________________
પામીને તે નાગકુમાર દેવોના ઈદ્ર તથા ઈદ્રાણિ-ધરણેન્દ્ર અને પદ્માવતીના નામે ઉત્પન્ન થયાં.
તાપસનો પ્રભાવ ઘટી ગયો. ચારે તરફ તેનો તિરસ્કાર થવા લાગ્યો. તેણે ગુસ્સે થઈને અનશન સ્વીકારી લીધું. મૃત્યુ પામીને તે મેઘમાલી દેવતા બન્યા. દીક્ષા
ભોગાવલી કર્મોના પરિપાકની પરિસમાપ્તિ પછી ભગવાન પાર્શ્વ દીક્ષા માટે ઉદ્યત બન્યા. લોકાંતિક દેવોએ આવીને તેમને જનકલ્યાણ માટે વિનંતી કરી. વર્ષીદાન દઈને માગસર વદ એકાદશીના દિવસે ભગવાને સો વ્યક્તિ સહિત વારાણસીના આશ્રમ પદ ઉદ્યાનમાં પંચમુષ્ટિ લોચ કર્યો. દેવો અને માણસોની ભારે ભીડ વચ્ચે સાવદ્ય યોગોનો સર્વથા ત્યાગ કર્યો. તે દિવસે પ્રભુને અઠ્ઠમનું તપ હતું. બીજા દિવસે ઉદ્યાનમાંથી વિહાર કરીને કોપકટક સંનિવેષમાં પધાર્યા. ત્યાં ધન્ય ગાથાપતિના ઘેર પરમાન્ત (ખીર) વડે પારણું કર્યું. દેવોએ દેવ-દુંદુભિ દ્વારા દાનનું મહત્ત્વ સમજાવ્યું.
ભગવાન શ્રી પાર્શ્વનાથ ૧૭૩