________________
કોટિના અનેક વિદ્વાનો હાજર હતા. તેમાં અગિયાર મહાપંડિત પોતાના વિશાળ શિષ્યપરિવાર સહિત ઉપસ્થિત હતા.
મધ્યમ પાવામાં દેવોએ સમવસરણની રચના કરી. શહેરનાં નર-નારીનાં ટોળેટોળાં ત્યાં પહોંચવા લાગ્યાં. આકાશમાર્ગે દેવ-દેવીઓનાં સમૂહ આવવા લાગ્યાં. તેમને જોઈને પંડિતો ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, જુઓ આ દેવતાઓ આપણા યજ્ઞમાં આહુતિ દેવા માટે પધારી રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં યજ્ઞ મંડપની ઉપરથી દેવો આગળ ચાલ્યા ગયા તેથી તેઓ સશંક બન્યા. જ્યારે તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેઓ સર્વજ્ઞ મહાવીરના સમવસરણમાં જઈ રહ્યા હતા. પંડિતોએ તેમાં પોતાનું અપમાન અનુભવ્યું. સૌથી મોટા પંડિત ઈંદ્રભૂતિ ગૌતમે વિચાર્યું કે મહાવીર મોટા પાખંડી લાગે છે. તેઓ ઈંદ્રજાળવાળા હોવા જોઈએ. લોકોને તે ભરમાવી રહ્યા છે. વિવાદમાં તેઓ મારી સામે,નહીં ટકી શકે. હું તેમને પરાજિત કરીને જ જંપીશ. આવો નિર્ણય કરીને ઈંદ્રભૂતિ ગૌતમ પોતાના પાંચસો શિષ્યો સહિત પ્રભુના સમવસરણમાં પહોંચ્યા. સમવસરણમાં પ્રભુને જોતાં જ ગૌતમ વિસ્મિત થઈ ગયા. નજીક પહોંચતાં જ ભગવાને ‘ગૌતમ’ કહીને તેમને સંબોધિત કર્યાં. તો તેઓ ચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે, ‘મારા પાંડિત્યની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી પ્રસરેલી છે. મને કોણ નથી ઓળખતું ?’
ગૌતમને વર્ષોથી એક સંશય જાગેલો હતો, જે તેમણે કોઈની સામે વ્યક્ત કરેલો નહોતો. તેમનો એ સંદેહ વ્યક્ત કરતાં ભગવાને કહ્યું, ‘ગૌતમ ! તમારા મનમાં આત્માના અસ્તિત્વ વિશે શંકા છે.' ઈંદ્રભૂતિ ચોંક્યા અને સમજી ગયા કે આ તો વાસ્તવમાં સર્વજ્ઞ છે. પ્રભુએ વિસ્તારથી આત્માના અસ્તિત્વને સિદ્ધ કર્યું. ઈંદ્રભૂતિની શંકા ટળી ગઈ અને પોતાના પાંચસો શિષ્યો સહિત તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી, તેમનું શિષ્યત્વ ગ્રહણ કર્યું.
ઈંદ્રભૂતિની દીક્ષા સાથે જ તીર્થની સ્થાપના થઈ ગઈ. ત્યારબાદ ક્રમશઃ બાકીના દશ પંડિતો પણ આવ્યા અને પોતપોતાની શંકાઓનું સમાધાન પામીને તેમણે ભગવાન પાસે શિષ્યત્વ સ્વીકાર્યું.
દિગંબર પરંપરામાં આ ઘટના બીજા સ્વરૂપે જોવા મળે છે. તેમના મત પ્રમાણે સર્વજ્ઞતાપ્રાપ્તિ પછી ભગવાન જંગલમાં દેવનિર્મિત્ત સમવસરણમાં બિરાજમાન થયા, દેવો વદ્ધાંજલિ થઈને બેસી ગયા. પરંતુ ભગવાનના મુખારવિંદમાંથી દિવ્ય ધ્વનિ (પ્રવચન) પ્રગટ થઈ શક્યો નહિ, બાસઠમો દિવસ પૂરો થયો. ઈંદ્રને ચિંતા થઈ. અવધિજ્ઞાન દ્વારા કારણ જાણવા પ્રયત્ન કર્યો તો ખબર પડી કે ગણધરના અભાવે દિવ્ય ધ્વનિ નીકળી શકતો નથી.
ઈંદ્રએ ભવ્યાત્માની શોધ કરી અને ઈંદ્રભૂતિ ગૌતમને યોગ્ય જાણીને
ભગવાન શ્રી મહાવીર D ૨૧૭