________________
-.
ATTIVITIES
'
'ના
અમારા દેખભાળની જવાબદારી સોંપી છે, પરંતુ બાબા જેટલી ક્ષમતા તેમનામાં ક્યાંથી હોય ? એવી પ્રતિભા અન્ય લોકોમાં મળવી અસંભવ છે. એના કરતાં તો સારી વાત એ છે કે અમે સૌ બાબાનું અનુકરણ કરનારા બની જઈએ, પછી કોઈ સંકટ જ નહિ રહે. પ્રત્યેક સમસ્યાનું સમાધાન બાબા સ્વયં જ કરશે.
આવી ધૂનમાં નિષ્ક્રમણની તીથિ ફાગણવદ આઠમના દિવસે એક બે નહિ, પણ ચાર હજાર વ્યક્તિઓ ઋષભ પાસે એકત્રિત થઈ ગઈ. યોગ્ય સમયે ઋષભે અભિનિષ્ક્રમણ કર્યું. અભિનિષ્ક્રમણ જોવા માટે દૂર દૂરથી લોકો પહોંચી ગયા હતા. સૌ ભવિષ્ય પ્રત્યે આશંકિત હતા. સાધના પ્રત્યે સૌને અજ્ઞાત વિસ્મયનો અનુભવ થઈ રહ્યો હતો. ચોસઠ ઈદ્રોની સાથે હજારો દેવો પણ ઉત્સવમાં સામેલ થયા. શહેરની બહાર એક ઉપવનમાં પહોંચીને ઋષભે પોતાનાં વસ્ત્રો-આભૂષણો ઉતારીને ઈદ્રને સોંપી દીધાં.
હવે ઋષભે કેશલોચનનો પણ આરંભ કર્યો. સૌપ્રથમ આગળના કેશનો લોચ કર્યો, પછી જમણા-ડાબા ભાગનો લોચ કર્યો તેમજ તે પછી પાછળના કેશનો લોચ કર્યો. અંતે મધ્ય ભાગમાં રહેલા કેશનો લોચ શરૂ કર્યો ત્યારે ઈદ્રએ વિનંતી કરી કે, “હે પ્રભુ ! એટલા કેશ રહેવા દો, ખૂબ સુંદર લાગે છે.”
તીર્થકરચરિત્ર [ ૩૬