________________
ઈન્દ્રની વિનંતી સાંભળીને ભગવાન ઋષભે એટલા કેશ એમ જ રહેવા દીધા. ભગવાન ઋષભનું અનુકરણ કરવાનું અન્ય લોકોએ પણ શરૂ કર્યું. કદાચ ચોટીની પરંપરા ત્યારથી જ શરૂ થઈ. કેટલાક આચાર્યો ઋષભનો પંચ-મુષ્ટિ-લોચ પણ માને છે.
| ઋષભની દીક્ષાની સાથોસાથ અન્ય ચાર હજાર વ્યક્તિઓ દીક્ષિત થઈ, પરંતુ ઋષભની છબસ્થ અવસ્થાના મૌનથી સૌ નિરાશ થઈ ગયા હતા. થોડોક સમય સુધી પ્રતીક્ષા પણ કરી, પરંતુ ઋષભના સર્વથા મૌનને કારણે તે સાધુઓએ વિચાર્યું કે જીવનભર આમ જ નિરાહાર અને મૌન રહેવું પડશે. આવા વિચારથી તેઓ ગભરાઈ ઊઠ્યા, સાધુત્વ છોડીને જંગલની દિશામાં નિકળી પડ્યા. સૌ વન-વિહારી બની ગયા. તેમાં કેટલાક કંદાહારી બન્યા, કેટલાક મૂલાહારી તો કેટલાક ફલાહારી. પ્રથમ દાન
- દીક્ષાની સાથે જ ઋષભનાં પૂર્વાર્જિત અંતરાયકર્મનો વિપાકોદય થઈ ગયો હતો. લોકો ભિક્ષાવિધિ જાણતાં ન હતાં. ઋષભ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવા છતાં આહાર-પાણી માટે તેમને કોઈ કશું કહેતું નહોતું. કોઈએ હાથી, કોઈએ ઘોડા, કોઈએ રથ વગેરે માટે આગ્રહ કર્યો. પ્રભુને ખુલ્લા પગે જોઈને કોઈએ રત્નજડિત પાદુકાઓ લાવીને પહેરાવવાનો આગ્રહ કર્યો. કોઈએ ખુલ્લું માથું જોઈને મુગટ ધારણ કરવાનો આગ્રહ કર્યો. ઋષભના આભૂષણ વગરના શરીરને જોઈને વિવિધ પ્રકારનાં આભૂષણો માટે પણ આગ્રહ કર્યો, પરંતુ ખાદ્ય પદાર્થો માટે કોઈએ કાંઈ જ કહ્યું નહિ.
શુદ્ધ આહારના અભાવે ઋષભને ખાધા-પીધા વગર બાર મહિના વીતી ગયા. ભિક્ષા સમયે તેઓ ભિક્ષાની શોધ કરતા, બાકીના સમયમાં તેઓ ધ્યાનસ્થ બની રહેતા. ફરતા ફરતા તેઓ હસ્તિનાપુર પહોંચ્યાં.
વૈશાખ સુદ ત્રીજનો દિવસ હતો. પ્રભુ ભિક્ષા માટે ઘેર ઘેર વિચારી રહ્યા હતા. બીજી તરફ ઋષભના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને આગળની રાત્રે એક સ્વપ્ન દેખાયું, જેમાં શ્યામલ બનેલા મેરૂ પર્વતને તેમના દ્વારા દૂધ વડે સિચવાથી તે પુનઃ કાંતિમાન બની ગયો હતો. વહેલી સવારે પોતાના મહેલના ગવાક્ષમાં બેઠેલા શ્રેયાંસકુમાર રાત્રે પોતાને આવેલા સ્વપ્ન વિષે વિચાર કરી રહ્યા હતા. ત્યાં જ રાજમાર્ગ ઉપર વિચરી રહેલા પોતાના પરદાદા ભગવાન ઋષભને તેમણે જોયા. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા શ્રેયાંસકુમારે જાણી લીધું કે પ્રભુ નિર્દોષ આહારની શોધ કરી રહ્યા છે અને લોકો તેમની ભિક્ષાવિધિથી અજાણ છે. તે સૌ તેમને અગ્રાહ્ય વસ્તુઓ સ્વીકારવાનો આગ્રહ કરી રહ્યા છે.
શ્રેયાંસકુમાર તરત નીચે ઊતર્યા. ઋષભનાં ચરણોમાં તેમણે વિધિવત્
ભગવાન શ્રી ઋષભદેવ [ ૩૭