________________
૨૩
ભગવાન શ્રી પાર્શ્વનાથ
પ્રથમ તેમજ દ્વિતીય ભવ
ભગવાન પાર્શ્વનાથના દશ ભવોનું વિવેચન ઉપલબ્ધ છે. પોતનપુર નગરના નરેશ અરવિંદ હતા. તેમની રાણી રતિસુંદરી હતી. નરેશના પુરોહિતનું નામ વિશ્વભૂતિ હતું. તેની પત્ની અનુદ્ધા હતી. પુરોહિતને બે પુત્રો હતા ઃ કમઠ અને મરુભૂતિ. કમઠ કુટિલ પ્રકૃતિનો હતો જ્યારે મરુભૂતિ ભદ્ર પ્રકૃતિનો હતો. આ મરુભૂતિ પાર્શ્વનો જીવ હતો. કમઠ તથા મરુભૂતિનો વિવાહ ક્રમશઃ વરુણા અને વસુંધરા સાથે થયો.
કમઠને પરિવારનો ભાર સોંપીને પુરોહિત વિશ્વભૂતિએ દીક્ષા લીધી. મરુભૂતિ રિશચંદ્ર આચાર્ય પાસે શ્રાવક બની ગયો. મરુભૂતિની પત્ની વસુંધરા અત્યંત સ્વરૂપવાન હતી. કમઠે તેને પોતાની જાળમાં ફસાવીને પોતાની પ્રેમિકા બનાવી લીધી. એક વખત તે બંનેને વ્યભિચારમાં મગ્ન જોઈને મરુભૂતિએ રાજાને ફરિયાદ કરી. રાજાએ કમઠને બોલાવ્યો અને તેને ગધેડા ઉપર બેસાડીને શહે૨માં ફેરવ્યો તથા નગરમાંથી તેને કાઢી મૂક્યો.
કમઠ ક્રોધિત થઈને તાપસ બની ગયો. કાલાંતરે તેની પ્રસિદ્ધિ ઉગ્ર તપસ્વી તરીકે થઈ. મરુભૂતિ ક્ષમા માગવા માટે કમઠ પાસે તેમના આશ્રમમાં ગયો. મરુભૂતિને જોતાં જ કમઠે કૃદ્ધ થઈને એક મોટી શિલા ઊઠાવીને તેના માથા ઉપર ફટકારી, જેથી તે ત્યાં જ ઢળી પડ્યો. મૃત્યુ પામીને તે વિંધ્યગિરિમાં હાથિણીઓનો યુથપતિ બન્યો. કમઠની પત્ની વરુણા પતિનાં બૂરાં કાર્યોથી શોકગ્રસ્ત થઈને મૃત્યુ પામી અને તે તે જ જંગલમાં યૂથપતિની પ્રિય હથિણી બની.
ત્રીજો ભવ
પોતનપુર નરેશ અરવિંદે પોતાના પુત્ર મહેન્દ્રને રાજ્યની જવાબદારી સોંપીને દીક્ષા સ્વીકારી લીધી. વિચરતા વિચરતા મુનિ અરવિંદ વિંધ્ય
તીર્થંકરચરિત્ર C ૧૬