________________
બેલા
છઘસ્થ કાળની સાધના
ભગવાન મહાવીરનો છદ્મસ્થકાળ બાર વર્ષ, છ માસ અને પંદર દિવસનો હતો. આ કાળમાં તેમની તપસ્યા આ પ્રમાણે હતીઃ ૦ છમાસી એક
છ માસમાં
એક
પાંચ દિવસ ઓછા ૦ચાતુર્માસિક નવ
૦ત્રિમાસિક ૦ સાઈ દ્વિમાસિક બે
૦ દ્વિમાસિક ૦ સાર્ધ માસિક બે
૦માસિક બાર ૦પાક્ષિક બોંતેર ૦ભદ્ર પ્રતિમા એક બે દિવસ) ૦ મહાભદ્ર પ્રતિમા એક (ચાર દિવસ) ૦સર્વતોભદ્ર પ્રતિમા એક (દસ દિવસ) ૦ તેલા | બાર
બસો ઓગણત્રીસ ભગવાને છઠ્ઠના દિવસે દીક્ષા લીધી હતી તેથી સાધનાકાળમાં એક ઉપવાસ વધારે ઉમેરવામાં આવે છે. તેમની તપસ્યા અગિયાર વર્ષ, છ માસ, પચ્ચીસ દિવસ (૪૧૬૬ દિવસ) અને. પારણાંની અવધિ અગિયાર માસ ઓગણીસ દિવસ (૩૪૯ દિવસ) હતી. ભગવાનની સમગ્ર તપસ્યા ચૌવિહાર (નિર્જળ) હતી. કેટલાક એમ પણ માને છે કે ભગવાને ચોલા (ચાર દિવસ). વગેરેની તપસ્યા પણ કરી હતી. પ્રથમ દેશના
કેવલી બન્યા બછી ચોસઠ ઈદ્રો તથા અગણિત દેવી-દેવતાઓએ ભગવાનનો કેવળ-મહોત્સવ ઉજવ્યો. દેવોએ સમવસરણની રચના કરી. આ સમવસરણમાં માત્ર દેવી-દેવતા જ હતાં. દેવોએ પ્રભુ-પ્રવચનની પ્રશંસા કરી. પરંતુ મહાવ્રત તથા અણુવ્રતની દીક્ષા લઈ શક્યા નહીં, કારણકે દેવોમાં તે પ્રાપ્ત કરવાની અહંતા હોતી નથી. ઋજુબાલુકા નદીના કિનારે જંગલમાં દેશના થવાને કારણે કોઈ માણસ જઈ શક્યો નહીં. તીર્થંકરનો ઉપદેશ ક્યારેય , નિષ્ફળ જતો નથી. તેમના પ્રથમ પ્રવચનમાં સંઘની સ્થાપના થઈ જાય છે. ભગવાન મહાવીરની પ્રથમ દેશના નિષ્ફળ જવાથી તેને દશ આશ્ચર્યો પૈકીનું એક આશ્ચર્ય માનવામાં આવ્યું. કેટલાક આચાર્યો એમ માને છે કે પ્રથમ પ્રવચનમાં વ્યક્તિઓ ઉપસ્થિત થઈ છતાં કોઈ વ્રતી બની શક્યું નહીં. ગણધરોની દીક્ષા
જંભિય ગામથી વિહાર કરીને ભગવાન મહાવીર મધ્યમ પાવા પધાર્યા. ત્યાં ધનાઢ્ય વિપ્ર સોમિલે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, જેમાં ઉચ્ચ
તીર્થકરચરિત્ર ૨૧૬