________________
અટવીમાં પહોંચ્યા અને કાયોત્સર્ગમાં લીન બની ગયા. તે સમયે તે હાથી પોતાની હથિણીઓ સહિત સરોવરમાં જળક્રિડા કરવા માટે નીકળ્યો. અજનબી વ્યક્તિને જોઈને હાથી મુનિ ઉપર ત્રાટક્યો. પરંતુ એકાએક તેમની પાસે આવીને અટકી ગયો. મુનિના પ્રખર આભામંડળના પ્રભાવથી તેની ક્રૂરતા ઓગળી ગઈ અને તે મુનિને એકીટશે જોઈ રહ્યો.
અવધિજ્ઞાન વડે તેના પૂર્વભવને જાણીને મુનિએ તેને સંબોધિત કર્યો. હાથી પાસે જે હાથિણી ઊભી હતી, તે પૂર્વભવમાં કમઠની પત્ની વરુણા હતી. બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. હાથી હવે શ્રાવક બની ગયો. યશાસંભવ તે સૂકું ઘાસ અને પાંદડાં ખાવા લાગ્યો. શુષ્ક આહાર વડે તેનું શરીર ક્ષીણ થતું ગયું.
એક દિવસ પાણી પીવા માટે તે સરોવરમાં ગયો. ત્યાં તે દલદલમાં ફસાઈ ગયો. પ્રયત્ન કરવા છતાં તે નીકળી શક્યો નહિ. આ બાજુ કમઠ દ્વા૨ા પોતાના ભાઈની હત્યા કરવાથી આશ્રમના તમામ તાપસ નારાજ થઈ ગયા અને તેને કાઢી મૂક્યો. તે મૃત્યુ પામીને ફુટ સર્પ બન્યો. તે સાપ ત્યાં પહોંચ્યો, અને હાથીને ઝેરીલો ડંખ માર્યો. હાથીના શરીરમાં વિષ વ્યાપી વળ્યું. સમભાવપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને હાથી આઠમા સહસ્રાર દેવલોકમાં મહર્ષિક દેવ બન્યો. વરુણાનો જીવ હાથિણી પણ મૃત્યુ પામીને બીજા દેવલોકમાં દેવી બન્યો. કમઠનો જીવ મૃત્યુ પામીને પાંચમી નરકમાં નૈરિયક બન્યો.
ચોથો તથા પાંચમો ભવ
પૂર્વ વિદેહના સુકચ્છ વિજયમાં તિલકા નગરી હતી. તેમાં વિદ્યુતવેગ વિદ્યાધર રાજ્ય કરતા હતા. તેની રાણી કનકતિલકા હતી. મરુભૂતિ (પાર્શ્વ)નો જીવ આઠમા દેવલોકથી ચ્યવન પામીને કનકતિલકાના ગર્ભમાં પુત્ર રૂપે જન્મ્યો. તેનું નામ પાડ્યું કિ૨ણવેગ. તે યુવાન થતાં પદ્માવતી વગેરે અનેક રાજ્યકન્યાઓ સાથે તેનો વિવાહ થયો. પિતાની દીક્ષા પછી તે રાજા બન્યો. કિરણવેગે પણ કાળાંતરે પોતાના પુત્ર કિરણતેજને રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરી.
મુનિ કિરણવેગ એક વખત હિમગિરિ પર્વતની ગુફામાં ધ્યાન કરી રહ્યા હતા. જે કુક્કુટ સર્વે હાથીને ડંખ માર્યો હતો એ જ પાંચમી ધૂમપ્રભા નરકથી નીકળીને એ જ પર્વતક્ષેત્રમાં વિશાળકાય અજગર બની ગયો. ફરતો ફરતો જેવો તે ત્યાં આવ્યો અને મુનિ કિરણવેગને જોયા કે તરત જ તેનું પૂર્વનું વેર જાગ્રત થઈ ગયું. તે તત્કાળ મુનિને ગળી ગયો. સમભાવપૂર્વક પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને મુનિ કિ૨ણવેગ બારમા અચ્યુત સ્વર્ગમાં દેવ બન્યા. અજગર પણ મૃત્યુ પામીને છઠ્ઠી તમઃ પ્રભાનરકમાં ઉત્પન્ન થયો. (મહાવિદેહ
ભગવાન શ્રી પાર્શ્વનાથ D ૧૬૭