________________
ભગવાન શ્રી વાસુપૂજ્ય
:
:
:
ستر
તીર્થકર ગોત્રનો બંધ
અર્ધપુષ્કરદ્વીપની પૂર્વે વિદેહની મંગલાવતી. ‘? | વિજયની રત્નસંચયા નગરીમાં રાજ પદ્મોત્તર એ તત્ત્વને એક ક્ષણ માટે ભૂલ્યા નહિ કે, “સંસાર અનિત્ય છે”. અઢળક સંપત્તિ અને વિપુલ ભોગ સામગ્રી મેળવીને પણ તેઓ ક્યારેય ઉન્મત્ત બન્યા નહિ. તેઓ હમેશાં અધ્યાત્મ અને આત્મવિકાસ વિષે ચિંતનમગ્ન રહેતા હતા. જ્યારે પણ તેમને
તક મળી કે તરત પોતાના પુત્રને રાજ્ય સોંપીને આચાર્ય વજનાભ પાસે દીક્ષિત થઈ ગયા.
સાધનામાં પધોતર મુનિ અત્યંત સજાગ રહેતા. વિશેષ કર્મનિર્જરાનાં વીસ સ્થાનકોનું તેમણે મનોયોગપૂર્વક સેવન કર્યું હતું. કર્મોની મહાન નિર્જરા થવાથી પક્વોતર મુનિએ તીર્થંકર ગોત્રનો બંધ કર્યો તથા ત્યાંથી સમાધિપૂર્વક મૃત્યુ પામીને પ્રાણત દેવલોકમાં દેવ બન્યા. જન્મ
દેવયોનિ ભોગવીને ભગવાનનો જીવ ભરતક્ષેત્રની સમૃદ્ધ નગરી ચંપાના સમ્રાટ શ્રી વાસુપૂજ્યની મહારાણી યાદેવીની કૂખે અવતર્યો. મહારાણીએ સ્વપ્નમાં ચૌદ મહાદશ્ય નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓને પૂછવાથી જાણવા મળ્યું કે તેમના ઘરમાં તીર્થંકર પેદા થવાના છે. સૌ રોમાંચિત થઈ ઊઠ્યાં અને પ્રભુના જન્મની ઉત્કટ પ્રતીક્ષા કરવા લાગ્યાં.
ગર્ભકાળ સમાપ્ત થતાં મહા વદ ચૌદસની મધ્યરાત્રે ભગવાનનો પીડારહિત જન્મ થયો.
ચોસઠ ઈદ્ર મળીને ભગવાનના નવજાત શરીરને અંડક વનના શિલાપટ્ટ ઉપર લઈ ગયા. ત્યાં જન્મઅભિષેક કર્યો તથા વિવિધ પ્રકારે પોતાનો હર્ષ પ્રગટ કરીને પાછા યથાસ્થાને ભગવાનના નવજાત શરીરને સ્થાપિત કર્યું. રાજા વસુપૂજ્યએ પુત્રપ્રાપ્તિની અપાર ખુશીમાં ભવ્ય ઉત્સવ કર્યો.
તીર્થકરચરિત્ર [ ૯૪