________________
કુશસ્થલપુર નરેશ પ્રસેનજિતની પુત્રી રાજકુમારી પ્રભાવતી પાર્શ્વકુમારના રૂપ-સૌંદર્યનાં વખાણ સાંભળીને મનોમન પ્રતિજ્ઞા કરી લીધી કે મારો આ જન્મનો પતિ પાર્શ્વકુમાર જ બનવો જોઈએ. તે સિવાય જગતના અન્ય તમામ યુવકો મારા ભાઈ સમાન છે. માતા પિતા પણ આ પ્રતિજ્ઞા સાંભળીને પ્રસન્ન થયાં. તેઓ તરત જ પોતાના મંત્રીને વારાણસી મોકલવાનાં હતાં, એ દિવસોમાં જ કલિંગનો યુવાનરેશ યવન પ્રભાવતીના સૌંદર્યની વાતો સાંભળીને તેની સાથે વિવાહ કરવા માટે આતુર થઈ ઊઠ્યો. પરંતુ જ્યારે તેને પ્રભાવતીની પ્રતિજ્ઞાની જાણ થઈ ત્યારે તે ગુસ્સે થઈને બોલ્યો, કોણ છે આ પાર્શ્વકુમાર? હું છું ત્યાં સુધી પ્રભાવતી સાથે કોઈ પણ વ્યક્તિ લગ્ન કરી શકશે નહિ. તેણે તરત જ સૈન્ય સહિત કુશસ્થલપુરને ઘેરો ઘાલ્યો તથા રાજા પ્રસેનજિતને સમાચાર મોકલ્યા કે કાં તો પ્રભાવતી આપો કાં તો યુદ્ધ કરો.
પ્રસેનજિત ધર્મસંકટમાં પડ્યો. કન્યાની ઈચ્છાવિરુદ્ધ તેનાં લગ્ન શી રીતે કરી શકાય ? યુદ્ધ કરવાનું પણ સરળ નથી. પ્રસેનજિતે એક દૂત વારાણસી મોકલ્યો તથા રાજા અશ્વસેન સમક્ષ સમગ્ર હકીકત વ્યક્ત કરી. દૂત વડે માહિતી મળતાં જ ગુસ્સે થયેલા અશ્વસેને સેનાને સજ્જ થવા આદેશ આપ્યો. પાકુમાર પણ રણભેરી સાંભળીને પિતાજી પાસે આવ્યા અને પોતે યુદ્ધમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. અશ્વસેને પુત્રનું સામર્થ્ય જોઈને તેને યુદ્ધમાં જવાની સહર્ષ સંમતિ આપી. આ બાજુ કેન્દ્રએ પોતાના સારથિને શસ્ત્ર આદિથી સુસજ્જ રથ સોંપીને પાર્શ્વકુમારની સેવામાં મોકલ્યો. દેવ-સારથિએ ઉપસ્થિત થઈને પાર્શ્વને નમસ્કાર કર્યા અને ઈન્દ્ર દ્વારા મોકલવામાં આવેલા રથ ઉપર બેસીને યુદ્ધમાં જવાની વિનંતિ કરી. પાકુમાર એ જ રથમાં બેસીને આકાશમાર્ગે કુશસ્થલપુર તરફ ચાલી નીકળ્યા. ચતુરંગિણી સેના તેમની પાછળ પાછળ જમીન માર્ગે ચાલી રહી હતી.
વારાણસીથી પ્રસ્થાન કરતાં જ પાર્શ્વકુમારે એક દૂત યવન રાજ પાસે મોકલ્યો. તેણે જઈને યવન રાજને કહ્યું, “હે રાજન ! પરમ કૃપાળુ દેવેન્દ્ર પૂજ્ય પાર્શ્વકુમારે કહેવરાવ્યું છે કે કુશસ્થલપુર નરેશે અશ્વસેન રાજાનું શરણ સ્વીકાર્યું છે, તેથી કુશસ્થલપુરનો ઘેરો હટાવી લો. નહિતર તમારી ખેર નથી.' ઉત્તેજિત યવન રાજાએ પ્રત્યુત્તરમાં દૂતને કહ્યું, “અરે દૂત ! તમારા બાળક પાર્શ્વકુમારને કહો કે તે આ યુદ્ધાગ્નિથી દૂર રહે. નહિતર કમોતે માર્યો જશે.'
દૂત પાછો વળ્યો. પાર્શ્વકુમારે તેને ફરીથી પાછો મોકલ્યો. પાછા જઈને તેણે એ જ વાત યવન રાજાને કહી. દૂતની વાત સાંભળીને બાજુમાં બેઠેલા કેટલાક દરબારીઓ ઉત્તેજિત થઈ ગયા, પરંતુ વૃદ્ધ મંત્રીએ તેમને શાંત કરતાં કહ્યું, “પાર્શ્વકુમારનો મહિમા આપણે અન્ય રીતે પણ જાણી ચૂક્યા છીએ.
ભગવાન શ્રી પાર્શ્વનાથ | ૧૭૧