________________
બ્રાહ્મણોએ મુનિદીક્ષાનો સ્વીકાર કર્યો. આ અગિયાર મહાપંડિતોને ભગવાને ત્રિપદીનું જ્ઞાન આપ્યું. આ ત્રિપદી વડે તેમને ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગીનું જ્ઞાન થયું અને તેઓ ગણધર કહેવાયા. રાજકુમારી ચંદનબાળા વગેરે સાધ્વીઓ બની. અનેક લોકોએ શ્રાવક ધર્મ તથા શ્રાવિકા ધર્મનો સ્વીકાર કર્યો. તે સમયે વૈશાખ સુદ એકાદશીનો દિવસ હતો. આ રીતે ચાર તીર્થની સ્થાપના કરીને મહાવીર ભાવતીર્થકર કહેવાયા. તીર્થ સ્થાપના પછી ભગવાન મધ્યમપાવાથી રાજગૃહ પધાર્યા અને તે વર્ષે ત્યાં જ ચાતુર્માસ પૂરો કર્યો.
રાજગૃહ પધારવાથી ત્યાંના રાજા શ્રેણિકે પરિવાર સહિત રાસી ઠાઠમાઠ પૂર્વક ભગવાનનાં દર્શન કર્યા. આ ચાતુર્માસમાં રાજકુમાર મેઘ તથા નંદીષેણે દીક્ષા ગ્રહણ કરી. આ વર્ષનો પૂર્વાર્ધ છદ્મસ્થ હતો, જ્યારે ઉત્તરાર્ધ કેવલી તરીકે વીત્યો. સર્વજ્ઞતાનું બીજું વર્ષ ઋષભદત્ત અને દેવાનંદાની દીક્ષા
રાજગૃહ વર્ષાવાસ સંપન્ન કરીને ભગવાન બ્રાહ્મણ કુંડ ગામના બહુશાલ ઉદ્યાનમાં પધાર્યા. આ ગામના મુખી ઋષભદત્ત હતા. તેમની પત્ની દેવાનંદા હતી. બંને તત્ત્વવેત્તા શ્રાવક હતાં. ભગવાનનાં દર્શન કરવા માટે ઋષભદત્ત અને દેવાનંદા ગયાં. ભગવાનને જોતાં જ દેવાનંદા હર્ષવિભોર થઈ ઊઠી. તેમના દ્ધયમાં સ્નેહ ભગી ઊઠ્યો. હર્ષાશ્રુથી તેમની આંખો છલકાઈ ગઈ. તેમનાં સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. ગૌતમે ભગવાનને પૂછ્યું, પ્રભુ, આમ થવાનું કારણ શું છે?'
ભગવાને કહ્યું, “ગૌતમ ! એ મારી માતા છે. હું એમનો અંગજાત છું. પુત્ર-સ્નેહના કારણે આ બધું બન્યું છે. ભગવાને સાહરણ વગેરેનું સમગ્ર વૃત્તાંત કહીને સૌની જિજ્ઞાસા શાંત કરી. ત્યારબાદ ભગવાનનું પ્રવચન થયું. પ્રવચનથી પ્રતિબોધિત થઈને બંનેએ સાધુત્વનો સ્વીકાર કર્યો. અંતે કર્મક્ષય કરીને મુક્તિશ્રીનું વરણ કર્યું.
બ્રાહ્મણકુંડની પશ્ચિમે ક્ષત્રિયકુંડ નગર હતું. ત્યાના રાજકુમાર જમાલિ હતા. તેમની સાથે ભગવાનની પુત્રી પ્રિયદર્શના પરણાવેલી હતી. ક્ષત્રિયકુંડમાં ભગવાનનું પ્રવચન થયું. તેથી ઉબોધિત થઈને જમાલિ પાંચસો ક્ષત્રિયકુમારો તથા પ્રિયદર્શનાએ એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. આ વર્ષે ભગવાનનો ચાતુર્માસ વૈશાલીમાં થયો. સર્વજ્ઞતાનું ત્રીજું વર્ષ
ચાતુર્માસ પરિસમાપ્તિ કરીને ભગવાને વૈશાલીથી વત્સભૂમિ તરફ વિહાર કર્યો. અનેક ક્ષેત્રોમાં પરિવ્રજન કરતા કરતા તેઓ કૌશાંબી પધાર્યા. તે વખતે ત્યાંનો રાજા ઉદયન હતો. આ પ્રસિદ્ધ નરેશ સહસ્રાનીકનો પૌત્ર તથા
ભગવાન શ્રી મહાવીર | ૨૧૯