________________
ક્ષેત્રનું આ એક આશ્ચર્ય હતું. નિયમ એવો છે કે અજગર વગેરે ઉર પરિસર્પ જાતિના જીવ પાંચમી નરક સુધી ઉત્પન્ન થાય છે.) છઠ્ઠો અને સાતમો ભવ
જંબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહના સુકચ્છ વિજયના અશ્વપુર નગરમાં રાજ વજવીર્ય તથા મહારાણી લક્ષ્મીવતીને ત્યાં કિરણવેગમુનિનો જીવ વજનાભ નામના પુત્રરૂપે જન્મ્યો. યુવાવસ્થામાં તેનો વિવાહ કર્યો અને કાળાંતરે તે રાજા બન્યો. પુત્ર ચક્રાયુધને રાજ્ય સોંપીને વજનાભે મુનિ ક્ષેમકર પાસે દીક્ષા ગ્રહણ કરી.
અજગરનો જીવ નરકથી નીકળીને વલનગિરિના ભયંકર જંગલમાં કુરંગ નામના ભીલ તરીકે ઉત્પન્ન થયો. સ્વભાવે તે અત્યંત ક્રૂર હતો. જંગલનાં વન્ય પ્રાણીઓ સાથે તે અત્યંત ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરતો હતો.
ફરતા વિચરતા મુનિ વજનાભ તે જ્વલનગિરિ જંગલમાં પહોંચ્યા. એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુનિને જોઈને કુરંગનો વેરભાવ જાગી ઊઠ્યો. તરત ધનુષ્ય ઉઠાવીને બાણ ચડાવ્યું અને મુનિ ઉપર છોડ્યું. મુનિનો પ્રાણાંત થઈ ગયો. તે રૈવેયકમાં અહમિન્દ્ર બન્યા. જીવનભર હિંસક પ્રવૃત્તિઓમાં રત રહેવા છતાં તે ભીલ સાતમી નરકનો નૈરયિક બન્યો. તીર્થકર ગોત્રનો બંધ
જંબૂદ્વીપની પૂર્વ મહાવિદેહમાં પુરાણપુરના રાજા કુલિસબાપુની ધર્મપત્ની સુદર્શનાને એક વખત રાત્રે ચૌદ સ્વપ્ન આવ્યાં. મહારાણી જાગૃત થતાં જ રોમાંચિત થઈ ઊઠી. રાજને જગાડીને તેણે સમગ્ર ઘટનાક્રમ કહી સંભળાવ્યો. હર્ષવિભોર રાજાએ કહ્યું, “રાણી ! આપણે તો પ્રતીક્ષા માત્ર પુત્રની કરતાં હતાં, પરંતુ આપણા રાજમહેલમાં તો કોઈ ઇતિહાસ પુરુષ પેદા થશે. ખરેખર તારી કૂખ પવિત્ર છે. આવનારા સંતાન દ્વારા આપણે વિશ્વવિદ્યુત બની જઈશું. રાત્રીનો બાકીનો સમય હવે ધર્મજાગરણમાં વીતાવો, જેથી કોઈ દુઃસ્વપ્ન વડે આ મહાસ્વપ્નો નષ્ટ ન થઈ જાય.'
ગર્ભકાળ સમાપ્ત થતાં પુત્રનો જન્મ થયો. રાજાએ જન્મોત્સવ ઉજવ્યો તથા પુત્રનું નામ સ્વર્ણબાહુ પાડ્યું. સ્વર્ણબાપુ જ્યારે ભણીગણીને તૈયાર થયો ત્યારે રાજ કુલિસબાહુએ તેને આદેશ આપ્યો, “હવે તારે થોડો પ્રશાસનનો અનુભવ પણ મેળવવો જોઈએ. તેથી રાજકુમાર પ્રતિદિન રાજકાર્યમાં પોતાનો સમય વિતાવવા લાગ્યો.
એક વખત સ્વર્ણબાહુ ઘોડા ઉપર બેસીને ફરવા ગયો. ઘોડો બેકાબૂ બન્યો. તે કુમારને ગીચ જંગલમાં લઈ ગયો. ગાલ્વ ઋષિના આશ્રમ પાસે ઘોડો થાકીને અટકી ગયો. કુમાર નીચે ઊતર્યો. આસપાસ ફરવા લાગ્યો. તેણે
તીર્થકરચરિત્ર [ ૧૬૮