________________
સમવસરણમાં દર્શનાર્થે ગયા. સમવસરણમાં પ્રવેશ કરતાં તેમને જાતિ સ્મરણજ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોતાં જ તેમણે વિરક્ત થઈને પુત્રને રાજ્ય સોંપ્યું તથા પોતે જિનચરણોમાં દીક્ષિત થઈને સાધનામય જીવન વિતાવવા લાગ્યા.
ઉગ્ર તપસ્યા તથા ધ્યાનસાધના દ્વારા તેમણે મહાન કર્મનિરા કરી. તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. એક વખત તેઓ જંગલમાં કાયોત્સર્ગ કરી રહ્યા હતા. અનેક યોનિઓમાં ભટકતો ભટકતો કુરંગ ભીલનો જીવ સિંહ બન્યો. મુનિને જોતાં કૂદ્ધ થઈને તે તેમની ઉપર ત્રાટક્યો. મુનિએ પોતાનો અંત સમય નજીક નિહાળીને અનશન કરી લીધું તથા સમાધિપૂર્વક મૃત્યુ પ્રાપ્ત કરીને મહાપ્રભ વિમાનમાં સર્વાધિક ઋદ્ધિવાળા દેવ બન્યા. જન્મ
પરમ સુખમય દેવાયુ ભોગવીને તેઓ એ જ ભરતક્ષેત્રની વારાણસીના નરેશ અશ્વસેનની મહારાણી વામાદેવીની પવિત્ર કૂખે જન્મ્યા. ચૌદ મહાસ્વપ્નોને કારણે સૌ જાણી ગયા હતા કે તેમના રાજ્યમાં તીર્થંકર પેદા થશે. સર્વત્ર હર્ષનું વાતાવરણ છવાઈ ગયું. સૌ પ્રસવની પ્રતીક્ષા કરવા લાગ્યા.
ગર્ભકાળ સમાપ્ત થતા માગસર વદ દશમની મધ્યરાત્રે ભગવાનનો સુખદ જન્મ થયો. દેવેન્દ્રો વડે ઉત્સવ થયા પછી રાજા અશ્વસેને રાજ્યભરમાં જન્મોત્સવનું વિશેષ આયોજન કર્યું. પુત્રજન્મની ખુશીનો લાભ રાજ્યની પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચ્યો. ઉત્સવના દિવસોમાં કર-વેરા વગેરે સમાપ્ત કરી દેવામાં આવ્યા. કારાવાસ ખાલી કરી દેવામાં આવ્યાં અને યાચકોને અયાચક બનાવી દેવામાં આવ્યા.
નામકરણના દિવસે ભવ્ય પ્રીતિભોજન રાખવામાં આવ્યું. નામ આપતી વખતે ચર્ચામાં રાજ અશ્વસેને કહ્યું, “તેના ગર્ભકાળ દરમ્યાન એક વખત હું રાણીની સાથે ઉપવનમાં ગયો હતો. ત્યાં અંધારી રાતે એક કાલિંદર સાપ નીકળી આવ્યો. કાળી રાત અને કાળો સાપ, કેવી રીતે દેખાય ? તેમ છતાં પાર્જમાં (બાજુમાં) આવતો સાપ રાણીને સ્પષ્ટ દેખાયો. તે મને જાગૃત કરીને ત્યાંથી અન્યત્ર લઈ ગઈ. તેથી હું જીવતો બચી ગયો. મારી દષ્ટિએ તે ગર્ભનો જ પ્રભાવ હતો. તેથી બાળકનું નામ પાર્શ્વનાથ રાખવું જોઈએ.” સૌએ બાળકનું નામ પાર્શ્વનાથ રાખ્યું. વિવાહ
તારુણ્યમાં પ્રવેશતાં જ પાર્શ્વકુમારના સુગઠિત શરીરમાં અપૂર્વ સૌંદર્ય છલકાવા લાગ્યું. તેના સૌંદર્યની પ્રશંસા દૂર દૂર સુધી થવા લાગી.
તીર્થકરચરિત્ર [ ૧૭૦