________________
આશ્રમની નજીક એક લતાકુંજમાં કેટલીક કન્યાઓને ક્રિડા કરતી જોઈ. તેમાં એક કન્યા વિશેષ સ્વરૂપવાન તથા લાવણ્યવતી હતી. તેનું નામ પદ્મા હતું. તેને જોતાં જ કુમાર તે સુંદરી ઉપર આસક્ત થઈ ગયો. તે તેના રૂપને ટીકી ટીકીને જોવા લાગ્યો.
કન્યાના લલાટ ઉપર ચંદન વગેરે વિશેષ સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરેલું હતું. તેની સુગંધથી આકર્ષિત થઈને આસપાસના મધપૂડાઓમાંથી ભમરાઓનું ઝુંડ કન્યાના માથા ઉપર ફરવા લાગ્યું. કન્યાએ તેને પોતાના હાથ વડે વારંવાર દૂર કરવા પ્રયત્ન કર્યો, પરંતુ ભમરા તેના લલાટ ઉપર આવીઆવીને પડતા હતા. એકાએક ભયગ્રસ્ત કન્યાએ બૂમ મારી. બાકીની કન્યાઓ પણ ભયભીત થઈ ઊઠી. કુમારે તક જોઈને પોતાના ઉત્તરીય વડે ભમરાઓને દૂર કર્યા. કુમાર દ્વારા અપાચિત સહાયતા મળતાં તમામ કન્યાઓ તેના તરફ આકર્ષિત થઈ. તેનો પરિચય પૂછ્યો. કુમારે પોતાનું નામ તથા પોતાનો પરિચય આપ્યાં. પરિચય પામીને સૌ પ્રફુલ્લિત થઈ ઊઠી. તેમાં એક યુવતીએ કહ્યું, “હે રાજકુમાર ! અમે ધન્ય છીએ ! આજે અમને જેની પ્રતીક્ષા હતી, તે મળી ગયા છે. આજે જ સવારે રાજમાતા રત્નાવલિના પૂછવાથી ગાલ્વ ઋષિએ કહ્યું હતું કે પદ્મા ભાગ્યશાળી છે. આજે સ્વર્ણબાહુ નામનો રાજકુમાર આવશે અને એ જ એનો પતિ બનશે. સ્વર્ણબાહુ સાધારણ રાજકુમાર નથી, થોડાક સમયમાં તે ચક્રવર્તી સમ્રાટ બનશે.”
રાજકુમારને કન્યાનો પરિચય આપતાં તે યુવતી બોલી, “આ કન્યા રાજા નેચરેન્દ્રની પુત્રી પદ્મા છે. અમે સૌ તેની સહેલીઓ છીએ. રાજાના શરીરાંત પછી પધાની સુરક્ષા માટે મહારાણી આશ્રમમાં રહે છે. તે આ બધી વાત કરી રહી હતી એટલામાં ગાલ્વ ઋષિ અને રાણી રત્નાવલિ ત્યાં આવી પહોંચ્યાં. તેમણે આગ્રહપૂર્વક કુંવર સાથે રાજકુમારી પબાનાં ગાંધર્વ લગ્ન ક્ય.
પછીથી સેનાના સૈનિકો કુમારને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. કુમારને ત્યાં પત્ની સહિત જોઈને સૌ વિસ્મિત થઈ ઊઠ્યા.
સ્વર્ણબાપુ પોતાની પત્ની પદ્માને લઈને પોતાના નગરમાં ગયો. રાજા કુલિસબાહુ પણ પુત્રવધૂને જોઈને અત્યંત પ્રસન્ન થયો. વિવાહના ઉત્સવ સાથે તેમણે પુત્રનો રાજ્યાભિષેક પણ કરી દીધો. રાજા સ્વયં સાધના પથ ઉપર અગ્રસર થઈ ગયા.
કાલાંતરે સ્વર્ણબાપુની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેના વડે તમામ દેશ વિજિત કરીને તે સાર્વભૌમ ચક્રવર્તી બન્યા. સુદીર્ઘકાળ સુધી રાજ્યનું સંચાલન કરતા રહ્યા. એક વખત તેઓ તીર્થંકર જગન્નાથના
ભગવાન શ્રી પાર્શ્વનાથ ૧૬૯