________________
યાચકોને દાન આપ્યાં.
' નામકરણના દિવસે મોટી સંખ્યામાં વડીલો આવ્યા હતા. બાળક જોઈને સૌએ કહ્યું, “સમ્રાટના સઘળા ગુણ આ બાળકમાં જોવા મળે છે. આ અમર રહો, આપનું નામ અમર રહે. આ બાળક બાપના નામને અમર બનાવનાર લાગે છે, તેથી અમારી વિનંતિ છે કે બાળકનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવે. આપનું નામ વસુપૂજ્ય છે. આપના પુત્રનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવે તો બાળકના નામ સાથે આપનું નામ પણ અમને સ્મરણમાં રહેશે.” રાજાને તે નામ યોગ્ય લાગ્યું.
વાસુપૂજ્યકુમાર પોતાના બાળસાથીઓ સાથે ક્રિડા કરતાં કરતાં ક્રમશઃ મોટા થવા લાગ્યા. તેમના શરીરનો સુંદર આકાર તથા સર્વોત્તમ સંહનન યુવાવસ્થામાં વિશેષ નિખરી ઊઠતું. અને લોકોના માટે આકર્ષણનું કેન્દ્ર બની જતું. તેને જોનારાં સૌ અચરજ પામતાં- તેમના રૂપ પર, તેમના શરીરના અભુત સૌષ્ઠવ પર. અનેક રાજાઓએ રાજા વસુપૂજ્ય પાસે દૂત મોકલીને આગ્રહ કર્યો, “આપના પુત્ર સાથે મારી રાજકન્યાની જોડી દીપી ઊઠશે, તેથી કૃપા કરીને તેમના વિવાહ માટે સ્વીકૃતિ આપો.'
- રાજ વસુપૂજ્ય ધાર્મિકવૃત્તિના હોવા છતાં એમ વિચારતા હતા કે સાધુત્વ પૂર્વે રાજકુમાર લગ્ન કરી લે. તેમણે વાસુપૂજ્યકુમારનાં લગ્ન અનેક રાજકન્યાઓ સાથે આગ્રહપૂર્વક કર્યા. રાજા એમ પણ ઇચ્છતા હતા કે કુંવર હવે રાજ્યસંચાલન પણ કરે. રાજા જાણતા હતા કે કુંવરની આ બંને બાબતોમાં સંપૂર્ણ વિરક્તિ છે. તેમણે પોતાના પ્યારા રાજપુત્રને એક વખત એકાંતમાં બોલાવીને કહ્યું, “વત્સ ! ચૌદ સ્વપ્નો સાથે જન્મ લેનાર હજી સુધી જેટલા પણ તીર્થકર તેમજ ચક્રવર્તી બન્યા છે તે સૌ વિવાહિત થયા હતા. તેમણે માત્ર વિવાહ જ નહોતા કર્યા, રાજ્યનું સંચાલન પણ કર્યું હતું. ભગવાન ઋષભથી માંડીને શ્રેયાંસ પ્રભુ સુધીના સઘળા તીર્થંકરો રાજા બન્યા હતા. તેથી રાજ્ય પ્રત્યેની અત્યારથી તમારી વિરક્તિ સમજી શકાતી નથી. પ્રત્યેક કાર્ય યોગ્ય સમયે થવું જોઈએ. લગ્નના સમયે લગ્ન, રાજ્યસંચાલનના સમયે રાજ્યસંચાલન અને સાધનાના સમયે સાધના. મારી વાત બરાબર છે ને?”
વાસુપૂજ્યકુમાર અત્યાર સુધી મૌન હતા, પરંતુ હવે તેમને બોલવાની ફરજ પડી. અત્યંત વિનયપૂર્વક પોતાના સુદઢ વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “પિતાજી રાજ્યસંચાલનમાં સામ, દામ, દંડ, ભેદનો પ્રયોગ કરવો જ પડતો હોય છે. તેમાં કાંઈ ને કાંઈ કર્મનો બંધ થયા જ કરે છે. હું એવાં કર્મોથી પ્રતિબંધિત નથી. તેથી રાજ્યવ્યવસ્થાનો ભાર હું સ્વીકારીશ નહિ.”
રાજ પોતાના પુત્રના ઉત્તરમાં નિરુત્તર બની ગયા. તત્ત્વજ્ઞ હોવાને
ભગવાન શ્રી વાસુપૂજ્ય ૯૫