, આ બીજે વાસુદેવ વળી ક્યાંથી આવી ટપક્યો ? શું આપણી સ્થિતિ સમાપ્ત થઈ રહી છે? કે પછી આપણે વાસુદેવ રહ્યા જ નથી? આયુધ શાળામાં પહોંચીને તેમણે જોયું તો ખબર પડી કે ત્યાં નેમિકુમાર ફરતા હતા. શસ્ત્ર-સંરક્ષક દ્વારા જાણવા મળ્યું કે શંખ નેમિકુમારે વગાડ્યો હતો. તીર્થકરચરિત્ર [ ૧૪૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ havallili/ 6 )* ZuuN NJ ( HIST I ' !! - hid / \/ ૯ વાસુદેવ કૃષ્ણ વિચારવા લાગ્યા, “પાંચજન્ય શંખ જેને માત્ર વાસુદેવ જ વગાડી શકે છે, મારા અગ્રજ બલરામજી પણ તેને વગાડી શકતા નથી, તે શંખને આટલી પ્રખરતાથી વગાડવો એ તો ખરેખર અદ્ભુત પરાક્રમનું કામ છે. કોઈક દિવસ જે નેમિના મનમાં રાજ્યપ્રાપ્તિની ભાવના જાગશે તો હું તેને દબાવી નહિ શકું. મારે માહિતી મેળવવી જોઈએ કે વાસ્તવમાં શક્તિ મારામાં અધિક છે કે તેનામાં? બે ચાર દિવસ પછી વાસુદેવ કૃષ્ણ અરિષ્ટનેમિને કહ્યું, “આપણે મલ્લશાળામાં બાહુનમન (પંજો લડાવવાની) સ્પર્ધા ગોઠવીએ. જોઈએ, કોણ કોનો હાથ ઝુકાવે છે.” નેમિકુમારની સ્વીકૃતિ મેળવીને બંને જણા મલ્લશાળામાં ગયા. અનેક યાદવો સ્પર્ધા નિહાળવા માટે એકત્ર થયા. પહેલાં શ્રી કૃષ્ણ વાસુદેવે પોતાનો પ્રચંડ જમણો હાથે સામે લાંબો કર્યો. નેમિકુમારે સ્વાભાવિક સ્મિત સાથે ડાબા હાથ વડે લીલા વૃક્ષની ડાળીની જેમ તેને પકડીને આસાનીથી ઝુકાવી દીધો. આ જોઈને સૌ વિસ્મિત થઈ ઊઠ્યાં. ત્યાર પછી શ્રીકૃષ્ણના આહ્વાનથી નેમિકુમારે પોતાનો સુદઢ હાથ સામે લંબાવ્યો. વાસુદેવ કૃષ્ણ પ્રથમ પોતાના ડાબા હાથ વડે એ હાથ ઝુકાવવાનો ભગવાન શ્રી અરિષ્ટનેમિ ] ૧૪૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ અસફળ રહ્યા. પછી જમણા હાથ વડે પ્રયત્ન કર્યો. છતાં તે અસફળ રહ્યા તેથી તેમણે બંને હાથ વડે પકડીને જોર લગાવ્યું. આ બાજુ નેમિકુમારે પોતાના હાથને થોડોક વધુ ઊંચો કર્યો. તો શ્રીકૃષ્ણ ત્યાં લટકી રહ્યા. ચારેતરફ નેમિકુમારના બળની પ્રશંસા થવા લાગી. કૃષ્ણ નેમિકુમારને ભેટીને કહ્યું, “આવો બળવાન મારો નાનો ભાઈ છે, તો પછી મારા રાજ્ય પર આંગળી પણ કોણ ઊઠાવી શકે? મને મારા ભાઈ પર ગર્વ છે.” રૂકમિણી વગેરેનો નેમિ સાથે વસંતોત્સવ શ્રીકૃષ્ણ પોતાના અંતઃપુરના રક્ષકોને આદેશ આપ્યો કે કુમાર અરિષ્ટનેમિને કોઈપણ પ્રકારની રોકટોક વગર આવવા-જવા દેવા. કુમાર સહજ તથા નિર્વિકાર ભાવે સર્વત્ર વિચરણ કરતાં રકૃમિણી વગેરે રાણીઓ તેમનું ખૂબ સન્માન કરતી. વાસુદેવે વિચાર્યું, “નેમિકુમારનાં લગ્ન કરીને તેને દાંપત્ય જીવનમાં સુખી જોઈ શકું ત્યારે જ મારું રાજ્ય તથા બ્રાતૃપ્રેમ સાચા અર્થમાં સાર્થક થઈ શકે. કુમાર નિર્વિકાર છે. તેને ભોગમાર્ગ તરફ આકર્ષિત કરવાનું આવશ્યક છે. શ્રીકૃષ્ણ આ કામ રકૃમિણી, સત્યભામા વગેરે રાણીઓને સોંપ્યું. રાણીઓએ સાથે મળીને એક દિવસ નેમિકુમારને કહ્યું, ‘દિયરજી ! તમારી સાથે જલક્રિડા કરવાની અભિલાષા છે, ભાભીઓનો આગ્રહ તો તમારે માનવો જ પડશે.” ભાભીઓના આગ્રહને નેમિકુમાર ટાળી શક્યા નહિ. સરોવરમાં ભાભીઓ સાથે ઘણા સમય સુધી તેઓ જળક્રિડા કરતા રહ્યા. રમત રમતમાં રૂકમિણી વગેરે રાણીઓએ આગ્રહ કર્યો કે, “તમારે વિવાહ કરવો પડશે. યાદવ વંશના કુલ-મણિ હોવા છતાં કુંવારા ફરો છો તેથી સૌને શરમ ઊપજે છે. કુળવાન છોકરાઓ યોગ્ય ઉંમરે લગ્ન કરી લેતા હોય છે. અમારે પણ દેરાણી જોઈએ છે. કહો, અમારો પ્રસ્તાવ તમે સ્વીકારો છો ને?” નેમિકુમારે મિતસહ ભાભીઓનો આગ્રહ સાંભળ્યો. તક જોઈને કૃષ્ણ પણ બોલ્યા, “અનુજ ! ભાભીઓની અભિલાષા તથા અમારા જેવા મોટા ભાઈઓની લાગણીને ઠુકરાવવી નહિ જોઈએ.” ભગવાન નેમિકુમારે અવધિજ્ઞાન વડે જોઈ લીધું હતું કે વિવાહની તૈયારી એ જ મારી દીક્ષાનું નિમિત્ત બનશે. તો પછી હું શા માટે ઈન્કાર કરું? ઇચ્છા જણાવતાં કૃષ્ણ મહારાજ અને રાણીઓએ પૂછ્યું, “તો અમે તૈયારી શરૂ કરીએ ને ?' નેમિકુમારે કહ્યું, “હા.” વિવાહની સ્વીકૃતિ મળતાં જ ચારે તરફ પ્રસન્નતા પ્રસરી ગઈ. વાસુદેવ કૃષ્ણ અનેક રાજકન્યાઓ વિષે વિચારવા લાગ્યા. મહારાણી સત્યભામાએ કહ્યું, “મારી નાની બેન રાજીમતિ નેમિકુમાર માટે દરેક રીતે યોગ્ય છે.” શ્રીકૃષ્ણને આ પ્રસ્તાવ ઉચિત લાગ્યો. તત્કાળ ઉગ્રસેન રાજા પાસે પુત્રીની માગણી મૂકી. ઉગ્રસેને કહ્યું, “મારું સૌભાગ્ય છે મારી એક તીર્થકરચરિત્ર [ ૧૫૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ પુત્રી પહેલેથી આપના મહેલમાં છે અને હવે બીજી પણ ત્યાં નેમિકુમારની જીવનસંગિની બનીને આવશે, પરંતુ મારી એક શરત છે કે તમારે મારે ત્યાં જાન લઈને આવું પડશે. હું ત્યાં આવીને મારી દીકરી નહિ આપું.” શ્રીકૃષ્ણ આ વાત સ્વીકારી લીધી. કૃષ્ણમહારાજ તરત વિવાહની તૈયારીમાં લાગી ગયા. તેમને ભય હતો કે નેમિકુમાર ના ન પાડી દે આ ભયથી પ્રેરાઈને ચાતુર્માસમાં શ્રાવણ સુદ છઠ્ઠની નિશ્ચિત તિથિ ઉપર ધામધૂમથી નેમિકુમારને સુસજ્જિત રથમાં બેસાડીને સમુદ્રવિજય વગેરે દસ દશાઈ, શ્રીકૃષ્ણ, બલરામ તથા દઢનેમિ, રથનેમિ વગેરે અનેક યાદવકુમારો હાથી, ઘોડા તથા રથોમાં બેસીને નીકળી પડ્યા. આ તરફ ઉગ્રસેન રાજાએ સઘળી તૈયારી કરી રાખી હતી. વિભિન્ન પકવાનો સહિત સેંકડો-હજારો પશુઓને પણ એકત્રિત કરી રાખ્યાં હતાં. નેમિકુમારની જાન તે સંત્રસ્ત પશુઓના વાડાની વચ્ચે થઈને પસાર થઈ. ભયભીત પશુઓને જોઈને નેમિકુમારે સારથિને પૂછ્યું, “આ બધાં પશુઓને અહીં કેમ પૂરી રાખ્યાં છે?” સારથિએ નમ્રતાપૂર્વક નિવેદન કર્યું કે, “રાજકુમાર ! આ બધાં પ્રાણીઓ આપના માટે છે. આપની સાથે આવેલા યાદવકુમારોને તેમનું માંસ પીરસવામાં આવશે.' નેમિકુમારનું સ્ક્રય કરુણાથી છલકાઈ ઊડ્યું. તેઓ વિચારવા લાગ્યા, “મારા એકનો વિવાહ થશે અને હજારો મૂગાં પશુઓના પ્રાણનો ઘાત કરવામાં આવશે. તેમના મોતનું નિમિત્ત હું બનીશ. ના, આવું ક્યારેય નહિ થવા દઉં. હવે મારે વિવાહ નથી કરવા.” તેમણે સારથિને કહ્યું, “રથ દ્વારકા તરફ પાછો વાળી દો.” સારથિએ રથને પાછો વાળ્યો. નેમિકુમારે પોતાના શરીર ઉપરનાં સઘળાં આભૂષણો ઉતારીને સારથિને સોંપી દીધાં. નેમિકુમારનો રથ પાછો વળતાં જ જાનની સઘળી વ્યવસ્થા છિન્નભિન્ન થઈ ગઈ. કૃષ્ણ તથા બલરામ સૌએ આવીને ફરી એક વાર તેમને સમજાવ્યા. નેમિકુમાર દઢતાથી ઇન્કાર કરીને દ્વારકા આવ્યા અને વર્ષીદાન દીધું. અભિનિષ્ક્રમણ યાત્રા ભગવાન નેમિકુમારની વિરક્તિથી સૌ વિસ્મિત હતા. પરમ સુંદરી રાજીમતિ જેવી યુવતીને લગ્ન કર્યા પહેલાં જ છોડી દેવી તે પ્રબળ આત્મબળનું કાર્ય હતું. અનેક યુવકોએ પણ તેમની વિરક્તિથી સ્વયં વિરક્ત થઈને તત્કાળ નેમિકુમાર સાથે દીક્ષિત થવાની ઘોષણા કરી દીધી. નિશ્ચિત તિથિ શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે ઉત્તરકુર નામની શિક્ષિકામાં બેસીને ઉજ્જયંત (રેવતગિરિ) પર્વત ઉપર સહસ્રાઝ ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુની નિષ્ક્રમણ યાત્રામાં અપાર માનવમેદની તથા ચોસઠ ઈદ્રો સહિત અગણિત ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૫૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ દેવગણ પણ સામેલ હતો. શોભાયાત્રામાં સનસ્કુમારેન્દ્ર પ્રભુના માથે છત્ર ધરીને ચાલવા લાગ્યા. શક્રેન્દ્ર તથા ઈશાનેન્દ્ર સમુક્તળ ચામર ઢોળતા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. મહેન્દ્ર હાથમાં તલવાર લઈને, બ્રહ્મદ્ર દર્પણ લઈને, લાંત કેન્દ્ર પૂર્ણકળશ લઈને શક્રેન્દ્ર સ્વસ્તિક લઈને તથા સહક્ઝારેન્દ્ર દિવ્ય ધનુષ્ય ચઢાવીને આગળ આગળ ચાલી રહ્યા હતા. પ્રાણતેન્દ્ર શ્રીવત્સ તથા અચ્યતેન્દ્ર નંદ્યાવર્ત ધારણ કરીને યાત્રાને મંગલમય બનાવી રહ્યા હતા. બાકીનાં ચમરાદિ ઈદ્ર પોતપોતાનાં આયુધો વડે સુસજ્જિત પોતપોતાની હરોળમાં નેતૃત્વ કરી રહ્યા હતા. સહસ્રાઝ ઉદ્યાનમાં પહોંચીને અશોક વૃક્ષની નીચે ભગવાને બાકીનાં આભૂષણો ઉતાર્યા અને પંચમુષ્ટિ લોચ ર્યો. વાસુદેવ શ્રીકૃષ્ણ વયમાં મોટા હોવાને કારણે કુંચિત કેશ નેમિકુમારને આશીર્વાદ આપતાં કહ્યું, “હે દમીશ્વર ! આપ શીધ્રાતિશીધ્ર પોતાના લક્ષને પ્રાપ્ત કરો, ઘર્મનો આલોક વિશ્વભરમાં ફેલાવો.” નેમિકુમારે એક હજાર વિરક્ત વ્યક્તિઓ સહિત પ્રવજ્યા ગ્રહણ કરી. વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરે સૌ તેમને વંદના કરીને પોતાના મહેલોમાં પાછા વળ્યા. દીક્ષાના દિવસે ભગવાનને અઠ્ઠમનુ વ્રત હતું. બીજા દિવસે વરદત્ત બ્રાહ્મણને ત્યાં પરમાન (ખીર)વડે તેમણે પારણું કર્યું. દેવોએ પંચદ્રવ્ય પ્રગટ કર્યા. લોકોને જાણ થઈ ગઈ કે આજે વરદત્તને ત્યાં નેમિકુમારનાં પારણાં થયાં છે. કેવળજ્ઞાન ભગવાન નેમિનાથની દીક્ષા પછી ચોપ્પન રાત્રીઓ છઘસ્થ અવસ્થામાં પસાર થઈ. ઉત્કૃષ્ટ વિરક્તિ વડે ધ્યાનનાં વિવિધ આલંબનો દ્વારા આત્મલીન થઈને તેમણે મહાન કર્મનિર્જરા કરી. એક વખત તેઓ પુનઃ ઉજ્જયંત (રેવતગિરિ) પર્વત પર પધાર્યા. એ જ રાત્રે તેમણે ક્ષપક શ્રેણી મેળવી અને કેવળત્વ પ્રાપ્ત કર્યું. દેવોએ ઉત્સવ ઉજવીને સમવસરણની રચના કરી. દ્વારિકાના નાગરિકો ભગવાનના સર્વજ્ઞ બનવાની વાત સાંભળીને હર્ષવિભોર થઈ ઊઠ્યા. વાસુદેવ કૃષ્ણ સહિત સૌ ઉત્સુક લોકોએ રેવતગિરિ ઉપર જઈને ભગવાનના દર્શન કર્યા. મહાસતિ રાજીમતિ પણ ભગવાનનાં દર્શનાર્થે ત્યાં પહોંચી ગયાં. પ્રભુના પ્રથમ પ્રવચનમાં તીર્થસ્થાપના થઈ ગઈ. વરદત્ત વગેરે અનેક સંયમોન્સુક વ્યક્તિઓ તથા યક્ષિણી વગેરે અનેક વિરક્ત મહિલાઓએ સંયમ ધારણ કર્યો. સમુદ્રવિજય વગેરે અનેક રાજાઓ તથા શિવાદેવી, દેવકી, રોહિણી વગેરે રાણીઓએ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાને વરદત્ત વગેરે તીર્થકરચરિત્ર [ ૧૫ર Page #171 -------------------------------------------------------------------------- ________________ અગિયાર વ્યક્તિઓને ગણધર તેમજ યક્ષિણી આર્યાને પ્રવર્તની તરીકે નિયુક્ત કર્યાં. રાજીમતિની વિરક્તિ મહારાજ ઉગ્રસેનની પુત્રી તથા શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાની નાની બહેન રાજીમતિ અત્યંત સ્વરૂપવાન, લાવણ્યમયી, સુશીલ તેમજ ગુણસંપન્ન કન્યા હતી. કુમાર અરિષ્ટનેમિની સાથે પોતાના વિવાહ સંબંધથી તે અત્યંત પ્રફુલ્લિત હતી. તે પોતાને સદ્ભાગી સમજતી હતી કે તેને ત્રિલોક સુંદર તેમ જ ગુણવાન પતિ મળ્યા હતા. તેમની આ હાર્દિક અભિલાષા ઉપર તે સમયે ભારે આઘાત લાગ્યો, જ્યારે તોરણ પાસેથી તેમના ભાવિ જીવનસાથી પાછા વળી ગયા. રાજીમતિ તરત મૂર્છિત બની ગઈ. શીતલોપચાર વડે તે પુનઃ સચેત થઈ અને વિલાપ કરવા લાગી, ‘ક્યાં હું હતભાગિની અને ક્યાં તેઓ નરશ્રેષ્ઠ ! મને તો સ્વપ્નમાં ય કલ્પના નહોતી કે કુમાર નેમિ જેવા નરશિરોમણિ મારા જીવનસાથી બનશે ! મહાપુરુષો હમેશાં આપેલાં વચન નિભાવે છે. હું યોગ્ય નહોતી તો આપે સ્વીકૃતિ આપવી જ નહોતી જોઈતી. આપના દ્વારા સ્વીકૃત થતાં જ હું આપની પત્ની બની ચૂકી. આપે મારા હૈયામાં આશાના દીપ પ્રગટાવીને અચાનક બુઝાવી દીધા. હે પ્રાણનાથ ! આમાં આપની ભૂલ જ ક્યાં છે ? એમ લાગે છે કે આમાં મારાં જ કર્મોનો દોષ છે. થોડીવાર પછી કંઈક આશ્વસ્ત બનીને તેણે સંકલ્પ કર્યો, હવે હું નેમિકુમા૨ની પત્ની બની ચૂકી છું. તેમણે જે માર્ગ ગ્રહણ કર્યો, તે જ માર્ગનું અનુગમન હું પણ કરીશ.’ કુમાર અરિષ્ટનેમિના નાના ભાઈ રથનેમિ રાજીમતિના રૂપલાવણ્ય ઉપર મુગ્ધ થઇ ગયા. તે ભાભીને મળવા માટે ઉગ્રસેનના .મહેલમાં આવતા-જતા અને સાથેસાથે કંઈકને કંઈક ભેટ ધરતા. રાજીમતિ પોતાના દિયર તરફથી મળતી ભેટને સહજ સ્વીકારતી હતી. પરંતુ એક દિવસ તક જોઈને રથનેમિએ રાજીમતિને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું ત્યારે તેને ખબર પડી કે તે શા માટે આ રીતે પોતાને મળવા આવતો હતો. રાજીમતિએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં તેણે પોતાના પ્રયાસો છોડ્યા નહિ. રાજીમતિએ દિયરને સમજાવવા માટે એક યુક્તિ વિચારી અને પોતે પેટ ભરીને ખીર ખાઈ લીધી. રથનેમિ જેવા મહેલમાં આવ્યા કે તરત રાજીમતિએ કહ્યું, ‘એક થાળી લાવો.' રાજીમતિએ મદનફળ ખાઈને થાળીમાં ખીરનું વમન કર્યું અને કહ્યું, ‘દિયરજી ! તમે આ ખાવ.’ રથનેમિએ મોં બગાડતાં કહ્યું, ‘તમે મારી સાથે આ કેવી મજાક કરો છો ? શું તમે જાણતાં નથી કે વમન કરેલો પદાર્થ ખાવાનું તો ઠીક, સૂંઘવાનું પણ ઠીક નથી ? શું તમે મને કૂતરો સમજો છો ?’ ભગવાન શ્રી અરિષ્ટનેમિ D ૧૫૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ રાજીમતિએ વાત વાળી લેતાં કહ્યું, “દિયરજી ! જે તમે જાણતા હોવ કે વમન કરેલો પદાર્થ અપેય અને અખાદ્ય છે તો પછી મારી આકાંક્ષા મનમાં શા માટે રાખો છો ? હું આપના નરશ્રેષ્ઠ ભાઈ દ્વારા વમિત-ત્યજેલી છું. ખબરદાર હવે પછી ક્યારેય આવી ભાવનાથી આ મહેલમાં ન આવશો.” આ સાંભળીને રથનેમિ ખૂબ લજ્જિત થયા. એક શબ્દ પણ બોલ્યા વગર તેઓ પોતાના મહેલમાં પાછા વળ્યા. થોડાક સમય પછી તેઓ વિરક્ત થઈ મુનિ બની ગયા. કુમાર અરિષ્ટનેમિની પ્રવજ્યાની વાત સાંભળીને રાજીમતિ સેંકડો યુવતીઓ સહિત સાધ્વી બની ગઈ. દીક્ષિત થતી વખતે વાસુદેવ શ્રીકૃષ્ણ આશીર્વાદ આપ્યા. અરિષ્ટનેમિએ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થસ્થાપના કરી. સાધ્વી રાજીમતિ અનેક સાધ્વીઓ સહિત ભગવાનનાં દર્શન કરવા માટે રેવતગિરિ પર્વત તરફ નીકળ્યાં. રસ્તામાં ભયંકર આંધી અને વરસાદ શરૂ થયાં. આ કારણે તમામ સાધ્વીઓ વિખૂટી પડી ગઈ. સાધ્વી રાજીમતિ પણ એકલી પડી. વરસાદને કારણે તેનાં કપડાં ભીંજાઈ ગયાં હતાં. નજીકમાં જ એક ગુફા હતી. ગુફામાં અંધકાર હતો. ગુફામાં તેમને કોઈ દેખાયું નહિ. તેમણે પોતાનાં કપડાં નીચોવીને સુકવવા માટે પાથર્યા. આકાશમાં વીજળી ચમકતી હતી. ગુફામાં રથનેમિ બેઠેલા હતા. તે વીજળીના પ્રકાશમાં રાજીમતિને સંપૂર્ણ અનાવૃત્ત અવસ્થામાં જોઈ તો તેમની સુષુપ્ત વાસના જાગી ઊઠી. તરત તેઓ રાજીમતિની પાસે ગયા અને ભોગ માટે વિનંતિ કરવા લાગ્યા. રાજીમતિએ નિર્ભય થઈને ફરીથી વસ્ત્રો પહેરી લીધા અને રથનેમિને વિવિધ પ્રકારનાં હિતકારી વચનો દ્વારા સમજાવ્યા. તેમની સુભાષિત વાણી સાંભળીને રથનેમિ પુનઃ સંયમમાં સ્થિર થયા. ભગવાનનાં ચરણોમાં પહોંચીને રથનેમિએ પ્રાયશ્ચિત્ત કર્યું અને સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત બન્યા. સાધ્વી રાજીમતિએ પણ ભગવાનના સમવસરણમાં પહોંચીને વંદન કર્યા અને તપ, જપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરીને મુક્તિશ્રીનું વરન કર્યું. દેવકીનું છ પુત્રો સાથે મિલન ચતુર્વિધ ધર્મસંઘની સ્થાપના પછી ફરતા ફરતા ભગવાન અરિષ્ટનેમિ ભદિલપુર નગરીમાં પધાર્યા. ભગવાનની અમૃતમય દેશના સાંભળીને વિરક્ત થયેલા દેવકીના છ પુત્રો અનીકસેન, અજિતસેન, અનિત રિપુ, દેવસેન, શત્રુસેન અને સારણે દીક્ષા લઈ લીધી. તેઓ સુલસા ગાથાપત્નીને ત્યાં ખૂબ જતનથી ઉછેર પામ્યા હતા. ભગવાનની સાથે ફરતા ફરતા તેઓ દ્વારકા પહોંચ્યા. સમવસરણ રચાયું. દેશના થઈ. લોકો પોતપોતાનાં ઘરોમાં પાછા ફર્યા. છએ મુનિ છઠ્ઠનું પારણું કરવા માટે ભગવાનની આજ્ઞા મેળવીને દ્વારકા તીર્થકરચરિત્ર [ ૧૫૪ Page #173 -------------------------------------------------------------------------- ________________ નગરીમાં બે બેના સંઘાડામાં ભિક્ષા મેળવવા લાગ્યા. પ્રથમ સંઘાડો ગોચરી કરતાં કરતાં દેવકીના પ્રાસાદમાં આવ્યો. દેવકીએ ભાવપૂર્વક મુનિયુગલને શુદ્ધ ભોજન વહોરાવ્યું. દેવકી વિસ્મિત નજરે મુનિના તેજસ્વી શરીરને નિહાળીને વિચારવા લાગી કે કેટલા સુંદર, લાવણ્યયુક્ત, ઉત્તમ સંસ્થાનવાળા તથા પૂર્ણ યુવાન છે ! તેમને પણ શ્રીકૃષ્ણની જેમ શ્રીવત્સનું ચિહ્ન છે. ધન્ય છે તેમની મા, જેમના આ સુપુત્રો છે. દેવકી આવું વિચારી રહી હતી, એટલામાં ત્યાં બીજા મુનિનો સંઘાડો આવ્યો અને દેવકી પાસેથી ભિક્ષા મેળવીને ચાલ્યો ગયો. ત્યાર બાદ ત્રીજું યુગલ પણ ત્યાં આવી પહોંચ્યું. દેવકીએ તેમને પણ ભક્તિપૂર્વક દાન પ્રદાન કર્યું. ત્રીજું મુનિયુગલ ભિક્ષા લઈને પાછું વળ્યું. દેવકી વિચારવા લાગી, ‘શું દ્વારિકા નગરીમાં અન્યત્ર ક્યાંય ભોજન ઉપલબ્ધ નથી ? તેથી જ મુનિ મારા ઘેર ત્રણ વખત ભિક્ષા લેવા પધાર્યા હશે ને ! ખરેખર દ્વારિકામાં મુનિઓ માટે આહાર નહિ મળતો હોય ! પ્રભુને પૂછીને હું નિર્ણય કરીશ.’ દેવકીએ પ્રભુ પાસે જઈને પૂછ્યું, ‘પ્રભુ ! મારું તો અહોભાગ્ય છે કે આજે મારા ઘે૨ ત્રણ વખત મુનિયુગલ પધાર્યાં. પરંતુ દ્વારિકામાં એમ તો દાન આપવાની ભાવના વિદ્યમાન છે જ ને ! સાધુઓને શુદ્ધ આહારનો યોગ તો મળે છે ને ?’ સાંભળીને પ્રભુ સ્મિત કરી રહ્યા. સ્વાભાવિક મુદ્રામાં તેમણે કહ્યું, ‘ના, દેવકી ! એવી વાત નથી. ત્રણ વખત આવનારાં તેઓ એક યુગલ નહિ પરંતુ અલગ અલગ હતાં.' આ સાંભળીને દેવકી ચોંકી ઊઠી. તેણે ફરીથી પૂછ્યું, ‘પ્રભુ ! તેઓ એક જેવા જ હતા !’ પ્રભુ બોલ્યા, ‘હા, તેઓ સહોદર ભાઈ છે. રૂપ-રંગ તથા દેખાવે સર્વથા સમાન છે.' દેવકીએ કહ્યું, ‘ભગવાન ! આવા કામદેવ જેવા દિવ્યરૂપના ધારક પુત્રોને કઈ માતાએ જન્મ આપ્યો છે ?’ પ્રભુ બોલ્યા, ‘દેવકી ! તેમની માતા તો તું જ છે !' વિસ્મિત દેવકીને ભગવાને આગળ કહ્યું, ‘દ્દિલપુરની સુલસા ગાથાપત્નીની દેવભક્તિ થકી પ્રસન્ન થઈને હરિણગમેષી દેવે તારા આ પુત્રોને જન્મતાં જ ત્યાં રાખી લીધા અને તેના મૃતપુત્રોને તારે ત્યાં મૂક્યા હતા. આ મૃતપુત્રોને કંસ રાજાએ ફેંકાવી દીધા હતા. દેવકી ! આ પુત્રો તારા જ અંગજાત છે. તેમનું પાલનપોષણ થયું છે નાગગાથાપતિની પત્ની સુલસાની ગોદમાં.’ પ્રભુએ છએ મુનિઓને ઉપસ્થિત થવાનો આદેશ કર્યો. છએ મુનિ ઉપસ્થિત થયા. એક જ સરખા છએ પુત્રો ઉપર દેવકીના હ્દયમાં અપૂર્વ વાત્સલ્ય ઊમટી પડ્યું. તેના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. અનિમેષ નેત્રે તે એ મુનિઓને નિહાળી રહી. વાત સાંભળીને વાસુદેવ શ્રીકૃષ્ણ, બલરામજી વગેરે પારિવારિક લોકો પણ પધાર્યા. કૃષ્ણ પોતાના ભગવાન શ્રી અરિષ્ટનેમિ જ્ઞ ૧૫૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ અગ્રજેને જોઈને ભાવવિહુવળ થઈ ઊઠ્યા. અંતે વંદન કરી સૌ પાછા ફર્યા. પરંતુ દેવકી ઉદાસ રહેવા લાગી અને વિચારવા લાગી, “સાત સાત પુત્રોને જન્મ આપવા છતાં મેં એકને પણ દૂધ પીવડાવ્યું નથી, ખોળામાં રમાડ્યો નથી, માતાનું વાત્સલ્ય આપ્યું નથી, તો પછી આ રીતે માતા બનવામાં શું સદ્ભાગ્ય? આવા ચિંતનમાં તે રાત દિવસ અન્યમનસ્ક રહેવા લાગી. કૃષ્ણ મહારાજે જ્યારે પોતાની માતાને ઉદાસીનતાનું કારણ પૂછ્યું ત્યારે દેવકીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ગદ્દગદ સ્વરે પોતાની મનોવ્યથા કહેતાં તેણે કહ્યું, “હે કૃષ્ણ ! સાત સાત દિગ્ગજ પુત્રોને જન્મ આપવા છતાં મેં એક પણ પુત્રને ન તો દૂધ પીવડાવ્યું, ન તો ખોળામાં લઈને રમાડ્યો. એક પણ પુત્રને જો બાલક્રિડા કરતા મેં જોયો હોત તો મનમાં કોઈ વસવસો ન રહેત. કૃષ્ણમહારાજ તરત ઊઠીને પૌષધ શાળામાં ગયા. અઠ્ઠમ (તેલા) તપ કરીને કુળદેવને યાદ ક્ય. દેવ પ્રગટ થતાં જ કૃષ્ણ પૂછ્યું, “મારે નાનો ભાઈ થશે કે નહિ ?” દેવે પોતાના દિવ્યજ્ઞાન વડે અવલોકીને કહ્યું, ‘તમારે એક ભાઈ થશે, પરંતુ તે બાળપણમાં જ દીક્ષિત થઈ જશે.” કૃષ્ણ વાસુદેવે દેવકી પાસે આવીને પણ કરી કે, સ્વર્ગમાંથી એક વધુ જીવ આપની કૂખે ઉત્પન્ન થશે. આ રીતે અમે સાત નહિ, પરંતુ આઠ ભાઈઓ થઈશું.” આ સાંભળીને દેવકી અત્યંત પ્રસન્ન થઈ. ગજસુકમાલની મુક્તિ કેટલાક સમય પછી દેવકીની કૂખે એક પુત્રનો જન્મ થયો. વાસુદેવ કૃષ્ણ પોતાના ભાઈનો જન્મોત્સવ વિશેષરૂપે ઉજવ્યો. હાથીના તાળવા જેવા સુકોમળ શરીરવાળા હોવાને કારણે ભાઈનું નામ ગજસુકુમાલ પાડ્યું. ગજસુકુમાલ મોટા થયા. એક વખત શ્રીકૃષ્ણ સોમિલ વિપ્રની સુંદર કન્યાને જઈ અને વિપ્રને પૂછીને તેને ગજસુકુમાલ માટે સૂના અંતઃપુરમાં મોકલી. ગજુકુમાલ બાળપણથી ખૂબ સમજદાર હતા. ભગવાન અરિષ્ટનેમિ દ્વારિકા પધાર્યા. વાસુદેવ શ્રીકૃષ્ણ સાથે રાજકુમાર ગજસુકુમાલ પણ દર્શનાર્થે પધાર્યા. પ્રવચન સાંભળ્યું અને સંસારથી વિરક્ત થઈ ગયા. તેમણે માતા-પિતા તથા ભાઈ પાસે દીક્ષાની આજ્ઞા માગી. સૌએ તેમને રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો. પરંતુ તેઓ પોતાના નિર્ણય ઉપર અટલ હતા. શ્રીકૃષ્ણના અત્યંત આગ્રહથી ગજસુકુમાલે એક દિવસ માટે દ્વારિકાના રાજા બનવાનું સ્વીકાર્યું. બીજા દિવસે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી લીધી. દીક્ષિત થતાં જ ભગવાનની આજ્ઞા મેળવીને તેઓ મહાકાળ સ્મશાનમાં ગયા અને ત્યાં ભિક્ષુની બારમી પ્રતિમામાં લીન થઈ ગયા. ગજસુકુમાલ મુનિ ધ્યાનમગ્ન હતા. આ બાજુ સોમિલ નામનો વિપ્ર યજ્ઞનાં સમિધ (લાકડાં) વગેરે લઈને આવી રહ્યો હતો. એકાએક તેની નજર તીર્થકરચરિત્ર [ ૧૫૪ Page #175 -------------------------------------------------------------------------- ________________ છે . મુનિ ઉપર પડી. તેમને જોતાં જ તે જ્વાળામુખી જેવો થઈ ગયો. મનોમન કહેવા લાગ્યો, “અરે મૂર્ખ ! તારે સાધુ જ બનવું હતું, તો પછી મારી દીકરીના સૂના અંતઃપુરમાં કેમ રહ્યો? તેનું બિચારીનું જીવન જ બરબાદ કરી નાંખ્યું. એવા જ કારણે તો રાજીમતિને અંતે સાધ્વી બનવું પડ્યું હતું ! તું તો ભિક્ષુ બની ગયો, પરંતુ હવે તે શું કરશે?આમ વિચારતાં તેનો ક્રોધ વધતો ગયો. તેણે મુનિના મસ્તક નવમુંડિત પર ભીની માટી વડે પાલ બાંધીને ધગધગતા અંગારા મૂક્યા તથા પોતે લપાતો છુપાતો ઘર તરફ જવા લાગ્યો. આ બાજુ મુનિનું મસ્તક બળવા લાગ્યું. પરંતુ આત્મા અને શરીરની ભિન્નતાના ચિંતનમાંથી મુનિ પાછા ન વળ્યા. થોડીક જ ક્ષણોમાં તેવા પરમોત્કર્ષ ચિંતનને કારણે તેઓ સર્વજ્ઞ બની ગયા અને નિર્વાણ પ્રાપ્ત કર્યું. સંધ્યા સમયે વાસુદેવ શ્રીકૃષ્ણ પ્રભુનાં દર્શનાર્થે આવ્યા. મુનિ ગજસુકુમાલને ત્યાં નહિ જોઈને પ્રભુને પૂછ્યું તો પ્રભુએ કહ્યું, “ગજસુકુમાલ મુક્ત બની ચૂક્યા છે. હવે તમને એ શી રીતે મળે ?” પછી ફરીથી પૂછતાં તેમણે સમગ્ર ઘટના કહી સંભળાવી. સુબ્બમના શ્રીકૃષ્ણ હત્યારા વિષે પૂછ્યું તો ભગવાને કહ્યું, “તમને રાજમહેલે પાછા જતી વખતે રસ્તામાં તમને જોતાં જ જે ભગવાન શ્રી અરિષ્ટનેમિ ॥ ૧૫૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ મૃત્યુ પામે, તે જ ગજસુકુમાલનો હત્યારો છે.' કૃષ્ણ વાસુદેવ ત્યાંથી નીકળ્યા. શોકકુલ હોવાને કારણે તેઓ રાજમાર્ગ ઉપરથી ન જતાં અંદરના રસ્તે રાજમહેલ તરફ ચાલ્યા. રસ્તામાં સોમિલ મળી ગયો. કૃષ્ણ વાસુદેવને જોતાં જ ભયગ્રસ્ત થઈને તે ત્યાં ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. વાસુદેવ સમજી ગયા કે હત્યારો એ જ છે. દોરડા વડે તેનો પગ હાથીના પગ સાથે બાંધી દીધો. અને સમગ્ર શહેરમાં તેને ફેરવ્યો. ઉત્કૃષ્ટ તપસ્વી ઢંઢણ એક વખત ભગવાન નેમિનાથ દ્વારિકા પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. પ્રવચનના ઉત્સુક દ્વારિકાના નાગરિકો વિશાળ સંખ્યામાં પધાર્યા. વાસુદેવ કૃષ્ણ પણ પધાર્યા. પ્રવચન થયું. દેશના પૂર્ણ થયા પછી વાસુદેવ કૃષ્ણ પૂછ્યું, “ભંતે ! આપના શ્રમણ સંઘમાં એમ તો સૌ સાધનાશીલ છે, પરંતુ સર્વોત્કૃષ્ટ તપસ્વી કોણ છે?' પ્રભુએ કહ્યું, “એમ તો સઘળા શ્રમણ સાધનારત છે, પરંતુ તપસ્યામાં ઉત્કૃષ્ટતા આજે તમારા પુત્ર ઢંઢણ પાસે છે, તેને દીક્ષા લીધાને આજે છ મહિના વીતી ગયા છે. છતાં તેણે હજી સુધી મુખમાં પાણી પણ લીધું નથી !' પ્રભુએ આગળ કહ્યું, “મેં દીક્ષાના દિવસે તેને કહ્યું હતું કે કોઈ બીજ સાધુ સાથે તું જઈશ તો તને ભોજન મળશે, નહિતર અંતરાય છે. જ્યાં સુધી આ કર્મ રહેશે ત્યાં સુધી આહાર-પાણી મળશે નહિ. ઢંઢણે એ જ ક્ષણે મારી પાસે એવો અભિગ્રહ લઈ લીધો હતો કે તેને જે દિવસે પોતાની લબ્ધિનો આહાર મળશે, તે જ દિવસે તે ગ્રહણ કરશે.” તે પહેલાં આહાર માત્રનો પોતે ત્યાગ કરશે. તે દિવસથી મુનિ ઢંઢણ નિયમિત રીતે ગોચરી માટે જાય છે અને સમભાવપૂર્વક પાછા ફરીને સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ રીતે છ મહિનાની તપસ્યા કરવાનું સરળ નથી. વાસ્તવમાં ઢંઢણ ઘોર તપસ્વી છે, ઉત્કૃષ્ટ તપસ્વી છે.' વાસુદેવ શ્રીકૃષ્ણ ભાવવિહવળ થઈને પૂછ્યું, “ઢંઢણ મુનિ અત્યારે ક્યાં છે? હું તેમનાં દર્શન કરવા ઇચ્છું છું.” પ્રભુએ કહ્યું, “રાજમહેલ જતી વખતે તમને રસ્તામાં ઢંઢણનાં દર્શન થઈ જશે.” વાસુદેવ કુષ્ણ વંદન કરીને રાજમહેલ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં ઢંઢણ મુનિ ગોચરી માટે નીકળેલા મળ્યા. વાસુદેવ કૃષ્ણ હાથી ઉપરથી નીચે ઊતર્યા વિધિવત્ વંદના કરી. ભગવાન નેમિનાથના ધર્મસંઘમાં ઉત્કૃષ્ટ તપસ્વી આપ જ છો એવી સુખદ જાણ પણ કરી. મુનિ મધ્યસ્થ ભાવથી આગળ વધ્યા. કૃષ્ણમહારાજ રાજમહેલ તરફ ચાલ્યા. મુનિ થોડાંક કદમ આગળ ચાલ્યા, ત્યાં એક શ્રેષ્ઠી પોતાના ભવનમાંથી તીર્થકરચરિત્ર ૧૫૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ નીચે ઊતર્યા. તેમણે મુનિને વંદના કરી અને ભિક્ષા માટે વિનંતી કરી. મુનિ ગયા. કેસરિયા મોદક થાળ ભરીને પડેલા હતા. મુનિએ ગવેષણા કરી, મોદક માટે. મનમાં વિચાર્યું, આજે અંતરાય કર્મ તૂટ્યું છે. છ મહિના પછી મને મારી પોતાની લબ્ધિનો આહાર મળ્યો છે. આજે પારણાં થશે.” ભગવાન પાસે પહોંચીને મુનિએ મોદક બતાવ્યા. પારણાંની આજ્ઞા માંગી. પ્રભુએ ગંભીર સ્વરે કહ્યું, “ઢંઢણ ! તમને પારણાં કરવાનું કલ્પતું નથી. આ આહાર તમારી લબ્ધિનો નથી, કૃષ્ણની લબ્ધિનો છે. કૃષ્ણજીએ જ્યારે તમને રાજમાર્ગ ઉપર વંદના કરી એ વખતે શ્રેષ્ઠીએ એ દષ્ય જોયું હતું. કૃષ્ણ મહારાજ પ્રસન્ન થશે એવી ભાવનાથી તેણે મોદકનું દાન આપ્યું છે, તમારાથી આકર્ષિત થઈને અથવા શુદ્ધ દાનભાવનાથી તેણે દાન આપ્યું નથી.” . ભગવાનનાં વચન સાંભળીને ઢંઢણે પ્રાર્થના કરી, “હે પ્રભુ! મને આજ્ઞા આપો, આ મોદકોને પરઠવી દઉં? તે મારી લબ્ધિના ન હોવાને કારણે મારા માટે અખાદ્ય છે, વળી હું અભિગ્રહી હોવાને કારણે આ મોદક બીજાઓને પણ આપી શકતો નથી.” ભગવાને આજ્ઞા આપી. ઢંઢણ જંગલ તરફ જવા નીકળ્યા. જંગલમાં અચિત્ત સ્થળ જોઈને મોદકનો ભુક્કો કરીને તેને માટી સાથે ભેળવવા લાગ્યા. છ મહિનાથી પોતે ભૂખ્યા હોવા છતાં તેમની ભાવનામાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. પ્રત્યુત ભાવોની ઊર્ધ્વગતિ અધિક તીવ્ર થવા લાગી. એક તરફ મોદકનો ભુક્કો થઈ રહ્યો હતો તો બીજી તરફ તેમનાં કર્મો ક્ષીણ થઈ રહ્યાં હતાં. થોડાક જ સમયમાં ક્ષપક શ્રેણી લઈને તેમણે કેવલત્વ પ્રાપ્ત કર્યું. દેવોએ કેવલમહોત્સવ ઉજવ્યો. હવે ઢંઢણ મુનિ અંતરાય રહિત બન્યા હતા. છ મહિના પછી સર્વજ્ઞ બનીને તેમણે પારણા કર્યા. દ્વારિકા-દહનની ઘોષણા ભગવાન નેમિનાથે પોતાના સર્વજ્ઞકાળમાં અનેક જનપદોની યાત્રા કરી, પરંતુ સર્વાધિક લાભ દ્વારિકાને જ મળ્યો. અનેક વખત તેઓ ત્યાં પધાર્યા. વારંવાર પ્રવાસ પણ કર્યો. એક વખત પ્રભુ દ્વારિકા પધાર્યા ત્યારે વાસુદેવ કૃષ્ણ સહિત રાજપરિવારના લોકો તથા દ્વારિકાના નાગરિકો રેવતગિરિ પર્વત ઉપર સમવસરણમાં ઉપસ્થિત થયા. ભગવાને પ્રવચન આપ્યું. અનિત્યભાવનાનું વિશેષ વિશ્લેષણ કર્યું. પ્રવચન પછી વાસુદેવ કૃષ્ણ પૂછ્યું, “ભંતે ! દરેક વસ્તુ અનિત્ય છે, ઉત્પત્તિ પછી તેનો વિનાશ અનિવાર્ય છે તો અમને કહો કે સાક્ષાત્ સ્વર્ગપુરી સમાન આ દ્વારિકાનો વિનાશ ક્યારે થશે ?” ભગવાને કહ્યું, “આજથી બાર વર્ષ પછી દીપાયન ઋષિના ગુસ્સે થવાને કારણે દ્વારિકાનું દહન થશે.” ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૫૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ દહનની વાત સાંભળતાં જ સહુ ધ્રૂજી ઊઠ્યા. કૃષ્ણ વાસુદેવે ફરીથી પૂછ્યું, ભંતે ! દીપાયન ઋષિ દ્વારિકાનું દહન શા માટે કરશે?” પ્રભુએ જણાવ્યું, “મદિરાથી ઉન્મત્ત યાદવકુમારો ઋષિ દીપાયનને પજવશે તેથી ક્રોધિત થઈને ઋષિ દ્વારિકાના દહનનું નિદાન કરશે. તે મૃત્યુ પામીને દેવ બનશે અને દ્વારિકાનું દહન કરશે.” કૃષ્ણ પૂછ્યું, “મારું મૃત્યુ કઈ રીતે થશે?” ભગવાન બોલ્યા, “જરકુમારના બાણ વડે.” સૌ સ્તબ્ધ બની ગયા હતા. સૌ વિસ્મિત હતા. અનેક વ્યક્તિ વિરક્ત ઈને દીક્ષિત બની ગઈ. દીપાયન ઋષિ પોતે જંગલમાં રહેવા લાગ્યા. જરકુમાર પ્લાન થઈને વનવાસી બની ગયો. મદિરાનિષેધ નગરમાં ચારે તરફ એક જ વાત ચર્ચાતી હતી. ચારેબાજુ આતંક જેવું છવાઈ ગયું હતું. સૌએ મળીને નિર્ણય કર્યો કે દહનનું કારણ મદિરા છે તો એને ખતમ કરી દઈએ. મધના અભાવે કોઈ નાગરિક ઋષિને પજવશે નહિ અને કોઈના પજવ્યા વગર ઋષિ દહન કરશે નહિ. એક માત્ર મદ્યના નિષેધ વડે સમગ્ર સમસ્યા ઉકલી જશે. આ નિર્ણય અનુસાર જેટલો મદ્ય સંગ્રહ હતો. તેને દૂર જંગલોમાં જઈને ઢોળી દીધો. નવા મદ્યનું ઉત્પાદન સદંતર બંધ કરી દીધું તથા દ્વારિકાની સીમાઓની અંદર મદ્ય લાવવાનો કડક પ્રતિબંધ મૂકી દીધો. દીક્ષાની દલાલી - કૃષ્ણ વાસુદેવે દ્વારિકા-દહનની ભવિષ્યવાણી પછી દ્વારિકામાં એક ઉદ્ઘોષણા કરાવીને લોકોને જાણ કરી કે, જો કોઈને દીક્ષા લેવી હોય તો તે શીવ્રતા દાખવે. તેને જો કોઈ વ્યાવહારિક મુશ્કેલી હશે તો હું તે મુશ્કેલી દૂર કરીશ. કોઈનાં માતા-પિતા વૃદ્ધ હશે તો તેમની સેવા હું કરીશ. જો કોઈને નાનકડાં સંતાનો હશે તો તેમનું પાલનપોષણ હું કરીશ. દીક્ષા લેનારા સૌ નિશ્ચિત બનીને દીક્ષા લે. હું હજી ગૃહસ્થ છું, તેથી તમામ વ્યાવહારિક જવાબદારીઓ હું ઉઠાવીશ.” આવી ઘોષણા સાંભળીને પ્રભાવિત થયેલા હજારો લોકો સાધુ બન્યા. દીપાયનનું નિદાન ભવિતવ્યતાને કોઈ મિટાવી શકતું નથી. મદિરાના ભંડાર સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા. દ્વારિકામાં સંપૂર્ણપણે મધ્યનિષેધ શરૂ થઈ ગયો હતો. પૂર્ણ જાગરુકતા જાળવવા છતાં જે નિમિત્ત મળવાનું હતું તે તો મળી જ ગયું. તીર્થકરચરિત્ર [ ૧૬૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ વર્ષાઋતુમાં ભારે વર્ષા થઈ. આસપાસનાં તળાવ-સરોવર છલકાઈ ગયાં. શામ્બ વગેરે અનેક યાદવકુમારો ભ્રમણ માટે નીકળ્યા હતા. ફરતા ફરતા તેઓ દૂર જંગલમાં નીકળી ગયા. તેમને તરસ લાગી. ત્યાં ખાડાઓમાં ભરાયેલાં પાણી વડે તરસ છીપાવી. તે પાણીમાં ઢોળેલો શરાબ વહી આવીને ભળેલો હતો. તરસ તો છિપાઈ ગઈ, પરંતુ ઉન્મત્તતા છવાઈ ગઈ. સૌ મદહોશ બની ગયા. સંયોગવશ થોડેક દૂર તેમને દીપાયન ઋષિ મળી ગયા. નશામાં ઉન્મત્ત યાદવકુમારોએ ઋષિને ખૂબ પજવ્યા. ઋષિ લાંબા સમય સુધી શાંત રહ્યા, પરંતુ અંતે યુવકોની યાતનાઓ વડે તેઓ ઉત્તેજિત થઈ ઊઠ્યા. વિચારવા લાગ્યા, “હવે આવા યુવકો જ દ્વારિકામાં રહે છે. બાકી તો સૌ દીક્ષિત થઈ ચૂક્યા છે. આમને તો ભસ્મ કરી દેવા જ ઉચિત ગણાય.” ઋષિએ ગુસ્સે થઈને કહ્યું, તમે મને અત્યારે પજવો છો, પરંતુ આનો બદલો હું સમગ્ર દ્વારિકાને ભસ્મ કરીને લઈશ.” આ સાંભળતાં જ યુવકોના હોશ ઊડી ગયા. તેમનો નશો એકાએક ઊતરી ગયો. સૌ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. યાદવકુમારોની ઉડતાની જાણ શ્રીકૃષ્ણને થઈ. શ્રીકૃષ્ણ અને બલરામજીએ આવીને ઋષિનો ખૂબ અનુનય-વિનય કર્યો. અત્યંત વિનય કરવા છતાં દીપાયન ઋષિએ માત્ર એટલું જ કહ્યું કે, “તમને બંને ભાઈઓને હું મુક્ત કરીશ. બાકીની દ્વારિકામાં કશું જ બચશે નહિ. સઘળું સ્વાહા કરીને જ હું શાંત બનીશ.” આવો સ્પષ્ટ ઉત્તર મળવાથી શ્રીકૃષ્ણ અને બલરામજી નિરાશ થઈને ત્યાંથી પાછા વળ્યા. તીર્થકરત્વની ભવિષ્યવાણી ભગવાન નેમિનાથ ફરીથી દ્વારકા પધાર્યા. કૃષ્ણવાસુદેવે દર્શન કર્યા. પરંતુ આજે તેઓ ખિન્ન હતા. પ્રભુને કહેવા લાગ્યા, “લોકો મોટી સંખ્યામાં સંયમ લઈ રહ્યા છે. શું મારે કોઈ અંતરાય છે?” ભગવાને કહ્યું, “કૃષ્ણજી ! વાસુદેવની સાથે કેટલીક એવી નિયતી હોય છે કે તેઓ સાધુ બનતા નથી, પરંતુ તમારે વિષાદ અનુભવવો જોઈએ નહિ. હવેની ઉત્સર્પિણીમાં આપ અમમ” નામના બારમા તીર્થંકર બનશો. આ બલરામજી આપના ધર્મશાસનમાં મુક્ત બનશે.” આ સાંભળતાં જ સર્વત્ર પ્રસન્નતા પ્રસરી ગઈ. ભગવાન વિહાર કરીને ચાલ્યા ગયા. લોકો ઘર્મની વિશિષ્ટ ઉપાસના કરવા લાગ્યા. ઉપવાસ, આયંબિલ વ્યાપકરૂપે થવા લાગ્યાં. એકતરફ દીપાયન પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને અગ્નિકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. તેમણે અવધિદર્શન વડે જોયું. પૂર્વનું વેર પુનઃ જાગૃત થયું. તરત દેવ દ્વારિકાદહન માટે પૃથ્વી ઉપર આવી ગયા. પરંતુ પ્રત્યેક ઘરમાં ધર્મની સમુચિત ઉપાસના જોઈને તેઓ દ્વારિકાને બાળી શક્યા નહિ. વર્ષો સુધી તેઓ દ્વારિકાની આસપાસ ફરતા રહ્યા. છીડું શોધતા રહ્યા. ક્યાંય કશીક ક્ષતિ ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૬૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ જણાય તો કોઈપણ રીતે પોતાની ઇચ્છા પૂરી કરી શકાય. આયંબિલની સતત ઉપાસના થવાને કારણે તેઓ એમ કરી શક્યા નહિ. અગિયાર વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો. લોકોએ વિચાર્યું કે સંકટનો સમય હવે પસાર થઈ ગયો છે. હવે આ તપસ્યા કરવાની શી જરૂર છે ? વિચારોમાં હ્રાસ એકસાથે આવ્યો અને સૌએ તપસ્યા છોડી દીધી, દીપાયનને તક મળી ગઈ. તેણે અગ્નિવર્ષા કરી અને સઘળું બાળી નાખ્યું. વાસુદેવ કૃષ્ણ બલરામજી પોતાના પિતા વસુદેવ, માતા રોહિણી તથા દેવકીને રથમાં બેસાડીને, પોતે ૨થ ચલાવીને નગરની બહાર જવા લાગ્યા. પરંતુ રાજમહેલમાંથી બહાર આવતાં આવતાં વચ્ચે દીવાલ તૂટી પડી, કૃષ્ણ અને બલ૨ામ તો બહાર આવી ગયા પરંતુ માતા અને પિતા અંદર જ ફસાઈ ગયાં. વસુદેવજીએ કહ્યું કે, ‘તમે અમારી ચિંતા છોડો અને કુશળ નીકળી જાવ. અમે હવે ભગવાનનું શરણ સ્વીકારીએ છીએ.’ બલરામની દીક્ષા સમગ્ર દ્વારિકામાં સ્ત્રી-પુરુષો તથા બાળકો આક્રંદ કરી રહ્યાં હતાં. બલદેવ અને વાસુદેવને આજે પ્રથમ વખત પોતાની મજબૂરીનો અનુભવ થયો. ભારે મન સહિત તેઓ બંને ત્યાંથી ચાલી નીકળ્યા. શત્રુ રાજાઓ તથા માર્ગવર્તી પ્રાકૃતિક મુશ્કેલીઓને પાર કરતા કરતા દુર્ગમ કૌશાંબી વનમાં બંને ભાઈ પહોંચ્યા. વાસુદેવને તીવ્ર તરસ લાગી. ભાઈ બલરામને તેમણે કહ્યું, ‘દાઉ ! ખૂબ તીવ્ર તરસ લાગી છે. હવે તો પાણી વગર એક ડગલું પણ ભરી શકાશે નહિ. મને પાણી પીવડાવો.' બલરામ પાણીની શોધમાં નીકળ્યા. અત્યંત ક્લાન્ત હોવાથી વાસુદેવ પીતાંબર ઓઢીને સૂઈ ગયા. જરકુમાર એ જ જંગલમાં વનવાસી બનીને રહેતો હતો. દૈવયોગે તેણે પીતાંબર ઓઢેલા શ્રી કૃષ્ણને હરણ સમજીને બાણ ચલાવ્યું જે તેમના જમણા પગમાં વાગ્યું. બાણ વાગતાં જ વાસુદેવ બોલ્યા, ‘કોણ છે આ તીર ચલાવનાર ? મારી સામે તો આવો !’ શ્રીકૃષ્ણનો અવાજ જરાસંઘ માટે અપરિચિત નહોતો. તે નજીક આવીને બોલ્યો, ‘આ તમારો અભાગી ભાઈ જરાકુમાર છે. તમારા પ્રાણની રક્ષા માટે તો હું વનવાસી બની ગયો. છતાં દૂરદૈવ દ્વારા હું તમારા પ્રાણનો ગ્રાહક બની ગયો !' કૃષ્ણે સંક્ષેપમાં દ્વારિકાદાહ, યાદવકુળવિનાશ વગેરેનું વૃત્તાંત જણાવતાં જરાકુમારને પોતાની કૌસ્તુભમણિ સોંપી અને કહ્યું, ‘આપણા યાદવકુળમાં હવે માત્ર તમે જ બચ્યા છો, તેથી પાંડવોને આ મણિ બતાવીને તેમની પાસે જ રહેજો. શોક ત્યાગીને તરત અહીંથી ચાલી નીકળો. બલરામજી આવતા જ હશે. જો તેઓ તમને જોઈ જશે તો તરત મારી નાખશે.’ તીર્થંકરચરિત્રજ્ઞ ૧૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણના સમજાવ્યા પ્રમાણે જરાકુમારે પાંડવ મથુરા તરફ પ્રસ્થાન કર્યું. તરસની સાથે બાણની તીવ્ર વેદનાને કારણે શ્રીકૃષ્ણ એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પોતાની જીવનલીલા સમેટી લીધી. થોડી વારમાં બલરામજી પાણી લઈને આવી પહોંચ્યા. ખૂબ વિલાપ કર્યો. લાંબા સમય સુધી કૃષ્ણના જાગવાની પ્રતીક્ષામાં બેસી રહ્યા. આખરે તેમના સારથિ સિદ્ધાર્થે-જે મુનિ બનીને દેવ બની ગયા હતા-તેમણે આવીને તેમને સમજાવ્યા. બલરામજી મુનિ બની ગયા. કઠોર સાધના કરીને પાંચમા દેવલોકમાં મહદ્ધિક દેવ બન્યા. પાંડવોની મુક્તિ શ્રીકૃષ્ણના અંતિમ આદેશનું પાલન કરતાં કરતાં જરકુમાર પાંડુ મથુરા પહોંચ્યા. પાંડવોને મળ્યા અને દ્વારિકાદાહ, યદુવંશ વિનાશ તથા પોતાના બાણ વડે શ્રીકૃષ્ણના નિધનના સમાચાર કહ્યા. પોતાના અનન્ય ઉપકારક શ્રીકૃષ્ણના મૃત્યુની વાત સાંભળીને પાંડવો તથા દ્રૌપદી વિલાપ કરવા લાગ્યાં. તેમને કૃષ્ણ વગર સમગ્ર જગત સૂનું લાગવા માંડ્યું. તેમને આ અસાર સંસાર પ્રત્યે વિરક્તિ જાગી. - આચાર્ય ધર્મઘોષ પાંચસો મુનિઓ સહિત પાંડુ મથુરા પધાર્યા. પાંડવોએ પ્રવચન સાંભળ્યું અને વિરક્ત થઈ ગયા. જરકુમારને રાજ્ય સોંપીને તેમની પાસે દીક્ષા લઈ લીધી. દીક્ષિત થતાં જ પાંચે પાંડવો કઠોર તપસ્યા કરવા લાગ્યા. પાંચેય મુનિઓના મનમાં ભગવાનનાં દર્શન કરવાની ભાવના જાગી. ગુરુ આજ્ઞા મેળવીને તેઓ પ્રસ્થાન કરવા લાગ્યા. ઉજ્જયંતગિરિથી બાર યોજન દૂર હસ્તકલ્પ નગરમાં પધાર્યા. ત્યાં યુધિષ્ઠિર મુનિસ્થાને રહ્યા. બાકીના ચાર મુનિ- ભીમ, અર્જુન, નકુલ, સહદેવ ભિક્ષાર્થે નગરમાં નીકળ્યા. ત્યાં તેમણે નગરજનો પાસેથી સાંભળ્યું કે ભગવાન અરિષ્ટનેમિએ નિર્વાણ પ્રાપ્ત કરી લીધું છે તેથી ખૂબ ખિન્ન થયા. પોતાના સ્થળે પાછા આવીને યુધિષ્ઠિર મુનિને તેની જાણ કરી. સૌએ સાથે મળીને શત્રુંજય પર્વત ઉપર સંથારો કર્યો અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત બન્યા. આર્યા દ્રૌપદી પણ સાધુત્વનું પાલન કરીને પંચમ દેવલોકમાં દેવ બની. ઇતિહાસપ્રસિદ્ધ મુનિ થાવા પુત્ર પણ ભગવાનના શિષ્ય બન્યા. શુકદેવ સંન્યાસી પણ તત્ત્વ સમજીને મુનિ બન્યા. ભગવાન અરિષ્ટનેમિના શાસનકાળમાં અંતિમ ચક્રવર્તી બ્રહ્મદત્ત બન્યા. કંપિલપુર નરેશ બ્રહ્મપિતા તથા ચૂલની માતા હતાં. બાળપણ ભારે મુશ્કેલીમાં વીત્યું. આખરે તે છ ખંડના ચક્રવર્તી સમ્રાટ બન્યા. નિર્વાણ ભગવાને પોતાનાં ભવ-વિપાકી કર્મો (વેદનીય, નામ, ગોત્ર, ભગવાન શ્રી અરિષ્ટનેમિ [ ૧૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય)નો અંત નિહાળીને પાંચસો છત્રીસ ચરમશરીરી (તભવ મોક્ષ જનારા) મુમુક્ષુઓ સાથે રેવતગિરિ પર્વત ઉપર આજીવન અનશન વ્રત સ્વીકારી લીધું. ભગવાને ત્રીસ દિવસોના અનશનમાં નશ્વર શરીરને છોડીને સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. ચોસઠ ઈદ્રો તથા દેવતાઓની ભારે ભીડ ભગવાનના શરીરના નિહરણ સમારોહમાં પધારી. લોકોની ભીડનું તો પૂછવું જ શું ! જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો દેખાતા હતા ! સૌના દ્ધયમાં ભગવાનના વિરહનો ભારે વિષાદ હતો. પ્રભુનો પરિવાર૦ગણધર - ૧૧ ૦ કેવળજ્ઞાની - ૧૫૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૧૦૦૦ ૦ અવધિજ્ઞાની - ૧૫૦૦ ૦ વૈક્રિય લબ્ધિઘારી ૧૫૦૦ ૦ ચતુર્દશ પૂર્વી - ૪૦૦ ૦ચર્ચાવાદી ૮૦૦ ૦ સાધુ ૧૮,૦૦૦ ૦ સાધ્વી - ૪૦,૦૦૦ ૦શ્રાવક - ૧,૬૯,૦૦૦ ૦શ્રાવિકા - ૩,૩૬,૦૦૦ એક ઝલક૦ માતા - શિવા પિતા - સમુદ્રવિજય ૦નગરી - સૌરીપુર ૦વંશ - ગૌતમ ૦ ગોત્ર - હરિવંશ ૦ ચિહ્ન - શંખ ૦વર્ણ - શ્યામ ૦ શરીરની ઊંચાઈ - ૧૦ ધનુષ્ય ૦ યક્ષ - ગોમેધ તીર્થકરચરિત્ર [ ૧૬૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૦ યક્ષિણી - અંબિકા ૦ કુમાર કાળ - ૩00 વર્ષ ૦ રાજ્યકાળ - નહીં ૦છદ્મસ્થકાળ -૫૪ દિવસ ૦ કુલ દીક્ષાકાળ - ૭૦૦ વર્ષ ૦ આયુષ્ય - ૧ હજાર વર્ષ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર ૦ચ્યવન આસો વદ ૧૨ અપરાજિત ચિત્રા ૦ જન્મ શ્રાવણ સુદ ૫ સૌરીપુર ચિત્રા ૦દીક્ષા શ્રાવણ સુદ 9 દ્વારિકા ચિત્રા ૦ કેવળજ્ઞાન ભાદરવા વદ ૧૫ રેવતગિરિ ચિત્રા નિર્વાણ અષાઢ સુદ ૮ રેવતગિરિ ચિત્રો ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રથમ તેમજ દ્વિતીય ભવ ભગવાન પાર્શ્વનાથના દશ ભવોનું વિવેચન ઉપલબ્ધ છે. પોતનપુર નગરના નરેશ અરવિંદ હતા. તેમની રાણી રતિસુંદરી હતી. નરેશના પુરોહિતનું નામ વિશ્વભૂતિ હતું. તેની પત્ની અનુદ્ધા હતી. પુરોહિતને બે પુત્રો હતા ઃ કમઠ અને મરુભૂતિ. કમઠ કુટિલ પ્રકૃતિનો હતો જ્યારે મરુભૂતિ ભદ્ર પ્રકૃતિનો હતો. આ મરુભૂતિ પાર્શ્વનો જીવ હતો. કમઠ તથા મરુભૂતિનો વિવાહ ક્રમશઃ વરુણા અને વસુંધરા સાથે થયો. કમઠને પરિવારનો ભાર સોંપીને પુરોહિત વિશ્વભૂતિએ દીક્ષા લીધી. મરુભૂતિ રિશચંદ્ર આચાર્ય પાસે શ્રાવક બની ગયો. મરુભૂતિની પત્ની વસુંધરા અત્યંત સ્વરૂપવાન હતી. કમઠે તેને પોતાની જાળમાં ફસાવીને પોતાની પ્રેમિકા બનાવી લીધી. એક વખત તે બંનેને વ્યભિચારમાં મગ્ન જોઈને મરુભૂતિએ રાજાને ફરિયાદ કરી. રાજાએ કમઠને બોલાવ્યો અને તેને ગધેડા ઉપર બેસાડીને શહે૨માં ફેરવ્યો તથા નગરમાંથી તેને કાઢી મૂક્યો. કમઠ ક્રોધિત થઈને તાપસ બની ગયો. કાલાંતરે તેની પ્રસિદ્ધિ ઉગ્ર તપસ્વી તરીકે થઈ. મરુભૂતિ ક્ષમા માગવા માટે કમઠ પાસે તેમના આશ્રમમાં ગયો. મરુભૂતિને જોતાં જ કમઠે કૃદ્ધ થઈને એક મોટી શિલા ઊઠાવીને તેના માથા ઉપર ફટકારી, જેથી તે ત્યાં જ ઢળી પડ્યો. મૃત્યુ પામીને તે વિંધ્યગિરિમાં હાથિણીઓનો યુથપતિ બન્યો. કમઠની પત્ની વરુણા પતિનાં બૂરાં કાર્યોથી શોકગ્રસ્ત થઈને મૃત્યુ પામી અને તે તે જ જંગલમાં યૂથપતિની પ્રિય હથિણી બની. ત્રીજો ભવ પોતનપુર નરેશ અરવિંદે પોતાના પુત્ર મહેન્દ્રને રાજ્યની જવાબદારી સોંપીને દીક્ષા સ્વીકારી લીધી. વિચરતા વિચરતા મુનિ અરવિંદ વિંધ્ય તીર્થંકરચરિત્ર C ૧૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ અટવીમાં પહોંચ્યા અને કાયોત્સર્ગમાં લીન બની ગયા. તે સમયે તે હાથી પોતાની હથિણીઓ સહિત સરોવરમાં જળક્રિડા કરવા માટે નીકળ્યો. અજનબી વ્યક્તિને જોઈને હાથી મુનિ ઉપર ત્રાટક્યો. પરંતુ એકાએક તેમની પાસે આવીને અટકી ગયો. મુનિના પ્રખર આભામંડળના પ્રભાવથી તેની ક્રૂરતા ઓગળી ગઈ અને તે મુનિને એકીટશે જોઈ રહ્યો. અવધિજ્ઞાન વડે તેના પૂર્વભવને જાણીને મુનિએ તેને સંબોધિત કર્યો. હાથી પાસે જે હાથિણી ઊભી હતી, તે પૂર્વભવમાં કમઠની પત્ની વરુણા હતી. બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. હાથી હવે શ્રાવક બની ગયો. યશાસંભવ તે સૂકું ઘાસ અને પાંદડાં ખાવા લાગ્યો. શુષ્ક આહાર વડે તેનું શરીર ક્ષીણ થતું ગયું. એક દિવસ પાણી પીવા માટે તે સરોવરમાં ગયો. ત્યાં તે દલદલમાં ફસાઈ ગયો. પ્રયત્ન કરવા છતાં તે નીકળી શક્યો નહિ. આ બાજુ કમઠ દ્વા૨ા પોતાના ભાઈની હત્યા કરવાથી આશ્રમના તમામ તાપસ નારાજ થઈ ગયા અને તેને કાઢી મૂક્યો. તે મૃત્યુ પામીને ફુટ સર્પ બન્યો. તે સાપ ત્યાં પહોંચ્યો, અને હાથીને ઝેરીલો ડંખ માર્યો. હાથીના શરીરમાં વિષ વ્યાપી વળ્યું. સમભાવપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને હાથી આઠમા સહસ્રાર દેવલોકમાં મહર્ષિક દેવ બન્યો. વરુણાનો જીવ હાથિણી પણ મૃત્યુ પામીને બીજા દેવલોકમાં દેવી બન્યો. કમઠનો જીવ મૃત્યુ પામીને પાંચમી નરકમાં નૈરિયક બન્યો. ચોથો તથા પાંચમો ભવ પૂર્વ વિદેહના સુકચ્છ વિજયમાં તિલકા નગરી હતી. તેમાં વિદ્યુતવેગ વિદ્યાધર રાજ્ય કરતા હતા. તેની રાણી કનકતિલકા હતી. મરુભૂતિ (પાર્શ્વ)નો જીવ આઠમા દેવલોકથી ચ્યવન પામીને કનકતિલકાના ગર્ભમાં પુત્ર રૂપે જન્મ્યો. તેનું નામ પાડ્યું કિ૨ણવેગ. તે યુવાન થતાં પદ્માવતી વગેરે અનેક રાજ્યકન્યાઓ સાથે તેનો વિવાહ થયો. પિતાની દીક્ષા પછી તે રાજા બન્યો. કિરણવેગે પણ કાળાંતરે પોતાના પુત્ર કિરણતેજને રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરી. મુનિ કિરણવેગ એક વખત હિમગિરિ પર્વતની ગુફામાં ધ્યાન કરી રહ્યા હતા. જે કુક્કુટ સર્વે હાથીને ડંખ માર્યો હતો એ જ પાંચમી ધૂમપ્રભા નરકથી નીકળીને એ જ પર્વતક્ષેત્રમાં વિશાળકાય અજગર બની ગયો. ફરતો ફરતો જેવો તે ત્યાં આવ્યો અને મુનિ કિરણવેગને જોયા કે તરત જ તેનું પૂર્વનું વેર જાગ્રત થઈ ગયું. તે તત્કાળ મુનિને ગળી ગયો. સમભાવપૂર્વક પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને મુનિ કિ૨ણવેગ બારમા અચ્યુત સ્વર્ગમાં દેવ બન્યા. અજગર પણ મૃત્યુ પામીને છઠ્ઠી તમઃ પ્રભાનરકમાં ઉત્પન્ન થયો. (મહાવિદેહ ભગવાન શ્રી પાર્શ્વનાથ D ૧૬૭ Page #186 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રનું આ એક આશ્ચર્ય હતું. નિયમ એવો છે કે અજગર વગેરે ઉર પરિસર્પ જાતિના જીવ પાંચમી નરક સુધી ઉત્પન્ન થાય છે.) છઠ્ઠો અને સાતમો ભવ જંબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહના સુકચ્છ વિજયના અશ્વપુર નગરમાં રાજ વજવીર્ય તથા મહારાણી લક્ષ્મીવતીને ત્યાં કિરણવેગમુનિનો જીવ વજનાભ નામના પુત્રરૂપે જન્મ્યો. યુવાવસ્થામાં તેનો વિવાહ કર્યો અને કાળાંતરે તે રાજા બન્યો. પુત્ર ચક્રાયુધને રાજ્ય સોંપીને વજનાભે મુનિ ક્ષેમકર પાસે દીક્ષા ગ્રહણ કરી. અજગરનો જીવ નરકથી નીકળીને વલનગિરિના ભયંકર જંગલમાં કુરંગ નામના ભીલ તરીકે ઉત્પન્ન થયો. સ્વભાવે તે અત્યંત ક્રૂર હતો. જંગલનાં વન્ય પ્રાણીઓ સાથે તે અત્યંત ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરતો હતો. ફરતા વિચરતા મુનિ વજનાભ તે જ્વલનગિરિ જંગલમાં પહોંચ્યા. એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુનિને જોઈને કુરંગનો વેરભાવ જાગી ઊઠ્યો. તરત ધનુષ્ય ઉઠાવીને બાણ ચડાવ્યું અને મુનિ ઉપર છોડ્યું. મુનિનો પ્રાણાંત થઈ ગયો. તે રૈવેયકમાં અહમિન્દ્ર બન્યા. જીવનભર હિંસક પ્રવૃત્તિઓમાં રત રહેવા છતાં તે ભીલ સાતમી નરકનો નૈરયિક બન્યો. તીર્થકર ગોત્રનો બંધ જંબૂદ્વીપની પૂર્વ મહાવિદેહમાં પુરાણપુરના રાજા કુલિસબાપુની ધર્મપત્ની સુદર્શનાને એક વખત રાત્રે ચૌદ સ્વપ્ન આવ્યાં. મહારાણી જાગૃત થતાં જ રોમાંચિત થઈ ઊઠી. રાજને જગાડીને તેણે સમગ્ર ઘટનાક્રમ કહી સંભળાવ્યો. હર્ષવિભોર રાજાએ કહ્યું, “રાણી ! આપણે તો પ્રતીક્ષા માત્ર પુત્રની કરતાં હતાં, પરંતુ આપણા રાજમહેલમાં તો કોઈ ઇતિહાસ પુરુષ પેદા થશે. ખરેખર તારી કૂખ પવિત્ર છે. આવનારા સંતાન દ્વારા આપણે વિશ્વવિદ્યુત બની જઈશું. રાત્રીનો બાકીનો સમય હવે ધર્મજાગરણમાં વીતાવો, જેથી કોઈ દુઃસ્વપ્ન વડે આ મહાસ્વપ્નો નષ્ટ ન થઈ જાય.' ગર્ભકાળ સમાપ્ત થતાં પુત્રનો જન્મ થયો. રાજાએ જન્મોત્સવ ઉજવ્યો તથા પુત્રનું નામ સ્વર્ણબાહુ પાડ્યું. સ્વર્ણબાપુ જ્યારે ભણીગણીને તૈયાર થયો ત્યારે રાજ કુલિસબાહુએ તેને આદેશ આપ્યો, “હવે તારે થોડો પ્રશાસનનો અનુભવ પણ મેળવવો જોઈએ. તેથી રાજકુમાર પ્રતિદિન રાજકાર્યમાં પોતાનો સમય વિતાવવા લાગ્યો. એક વખત સ્વર્ણબાહુ ઘોડા ઉપર બેસીને ફરવા ગયો. ઘોડો બેકાબૂ બન્યો. તે કુમારને ગીચ જંગલમાં લઈ ગયો. ગાલ્વ ઋષિના આશ્રમ પાસે ઘોડો થાકીને અટકી ગયો. કુમાર નીચે ઊતર્યો. આસપાસ ફરવા લાગ્યો. તેણે તીર્થકરચરિત્ર [ ૧૬૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ આશ્રમની નજીક એક લતાકુંજમાં કેટલીક કન્યાઓને ક્રિડા કરતી જોઈ. તેમાં એક કન્યા વિશેષ સ્વરૂપવાન તથા લાવણ્યવતી હતી. તેનું નામ પદ્મા હતું. તેને જોતાં જ કુમાર તે સુંદરી ઉપર આસક્ત થઈ ગયો. તે તેના રૂપને ટીકી ટીકીને જોવા લાગ્યો. કન્યાના લલાટ ઉપર ચંદન વગેરે વિશેષ સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરેલું હતું. તેની સુગંધથી આકર્ષિત થઈને આસપાસના મધપૂડાઓમાંથી ભમરાઓનું ઝુંડ કન્યાના માથા ઉપર ફરવા લાગ્યું. કન્યાએ તેને પોતાના હાથ વડે વારંવાર દૂર કરવા પ્રયત્ન કર્યો, પરંતુ ભમરા તેના લલાટ ઉપર આવીઆવીને પડતા હતા. એકાએક ભયગ્રસ્ત કન્યાએ બૂમ મારી. બાકીની કન્યાઓ પણ ભયભીત થઈ ઊઠી. કુમારે તક જોઈને પોતાના ઉત્તરીય વડે ભમરાઓને દૂર કર્યા. કુમાર દ્વારા અપાચિત સહાયતા મળતાં તમામ કન્યાઓ તેના તરફ આકર્ષિત થઈ. તેનો પરિચય પૂછ્યો. કુમારે પોતાનું નામ તથા પોતાનો પરિચય આપ્યાં. પરિચય પામીને સૌ પ્રફુલ્લિત થઈ ઊઠી. તેમાં એક યુવતીએ કહ્યું, “હે રાજકુમાર ! અમે ધન્ય છીએ ! આજે અમને જેની પ્રતીક્ષા હતી, તે મળી ગયા છે. આજે જ સવારે રાજમાતા રત્નાવલિના પૂછવાથી ગાલ્વ ઋષિએ કહ્યું હતું કે પદ્મા ભાગ્યશાળી છે. આજે સ્વર્ણબાહુ નામનો રાજકુમાર આવશે અને એ જ એનો પતિ બનશે. સ્વર્ણબાહુ સાધારણ રાજકુમાર નથી, થોડાક સમયમાં તે ચક્રવર્તી સમ્રાટ બનશે.” રાજકુમારને કન્યાનો પરિચય આપતાં તે યુવતી બોલી, “આ કન્યા રાજા નેચરેન્દ્રની પુત્રી પદ્મા છે. અમે સૌ તેની સહેલીઓ છીએ. રાજાના શરીરાંત પછી પધાની સુરક્ષા માટે મહારાણી આશ્રમમાં રહે છે. તે આ બધી વાત કરી રહી હતી એટલામાં ગાલ્વ ઋષિ અને રાણી રત્નાવલિ ત્યાં આવી પહોંચ્યાં. તેમણે આગ્રહપૂર્વક કુંવર સાથે રાજકુમારી પબાનાં ગાંધર્વ લગ્ન ક્ય. પછીથી સેનાના સૈનિકો કુમારને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. કુમારને ત્યાં પત્ની સહિત જોઈને સૌ વિસ્મિત થઈ ઊઠ્યા. સ્વર્ણબાપુ પોતાની પત્ની પદ્માને લઈને પોતાના નગરમાં ગયો. રાજા કુલિસબાહુ પણ પુત્રવધૂને જોઈને અત્યંત પ્રસન્ન થયો. વિવાહના ઉત્સવ સાથે તેમણે પુત્રનો રાજ્યાભિષેક પણ કરી દીધો. રાજા સ્વયં સાધના પથ ઉપર અગ્રસર થઈ ગયા. કાલાંતરે સ્વર્ણબાપુની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેના વડે તમામ દેશ વિજિત કરીને તે સાર્વભૌમ ચક્રવર્તી બન્યા. સુદીર્ઘકાળ સુધી રાજ્યનું સંચાલન કરતા રહ્યા. એક વખત તેઓ તીર્થંકર જગન્નાથના ભગવાન શ્રી પાર્શ્વનાથ ૧૬૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં દર્શનાર્થે ગયા. સમવસરણમાં પ્રવેશ કરતાં તેમને જાતિ સ્મરણજ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોતાં જ તેમણે વિરક્ત થઈને પુત્રને રાજ્ય સોંપ્યું તથા પોતે જિનચરણોમાં દીક્ષિત થઈને સાધનામય જીવન વિતાવવા લાગ્યા. ઉગ્ર તપસ્યા તથા ધ્યાનસાધના દ્વારા તેમણે મહાન કર્મનિરા કરી. તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. એક વખત તેઓ જંગલમાં કાયોત્સર્ગ કરી રહ્યા હતા. અનેક યોનિઓમાં ભટકતો ભટકતો કુરંગ ભીલનો જીવ સિંહ બન્યો. મુનિને જોતાં કૂદ્ધ થઈને તે તેમની ઉપર ત્રાટક્યો. મુનિએ પોતાનો અંત સમય નજીક નિહાળીને અનશન કરી લીધું તથા સમાધિપૂર્વક મૃત્યુ પ્રાપ્ત કરીને મહાપ્રભ વિમાનમાં સર્વાધિક ઋદ્ધિવાળા દેવ બન્યા. જન્મ પરમ સુખમય દેવાયુ ભોગવીને તેઓ એ જ ભરતક્ષેત્રની વારાણસીના નરેશ અશ્વસેનની મહારાણી વામાદેવીની પવિત્ર કૂખે જન્મ્યા. ચૌદ મહાસ્વપ્નોને કારણે સૌ જાણી ગયા હતા કે તેમના રાજ્યમાં તીર્થંકર પેદા થશે. સર્વત્ર હર્ષનું વાતાવરણ છવાઈ ગયું. સૌ પ્રસવની પ્રતીક્ષા કરવા લાગ્યા. ગર્ભકાળ સમાપ્ત થતા માગસર વદ દશમની મધ્યરાત્રે ભગવાનનો સુખદ જન્મ થયો. દેવેન્દ્રો વડે ઉત્સવ થયા પછી રાજા અશ્વસેને રાજ્યભરમાં જન્મોત્સવનું વિશેષ આયોજન કર્યું. પુત્રજન્મની ખુશીનો લાભ રાજ્યની પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચ્યો. ઉત્સવના દિવસોમાં કર-વેરા વગેરે સમાપ્ત કરી દેવામાં આવ્યા. કારાવાસ ખાલી કરી દેવામાં આવ્યાં અને યાચકોને અયાચક બનાવી દેવામાં આવ્યા. નામકરણના દિવસે ભવ્ય પ્રીતિભોજન રાખવામાં આવ્યું. નામ આપતી વખતે ચર્ચામાં રાજ અશ્વસેને કહ્યું, “તેના ગર્ભકાળ દરમ્યાન એક વખત હું રાણીની સાથે ઉપવનમાં ગયો હતો. ત્યાં અંધારી રાતે એક કાલિંદર સાપ નીકળી આવ્યો. કાળી રાત અને કાળો સાપ, કેવી રીતે દેખાય ? તેમ છતાં પાર્જમાં (બાજુમાં) આવતો સાપ રાણીને સ્પષ્ટ દેખાયો. તે મને જાગૃત કરીને ત્યાંથી અન્યત્ર લઈ ગઈ. તેથી હું જીવતો બચી ગયો. મારી દષ્ટિએ તે ગર્ભનો જ પ્રભાવ હતો. તેથી બાળકનું નામ પાર્શ્વનાથ રાખવું જોઈએ.” સૌએ બાળકનું નામ પાર્શ્વનાથ રાખ્યું. વિવાહ તારુણ્યમાં પ્રવેશતાં જ પાર્શ્વકુમારના સુગઠિત શરીરમાં અપૂર્વ સૌંદર્ય છલકાવા લાગ્યું. તેના સૌંદર્યની પ્રશંસા દૂર દૂર સુધી થવા લાગી. તીર્થકરચરિત્ર [ ૧૭૦ Page #189 -------------------------------------------------------------------------- ________________ કુશસ્થલપુર નરેશ પ્રસેનજિતની પુત્રી રાજકુમારી પ્રભાવતી પાર્શ્વકુમારના રૂપ-સૌંદર્યનાં વખાણ સાંભળીને મનોમન પ્રતિજ્ઞા કરી લીધી કે મારો આ જન્મનો પતિ પાર્શ્વકુમાર જ બનવો જોઈએ. તે સિવાય જગતના અન્ય તમામ યુવકો મારા ભાઈ સમાન છે. માતા પિતા પણ આ પ્રતિજ્ઞા સાંભળીને પ્રસન્ન થયાં. તેઓ તરત જ પોતાના મંત્રીને વારાણસી મોકલવાનાં હતાં, એ દિવસોમાં જ કલિંગનો યુવાનરેશ યવન પ્રભાવતીના સૌંદર્યની વાતો સાંભળીને તેની સાથે વિવાહ કરવા માટે આતુર થઈ ઊઠ્યો. પરંતુ જ્યારે તેને પ્રભાવતીની પ્રતિજ્ઞાની જાણ થઈ ત્યારે તે ગુસ્સે થઈને બોલ્યો, કોણ છે આ પાર્શ્વકુમાર? હું છું ત્યાં સુધી પ્રભાવતી સાથે કોઈ પણ વ્યક્તિ લગ્ન કરી શકશે નહિ. તેણે તરત જ સૈન્ય સહિત કુશસ્થલપુરને ઘેરો ઘાલ્યો તથા રાજા પ્રસેનજિતને સમાચાર મોકલ્યા કે કાં તો પ્રભાવતી આપો કાં તો યુદ્ધ કરો. પ્રસેનજિત ધર્મસંકટમાં પડ્યો. કન્યાની ઈચ્છાવિરુદ્ધ તેનાં લગ્ન શી રીતે કરી શકાય ? યુદ્ધ કરવાનું પણ સરળ નથી. પ્રસેનજિતે એક દૂત વારાણસી મોકલ્યો તથા રાજા અશ્વસેન સમક્ષ સમગ્ર હકીકત વ્યક્ત કરી. દૂત વડે માહિતી મળતાં જ ગુસ્સે થયેલા અશ્વસેને સેનાને સજ્જ થવા આદેશ આપ્યો. પાકુમાર પણ રણભેરી સાંભળીને પિતાજી પાસે આવ્યા અને પોતે યુદ્ધમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. અશ્વસેને પુત્રનું સામર્થ્ય જોઈને તેને યુદ્ધમાં જવાની સહર્ષ સંમતિ આપી. આ બાજુ કેન્દ્રએ પોતાના સારથિને શસ્ત્ર આદિથી સુસજ્જ રથ સોંપીને પાર્શ્વકુમારની સેવામાં મોકલ્યો. દેવ-સારથિએ ઉપસ્થિત થઈને પાર્શ્વને નમસ્કાર કર્યા અને ઈન્દ્ર દ્વારા મોકલવામાં આવેલા રથ ઉપર બેસીને યુદ્ધમાં જવાની વિનંતિ કરી. પાકુમાર એ જ રથમાં બેસીને આકાશમાર્ગે કુશસ્થલપુર તરફ ચાલી નીકળ્યા. ચતુરંગિણી સેના તેમની પાછળ પાછળ જમીન માર્ગે ચાલી રહી હતી. વારાણસીથી પ્રસ્થાન કરતાં જ પાર્શ્વકુમારે એક દૂત યવન રાજ પાસે મોકલ્યો. તેણે જઈને યવન રાજને કહ્યું, “હે રાજન ! પરમ કૃપાળુ દેવેન્દ્ર પૂજ્ય પાર્શ્વકુમારે કહેવરાવ્યું છે કે કુશસ્થલપુર નરેશે અશ્વસેન રાજાનું શરણ સ્વીકાર્યું છે, તેથી કુશસ્થલપુરનો ઘેરો હટાવી લો. નહિતર તમારી ખેર નથી.' ઉત્તેજિત યવન રાજાએ પ્રત્યુત્તરમાં દૂતને કહ્યું, “અરે દૂત ! તમારા બાળક પાર્શ્વકુમારને કહો કે તે આ યુદ્ધાગ્નિથી દૂર રહે. નહિતર કમોતે માર્યો જશે.' દૂત પાછો વળ્યો. પાર્શ્વકુમારે તેને ફરીથી પાછો મોકલ્યો. પાછા જઈને તેણે એ જ વાત યવન રાજાને કહી. દૂતની વાત સાંભળીને બાજુમાં બેઠેલા કેટલાક દરબારીઓ ઉત્તેજિત થઈ ગયા, પરંતુ વૃદ્ધ મંત્રીએ તેમને શાંત કરતાં કહ્યું, “પાર્શ્વકુમારનો મહિમા આપણે અન્ય રીતે પણ જાણી ચૂક્યા છીએ. ભગવાન શ્રી પાર્શ્વનાથ | ૧૭૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ દેવેન્દ્ર તેમની સેવા કરે છે તો પછી જાણી જોઈને આપણે શા માટે પર્વત સાથે ટકરાવું? દેવોને આપણે જીતી શકીએ તે શક્ય નથી. આપણે આપણી સેના અને ઇજ્જત બચાવી લેવાં જોઈએ.” યવન રાજાને આ વાત ઠીક લાગી. દેવેન્દ્ર દ્વારા પ્રદત્ત ગગનગામી રથનો પણ તેના ઉપર ભારે પ્રભાવ પડ્યો હતો. તેણે તરત જ યુદ્ધનો વિચાર મૂકી દીધો અને પાર્શ્વની સન્મુખ જઈને સેવા કરવા લાગ્યો. રાજા પ્રસેનજિતે જ્યારે તેનાથી મુક્ત નગરને જોયું ત્યારે તે હર્ષવિભોર થઈ ગયો. તેણે રાજકુમાર પાર્શ્વની આગેવાની કરી તથા નમ્રતાપૂર્વક વિનંતી કરી કે, “હે રાજકુમાર ! તમે રાજ્યનું સંકટ સમાપ્ત કર્યું છે. તો હવે પ્રભાવતીની ઈચ્છા પણ પૂરી કરો. તેની સાથે લગ્ન કરીને તેની પ્રતિજ્ઞા પણ હવે માત્ર તમે જ પૂરી કરી શકો છો.” પાર્શ્વકુમારે મધુરતાથી કહ્યું, “મારે આપના રાજ્ય ઉપર આવેલું સંકટ સમાપ્ત કરવાનું હતું તે કરી દીધું. હું અત્યારે લગ્ન માટે આવ્યો નથી તેથી તે અંગે કેવી રીતે વિચારી શકું?” પાકુમારે વારાણસી તરફ પ્રસ્થાન કર્યું, સાથે યવન રાજ તથા પ્રસેનજિત બંને રાજાઓ પણ હતા. ત્યાં જઈને પ્રસેનજિતે મહારાજ અશ્વસેનને આગ્રહ કર્યો. અશ્વસેને કહ્યું, “હું પણ એમ જ ઇચ્છું છું કે તે લગ્ન કરે, પરંતુ તે એટલો બધો વિરક્ત છે કે તેને હું કાંઈ કહી શકતો નથી. તે ગમે તે સમયે ગમે તે પગલું ભરી શકે