________________
તેઓ વિદ્યાર્થીરૂપે તેમની પાસે ગયા અને કહ્યું, મારા ગુરુએ મને એક ગાથા શીખવાડી છે. અત્યારે તેઓ મૌન છે. તેથી આપ તેનો અર્થ સમજાવો. ઈદ્રભૂતિ શરત સહિત અર્થ કહેવા થયા, જો હું અર્થ આપી શકું તો મારું શિષ્યત્વ સ્વીકારવું પડશે. ઈદ્રએ હા કહી અને ગાથા રજૂ કરી.
પંચવ અસ્થિકાયા, છજજીવણિકાયા મહāયા પંચી. અ ય પવયણમાદા, સહેઓ બંધ મોખ્ખો યાષખંડાગમા
આ ગાથા સાંભળીને ઈદ્રભૂતિ અસમંજસમાં પડી ગયા. પાંચ અસ્તિકાય, છ જવનિકાય, પાંચ મહાવ્રત, આઠ પ્રવચનમાતા શું છે, કયાં ક્યાં છે? છ જવનિકાયનાં નામ સાંભળીને તેમની દબાયેલી શંકા તીવ્રતાથી જાગ્રત થઈ ગઈ. ઈદ્રભૂતિએ કહ્યું, ચાલો, તારા ગુરુ પાસે આ ગાથાનો અર્થ કહીશ. બંને ભગવાન પાસે આવ્યા. ભગવાને “ગૌતમી નામથી સંબોધન કર્યું અને જીવના અસ્તિત્વ વિશે તેમની શંકાનું નિવારણ કર્યું. ઈદ્રભૂતિ પોતાના વિદ્યાર્થીઓ સહિત ભગવાના શિષ્ય બની ગયા. ત્યાર પછી ભગવાને દિવ્યદેશના આપી. બાકીના દશ પંડિતો પણ પોતાના શિષ્ય સમુદાય સહિત દીક્ષિત થઈ ગયા.
અગિયાર જ ગણઘરોના કેટલા શિષ્યો હતા, તેમની શી શી શંકાઓ હતી તેનું વિવરણ નીચે પ્રમાણે છે:
ગણધર શિષ્ય ૧. ઈદ્રભૂતિ
૫૦૦ આત્માનું અસ્તિત્વ ૨. અગ્નિભૂતિ ૫૦૦ પુરુષાદ્વૈત ૩. વાયુભૂતિ
૫૦૦ તજીવતછરીરવાદ ૪. વ્યક્ત
૫૦૦ બ્રહ્મમયગતું ૫. સુધર્મા
જન્માત્તર ૬. મંડિત
૩૫૦ આત્માનું સંસારિત્વ ૭. મૌર્યપુત્ર
૩૫૦ દેવ અને દેવલોક ૮. અકૅપિત ૩૦૦ નરક અને નારકીય જીવ ૯. અચલભ્રાતા ૩૦૦ પુણ્ય-પાપ ૧૦. મેતાર્ય
૩૦૦ પુનર્જન્મ ૧૧. પ્રભાસ
૩૦૦ મુક્તિ તીર્થ સ્થાપના
મધ્યમપાવાના સમવસરણમાં અગિયાર મહાપંડિતો સહિત ૪૪૧૧
શંકા
૫૦૦
તીર્થકરચરિત્ર | ૨૧૮