છે. છતાં પ્રભાવતીની પ્રતિજ્ઞા તો પૂર્ણ કરવી જ છે.' રાજાએ પાર્શ્વકુમારને કોઈપણ રીતે સમજાવીને તેમનો વિવાહ કરી દીધો. પિતાના આગ્રહથી તેમણે લગ્ન તો કર્યા, પરંતુ રાજાનું પદ સ્વીકાર્યું નહિ. નાગનો ઉદ્ધાર પાર્શ્વકુમાર એક વખત મહેલમાંથી નગરનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમણે જોયું કે લોકોની અપાર ભીડ એક જ દિશામાં જઈ રહી હતી. અનુચર દ્વારા જાણવા મળ્યું કે, ઉદ્યાનમાં કમઠ નામના એક ઘોર તપસ્વી પધાર્યા છે. ત્યાં પંચાગ્નિ તપે છે. લોકો તેમનાં દર્શનાર્થે જઈ રહ્યા છે. કુતૂહલવશ પાર્શ્વકુમાર પણ ત્યા ગયા. અગનજ્વાળા આકાશને સ્પર્શી રહી હતી. મોટાં મોટાં લાકડાં સળગી રહ્યાં હતાં. પાર્શ્વ અવધિજ્ઞાન વડે સળગતાં લાકડાંમાં બળતા એક નાગ-દંપતીને જોયું. તેમણે તરત જ તપસ્વીને કહ્યું, “ધર્મ તો અહિંસામાં છે, અહિંસા વગરનો ધર્મ વળી કેવો ? તમે તો પંચાગ્નિ તપાવી રહ્યા છો, તેમાં એક નાગ અને એક નાગણ બની રહ્યાં છે.” તપસ્વીએ વિરોધ ર્યો પાર્શ્વ એક લાકડું ચીરાવ્યું. તેમાંથી બળતું નાગ-દંપતી બહાર આવીને તરફડવા લાગ્યું. પાયેં તેમને નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો તથા તપસ્વી ઉપર ક્રોધ ન કરવા સલાહ આપી. એ જ સમયે બંનેના પ્રાણ છૂટી ગયા. મૃત્યુ તીર્થકરચરિત્ર [ ૧૭૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ પામીને તે નાગકુમાર દેવોના ઈદ્ર તથા ઈદ્રાણિ-ધરણેન્દ્ર અને પદ્માવતીના નામે ઉત્પન્ન થયાં. તાપસનો પ્રભાવ ઘટી ગયો. ચારે તરફ તેનો તિરસ્કાર થવા લાગ્યો. તેણે ગુસ્સે થઈને અનશન સ્વીકારી લીધું. મૃત્યુ પામીને તે મેઘમાલી દેવતા બન્યા. દીક્ષા ભોગાવલી કર્મોના પરિપાકની પરિસમાપ્તિ પછી ભગવાન પાર્શ્વ દીક્ષા માટે ઉદ્યત બન્યા. લોકાંતિક દેવોએ આવીને તેમને જનકલ્યાણ માટે વિનંતી કરી. વર્ષીદાન દઈને માગસર વદ એકાદશીના દિવસે ભગવાને સો વ્યક્તિ સહિત વારાણસીના આશ્રમ પદ ઉદ્યાનમાં પંચમુષ્ટિ લોચ કર્યો. દેવો અને માણસોની ભારે ભીડ વચ્ચે સાવદ્ય યોગોનો સર્વથા ત્યાગ કર્યો. તે દિવસે પ્રભુને અઠ્ઠમનું તપ હતું. બીજા દિવસે ઉદ્યાનમાંથી વિહાર કરીને કોપકટક સંનિવેષમાં પધાર્યા. ત્યાં ધન્ય ગાથાપતિના ઘેર પરમાન્ત (ખીર) વડે પારણું કર્યું. દેવોએ દેવ-દુંદુભિ દ્વારા દાનનું મહત્ત્વ સમજાવ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથ ૧૭૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ ET IIIIIIIIII તીર્થકરચરિત્ર [ ૧૭૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ ભગવાન હવે વૈદેહ બનીને વિચારવા લાગ્યા. અભિગ્રહયુક્ત સાધનામાં સંલગ્ન બન્યા. વિચરતા વિચરતા તેઓ શિવપુરી નગરમાં પધાર્યા. ત્યાં કોશાવનમાં ધ્યાનસ્થ ઊભા રહ્યા. થોડાક સમય પછી પ્રભુ ત્યાંથી વિહાર કરીને આગળ તાપસાશ્રમમાં પહોંચ્યા તથા ત્યાં જ એક વટવૃક્ષની નીચે ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા. આ તરફ કમઠ તાપસે દેવ થયા પછી અવધિ દર્શન વડે ભગવાન પાર્શ્વને નિહાળ્યા. નિહાળતાં જ પૂર્વજન્મનું વેર જાગી ગયું. ભગવાનને કષ્ટ આપવા માટે તે ત્યાં પહોંચ્યો. પ્રથમ તો તેણે સિંહ, ચિત્તો, વાઘ, વિષધર વગેરે રૂપો ધારણ કરીને ભગવાનને કષ્ટ આપ્યાં. પરંતુ પ્રભુ મેરુપર્વતની જેમ અડલ ઊભા રહ્યા. પોતાની વિફલતાને કારણે દેવ વધારે કૃદ્ધ બન્યો. તેણે મેઘની વિકુર્વણા કરી. ચારેબાજુ ઘનઘોર ઘટાઓ છવાઈ ગઈ. જોતજોતામાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. પાણી વધતું વધતું ઢીંચણ, કમર અને છાતી પાર કરીને છેક નાસાગ્ર સુધી પહોંચી ગયું. છતાં પ્રભુ અટલ ઊભા હતા. એવામાં ધરણેન્દ્રનું આસન ડોલવા લાગ્યું. અવધિ જ્ઞાન વડે તેમણે ભગવાનને પાણીમાં ઊભેલા જોયા. તેઓ તરત સેવા માટે દોડી ગયા. વંદન કરીને તેણે પ્રભુના પગની નીચે એક વિશાળ નાળાવાળું પદ્મ (કમળ) રચ્યું. પોતે સાત ફણાના સર્પ બનીને ભગવાન ઉપર છત્ર ધરી દીધું. પ્રભુને તો સમભાવ હતો. ન તો કમઠ ઉપર રોષ હતો ન ધરણેન્દ્ર પ્રત્યે અનુરાગ હતો. કમઠાસુર દેવ, આમ છતાં વરસાદ વરસાવતા રહ્યા. ધરણેન્દ્રએ ફિટકારપૂર્વક કમઠને કહ્યું, “અરે દુષ્ટ ! તું હજી પણ તારી દુષ્ટતા છોડતો નથી ? પ્રભુ તો સમતામાં લીન છે અને તું અધમતાની ખીણમાં પડતો જ જાય છે?' ધરણેન્દ્રના ફિટકારથી કમઠ ભયભીત બન્યો. પોતાની માયા સમેટી લઈને પ્રભુની ક્ષમાયાચના કરીને તે ચાલ્યો ગયો. ઉપસર્ગ શાંત થતાં ધરણેન્દ્ર પણ ભગવાનની સ્તુતિ કરીને પાછા વળ્યા. કેવળજ્ઞાન ભગવાને ત્યાથી રાત્રીઓ આ રીતે અભિગ્રહ અને ધ્યાનમાં પસાર કરી. ચોર્યાશીમા દિવસે તેમણે આશ્રમપદ ઉદ્યાનમાં ઘાતકી વૃક્ષની નીચે ધ્યાન કરતાં કરતાં ક્ષેપક શ્રેણી મેળવી. ઘાતિક કર્મોનો ક્ષય કરીને કેવલત્વ પ્રાપ્ત ક્યું. દેવેન્દ્રએ કેવલ-મહોત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરી. વારાણસીના હજારો લોકો સર્વજ્ઞ ભગવાનનાં દર્શનાર્થે ગયા. પ્રભુએ પ્રવચન આપ્યું. તેમના પ્રથમ પ્રવચનમાં જ તીર્થની સ્થાપના થઈ ગઈ. અનેક વ્યક્તિઓએ આગાર અને અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાન શ્રી પાર્શ્વનાથ ૧૭૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્યામ ધર્મ ભગવાન પાર્શ્વનાથ તો તેના અંતિમ નિરુપક હતા. ત્યાર પછી ભગવાન મહાવીરે પાંચ મહાવ્રત ધર્મની વ્યાખ્યા આપી હતી, તેથી પાર્શ્વનાથનો ધર્મ “ચાતુર્યામ-ધર્મના નામથી પ્રસિદ્ધ થયો. ચોવીસ તીર્થકરોમાં પ્રથમ અને અંતિમ તીર્થંકર પાંચ મહાવ્રતરૂપી સંયમ ધર્મનું પ્રવર્તન કરતા હતા. બાકીના બાવીસ તીર્થંકર ચાતુર્યામ ધર્મના પ્રરૂપક હોય છે. ચાતુર્યામ” અને “પંચયામ” પણ માત્ર શબ્દભેદ જ છે. સાધના તો બંનેની સમાન છે. ચાતુર્યામ ધર્મમાં બ્રહ્મચર્યને અલગ યામ (મહાવ્રત) માનવામાં આવ્યું નથી, પરંતુ બ્રહ્મચર્યને અપરિગ્રહ અંતર્ગત જોડી દેવામાં આવ્યું છે. સ્ત્રી દ્વિપદ પરિગ્રહમાં માન્ય હતી. બ્રહ્મચારી સ્ત્રીનો ત્યાગ કરે છે. તેથી અપરિગ્રહમાં બ્રહ્મચર્ય સહજરૂપે સમાઈ જાય છે. ચાતુર્યામ ધર્મનો વિકાસ એ જ પંચમહાવ્રત ધર્મ છે. • અપૂર્વ પ્રભાવ ભગવાન પાર્શ્વનો પ્રભાવ મિશ્ર, ઈરાન, સાઈબેરીયા, અફઘાનિસ્તાન જેવા દૂર દૂરના દેશોમાં ઊંડાણથી પ્રસર્યો હતો. તદ્ યુગીન રાજા તથા લોકો પાર્શ્વના ધર્મની ઉપાસના વિશેષ રૂપે કરતા હતા. પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ એન સંગે જ્યારે તે પ્રદેશોની યાત્રા કરી ત્યારે ત્યાં તેણે અનેક નિગ્રંથ મુનિઓને જોયા. મહાત્મા બુદ્ધના કાકા સ્વયં ભગવાન પાર્શ્વનાથના શ્રમણોપાસક હતા. દક્ષિણમાં પણ પાર્શ્વના અનુયાયી ઘણી સંખ્યામાં હતા. કરકંડ વગેરે ચાર પ્રત્યેકબુદ્ધ રાજા પણ ભગવાન પાર્શ્વના શિષ્ય બન્યા હતા. કેટલાક ઇતિહાસકારો તો એમ પણ માને છે કે મહાત્મા બુદ્ધે છ વર્ષ સુધી ભગવાન પાર્શ્વના ધર્મશાસનમાં જ સાધના કરી હતી. તે સમયના તમામ ધર્મસંપ્રદાયો ઉપર પાર્શ્વની સાધના-પદ્ધતિનો વ્યાપક પ્રભાવ હતો. તેમના શાસનકાળમાં આર્ય શુભદત્ત, આર્ય હરિદત્ત, આર્ય સમુદ્રસૂરિ, આર્ય કેશી શ્રમણ જેવા પ્રતિભાશાળી તથા મહાપ્રભાવક આચાર્યો થયા. નિર્વાણ વિભિન્ન પ્રદેશોની પદયાત્રા કરીને ભગવાને લાખો લોકોને માર્ગદર્શન આપ્યું. અંતે વારાણસીથી આમલકલ્પા વગેરે વિભિન્ન નગરોમાં થઈને પ્રભુ સમેતશિખર ઉપર પહોચ્યા. તેત્રીસ ચરમશરીરી મુનિઓ સહિત અંતિમ અનશન કર્યું. એક માસના અનશનમાં ચાર અઘાતિ કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું. દેવો, ઈદ્રો, મનુષ્યો તથા રાજાઓએ ભેગા મળીને ભગવાનના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કર્યો. પ્રભુનો પરિવાર ૦ ગણધર ૦ કેવલજ્ઞાની - ૧૦૦૦ - ૧૦ તીર્થકરચરિત્ર [ ૧૭૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૦ મન:પર્યવજ્ઞાની - ૭પ૦ ૦ અવધિજ્ઞાની - ૧૪૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૧૦૦ ૦ ચતુર્દશ પૂર્વી - ૩પ૦ ૦ચર્ચાવાદી - દ00 ૦ સાધુ - ૧૬,૦૦૦ ૦ સાધ્વી - ૩૮,૦૦૦ ૦ શ્રાવક - ૧,૬૪,૦૦૦ ૦શ્રાવિકા - ૩,૩૯,૦૦૦ એક ઝલક૦ માતા - વામાં પિતા - અશ્વસેન ૦નગરી - વારાણસી ૦વંશ - ડાકુ ૦ ગોત્ર - કાશ્યપ ચિહ્ન - સર્પ ૦વર્ણ - નીલ ૦ શરીરની ઊંચાઈ - ૯ હાથ ૦ યક્ષ - પાર્શ્વ ૦ યક્ષિણી - પદ્માવતી ૦ કુમારકાળ - ૩૦ વર્ષ ૦ રાજ્યકાળ - નહીં છઘસ્યકાળ - ૮૪ દિવસ ૦ કુલ દીક્ષાપર્યાય - ૭૦ વર્ષ ૦ આયુષ્ય - ૧૦૦ વર્ષ પંચ કલ્યાણકતિથિ સ્થાન નક્ષત્ર ૦ચ્યવન ફાગણ વદ ૪ પ્રાણત વિશાખા જન્મ માગસર વદ ૧૦ વારાણસી. વિશાખા ૦ દીક્ષા માગસર વદ ૧૧ વારાણસી વિશાખા ૦ કેવલજ્ઞાન ફાગણ વદ ૪ વારાણસી વિશાખા નિર્વાણ શ્રાવણ સુદ ૮ સન્મેદશિખર વિશાખા ભગવાન શ્રી પાર્શ્વનાથ ! ૧૭૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ કાજ ఎందుకంటే అందుకు ભગવાન શ્રી મહાવીર heleen આત્માને કોઈ આદિ નથી હોતો. જૈન દર્શનમાં કોઈ આત્મા પ્રારંભથી જ પરમાત્મા નથી હોતો. તે કર્મબંધ વડે ભારે બને છે તો તેનું નરક ગમન થાય છે. અને ત્યાં તેણે કષ્ટ ભોગવવાં પડે છે. જ્યારે અશુભ કર્મો વડે આત્મા હલકો બને છે અને પુણ્યનું બળ હોય છે તો તે સ્વર્ગીય સુખોને પ્રાપ્ત કરે છે. સંપૂર્ણતઃ કર્મમુક્ત અવસ્થા એ જ _મોક્ષની અવસ્થા છે. અન્ય ભવ્ય આત્માઓની જેમ મહાવીરનો આત્મા પણ ભવ્ય હતો. તે આત્માએ પોતાના કર્તુત્વ વડે જે કાંઈ કર્યું તેને અનુરૂપ તેણે સુખદુ:ખ ભોગવ્યાં. ભગવાન મહાવીરના સત્યાવીશ ભવોનું વર્ણન મળે છે. એનો અર્થ એ નથી કે તેમના આત્માએ માત્ર એટલા જ ભવ કર્યા હતા. જે ભવમાં તેમણે પ્રથમ વખત સમ્યકત્વને પ્રાપ્ત કર્યું ત્યારથી આ ભવોની સંખ્યા ગણવામાં આવી છે. પ્રથમ ભવ- નયસાર (મનુષ્ય) જંબૂઢીપની પશ્ચિમે મહાવિદેહમાં મહાવપ્ર નામના વિજયના જયંતી નામની નગરી હતી. ત્યાંનો રાજા શત્રુમદન હતો. તેના રાજ્યમાં પૃથ્વી પ્રતિષ્ઠાન ગામના અધિકારીનું નામ હતું નયસાર. એક સમયે રાજાજ્ઞા પ્રાપ્ત કરીને તે જંગલમાં લાકડાં લેવા માટે ગયો. તેની સાથે અનેક વ્યક્તિઓ હતી. મધ્યાહ્નનો સમય થયો. એક મોટા વૃક્ષના છાંયડામાં પોતાની વ્યક્તિઓ સાથે ભોજન કરવા બેઠો. એ જ વખતે તેણે દૂર એક સાધુ-સંઘાટક જોયું. સાધુ એક સાથેની સંઘાથે ચાલી રહ્યા હતા. સાથે આગળ નીકળી ગયો હતો અને તેઓ ભૂલા પડ્યા હતા. તે બળબળતા બપોરે તે પ્રદેશમાં આવી ગયા, કે જ્યાં નયસારનાં ગાડાંઓનો પડાવ હતો. મુનિઓના દેખતાં જ નયસારના સ્ટયમાં ભક્તિનો ભાવ જાગ્યો. તે ઊભો થયો. આગળ વધ્યો. ભાવભરી વંદના કરી. વાતચીત દ્વારા જાણવા મળ્યું કે મુનિઓ રસ્તો ભૂલીને ત્યાં આવી ચડ્યા હતા. તેઓ માત્ર ભૂખ્યા જ તીર્થકરચરિત્ર [ ૧૭૮ Page #197 -------------------------------------------------------------------------- ________________ નહોતા, પરંતુ તરસને કારણે તેમનું ગળું પણ સુકાઈ રહ્યું હતું. તેમને બોલવામાં પણ તકલીફ પડતી હતી. તેણે ખૂબ શ્રદ્ધાપૂર્વક મુનિઓને નિર્દોષ આહાર-પાણી વહોરાવ્યાં. મુનિઓએ વૃક્ષના છાંયડામાં આહાર-પાણી વાપર્યાં. નયસાર ઊભો થયો અને સાથે જઈને માર્ગ બતાવ્યો. મુખ્ય માર્ગ ઉપર આવીને નયસારે નમસ્કાર કર્યા. મુનિઓએ તેને ઉપદેશ આપ્યો. નયસારના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. નયસારના એ જ ભવમાં પહેલી વખત તેમને સમ્યક્ત્વનું ઉપાર્જન થયું. બીજો ભવ- સ્વર્ગ સૌધર્મ (પહેલા) દેવલોકમાં એક પલ્યોપમ સ્થિતિવાળા દેવ બન્યા. ત્રીજો ભવ- મનુષ્ય (મરીચિ) દેવગતિનું આયુષ્ય ભોગવીને નયસારનો જીવ ચક્રવર્તી ભરતનો પુત્ર મરીચિ રાજકુમાર બન્યો. ભગવાન ઋષભદેવનું એક વખત અયોધ્યા નગરીમાં પદાર્પણ થયું. સમવસરણ થયું. ભગવાનની દેશના થઈ. દેશનાથી પ્રભાવિત થઈને રાજકુમાર મરીચિ વિરક્ત બન્યો અને ભગવાન પાસે દીક્ષિત થઈ ગયો. ચારિત્રની આરાધના કરતાં કરતાં તેણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. મરીચિ સુકુમાર હતા. એક વખત ગ્રીષ્મ ઋતુમાં ભીષણ તાપનો પરીષહ ઉત્પન્ન થયો. ભયંકર તરસ લાગી અને તેમનું મન આ સંયમ માર્ગથી વિચલિત થઈ ગયું. મરીચિ વિચારવા લાગ્યા, આટલા બધા કષ્ટપૂર્ણ સંયમનું પાલન મારાથી થઈ શકતુ નથી, કારણ કે મારામાં સહિષ્ણુતાની ઊણપ છે. આખરે મરીચિએ નિર્ણય કર્યો કે એક વખત જો ઘર છોડી દઈશ તો હું પુનઃ ગૃહપ્રવેશ નહિ કરું. પરંતુ સાધુવેશમાંરહીને નિયમોનું પાલન નહિ કરું તો તે આત્મપ્રવંચના કહેવાશે. આને આધારે તેણે મનોમન એક નવા વેષની પરિક્લ્પના કરી અને તેને ધારણ કર્યો. તેણે પોતાના વેષની કલ્પના આ પ્રમાણે કરી : જિનેન્દ્ર માર્ગના શ્રમણ મન, વચન અને કાયાના અશુભ વ્યાપારરૂપ દંડથી મુક્ત જિતેન્દ્રિય હોય છે. પરંતુ હું મન, વાણી અને કાયાથી અગુપ્ત અજિતેન્દ્રીય છું. તેથી મારે પ્રતીકરૂપે એક ત્રિદંડ રાખવો જોઈએ.’ ‘શ્રમણ સર્વથા પ્રાણાતિપાત વિરમણના ધારક, સર્વથા હિંસાના ત્યાગી હોવાથી મુંડિત હોય છે, પરંતુ હું પૂર્ણ હિંસાનો ત્યાગી નથી. હું સ્થૂળ હિંસામાંથી નિવૃત્તિ લઈશ અને શિખા સહિત ક્ષુરમુંડન કરાવીશ.’ ‘શ્રમણ ધન-કંચનરહિત તેમજ શીલની સૌરભવાળા હોય છે, પરંતુ હું પરિગ્રહધારી અને શીલ-મુનિચર્યાની સુગંધથી રહિત છું. તેથી હું ચંદન ભગવાન શ્રી મહાવીર D ૧૭૯ Page #198 -------------------------------------------------------------------------- ________________ વગેરેનો લેપ કરીશ.’ ‘શ્રમણ નિર્મોહી હોવાથી છત્ર રાખતા નથી પરંતુ હું મોહ-મમતાથી યુક્ત છું, તેથી છત્ર ધારણ કરીશ અને ઉપાનદ્ (ચંપલ) વગેરે પણ પહેરીશ.’ ‘શ્રમણ નિરંબર અને શુક્લાંબર હોય છે. જે સ્થવિરકલ્પી છે તે નિર્મળ મનોવૃત્તિનાં પ્રતીક શ્વેત વસ્ત્રો ધારણ કરે છે, પરંતુ હું કષાયથી કલુષિત છું તેથી હું કષાયવસ્ત્ર ગેરુઆ વસ્ત્ર ધારણ કરીશ.’ ‘પાપભીરુ શ્રમણ જીવાકુલ સમજીને સચિત્ત જળ વગેરેનો આરંભ કરતા નથી, પરંતુ હું પરિમિત જળનો સ્નાન-પાનાદિમાં ઉપયોગ કરીશ.’ આમ આ પ્રકારના વેષ ધારણ કરીને મરીચિ ભગવાનની સાથે વિચરણ કરવા લાગ્યા. મરીચિ પોતાની પાસે આવનારાં લોકોને ભગવાનનો માર્ગ બતાવતા અને ભગવાનની પાસે શિષ્ય બનવા માટે મોકલતા. એક વખત ચક્રવર્તી ભરતે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, ‘ભંતે ! આપની સભામાં એવો કોઈ જીવ છે કે જે આ અવસર્પિણી કાળમાં આપ સમાન તીર્થંકર બનવાનો હોય ?' ભગવાને કહ્યું, ‘ભરત ! આ સભામાં તો એવો કોઈ જીવ નથી. સમવસરણની બહાર તમારો પુત્ર મરીચિ છે જે આ જ ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર બનશે. સાથોસાથ આ જ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ બનશે, મહાવિદેહ ક્ષેત્રની મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામનો ચક્રવર્તી બનશે.’ ભરતજી જતી વખતે મરીચિ પાસે રોકાયા અને ઉપરોક્ત સંવાદ કહી સંભળાવ્યો. ભરતજીની વાત સાંભળીને મરીચિ અત્યંત પ્રસન્ન થયા અને બોલવા લાગ્યા : આઘોહં વાસુદેવાનાં, પિતા મે ચક્રવર્તિનામ્। પિતામહો જિનેન્દ્રાણામ્, મમાહો ઉત્તમં કુલમ્ ॥ મારુ કુળ કેવું ઊંચું છે. મારા પિતા પ્રથમ ચક્રવર્તી છે, મારા દાદા પહેલા તીર્થંકર છે. હું પણ તીર્થંકર તેમજ પ્રથમ વાસુદેવ બનીશ અને ચક્રવર્તી પણ બનીશ. અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે. કેવી ઋદ્ધિ, કેવી સમૃદ્ધિ ! આ રીતે ત્રિદંડને ઉછાળતા ઉછાળતા તેઓ નાચવા લાગ્યા. આવા કુળમદને કારણે મરીચિનો નીચ ગોત્રનો બંધ થઈ ગયો. એક દિવસ મરીચિ બીમાર પડ્યા. કોઈએ તેમની સેવા કરી નહિ. તે કષ્ટમાં મરીચિએ નિર્ણય કર્યો કે તે પોતાનો શિષ્ય બનાવશે. મરીચિ સ્વસ્થ બન્યા. તેમણે લોકોને પૂર્વવત ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. પોતાનો કોઈ શિષ્ય બનાવ્યો નહિ તેમણે વિચાર્યું, મુનિ બનવું એ મારા શિષ્યત્વ કરતાં તીર્થંકરચરિત્ર I ૧૮૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ છે. એક વખત રાજકુમાર કપિલ આવ્યો. તેને પણ ભગવાન પાસે દીક્ષા માટે મોકલ્યો. પરંતુ તેનું મન ત્યાં લાગ્યું નહિ. ફરીથી મરીચિ પાસે આવીને તેણે કહ્યું, હું તો આપનો જ શિષ્ય બનીશ. આખરે મરીચિએ તેનો પોતાનો શિષ્ય બનાવી દીધો. મરીચિ સદૈવ ભગવાનના મતને સર્વશ્રેષ્ઠ માનતા હતા. તેઓ પોતાની ચર્યાને દુર્બળ સમજતા હતા. પરંતુ પોતાના શિષ્ય કપિલના વ્યામોહમાં એમ કહેવાનું શરૂ હ્યું કે, “ભગવાનના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ રીતે મરીચિએ ત્રિદંડી સંન્યાસીના રૂપે જીવન વિતાવ્યું. ચોથો ભવ-સ્વર્ગ બ્રહ્મ (પાંચમા) દેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવ બન્યા. પાંચમો ભવ- મનુષ્ય બ્રહ્મદેવલોકનું આયુષ્ય સંપન્ન કરીને મહાવીરના જીવે કોલ્લાક સંનિવેષમાં કૌશિક નામના બ્રાહ્મણરૂપે મનુષ્યજીવન પ્રાપ્ત કર્યું. જીવનના સંધ્યાકાળમાં તે ત્રિદંડી તાપસ બન્યો. તેનું આયુષ્ય એંશી લાખ પૂર્વનું હતું. આ ભવ પછી અનેક નાના ભવ કર્યા જે સત્યાવીશ ભવોની ગણતરીમાં લેવામાં આવ્યા નથી. છઠ્ઠો ભવ-મનુષ્ય થના નગરીમાં પુષ્યમિત્ર નામનો બ્રાહ્મણ હતો. આયુષ્ય બોંતેર લાખ પૂર્વનું હતું. કેટલોક સમય ગૃહસ્થ આશ્રમમાં રહીને પરિવ્રાજક બન્યો. સાતમો ભવ-સ્વર્ગ સૌધર્મ (પ્રથમ) દેવલોકમાં દેવ બન્યા. આઠમો ભવ- મનુષ્ય દેવાયુ ભોગવીને નયસારનો જીવ ચૈત્ય સંનિવેષમાં અગ્નિહોત્ર બ્રાહ્મણ બન્યો. અગ્નિહોત્ર અંતે પરિવ્રાજક બન્યો. તેનું સર્વા, ચોસઠ લાખ પૂર્વ હતું. નવમો ભવ-સ્વર્ગ ઈશાન (બીજ) દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ બન્યો. દશમો ભવ- મનુષ્ય | નયસારનો જીવ મંદિર સંનિવેષમાં અગ્નિભૂતિ બ્રાહ્મણ બન્યો. આખરે તેણે પરિવ્રાજક દીક્ષા સ્વીકારી. તેનું આયુષ્ય છપ્પનલાખ પૂર્વ હતું. ભગવાન શ્રી મહાવીર ૧૮૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો ભવ- સ્વર્ગ સનકુમાર (ત્રીજા) દેવલોકમાં દેવ બન્યા. બારમો ભવ- મનુષ્ય દેવાયુ ભોગવીને શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામનો બ્રાહ્મણ થયો. ભારદ્વાજે પરિવ્રાજક દીક્ષા લીધી. તેનું સંપૂર્ણ આયુષ્ય ચુંવાળીશ લાખ પૂર્વ હતું. તેરમો ભવ- સ્વર્ગ માહેન્દ્ર (ચોથા) દેવલોકમાં દેવ બન્યા. ત્યાંથી ચ્યવન પામીને અનેક નાના ભવ પણ કર્યા. ચૌદમો ભવ- મનુષ્ય રાજગૃહ નગરમાં સ્થાવર નામનો બ્રાહ્મણ બન્યો. અંતે પશ્ત્રિાજક બન્યો. તેનું આયુષ્ય ચોત્રીસ લાખ પૂર્વ હતું. પંદરમો ભવ- સ્વર્ગ બ્રહ્મ (પાંચમા) દેવલોકમાં દેવ બન્યા. સોળમો ભવ- મનુષ્ય (વિશ્વભૂતિ) રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજા રાજ્ય કરતો હતો. તેનો ભાઈ વિશાખભૂતિ યુવરાજ હતો. રાજા વિશ્વનંદીના પુત્રનું નામ વિશાખનંદી હતું. યુવરાજ વિશાખભૂતિની રાણીનું નામ ધારિણી હતું. તેની કૂખે નયસારનો જીવ પાંચમા દેવલોકથી ચ્યવન પામીને પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ વિશ્વભૂતિ પાડવામાં આવ્યું. મરીચિના ભવ પછી આ સોળમા ભવમાં પુનઃ રાજપરિવારમાં જન્મ લીધો. વિશ્વભૂતિએ જ્યારે યૌવનમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક રાજકન્યાઓ સાથે તેનો વિવાહ કરવામાં આવ્યો. એક દિવસ વિશ્વભૂતિ પોતાની રાણીઓ તથા દાસીઓ સાથે જલક્રિડા કરવા માટે ગયો. થોડીક ક્ષણો પછી વિશ્વનંદીનો પુત્ર વિશાખનંદી પણ પોતાની રાણીઓ સાથે ફરવા માટે એ જ ઉદ્યાનમાં પહોંચ્યો. જ્યારે તેને ખબર પડી કે વિશ્વભૂતિ પહેલેથી જ ઉદ્યાનમાં આવીને જલક્રિડા કરી રહ્યા છે, ત્યારે તેને ભારે ક્ષોભ થયો. તેણે અનિચ્છાએ બહાર જ રહેવું પડ્યું. વિશાખનંદીની માતાની દાસીઓ પણ ફૂલ વીણવા માટે ઉદ્યાનમાં આવી તો તેમને પણ નિરાશ થઈને પાછાં ફરવું પડ્યું. દાસીઓએ રાજમહેલમાં આવીને મહારાણી પ્રિયંગુને સમગ્ર હકીકત તીર્થંકરચરિત્ર જ્ઞ ૧૮૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ જણાવતાં કહ્યું, “મોજ મા તો વિશ્વભૂતિ લૂંટે છે, જ્યારે તેનો ખરો હક્કદાર તો આપનો પુત્ર વિશાખનંદી છે.” આ સાંભળીને રાણી અત્યંત ક્રોધિત થઈ. તેણે તેમાં પોતાનું અપમાન અનુભવ્યું અને કોપ ભવનમાં ચાલી ગઈ. આ બધું સાંભળીને મહારાજ ચિંતાગ્રસ્ત થઈ ગયા. રાજાએ સમજાવવાનો ખૂબ પ્રયત્ન ર્યો. પરંતુ રાણીની હઠ આગળ તેમણે ઝૂકવું પડ્યું. વિશ્વભૂતિને દૂર મોકલવાની યુક્તિ શોધી. છળકપટથી રાજાએ યુદ્ધની રણભેરી વગડાવીઆપણો સામંત પુરુષસિંહ વિદ્રોહી બની ગયો છે. તે પ્રજાને વિવિધ રીતે કષ્ટ આપી રહ્યો છે. તેની સાથે યુદ્ધ કરવા માટે હું જઈ રહ્યો છું.' આ સમાચાર જળક્રિડા કરતા વિશ્વભૂતિએ પણ સાંભળ્યા. તરત જ તે રાજમહેલમાં આવ્યો અને રાજાને વિનંતિ કરી કે આપના જેવા સામર્થ્યવાનને આવા સામંતની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે જવાનું શોભતું નથી. હું પોતે ત્યાં જવા માટે તત્પર છું. આપ મને આશીર્વાદ આપો. હું અતિશીઘ તેને આપનાં ચરણોમાં ઉપસ્થિત કરી દઈશ. વિશ્વભૂતિની આ વાત સાંભળીને રાજાએ તેને જવાની આજ્ઞા આપી. સેના લઈને તે પુરુષસિંહનું દમન કરવા માટે નીકળી પડ્યો. વિશ્વભૂતિના ચાલ્યા ગયા પછી વિશાખનંદીએ પોતાની રાણીઓ તથા દાસીઓ સહિત ઉદ્યાનમાં પ્રવેશ કર્યો અને આનંદપૂર્વક ક્રિડા કરવા લાગ્યો. વિશ્વભૂતિ જ્યારે સામંત પુરુષસિંહની હદમાં પહોંચ્યો ત્યારે ત્યાં તેનું ભવ્ય સ્વાગત થયું. અવજ્ઞા અથવા વિદ્રોહના સમાચાર તદ્દન અસત્ય જણાયા. પરસ્પર વાતચીત કરીને વિશ્વભૂતિ પાછો વળ્યો. પાછા વળતી વખતે ઉદ્યાનરક્ષક દ્વારા જાણવા મળ્યું કે વિશાખનંદી પોતાના અંતઃપુર સહિત જલવિહાર કરી રહ્યો છે. વિશ્વભૂતિ માત્ર બળવાન જ નહિ, પરંતુ બુદ્ધિમાન પણ હતો. સમગ્ર ભેદ તરત સમજવામાં તેને વિલંબ થતો નહિ. તે સમજી ગયો કે મહારાજે પોતાના પુત્રના સુખ માટે પોતાને ઉદ્યાનમાંથી હટાવવાના હેતુથી આ પુરુષસિંહના વિદ્રોહનું નાટક રચ્યું છે. આવી કુટિલ ચાલને કારણે તેને રાજ તથા તેના પુત્ર પ્રત્યે ખૂબ ગુસ્સો ઉપજ્યો. ક્રોધાવેશમાં તેણે બાજુમાં આવેલા તાડના વૃક્ષને મુષ્ટિપ્રહાર વડે જોરપૂર્વક હચમચાવી. વૃક્ષ ઉપરનાં ફળો એક પછી એક નીચે પડવા લાગ્યાં. તેણે દ્વારપાલને કહ્યું, “સાંભળો, દ્વારપાલ ! મને મારી કુળ-મર્યાદા તથા પરંપરા પ્રતિ સહેજ પણ આદર ન હોત તો હું તમારા રાજકુમાર તથા જૂકા રાજાને આ ફળોની જેમ મુષ્ટિપ્રહાર વડે ધરાશાયી કરી દેત, સમાપ્ત કરી દેત.” વિશ્વભૂતિનું શરીર ક્રોધથી કાંપવા લાગ્યું. કેટલીક ક્ષણો પછી તેનો ગુસ્સો શાંત પડ્યો. સંવેગનો ભાવ જાગ્યો અને ભગવાન શ્રી મહાવીર ૧૮૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ તે વિચારવા લાગ્યો, ‘જુઓ, હું તો વડીલો પ્રત્યે આટલો બધો આદર તથા પ્યાર દાખવતો હતો, પરંતુ આ સૌ મારી સાથે કપટભર્યો વ્યવહાર કરે છે. એ વાત સાચી છે કે આ સંસાર જ એવો છે, કે જ્યાં માત્ર છળકપટ ભરેલાં છે.’ એવા વિચારોમાં તેણે એવો નિર્ણય કરી લીધો કે તેણે સંયમ સ્વીકારીને આત્મકલ્યાણ કરવું. આ નિર્ણય કરતાં જ તે રાજા (કાકા) તથા માતાપિતા પાસે ન જતાં સીધો જ તે પ્રદેશમાં વિચરી રહેલા આર્યસંભૂત પાસે પહોંચ્યો અને ઉલ્લસિત ભાવે ચારિત્ર અંગીકાર કર્યું. વિશ્વભૂતિના મુનિ બની ગયાના સમાચાર મળતાં જ રાજા વિશ્વનંદી પોતાના પુત્ર વિશાખનંદી તથા સમગ્ર પરિવારને સાથે લઈને આવ્યો અને પોતાના અપરાધ માટે વારંવાર ક્ષમા માગી. તથા મુનિધર્મ છોડીને ઘેર પાછા આવી રાજ્યભાર સંભાળી લેવાનો આગ્રહ કર્યો. મુનિ વિશ્વભૂતિ એવા પ્રલોભનમાં ફસાયા નહિ. પોતાના ગુરુની સેવામાં રહીને જપ-તપ દ્વારા આત્માને ભાવિત કરવા લાગ્યો. નિરંતર લાંબી લાંબી તપસ્યાઓને કારણે તેમનું શરી૨ કૃશ થઈ ગયું. હવે તે ગુરુઆજ્ઞા મેળવીને એકાકી વિહાર પણ કરવા લાગ્યો. ઉગ્ર તપસ્વી મુનિ વિશ્વભૂતિ માસ ક્ષમણની તપસ્યાનાં પારણાં કરવા માટે મથુરા નગરીમાં પધાર્યા. તે સમયે વિશાખનંદી પણ પોતાના સાસરે મથુરામાં આવેલો હતો. કૃશકાય મુનિને દૂરથી જ તેના માણસોએ ઓળખી લીધો. ત્યાર બાદ વિશાખનંદીએ તેને ઓળખી લીધો. વિશ્વભૂતિને જોતાં જ વિશાખનંદી ક્રોધિત થઈ ગયો. તે સમયે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી ગાયની ટક્કર વાગતાં મુનિ નીચે પડી ગયા. તે જોઈને વિશાખનંદીએ અટ્ટહાસ્ય કર્યું અને આનંદ વ્યક્ત કરતાં વ્યંગમાં બોલ્યો, ‘મુષ્ટિ પ્રહાર વડે ફળ નીચે પાડનારું બળ હવે ક્યાં ગયું ?' આમ સાંભળતાં જ મુનિની દ્રષ્ટિ તેના પર પડી અને તેને ઓળખી લીધો. મુનિ પણ ક્ષમાધર્મથી વિચલિત થઈ ગયા અને આવેશમાં આવીને બોલ્યા, ‘હજી પણ હું પહેલાંની જેમ જ બળવાન છું. તપસ્યાને કારણે કૃશ ભલે થયો હોઉં, પરંતુ હું દુર્બળ નથી.' પોતાના બળ તથા શક્તિનું પ્રદર્શન ક૨વા માટે મુનિએ તે જ ગાયનાં બંને શિંગડાં મજબૂત રીતે પકડીને તેને ઊંચકીને આકાશમાં ફંગોળી તથા એટલા જ આવેશમાં મુનિને કહ્યું કે જો મારી આજ સુધીની તપસ્યાનું કોઈ ફળ મળવાનું હોય તો મને એવું પ્રબળ બળ પ્રાપ્ત થાવ કે વિશાખનંદીને હું મારી શકું.’ આ વાતનું તેણે પ્રાયશ્ચિત્ત કર્યું નહિ. તેનું આયુષ્ય કરોડ વર્ષનું હતું. સતરમો ભવ- સ્વર્ગ મહાશુક્ર (સાતમા) દેવલોકમાં દેવ બન્યા. તીર્થંકરચરિત્ર ૧૮૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ અઢારમો ભવ-મનુષ્ય (વાસુદેવ) મહાશુક્ર દેવલોકથી ચ્યવન પામીને નયસારનો જીવ ત્રિપૃષ્ઠ રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો. પોતનપુર નગરનો રાજા પ્રજાપતિ હતો. તેને બે રાણીઓ હતી: ભદ્રા અને મૃગાવતી. ભદ્રાની કૂખે રાજકુમાર અચલનો જન્મ થયો. મૃગાવતી દ્વારા ત્રિપૃષ્ઠનો જન્મ થયો. બંને રાજકુમાર સઘળી વિદ્યામાં પારંગત બનીને પિતાને સહયોગ આપવા લાગ્યા. આ બંને ભાઈ આ અવસર્પિણીના ક્રમશઃ પહેલા બળદેવ અને વાસુદેવ બન્યા. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ ત્રણ ખંડોનો અધિપતિ હતો. રત્નપુર નગરી તેની રાજધાની હતી. તે અત્યંત શૂરવીર, પરાક્રમી અને સંગ્રામનો શોખીન હતો. અશ્વગ્રીવે વિચાર્યું કે ત્રણ ખંડોમાં મારા કરતાં વધારે બળવાન તો કોઈ નથી. જે મને સંગ્રામમાં જીતી શકે અથવા મને પરાજિત કરી શકે. જે કોઈ એવો હોય તો તેની માહિતી મેળવવી જોઈએ. એક અષ્ટાંગ નિમિત્તના જાણકાર જ્યોતિષીને આ સંદર્ભમાં પૂછ્યું તો તેણે જણાવ્યું, “જે રાજકુમાર આપના રાજદૂત ચંડવેગને અપમાનિત અથવા પરાજિત કરશે તથા શાલિક્ષેત્રમાં રક્ષણ માટે મોકલેલા રાજા-રાજકુમારોમાં જે ત્યાં આતંક ફેલાવી રહેલા સિંહને મારશે એ જ રાજકુમારના હાથે આપનું મૃત્યુ થશે. અશ્વગ્રીવ ભયાતુર થઈ ગયો. રાજદૂત ચંડવેગ અનેક રાજધાનીઓમાં પ્રતિવાસુદેવનું કાર્ય કરતો કરતો પોતનપુર રાજસભામાં પહોંચ્યો. રાજસભામાં તે સમયે સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. મહારાજ પ્રજાપતિ, રાજકુમાર અચલ, ત્રિપૃષ્ઠ તથા અન્ય સૌ આનંદ માણી રહ્યા હતા.રાજદૂતના આકસ્મિક આગમનથી રાજ સ્વયં ઊભો થયો અને તેને યોગ્ય આસન આપ્યું. રાજાએ પ્રતિવાસુદેવના ક્ષેમકુશળ પૂક્યા. રાજકુમાર ત્રિપૃષ્ઠના મનમાં રંગમાં ભંગ કરવાથી દૂત પ્રત્યે ક્રોધ ભભૂક્યો. રાજાએ દૂતને ભેટ વગેરે આપીને તેનું સન્માન કરી વિદાય કર્યો. પરંતુ રાજકુમારે રસ્તામાં પકડી લીધો અને તેનું અપમાન કર્યું. દૂતના અપમાનની વાત સાંભળીને અશ્વગ્રીવ ભયાતુર થઈ ગયો તથા તેણે વિચાર્યું કે નૈમિતજ્ઞની પ્રથમ બાબત તો મળી ગઈ છે. તે દિવસોમાં અશ્વગ્રીવના રાજ્યમાં શાલિખેતરમાં એક સિંહનો ભયંકર આતંક ફેલાયેલો હતો. અગ્રીવ દ્વારા સિંહને મારવાનો ઉપાય વ્યર્થ જતાં તે ક્ષેત્રોની સુરક્ષા માટે વારાફરતી એક એક રાજાની નિયુક્તિ કરવામાં આવી. તે નિયુક્તિના ક્રમમાં મહારાજ પ્રજાપતિનો વારો પણ આવ્યો. તે જવા માટે ઉદ્યત થયા તો રાજકુમાર ત્રિપૃષ્ઠ આગ્રહપૂર્વક પિતાને રોકી લીધા. પોતાના ભાઈ અચલ સાથે તે ક્ષેત્રમાં પહોંચી ગયા. ત્રિપૃષ્ઠ વિચાર્યું, લોકોમાં પ્રસરેલા ભગવાન શ્રી મહાવીર ૧૮૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભયનો આતંક મિટાવવા માટે સિંહને ખતમ કરી દઉં.’ બંને ભાઈઓએ લોકો પાસેથી સમગ્ર માહિતી મેળવી લીધી અને શસ્ત્રાસ્ત્રથી સુસજ્જ થઈને સિંહની ગુફા તરફ આગળ વધ્યા. ત્યાં બંનેએ મોટેથી બૂમ મારી. સિંહ એ અવાજ સાંભળીને ક્રોધિત થઈ ઊઠ્યો. તે ગુફાની બહાર આવ્યો. તેને પગે ચાલતો જોઈને ત્રિપૃષ્ઠ વિચાર્યું, જે તે પગે ચાલતો હોય તો હું રથ ઉપર કઈ રીતે બેસી શકું? રાજકુમાર રથમાંથી નીચે ઊતરીને ચાલવા લાગ્યા. સિંહની પાસે કોઈ હથિયાર નથી. તો મારાથી હથિયાર કેમ વાપરી શકાય? એમ વિચારીને તેમણે પોતાનાં હથિયાર રથમાં પાછાં મૂકી દીધાં. સિંહ ભયંકર ગર્જના સાથે ત્રિપૃષ્ઠ ઉપર ત્રાટક્યો, પરંતુ તેણે વિદ્યુત વેગથી તરાપ મારીને સિંહનાં બંને જડબાં પકડીને જૂના વાંસના ટુકડાની જેમ ચીરી નાખ્યો. સિંહના મૃત્યુની વાત સાંભળીને અશ્વગ્રીવ ભયાક્રાંત થઈ ઊઠ્યો અને તેને એમ લાગવા માંડ્યું કે આ રાજકુમાર તેનો કાળ છે. થોડોક વિચાર કર્યા પછી તેણે પ્રજાપતિને સંદેશ મોકલ્યો- આપના બંને રાજકુમારોએ જે વીરતાભર્યું કામ કર્યું છે. તે માટે અમે તેમને પુરસ્કૃત કરવા ઇચ્છીએ છીએ. તેથી તેમને અહીં મોકલો. એ સંદેશના જવાબમાં ત્રિપૃષ્ઠ ઉત્તર આપતાં કહ્યું, “જે રાજા સિંહને પણ ન મારી શક્યો તે રાજાના હાથે અમે કોઈપણ પ્રકારનો પુરસ્કાર સ્વીકારવા તૈયાર નથી.” આ સાંભળીને પ્રતિવાસુદેવ ખળભળી ઊઠ્યો અને પોતાની ચતુરંગી સેનાને લઈને યુદ્ધભૂમિમાં ઊતરી આવ્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આખરે અશ્વગ્રીવને સુદર્શન ચક્ર વડે મારીને ત્રિપૃષ્ઠ પ્રથમ વાસુદેવ તથા અચલ પ્રથમ બલદેવ બન્યા. સાથોસાથ તેઓ ત્રણ ખંડના એકછત્ર સ્વામી બન્યા. પોતનપુરમાં એક વખત અગિયારમા તીર્થંકર ભગવાન શ્રેયાંસનાથ પધાર્યા. બંને ભાઈઓએ ભગવાનનું પ્રવચન સાંભળ્યું. તેથી ત્રિપૃષ્ઠને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, પરંતુ થોડાક સમય પછી તે પ્રકાશ ખતમ થઈ ગયો. બંને ભગવાનના ભક્ત બની રહ્યા. વાસુદેવ ત્રિપૃષ્ઠ ક્રૂર શાસક હતા. તેમને શાસનનો ભંગ જરા પણ સહન થતો નહિ. એક વખત રાત્રે સંગીત ચાલી રહ્યું હતું. ચક્રવર્તી સ્વયં પલંગ ઉપર સૂતી વખતે એવી સૂચના આપીને સૂઈ ગયા કે મને ઊંઘ આવે એટલે સંગીત બંધ કરાવી દેવું. થોડાક સમયમાં તેમને ઊંઘ આવી ગઈ. પરંતુ સંગીતરસિક સેવક સંગીત બંધ કરાવી શક્યો નહિ. ત્રિપૃષ્ઠ જ્યારે જાગ્યા, ત્યારે સંગીત ચાલતું જોઈને તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા. સેવકે તેમના તીર્થકરચરિત્ર [ ૧૮૬ Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નના જવામાં કહ્યું કે મારો અપરાધ ક્ષમા કરો. સંગીત ખૂબ મધુર વાગી રહ્યું હતું તેથી બંધ કરાવ્યું નહિ. વાસુદેવ ત્રિપૃષ્ઠે ગુસ્સે થઈને સીસુ ગરમ કરાવ્યું અને સેવકના બંને કાનમાં રેડાવ્યું. સેવકે તડપી તડપીને ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ રીતે તે જન્મમાં તેમણે અનેક હિંસક કાર્યો કર્યાં. ત્યાંથી મૃત્યુ પામીને તે સાતમી નકમાં ગયા. જૈનદર્શન સ્પષ્ટ માને છે કે ભલેને તીર્થંકર બનનાર જીવ હોય, તો પણ કર્મ જો ખરાબ કર્યાં હશે તો અધમ ગતિમાં તેણે જવું પડશે. મહાવીરના સત્યાવીશ પૂર્વ જન્મો દ્વારા આ વાત વિશેષ સ્પષ્ટ જણાય છે. ચારે ગતિઓમાં આચરણાનુસાર તેમના જીવને જવું પડ્યું હતું. વાસુદેવ ત્રિપૃષ્ઠનું કુલ આયુષ્ય ચોર્યાશી લાખ વર્ષનું હતું. તેમાં પચ્ચીસ હજાર વર્ષ બાલ્યાવસ્થામાં, પચ્ચીસ હજાર વર્ષ માંડલિક રાજા રૂપે તથા એક હજાર વર્ષ દિગ્વિજય કરવામાં ખર્ચાયાં. બાકીનાં ત્યાશી લાખ ઓગણપચ્ચાસ હજાર વર્ષ વાસુદેવ રૂપે વ્યતીત થયાં. વાસુદેવના મૃત્યુ પછી બલદેવ અચલે ભગવાન પાસે દીક્ષા લીધી અને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. ઓગણીસમો ભવ- નરક સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નકાવાસમાં તેત્રીસ સાગરોપમ આયુષ્યવાળા નૈયિક બન્યા. વીસમો ભવ- તિર્યંચ સિંહની યોનિમાં ઉત્પન્ન થયા. એકવીસમો ભવ- નરક ચોથી નરકમાં દશ સાગરોપમ આયુષ્યવાળા નૈરયિક બન્યા. નરકમાંથી નીકળીને નયસારના જીવે અનેક નાના મોટા ક્ષુદ્ર ભવોમાં પરિભ્રમણ કર્યું. તે આ સત્યાવીશ ભવોની ગણતરીમાં આવતું નથી. બાવીસમો ભવ- મનુષ્ય રથનપુર નગરમાં પ્રિયમિત્ર રાજા રાજ્ય કરતો હતો. તેની મહારાણી વિમલાની કૂખે નયસારનો જીવ રાજકુમાર તરીકે જન્મ્યો. તેનું નામ રાખ્યું વિમલ. યૌવનવયમાં તે આવ્યો ત્યારે તેનો વિવાહ કરવામાં આવ્યો. પોતાના પુત્રને યોગ્ય જાણીને પ્રિય મિત્ર રાજાએ તેને રાજ્યનો ભાર સોંપી દીધો અને પોતે દીક્ષિત થઈ ગયા. રાજા વિમલ અત્યંત નીતિનિપુણ અને સરલ-પરિણામી હતો, કરુણાશીલ હતો. એક વખત કોઈ કારણવશાત્ તે પાસેના જંગલપ્રદેશમાં ગયો. ત્યાં તેણે જોયું કે એક શિકારીએ જાળ પાથરીને કેટલાંક હરણાંને પકડ્યાં હતાં. ભગવાન શ્રી મહાવીર ત્ત ૧૮૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ નિરપરાધ પશુઓની આવી દશા જોઈને રાજા વિમલના હૈયામાં દયાનો ભાવ જાગ્યો. તેણે શિકારીને પાસે બોલાવ્યો અને તેને સમજાવીને શિકારનો ત્યાગ કરવા કહ્યું. પ્રસંગવશ તે પ્રાણીઓને અભયદાન મળી ગયું. અંતે તેમણે ચારિત્રગ્રહણ કર્યું. રાજા વિમલનો આ ભવમાં પછીનો ભવ મનુષ્યરૂપે નક્કી થયો. સંયમી વ્યક્તિની જ નહિ, સમ્યક્ત્વી વ્યક્તિની પણ ગતિ વૈમાનિક દેવલોકમાં થાય છે. લાગે છે એવું કે જ્યારે રાજાના મનુષ્યભવનો બંધ થયો હતો તે સમયે તેમને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નહિ હોય. જો સમ્યક્ત્વી અવસ્થામાં અથવા ચક્રવર્તી પદની પુણ્યપ્રકૃતિનો બંધ થયા પછી મનુષ્ય ભવ નક્કી થયો હોત તો તેને તે ક્ષેત્રનો ‘અચ્છેરા' સમજવો જોઈએ. ત્રેવીસમો ભવ- મનુષ્ય પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરી હતી. ત્યાંનો રાજા ધનંજય હતો. તેની પટરાણી ધારિણીદેવીના ગર્ભમાં નયસારના જીવે જન્મ લીધો. ચૌદ મહાસ્વપ્નો દ્વારા જન્મ લેનાર આ બાળકનું નામ પ્રિય મિત્ર પાડ્યું પ્રિયમિત્રને રાજ્યનો ભાર સોંપીને રાજા-રાણી દીક્ષિત થઈ ગયાં. આયુધશાળામાં એક વખત ચક્રરત્ન ઉત્પન્ન થયું. ચક્રની સહાયતા વડે છ ખંડો જીતીને તે ચક્રવર્તી બન્યો. લાંબા સમય સુધી ચક્રવર્તી પદ ભોગવ્યા પછી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. પ્રિયમિત્રનું કુલ આયુષ્ય ચોર્યાશી લાખ પૂર્વ હતું. ચોવીસમો ભવ- સ્વર્ગ મહાશુક્ર (સાતમા) દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં મહર્ષિક દેવ બન્યા. દેવનું આયુષ્ય સત્તર સાગરોપમ હતું. પચ્ચીસમો ભવ- મનુષ્ય સાતમા દેવલોકથી ચ્યવન પામીને નયસારનો જીવ જંબુદ્રીપના ભરતક્ષેત્રની છત્રા નામની નગરીમાં રાજકુમાર નંદનરૂપે જન્મ્યો. પિતા મહારાજા જિતશત્રુ તથા માતા મહારાણી ભદ્રા હતી. મહારાજ જિતશત્રુએ નંદનને રાજા બનાવી દીધો અને પોતે સંયમવ્રત ગ્રહણ કર્યું. હવે નંદન રાજા બની ગયો. રાજા નંદનનું આયુષ્ય પચ્ચીસ લાખ વર્ષનું હતું. તેમાં ચોવીસ લાખ વર્ષ ગૃહસ્થાવસ્થામાં વીત્યાં. એક લાખ વર્ષનું આયુષ્ય જ્યારે બાકી રહ્યું ત્યારે પોટ્ટિલાચાર્ય પાસે સંયમ ધર્મ પ્રાપ્ત કર્યો. આચાર્ય પાસે અગિયાર અંગનું અધ્યયન કરીને રાજર્ષિ નંદન કઠોર તપસ્વી બની ગયા. એક લાખ વર્ષના સંયમપર્યાયમાં સતત માસ-માસક્ષમણની તીર્થંકરચરિત્ર C ૧૮૮ Page #207 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા કરી. આ એક લાખ વર્ષના ચારિત્રપર્યાયમાં અગિયાર લાખ સાઠ હજાર માસક્ષમણ કર્યાં. તપનો પારણાંકાળ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ વર્ષ ત્રણ માસ અને ઓગણત્રીસ દિવસનો હતો. તપ તથા અર્હમ્ભક્તિ દ્વારા નંદન મુનિએ તીર્થંકર નામકર્મની પ્રકૃતિનું ઉપાર્જન કર્યું. અંતે બે માસના અનશન કરીને સમાધિમરણ પામ્યા. છવ્વીસમો ભવ- સ્વર્ગ પ્રાણત (દશમા) દેવલોકના પુષ્પોત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં વીસ સાગરોપમનું આયુષ્ય હતું. સત્યાવીસમો ભવ- ભગવાન મહાવીર ભગવાન ઋષભ ત્રીજા આરા (કાળ વિભાગ)ના અંતમાં થયા હતા અને ભગવાન મહાવીરે ચોથા આરાના અંતે જન્મ લીધો હતો. આ અવસર્પિણી કાળના તેઓ અંતિમ તીર્થંકર હતા. આજનું જૈનદર્શન તેમની વાણીનું જ ફલિત છે. ભગવાન મહાવીર ઇતિહાસકારોની દૃષ્ટિએ મહાન ક્રાંતિકારી, પરમ અહિંસાવાદી તથા ઉત્કૃષ્ટ સાધક હતા. તેમણે પશુ-બલિનો વિરોધ કર્યો, જાતિવાદને અતાત્ત્વિક માન્યો અને દાસપ્રથાને હિંસાજનક ગણાવી. ધર્મના ઠેકેદારોએ તે વખતે ધર્મને પોતપોતાના વાડાઓમાં બંધ કરી રાખ્યો હતો. તે સમયે સામાન્ય લોકો સુધી ધર્મનો પ્રવાહ પ્રવાહિત કરવાનું કઠિનતમ કાર્ય ભગવાન મહાવીરે જ કર્યું હતું. સ્વયં રાજમહેલમાં જન્મ લેવા છતાં દલિત વર્ગને અપનાવ્યો, તેને ધર્મનો અધિકાર બહ્યો. સાચે જ ભગવાન મહાવીર પોતાના યુગના મસીહા હતા. વૈશાલીનો વૈભવ ભગવાન મહાવીરના સમયમાં વૈશાલી નગરી અત્યંત પ્રચલિત હતી. ભૂતકાળમાં તે બહુ મોટી નગરી હતી. રામાયણમાં દર્શાવ્યું છે કે વૈશાલી ખૂબ વિશાળ અને રમ્ય નગરી હતી. જૈન આગમોમાં વર્ણન મળે છે કે બાર યોજન લાંબી અને નવયોજન પહોળી આ નગરી અત્યંત રમણીય અને ત્રણ મોટી દીવાલોથી સુરક્ષિત હતી. જગતની સૌથી જૂની લોકશાહી શાસનપ્રણાલી તે સમયે વૈશાલીમાં પ્રચલિત હતી. હૈહય વંશના રાજા ચેટક આ ગણતંત્રના પ્રધાન હતા. તેમના નેતૃત્વમાં વૈશાલીની ખ્યાતિ, વૈભવ તથા સમૃદ્ધિ પરાકાષ્ઠા ઉપર હતી. રાજા ચેટકને સાત દીકરીઓ હતી, જેમને મોટા મોટા રાજાઓ સાથે પરણાવામાં આવી હતી. તે નીચે મુજબ છે ઃ ૧. ઉદયન (સિંધુ-સૌવીર) -પ્રભાવતી ભગવાન શ્રી મહાવીર T ૧૮૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨. દધિવાહન (અંગ) ૩. શતાનીક (વત્સ) ૪. ચંડપ્રદ્યોતન (અવંતી) – પદ્માવતી – મૃગાવતી - શિવા – જ્યેષ્ઠા – ચેલના - સુજ્યેષ્ઠા વૈશાલીની પશ્ચિમે ગંડકી નદી વહેતી હતી. તેના પશ્ચિમ કિનારે આવેલાં બ્રાહ્મણકુંડ ગામ, ક્ષત્રિયકુંડ ગામ, વાણિજ્ય ગામ, કમર ગામ અને કોલ્લાગ સંનિવેશ વગેરે અનેક ઉપનગરો વૈશાલીના વૈભવને વૃદ્ધિગત કરતાં હતાં. ૫. નંદીવર્ધન (ક્ષત્રિય કુંડગ્રામ) ૬. શ્રેણિક (મગધ) ૭. સાધ્વી બની બ્રાહ્મણ કુંડગામ અને ક્ષત્રિયકુંડ ગામ પરસ્પરની પૂર્વ-પશ્ચિમે હતાં. બ્રાહ્મણકુંડ ગામમાં મુખ્યત્વે બ્રાહ્મણની વસતિ હતી. આ વસ્તીના નાયક હતા કોડાલગોત્રીય ઋષભદત્ત. તેમની પત્ની દેવાનંદા જાલંધર ગોત્રીયા બ્રાહ્મણી હતી. ઋષભદત્ત તથા દેવાનંદા ભગવાન પાર્શ્વનાં અનુયાયી હતાં. ક્ષત્રિયકુંડ ગામમાં જ્ઞાત વંશીય ક્ષત્રિયોની વસ્તી હતી. તેમના નાયક હતા કાશ્યપ ગોત્રી મહારાજ સિદ્ધાર્થ, તેઓ વૈશાલી ગણરાજ્યના સક્રિય રાજન્ય પુરુષ હતા. તેમની રાણી ત્રિશલા વૈશાલીના સમ્રાટ ચેટકની બહેન તથા બલિષ્ઠ ગોત્રીયા ક્ષત્રિય રાણી હતી. સિદ્ધાર્થ તથા ત્રિશલા ભગવાન પાર્શ્વની શ્રમણ પરંપરાને માનતાં હતાં. તેમનો જ્યેષ્ઠ પુત્ર નંદીવર્ધન હતો. નંદીવર્ધનનાં લગ્ન સમ્રાટ ચેટકની પુત્રી જ્યેષ્ઠા સાથે થયાં હતાં. અવતરણ દેવાયુ ભોગવીને નયસારનો જીવ ભરતક્ષેત્રના બ્રાહ્મણકુંડ ગામના પ્રમુખ ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કૂખે અવતર્યો. માતા દેવાનંદાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓએ સર્વસંમતિથી જણાવ્યું કે આપના ઘરમાં અંતિમ તીર્થંકર અવતરિત થયા છે. સ્વપ્નફળ સાંભળીને સૌ પ્રસન્ન થયા. દેવાનંદા વિશેષ જાગરૂકતા પૂર્વક ગર્ભનું જતન કરવા લાગી. ગર્ભસાહરણ શકેન્દ્ર મહારાજે એક વખત અવધિ-દર્શન દ્વારા ઋષભદત્તના ઘેર દેવાનંદની કૂખે પ્રભુના અવિકસિત શરીરને વિકસિત થતું જોયું. ઈંદ્રએ વિચાર્યું કે, ‘તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ માત્ર સત્તાસીન કુળમાં જ ઉત્પન્ન થાય છે. આ તો આશ્ચર્યની વાત છે કે ભગવાનનું તીર્થંકરચરિત્રજ્ઞ ૧૯૦ Page #209 -------------------------------------------------------------------------- ________________ અવતરણ બ્રાહ્મણ જેવા યાચક કુળમાં થયું છે. તીર્થંકર સદૈવ પ્રભાવશાળી કુળમાં જન્મ લે છે. વર્તમાનમાં ક્ષત્રિય વર્ગનો પ્રભાવ સવિશેષ છે. સત્તા પણ તેમના હાથમાં છે. તેથી પ્રભુના શરીરને સાહરણ (બદલીને) કરીને ક્ષત્રિયકુળમાં મૂકવું જોઈએ. શક્રેન્દ્ર એવા વિચારથી હરિણગમેશી દેવને બોલાવીને કહ્યું, ‘અંતિમ તીર્થંકર દેવાનંદાની કૂખમાં છે, તેમને ક્ષત્રિયકુંડ નગરના રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કૂખમાં સ્થાપિત કરો તથા મહારાણી ત્રિશલાના ગર્ભમાં જે જીવ છે તેને દેવાનંદાની કૂખમાં સ્થાનાંતરિત કરીને મને જાણ કરો.’ ઈંદ્રની આજ્ઞા પ્રમાણે હરિણગમેશી ચાલ્યો ગયો. દેવાનંદા ભરનિંદ્રામાં સૂતી હતી. ગર્ભકાળની તે ત્યાશીમી રાત્રી હતી. દેવે ભગવાનને નમસ્કાર કરીને ગર્ભ-સાહરણની અનુજ્ઞા માગી. અને ભગવાનના અર્ધવિકસિત શરીરનું સજગતાપૂર્વક સાહણ કર્યું તથા મહારાણી ત્રિશલાની કૂખમાં તેને સ્થાપિત કરીને ગર્ભની અદલાબદલીની પ્રક્રિયા પૂર્ણ કરી. સાહરણકાળમાં બંને માતાઓને અવસ્વાપિની (સ્વપ્ન વગરની) નિદ્રા દેવ દ્વારા આપવામાં આવી હતી. તે જ રાત્રે દેવાનંદા અને ત્રિશલા બંનેએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. દેવાનંદાને સ્વપ્નો જતાં દેખાયાં અને મહારાણી ત્રિશલાને સ્વપ્નો આવતાં દેખાયાં. તે દિવસ ભાદરવા વદ તેરસનો હતો. મહારાણી ત્રિશલાએ પોતાનાં સ્વપ્નો વિશે મહારાજને વાત કરી. સવારે સ્વપ્નશાસ્ત્રીઓને બોલાવ્યા અને તેમને સ્વપ્નોના અર્થ પૂછવામાં આવ્યા. તેમણે કહ્યું, ‘મહારાજ ! મહારાણીના ગર્ભમાં આગામી અંતિમ તીર્થંકરનો જીવ ઉત્પન્ન થયો છે.' રાજાએ સ્વપ્નશાસ્ત્રીઓને અઢળક દાન-દક્ષિણા આપ્યાં. ત્રિશલાની કૂખે ભગવાનના અવસ્થિત થયા પછી સિદ્ધાર્થ રાજાનો જનપદ તથા ભંડાર ધન-ધાન્યથી સંપન્ન થઈ ગયો. દેવ-સહયોગથી રાજભંડારમાં બેસુમા૨ અર્થવૃદ્ધિ થઈ. રાજા સિદ્ધાર્થનું માન-સમ્માન આસપાસનાં જનપદોમાં એકાએક વધવા લાગ્યું. ગર્ભમાં પ્રતિજ્ઞા ભગવાનને ગર્ભમાં આવ્યાને સાત મહિના પૂરા થઈ ગયા, ત્યારે એક વખત તેઓ એમ વિચારીને સ્થિર થઈ ગયા કે મારા હલનચલનને કારણે માતાને પીડા થતી હશે. ગર્ભનું સ્પંદન બંધ થવાથી માતા ત્રિશલા ચોંકી ઊઠી. ગર્ભના અનિષ્ટ-ભયથી તે હતપ્રભ બની ગઈ. થોડીક જ ક્ષણોમાં તે રડવા-વિલપવા લાગી. સૌ ચિંતિત થઈ ઊઠ્યાં. થોડાક સમય પછી પ્રભુએ અવધિ દર્શનથી પુનઃ જોયું તો તેમને સમગ્ર દશ્ય હૃદયવિદારક લાગ્યું. તત્કાળ ભગવાન શ્રી મહાવીર D ૧૯૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ તેમણે સ્પંદન શરૂ કર્યું ત્યારે સૌને શાંતિ મળી. ભગવાને પોતાના પર માતા -પિતાનો આટલો બધો સ્નેહ જોઈને એવી પ્રતિજ્ઞા કરી લીધી કે માતાપિતાના સ્વર્ગવાસ પછી જ હું દીક્ષા લઈશ, તે પહેલાં નહિ. મહાવીરનો જન્મ ગર્ભકાળ સમાપ્ત થતાં ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રે મહાવીરનો ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં જન્મ થયો. છપ્પનદિકુમારી આવી અને તેમણે સમગ્ર પ્રસુતિ કર્મ પાર પાડ્યું. જન્મોત્સવ ઉજવવા માટે સૌ પ્રથમ સૌધર્મ દેવલોકના ઈદ્ર પધાર્યા. તેમણે નવજાત શિશુને હાથમાં લીધું. તેમના જ પ્રતિરૂપને માતા પાસે મૂક્યું. પાંચરૂપ ધારણ કરીને ઈદ્ર બાળકને મેરૂ પર્વતના પુંડરીક વનમાં લઈ ગયા. ત્યાં એક શિલાપટ્ટ ઉપર પોતાની ગોદમાં શિશુને લઈને ઈદ્ર પૂર્વાભિમુખ થઈને બેઠા. તે સમયે અન્ય ત્રેસઠ ઈદ્ર તથા દેવગણ પણ ઉપસ્થિત થયો. આભિયોગિક દેવ જળ લઈને આવ્યા. સૌ ઈદ્ર-ઈદ્રાણીઓ તથા દેવોએ જન્માભિષેક કર્યો. ઈદ્રની આશંકા આ અવસર્પિણી કાળના ચોવીશ તીર્થકરોમાં અંતિમ તીર્થંકરનું HITછે, A : ((((((((AI ( E) 96, વિ) તીર્થકરચરિત્ર ૧૯૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ શરીરપ્રમાણ ખૂબ નાનું હોય છે. અભિષેકની પૂર્વે સૌધર્મેન્દ્રના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે આવું નાનકડું શરીર અભિષેકની આટલી બધી જલધારાઓ કેવી રીતે સહન કરશે? મહાવીર અવધિજ્ઞાની હતા. તેઓ ઈદ્રની શંકા જાણી ગયા. તીર્થંકર અનંત બળવાન હોય છે. શરીરના નાનામોટા હોવાથી કોઈ તફાવત પડતો નથી. આ વાત સમજાવવા માટે તેમણે પોતાના ડાબા પગના અંગુઠા વડે મેરૂ પર્વતને સહેજ દબાવ્યો, તો તે કંપી ઊઠ્યો. મેરૂ પર્વતના અચાનક પ્રકંપિત થવાથી ઈદ્ર ચોંકી ઊઠ્યા. આ બધું જાણવા માટે તેમણે અવધિદર્શન લગાવ્યું, તો તેમને ખબર પડી કે સ્વયં ભગવાને પોતે અત્યંત બળવાન હોવાની વાત જણાવવા માટે પોતાના અંગુઠા વડે પર્વતને કંપાવ્યો છે. અભિષેક પછી બાળકને પુનઃ માતા પાસે લાવીને મૂકી દીધું. નગરમાં ઉત્સવ રાજા સિદ્ધાર્થે મુક્ત ર્દયથી દશ દિવસનો ઉત્સવ ઉજવ્યો. પ્રજાના આનંદ અને ઉત્સાહની સીમા રહી નહીં. ક્ષત્રિયકુંડની સજાવટ ઈદ્રપુરીને પણ મહાત્ કરે તેવી હતી. લોકોના કર માફ કરી દેવામાં આવ્યા. કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. નામકરણના દિવસે પારિવારિક જનો માટે પ્રીતિભોજન રાખવામાં આવ્યું. તમામ પારિવારિક લોકોએ નવજાત શિશુને આશીર્વાદ પાઠવ્યા. નામની પરિચર્ચા વખતે રાજા સિદ્ધાર્થે કહ્યું કે, “આ બાળકના ગર્ભકાળ દરમ્યાન ધનધાન્યની અત્યંત વૃદ્ધિ થઈ છે. તેથી બાળકનું નામ વર્ધમાન રાખવું જોઈએ.” સૌએ બાળકને તે જ નામ આપ્યું. ત્યારબાદ પ્રભુનાં અન્ય નામ- મહાવીર, શ્રમણ, જ્ઞાતપુત્ર વગેરે પણ પ્રચલિત થયાં. બાલક્રિડા વર્ધમાન કુમારે આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો. એક વખત તે પોતાના સમવયસ્ક મિત્રો સાથે “આમલકી” (આમલી-પીપળી) રમવા લાગ્યા. તે સમયે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બાળક વર્ધમાનનાં બુદ્ધિ-કૌશલ તથા સાહસની પ્રશંસા કરી અને કહ્યું, “તેમના સાહસનો મુકાબલો માણસ કે તિર્યંચ તો શું, દેવશક્તિ પણ કરી શકે તેમ નથી.” એક દેવને ઈદ્રની આ વાતમાં અતિશયોક્તિ જણાઈ. તે બાળક વર્ધમાનને પરાજિત કરવા માટે નીચે આવ્યા જ્યાં તેઓ રમત રમતા હતા. વર્ધમાન તે સમયે સાથી બાળકો સાથે વૃક્ષ ઉપર ચડેલા હતા. તે દેવ ભયંકર સાપનું રૂપ ધારણ કરીને એ જ વૃક્ષની એક શાખા ઉપર લપટાઈ ગયો અને હુંફાડા મારવા લાગ્યો. તમામ બાળકો સાપને જોઈને બૂમો મારવા લાગ્યાં, “બચાવો ! બચાવો ! ઝાડ ઉપર ઝેરીલો સાપ છે !' વર્ધમાન થોડાક આગળ આવ્યા અને તે સાપને પકડીને દૂર ફેંકી દીધો. ભગવાન શ્રી મહાવીર ૧૯૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ કરવા લાગ્યા. વર્ધમાનને વિવાહ માટે તૈયાર કરવાનું કામ તેમના યુવાન મિત્રોને સોંપવામાં આવ્યું. એક દિવસ મિત્રો સાથે તેમની લાંબી ચર્ચા ચાલી. વિવાહની તરફેણ અને વિરોધમાં દલીલો ચાલી. તે દરમ્યાન માતા ત્રિશલાએ આવીને વર્ધમાનને કહ્યું, “તારી ઇચ્છા વિવાહ કરવાની ભલે ન હોય, પરંતુ મારી એવી ઈચ્છા છે એમ સમજીને તારે વિવાહ તો કરવો જ પડશે. તેં મને ક્યારેય દુભવી નથી. મને વિશ્વાસ છે કે હવે પણ તું મને નહિ દુભવે.” વર્ધમાનકુમાર પોતાનાં ભોગાવલી કર્મોની સ્થિતિ જોઈને માતાજીના આગ્રહ સામે મૌન રહ્યા. માતાજીએ તરત ઘોષણા કરી દીધી કે વર્ધમાનનો વિવાહ થશે. મહારાજ સિદ્ધાર્થે બસંતપુર નગરના રાજા સમરવીરની પદ્માવતી રાણી દ્વારા ઉત્પન્ન થયેલી પુત્રી યશોદા સાથે પરમ હર્ષોલ્લાસપૂર્વક તેમનો વિવાહ કરી દીધો. અનાસક્ત ભાવે ભોગ ભોગવતાં ભોગવતાં તેઓ સમય વીતાવવા લાગ્યા. યશોદા દ્વારા એક પુત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ પ્રિયદર્શના રાખ્યું. તે યુવાન થતાં તેનાં લગ્ન રાજકુમાર જમાલિ સાથે થયાં. દિગંબર પરંપરામાં વર્ધમાનના વિવાહની વાત મળતી નથી. તેઓ ભગવાનને બાલબ્રહ્મચારી માને છે. દીક્ષા મહાવીરના પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા ભગવાન પાર્શ્વની પરંપરાનાં શ્રમણોપાસક હતાં. મહાવીર પ્રારંભથી વિરક્ત હતા, પરંતુ માતા ' પિતાના અત્યંત સ્નેહને કારણે દીક્ષાની વાત પ્રગટ કરતા નહોતા. તેમણે ગર્ભમાં જ એવો નિર્ણય કર્યો હતો કે માતા-પિતાની હયાતીમાં પોતે દીક્ષા લેશે નહિ. મહાવીર અઠ્યાવીસ વર્ષના થયા. માતાપિતાએ અનશન સ્વીકારીને સમાધિમરણ પ્રાપ્ત કર્યું અને તે બારમા અશ્રુત દેવલોકમાં મહદ્ધિક દેવ બન્યાં. માતાપિતાના સ્વર્ગવાસ પછી મહાવીરે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનને કહ્યું, “મોટા ભાઈ! હવે મને દીક્ષા માટે આજ્ઞા આપો.' નંદીવર્ધન- “ભાઈ ! તું આ કેવી વાત કરે છે ! માતા-પિતાના વિયોગનું દુઃખ તો હજી વિસરાયું નથી, અને તું મને છોડીને જવાની વાત કરે છે? જ્યાં સુધી અમારું મન સ્વસ્થ ન બને ત્યાં સુધી જવાની વાત કરીશ નહિ.” મહાવીર – “મોય ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ઠીક ન કહેવાય. છતાં આપ મારી ગૃહવાસની અવધિ તો નક્કી કરી જ દો.” ભગવાન શ્રી મહાવીર [ ૧૯૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ કરવા લાગ્યા. વર્ધમાનને વિવાહ માટે તૈયાર કરવાનું કામ તેમના યુવાન મિત્રોને સોંપવામાં આવ્યું. એક દિવસ મિત્રો સાથે તેમની લાંબી ચર્ચા ચાલી. વિવાહની તરફેણ અને વિરોધમાં દલીલો ચાલી. તે દરમ્યાન માતા ત્રિશલાએ આવીને વર્ધમાનને કહ્યું, “તારી ઇચ્છા વિવાહ કરવાની ભલે ન હોય, પરંતુ મારી એવી ઇચ્છા છે એમ સમજીને તારે વિવાહ તો કરવો જ પડશે. તેં મને ક્યારેય દુભવી નથી. મને વિશ્વાસ છે કે હવે પણ તું મને નહિ દુભવે.” વર્ધમાનકુમાર પોતાનાં ભોગાવલી કર્મોની સ્થિતિ જોઈને માતાજીના આગ્રહ સામે મૌન રહ્યા. માતાજીએ તરત ઘોષણા કરી દીધી કે વર્ધમાનનો વિવાહ થશે. મહારાજ સિદ્ધાર્થે બસંતપુર નગરના રાજા સમરવીરની પદ્માવતી રાણી દ્વારા ઉત્પન્ન થયેલી પુત્રી યશોદા સાથે પરમ હર્ષોલ્લાસપૂર્વક તેમનો વિવાહ કરી દીધો. અનાસક્ત ભાવે ભોગ ભોગવતાં ભોગવતાં તેઓ સમય વીતાવવા લાગ્યા. યશોદા દ્વારા એક પુત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ પ્રિયદર્શના રાખ્યું. તે યુવાન થતાં તેનાં લગ્ન રાજકુમાર જમાલિ સાથે થયાં. દિગંબર પરંપરામાં વર્ધમાનના વિવાહની વાત મળતી નથી. તેઓ ભગવાનને બાલબ્રહ્મચારી માને છે. દીક્ષા મહાવીરના પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા ભગવાન પાર્શ્વની પરંપરાનાં શ્રમણોપાસક હતાં. મહાવીર પ્રારંભથી વિરક્ત હતા, પરંતુ માતા પિતાના અત્યંત સ્નેહને કારણે દીક્ષાની વાત પ્રગટ કરતા નહોતા. તેમણે ગર્ભમાં જ એવો નિર્ણય કર્યો હતો કે માતા-પિતાની હયાતીમાં પોતે દીક્ષા લેશે નહિ. મહાવીર અઠ્યાવીશ વર્ષના થયા. માતાપિતાએ અનશન સ્વીકારીને સમાધિમરણ પ્રાપ્ત કર્યું અને તે બારમા અય્યત દેવલોકમાં મહદ્ધિક દેવ બન્યાં. માતાપિતાના સ્વર્ગવાસ પછી મહાવીરે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનને કહ્યું, “મોય ભાઈ! હવે મને દીક્ષા માટે આજ્ઞા આપો.” નંદીવર્ધન- “ભાઈ ! તું આ કેવી વાત કરે છે ! માતા-પિતાના વિયોગનું દુઃખ તો હજી વિસરાયું નથી, અને તું મને છોડીને જવાની વાત કરે છે ? જ્યાં સુધી અમારું મન સ્વસ્થ ન બને ત્યાં સુધી જવાની વાત કરીશ મહાવીર - “મોય ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ઠીક ન કહેવાય. છતાં આપ મારી ગૃહવાસની અવધિ તો નક્કી કરી જ દો.” ભગવાન શ્રી મહાવીર ૧૯૫ Page #214 -------------------------------------------------------------------------- ________________ નંદીવર્ધન- ‘ઓછામાં ઓછાં બે વર્ષ સુધી.’ મહાવીર બે વર્ષ સુધી ગૃહવાસમાં વધુ રહ્યા. આ અવધિમાં તેમણે ત્યાગમય જીવન વિતાવ્યું. તેઓ રાત્રિભોજન કરતા નહિ. અચિત્ત જળ પીત્તા, જમીન ઉ૫૨ સૂઈ જતા અને બ્રહ્મચર્યનું પાલન કરતા. કાયપ્રક્ષાલનમાં (સ્નાનમાં) પણ અચિત્ત જળનો ઉપયોગ કરતા. છઠ્ઠના પારણે છઠ્ઠનું તપ કરતા. એક વર્ષ સમાપ્ત થતાં નવ લોકાંતિક દેવો સામૂહિક રૂપે મહાવીર પાસે આવ્યા અને નમસ્કાર કરીને કહ્યું કે, ‘હે ભગવાન ! હવે આપ લોકહિતમાં દીક્ષા અંગીકાર કરો અને ધર્મતીર્થનું પ્રવર્તન કરો.' મહાવીરે વર્ષીદાનનો આરંભ કર્યો. દેવસહયોગથી દરરોજ એક પ્રહર સુધી એક કરોડ આઠ લાખ મુદ્રાઓનું દાન કરતા. આમ ત્રણ અરબ ઈઠ્યાસી કરોડ એંશી લાખ સુવર્ણમુદ્રાઓનું તેમણે દાન કર્યું. વર્ષીદાન પછી મહાવીરના કાકા સુપાર્શ્વ અને ભાઈ નંદીવર્ધને મહાવીરના દીક્ષામહોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી. મહાવીરે સ્નાન કર્યું, ચંદન વગેરેનો લેપ કરીને સુંદર પરિધાન તથા અલંકાર ધારણ કર્યાં. દેવનિર્મિત વિશાળ તેમજ ભવ્ય ચંદ્રપ્રભા સુખપાલિકામાં મહાવીર બિરાજ્યા. દેવો તથા માણસોએ સંયુક્ત રૂપે તેમને તીર્થંકરચરિત્ર - ૧૯૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ ઊંચક્યા. તેમાં અગણિત દેવી-દેવતા, હજારો સ્ત્રી-પુરુષો, રાજા નંદીવર્ધનના સમગ્ર લાવલશ્કર સહિત સુખપાલિકા જ્ઞાતખંડ વનમાં અશોક વૃક્ષની નીચે મૂકી. સુખપાલિકામાંથી ઊતરીને મહાવીરે પોતાનાં સઘળાં વસ્ત્રાલંકાર ઉતારી દીધાં. કારતક વદ દશમ, દિવસનો ત્રીજો પ્રહર, પૂર્વાભિમુખ મહાવીરે પંચમુષ્ટિ લોચ કર્યો. શક્રેન્દ્રે કેશોને થાળીમાં લીધા અને તેમને ક્ષીર સમુદ્રમાં વહેતા કર્યાં. મહાવીરે ‘ણમો સિદ્ધાણં' કહીને દેવ-મનુષ્યોની વિશાળ પરીષદ વચ્ચે એવી પ્રતિજ્ઞા કરી કે ‘સર્વાં મે અકરણિજ્યું પાવું કર્માં' હવેથી મારે માટે તમામ પાપકર્મ અકરણીય છે. આમ કહીને તેમણે સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યો.દીક્ષિત થતાં જ તેમણે અભિગ્રહ ગ્રહણ કર્યો- કેવળજ્ઞાની થવા સુધી હું વ્યુત્ક્રુષ્ટ દેહ રહીશ. અર્થાત્ દેવ, મનુષ્ય તથા તિર્યંચ (પશુજગત) જીવો તરફથી જે કોઈ ઉપસર્ગ મળશે તેને સમભાવથી સહન કરીશ.’ પારિવારિક તથા અન્ય સૌકોઈથી વિદાય લઈને ભગવાને ત્યાં વિહાર કર્યો. સૌધર્મેન્દ્રે તે સમયે ભગવાનના ખભા ઉપર દેવદૃષ્ય વસ્ત્ર મૂકી દીધું. જ્ઞાતખંડથી વિહાર કરીને મુહૂર્તમાત્ર દિવસ દરમ્યાન કુમરિ ગામ પહોંચ્યા અને ત્યાં ધ્યાનાવસ્થિત થયા. પ્રથમ ઉપસર્ગ ભગવાન કુમર ગામની બહાર ધ્યાનારૂઢ થઈ ગયા. ત્યાં કેટલાક ગોવાળિયા આવ્યા અને પોતાના બળદો સંભાળવાનું કહીને ગામમાં ચાલ્યા ગયા. થોડાક સમય પછી તે ગોવાળિયા જ્યારે પાછા આવ્યા ત્યારે પૂછ્યું, બાબા ! મારા બળદ અહીં ચરતા હતા તે ક્યાં ગયા ?’ પ્રભુ મૌન રહ્યા આખી રાત શોધવા છતાં ગોવાળિયાને બળદ મળ્યા નહિ. સંયોગવશ તે બળદ ચરતા ચરતા રાત્રે પ્રભુની પાસે આવીને બેઠા હતા. ગોવાળિયા આખી રાત ભટકીને સવારે ફરી પાછા ત્યાંથી નીકળ્યા તો તેમણે બળદોને ત્યાં જોયા. તે આખી રાતના કંટાળેલા હતા. તેથી ગુસ્સે થઈ ગયા. બોલવા લાગ્યા, ‘બાબા શું છે ? ધૂર્ત છે. બળદ અહીં જ હતા છતાં તે બતાવ્યા નહિ.' આમ કહીને તે પ્રભુ ઉ૫૨ કો૨ડા વીંઝવા લાગ્યા. ત્યારે ઈંદ્રએ અવધિ દર્શન વડે જોયું અને ત્યાં આવીને મૂર્ખ ગોવાળિયાઓને સમજાવ્યા. શક્રેન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી, ‘પ્રભુ ! આપનાં કર્મ અનેક છે તેથી ઉપસર્ગ પણ ઘણા થશે. આપ મને આજ્ઞા આપો તો હું આપની સેવામાં રહું.' ભગવાને સ્મિત કરતાં કહ્યું, ‘દેવેન્દ્ર ! અરિહંત ક્યારેય બીજાઓના બળ ઉપર સાધના કરતા નથી. પોતાના સામર્થ્ય વડે જ તે કર્મોનો ક્ષય કરે છે તેથી મારે કોઈની સહાયની જરૂર નથી.' ભગવાન શ્રી મહાવીર C ૧૯૭ Page #216 -------------------------------------------------------------------------- ________________ બીજા દિવસે ત્યાંથી વિહાર કરીને કોલ્લાગ સંનિવેશમાં પધાર્યા અને ત્યાં બ્રાહ્મણના ઘેર પરમાન (ખીર) વડે છઠ્ઠનું પ્રથમ પારણું કર્યું. દાનનો મહિમા વર્ણવતાં દેવોએ પંચદ્રવ્યો પ્રગટ કર્યાં. ઉપસર્ગ તથા કષ્ટપ્રધાન સાધના ભગવાન મહાવીરના છદ્મકાળની સાધના ઉપસર્ગ, કષ્ટ અને ઘટના-પ્રધાન હતી. પ્રાચીન આચાર્યોના અભિમત મુજબ ત્રેવીસ તીર્થંકરનાં કર્મદળ એક તરફ અને ભગવાન મહાવીરનાં કર્મો એક તરફ. તેમાં પણ મહાવીરનાં કર્મો અધિક હતાં. આ કારણે મહાવીરની સાધના અત્યંત કષ્ટપૂર્ણ અને પ્રખર હતી. આચારાંગસૂત્ર તથા કલ્પસૂત્રમાં ભગવાનની સાધનાનું વિસ્તૃત વર્ણન મળે છે કે દીક્ષિત થયા પછી મહાવીરે દેવદૃષ્ય વસ્ત્ર સિવાય પોતાની પાસે અન્ય કાંઈ રાખ્યું ન હતું. લગભગ તેર માસ સુધી વસ્ત્ર ભગવાનના ખભા પર રહ્યું. ત્યાર બાદ તે વસ્ત્ર પડી જવાથી તેઓ સંપૂર્ણ અચેલ બની ગયા. દીક્ષા સમયે તેમના શરીર ઉપર જે સુગંધિત વિલેપન કરવામાં આવ્યું હતું, તેનાથી આકૃષ્ટ થઈને ભ્રમર તથા સુગંધપ્રેમી કીડા ભગવાનના શરીર ઉપર ચાર માસ સુધી ફરતા રહ્યા અને માંસ ચૂસતા રહ્યા, લોહી પીતા રહ્યા. પરંતુ મહાવીરે ઉર્ફે પણ કર્યું નહિ. તે સુગંધથી પ્રભાવિત થઈને સ્વચ્છંદી યુવકો ભગવાનની પાસે આવતા અને કહેતા કે આપના શરીરમાંથી અત્યધિક સુગંધ આવી રહી છે. અમને પણ એવો કોઈ ઉપાય બતાવો અથવા એવું ચૂર્ણ આપો કે જેથી અમારા શરીરમાંથી પણ સુવાસ પ્રસરે. મૌન રહેવાને કારણે યુવકો તેમને છેડતા, કષ્ટ દેતા અને ચાલ્યા જતા. પ્રભુનાં રૂપ-સૌંદર્ય, સુગઠિત તથા બલિષ્ઠ શરીરને જોઈને સ્વેચ્છાવિહારિણી યુવતીઓ પોતાની કામવાસના શાંત કરવા માટે ત્યાં આવતી. તેઓ પોતાના હાવભાવ પ્રગટ કરતી, કટાક્ષ કરતી, વિવિધ નૃત્યો તથા ભાવો વડે તેમને આકર્ષવાનો પ્રયાસ કરતી, પરંતુ મહાવીર તો મેરૂ પર્વતની જેમ અડોલ રહેતા. તેમના પર તેનો કોઈ પ્રભાવ પડતો નહિ. આખરે હારીને તેમને કષ્ટ આપતી સૌ પાછી વળતી. સાધનાકાળમાં તેઓ ક્યારેક નિર્જન ઝૂંપડીમાં, ક્યારેક પરબ અથવા કુટિયામાં, ક્યારેક ખંડેર કે ધર્મશાળામાં તો ક્યારેક યક્ષ મંદિર કે સ્મશાનમાં નિવાસ કરતા. શિયાળામાં ભયંકર ઠંડીના સમયે બીજા સાધકો ઠંડીથી બચવા માટે ગ૨મ સ્થાને જઈને રહેતા, કપડાં ઓઢતાં, પરંતુ મહાવીર એવી ઠંડીમાં પણ ખુલ્લા શરીરે અને ખુલ્લી જગાએ ઊભા રહેતા અને ઠંડીથી બચવાની ઇચ્છા પણ કરતા નહીં. પોતાના હાથનું ટુટિયું પણ વાળતા નહિ. શરીર ખુલ્લું હોવાથી ઠંડી-ગ૨મી સિવાય મચ્છરોનો પણ ભારે પરીષહ સહન કરવો પડતો. તીર્થંકરચરિત્રÇ ૧૯૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક સર્પ વગેરે ઉપરાંત ઝેરીલા કાગડા, ગીધ વગેરે તીક્ષ્ણ ચાંચવાળાં પક્ષીઓના પ્રહાર પણ સહન કરતા. ક્યારેક ક્યારેક લોકો તેમને ચોર કે જાસૂસ સમજીને મારતા, અપમાનિત કરતા. ભયંકર દૈવી ઉપસર્ગોને પણ તેઓ સમભાવપૂર્વક સહન કરતા. સાધનાકાળમાં મહાવીરે મોટે ભાગે નિદ્રા લીધી નહોતી. જ્યારે તેમને નિદ્રા આવતી ત્યારે તેઓ ઊભા રહી જતા અથવા થોડાક સમય માટે ફરતા રહીને નિદ્રાને દૂર કરી દેતા. વિહારના પ્રસંગે ભગવાન આસપાસમાં તથા પાછળ વળીને ક્યારેય જોતા નહિ. માર્ગમાં તેઓ કોઈની સાથે વાત કરતા નહિ. મોટે ભાગે તેઓ તપમાં લીન રહેતા. પારણાંમાં જે કાંઈ લૂખું-સૂકું, ઠંડુ વાસી ભોજન મળી જતું. તેને તે અનાસક્ત ભાવે ગ્રહણ કરી લેતા. ક્યારેક રોગ ઉત્પન્ન થાય તો ઔષધ સેવન કરતા નહિ. આંખમાં રજકણ પડે તો પણ તેને કાઢવાની ઇચ્છા પણ કરતા નહિ. શરીરને ક્યારેય તેઓ ખંજવાળતા નહિ. આમ દેહ હોવા છતાં વિદેહી થઈને પ્રતિક્ષણ, પ્રતિપળ જાગરૂક અને સજાગ રહીને ધ્યાન તથા કાયોત્સર્ગ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા. સાધનાનું પ્રથમ વર્ષ કોલ્લાગ સંનિવેશથી વિહાર કરીને ભગવાન મોરાક સંનિવેશમાં પધાર્યા. ત્યાં “દુઈજ્જન્તક’ તાપસીનો આશ્રમ હતો. આશ્રમના કુલપતિ મહારાજ સિદ્ધાર્થના મિત્ર હતા. પ્રભુને આવતા જોઈને કુલપતિ સામે ગયા તેમનું સ્વાગત કર્યું અને ત્યાં રોકાઈ જવા માટે વિનંતી કરી. તેમની વિનંતીથી મહાવીરે ત્યાં રોકાઈ જવાનો નિશ્ચય કર્યો અને એક રાત્રિ પ્રતિમા ધારણ કરીને બાનાવસ્થિત બની ગયા. બીજા દિવસે જ્યારે મહાવીર વિહાર કરવા લાગ્યા ત્યારે કુલપતિએ આશ્રમમાં ચાતુર્માસ વ્યતીત કરવા માટે નિવેદન ક્યું. ધ્યાન-યોગ્ય એકાંત સ્થળ જોઈને તે પ્રાર્થનાને મહાવીર સ્વીકારી લીધી.થોડાક સમય સુધી આસપાસનાં ગામોમાં વિચરણ કરીને વળી પાછા વર્ષાવાસ માટે એ જ આશ્રમમાં આવ્યા અને પર્ણકુટિરમાં રહેવા લાગ્યા. તે વર્ષ વરસાદને અભાવે લીલું ઘાસ ઊગી શક્યું નહિ. આસપાસનાં જંગલોમાં ચરતાં પશુઓ પર્યાપ્ત ખોરાકના અભાવે આશ્રમની પર્ણકુટિરોનું સૂકું ઘાસ ચરવા લાગ્યાં. આશ્રમના તાપસી પર્ણકુટિરોના રક્ષણ માટે દંડા લઈને પશુઓને ભગાડતા. મહાવીર પોતાના ધ્યાનમાં સંલગ્ન હતા. જે પોતાના શરીરની પણ સારસંભાળ છોડી ચૂક્યા હોય તેઓ આ પર્ણકુટિરનું ધ્યાન કઈ રીતે રાખે ? મહાવીર જે કુટિરમાં હતા તેના ઘાસને પશુઓએ ખાવાનું શરૂ કર્યું. તાપસોએ કુલપતિને ફરિયાદ કરી કે આપ કેવા અતિથિને લઈ આવ્યા છો, જે પોતાની કુટિરનું પણ રક્ષણ કરી શકતા નથી? ભગવાન શ્રી મહાવીર ૧૯૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ કુલપતિ મહાવીર પાસે ગયા અને મૃદુ ઉપાલંભ આપતાં કહ્યું, “હે કુમાર ! પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે. તમે તો ક્ષત્રિય રાજકુમાર છો. તમારે તો પોતાની કુટિરનું રક્ષણ સ્વયં જાગરૂકતાપૂર્વક કરવું જોઈએ.' મહાવીરને આ વાત ગમી નહિ. તેમણે વિચાર્યું, “હવે અહીં રહેવું અપ્રીતિકર બની રહેશે. તેથી મારે હવે અહીં રહેવું જોઈએ નહીં.' આમ વિચારીને તેમણે ચાતુર્માસનો એક ભાગ પૂરો કર્યો અને પછી ત્યાંથી વિહાર ર્યો. તે સમયે ભગવાને નીચે પ્રમાણે પાંચ પ્રતિજ્ઞાઓ કરી : ૧. અપ્રતિકારક સ્થળે હું રહીશ નહિ. ૨. સદા ધ્યાનમાં સ્થિર રહીશ. ૩. નિત્ય મૌન પાળીશ. ૪. હમેશાં હાથમાં જ ભોજન કરીશ. ૫. ગૃહસ્થોનો ક્યાય વિનય કરીશ નહિ. * શૂલપાણિ યક્ષનો ઉપદ્રવ મોરાક સંનિવેશના આશ્રમમાંથી વિહાર કરીને ભગવાન અસ્થિગ્રામ પધાર્યા. એકાંત સ્થળની શોધમાં નગરની બહાર શૂલપાણિ યક્ષના મંદિરમાં રહેવાની ભગવાને ગામ લોકો પાસે અનુમતિ માગી. ગામલોકોએ કહ્યું, બાબા ! રહો ભલે, પરંતુ આ મંદિરમાં એક યક્ષ રહે છે. જે સ્વભાવે ભારે ક્રૂર છે. રાત્રે તે કોઈને પણ રહેવા દેતો નથી, તેથી આપ બીજે ક્યાંક રોકાવ તો સારું.' સાંજે પૂજારી ઈદ્ર શર્માએ પૂજા કર્યા પછી ભગવાનને યક્ષના ભયંકર ઉત્પાતની જાણ કરી, છતાં મહાવીર ધ્યાનાવસ્થિત રહ્યા. રાત્રે અંધકાર ઘેરાતાં યક્ષ પ્રગટ થયો. લોકોએ ના પાડવા છતાં ભગવાન ત્યાં રહ્યા તેથી યક્ષે તેમાં પોતાના પ્રત્યેની ધૃષ્ટતા અનુભવી. યક્ષે ભયંકર અટ્ટહાસ્ય કર્યું જેથી સમગ્ર વનપ્રદેશ ધ્રુજી ઊઠ્યો. ગામલોકોનાં હૃદય ઘડકી ઊઠ્યાં, ખળભળી ઊઠ્યાં. પરંતુ ભગવાન અવિચલ ઊભા રહ્યા. હવે યક્ષે હાથી, પિશાચ વગેરે રૂપ ધારણ કરીને વિવિધ પ્રકારનાં કષ્ટ આપ્યાં. ભગવાનનાં આંખ, કાન વગેરે સાત અંગોમાં એવી ભયંકર વેદના ઉત્પન્ન કરી કે સામાન્ય પ્રાણીના પ્રાણ ઊડી જાય ! પરંતુ મહાવીર તો કષ્ટોને સહન કરતા રહ્યા. અંતે ભગવાનની દઢતા તેમજ અપૂર્વ સહિષ્ણુતા સામે તે પરાજય પામ્યો. શાંત થઈને યક્ષ ભગવાનનાં ચરણોમાં નમી પડ્યો અને પોતાનાં કૃત્યો માટે ક્ષમા માંગી, નમસ્કાર કરીને ચાલ્યો ગયો. પછી બાકીની રાત્રી ઉપસર્ગ રહિત પસાર થઈ. તીર્થકરચરિત્ર | ૨૦૦ Page #219 -------------------------------------------------------------------------- ________________ ܟ ܟ ܕ ܡ સ્વપ્નદર્શન : તે જ રાત્રિના અંતિમ પ્રહરમાં ભગવાનને મુહૂર્તભર નિદ્રા આવી ગઈ. આ તેમના સાધના કાળની પ્રથમ અને ચરમ નિદ્રા હતી. તે સમયે ભગવાને દશ સ્વપ્નો નિહાળ્યાં : ૧. પોતાના હાથ વડે તાડ-પિશાચને પછાડવો. ૨. પોતાની સેવા કરતો શ્વેત કોકિલ. ૩. પોતાની સેવા કરતો વિચિત્ર વર્ણવાળો કોકિલ. દૈદિપ્યમાન બે રત્નમાળાઓ. શ્વેત વર્ણવાળો ગૌવર્ગ. વિકસિત પધસરોવર. ૭. પોતાના હાથ વડે સમુદ્રને પાર કરવો. ૮. ઉદીયમાન સૂર્યનાં કિરણોનો પ્રસાર. ૯. પોતાનાં આંતરડાં વડે માનુષોત્તર પર્વતને વીંટવો. ૧૦. મેરૂપર્વત ઉપર આરોહણ કરવું. ગામલોકોએ એવું અનુમાન કર્યું કે યક્ષે મહાવીરને મારી નાખ્યા. એ જ અસ્થિગ્રામમાં ઉત્પલ નૈમિતજ્ઞ રહેતો હતો. અગાઉના સમયમાં તે ભગવાન પાર્શ્વની પરંપરાનો સાધુ હતો. પછીથી ગૃહસ્થ બનીને નિમિત્ત જ્યોતિષ દ્વારા પોતાની આજીવિકા ચલાવતો હતો. ઉત્પલ, ઈદ્રશર્મા પૂજારી અને અન્ય ગ્રામજનો સહિત યક્ષ મંદિરમાં તે પહોંચ્યો. ત્યાં ભગવાનને ધ્યાનાવસ્થિત અવિચલ ઊભેલા જોયા, તો સૌના આશ્ચર્ય તથા આનંદની સીમા રહી નહીં. રાત્રે ભગવાને નિહાળેલાં સ્વપ્નોનાં ફળ ઉત્પલે ક્રમશઃ કહી બતાવ્યાં: ૧. આપ મોહનીય કર્મનો અંત કરશો. ૨. આપને શુક્લધ્યાન પ્રાપ્ત થશે. ૩. આપ દ્વાદશાંગી રૂપ શ્રુતનો ઉપદેશ આપશો. ૪. તેનું ફળ નૈમિતજ્ઞ કહી શક્યો નહીં. ૫. ચતુર્વિધ સંઘની આપ સ્થાપના કરશો. દેવતા આપની સેવા કરશે. ૭. આપ સંસારસમુદ્રને પાર કરશો. આપને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. આપના દ્વારા પ્રતિપાદિત દર્શન તથા આપનો યશ દિગ્દિગંત ભગવાન શ્રી મહાવીર | ૨૦૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ સુધી પ્રસરશે. ૧૦. સમવસરણમાં વ્યાપક ધર્મનું આપ પ્રતિપાદન કરશો. ચોથા સ્વપ્નનું ફળ નૈમિતજ્ઞ પણ જાણી શક્યો નહીં . તેનું ફળ સ્વયં પ્રભુએ જ કહ્યું, “હું સાધુ અને ગૃહસ્થ એવા બે ધર્મોની પ્રરૂપણા કરીશ.” અસ્થિગ્રામના આ પાવસ-પ્રવાસમાં ત્યાર પછી કોઈ ઉપસર્ગ થયો નહીં. ભગવાને પંદર-પંદર ઉપવાસની આઠ તપસ્યાઓ કરી. સાધનાનું બીજું વર્ષ અસ્થિગ્રામ પાવસ પછી મહાવીર મોરાક સંનિવેશમાં પધાર્યા. ત્યાં અચ્છેદક નામના એક અન્યતીર્થી પાખંડી રહેતા હતા. તે જ્યોતિષ, તંત્ર મંત્રાદિ દ્વારા પોતાની આજિવિકા ચલાવતા હતા. આખા ગામ ઉપર તેનો પ્રભાવ હતો. તેના પ્રભાવને સમાપ્ત કરવા માટે તથા પ્રભુના નામના પ્રચાર માટે સિદ્ધાર્થ નામના વ્યંતર દેવે ગામલોકોને ચમત્કાર બતાવ્યો. તેથી અચ્છેદનો પ્રભાવ નિપ્રભ થઈ ગયો. પોતાની મહત્તા ઘટતી જોઈને તે મહાવીર પાસે ગયો અને કરુણ સ્વરમાં વિનંતી કરવા લાગ્યો, “હે ભગવાન! આપ અન્યત્ર ચાલ્યા જવ, કારણકે આપના અહીં રહેવાથી મારી આજીવિકા નષ્ટ થઈ જશે અને હું દુઃખી થઈ જઈશ.” આવી પરિસ્થિતિમાં ભગવાને ત્યાં રહેવાનું ઉચિત માન્યું નહીં અને ત્યાંથી તેઓ વાચાલા તરફ વિહાર કરવા લાગ્યા. વાચાલાના બે સંનિવેશ હતા : એક ઉત્તર વાચાલા અને બીજો દક્ષિણ વાચાલા. બંને સંનિવેશની વચ્ચે સુવર્ણબાલુકા તથા રૌબાલુકા નામની બે નદીઓ વહેતી હતી. ભગવાન દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ આગળ વધી રહ્યા હતા. સુવર્ણ બાલુકા નદીના કિનારે ભગવાનના ખભા ઉપર છદ્ર દ્વારા મુકાયેલું દેવદૂષ્ય વસ્ત્ર કોઈક કાંટાળી ડાળીમાં ફસાઈ ગયું, અને તે પાછળ રહી ગયું. મહાવીર આગળ ચાલ્યા અને પછી ક્યારેય વસ્ત્ર ગ્રહણ કર્યું નહિ. આ રીતે તેર મહિના પછી તેઓ સંપૂર્ણ અચેલ બની ગયા. ચંડકૌશિકનો ઉદ્ધાર ઉત્તર વાચાલી જવા માટે બે માર્ગ હતા : એક કનકખલ આશ્રમમાં થઈને જતો હતો, બીજો આશ્રમની બહારથી જતો હતો. અંદરવાળો માર્ગ સીધો હોવા છતાં ભયંકર અને ઉજ્જડ હતો. બહારનો માર્ગ લાંબો અને વાંકો હોવા છતાં નિરાપદ હતો. પ્રભુ અંદરના માર્ગે ચાલ્યા. માર્ગમાં ગોવાળિયા મળ્યા. તેમણે કહ્યું, “દેવાય! આ માર્ગ બરાબર નથી. આ માર્ગ ઉપર એક ભયાનક દષ્ટિવિષ સર્પ રહે છે, જે વટેમાર્ગુઓને બાળીને ભસ્મ કરી દે છે. તીર્થકરચરિત્ર | ૨૦૨ Page #221 -------------------------------------------------------------------------- ________________ આપ આ માર્ગે જવાને બદલે બહારના માર્ગે જાવ તો સારું.' મહાવીરે તેમની વાતમાં ન તો ધ્યાન આપ્યું ન તો તેનો કોઈ ઉત્તર આપ્યો. તેઓ ચાલતા ચાલતા સાપના રાફડા પાસે ધ્યાનારૂઢ થઈ ગયા. આખો દિવસ આશ્રમ ક્ષેત્રમાં ફરીને સાપ પોતાના સ્થાને પાછો વળ્યો. તેની દષ્ટિ ધ્યાનમાં ઊભેલા ભગવાન ઉપર પડી અને તે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાની વિષ ભરેલી દષ્ટિ ભગવાન ઉપર નાખી. સામાન્ય પ્રાણી તો એ સર્પના એક વખતના દષ્ટિપાતથી બળીને ભસ્મ થઈ જતા હતા, પરંતુ ભગવાન ઉપર તે વિષમયી દષ્ટિનો કોઈ જ પ્રભાવ પડ્યો નહિ. ત્રણ વખત ભયંકર દષ્ટિ નાંખવા છતાં જ્યારે કશો પ્રભાવ ન પડ્યો ત્યારે તેનો ક્રોધ હદ ઓળંગી ગયો. તેણે ભગવાનના પગ ઉપર ડંખ માર્યો અને શ્વેત રક્તધારા વહેતી થઈ. રક્તમાં દૂધનો સ્વાદ પામીને ચંડકૌશિક સ્તબ્ધ રહી ગયો. તે એકીટશે પ્રભુની શાંત અને સૌમ્ય મુખમુદ્રા નિહાળવા લાગ્યો. - ચંડકૌશિકને શાંત જોઈને મહાવીરે કહ્યું, “ઉવસમ ભો અંડકોસિયા'. હે ચંડકૌશિક ! શાંત થા. ચંડકૌશિક આ નામ તો મેં અગાઉ ક્યાંક સાંભળેલું છે ! આ ઉહાપોહમાં તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેને પોતાના પાછળના ત્રણ ભવ યાદ આવી ગયા. પ્રથમ ભવમાં તે તપસ્વી મુનિ હતો. એક વખત તપસ્યાનું પારણું કરવા જતી વખતે તેના પગ નીચે દબાઈને એક દેડકી મૃત્યુ પામી. શિષ્ય દ્વારા બે-ત્રણ વખત યાદ કરાવ્યું કે આપ તેની આલોચના કરો. તેથી તે તપસ્વી ક્રોધિત થઈ ગયો અને શિષ્યને મારવા માટે દોડ્યો. ક્રોધાવેશમાં ધ્યાન ન રહેતાં તે એક થાંભલા સાથે ટકરાઈ ગયો. પરિણામે એ જ સમયે કાળધર્મ પામીને જ્યોતિષ્ક જાતિમાં દેવ બન્યો. દેવાયુ ભોગવીને ત્રીજા ભવમાં કનકખલ આશ્રમના પાંચસો તાપસીના કુલપતિની પત્નીની કૂખે પુત્રરૂપે જન્મ્યો. તેનું નામ પાડ્યું કૌશિક. તેની પ્રવૃત્તિ ઉગ્ર હોવાથી સૌ તેને ચંડકૌશિક કહેવા લાગ્યા. તેનો આશ્રમ તથા તેની આસપાસના વનપ્રદેશ પ્રત્યે તેને ભારે મમતાભાવ હતો. એક વખત “સેયવિયા'ના રાજકુમારોએ વનપ્રદેશમાં થોડુંક ભેલાણ કર્યું. સમાચાર મળતાં જ તે રાજકુમારોની પાછળ પોતે હાથમાં પરશુ લઈને દોડ્યો. રાજકુમારો ભાગી ગયા. ચંડકૌશિક દોડતો દોડતો એક ખાડામાં પડી ગયો. પરશુની ધાર અત્યંત તીક્ષ્ણ હતી. તેની ઉપર પડવાથી ચંડકૌશિકનો શિરચ્છેદ થઈ ગયો. ત્યાંથી એ જ આશ્રમના ક્ષેત્રમાં આશીવિષ સર્પ બની ગયો. ચંડકૌશિક હવે પ્રતિબોધ પામી ચૂક્યો હતો. તેણે સંકલ્પ કર્યો કે, “હવે હું કોઈને પજવીશ નહીં. અને આજથી જીવનપર્યત ભોજન-પાણી પણ ગ્રહણ કરીશ નહીં.” આવા સંકલ્પ સાથે ચંડકૌશિકે પોતાનું મુખ પોતાના દરમાં ઘાલી દીધું, બાકીનું શરીર દરની બહાર રહ્યું. તેના બદલાયેલા સ્વરૂપને જોઈને ભગવાન શ્રી મહાવીર ૨૦૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ આબાલ વૃદ્ધ દૂધ, ઘી વગેરે વડે તેની પૂજા-અર્ચના કરવા લાગ્યાં. આ કારણે સાપના શરીર ઉપર કીડીઓ ચડવા લાગી. કીડીઓએ તેના શરીરને લોહીલુહાણ કરી દીધું. આમ વેદનાને સમભાવથી સહન કરીને સાપ આઠમા સ્વર્ગમાં દેવ રૂપે ઉત્પન્ન થયો. આવા હતા પતિતપાવન મહાવીર ! ભગવાનનું નૌકારોહણ ચંડકૌશિકનો ઉદ્ધારક કરીને ભગવાન ઉત્તર વાચાલા પધાર્યા. ત્યાં નાગરેન્દ્રના સદનમાં પંદર દિવસની તપસ્યાનું ખીર વડે પારણું કર્યું. ત્યાંથી શ્વેતાંબિકા નગરીમાં પધાર્યા. નગરીના રાજાએ ભગવાનનું ભાવભર્યું સ્વાગત કર્યું. શ્વેતાંબિકાથી સુરભિપુર જતાં માર્ગમાં ગંગા નદી આવી. ગંગાને પાર કરવા માટે તેઓ નૌકા ઉપર આરૂઢ થઈ ગયા. ગંગાની વચ્ચે પહોંચ્યા પછી સુદંષ્ટ્ર દેવે ભયંકર તોફાન સર્યું અને નૌકાને ઊંધી વાળવાની કોશિશ કરી, પરંતુ ભક્ત નાગકુમાર દેવ કંબલ અને શંબલે તે દેવના પ્રયત્નોને સફળ થવા દીધા નહીં. ધર્મચક્રવર્તી નૌકામાંથી ઊતરીને ભગવાન ગંગાના કિનારે યૂનાક સંનિવેશમાં પધાર્યા અને ત્યાં ધ્યાનમુદ્રામાં અવસ્થિત થઈ ગયા. ગામના પુષ્ય નામના નિમિતશે ભગવાનનાં પગલાં જોઈને વિચાર્યું કે, આવાં ચિહ્નોવાળો અવશ્ય કોઈ ચક્રવર્તી કે સમ્રાટ જ હોવો જોઈએ. એમ લાગે છે કે કોઈ સંકટને કારણે તે એકલો વિચરી રહ્યો છે. તે પગલાંનું અનુસરણ કરતો કરતો ભગવાન પાસે પહોંચ્યો. ત્યાં એક ભિક્ષુકને જોઈને તેના મનમાં જ્યોતિષ શાસ્ત્રમાંથી શ્રદ્ધા ડગી ગઈ. તે પોતાનાં શાત્રોને ગંગામાં પધરાવા માટે ઉદ્યત બન્યો, ત્યારે ઈદ્ર સાક્ષાત્ થઈને કહ્યું, “હે પંડિત ! શાસ્ત્રો યોગ્ય જ કહે છે. તેમાંથી શ્રદ્ધાને ડગાવશો નહીં. આ કોઈ સાધારણ પુરુષ નથી, પરંતુ ધર્મચક્રવર્તી છે. આ તો દેવેન્દ્રો તથા નરેન્દ્રો માટે વંદનીય છે.” આવું સાંભળીને પુષ્ય અત્યંત પ્રસન્ન થયો અને વંદના કરીને ત્યાંથી ચાલ્યો ગયો. યૂનાક સંનિવેશથી પ્રભુ રાજગૃહ પધાર્યા. ત્યાં તંતુવાયશાળામાં ચાતુર્માસ ગાળવા લાગ્યા. મંખલિપુત્ર યુવા ગોશાલક પણ ચાતુર્માસ ગાળવા માટે એ જ શાળામાં રોકાયેલો હતો. પહેલા માસક્ષમણનું પારણું ભગવાને વિજય શેઠને ત્યાં કર્યું. દેવોએ પંચદ્રવ્ય પ્રગટ કર્યા. પ્રભુના અતિશય પ્રભાવને જોઈને ગોશાલક આકર્ષિત થયો અને પોતાને તેમના શિષ્ય બનાવવાની વિનંતી કરવા લાગ્યો. ભગવાન મૌન રહ્યા. તે ચાતુર્માસમાં ભગવાને ચાર માસક્ષમણ કર્યા. ચાતુર્માસની પરિસમાપ્તિ વખતે ભગવાને તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો. ત્યાર બાદ છ વર્ષ સુધી ગોશાલક પ્રભુની સાથે વિચરતો રહ્યો. તીર્થકરચરિત્ર ૨૦૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું ત્રીજું વર્ષ ચાતુર્માસ સમાપ્તિ પછી ભગવાન કોલ્લાગ સંનિવેશ પધાર્યા. ત્યાંથી સુવર્ણખલ, નંદપારક વગેરે ક્ષેત્રોમાં થઈને ચંપા પધાર્યા. ત્યાં જ ત્રીજો ચાતુર્માસ પસાર કર્યો. આ ચાતુર્માસમાં ભગવાને બે-બે માસની તપસ્યા કરી. સાધનાનું પાંચમું વર્ષ પૃષ્ઠ ચંપાનો ચાતુર્માસ સંપન્ન કરીને પ્રભુ કયંગલા તથા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. સાથે ગોશાલક પણ હતો. શ્રાવસ્તીથી વિહાર કરીને જંગલમાં હલિદુગ નામના વિશાળ વૃક્ષની નીચે પધાર્યા અને ધ્યાનારૂઢ થઈ ગયા. બાજુમાં લાગેલી ભયંકર આગ તે વૃક્ષની નીચે પણ પહોંચી ગઈ. જેથી ભગવાનના પગ દાઝી ગયા. ત્યાંથી ભગવાન નાંગલા, આવત્તા અને ચૌરાક સંનિવેશમાંથી પસાર થઈને કલંબુઆ પધાર્યા. કલંબુઆના અધિકારી મેઘ અને કાલહતિ જમીનદાર હોવા છતાં આસપાસનાં ગામોમાં ધાડ પાડતા હતા. જ્યારે મહાવીર ત્યાં પહોંચ્યા ત્યારે કાલહસ્તિ પોતાના સાથીદારોની સાથે લૂંટ ચલાવી રહ્યો હતો. માર્ગમાં જ્યારે મહાવીર સાથે મુલાકાત થઈ ત્યારે એણે પૂછ્યું, “તમે કોણ છો ?” મહાવીરે કોઈ ઉત્તર ન આપ્યો. તેથી કાલહતિએ તેમને ખૂબ માર માર્યો, છતાં મહાવીર બોલ્યા નહીં. આથી કાલહસ્તિએ મહાવીરને પોતાના મોટા ભાઈ મેઘ પાસે મોકલ્યા. મેઘે તેમને ગૃહસ્થાશ્રમમાં એક વખત ક્ષત્રિયકુંડમાં જોયા હતા. તેથી જોતાં જ તેમને ઓળખી લીધા. મેઘ મહાવીરને ન માત્ર મુક્ત કર્યા, પરંતુ તેમનો સત્કાર કર્યો અને તેમની ક્ષમાયાચના પણ કરી. મહાવીરે વિચાર્યું, મારે હજી અનેક કર્મોનો ક્ષય કરવાનો બાકી છે. અહીં ઠેર ઠેર પરિચિત વ્યક્તિઓ મળી જાય છે તેથી મારે અનાર્ય દેશમાં જવું જોઈએ. જેથી ત્યાં સૌ સર્વથા અપરિચિત હોવાથી મને કર્મક્ષયનો સુંદર યોગ મળી શકે. આમ વિચારીને ભગવાને લાઢ દેશ તરફ વિહાર કર્યો. લાઢ દેશ તે સમયે પૂર્ણ અનાર્ય ગણાતો હતો. તે દેશના બે ભાગ હતા : વજભૂમિ અને શુભભૂમિ. તેમને ઉત્તર રાઢ તથા દક્ષિણ રાઢ પણ કહેવામાં આવતા હતા. લાઢ દેશમાં ભગવાનની સામે ભયંકર ઉપસર્ગો ઉપસ્થિત કરવામાં આવ્યા, જેમાંના કેટલાક ઉપસર્ગો (પરીષહ) આ પ્રકાર છે. ભગવાનને રોકાવા માટે અનુકૂળ આવાસ મળતો નહીં. દૂર દૂર સુધી ગામ ઉપલબ્ધ નહીં થવાથી ભગવાનને ભયંકર અરણ્યોમાં રોકાવું પડતું. લૂખું સૂકું, વાસી ભોજન પણ દુર્લભ હતું. ભગવાન શ્રી મહાવીર ૨૦૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ * ક્યારેક ક્યારેક કોઈ ગામમાં જતા ત્યારે ત્યાં લોકો તેમને મારવા લાગતા અને તેમને બીજા ગામમાં જવામાં અવરોધરૂપ બનતા. * લોકો તેમના ઉપર વિવિધ પ્રહારો કરતા, જેથી તેમનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું. તેમને વારંવાર દડાની જેમ ઉછાળવામાં આવ્યા, પછાડવામાં આવ્યા. કૂતરા પણ મહાવીરને કરડવા માટે દોડતા તો લોકો તે કૂતરાને રોક્તા નહીં. મોટા ભાગના લોકો તો એવા હતા કે જે કૂતરાને પંપાળીને કરડવા માટે પ્રેરતા હતા! આ રીતે અનાર્ય પ્રદેશમાં સમભાવપૂર્વક ઉપસર્ગ સહન કરતા રહીને ડાન કર્મનિરા કરી. આર્ય પ્રદેશ તરફ પુનઃ જતી વખતે પૂર્ણ કલશ નામના અનાર્ય ગામમાં પધાર્યા. રસ્તામાં ચોર મળ્યા. ચોરો અપશુકન સમજીને તીક્ષ્ણ શસ્ત્રો વડે પ્રહાર કરવા માટે તત્પર થયા, તો ઈન્દ્રએ સ્વયં ઉપસ્થિત થઈને તેમના એ પ્રયાસોને નિષ્ફળ કરી દીધા. આર્યદેશમાં પહોંચીને ભગવાને મલય દેશની રાજધાની ભદિલા નગરીમાં પધારીને ચાતુર્માસ ર્યો અને ચાતુર્માસિક તપ કર્યું. સાધનાનું છઠું વર્ષ ભદિલાથી વિહાર કરીને કદલી સમાગમ, જંબૂસંડ થઈને તંબાય સંનિવેશ પધાર્યા. ત્યાં પાર્શ્વ પરંપરાના મુનિ નંદિસેન સાથે ગોશાલકને તકરાર થઈ. ત્યાં કૂપિય સંનિવેશ પધારતાં તેમને ગુપ્તચર સમજીને પકડી લેવામાં આવ્યા. પરિચય પૂછવા છતાં તેઓ મૌન રહ્યા તેથી તેમને માર મારવાનું શરૂ કર્યું. ભગવાન પાર્શ્વની પરંપરામાં અગાઉ શિષ્યાઓ તરીકે રહી ચૂકેલી, વિજયા તથા પ્રગર્ભા નામની પરિવ્રાજિકાઓ આવી અને સમજવીને તેમને છોડાવ્યા. સૌએ ભગવાનની ક્ષમાયાચના કરી. કૃપિય સંનિવેશથી ભગવાને વૈશાલી તરફ વિહાર કરી દીધો. ગોશાલક એમ કહીને ભગવાનથી અલગ થઈ ગયો કે, “આપની સાથે રહેવાથી મારે પણ કષ્ટ સહેવાં પડે છે. આપ મારો કોઈ બચાવ કરતા નથી. તેથી હું આપને છોડીને એકલો જ વિહાર કરીશ.” આમ કહીને તે રાજગૃહ તરફ ચાલી નીકળ્યો. વૈશાલીમાં લુહારની કર્મશાળામાં અનુમતિ લઈને ભગવાન ધ્યાનારૂઢ થઈ ગયા. કર્મશાળાના એક કર્મકાર-લુહાર જે છ મહિનાથી અસ્વસ્થતાને કારણે આવી શકતો નહતો, તે સ્વસ્થ થતાં શુભ દિવસ જોઈને આવ્યો. સામે ઊભેલા ભગવાનને અપશુકન સમજીને હથોડા વડે મારવા દોડ્યો તો તેના હાથ તીર્થકરચરિત્ર | ૨૦૬ Page #225 -------------------------------------------------------------------------- ________________ એકાએક ત્યાં જ સ્થિર થઈ ગયા અને તેનો પ્રહાર નિષ્ફળ ગયો. વૈશાલીથી વિહાર કરીને ગ્રામક સંનિવેશમાં વિભેલક યક્ષની ભૂમિમાં ભગવાન ધ્યાનાસીન બન્યા. ભગવાનના તપોમય જીવનથી પ્રભાવિત થઈને યક્ષ તેમનાં ગુણકીર્તન કરવા લાગ્યો. ત્યાંથી ભગવાન શાલિશીર્ષના રમણીય ઉદ્યાનમાં પધાર્યા. “કટપૂતના” નામની વ્યંતર દેવીએ ભગવાનને ખૂબ કષ્ટ આપ્યાં. અંતે શાંત થઈને ભગવાનની ક્ષમાયાચના કરીને તે ચાલી ગઈ. ત્યારબાદ ભદિયા નગરીમાં ભગવાને પાવસ પ્રવાસ કર્યો. ત્યાં તેમણે ચાતુર્માસિક તપ કર્યું. ગોશાલક પણ છ મહિના સુધી વિવિધ કષ્ટો ભોગવતો રહીને પુનઃ ભગવાનનાં ચરણોમાં પહોંચીને સાથે રહેવા લાગ્યો. સાધનાનું સાતમું વર્ષ ભદિયા નગરીથી મગધ તરફ વિહાર કર્યો અને આલંભિયા નગરમાં ચાતુર્માસિક તપ સહિત પોતાનો ચાતુર્માસ સંપન્ન કર્યો. આ વર્ષ ભગવાન માટે ઉપસર્ગ વગરનું રહ્યું. સાધનાનું આઠમું વર્ષ ચાતુર્માસ સમાપ્ત થતાં વિહાર કરીને ભગવાન કુડાક, મદ્રના સંનિવેશ તથા બહુસાલ થઈને લોહાર્ગલ પધાર્યા. શત્રુપક્ષનો માણસ સમજીને મહાવીરને રાજા જિતશત્રુ સામે ખડા કરવામાં આવ્યા. ત્યાં જ અસ્થિ ગામના નૈમિતજ્ઞ ઉત્પલ બેઠા હતા. તેમણે ભગવાનને ઓળખી લીધા. તેઓ તરત જ ઊભા થયા અને તેમનાં ચરણોમાં વંદન કરીને રાજાને ભગવાનનો પરિચય કરાવ્યો. ભગવાનને સમ્માનપૂર્વક વિદાય કરવામાં આવ્યા. ત્યાંથી પુરિમતાલ, શકટમુખ, ઉન્નાગ થઈને રાજગૃહમાં ચાતુર્માસ સંપન્ન કર્યો. ત્યાં તેમણે ચાતુર્માસિક તપ કર્યું. સાધનાનું નવમું વર્ષ ચાતુર્માસ પછી વિશેષ કર્મો ખપાવવા માટે વજભૂમિ, શુભભૂમિ જેવા અનાર્ય પ્રદેશોમાં ભગવાન પુનઃ પધાર્યા. ત્યાં અરણ્યમાં, ખંડેરોમાં ભગવાન ધ્યાન કરતા રહ્યા. અનાર્ય લોકોએ ત્યાં તેમને અનેક પ્રકારનાં કષ્ટો આપ્યાં. તે કષ્ટો સમભાવપૂર્વક સહન કરીને પ્રભુએ મહાન કર્મનિર્જરા કરી. ત્યાં તેમને ચાતુર્માસ માટે યોગ્ય સ્થાન ન મળવાથી તેમણે ચાલતાં ચાલતાં ચાતુર્માસ પૂર્ણ કર્યો. સાધનાનું દશમું વર્ષ અનાર્ય ભૂમિથી વિહાર કરીને ભગવાન આર્ય દેશની કર્મભૂમિમાં પધાર્યા. ગોશાલક પણ તેમની સાથે હતો. રસ્તામાં સાત પુષ્પવાળા તલનો ભગવાન શ્રી મહાવીર ૨૦૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ એક છોડ જોઈને ગોશાલકે પૂછ્યું, ‘ભગવાન ! આ છોડ ફળયુક્ત બનશે ?’ ભગવાને કહ્યું, ! હા, આ છોડ ફળશે અને સાત ફૂલોના જીવ તેના પ્રત્યેક ફળમાં ઉત્પન્ન થશે.’ ગોશાલકે ભગવાનના કથનને મિથ્યાપ્રમાણિત કરવા માટે તે છોડને ઉખાડીને ફેંકી દીધો. સંયોગવશાત્ એ જ સમયે થોડોક વરસાદ પડ્યો અને તે છોડ પુનઃ ત્યાં રોપાઈ ગયો. થોડાક સમય પછી જ્યારે ભગવાન ત્યાંથી પસાર થયા ત્યારે ગોશાલકે તેમને કહ્યું, ‘પ્રભુ ! આપની ભવિષ્યવાણી ખોટી પડી.’ ભગવાને કહ્યું, ‘તેં તલના જે છોડને ઉખાડી નાખ્યો હતો તે ત્યાં જ ઊગી ગયો છે.’ ગોશાલકને આ વાત ઉપર વિશ્વાસ ન બેઠો. તેણે છોડની ફળીને તોડીને જોયું તો તેને સાત જ તલ મળ્યા. આ ઘટનાથી તેનો વિશ્વાસ અધિક દૃઢ થઈ ગયો કે જગતમાં સઘળું નિયતિ પ્રમાણે જ થાય છે અને જે જીવ જે યોનિમાં છે તે મૃત્યુ પામીને એ જ યોનિમાં ઉત્પન્ન થાય છે. કૂર્મ ગામની બહાર વૈશ્યાયન તાપસ સૂર્યની સામે બે હાથ ઉપર ફેલાવીને વિશેષ આતાપના કરી રહ્યો હતો. પ્રખર તાપથી આકુળ-વ્યાકુળ થઈને તેની જટામાંથી જુઓ નીચે પડતી હતી. વૈશ્યાયન તાપસ તે જુઓને પકડી પકડીને પુનઃ પોતાની જટામાં મૂકતો હતો. ગોશાલકે જ્યારે આ દશ્ય જોયું ત્યારે તે બોલી ઊઠ્યો, ‘અરે ! તું તે તપસ્વી છે કે જુઓનું નિવાસસ્થાન ?’ તાપસ શાંત રહ્યો. ગોશાલક વારંવાર એ પ્રમાણે બોલતો રહ્યો તેથી તાપસ ક્રોધિત થયો. ગોશાલકને મારવા માટે તે પાંચ-સાત હાથ પાછળ ખસ્યો અને તેણે તેજોલશ્યાનો પ્રયોગ કર્યો. આગના ભડકાઓ ગોશાલક તરફ ફેંકાવા લાગ્યા. ભયગ્રસ્ત ગોશાલક ભાગ્યો અને ભગવાનનાં ચરણોમાં સંતાઈ ગયો. ભગવાને અનુકંપાવશ શીતળ લેશ્યાનો પ્રયોગ કરીને તેની તેજોલેશ્યાને પરાજિત કરી દીધી. ગોશાલકને સુરક્ષિત જોઈને તાપસ ભગવાનની શક્તિને ઓળખી ગયો અને વિનમ્ર શબ્દોમાં ભગવાન પાસે ક્ષમા યાચવા લાગ્યો. ગોશાલકે ભગવાન પાસે તેજોલેશ્યાની પ્રાપ્તિનો ઉપાય પૂછ્યો, તો ભગવાને બતાવી દીધો. તેજોલેશ્યાની સાધના માટે તે ભગવાનથી અલગ થઈ ગયો અને શ્રાવસ્તીમાં હાલાહલા કુંભારણના ઘેર રહીને તેજોલેશ્યાની સાધના કરવા લાગ્યો. ભગવાન દ્વારા બતાવવામાં આવેલી વિધિ પ્રમાણે તપ, આયંબિલ તેમજ આતાપના કરીને ગોશાલકે તેજોલેશ્યા પ્રાપ્ત કરી લીધી. પ્રથમ પરીક્ષણ તરીકે તેણે કૂવા પાસે પાણી ભરતી એક દાસી ઉપર પ્રયોગ કર્યો. તેોલેશ્યા પ્રાપ્ત થયા પછી ગોશાલકે છ દિશાચરો પાસેથી નિમિત્તશાસ્ત્રનો અભ્યાસ કર્યો, જેથી સુખ-દુઃખ, લાભ-હાનિ, જીવન-મરણ વગેરે છ બાબતોમાં સિદ્ધવચન બની ગયો. તેજોલેશ્યા અને નિમિત્તજ્ઞાન જેવી અસાધારણ શક્તિઓથી ગોશાલકનું મહત્ત્વ વધી ગયું, તેના અનુયાયીઓ પણ તીર્થંકરચરિત્ર ૨૦૮ Page #227 -------------------------------------------------------------------------- ________________ વધી ગયા. તે પોતાના આજીવક સંપ્રદાયનો પ્રવર્તક-આચાર્ય બની ગયો. ભગવાન જ્યારે વૈશાલી પધાર્યા ત્યારે ત્યાં બાળકો તેમને પિશાચ સમજીને પજવવા લાગ્યાં. તે સમયે મહારાજ સિદ્ધાર્થના મિત્ર નરેશ શંખ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમણે તે બાળકોને ભગાડ્યાં અને મહાવીરને વંદન કરીને ચાલ્યા ગયા. વૈશાલીથી વાણિજ્યગ્રામ તરફ તેઓ ગયા. માર્ગમાં ગંડકી નદી પાર કરવા માટે નૌકામાં બેઠા. નદી પાર ઊતર્યા પછી નાવિકે નૌકાનું ભાડું માગ્યું. મહાવીર મૌન રહ્યા. તેથી ગુસ્સે થઈને નાવિકે મહાવીરને ગરમ રેતી ઉપર ઊભા રાખ્યા. સંયોગવશાતુ શંખ નરેશનો ભાણેજ ચિત્ર ત્યાં આવી પહોંચ્યો. તેણે નાવિકને સમજાવ્યો અને મહાવીર મુક્ત થયા. વાણિજ્ય પ્રામમાં અવધિજ્ઞાની આનંદ શ્રાવકે (ભગવાનના મુખ્ય દશ શ્રાવકોમાંનો મુખ્ય આનંદ નહીં, પરંતુ આ પાર્શ્વ પરંપરાનો આનંદ હતો.) ભગવાનને વંદન કરીને કહ્યું, “ભગવાન ! હવે આપને થોડાક જ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” વાણિજ્યગ્રામથી શ્રાવસ્તી નગરીમાં પધારીને ત્યાં ચાતુર્માસ કર્યો. સાધનાનું અગિયારમું વર્ષ શ્રાવસ્તીથી વિહાર કરીને ભગવાન સાનુલક્રિય સંનિવેશમાં પધાર્યા. ત્યાં સોળની તપસ્યા કરી તથા તેમાં ભદ્રપ્રતિમા, મહાભદ્ર તથા સર્વતોભદ્ર પ્રતિમા સ્વીકારી. તેમાં ભિન્ન ભિન્નરૂપે ધ્યાનસાધના કરી. આ તપસ્યાનું પારણું આનંદ ગાથાપતિની દાસી દ્વારા ફેંકવામાં આવેલા ભોજન વડે કર્યું. સંગમના ઉપસર્ગ દઢભૂમિમાં ભગવાને પોલાશ ચૈત્યમાં અઠ્ઠમની તપસ્યા કરીને અચિત્ત પુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિથી ધ્યાન કર્યું. ઈદ્રએ પોતાના અવધિજ્ઞાન વડે ભગવાનને નિહાળ્યા તથા તેમનાં ધ્યાન, તપસ્યા અને સાધનાના મહિમાનાં વખાણ કરતાં કહ્યું, “ભગવાન મહાવીરનું ધૈર્ય તથા સાહસ એટલું ગજબનું છે કે માનવી તો શું, અમે દેવો પણ તેમને વિચલિત કરી શકતા નથી!” સઘળા દેવોએ ઈદ્રની વાતને અનુમોદન આપ્યું, પરંતુ સંગમદેવને આ વાત જનચી નહીં. તેણે કહ્યું, “દેવેન્દ્ર ! આવી ખોટી ખોટી પ્રશંસા શા માટે કરો છો ? મને છ મહિનાની મુદ્દત આપો. હું તેમને વિચલિત કરી બતાવીશ.” ઈદ્રએ કમને તે પ્રમાણે વચન આપ્યું. સંગમ મૃત્યુલોકમાં આવ્યો અને ભગવાન સમક્ષ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોની જાળ પાથરવા લાગ્યો. સંગમે એક જ રાતમાં ઓગણીસ મારણાંતિક કષ્ટ આપ્યાં. એક કષ્ટ જ વ્યક્તિના મૃત્યુ માટે પર્યાપ્ત હતું, એવાં ઓગણીસ કષ્ટો ભગવાનનું વજ જેવું કઠોર શરીર સહન કરતું રહ્યું. તે ઓગણીસ મારણાંતિક કષ્ટ નીચે પ્રમાણે હતાં: ભગવાન શ્રી મહાવીર ૨૦૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧. પ્રલયકારક વંટોળ ૨. વજમુખી કીડીઓ દ્વારા કરડવું. ૩. તીક્ષ્ણ મચ્છરો વડે લોહી ચૂસવું. ઉધઈ દ્વારા ચામડીને ચટકવું. ૫. વીંછીઓ દ્વારા ડંખ મારવા. નોળિયા દ્વારા માંસ ઉઝરડાવું. ૭. ભીમકાય સર્પો દ્વારા ડંખ પ્રહાર. ૮. ઉંદરો દ્વારા કરડવું તથા તેના ઉપર પેશાબ કરીને ભારે બળતરા પેદા કરવી. ૯. હાથી-હાથિણી દ્વારા ચૂંઢ વડે ઉછાળવા તથા દાંત વડે પ્રહાર કરવો. ૧૦. પિશાચરૂપ ધારણ કરીને ભયાનક બૂમરાણ કરવી. ૧૧. વાઘ બનીને શરીરનું વિદારણ કરવું. ૧૨. સિદ્ધાર્થ તથા ત્રિશલાનું રૂપ ધારણ કરીને ર્દયવિદારક વિલાપ કરવો. ૧૩. ભગવાનના બે પગની વચ્ચે અગ્નિ પેટાવીને ભોજન રાંધવું. ૧૪. ચંડાળનું રૂપ ધારણ કરીને ભગવાનના શરીર ઉપર પક્ષીઓનું પીંજરું લટકાવું તથા તેમના દ્વારા ચાંચ, નખ વગેરેના પ્રહાર કરવા. ૧૫. તેમના શરીરને ભયંકર આંધીમાં ઉડાડવું. ૧૬. ચક્રવાતી પવનમાં ભગવાનના શરીરને ચક્રની જેમ ઘુમાવવું. ૧૭. કાલચક્રનો પ્રયોગ કરવો, જેથી ભગવાન ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા. ૧૮. વિમાન ઉપર બેઠેલા દેવ બોલ્યા, “કહો આપને સ્વર્ગ જોઈએ કે અપવર્ગ?” ૧૯. લાવણ્યમય અપ્સરા દ્વારા રાગપૂર્ણ હાવભાવની રજૂઆત. આવશ્યક ચુર્ણિમાં વીસ પરીષહોનું વર્ણન મળે છે. નવમા ઉપસર્ગમાં હાથી-હાથિણીનો જે સંયુક્ત પરીષહ છે તે પરીષહ તેમાં અલગ અલગ દર્શાવેલો છે. ભગવાન જ્યાં જતા ત્યાં સંગમ લોકોનાં ઘરોમાં ચોરી કરતો, ઘરોમાંથી તીર્થકરચરિત્ર ૨૧૦ Page #229 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓ ઉઠાવી લેતો. લોકો જ્યારે તેને મારવા માંડતા ત્યારે તે કહેતો, “મને શા માટે મારો છો ? મેં તો માત્ર મારા ગુરુની આજ્ઞાનું પાલન જ કર્યું છે.” તેથી લોકો મહાવીરને પકડતા, તેમને દોરડા વડે બાંધતા અને મારતા. કોઈ પરિચિત વ્યક્તિ મળી જાય તો તે લોકોને સમજાવીને ભગવાનને મુક્ત કરાવતી. તોસલિ ગામમાં ચોરી કરીને સંગમ ભગવાન પાસે આવીને છુપાઈ ગયો અને ત્યાં શસ્ત્રો મૂકી દીધાં. અધિકારીઓએ તેમને કુખ્યાત ચોર સમજીને ફાંસીની સજા જાહેર કરી. પ્રભુને ફાંસીના તખ્તા ઉપર ચડાવ્યા. ગળામાં ફાંસીનો ફંદો ભરાવ્યો અને નીચેથી તખ્તી ખસેડી લીધી. તખી હટાવતાં જ ફંદો તૂટી ગયો. તેમને વારંવાર ફાંસી ઉપર ચડાવ્યા અને દરેક વખતે ફંદો તૂટતો ગયો. અધિકારી વિસ્મિત તથા પ્રભાવિત થયો અને તેમને મહાપુરુષ સમજીને મુક્ત કરી દીધા. આ રીતે સંગમે છ મહિના સુધી અગણિત દારુણ કષ્ટ આપ્યાં. ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા સમાપ્ત થવામાં હતી. સંગમ દ્વારા આટલા બધા ઉપસર્ગ આપવાને કારણે ઈદ્ર અત્યંત ખિન્ન હતા. એ જ કારણે સ્વર્ગમાં છ મહિનાથી નાટક વગેરે બંધ હતું. સૂર્યોદય થવા આવ્યો ત્યારે અંતિમ પ્રયાસ તરીકે વાત વાતમાં તેમને ફસાવવાની ચેષ્ટા કરતાં સંગમે કહ્યું, “મહાવીર ! મેં તમને આટલાં બધાં કષ્ટ આપ્યાં, તકલીફો આપી, હવે તમે જ કહો કે હું તમને કેવો લાગું છું?' મહાવીરે કહ્યું, “સંગમ ! એક વ્યાપારીનો માલ ફસાઈ ગયો હતો. તેને પોતાનો દેશ યાદ આવ્યો. તે જલદી જલદી એ માલ વેચીને પોતાના દેશમાં પાછો આવવા ઇચ્છતો હતો. ત્યારે એક દલાલે આવીને તે શેઠને કહ્યું, “શેઠજી ! હું આપનો માલ સવાયાં દામ આપીને વેચી શકું છું.” સંગમ હવે તું જ કહે તે દલાલ શેઠને કેવો લાગ્યો હશે ?' સંગમ, “એ તો અત્યંત પ્રિય લાગ્યો હશે. શેઠજીને ઉતાવળ હતી તેથી માલ જલદી વેચવાનો હતો અને તે પણ સવાયાં દામથી વેચાય છે . નવાઈની વાત ! આવું બને તો દલાલ સારો જ લાગે ને !' મહાવીર, “સંગમ ! બસ, એ દલાલની જેમ જ તું પણ અત્યંત પ્રિય લાગે છે. એક તો મારે જલદી મોક્ષ પ્રાપ્ત કરવો છે. તે માટે મારે મારાં કર્મોનો ક્ષય કરવો જરૂરી છે. હું તે માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ તારે કારણે મારાં કર્મ જલદી ક્ષય પામે તેવી તક મળી તેથી તું તો મારા માટે પેલા દલાલ જેવો જ ગણાય !” આ સાંભળીને સંગમ લાલપીળો થઈ ગયો. જેવી રીતે ધોબી પથ્થર ભગવાન શ્રી મહાવીર [ ૨૧૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપર કપડાં પટકે છે, તેવી રીતે મહાવીરના બંને પગ પકડીને પટકવા માટે તે ઉદ્યત થયો, ત્યાં જ ઈદ્રએ તેને પડકારતાં કહ્યું, “અરે, મૂરખ ! તું આ શું કરી રહ્યો છે? જો સૂર્યોદય થઈ રહ્યો છે. તારી સમયમર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે. જે મહાપુરુષ છ મહિનામાં ડગ્યો નહિ, તે હવે શું એક ક્ષણમાં વિચલિત થશે?' ઈદ્રએ આ કારણે સંગમને દેવલોકમાંથી કાઢી મૂક્યો. કહેવાય છે કે તે હજી પણ પોતાના પરિવાર સહિત મેરૂ પર્વતની ગુલિકા ઉપર પોતાનો સમય વિતાવી રહ્યો. છ મહિનાના ઉપસર્ગ સહિત સૌથી લાંબી તપસ્યાનું ભગવાને વજગામમાં પારણું કર્યું, દેવોએ પંચદ્રવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી આલંભિયા, શ્વેતાંબિકા, સાવથી, કૌશાંબી, વારાણસી, રાજગૃહ અને મિથિલા વગેરે સ્થળોએ પરિભ્રમણ કરતા કરતા તેઓ વૈશાલીમાં પધાર્યા. ત્યાં ચાતુર્માસિક તપ સહિત ચાતુર્માસ કર્યો. જીર્ણ શેઠની ઉત્કટ ભાવના - વૈશાલીમાં જિનદત્ત નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની આર્થિક સ્થિતિ કમજોર હોવાથી તે જીર્ણશેઠ તરીકે જાણીતો હતો. તે ભગવાનનાં દર્શન કરવા નિયમિત જતો અને પોતાના ઘેર પારણાં કરવા પધારવા ભાવભરી પ્રાર્થના કરતો. આ રીતે ચાતુર્માસ દરમિયાન તે ભાવના ભાવતો રહ્યો. ચાતુર્માસની પરિસમાપ્તિ કરીને ભગવાન આહાર માટે નીકળ્યા અને ભિક્ષાટન કરતા કરતા પૂરણ શેઠના ઘરે પહોંચ્યા. ભગવાનને જોઈને પૂરણ શેઠે દાસીને આદેશ આપ્યો અને તેણે કુલત્ય વહોરાવ્યાં. દેવોએ પંચદ્રવ્ય પ્રગટ ક્યજ્યારે દેવોએ દિવ્યવૃષ્ટિ સહિત “અહોદાન'ની દેવદુંદુભિ કરી ત્યારે જીર્ણશેઠની ભાવનાની શૃંખલા તૂટી. તે ઘેર બેઠાં બેઠાં ભગવાનના પધારવાની રાહ જોતો રહ્યો. આવી ઉત્કટ ભાવનામાં જીર્ણશેઠે બારમા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. ભગવાનને જ્યારે ઉત્કૃષ્ટ દાની વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જીર્ણશેઠને સૌથી મોટા દાની ગણાવ્યા. સાધનાનું બારમું વર્ષ ચમરેન્દ્રનું શરણ વૈશાલીનો પાવસ પ્રવાસ પૂરો કરીને ભગવાન સુંસુમાર પધાર્યા. ત્યાં અશોક વૃક્ષની નીચે ધ્યાનારૂઢ થયા. ત્યારે ભગવાનને છ8-છ8ની તપસ્યા હતી. તે વખતે અસુરોની રાજધાની ચમચંચામાં “પૂરણ” બાલ તપસ્વીનો જીવ ઈદ્રરૂપે ઉત્પન્ન થયો. તેણે અવધિજ્ઞાન દ્વારા પોતાની ઉપર કેન્દ્રને દિવ્ય ભોગ ભોગવતો જોયો. તેથી તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે સામાનિક ઈદ્રોને કહ્યું, “શક્રેન્દ્ર હંમેશાં આ જ સ્થાનનો ઉપયોગ કરતા આવ્યા છે. આમ છતાં અમરેન્દ્રને સંતોષ થયો નહિ. તીર્થકરચરિત્ર | ૨૧૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ શક્રેન્દ્રની ઋદ્ધિ-સિદ્ધિ વિનષ્ટ કરવાના હેતુથી ભગવાન પાસે આવ્યો અને કહ્યું, ‘હું આપનું શરણ સ્વીકારીને શક્રની શોભા સમાપ્ત કરવા માગું છું. તેણે વૈક્રિય રૂપ ધારણ કર્યું, શક્રેન્દ્રની રાજસભામાં ગયો અને તેને પડકારતાં દેવલોકની શોભા ખતમ કરવાની વાત કહેવા લાગ્યો. તેથી શક્રેન્દ્ર અત્યંત ગુસ્સે થયા અને તેને મારવા માટે વજ્ર ફેંક્યું. વીજળીના તણખાની જેમ ઉછળતું ઉછળતું તે વજ્ર જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ અસુર રાજ ભયભીત બનીને મોં નીચું રાખીને ભાગ્યો અને ભગવાનનાં ચરણોમાં આવીને ઢળી પડ્યો. શક્રેન્દ્રને એટલામાં વિચાર આવ્યો કે ચમરેન્દ્રની એટલી તાકાત નથી કે હવે તે સ્વયં ઉપર આવી જ શકે. વિચાર કરતાં કરતાં અવધિજ્ઞાન વડે તેમને ખબર પડી કે એ તો ભગવાન મહાવી૨નું શ૨ણ લઈ બેઠો છે. ક્યાંક એ કા૨ણે ભગવાનને કષ્ટ ન ઉપજે. એવા ચિંતન સાથે ઈંદ્ર ઝડપથી દોડ્યો અને ભગવાનથી ચાર આંગળ દૂર રહેલા વજને પકડી લીધું. ભગવાનના શરણાગત બનવાથી શક્રેન્દ્રએ ચમરેન્દ્રને ક્ષમા કર્યો અને ભગવાનને વંદના કરીને પોતાના સ્થાને પાછો વળ્યો. ચંદનાનો ઉદ્ધાર સુંસુમારથી ફરતા ફરતા ભગવાન કૌશાંબી પધાર્યા. કારતક વદ એકમના દિવસે ભગવાને તેર બોલનો ભારે અભિગ્રહ સ્વીકાર્યો. તે તેર બોલ આ પ્રમાણે છે : ૧. રાજકન્યા ૨. બજારમાં વેચેલી ૩. માથું મુંડાવેલી ૪. માથામાં ગોદા માર્યાના ઘા ૫. હાથમાં હાથકડી ૬. પગમાં બેડી ત્રણ દિવસની ભૂખી ૭. ૮. ભોંયરામાં રહેલી ૯. અડધો દિવસ વીત્યા પછી ૧૦. એક પગ ઉંબરામાં અને એક પગ ઉંબરાની બહાર ૧૧. સુપડામાં ૧૨. અડદના બાકુળા ૧૩. આંખોમાં આંસુ હોય ભગવાન શ્રી મહાવીર દ્ઘ ૨૧૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ આવા તેર બોલરૂપ અભિગ્રહ ધારણ કરીને ભગવાન દરરોજ નગરીમાં ભિક્ષા માટે ફરતા, પરંતુ ક્યાંય અભિગ્રહ પૂર્ણ થયો નહિ. સમગ્ર નગરીમાં એવી વાત ચાલી કે આપણાથી એવી કેવી ભૂલ થઈ ગઈ છે કે ભગવાન કશું જ વહોર્યા વગર પાછા વળે છે ! આમ ને આમ ચાર વર્ષ વીતી ગયાં. એક વખત મહામાત્ય સુગુપ્તના ઘરે પધાર્યા. મહામાત્યની પત્ની નંદા, જે સ્વયં શ્રમણોપાસિકા હતી, તે શુભભાવના સહિત આહાર આપવા માટે ઉપસ્થિત થઈ. અભિગ્રહ પૂર્ણ ન થવાથી ભગવાન ચાલ્યા ગયા. તેથી નંદાને ખૂબ દુઃખ થયું. દાસીઓએ તેને કહ્યું, “આ તો દરરોજ આવી રીતે જ પાછા વળી જાય છે.” નંદાએ પોતાના પતિ મહામાત્ય સમક્ષ ચિંતા વ્યક્ત કરી. મહારાણી મૃગાવતીને જ્યારે તેની ખબર પડી ત્યારે મહારાજ સતાનિક દ્વારા માહિતી મેળવવા કહ્યું, પરંતુ કાંઈ ખબર પડી નહીં. ભગવાનના અભિગ્રહને પાંચ મહિના પૂરા થઈ ગયા હતા. છો મહિનો પૂરો થવામાં માત્ર પાંચ દિવસ બાકી હતા. હમેશની જેમ ભગવાન ભિક્ષાટન કરતા કરતા ઘનાવહ શેઠને ઘેર પહોંચ્યા. ચંદનાએ તરણતારણ જહાજ જેવા ભગવાન મહાવીરને જોયા અને તેનો ચહેરો ખીલી ઊઠ્યો. તે પોતાનું સઘળું દુઃખ ભૂલી ગઈ. તણે ભિક્ષા સ્વીકારવા માટે વિનંતી કરી, પરંતુ એક બોલ અધૂરો હોવાથી ભગવાન આગળ વધ્યા. તેથી ચંદનાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મહાવીરે પાછા વળીને જોયું. હવે સઘળા બોલ સાર્થક થયેલા જોયા. પોતાનો અભિગ્રહ પૂર્ણ થઈ ગયેલો હતો. ચંદના દ્વારા ભિક્ષા ગ્રહણ કરી. દેવોએ પંચ દ્રવ્ય પ્રગટ કર્યા. દેવદુંદુભી વાગી. હાથકડીઓ અને બેડીઓ આભૂષણ બની ગઈ તથા ચંદના પોતાના મૂળ રૂપમાં આવી ગઈ. આ ચંદના જ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમની પ્રથમ શિષ્યા તથા સાધ્વીસમાજની પ્રવર્તિની બની. કૌશાંબીથી સુમંગલ સુચ્છેત્તા, પાલક વગેરે સ્થળોમાં ફરતા ફરતા ચંપા નગરીની સ્વાતિદત્તની યજ્ઞશાળામાં ચાતુર્માસિક તપ સહિત પ્રભુએ ચાતુર્માસ કર્યો. ત્યાં ભગવાનની સાધનાથી પ્રભાવિત થઈને પૂર્ણ ભદ્ર અને મણિ ભદ્ર નામના બે યક્ષ રાત્રે ભગવાનની સેવા તથા ભક્તિ કરવા લાગ્યા. સ્વાતિદત્તને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેણે વિચાર્યું કે આ કોઈ વિશિષ્ટ જ્ઞાની છે. તેણે અનેક પ્રશ્નો પૂછ્યા, આત્મા શું છે? પ્રત્યાખ્યાન એટલે શું? વગેરે પ્રશ્નોનાં ભગવાને સમાધાન આપ્યાં. સાધનાનું તેરમું વર્ષઃ અંતિમ ભીષણ ઉપસર્ગ ચંપાનો ચાતુર્માસ સમાપ્ત કરીને ભગવાન છમ્માણી પધાર્યા અને ગામની બહાર બાનાવસ્થિત થયા. સંધ્યા સમયે એક ગોવાળિયો પોતાના તીર્થકરચરિત્ર [ ૨૧૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ બળદ ભગવાન પાસે મૂકીને પોતાના કામ માટે ગામમાં ચાલ્યો ગયો. પાછો આવ્યો ત્યારે તેને પોતાના બળદ મળ્યા નહીં. તેણે ભગવાનને પૂછ્યું. ભગવાન ચૂપ રહ્યા. ગુસ્સે થયેલા ગોવાળે ભગવાનના બંને કાનમાં લાકડાના ખીલા ભોંકી દીધા. પ્રભુને તીવ્ર વેદના થતી હતી. કહેવાય છે કે મહાવીરે પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે વ્યક્તિના કાનમાં ગરમ સિસુ રેડાવ્યું હતું તે વ્યક્તિ જ આ ગોવાળિયો હતો. છમ્માણીથી વિહાર કરીને ભગવાન મધ્યમા પધાર્યા. ત્યાં આહાર માટે ફરતા ફરતા સિદ્ધાર્થ વણિકના ઘેર પહોંચ્યા. તે વખતે સિદ્ધાર્થ પોતાના મિત્ર વૈદ્યરાજ ખરક સાથે વાતચીત કરતા હતા. બંનેએ ભગવાનને વંદના કરી. પ્રભુને જોઈને ખરક બોલ્યો, “ભગવાનનું શરીર સર્વ લક્ષણયુક્ત હોવા છતાં સશલ્ય છે? શેઠ- “મિત્ર, શલ્ય ક્યાં છે ?' પ્રભુની કાયા જોઈને ખરકે કહ્યું, “જુઓ, કોઈએ કાનમાં ખીલા ભોંક્યા છે.” બંનેએ ભગવાનને રોકાઈ જવા વિનંતી કરી, પરંતુ તેમણે સ્વીકૃતિ આપી નહિ. મહાવીર ફરીથી ધ્યાનલીન બની ગયા. સિદ્ધાર્થ તથા ખરક દવા અને કેટલીક વ્યક્તિઓને લઈને ત્યાં પહોંચ્યા. ખરકે સાણસી વડે લાકડાના ખીલા ખેંચી કાઢ્યા. તે વખતે પ્રભુના મુખમાંથી એક ભીષણ ચીસ નીકળી પડી, જેથી સમગ્ર ઉદ્યાન ગાજી ઊઠ્યો. ખરકે ઘા પર મલમ-ઔષધિ લગાડી અને પ્રભુને વંદના કરી. ભગવાન મહાવીરનો આ અંતિમ અને ભીષણ પરીષહ હતો. આ એક સંયોગ હતો કે ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળિયાથી થયો અને તેનો અંત પણ ગોવાળિયાથી જ આવ્યો. કેવળજ્ઞાનની પ્રાપ્તિ ભીષણ ઉપસર્ગો, પરીષહો અને કષ્ટો સહન કરતાં કરતાં ભગવાન મહાવીર ધ્યાન તથા તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા રહીને વિચરણ કરતા રહ્યા. વિચરતા વિચરતા પ્રભુ જૈભિય ગામની બહાર પહોંચ્યા. ત્યાં ઋજુબાલુકા નદીના કિનારે શ્યામક ગાથાપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે ધ્યાનારૂઢ થઈ ગયા. છઠ્ઠનું તપ, ગોદોહિકા આસન, વૈશાખ સુદ દશમનો દિવસ, દિવસનો અંતિમ પ્રહર, ઉત્તરાફાલ્ગનિ નક્ષત્ર, ક્ષેપક શ્રેણીનું આરોહણ, શુક્લધ્યાનનું દ્વિતીય ચરણ, શુભભાવ, શુભઅધ્યવસાયમાં ભગવાને બારમા ગુણસ્થાનમાં મોહનીય કર્મનો સમૂળ નાશ કર્યો તથા બાકીનાં ત્રણ ઘાતી કર્મ – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય કર્મનો ક્ષય કરીને તેરમા ગુણસ્થાનમાં કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રાપ્ત કર્યું. મૂર્તઅમૂર્ત સઘળા પદાર્થો ભગવાનને દેખાવા લાગ્યા. ભગવાન શ્રી મહાવીર ] ૨૧૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ બેલા છઘસ્થ કાળની સાધના ભગવાન મહાવીરનો છદ્મસ્થકાળ બાર વર્ષ, છ માસ અને પંદર દિવસનો હતો. આ કાળમાં તેમની તપસ્યા આ પ્રમાણે હતીઃ ૦ છમાસી એક છ માસમાં એક પાંચ દિવસ ઓછા ૦ચાતુર્માસિક નવ ૦ત્રિમાસિક ૦ સાઈ દ્વિમાસિક બે ૦ દ્વિમાસિક ૦ સાર્ધ માસિક બે ૦માસિક બાર ૦પાક્ષિક બોંતેર ૦ભદ્ર પ્રતિમા એક બે દિવસ) ૦ મહાભદ્ર પ્રતિમા એક (ચાર દિવસ) ૦સર્વતોભદ્ર પ્રતિમા એક (દસ દિવસ) ૦ તેલા | બાર બસો ઓગણત્રીસ ભગવાને છઠ્ઠના દિવસે દીક્ષા લીધી હતી તેથી સાધનાકાળમાં એક ઉપવાસ વધારે ઉમેરવામાં આવે છે. તેમની તપસ્યા અગિયાર વર્ષ, છ માસ, પચ્ચીસ દિવસ (૪૧૬૬ દિવસ) અને. પારણાંની અવધિ અગિયાર માસ ઓગણીસ દિવસ (૩૪૯ દિવસ) હતી. ભગવાનની સમગ્ર તપસ્યા ચૌવિહાર (નિર્જળ) હતી. કેટલાક એમ પણ માને છે કે ભગવાને ચોલા (ચાર દિવસ). વગેરેની તપસ્યા પણ કરી હતી. પ્રથમ દેશના કેવલી બન્યા બછી ચોસઠ ઈદ્રો તથા અગણિત દેવી-દેવતાઓએ ભગવાનનો કેવળ-મહોત્સવ ઉજવ્યો. દેવોએ સમવસરણની રચના કરી. આ સમવસરણમાં માત્ર દેવી-દેવતા જ હતાં. દેવોએ પ્રભુ-પ્રવચનની પ્રશંસા કરી. પરંતુ મહાવ્રત તથા અણુવ્રતની દીક્ષા લઈ શક્યા નહીં, કારણકે દેવોમાં તે પ્રાપ્ત કરવાની અહંતા હોતી નથી. ઋજુબાલુકા નદીના કિનારે જંગલમાં દેશના થવાને કારણે કોઈ માણસ જઈ શક્યો નહીં. તીર્થંકરનો ઉપદેશ ક્યારેય , નિષ્ફળ જતો નથી. તેમના પ્રથમ પ્રવચનમાં સંઘની સ્થાપના થઈ જાય છે. ભગવાન મહાવીરની પ્રથમ દેશના નિષ્ફળ જવાથી તેને દશ આશ્ચર્યો પૈકીનું એક આશ્ચર્ય માનવામાં આવ્યું. કેટલાક આચાર્યો એમ માને છે કે પ્રથમ પ્રવચનમાં વ્યક્તિઓ ઉપસ્થિત થઈ છતાં કોઈ વ્રતી બની શક્યું નહીં. ગણધરોની દીક્ષા જંભિય ગામથી વિહાર કરીને ભગવાન મહાવીર મધ્યમ પાવા પધાર્યા. ત્યાં ધનાઢ્ય વિપ્ર સોમિલે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, જેમાં ઉચ્ચ તીર્થકરચરિત્ર ૨૧૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ કોટિના અનેક વિદ્વાનો હાજર હતા. તેમાં અગિયાર મહાપંડિત પોતાના વિશાળ શિષ્યપરિવાર સહિત ઉપસ્થિત હતા. મધ્યમ પાવામાં દેવોએ સમવસરણની રચના કરી. શહેરનાં નર-નારીનાં ટોળેટોળાં ત્યાં પહોંચવા લાગ્યાં. આકાશમાર્ગે દેવ-દેવીઓનાં સમૂહ આવવા લાગ્યાં. તેમને જોઈને પંડિતો ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, જુઓ આ દેવતાઓ આપણા યજ્ઞમાં આહુતિ દેવા માટે પધારી રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં યજ્ઞ મંડપની ઉપરથી દેવો આગળ ચાલ્યા ગયા તેથી તેઓ સશંક બન્યા. જ્યારે તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેઓ સર્વજ્ઞ મહાવીરના સમવસરણમાં જઈ રહ્યા હતા. પંડિતોએ તેમાં પોતાનું અપમાન અનુભવ્યું. સૌથી મોટા પંડિત ઈંદ્રભૂતિ ગૌતમે વિચાર્યું કે મહાવીર મોટા પાખંડી લાગે છે. તેઓ ઈંદ્રજાળવાળા હોવા જોઈએ. લોકોને તે ભરમાવી રહ્યા છે. વિવાદમાં તેઓ મારી સામે,નહીં ટકી શકે. હું તેમને પરાજિત કરીને જ જંપીશ. આવો નિર્ણય કરીને ઈંદ્રભૂતિ ગૌતમ પોતાના પાંચસો શિષ્યો સહિત પ્રભુના સમવસરણમાં પહોંચ્યા. સમવસરણમાં પ્રભુને જોતાં જ ગૌતમ વિસ્મિત થઈ ગયા. નજીક પહોંચતાં જ ભગવાને ‘ગૌતમ’ કહીને તેમને સંબોધિત કર્યાં. તો તેઓ ચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે, ‘મારા પાંડિત્યની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી પ્રસરેલી છે. મને કોણ નથી ઓળખતું ?’ ગૌતમને વર્ષોથી એક સંશય જાગેલો હતો, જે તેમણે કોઈની સામે વ્યક્ત કરેલો નહોતો. તેમનો એ સંદેહ વ્યક્ત કરતાં ભગવાને કહ્યું, ‘ગૌતમ ! તમારા મનમાં આત્માના અસ્તિત્વ વિશે શંકા છે.' ઈંદ્રભૂતિ ચોંક્યા અને સમજી ગયા કે આ તો વાસ્તવમાં સર્વજ્ઞ છે. પ્રભુએ વિસ્તારથી આત્માના અસ્તિત્વને સિદ્ધ કર્યું. ઈંદ્રભૂતિની શંકા ટળી ગઈ અને પોતાના પાંચસો શિષ્યો સહિત તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી, તેમનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. ઈંદ્રભૂતિની દીક્ષા સાથે જ તીર્થની સ્થાપના થઈ ગઈ. ત્યારબાદ ક્રમશઃ બાકીના દશ પંડિતો પણ આવ્યા અને પોતપોતાની શંકાઓનું સમાધાન પામીને તેમણે ભગવાન પાસે શિષ્યત્વ સ્વીકાર્યું. દિગંબર પરંપરામાં આ ઘટના બીજા સ્વરૂપે જોવા મળે છે. તેમના મત પ્રમાણે સર્વજ્ઞતાપ્રાપ્તિ પછી ભગવાન જંગલમાં દેવનિર્મિત્ત સમવસરણમાં બિરાજમાન થયા, દેવો વદ્ધાંજલિ થઈને બેસી ગયા. પરંતુ ભગવાનના મુખારવિંદમાંથી દિવ્ય ધ્વનિ (પ્રવચન) પ્રગટ થઈ શક્યો નહિ, બાસઠમો દિવસ પૂરો થયો. ઈંદ્રને ચિંતા થઈ. અવધિજ્ઞાન દ્વારા કારણ જાણવા પ્રયત્ન કર્યો તો ખબર પડી કે ગણધરના અભાવે દિવ્ય ધ્વનિ નીકળી શકતો નથી. ઈંદ્રએ ભવ્યાત્માની શોધ કરી અને ઈંદ્રભૂતિ ગૌતમને યોગ્ય જાણીને ભગવાન શ્રી મહાવીર D ૨૧૭ Page #236 -------------------------------------------------------------------------- ________________ તેઓ વિદ્યાર્થીરૂપે તેમની પાસે ગયા અને કહ્યું, મારા ગુરુએ મને એક ગાથા શીખવાડી છે. અત્યારે તેઓ મૌન છે. તેથી આપ તેનો અર્થ સમજાવો. ઈદ્રભૂતિ શરત સહિત અર્થ કહેવા થયા, જો હું અર્થ આપી શકું તો મારું શિષ્યત્વ સ્વીકારવું પડશે. ઈદ્રએ હા કહી અને ગાથા રજૂ કરી. પંચવ અસ્થિકાયા, છજજીવણિકાયા મહāયા પંચી. અ ય પવયણમાદા, સહેઓ બંધ મોખ્ખો યાષખંડાગમા આ ગાથા સાંભળીને ઈદ્રભૂતિ અસમંજસમાં પડી ગયા. પાંચ અસ્તિકાય, છ જવનિકાય, પાંચ મહાવ્રત, આઠ પ્રવચનમાતા શું છે, કયાં ક્યાં છે? છ જવનિકાયનાં નામ સાંભળીને તેમની દબાયેલી શંકા તીવ્રતાથી જાગ્રત થઈ ગઈ. ઈદ્રભૂતિએ કહ્યું, ચાલો, તારા ગુરુ પાસે આ ગાથાનો અર્થ કહીશ. બંને ભગવાન પાસે આવ્યા. ભગવાને “ગૌતમી નામથી સંબોધન કર્યું અને જીવના અસ્તિત્વ વિશે તેમની શંકાનું નિવારણ કર્યું. ઈદ્રભૂતિ પોતાના વિદ્યાર્થીઓ સહિત ભગવાના શિષ્ય બની ગયા. ત્યાર પછી ભગવાને દિવ્યદેશના આપી. બાકીના દશ પંડિતો પણ પોતાના શિષ્ય સમુદાય સહિત દીક્ષિત થઈ ગયા. અગિયાર જ ગણઘરોના કેટલા શિષ્યો હતા, તેમની શી શી શંકાઓ હતી તેનું વિવરણ નીચે પ્રમાણે છે: ગણધર શિષ્ય ૧. ઈદ્રભૂતિ ૫૦૦ આત્માનું અસ્તિત્વ ૨. અગ્નિભૂતિ ૫૦૦ પુરુષાદ્વૈત ૩. વાયુભૂતિ ૫૦૦ તજીવતછરીરવાદ ૪. વ્યક્ત ૫૦૦ બ્રહ્મમયગતું ૫. સુધર્મા જન્માત્તર ૬. મંડિત ૩૫૦ આત્માનું સંસારિત્વ ૭. મૌર્યપુત્ર ૩૫૦ દેવ અને દેવલોક ૮. અકૅપિત ૩૦૦ નરક અને નારકીય જીવ ૯. અચલભ્રાતા ૩૦૦ પુણ્ય-પાપ ૧૦. મેતાર્ય ૩૦૦ પુનર્જન્મ ૧૧. પ્રભાસ ૩૦૦ મુક્તિ તીર્થ સ્થાપના મધ્યમપાવાના સમવસરણમાં અગિયાર મહાપંડિતો સહિત ૪૪૧૧ શંકા ૫૦૦ તીર્થકરચરિત્ર | ૨૧૮ Page #237 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણોએ મુનિદીક્ષાનો સ્વીકાર કર્યો. આ અગિયાર મહાપંડિતોને ભગવાને ત્રિપદીનું જ્ઞાન આપ્યું. આ ત્રિપદી વડે તેમને ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગીનું જ્ઞાન થયું અને તેઓ ગણધર કહેવાયા. રાજકુમારી ચંદનબાળા વગેરે સાધ્વીઓ બની. અનેક લોકોએ શ્રાવક ધર્મ તથા શ્રાવિકા ધર્મનો સ્વીકાર કર્યો. તે સમયે વૈશાખ સુદ એકાદશીનો દિવસ હતો. આ રીતે ચાર તીર્થની સ્થાપના કરીને મહાવીર ભાવતીર્થકર કહેવાયા. તીર્થ સ્થાપના પછી ભગવાન મધ્યમપાવાથી રાજગૃહ પધાર્યા અને તે વર્ષે ત્યાં જ ચાતુર્માસ પૂરો કર્યો. રાજગૃહ પધારવાથી ત્યાંના રાજા શ્રેણિકે પરિવાર સહિત રાસી ઠાઠમાઠ પૂર્વક ભગવાનનાં દર્શન કર્યા. આ ચાતુર્માસમાં રાજકુમાર મેઘ તથા નંદીષેણે દીક્ષા ગ્રહણ કરી. આ વર્ષનો પૂર્વાર્ધ છદ્મસ્થ હતો, જ્યારે ઉત્તરાર્ધ કેવલી તરીકે વીત્યો. સર્વજ્ઞતાનું બીજું વર્ષ ઋષભદત્ત અને દેવાનંદાની દીક્ષા રાજગૃહ વર્ષાવાસ સંપન્ન કરીને ભગવાન બ્રાહ્મણ કુંડ ગામના બહુશાલ ઉદ્યાનમાં પધાર્યા. આ ગામના મુખી ઋષભદત્ત હતા. તેમની પત્ની દેવાનંદા હતી. બંને તત્ત્વવેત્તા શ્રાવક હતાં. ભગવાનનાં દર્શન કરવા માટે ઋષભદત્ત અને દેવાનંદા ગયાં. ભગવાનને જોતાં જ દેવાનંદા હર્ષવિભોર થઈ ઊઠી. તેમના દ્ધયમાં સ્નેહ ભગી ઊઠ્યો. હર્ષાશ્રુથી તેમની આંખો છલકાઈ ગઈ. તેમનાં સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. ગૌતમે ભગવાનને પૂછ્યું, પ્રભુ, આમ થવાનું કારણ શું છે?' ભગવાને કહ્યું, “ગૌતમ ! એ મારી માતા છે. હું એમનો અંગજાત છું. પુત્ર-સ્નેહના કારણે આ બધું બન્યું છે. ભગવાને સાહરણ વગેરેનું સમગ્ર વૃત્તાંત કહીને સૌની જિજ્ઞાસા શાંત કરી. ત્યારબાદ ભગવાનનું પ્રવચન થયું. પ્રવચનથી પ્રતિબોધિત થઈને બંનેએ સાધુત્વનો સ્વીકાર કર્યો. અંતે કર્મક્ષય કરીને મુક્તિશ્રીનું વરણ કર્યું. બ્રાહ્મણકુંડની પશ્ચિમે ક્ષત્રિયકુંડ નગર હતું. ત્યાના રાજકુમાર જમાલિ હતા. તેમની સાથે ભગવાનની પુત્રી પ્રિયદર્શના પરણાવેલી હતી. ક્ષત્રિયકુંડમાં ભગવાનનું પ્રવચન થયું. તેથી ઉબોધિત થઈને જમાલિ પાંચસો ક્ષત્રિયકુમારો તથા પ્રિયદર્શનાએ એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. આ વર્ષે ભગવાનનો ચાતુર્માસ વૈશાલીમાં થયો. સર્વજ્ઞતાનું ત્રીજું વર્ષ ચાતુર્માસ પરિસમાપ્તિ કરીને ભગવાને વૈશાલીથી વત્સભૂમિ તરફ વિહાર કર્યો. અનેક ક્ષેત્રોમાં પરિવ્રજન કરતા કરતા તેઓ કૌશાંબી પધાર્યા. તે વખતે ત્યાંનો રાજા ઉદયન હતો. આ પ્રસિદ્ધ નરેશ સહસ્રાનીકનો પૌત્ર તથા ભગવાન શ્રી મહાવીર | ૨૧૯ Page #238 -------------------------------------------------------------------------- ________________ રાજ સતાનિક અને મહારાણી મૃગાવતીનો પુત્ર, મહારાજ ચેટકનો દોહિત્ર હતો. શ્રમણોપાસિકા જયંતી ઉદયનની ફોઈ હતી. ભગવાનનું આગમન ભણીને રાજા ઉદયન પોતાના સમગ્ર પરિવાર સહિત દર્શનાર્થે ગયા. ઉપદેશ સાંભળ્યો. જયંતી શ્રાવિકાએ ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા અને તેનું સમાધાન પામીને દીક્ષિત થઈ ગઈ. કૌશાંબીથી ભગવાન શ્રાવસ્તી પધાર્યા. ત્યાં ચરમશરીરી સુમનોભદ્ર અને સુપ્રતિષ્ઠએ દીક્ષા લીધી. બંને મુનિઓ અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી વિચરતા વિચરતા પ્રભુ વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાંના નિવાસી ગાથાપતિ આનંદ અને તેમની પત્ની શિવાનંદાએ શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા. તે વર્ષે વાણિજ્યગ્રામમાં જ ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું ચોથું વર્ષ વર્ષાવાસ સંપન્ન કરીને મગધ દેશમાં ફરતા ફરતા ભગવાન રાજગૃહ પધાર્યા. સમ્રાટ શ્રેણિકે તેમનાં દર્શન કર્યા. પન્ના અને શાલીભદ્ર જેવા ધનાઢ્ય વેપારીપુત્રો દીક્ષિત થયા. બંને સંબંધે સાળા બનેવી હતા. ધન્ના અણગારે નિર્વાણ પ્રાપ્ત કર્યું. જ્યારે શાલીભદ્ર એકાભવતારી બનીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ બન્યા. તે વર્ષનો ચાતુર્માસ રાજગૃહમાં સંપન્ન થયો. સર્વજ્ઞતાનું પાંચમું વર્ષ ભગવાન રાજગૃહથી ચંપા પધાર્યા. ત્યાંના રાજા દત્તના પુત્ર રાજકુમાર મહચંદે દીક્ષા લીધી. ત્યાંથી સિંધુ-સૌવીરની રાજધાની વીતભય નગરીમાં પધાર્યા. ભગવાનની આ સૌથી લાંબી યાત્રા હતી. આ યાત્રામાં અનેક સાધુ શુદ્ધ આહાર-પાણીના અભાવે સ્વર્ગવાસી થઈ ગયા, કારણકે રસ્તો અતિ વિકટ હતો. દૂર દૂર સુધી વસ્તી તથા ગામનો અભાવ હતો. સિંધુ-સૌવીરના રાજા શ્રાવક ઉદાઈ ભગવાનના આગમનથી અત્યંત પ્રસન્ન થયા. પોતાના ભાણેજ કેશીકુમારને રાજ્ય સોંપીને ભગવાન પાસે દીક્ષિત થઈ ગયા. થોડોક સમય ત્યાં બિરાજીને ભગવાન પુનઃ મગધ જનપદમાં વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં જ તેમણે ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું છઠ્ઠું વર્ષ ચાતુર્માસ પછી ભગવાન વારાણસી પધાર્યા. ત્યાં કોષ્ઠક ચૈત્યમાં પ્રવચન થયું. ત્યાંના કોટ્યધીશ ચૂલની પિતા તથા તેમની પત્ની શ્યામા અને સુરાદેવ તથા તેમની પત્ની ધન્યાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. તે બંને ભગવાનના દશ મુખ્ય શ્રાવકોમાં ગણાય છે. વારાણસીથી ભગવાન આલંબિયા પધાર્યા ત્યાનાં નરેશ જિતશત્રુ પ્રભુના દર્શનાર્થે ગયા. તીર્થકરચરિત્ર | ૨૨૦ Page #239 -------------------------------------------------------------------------- ________________ ત્યાં એક ‘પુદ્ગલ'નામનો પરિવ્રાજક રહેતો હતો. સતત છઠ્ઠની તપસ્યા તથા આતાપના ક૨વાને કા૨ણે તેને વિભંગ અજ્ઞાન તથા અવધિદર્શન ઉત્પન્ન થઈ ગયું. તે દર્શનના આધારે તેણે ઘોષણા કરી કે દેવોનું જઘન્ય આયુષ્ય દશહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ દશ સાગર છે. નગરમાં એવી ચર્ચા જ્યારે ગણધર ગૌતમે સાંભળી ત્યારે તેમણે ભગવાન પાસે જિજ્ઞાસા વ્યક્ત કરી. ભગવાને કહ્યું, ‘આ વાત સાચી નથી. દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગર છે.’ આ વાત તે પરિવ્રાજક સુધી પહોંચી. તેઓ શંકિત થઈ ગયા અને પ્રભુ પાસે આવ્યા. જિનેશ્વર દેવનું પ્રવચન સાંભળીને તેમની પાસે દીક્ષિત થઈ ગયા. અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી પ્રભુ રાજગૃહ પધાર્યા. ત્યાં જ ચાતુર્માસ કર્યો. ત્યાં મંકાઈ, ઝિંકત, અર્જુનમાલી, કશ્યપ, ગાથાપતિ વરદત્ત વગેરેએ સંયમી જીવન સ્વીકાર્યું. સર્વજ્ઞતાનું સાતમું વર્ષ રાજગૃહ ચાતુર્માસ પછી વિહાર કરવાને બદલે ભગવાન ત્યાં જ રોકાઈ ગયા. આ સતત પ્રવાસનો આશાતીત લાભ મળ્યો. રાજગૃહ નગરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકોએ શ્રમણધર્મ તેમ જ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. શ્રેણિકના જાલિ, મયાલિ વગેરે ત્રેવીસ પુત્રો તથા નંદા, નંદમતી વગે૨ે તેર રાણીઓએ ભગવાન પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. મુનિ આર્દ્રકે કેટલાક હસ્તિતાપસો તેમજ સ્વપ્રતિબોધિત પાંચસો ચોરો સહિત ભગવાન પાસે દીક્ષા સ્વીકારી. આ વર્ષે પણ ભગવાને રાજગૃહમાં વર્ષાવાસ વીતાવ્યો. સર્વજ્ઞતાનું આઠમું વર્ષ વર્ષાવાસ સંપન્ન કરીને ભગવાન આલંભિયા પધાર્યા. આલંભિયાથી કૌશાંબી પધાર્યા. તે સમયે ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતને કૌશાંબીને ઘેરી લીધું હતું. કૌશાંબી ઉપર મહારાણી મૃગાવતી શાસન સંભાળતી હતી. તેમનો પુત્ર ઉદયન નાબાલિક હતો. ચંડપ્રદ્યોતન મૃગાવતીનાં રૂપ-લાવણ્ય ઉપર મુગ્ધ થઈને તેને પોતાની રાણી બનાવવા માગતો હતો. ભગવાનના આગમનથી મૃગાવતીને ખૂબ પ્રસન્નતા થઈ. તે મહાવી૨ના સમવસરણમાં પહોંચી. તે સમયે ચંડપ્રદ્યોતન પણ ભગવાનની સેવામાં ઉપસ્થિત હતો. મહારાણીએ આત્મકલ્યાણની સુંદર તક સમજીને સભામાં જ ઊભી થઈને કહ્યું, ‘ભગવાન ! હું પ્રદ્યોતની આજ્ઞા લઈને આપની પાસે દીક્ષા લેવા ઇચ્છું છું તથા મારા પુત્ર ઉદયનને તેમના સંરક્ષણમાં મૂકું છું.’ પ્રદ્યોતની જો કે દીક્ષા માટે સ્વીકૃતિ આપવાની ઇચ્છા ન હતી, પરંતુ ભગવાન સમક્ષ અનેક લોકોની ઉપસ્થિતિમાં લાવશ તે ઇન્કાર કરી શક્યો નહીં. ભગવાન શ્રી મહાવીર ] ૨૨૧ Page #240 -------------------------------------------------------------------------- ________________ અંગારવતી વગેરે ચંડપ્રદ્યોતનની આઠ રાણીએ પણ દીક્ષાની અનુમતિ માંગી. પ્રદ્યોતે તેમને પણ આજ્ઞા આપી દીધી. ભગવાને મૃગાવતી, અંગારવતી વગેરે રાણીઓને દીક્ષા આપી. કૌશાંબીથી વિહાર કરીને મહાવીર વૈશાલીમાં પધાર્યા, ત્યાં જ તેમણે ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું નવમું વર્ષ વૈશાલીનો ચાતુર્માસિક પ્રવાસ સંપન્ન કરીને પ્રભુ મિથિલા થઈને કાકંદી પધાર્યા. ત્યાંના રાજા જિતશત્રુ દર્શનાર્થે આવ્યા. ભદ્રા સાર્થવાહિનીના પુત્ર ધન્ય વૈભવ છોડીને દીક્ષા લીધી. સુનક્ષત્ર પણ મુનિ બન્યા. કંપિલપુરમાં કુંડકૌલિકે પણ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. પ્રભુ ત્યાંથી પોલાસપુર પધાર્યા. પોલાસપુરમાં પ્રભુનું પ્રવચન સાંભળીને ધનાઢ્ય કુંભાર સાલપુત્ર તથા તેમની પત્ની અગ્નિમિત્રા શ્રમણોપાસક બની ગયાં. બંને પૂર્વમાં ગોશાલકના આજીવક મતનાં અનુયાયી હતાં. જ્યારે ગોશાલકને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના સંઘ સહિત સદ્દાલપુત્ર પાસે આવ્યો અને તેને પુનઃ આજીવક મતમાં આવી જવા માટે સમજાવવા લાગ્યો. સદાલપુત્ર ઉપર ગોશાલકનો કોઈ પ્રભાવ પડ્યો નહિ. ભગવાને તે વર્ષનો ચાતુ સિ વાણિજ્યગ્રામમાં કર્યો. સર્વજ્ઞતાનું દશમું વર્ષ વર્ષાવાસ પ્રવાસ સંપન્ન કરીને ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં મહાશતક ગાથાપતિએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પાર્શ્વ પરંપરાના અનેક શ્રમણોએ ચાતુર્યામ ધર્મ દ્વારા પંચમહાવ્રત ધર્મમાં પ્રવેશ કર્યો. આ વર્ષનો ચાતુર્માસ રાજગૃહમાં થયો. સર્વજ્ઞતાનું અગિયારમું વર્ષ ચાતુર્માસ પછી ભગવાન કૃતિંગલા પધાર્યા અને ત્યાં છત્રપલાસ ચૈત્યમાં બિરાજ્યા. તે સમયે શ્રાવસ્તીમાં વિદ્વાન પરિવ્રાજક કાત્યાયન ગોત્રીય સ્કન્દક રહેતો હતો. તેની મુલાકાત પિંગળ નિર્ચન્થ સાથે થઈ. પીંગળે અનેક પ્રશ્નો પૂક્યા, પરંતુ સ્કન્દક તેમના ઉત્તર આપવામાં સશકિત થઈ ગયો. તે પ્રશ્નોનાં સમાધાન મેળવવા માટે તે મહાવીર પાસે ગયો. પોતાની શંકાઓનું સમાધાન પામીને ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. કૃતિંગલાથી શ્રાવસ્તી થઈને વાણિજ્યગ્રામમાં પ્રભુએ ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું બારમું વર્ષ વર્ષાકાળ સમાપ્ત થતાં પ્રભુ બ્રાહ્મણકુંડના બહુશાલ ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં જમાલિએ પોતાના પાંચસો મુનિઓ સહિત અલગ વિચરવા માટે ભગવાની અનુમતિ માંગી. ત્યારે ભગવાન મૌન રહ્યા. પછી તે સ્વતંત્ર થઈને તીર્થકરચરિત્ર | ૨૨૨ Page #241 -------------------------------------------------------------------------- ________________ પાંચસો સાધુઓની સાથે વિહાર કરવા લાગ્યા. ત્યાંથી કૌશાંબી પધાર્યા. ત્યાં સૂર્ય તથા ચંદ્રમાં પોતાના મૂળ રૂપમાં ભગવાનનાં દર્શનાર્થે આવ્યા. આ પણ એક અનોખું આશ્ચર્ય માનવામાં આવ્યું. કૌશાંબીથી વિહાર કરીને મહાવીર ચાતુર્માસ માટે રાજગૃહ પધાર્યા. સર્વજ્ઞતાનું તેરમું વર્ષ રાજગૃહ ચાતુર્માસ સંપન્ન કરીને ભગવાન ચંપા પધાર્યા. મગધ નરેશ શ્રેણિકના મૃત્યુ પછી કોણિકે ચંપાને પોતાની રાજધાની બનાવી. ભગવાનના આગમનના સમાચાર સાંભળીને ભારે રાજસી ઠાઠમાઠ સહિત સમગ્ર રાજકુટુંબ સાથે કોણિક દર્શનાર્થે આવ્યો. ભગવાનનાં પ્રવચનથી ઉબુદ્ધ થઈને અનેક લોકોએ અણગાર તથા આગાર ધર્મ સ્વીકાર્યો. મુનિધર્મ અંગીકાર કરનારાઓમાં પવા, ભદ્ર વગેરે શ્રેણિકના દશ પુત્રો મુખ્ય હતા. પાલિત જેવા અનેક ધનાધીશોએ શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. આ વર્ષે પ્રભુનો ચાતુર્માસ મિથિલામાં થયો. અનેક આચાર્યો આ વર્ષનો ચાતુર્માસ ચંપાનગરીમાં માને છે. સર્વજ્ઞતાનું ચૌદમું વર્ષ - મિથિલાનો પ્રવાસ સંપન્ન કરીને ભગવાન ચંપા પધાર્યા, ત્યારે વિદેહની રાજધાની વૈશાલી રણભૂમિ બની હતી. એક તરફ વૈશાલીપતિ રાજા ચેટક અને અઢાર ગણરાજા હતા. તો બીજી તરફ મગધપતિ રાજ કોણિક અને તેના કાળ વગેરે ઓરમાન ભાઈઓ પોતપોતાની સેના સાથે લડી રહ્યા હતા. આ યુદ્ધમાં કોણિક વિજયી બન્યો હતો. કાળ વગેરે દશ કુમારો ચેટકના હાથે માર્યા ગયા. પોતાના પુત્રના મૃત્યુના સમાચારથી કાલી વગેરે રાણીઓને ખૂબ ખેદ થયો. પ્રભુ-પ્રવચન દ્વારા વૈરાગ્યવતી બનીને કાલી વગેરે દશ રાણીઓએ પ્રવજ્યા સ્વીકારી. ચંપાથી વિહાર કરીને ભગવાન મિથિલા નગરી પધાર્યા. ત્યાં જ ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું પંદરમું વર્ષ - મિથિલાથી વિહાર કરીને ભગવાન શ્રાવસ્તી પધાર્યા. ત્યાં કોણિકના ભાઈના ભાઈ હલ્લ-બેહલ કોઈક રીતે ભગવાન પાસે પહોંચ્યા અને તેમની પાસે દીક્ષિત થઈ ગયા. કોણિક, હલ્લ અને વિહલ્લ ત્રણે મહારાણી ચેલણાના જ પુત્રો હતા. પિતા રાજા શ્રેણિકે પોતાના દેવનામી અઢારોડી હાર હલ્લને તથા પાટવી હાથી સચેતક ગંધહસ્તી જે અતિશય સુંદર, ચતુર અને સમજદાર હતો તે વિહલ્લને સોંપ્યો. શ્રેણિકના મૃત્યુ પછી કોણિકે પોતાની રાણી પદ્માવતીની ચડવણીમાં આવીને બંને ભાઈઓને હાર તથા હાથી પાછા આપવા કહ્યું, આથી બંને ભાઈઓએ એમ કહીને ઈન્કાર કર્યો કે આ તો પિતાજીએ ભગવાન શ્રી મહાવીર | ૨૨૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ આપેલ છે. બંને ભાઈઓએ ત્યાં રહેવાનું યોગ્ય માન્યું નહિ. ત્યાંથી તે પોતાના પરિવાર સહિત વૈશાલીમાં પોતાના નાના (માતાના પિતા) મહારાજ ચેટકના શરણમાં ચાલ્યા ગયા. કોણિક દ્વારા હાર તથા હાથી પાછા મોકલવાની વાત કહેવામાં આવતાં ચેટકે કહ્યું, શરણમાં આવ્યા પછી ક્ષત્રિય આખરી શ્વાસ સુધી તેનું રક્ષણ કરે છે. તેથી કોણિક અને ચેટક વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ગોશાલકનો મિથ્યા પ્રલાપ ભગવાન શ્રાવસ્તીના કોષ્ઠક ઉદ્યાનમાં રોકાયા. તે દિવસોમાં મંખલિપુત્ર ગોશાલક ભગવાનથી અલગ થઈને મોટે ભાગે શ્રાવસ્તીની આસપાસ ફરતો હતો. તેજલેશ્યાની પ્રાપ્તિ તથા નિમિત્ત શાસ્ત્રોનો અભ્યાસ તેમણે શ્રાવસ્તીમાં જ કર્યો હતો. શ્રાવસ્તીમાં અત્યંપુલ ગાથાપતિ હાલાહલા કુંભારણ ગોશાલકનાં પરમ ભક્ત હતાં. મોટે ભાગે ગોશાલક હાલાહલા કુંભારણના નિંભાડામાં રોકાતા હતા. ભગવાન મહાવીરના છદ્મસ્થ કાળમાં ગોશાલક તેમની સાથે છ વર્ષ સુધી રહ્યો હતો. મહાવીર પાસેથી તેજલેશ્યાપ્રાપ્તિનો ઉપાય મેળવીને તે તેમનાથી અલગ થઈ ગયો હતો. તેજલેશ્યા તથા અષ્ટાંગ નિમિત્તજ્ઞાન દ્વારા તે પોતાને અત્યંત પ્રભાવશાળી માનતો હતો. તેના આધારે તે એમ પણ કહેતો હતો કે, “હું જિન, સર્વજ્ઞ તથા કેવલી છું.' તેમની આવી ઘોષણા વિષે નગરમાં વ્યાપક ચર્ચા ચાલતી હતી. ગૌતમ સ્વામીએ નગરમાં ભિક્ષાર્થે ફરતાં ફરતાં એ ચર્ચા સાંભળી કે શ્રાવસ્તીમાં બે જિન (તીર્થકર) બિરાજી રહ્યા છે. એક શ્રમણ ભગવાન મહાવીર અને બીજ મંખલિપુત્ર ગોશાલક. ગૌતમ સ્વામીએ આ સંદર્ભમાં પૂછ્યું તો ભગવાને જણાવ્યું કે, “હે ગૌતમ ! ગોશાલક જિન, કેવલી તથા સર્વજ્ઞ નથી. તે પોતાના વિશે જે ઘોષણા કરી રહ્યો છે તે મિથ્યા છે. આ શરવણ ગામના બહુલ બ્રાહ્મણની ગૌશાળામાં જન્મ લેવાથી ગોશાલક તથા મંખલિ નામના મંખનો પુત્ર હોવાથી મખલિપુત્ર કહેવાય છે. આજથી ચોવીસ વર્ષ પૂર્વે તે મારો શિષ્ય બન્યો હતો. છ વર્ષ સુધી તે મારી સાથે રહ્યો હતો. મેં બતાવેલા ઉપાય દ્વારા તેણે તેજલબ્ધિ પ્રાપ્ત કરી, દિશાચરો પાસેથી તે નિમિત્તશાસ્ત્ર ભણ્યો. તેના આધારે તે એવું કહેતો ફરે છે. વાસ્તવમાં તેનામાં હજી સર્વજ્ઞ બનવાની અહંતા નથી.' મહાવીર અને ગૌતમ વચ્ચેનો આ સંવાદ સમગ્ર નગરમાં પ્રસરી ગયો. જ્યારે સંખલિપુત્ર ગોશાલકે આ વાત જાણી ત્યારે તે ખૂબ ગુસ્સે થયો. તે પોતાના સંઘ સાથે આ વિષે વિમર્શ કરવા લાગ્યો. તે સમયે મહાવીરના શિષ્ય આનંદ છ8 ઉપર છ8નું તપ કરી રહ્યા હતા. પારણાં માટે તે કુંભારણા ઘર આગળથી પસાર થઈ રહ્યા હતા. ગોશાલકે તેમને જોઈને ઊભા રાખ્યા અને તીર્થકરચરિત્ર | ૨૨૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ કહ્યું, “દેવાનુપ્રિય આનંદ ! તમારા ધર્મગુરુ મહાવીર દેવ મનુષ્યો દ્વારા ખૂબ પ્રશંસા અને પૂજા ભલે પામ્યા હોય, પરંતુ જો મારા વિષે તેઓ કંઈ પણ કહેશે તો હું મારા તપ-તેજ દ્વારા તેમને ભસ્મ કરી દઈશ. જા, તારા ઘર્માચાર્ય પાસે જઈને મેં કહેલી વાત તેમને કહેજે.” ગોશાલકનો આવો ક્રોધભર્યો ઉદ્દગાર સાંભળીને આનંદ સ્થવિર ગભરાઈ ગયા. તેઓ તરત જ મહાવીર પાસે ગયા અને ગોશાલકની વાતો વિશે કહ્યું, “ભંતે ! ગોશાલક પોતાના તપ-તેજ દ્વારા ગમે તેને ભસ્મ કરી દેવામાં સમર્થ છે.' ભગવાને કહ્યું, “આનંદ ! પોતાના તપ-તેજ વડે ગોશાલક ગમે તેને ભસ્મ કરી દેવામાં સમર્થ છે, પરંતુ તે અહંત-તીર્થકરને બાળીને ભસ્મ કરવામાં સમર્થ નથી. તમે ગૌતમ વગેરે તમામ મુનિઓને ખબર આપી દો કે ગોશાલક અહીં આવી રહ્યો છે. અત્યારે તેની ભીતરમાં અત્યંત મલિનભાવ છે, તે દ્વેષથી ભરેલો છે તેથી તે કંઈપણ કહે, કંઈ પણ કરે, પરંતુ કોઈએ તેની સાથે પ્રતિવાદ કરવો નહીં. કોઈએ તેની સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવી નહીં.' આનંદ ભગવાનનો આ સંદેશ સૌ મુનિઓને કહેવા માટે ગયા. એટલામાં ગોશાલક પોતાના આજીવક સંઘ સહિત ભગવાનની પાસે આવી પહોંચ્યો અને બોલ્યો, “કાશ્યપ ! તમે એ તો ઠીક કહ્યું છે કે મંખલિપુત્ર ગોશાલક મારો શિષ્ય છે, પરંતુ તમારો એ શિષ્ય સંખલિપુત્ર તો ક્યારનોય મૃત્યુ પામીને દેવલોકમાં ચાલ્યો ગયો છે. હું તો એ ગોશાલકના શરીરમાં પ્રવેશેલો ઉદાયી કુંડિયાયન નામનો ધર્મપ્રવર્તક છું. મારો આ સાતમો શરીરાંતર પ્રવેશ છે. હું ગોશાલક નથી, તેનાથી અલગ આત્મા છું. તમે મને ગોશાલક કહો છો તે સરાસર જૂઠાણું છે.” ગોશાલકનાં આવાં અસભ્ય વચનો સર્વાનુભૂતિ મુનિથી સહન થઈ શક્યાં નહીં. તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમના શબ્દોએ આગમાં ઈધણ હોમવાનું કામ કર્યું. ગોશાલકનો ક્રોધ તેથી અધિક ભભૂકી ઊઠ્યો. તેણે તેજલેશ્યા એકત્ર કરીને સર્વાનુભૂતિ ઉપર છોડી દીધી. એ પ્રચંડ આગથી સર્વાનુભૂતિનું શરીર બળીને રાખ થઈ ગયું. મુનિ આઠમા સહસ્ત્રાર દેવલોકમાં મહદ્ધિક દેવ બની ગયા. ગોશાલક વળી પાછો બકવાસ કરવા લાગ્યો. આથી સુનક્ષત્ર મુનિ તેને હિતવચન કહેવા લાગ્યા. ગોશાલકે સર્વાનુભૂતિની જેમ સુનક્ષત્ર મુનિને પણ ભસ્મ કરી દીધા. કેટલાક લોકો એમ પણ માને છે કે સુનક્ષત્ર મુનિ ઘણા પ્રમાણમાં બળી ગયા હતા. અંતિમ આલોચના કરીને મુનિ બારમા અશ્રુત દેવલોકમાં દેવ બન્યા. ભગવાન પર તેજલેશ્યાનો પ્રયોગ મહાવીરે કહ્યું, “ગોશાલક ! તું તારી જાતને છુપાવવાનો પ્રયત્ન કરીશ ભગવાન શ્રી મહાવીર | ૨૨૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ નહીં. તું એ જ ગોશાલક છે જે મારો શિષ્ય બનીને રહ્યો હતો.” મહાવીરના આવા સત્ય ઉદ્દઘાટનથી ગોશાલક અત્યંત ક્રોધિત થઈ ગયો અને અનર્ગળ પ્રલાપ કરવા લાગ્યો. ભગવાને તેને અનાર્ય કૃત્ય નહીં કરવા માટે સમજાવ્યો પરંતુ તેનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. તે પાંચ સાત કદમ પાછળ ખસ્યો, પોતાની સઘળી તેજલેશ્યાને એકત્રિત કરી અને તે ભગવાન તરફ છોડી. તેજલેશ્યા ભગવાનની આસપાસ ચક્કર મારીને ઉપર આકાશમાં ઉછળી તથા પાછી વળીને ગોશાલકના શરીરમાં પ્રવેશી ગઈ. તેજલેશ્યા શરીરમાં પ્રવેશતાં જ ગોશાલકનું શરીર બળવા લાગ્યું. બળતરાથી વ્યાકુળ બનેલો ગોશાલક બોલ્યો, ‘કાશ્યપ ! મારા તપ-તેજ વડે તારું શરીર ઉત્તપ્ત થઈ ગયું છે. હવે તું પિત્ત અને દાહજ્વરથી પીડિત થઈને છ મહિનામાં છબસ્થ અવસ્થામાં જ મૃત્યુ પામીશ.' ભગવાન મહાવીરે કહ્યું, “ગોશાલક ! હું છ મહિનામાં મૃત્યુ નહીં પામું. હું તો સોળ વર્ષ સુધી આ ધરતી ઉપર સુખેથી વિચરીશ. તું પોતે સાત દિવસમાં જ પિત્તજ્વરથી પીડિત થઈને મૃત્યુ પામીશ.” યારબાદ ભગવાને મુનિઓને કહ્યું, “હવે ગોશાલક નિસ્તેજ બની ગયો છે. હવે તેને ધાર્મિક ચર્ચા કરીને નિરુત્તર કરી શકશો.’ મુનિઓએ તેને અનેક પ્રશ્નો પૂછળ્યા, પરંતુ તે જવાબ આપી શક્યો નહીં. અનેક આજીવક શ્રમણ ભગવાનના સંઘમાં આવીને ભળી ગયા. ગોશાલક પીડિત તથા હતાશ થઈને હાલાહલા કુંભારણના ઘેર આવ્યો અને શરીરની બળતરા મટાડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવા લાગ્યો. પરંતુ શરીરની બળતરા મટી નહીં. તેનો શરીરદાહ વધતો જ ગયો. આખરે મહાવીરની ભવિષ્યવાણી મુજબ સાતમા દિવસે ગોશાલક મૃત્યધર્મ પામ્યો. અંત સમયે તેણે પોતાના આ કૃત્ય માટે અત્યંત પશ્ચાત્તાપ કર્યો, જેથી મૃત્યુ પામીને તે બારમા દેવલોકમાં દેવ બન્યો. દેવલોકથી ચ્યવન પામીને લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કરતો કરતો તે નિર્વાણ પ્રાપ્ત કરશે. સિંહ અણગારનું રુદન ભગવાને શ્રાવસ્તીથી વિહાર કર્યો અને ફરતા ફરતા મેંઢિયા ગામ પધાર્યા. ત્યાં ગોશાલક દ્વારા છોડવામાં આવેલી તેજલેશ્યાના પ્રભાવથી દાહજ્વર ઉત્પન્ન થયો. ભગવાનને લોહીના ઝાડા થયા જેથી તેમની કાયા દુર્બળ થઈ ગઈ. લોકોમાં એવી ચર્ચા ચાલી કે રખે ને ગોશાલકની ભવિષ્યવાણી સાચી ન પડે. કારણ કે તેમનું શરીર ક્ષીણ થઈ રહ્યું છે. સાલકોષ્ઠ ઉદ્યાનની પાસે માલુકા કચ્છમાં ધ્યાન કરી રહેલા તીર્થકરચરિત્ર | ૨૨૬ Page #245 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના શિષ્ય સિંહમુનિએ ઉપરોક્ત ચર્ચા સાંભળી તો તેમનું ધ્યાન ખંડિત થઈ ગયું. સિંહ અણગારને તેથી ખૂબ દુઃખ થયું અને દુઃખથી આક્રાંત થઈને જોરજોરથી રડવા લાગ્યા. ભગવાને સંતોને મોકલીને તેને બોલાવ્યો અને કહ્યું, સિંહ ! તું મારા વિષેની અનિષ્ટ કલ્પનાની ચિંતા કરીશ નહીં. હું હજી સાડા પંદર વર્ષ સુધી જીવવાનો છું.” સિંહ, “ભગવાન ! આપનું વચન સત્ય હો. અમે પણ એવું જ ઈચ્છીએ છીએ. પરંતુ દુઃખની વાત તો એ છે કે આપણું શરીર પ્રતિદિન ક્ષીણ થતું જાય છે. શું આ બીમારીને મિટાવવાનો કોઈ ઉપાય નથી ?' ભગવાને કહ્યું, “સિંહ ! અવશ્ય છે. તારી ઇચ્છા હોય તો તું આ જ મેંઢિયા ગામમાં રેવતી ગાથાપત્નીના ઘેર જા. તેના ઘેર કુમ્હડા તથા બિજોરા દ્વારા બનેલા બે પાક તૈયાર છે. તેમાંથી પ્રથમ જે મારે માટે બનેલું છે તેને છોડીને બીજા પાકને લઈ આવ જે અન્ય પ્રયોજન વશ બનાવેલ છે.” ભગવાનની આજ્ઞા મેળવીને પ્રસન્નચિત્તે સિહ મુનિ બીજોરા પાક લઈને તેમની પાસે આવ્યા. ભગવાને તે ઔષધિનું સેવન કર્યું અને પોતે તદ્દન નીરોગી બની ગયા. ભગવાન પૂર્વવત સ્વસ્થ થઈ ગયા. મેઢિય ગામથી વિહાર કરીને ભગવાન મિથિલા પધાર્યા. ત્યાં ચાતુર્માસ સંપન્ન કર્યો. મતભેદ થતાં જમાલિ ભગવાનથી અલગ પડી ગયો. ભગવાનની પુત્રી સાથ્વી પ્રિયદર્શના પણ પ્રથમ અલગ પડી. ત્યાર બાદ શ્રાવક ઢંક દ્વારા પ્રતિબોધ પામીને પુનઃ ભગવત્ ચરણોમાં પહોંચીને પોતાની સંયમ સાધનામાં લીન થઈ ગઈ. સર્વજ્ઞતાનું સોળમું વર્ષ મિથિલાનો પાવસ પ્રવાસ સંપન્ન કરીને ભગવાન શ્રાવસ્તી પધાર્યા. ત્યાં પાર્શ્વ પરંપરાના પ્રભાવશાળી આચાર્ય કેશીશ્રમણ પોતાના પાંચસો સાધુઓ સહિત શ્રાવસ્તી પધાર્યા. ગૌતમ સ્વામીની સાથે કેશીકુમાર શ્રમણનો દીર્ઘ વાર્તાલાપ ચાલ્યો. તેનું વિસ્તૃત વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રનાં ત્રેવીસમાં અધ્યયનમાં ઉપલબ્ધ છે. ગૌતમના વિચારોથી પ્રભાવિત થઈને કેશીકુમાર શ્રમણે પોતાના પાંચસો સાધુઓ સહિત ચાતુર્યામ ધર્મથી પાંચ મહાવ્રત ધર્મનો સ્વીકાર કર્યો અને મહાવીરના શ્રમણ સંઘમાં જોડાઈ ગયા. શ્રાવસ્તીથી અહિચ્છત્રા થઈને હસ્તિનાપુર પધાર્યા. ત્યાંનો રાજા શિવ પહેલાં સંન્યાસી પરંપરામાં દીક્ષિત થયો. તપસ્યા દ્વારા તેને વિભંગ અજ્ઞાન તથા અવધિ દર્શન પ્રાપ્ત થયું. તે દ્વારા સાત દ્વીપ-સમુદ્રને જોવા લાગ્યો તથા તેણે નિર્ણય જણાવ્યો કે સાત જ દ્વીપ સમુદ્ર છે. ગૌતમના પૂછવાથી ભગવાને કહ્યું, “સાત નહીં, અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે.” આ વાત જ્યારે શિવ પાસે પહોંચી ત્યારે તે શંકિત બની ઊઠ્યો. આ શંકાથી તે વિશેષ જ્ઞાનવિલુપ્ત બન્યો. શંકાનું ભગવાન શ્રી મહાવીર | ૨૨૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ સમાધાન મેળવવા માટે શિવ ભગવાન પાસે તે ગયો, ત્યાં તેણે જોયું અને પોતે દીક્ષિત થઈ ગયો. અંતે નિર્વાણ પામ્યો. આ વર્ષનો ચાતુર્માસ વાણિજ્ય ગ્રામમાં થયો. સર્વજ્ઞતાનું સત્તરમું વર્ષ આ વર્ષે ભગવાને રાજગૃહમાં ચાતુર્માસ પસાર કર્યો. ત્યાં અનેક મુનિઓએ વિપુલાચલ પર્વત ઉપર સંથારો કરીને સ્વર્ગ તથા નિર્વાણ પ્રાપ્ત કર્યા. સર્વજ્ઞતાનું અઢારમું વર્ષ રાજગૃહમાં ચાતુર્માસ સંપન્ન કરીને ભગવાન પૃષ્ઠ ચંપા પધાર્યા. ત્યાંના રાજા શાલ તથા તેના નાનાભાઈ યુવરાજ મહાશાલે પોતાના ભાણેજ ગાંગલીને રાજ્યભાર સોંપીને ભગવાન પાસે સંયમનો સ્વીકાર કર્યો. ચંપાથી ભગવાન દશાર્ણપુર પધાર્યા. ત્યાંના રાજા દશાર્ણભદ્ર સજીધજીને પ્રભુનાં દર્શન કરવા માટે નીકળ્યો. તેના મનમાં એવો અહંકાર હતો કે આટલી બધી ઋદ્ધિ-સિદ્ધિ સહિત ભાગ્યે જ કોઈ રાજા દર્શન કરવા માટે ગયો હશે ! ગગન માર્ગે આવી રહેલા ઈન્દ્રને આ અહંકારનો આભાસ થયો. તે પોતાની ઋદ્ધિ પ્રદર્શિત કરતો આવ્યો. દશાર્ણભદ્રનો અહંકાર એ જોઈને ઓગળી ગયો. રાજાએ તત્કાળ ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. ઈદ્રએ મુનિ દશાર્ણભદ્રને નમસ્કાર કર્યા. ભગવાને આ વર્ષે વાણિજ્ય ગ્રામમાં ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું ઓગણીસમું વર્ષ ચાતુર્માસ સંપન્ન કરીને ભગવાન સાકેત, શ્રાવસ્તી વગેરે નગરોમાં મુકામ કરતા કરતા કાંપિલ્યપુર પધાર્યા. ત્યાં સાતસો પરિવ્રાજકો સહિત અંબડ પરિવ્રાજક ભગવાનનો ઉપદેશ સાંભળીને શ્રાવક બન્યો. તે પરિવ્રાજક વેશમાં રહીને શ્રાવક આચારનું પાલન કરતો હતો. તેને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત હતી, તેથી તે અનેક રૂપ ધારણ કરીને પારણાં કરવા લોકોના ઘેર જતો. લોકોને ભારે કુતૂહલ પેદા થતું. આ વર્ષે ભગવાને વૈશાલીમાં ચાતુર્માસ ર્યો. સર્વજ્ઞતાનું વસમું વર્ષ પાવસ પ્રવાસ સંપન્ન કરીને પ્રભુ વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં પાર્શ્વ સંતાની ગાંગેય મુનિએ ભગવાનને વિવિધ પ્રશ્નો પૂછ્યા. પ્રશ્નોત્તર પછી તેમણે પ્રભુ પાસે પાંચ મહાવ્રત રૂપ દીક્ષા લીધી. આ વર્ષનો પાવસ પણ વૈશાલીમાં જ કર્યો. સર્વજ્ઞતાનું એકવીસમું વર્ષ વૈશાલીથી વિહાર કરીને ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં મદુક શ્રાવકે તીર્થકરચરિત્ર | ૨૨૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ કાલોદાયી વગેરે અન્યતીર્થંકોના પ્રશ્નોનું યુક્તિપૂર્વક સમાધાન કર્યું. ભગવાને મદુકના તત્ત્વજ્ઞાનની પ્રશંસા કરી. પ્રભુએ રાજગૃહમાં વર્ષાવાસ કર્યો. સર્વજ્ઞતાનું બાવીસમું વર્ષ આર્યજનપદમાં પરિવ્રજન કરી રહેલા ભગવાને નાલંદામાં પાવસ પ્રવાસ કર્યો. અન્યતીર્થિક કાલોદાયી, શૈલોદાયી વગેરેએ ભગવાન સાથે વિવિધ ચર્ચા કર્યા પછી મુનિ દીક્ષા સ્વીકારી. ગૌતમ સ્વામી સાથે ચર્ચા કર્યા પછી પાર્શ્વ પરંપરાના મુનિ ઉદક મહાવીરના ધર્મશાસનમાં જોડાઈ ગયા. સર્વજ્ઞતાનું ત્રેવીસમું વર્ષ - નાલંદાથી વિહાર કરીને પ્રભુ વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં પ્રભુના પ્રવચનથી પ્રભાવિત થઈને સુદર્શન શ્રેષ્ઠીએ સંયમ સ્વીકાર્યો. મુનિ સુદર્શને બાર વર્ષ ચારિત્રપર્યાય પાળીને નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ વર્ષે ભગવાને વૈશાલી નગરમાં ચાતુર્માસ વિતાવ્યો. સર્વજ્ઞતાનું ચોવીસમું વર્ષ વૈશાલીથી વિહાર કરીને ભગવાન કૌશલ દેશની પ્રસિદ્ધ નગરી સાકેતમાં પધાર્યા. ત્યાં રાજ કિરાતે ભગવાનનાં દર્શન કર્યા. તેમની દેશના સાંભળી અને વિરક્ત થઈને તે સાધુ બની ગયો. ત્યાંથી મથુરા, શૌર્યપુર, નિંદીપુર નગરોને પોતાની ચરણરજ વડે પાવન કરતા કરતા મિથિલા નગરી પધાર્યા અને ત્યાં જ ચાતુર્માસ સંપન્ન કર્યો. સર્વજ્ઞતાનું પચ્ચીસમું વર્ષ - મિથિલાથી ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં પાવસ પ્રવાસ કર્યો. ગણધર પ્રભાસે એક માસના અનશનમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. સર્વજ્ઞતાનું છવ્વીસમું વર્ષ આ વર્ષનો ચાતુર્માસ નાલંદામાં કર્યો. આ જ વર્ષે ગણધર અચલભ્રાતા તથા મેતાર્યએ સંથારો કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. સર્વજ્ઞતાનું સત્યાવીસમું વર્ષ આ વર્ષનો ચાતુર્માસ મિથિલામાં થયો. સર્વજ્ઞતાનું અઠ્યાવીસમું વર્ષ આ વર્ષનો ચાતુર્માસ પણ મિથિલામાં થયો. સર્વજ્ઞતાનું ઓગણત્રીસમું વર્ષ મિથિલાથી વિહાર કરીને ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં જ ભગવાન શ્રી મહાવીર | ૨૨૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસની સ્થાપના કરી. આ વર્ષે અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધરે અનશનપૂર્વક નિર્વાણ પ્રાપ્ત કર્યું. સર્વજ્ઞતાનું ત્રીસમું તથા અંતિમ વર્ષ ચાતુર્માસની સમાપ્તિ પછી પણ ભગવાન થોડોક સમય રાજગૃહમાં બિરાજ્યા. એ જ સમયે તેમના ગણધર અવ્યક્ત, મંડિત, મૌર્યપુત્ર તથા અકંપિતે એક-એક માસના અનશનમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. ભગવાન મહાવીરનો પાવામાં અંતિમ વર્ષાવાસ હતો, ત્યાં રાજ હસ્તિપાલની રજુક સભામાં ચાતુર્માસ માટે પધાર્યા. અનેક ભવ્ય જીવો ઉબોધિત થયા. રાજા પુણ્યપાલે ભગવાન પાસે સંયમનો સ્વીકાર કર્યો. અંતિમ પ્રવચન ભગવાન કેવલપર્યાયમાં ઓગણત્રીસ વર્ષ, છ મહિના, પંદર દિવસ સુધી સમગ્ર ભૂમંડલમાં વિચરતા રહ્યા. લાખો લોકોને ભગવાન પાસેથી માર્ગદર્શન મળ્યું, જીવનદર્શન મળ્યું. સમસ્ત આર્યજનપદમાં તેમણે એક હલચલ ઊભી કરી. અન્ય દર્શનો ઉપર પણ તેમના દ્વારા નિરૂપિત તત્ત્વની છાપ પડી, તેથી જ તો પશુબલિ તથા દાસપ્રથા ધીરે ધીરે તૂટવા લાગી. કોઈએ પ્રેમના નામે, કોઈએ કરુણાના નામે, કોઈએ દયાના નામે પોતપોતાના ઘર્મમાં અહિંસાને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. ખરેખર મહાવીરનું જીવન આલોકપુંજ હતું. તેમના આલોકમાં અનેક પ્રાણીઓએ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે પોતાનો અંતિમ વર્ષાવાસ લિચ્છવી તથા મલ્લિ ગણરાજ્યોના પ્રમુખોની વિશેષ વિનંતીથી પાવામાં વિતાવ્યો. શ્રદ્ધાળુઓને ખબર હતી કે ભગવાનનો આ અંતિમ વર્ષાવાસ છે તેથી દર્શન, સેવા તથા પ્રવચનનો લાભ દૂર દૂર રહેતા લોકોએ પણ ઊઠાવ્યો. આસો વદ તેરસની રાત્રે ભગવાને અંતિમ અનશન કરી લીધું. સેવામાં સમાગત અનેક શ્રદ્ધાળુઓ તથા ચતુર્વિધ સંઘને અનેક શીખામણો આપી. અંતિમ દિવસ-આસો વદ અમાવાસ્યાની સંધ્યાએ પ્રભુએ પોતાના મુખ્ય શિષ્ય ઈદ્રભૂતિ ગૌતમને વેદ-વિદ્વાન દેવશર્માને સમજાવવા માટે તેમના ઘેર મોકલ્યો. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞાથી ત્યાં ચાલ્યા ગયા તથા તેમની સાથે તાત્વિક ચર્ચા કરી. આસો વદ અમાવાસ્યાના દિવસે અંતિમ સમવસરણ રચાયું. તેમાં અનેક રાજાઓ તથા વિશાળ જનમેદની અંતિમ દેશના સાંભળવા ઉપસ્થિત થયાં હતાં. ભગવાને પ્રવચન શરૂ કર્યું. ભગવાનને છઠ્ઠનું તપ હતું. તેમણે પંચાવન અધ્યયન પુણ્યફલ વિપાક અને પંચાવન અધ્યયન પાપફલ વિપાક તીર્થકરચરિત્ર | ૨૩૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ સંબંધી જણાવ્યા. વચ્ચે વચ્ચે અનેક પ્રકારના પ્રશ્નોત્તર ચાલતા રહ્યા. ત્યારબાદ છત્રીસ અધ્યયન કહ્યા જે આજે ઉત્તરાધ્યયન તરીકે પ્રસિદ્ધ છે. ભગવાને સોળ પ્રહર સુધી દેશના આપી. તે દરમ્યાન પ્રશ્નોત્ત૨ અને ચર્ચા ચાલતાં રહ્યાં. ઈંદ્ર દ્વારા આયુષ્યવૃદ્ધિની પ્રાર્થના ભગવાનના મોક્ષગમનનો સમય અત્યંત નિકટ હતો. દેવો તથા માણસોની ભારે ભીડ હતી. શક્રએ વંદના કરીને પૂછ્યું, ‘ભંતે ! આપના જન્મકાળમાં જે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હતું તેની ઉપર અત્યારે ભસ્મગ્રહ સંક્રાત થનાર છે. જે જન્મનક્ષત્ર પર બે હજાર વર્ષ સુધી સંક્રાત રહેશે. આપ આપનો આયુષ્યકાળ થોડોક વધારી દો તો તે પ્રભાવી બની શકશે નહીં. ભગવાને કહ્યું, ઈંદ્ર ! આયુષ્યને ઘટાડવા-વધારવાની શક્તિ કોઈનામાં હોતી નથી. જ્યારે જે બનવાનું હોય છે તે બને જ છે. ગ્રહ તો માત્ર તેના સૂચક હોય છે.' આમ પ્રભુએ ઈંદ્રની શંકાનું સમાધાન કર્યું. નિર્વાણ છત્રીસ અધ્યયનોની પ્રરૂપણ કર્યા પછી ભગવાને સાડત્રીસમા પ્રધાન નામના અધ્યયનની શરૂઆત કરી. તેની દેશના આપતાં આપતાં પ્રભુ વચ્ચે જ પર્યંકાસનમાં સ્થિર થઈ ગયા. અર્ધરાત્રિના સમયે બાદરકાયયોગમાં સ્થિત રહીને બાદર મનોયોગ અને બાદર વચન યોગનો નિરોધ કર્યો, ત્યારબાદ સૂક્ષ્મકાયયોગમાં સ્થિત રહીને બાદ૨કાયયોગ તથા આનાપાનનો નિરોધ કર્યો અને ત્યારબાદ સૂક્ષ્મમન તથા સૂક્ષ્મવચન યોગને રોક્યા. શુક્લધ્યાનના ત્રીજા ચરણમાં સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતીને પામીને સૂક્ષ્મકાયયોગનો નિરોધ કર્યો. સંમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામના ચોથા ચરણમાં પહોંચીને અ ઇ ઉ ૠ લૂવગેરે હ્રસ્વાક્ષર ઉચ્ચારણો જેટલા સમય સુધી શૈલેષી અવસ્થાને પ્રાપ્ત કરી. ચાર અઘાતિ કર્મ વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્યનો ક્ષય કર્યો. સાથેસાથે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બન્યા અને પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. . પાછળથી પ્રભુનું એ શરીર નિઃસ્પંદ થઈને ચેતનહીન બની ગયું. ઉપસ્થિત શિષ્યસમુદાયે ભગવાનના વિરહને ગંભીર વાતાવરણમાં કાયોત્સર્ગ કરીને માધ્યસ્થ ભાવથી સહન કરવાનો પ્રયત્ન કર્યો. ચારે તરફ ભગવાનના નિર્વાણની વાત પહોંચી ગઈ. લોકો પોતપોતાના ઘેરથી નીકળીને આવવા લાગ્યા, પરંતુ અમાવાસ્યાની રાત્રિમાં લોકોને અંધારી ગલીઓ પસાર કરવામાં મુશ્કેલી પડતી હતી. એમ કહેવાય છે કે દેવોએ પ્રત્યેક વળાંક ઉપ૨ રત્નો વડે પ્રકાશ પાથર્યો હતો. પ્રભુના નિર્વાણસ્થળ ઉપર રત્નોનો ઝગમગાટ જામી ગયો. ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ પથરાઈ ગયો. ભગવાન શ્રી મહાવીર T ૨૩૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન ત્યાં ઉપસ્થિત લિચ્છવી, વજી તથા મલ્લી ગણરાજ્યના પ્રમુખોએ નિર્વાણ દિવસ દર વર્ષે ઉજવવાની ઘોષણા કરી. રત્નોનોના ઝગમગાટને બદલે દીવા સળગાવીને પ્રકાશ પાથરવાની વ્યવસ્થા કરવામાં આવી. ભગવાને આજના દિવસે પરમ સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી, તેથી આસો વદ અમાવાસ્યાને પ્રકાશનું પર્વ, સમૃદ્ધિનું પર્વ માનવામાં આવે છે. ચર્ચા કરી રહેલા ગૌતમ સ્વામીને જ્યારે પ્રભુના નિર્વાણની ખબર પડી ત્યારે તેઓ તત્કાળ પાછા ફર્યા. ભગવાનના નિઃસંદ શરીરને જોઈને તેઓ મોહાકુલ બન્યા અને મૂચ્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે શરૂઆતમાં તો તેમણે વિલાપ કર્યો, પરંતુ તત્કાળ ભગવાનની વીતરાગતા વિષે વિચાર કરવા લાગ્યા. ચિંતનના ઊંડાણમાં પહોંચીને પોતે રાગમુક્ત બની ગયા. ક્ષપક શ્રેણી લઈને તેમણે કેવલત્વ પ્રાપ્ત કર્યું. ભગવાનનું નિર્વાણ અને ગૌતમ સ્વામીની સર્વજ્ઞતા અમાવાસ્યાના દિવસે જ થયાં હતાં. તેથી આસોની અમાવાસ્યાનો દિવસ જૈનો માટે ઐતિહાસિક પર્વ બની રહ્યો. શરીરના સંસ્કાર દેવો, ઈદ્રો તથા હજારો લોકોએ ભેગા મળીને ભગવાનના શરીરના અગ્નિસંસ્કાર કર્યો. સુસજ્જ સુખપાલિકામાં પ્રભુના શરીરને અવસ્થિત કર્યું. નિર્ધારિત રાજમાર્ગ ઉપરથી પ્રભુના શરીરને લઈ જવામાં આવ્યું. પાવા નરેશ હસ્તિપાલ વિશેષ વ્યવસ્થામાં જોડાયા હતા. પોતાના પ્રાંગણમાં ભગવાનના નિર્વાણને કારણે અત્યધિક પ્રસન્ન પણ હતા. તો વિરહની વ્યથાથી ગંભીર પણ હતા. બહારથી પધારેલા અતિથિઓની સમુચિત વ્યવસ્થા તથા ભગવાનના અગ્નિસંસ્કારની સઘળી વ્યવસ્થાનું કેન્દ્ર રાજા હસ્તિપાલ જ હતા. દેવગણ પોતપોતાની વ્યવસ્થામાં હતો. અગ્નિસંસ્કાર પછી લોકો ભગવાનના ઉપદેશનું સ્મરણ કરતા કરતા પોતપોતાના ઘેર પાછા વળ્યા. ભગવાનનું નિર્વાણ થયું ત્યારે ચોથા આરાનાં ત્રણ વર્ષ, સાડા આઠ મહિના બાકી હતાં. તીર્થ વિષે પ્રશ્ન ગૌતમ સ્વામીએ એક વખત ભગવાનને પૂછ્યું હતું, “ભગવાન ! આપનું આ તીર્થ ક્યાં સુધી ટકી રહેશે?” ભગવાને કહ્યું હતું, “મારું આ તીર્થ એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે. અનેક અનેક સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તેમાં વિશેષ સાધના કરીને આત્મકલ્યાણ પામશે, એકાભવતારી બનશે.” ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે પાંચમા આરાના અંતમાં દુપ્રસહ નામના સાધુ, ફલ્ગશ્રી નામની સાધ્વી, નાગિલ નામનો શ્રાવક તથા સત્યશ્રી નામની તીર્થકરચરિત્ર | ૨૩૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકા રહેશે. અંતિમ દિવસે અનશન કરીને આ ચારેય સ્વર્ગસ્થ બનશે. એ જ આ અવસર્પિણીના અંતિમ એકાભવતારી ગણાશે. મહાવીરનો અપ્રતિમ પ્રભાવ ભગવાન મહાવી૨નું વિહારક્ષેત્ર આમ તો મર્યાદિત હતું. મોટે ભાગે અંગ, મગધ, કાશી, કૌશલ, સાવત્ની, વત્સ વગેરે જનપદોમાં તેઓ વિચરતા રહ્યા હતા. ભગવાનનો સૌથી લાંબો વિહાર સિંધુ-સૌવીર દેશમાં થયો. ભગવાન મહાવીરના સમયે અનેક ધર્મપ્રવર્તકો વિદ્યમાન હતા. સાધના, જ્ઞાન, તથા લબ્ધિઓના માધ્યમ વડે પોતપોતાનો પ્રભાવ પાડી રહ્યા હતા. ભગવાન મહાવીર સિવાય અન્ય છ આચાર્યો પણ તીર્થંકર કહેવાતા હતા. તેઓ પોતાને સર્વજ્ઞ ગણાવતા હતા. છતાં ભગવાન મહાવીરનો પ્રભાવ અપ્રતિમ હતો. વૈશાલી રાજ્યના ગણપતિ ચેટક, મગધસમ્રાટ શ્રેણિક, અંગસમ્રાટ કોણિક, સિંધુનરેશ ઉદાઈ, ઉજ્જયીની નરેશ ચંદ્રપ્રદ્યોતન, વગેરે અનેક ગણનાયક સમ્રાટો, લિચ્છવી તથા વજ્જ ગણરાજ્યના પ્રમુખ ભગવાનના ચરણસેવી ઉપાસક હતા. આનંદ, કામદેવ, શકડાલ અને મહાશતક જેવા મુખ્ય ધનાઢ્ય, સમાજસેવી, ધનજી જેવા ચતુરવેપારી તથા શાલીભદ્ર જેવા મહાન ધનાઢ્ય અને વિલાસી લોકો પણ આગાર તથા અણગાર ધર્મના અભ્યાસી બન્યા હતા. આર્યજનપદમાં ભગવાનનો સર્વાંગીણ પ્રભાવ હતો. તેમણે સામાજિક બૂરાઈઓને ખતમ કરીને નવાં સામાજિક મૂલ્યોની પ્રતિષ્ઠા કરી હતી. મહાવીરના મુખ્ય સિદ્ધાત ભગવાન મહાવીરે સર્વજ્ઞ હોવા છતાં તત્કાલીન રૂઢિગત કલ્પનાઓ ઉપ૨ પ્રબળ પ્રહાર કર્યાં. તેમણે પ્રચલિત મિથ્યા માન્યતાઓનું સમૂળું નિરસન કર્યું. તેમના મુખ્ય સિદ્ધાંત નીચે પ્રમાણે છે : જાતિવાદનો વિરોધ સ્વયં અભિજાત કુળના હોવા છતાં તેમણે જાતિવાદને અતાત્ત્વિક ગણાવ્યો. તેમનો ઉદ્ઘોષ સ્પષ્ટ હતો કે મનુષ્ય જન્મથી ઊંચ કે નીચ નથી હોતો. માત્ર કર્મ જ વ્યક્તિના ઉચ્ચ કે નીચ હોવાના માપદંડ છે. તેમણે પોતાના તીર્થમાં શુદ્રોને પણ સામેલ કર્યા. લોકોને તે સહેજ અટપટું તો લાગ્યું, પરંતુ ભગવાને સ્પષ્ટ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને જન્મને કારણે નીચ માનવી તે હિંસા છે. ભગવાનની આ ક્રાંતિકારી વાતથી લાખો પીડિત, દલિત, શુદ્ર લોકોમાં આશાનો સંચાર થયો. ભગવાનના સમવસરણમાં સૌકોઈ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સંમિલ્લિત થઈને પ્રવચન સાંભળી શકતા હતા. ભગવાન શ્રી મહાવીર D ૨૩૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ ઘમ્મો સુદ્ધસ્ટ ચિઠ્ઠાઈ ભગવાનને પૂછવામાં આવ્યું, “આપના દ્વારા પ્રતિપાદિત ધર્મને કોણ ગ્રહણ કરી શકે છે ?' ઉત્તર આપતાં પ્રભુએ કહ્યું, “મારા દ્વારા નિરૂપિત શાશ્વત ઘર્મને પ્રત્યેક વ્યક્તિ સ્વીકારી શકે છે. તેમાં કોઈ બંધન નથી. જાતિ, વર્ગ કે ચિહ્ન ધર્મ માટે અમાન્ય છે. શાશ્વત ધર્મ પોતાનામાં ઉતારવા માટે સ્બયની શુદ્ધતા જરૂરી છે. અશુદ્ધ બ્દયમાં ઘર્મ ટકી શક્તો નથી. ઘર્મના સ્થાયિત્વ માટે પવિત્રતા અનિવાર્ય છે. પશુબલિનો વિરોધ યજ્ઞના નામે થતા હિંસાકાંડોની વિરુદ્ધ પણ મહાવીરે અવાજ ઊઠાવ્યો. નિરીહ મૂક પશુઓનો બલિ આપીને ધર્મ કમાવવાની પ્રચલિત માન્યતાને તેમણે મિથ્યા કહી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે હિંસા પાપ છે. તે દ્વારા ધર્મ કરવાની વાત લોહીથી ખરડાયેલાં વસ્ત્રો લોહી વડે સાફ કરવા જેવી વાત છે. હિંસાથી દૂર રહીને જ ધર્મ પામી શકાય છે. સ્ત્રીનો સમાન અધિકાર ભગવાન મહાવીરે માતૃજતિને આત્મવિકાસનાં તમામ સૂત્રો પ્રદાન કર્યા. તેમની દૃષ્ટિએ સ્ત્રી, પુરુષ માત્ર શરીરનાં ચિહ્નો વડે જ હોય છે. આત્મા કેવળ આત્મા હોય છે. સ્ત્રી કે પુરુષના માત્ર લીંગને કારણે કોઈ તફાવત પડતો નથી. જ્યાં સુધી માત્ર આત્મવિકાસની વાત છે ત્યાં સુધી સ્ત્રી અને પુરુષ સમકક્ષ જ છે. માતૃશક્તિને ધર્મથી વંચિત કરવી તે બહુમોટો અપરાધ છે, ધાર્મિક અંતરાય છે. લોકભાષામાં પ્રતિબોધ ભગવાન મહાવીરે હંમેશાં પોતાનું પ્રવચન લોકભાષામાં આપ્યું હતું. મગધ અને તેની આસપાસના લોકો અર્ધમાગધી ભાષાનો પ્રયોગ કરતા હતા. ભગવાને પણ પોતાનું પ્રવચન અર્ધમાગધી ભાષામાં જ આપ્યું. સામાન્ય લોકોની ભાષા બોલીને તેઓ લોકોના બની ગયા. જૈનોનાં મૂળ આગમ આજે પણ અર્ધમાગધી ભાષામાં જ ઉપલબ્ધ છે. દાસપ્રથાનો વિરોધ ભગવાન મહાવીરે વ્યક્તિની સ્વતંત્રતાને વિશેષ મહત્ત્વ આપ્યું. તેમણે દાસ પ્રથાને ધર્મવિરુદ્ધ ગણાવી. કોઈ વ્યક્તિને દાસ તરીકે ખરીદવી, તેને પોતાનો ગુલામ બનાવી રાખવી તે હિંસા છે. પ્રત્યેક વ્યક્તિની સ્વતંત્રતા એ સ્વસ્થ સમાજનું લક્ષણ છે. કોઈને દબાવી રાખવું તે તેની સાથે અન્યાય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે મારા સંઘમાં સૌકોઈ સમાન હશે. કોઈ દાસ નથી, તીર્થકરચરિત્ર | ૨૩૪ Page #253 -------------------------------------------------------------------------- ________________ એકબીજાનાં કાર્યો એકબીજાની પરિચર્યા નિર્જરાભાવથી જ કરવામાં આવશે, દબાણથી નહીં. દાસપ્રથા સામૂહિક જીવનનું કલંક છે. અપરિગ્રહ અપરિગ્રહનો ઉપદેશ ભગવાન મહાવીરની મહાન ભેટ છે. તેમણે અર્થ (ધન)ના સંગ્રહને અનર્થનું મૂળ ગણાવ્યું. ઘાર્મિક પ્રગતિમાં અર્થ બાધક છે. એમ કહીને મુનિચર્યામાં તેનો સર્વથા ત્યાગ અનિવાર્ય ગણાવ્યો. શ્રાવક ધર્મમાં તેના ઉપર નિયંત્રણ કરવાનું આવશ્યક ગણાવ્યું. ભગવાન મહાવીરના જેટલા શ્રાવક થયા તેમની પાસે તે સમયે જેટલો પરિગ્રહ હતો તેનાથી વિશેષ પરિગ્રહનો તેમણે ત્યાગ કરી દીધો હતો. વર્તમાન પરિગ્રહથી અધિક પરિગ્રહનો સંગ્રહ કોઈ શ્રાવકે કર્યો નહોતો. દરવર્ષે એટલું જ કમાતા હતા, જેટલો ખર્ચ થતો હતો. બાકીનું વિસર્જન કરીને વર્ષને અંતે પરિગ્રહનું પરિમાણ બરાબર કરી લેતા હતા. તેમનો ઉપદેશ હતો કે સંગ્રહ સમસ્યાઓને જન્મ આપે છે. ધાર્મિક વ્યક્તિ જેટલી પરિગ્રહથી હળવી બને છે, એટલી જ અધિક અધ્યાત્મમાં પ્રગતિ કરી શકે છે. અનેકાન્ત અહિંસા વિષે ભગવાન મહાવીરનો સૂક્ષ્મત્તમ દૃષ્ટિકોણ સમગ્ર વિશ્વ સ્વીકારે છે. તેમની દષ્ટિએ શારીરિક હિંસા સિવાયની વાચિક તથા માનસિક કટુતા પણ હિંસા છે. સૂક્ષ્મત્તમ અહિંસાના દષ્ટિકોણને સાધનાનો વિષય બનાવવો એ અન્ય દાર્શનિકો માટે વિસ્મયનો વિષય હતો. વૈચારિક અહિંસાને વિકસિત કરવા માટે તેમણે સ્યાદ્વાદ (અનેકાન્ત)નું પ્રતિપાદન કર્યું. તેમનો મત હતો કે પ્રત્યેક વસ્તુને એકાંગી રીતે પકડવી એ જ આગ્રહ છે, સત્યનો વિપર્યા છે, અનંતધર્મા વસ્તુનો એક જ ધર્મ સ્વીકારવો અને બાકીના ધર્મોનો નકાર કરવો તે અપૂર્ણતા છે. પ્રત્યેક વસ્તુનું અપેક્ષાથી વિવેચન કરવું એ જ યથાર્થને પામવું છે. જેવી રીતે ઘડાને ઘડા તરીકે ઓળખવો તે તેના અસ્તિત્વનો બોધ છે. ઘડાને પટના રૂપમાં નકારવો તે નાસ્તિકનો બોધ છે. એક જ ઘડાના અસ્તિત્વ અને નાસ્તિત્વ એવા બે વિરોધી ધર્મોનો સમાવેશ કરવો એનું જ નામ સ્યાદ્વાદ છે. આમ પ્રત્યેક વસ્તુ પોતપોતાની સ્થિતિમાં અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે અનેક ધર્મોવાળી હોય છે. સ્યાદ્વાદને માની લીધા પછી એકાંતિક આગ્રહ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. વૈચારિક વિગ્રહને પછી કોઈ અવકાશ જ મળતો નથી. મહાવીરનું આયુષ્ય તથા ચાતુર્માસ ભગવાન મહાવીરનું સમગ્ર આયુષ્ય બોંતેર વર્ષનું હતું. તેમાં ત્રીસ વર્ષ ભગવાન શ્રી મહાવીર | ૨૩૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ ગૃહવાસ, બાર વર્ષ તથા તેર પખવાડિયાં છvસ્થ અવસ્થા, તેર પખવાડ્યિાં કમ તીસ વર્ષ કેવલપર્યાયમાં વીતાવ્યાં. જન્મ - ઈ.સ. પૂર્વ પ૯૯ વિક્રમ પૂર્વ ૫૪૨ દીક્ષા - ઈ.સ. પૂર્વ પ૬૯ વિક્રમ પૂર્વ ૫૧૨ કેવલજ્ઞાન - ઈ.સ. પૂર્વ ૫૫૭ વિક્રમ પૂર્વ ૫૦૦ નિરવાણ - ઈ.સ. પૂર્વ પર વિક્રમ પૂર્વ ૪૭૦ ભગવાને છદ્મસ્થ તથા કેવલી પર્યાયમાં કુલ બેંતાળીસ ચાતુર્માસ કર્યા. ભગવાને સર્વાધિક ચૌદ ચાતુર્માસ રાજગૃહ તથા તેના ઉપનગર નાલંદામાં કર્યા. પ્રભુનો પરિવાર૦ગણધર ૦ કેવલજ્ઞાની - ૭૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની - ૫૦૦ ૦ અવધિજ્ઞાની - ૧૩૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી ૭૦૦ ૦ ચતુર્દશ પૂર્વી ૩૦૦ ૦ચર્ચાવાદી ૪૦૦ ૦ સાધુ ૧૪,૦૦૦ ૦ સાધ્વી - ૩૬,000 ૦શ્રાવક - ૧,૫૯,૦૦૦ ૦શ્રાવિકા - ૩,૧૮,૦૦૦ એક ઝલક૦ માતા - ત્રિશલા ૦પિતા - સિદ્ધાર્થ ૦નગરી - ક્ષત્રિયકુંડ ૦વંશ - ઇક્વાકુ ૦ ગોત્ર - કાશ્યપ ૦ચિહ્ન - સુવર્ણ - સિંહ ૦વર્ણ તીર્થકરચરિત્ર | ૨૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૦ શરીરની ઊંચાઈ ૦યક્ષ ૦ યક્ષિણી ૦ કુમારકાળ ૦ રાજ્યકાળ છબકાળ ૦ કુલ દીક્ષાપર્યાય ૦ આયુષ્ય પંચ કલ્યાણક - ૭ હાથ - માતંગ - સિદ્ધાયિકા - ૩૦ વર્ષ - નહીં - ૧૨ વર્ષ, માસ, ૧૫ દિવસ - ૪૨ વર્ષ - ૭૨ વર્ષ તિથિ ૦ચ્યવન અષાઢ સુદ 9 ૦જન્મ ચૈત્ર સુદ ૧૩ ૦ દીક્ષા કારતક વદ ૧૦ ૦ કેવળજ્ઞાન વૈશાખ સુદ ૧૦ સ્થાન નક્ષત્ર પ્રાણત ઉત્તરા ફાલ્ગની ક્ષત્રિય કુંડ ઉત્તરાષાઢા ક્ષત્રિય કુંડ ઉત્તરાષાઢા જંભિય ગામની ઉત્તરા ફાલ્ગની બહાર ઋજુબાલુકા નદીના તટ ઉપર પાવાપુરી સ્વાતિ ૦નિર્વાણ આસો વદ ૧૫ ભગવાન શ્રી મહાવીર | ૨૩૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ પોટ્ટિલ પરિશિષ્ટ-૧ જંબૂદ્વીપના ભરતક્ષેત્રની ત્રણ ચોવીસી ભૂતકાળ વર્તમાન ભવિષ્ય કેવળજ્ઞાની ઋષભદેવ પદ્મનાભ નિર્વાણી અજિત સૂરદેવ સાગર સંભવ સુપાર્શ્વ મહાયશ અભિનંદન સ્વયંપ્રભ ૫. વિમલ સુમતિ સર્વાનુભૂતિ ૬. સર્વાનુભૂતિ પદ્મપ્રભ દેવશ્રુત ૭. શ્રીધર સુપાર્શ્વ ઉદયપ્રભ ૮. દત્ત ચન્દ્રપ્રભ પેઢાલ ૯. દામોદર સુવિધિ ૧૦. સુતેજ શીતલ શતકીર્તિ ૧૧. સ્વામીનાથ શ્રેયાંસ સુવ્રત ૧૨. મુનિસુવ્રત વાસુપૂજ્ય અમમ ૧૩. સુમતિ વિમલ નિષ્કષાય ૧૪. શિવગતિ અનંત નિષ્ણુલાક ૧૫. અત્યાગ ધર્મ નિર્મમ ૧૬. નમીશ્વર શાંતિ ચિત્રગુપ્ત ૧૭. અનિલ સમાધિ ૧૮. યશોધર અર સંવર ૧૯. કૃતાર્થ મલ્લિ યશોધર ૨૦. જિનેશ્વર મુનિસુવ્રત વિજય ૨૧. શુદ્ધમતિ નમિ મલ્લ ૨૨. શિવંકર અરિષ્ટનેમિ દેવજિન ૨૩. ચન્દન પાર્થ અનંતવીર્ય ૨૪. સમ્મતિ મહાવીર ભદ્રંકર (ભદ્રકૃત) આ નામોમાં કેટલેક સ્થળે પાઠતર છે તથા ક્રમમાં પણ તફાવત જોવા મળે છે. તીર્થકરચરિત્ર | ૨૩૮ Page #257 -------------------------------------------------------------------------- ________________ - ઋષભદેવ જે ૩. અજિતનાથ સંભવનાથ અભિનન્દન ૫. સુમતિનાથ પદ્મપ્રભ ૭. સુપાર્શ્વનાથ ૮. ચન્દ્રપ્રભ ૯. સુવિધિનાથ ૧૦. શીતલનાથ ૧૧. શ્રેયાંસનાથ પરિશિષ્ટ-૨ બે તીર્થકર વચ્ચેની સમય-અવધિ ત્રીજા આરાનો નયાસી પક્ષ એટલે કે ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના પચાસ લાખ કરોડ સાગર તીસ લાખ કરોડ સાગર દસ લાખ કરોડ સાગર નવ લાખ કરોડ સાગર નેવું હજાર કરોડ સાગર નવ હજાર કરોડ સાગર, નવસો કરોડ સાગર નેવુ કરોડ સાગર નવ કરોડ સાગર છાસઠ લાખ છવ્વીસ હજાર એકસો સાગર કમ એક કરોડ સાગર ચોપ્પન સાગર ત્રીસ સાગર નવ સાગર ચાર સાગર પૌન પલ્યોપમ કમ ત્રણ સાગર અર્ધપત્ય એક હજાર કરોડ વર્ષ કમ પાવ પલ્ય એક હજાર કરોડ વર્ષ ચોપ્પન લાખ વર્ષ છ લાખ વર્ષ પાંચ લાખ વર્ષ ત્યાસી હજાર સાતસો પચાસ વર્ષ બસો પચાસ વર્ષ ૧૨. વાસુપૂજ્ય ૧૩. વિમલનાથ ૧૪. અનન્તનાથ ૧૫. ઘર્મનાથ ૧૬. શાન્તિનાથ ૧૭. કુંથુનાથ ૧૮. અરનાથ ૧૯. મલ્લિનાથ ૨૦. મુનિસુવ્રત ૨૧. નમિનાથ ૨૨. અરિષ્ટનેમિ ૨૩. પાર્શ્વનાથ ૨૪. મહાવીર પરિશિષ્ટ | ૨૩૯ Page #258 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ઋષભદેવ અજિત ૩. સંભવ અભિનંદન ૫. સુમતિ ૬. પદ્મપ્રભ ૭. સુપાર્શ્વ ૮. ચન્દ્રપ્રભા ૯. સુવિધિ ૧૦. શીતલ ૧૧. શ્રેયાંસ ૧૨. વાસુપૂજ્ય ૧૩. વિમલ ૧૪. અનંત ૧૫. ધર્મ ૧૬. શાંતિ ૧૭. કુંથુ ૧૮. અર પરિશિષ્ટ-૩ તીર્થકરોની પ્રથમ દેશનાનો વિષય પ્રથમ દેશનાનો વિષય યતિ ધર્મ અને શ્રાવક ધર્મ ધર્મધ્યાનના ચાર પ્રકાર અનિત્ય ભાવના અશરણ ભાવના એકત્વ ભાવના સંસાર ભાવના અન્યત્વ ભાવના અશુચિ ભાવના આશ્રવ ભાવના સંવર ભાવના નિરા ભાવના ધર્મ ભાવના બોધિ દુર્લભ ભાવના લોકભાવના અને નવ તત્ત્વોનાં સ્વરૂપ મોક્ષનો ઉપાય અને કષાયનાં સ્વરૂપ ઈદ્રિય વિજય મનશુદ્ધિ રાગ-દ્વેષ અને મોહ પર વિજય સામાયિક યતિધર્મ અને શ્રાવક ઘર્મ શ્રાવક ક્રિયા ચાર મહાવિગઇ, રાત્રી ભોજન તથા અભક્ષ્યનો ત્યાગ બારવ્રતોનું નિરૂપણ યતિ ધર્મ અને શ્રાવક ઘર્મ ૧૯. મલ્લિ ૨૦. મુનિસુવ્રત ૨૧. નમિ ૨૨. અરિષ્ટનેમિ ૨૩. પાર્થ ૨૪. મહાવીર તીર્થકરચરિત્ર | ૨૪૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ અવસર્પિણીકાળના ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ તથા તેમનો સમય ચક્રવર્તી તીર્થકરકાળ ભરત પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયમાં સગર દ્વિતીય તીર્થંકર અજિતનાથના સમયમાં મઘવા પંદરમા તીર્થંકર ધર્મનાથજી અને સોળમા તીર્થંકર શાન્તિનાથજી વચ્ચેના સમયની અવધિ દરમ્યાન સનકુમાર પંદરમા તીર્થંકર ઘર્મનાથજી અને સોળમા તીર્થંકર શાન્તિનાથજી વચ્ચેના સમયની અવધિ દરમ્યાન ૫. શાન્તિનાથ સોળમા તીર્થંકર કુન્યનાથ સત્તરમા તીર્થંકર અરનાથ અઢારમા તીર્થંકર સુભૂમ અઢારમા તીર્થંકર, સાતમા ચક્રવર્તી અરનાથ અને ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથની વચ્ચેના સમયની અવધિ દરમ્યાન ૯. પદ્મ વીસમા તીર્થંકર મુનિસુવ્રતના સમયમાં ૧૦. હરિષેણ. એકવીસમા તીર્થંકર નેમિનાથના સમયમાં ૧૧. જયસેન નમિનાથ અને અરિષ્ટનેમિના સમય વચ્ચેની અવધિ દરમ્યાન ૧૨. બ્રહ્મદત્ત અરિષ્ટનેમિ અને પાર્શ્વનાથના સમય વચ્ચેની અવધિ દરમ્યાન બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ બલદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ તીર્થંકર કાળ ૧. વિજય ત્રિપૃષ્ઠ અશ્વગ્રીવ ભ. શ્રેયાંસનાથના તીર્થકાળમાં ૨. અચલ દ્વિપૃષ્ઠ તારક ભ. વાસુપૂજ્યના તીર્થકાળમાં સ્વયમ્ભ ભ. વિમલનાથના તીર્થંકાળમાં ૪. સુપ્રભ પુરુષોત્તમ મધુકૈટભ ભ. અનન્તનાથના તીર્થકાળમાં ૫. સુદર્શન પુરુષસિંહ નિશુમ્ભ ભ. ધર્મનાથના તીર્થકાળમાં ૩. સુધર્મ મેરક પરિશિષ્ટ ૨૪૧ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૬. નન્દી પુરુષપુરીક બલિ ૭. નદિમિત્ર દત્ત પ્રફ્લાદ ૮. રામ નારાયણ(લક્ષ્મણ) રાવણ ભ. અરનાથ અને મલ્લિનાથની વચ્ચેના સમયની અવધિ દરમ્યાન ભ. અરનાથ અને મલ્લિનાથની વચ્ચેના સમયની અવધિ દરમ્યાન ભ. મુનિસુવ્રત અને ભ. નમિનાથના સમય વચ્ચેની અવધિ દરમ્યાન ભ. નેમિનાથના શાસનકાળમાં જરાસંઘ ૯. પદ્મ (બલભદ્ર, કૃષ્ણ બલરામ) પરિશિષ્ટ-૫ કયા મહિને, કયા તીર્થકરનાં કયાં કલ્યાણક મારવાડી તિથિ પ્રમાણે ]. ચેન્ન ચંદ્રપ્રભ, પાર્શ્વ ઋષભ, મહાવીર ઋષભ સુમતિ, પદ્મપ્રભ, કુંથુ, પાર્થ અજિત, સંભવ, સુમતિ, અનન્ત ચ્યવન કલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક વૈશાખ ચ્યવનકલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક અજિત, અભિનન્દન, શીતલ, વિમલ, ધર્મ સુમતિ, અનન્ત, કુંથુ સુમતિ, અનન્ત, કુંથુ અનન્ત, મહાવીર અભિનંદન, શીતલ, કુંથુ, નમિ જેઠ અવનકલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા લ્યાણક શ્રેયાંસ, વાસુપૂજ્ય સુપાર્શ્વ, શાંતિ, મુનિસુવ્રત સુપાર્શ્વ, શાંતિ તીર્થકરચરિત્ર ૨૪ર Page #261 -------------------------------------------------------------------------- ________________ ક્વળજ્ઞાનલ્યાણક નિર્વાણ કલ્યાણક અષાઢ ઘર્મ, શાંતિ, મુનિસુવ્રત ચ્યવન કલ્યાણક ઋષભ, મહાવીર નમિ જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક વાસુપૂજ્ય, વિમલ, અરિષ્ટનેમિ શ્રાવણ સુમતિ, અનન્ત, કુંથુ, મુનિસુવ્રત નમિ, અરિષ્ટનેમિ અરિષ્ટનેમિ શ્રેયાંસ, પાર્થ સુપાર્શ્વ, શાંતિ | ચ્યવન કલ્યાણક જન્મકલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક ભાદરવો ચ્યવન કલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણ ક કેવલજ્ઞાન લ્યાણક નિર્વાણ કલ્યાણક આસો ચ્યવન કલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક કારતક ચ્યવન કલ્યાણક | ચંદ્રપ્રભ, સુવિધિ નમિ અરિષ્ટનેમિ અરિષ્ટનેમિ પદ્મપ્રભ જન્મકલ્યાણક પરિશિષ્ટ I ૨૪૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક માગશર અવનકલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક પોષ ચ્યવન કલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક મહા અવનકલ્યાણક જન્મકલ્યાણક દીક્ષા કલ્યાણક વળજ્ઞાન કલ્યાણક નિર્વાણ કલ્યાણક ફાગણ અવનકલ્યાણક જન્મકલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણકલ્યાણક પદ્મપ્રભ સંભવ, સુવિધિ, અર મહાવીર સંભવ, સુવિધિ, અર, મલ્લિ સંભવ, સુવિધિ, અર, મલ્લિ, મહાવીર મલ્લિ, નમિ પદ્મપ્રભ, અર ચંદ્રપ્રભ,પાર્શ્વ ચંદ્રપ્રભ, પાર્શ્વ અજિત, અભિનંદન, શીતલ, વિમલ, ધર્મ, શાંતિ પદ્મપ્રભ અજિત, અભિનંદન, શીતલ, વિમલ, ધર્મ અજિત, અભિનંદન, શીતલ, વિમલ, ધર્મ શ્રેયાંસ, વાસુપૂજ્ય ૠષભ સંભવ, સુવિધિ, અર, મલ્લિ શ્રેયાંસ, વાસુપૂજ્ય શ્રેયાંસ, વાસુપૂજ્ય, મુનિ સુવ્રત ૠષભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, મુનિસુવ્રત સુપાર્શ્વ, મલ્લિ તીર્થંકરચરિત્ર C ૨૪૪ Page #263 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૬ આગામી ચોવીસીના તીર્થંકર પરિચય ૧. તીર્થંકર કોણ બનશે અત્યારે ક્યાં છ પદ્મનાભ રાજશ્રેણિક પ્રથમ નરક ૨. સૂરદેવ શ્રાવકસુપાર્શ્વ ત્રીજો દેવલોક સુપાર્શ્વ કોણિક પુત્ર ઉદાઈ ત્રીજે દેવલોક સ્વયંપ્રભ શ્રાવક પોટિલ ચોથો દેવલોક સર્વાનુભૂતિ શ્રાવક દ્રઢાયુ બીજે દેવલોક દેવશ્રુત શેઠ કાર્તિક પ્રથમ દેવલોક ૭. ઉદયપ્રભ શ્રાવક શંખ બારમો દેવલોક ૮. પેઢાલ મુનિ આનંદ પ્રથમ દેવલોક પોટ્ટિલ સુનંદ પાંચમો દેવલોક ૧૦. શતકીર્તિ શ્રાવક શતક ત્રીજે નરક ૧૧. સુવ્રત દેવકી આઠમો દેવલોક ૧૨. અમમ વાસુદેવ શ્રીકૃષ્ણ ત્રીજો નરક ૧૩. નિષ્કષાય સત્યની મહાદેવ પાંચમો દેવલોક ૧૪. નિષ્ણુલાક બલભદ્ર છઠો દેવલોક ૧૫. નિર્મમ શ્રાવિકા સુલસા પાંચમો દેવલોક ૧૬. ચિત્રગુપ્ત રોહિણી બીજે દેવલોક ૧૭. સમાધિ શ્રાવિકા રેવતી બારમો દેવલોક ૧૮. સંવર સુતાલી બારમો દેવલોક ૧૯. યશોધર ઋષિ છૂપાયન અગ્નિકુમારદેવ ૨૦. વિજય કર્ણ બારમો દેવલોક ૨૧. મલ્લ આઠમા નારદ પાંચમો દેવલોક ૨૨. દેવજિન પરિવ્રાજકમંબડ બારમો દેવાં છે ૨૩. અનંતવીર્ય અમરકુમાર નવમો ગ્રંવેયઃ ૨૪. ભદ્રંકર સ્વાતિબુદ્ધ સર્વાર્થસિદ્ધ પ્રથમ દેવલોકના ઈદ્રનું આયુષ્ય બે સાગરોપમ છે અને તેમની વચ્ચે અંતર થોડું છે. આ કારણે કાર્તિક શ્રેષ્ઠીનો જે જીવ પ્રથમ દેવલોકના ઈદ્ર છે, ત્યાં તે સમજવો નહિ જોઈએ. આ કાર્તિક શ્રેષ્ઠી કોઈ બીજ જ છે. અન્ય પણ અનેક ભાવિ તીર્થંકરોના વર્તમાન જન્મકાળ તથા તીર્થંકર થવાના સમયમાં તફાવત છે. પરિશિષ્ટ ૨૪૫ Page #264 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ૧. સીમંધર ૨. યુગમંદિર ૩. બાહુ ૪. સુબાહુ ૫. સુજાત ૬. સ્વયંપ્રભ ૧૨. ચન્દ્રાનન ૧૩. ચન્દ્રબાહુ ૧૪. ઈશ્વર ૧૫. ભુજંગ ૧૬. નેમપ્રભ ૧૭. વીરસેન દ્વીપ ૧૮. મહાભદ્ર ૧૯. દેવસેન ૨૦. અજિતવીર્ય જંબૂ જંબૂ જંબૂ જંબૂ પરિશિષ્ટ-૭ વીસ વિહરમાન તીર્થંકર ક્ષેત્ર પૂર્વ મહાવિદેહ પશ્ચિમ મહાવિદેહ ઘાતકીખંડ પૂર્વ મહાવિદેહ ઘાતકીખંડ પૂર્વ મહાવિદેહ ઘાતકીખંડ પૂર્વ મહાવિદેહ ૭. ૠષભાનન ૮. અનન્તવીર્ય ઘાતકીખંડ પૂર્વ મહાવિદેહ ૯. સરપ્રભ ઘાતકીખંડ પશ્ચિમ મહાવિદેહ ૧૦. વિશાલધર ઘાતકીખંડ પશ્ચિમ મહાવિદેહ ૧૧. વજ્રધર ઘાતકીખંડ પશ્ચિમ મહાવિદેહ ઘાતકીખંડ પશ્ચિમ મહાવિદેહ અર્ધપુષ્કર પૂર્વ મહાવિદેહ અર્ધપુષ્કર પૂર્વ મહાવિદેહ અર્ધપુષ્કર પૂર્વ મહાવિદેહ અર્ધપુષ્કર પૂર્વ મહાવિદેહ પૂર્વ મહાવિદેહ પશ્ચિમ મહાવિદેહ અર્ધપુષ્કર પશ્ચિમ મહાવિદેહ અર્ધપુષ્કર પશ્ચિમ મહાવિદેહ અર્ધપુષ્કર પશ્ચિમ મહાવિદેહ અર્ધપુષ્કર પશ્ચિમ મહાવિદેહ તીર્થંકરચરિત્ર - I ૨૪૬ વિજય નગરી પુષ્કલાવતી પુંડરીકિણી ખા વિજયા વત્સા-વચ્છા સુસીમા નલીનાવતી વીતશોકા પુષ્કલાવતી પુંડરીકિણી વિજયા પ્રા વત્સા-વચ્છા સુસીમા નલીનાવતી વીતશોકા પુષ્કલાવતી વપ્રા પુંડરીકિણી વિજયા વત્સા-વચ્છાસુસીમા નલીનાવતી પુષ્કલાવતી વા વીતશોકા પુણ્ડરીકિણી વિજયા વત્સા-વચ્છા સુસીમા નલીનાવતી વીતશોકા પુષ્કલાવતી પુંડરીકિણી મા વિજયા વત્સા-વચ્છા સુસીમા નલીનાવતી વીતશોકા Page #265 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર સીમંધર યુગમંદિર ૧. ૨. ૩. બાહુ ૪. સુબાહુ ૫. સુજાત ૬. સ્વયંપ્રભ ૭. ૮. ૯. સૂરપ્રભ ૧૦. વિશાલધર ૧૧. વજ્રધર ૠષભાનન અનન્તવીર્ય ૧૨. ચન્દ્રાનન ૧૩. ચન્દ્રબાહુ ૧૪. ઈશ્વર ૧૫. ભુજંગ ૧૬. નેમપ્રભ ૧૭. વીરસેન ૧૮. મહાભદ્ર ૧૯. દેવસેન ૨૦. અજિતવીર્ય પરિશિષ્ટ-૮ ચિહ્ન વૃષભ હાથી હરણ વાનર સૂર્ય ચંદ્ર સિંહ હાથી ચંદ્ર સૂર્ય વૃષભ વૃષભ પદ્મકમલ પદ્મકમલ ચંદ્ર સૂર્ય વૃષભ હાથી ચંદ્ર સ્વસ્તિક પરિશિષ્ટ C ૨૪૭ પત્ની રુક્િમણી પ્રિયમંગલા મોહિની કિંપુરિષા જયસેના પ્રિયસેના જયાવંતી વિજયાવતી નંદસેના વિમલાદેવી વિજયાવતી લીલાવતી સુગંધાદેવી ગંધસેના ભદ્રાવતી મોહિની રાસેના સૂરિકાંતા પદ્માવતી રત્નાવતી Page #266 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટબધા જ વિહરમાન વીસ તીર્થકરોના એક સમાન ક્રમ છે ચ્યવનકવાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કેવળજ્ઞાન કલ્યાણક નિર્વાણ જન્મ નક્ષત્ર જન્મરાશિ શરીરની ઊંચાઈ વર્ણ દીક્ષા વૃક્ષ ગણધર ગૃહવાસ છvસ્થ પર્યાય ચારિત્ર પર્યાય સર્વાયુ અષાઢ વદ - ૫ ચૈત્ર વદ - ૧૦ ફાગણ સુદ – ૩ ચૈત્ર સુદ - ૧૩ શ્રાવણ સુદ - ૩ ઉત્તરાષાઢા ધનું ૫૦૦ ધનુષ્ય કંચન (સ્વર્ણ) અશોક ८४ ૮૩ લાખ પૂર્વ ૧૦૦૦ વર્ષ ૧ લાખ પૂર્વ ૮૪ લાખ પૂર્વ આ બધા તીર્થંકરો અત્યારે વર્તમાનમાં વિચારી રહ્યા છે. એમનો એક જ સમય જન્મ જંબૂદ્વીપ-ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં સત્તરમા તીર્થંકર કુંથુનાથના શાસનકાળમાં તથા એક જ સમય દીક્ષા વીસમા તીર્થંકર મુનિ સુવ્રતના શાસનકાળમાં થઈ. તે એક જ સમયના જંબૂઢીપ ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળમાં સાતમા ઉદયપ્રભ તથા આઠમા પેઢાલની વચ્ચેની સમય અવધિમાં મોક્ષ પામશે. તીર્થકરચરિત્ર | ૨૪૮ Page #267 -------------------------------------------------------------------------- ________________ અહિંસા વિષે ભગવાન મહાવીરનો સૂક્ષ્મત્તમ ષ્ટિકોણ સમગ્ર વિશ્વ સ્વીકારે છે. તેમની ષ્ટિએ શારીરિક હિંસા સિવાયની વાચિક તથા માનસિક કટુતા પણ હિંસા છે. સૂક્ષ્મ અહિંસાના ષ્ટિકોણને સાધનાનો વિષય બનાવવો એ અન્ય દાર્શનિકો માટે વિસ્મયનો વિષય હતો. વૈચારિક અહિંસાને વિકસિત કરવા માટે તેમણે સ્યાદ્વાદ (અનેકાન્ત)નું પ્રતિપાદન કર્યું. તેમનો મત હતો કે પ્રત્યેક વસ્તુને એકાંગી રીતે પકડવી એ જ આગ્રહ છે, સત્યનો વિપર્યાસ છે, અનંતધમાં વસ્તુનો એક જ ધર્મ સ્વીકારવો અને બાકીના ધર્મોનો નકાર કરવો તે અપૂર્ણતા છે. પ્રત્યેક વસ્તુનું અપેક્ષાથી વિવેચન કરવું એ જ યથાર્થને પામવું છે. જેવી રીતે ઘડાને ઘડા તરીકે ઓળખવો તે તેના અસ્તિત્વનો બોધ છે. ઘડાને પટના રૂપમાં નકારવો તે નાસ્તિકનો બોધ છે. એક જ ઘડાના અસ્તિત્વ અને નાસ્તિત્વ એવા બે વિરોધી ધર્મોનો સમાવેશ કરવો એનું જ નામ સ્યાદ્વાદ છે . આમ પ્રત્યેક વસ્તુ પોતપોતાની સ્થિતિમાં અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે અનેક ધર્મોવાળી હોય છે . સ્યાદ્વાદને માની લીધા પછી એકાંતિક આગ્રહ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. વૈચારિક વિગ્રહને પછી કોઈ અવકાશ જ મળતો નથી. Page #268 -------------------------------------------------------------------------- ________________ મુનિ સુમેરમલ (લાડનું) જન્મ : ચૈત્ર સુદ 14, સંવત 1989, લાડનું [રાજ] દીક્ષા : મહા સુદ-૭, સંવત 1998, સરદારશહર [રાજ.] [આચાર્ય શ્રી તુલસી દ્વારા) અગ્રગણ્ય : વૈશાખ વદ-૩, સંવત 2010 ભીમાસર [રાજ.] અધ્યયન : હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃતનું ગહન અધ્યયન તેરાપંથના મહાન તત્ત્વજ્ઞ મુનિ શ્રી ઘાસીરામજીના સાંનિધ્યમાં આગમોનું તલસ્પર્શી અધ્યયન. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, દશાશ્રુતસ્કન્ધ, નંદી,. ભ્રમવિધ્વંશનમ્ વગેરે સૂત્ર-ગ્રન્ય કંઠસ્થ લેખનઃ હિન્દીઃ કથાસાહિત્ય [ પ્રકાશિત ]: નૈતિક કહાનિયાં [ભાગ 1-2] [ પરીલોક D બુદ્ધિલોક નીતિલોક | | સત્યલોક 1 પ્રજ્ઞાલોક | દિવ્યલોક ! નારીલોક | કર્મલોક [ સંસ્કાર T સપ્ત વ્યસન D ઉપકાર બુદ્ધિ ઔર વૈભવ ચિત્રકથા : [ અખૂટ ખજાના | ક્રાંતિકારી આચાર્ય ભિક્ષુ [ ભાગ 1,2,3 ] અન્ય સાહિત્યઃ T ભાવના પ્રબંધ | પ્રબન્ધ પ્રભા [સંપાદિત]] તીર્થંકર ચરિત્ર : I ભક્તામર પદ્યાનુવાદ | સ્વર સાઘના I તેરાપંથ દિગ્ગદર્શન 1984-85 | તેરાપંથ દિગ્ગદર્શન 1985-86 I તેરાપંથ દિગ્ગદર્શન 1986-87 | તેરાપંથ દિગદર્શન 1987-88 | મુનિ સોહનલાલજી જીવનચરિત્ર [ સાઘના કે શિખર પરn અવબોઘ || અર્ક અણકર પોપટ પુરાણ [ ભાગ 1-4 ]TI તેરાપંથ કે સૌ સંત થલી પ્રદેશ મેં તેરાપંથ | અન્ય સેંકડોં કથાયે વિવિધઃ T સફલ કથાકાર D કુશલ વ્યાખ્યાની દક્ષિણ ભારત કી પ્રભાવી યાત્રા ગુજરાતીમાં પ્રકાશિત ગ્રંથોઃ | તીર્થકરચરિત્ર | અવબોધ