________________
પુત્રી પહેલેથી આપના મહેલમાં છે અને હવે બીજી પણ ત્યાં નેમિકુમારની જીવનસંગિની બનીને આવશે, પરંતુ મારી એક શરત છે કે તમારે મારે ત્યાં જાન લઈને આવું પડશે. હું ત્યાં આવીને મારી દીકરી નહિ આપું.”
શ્રીકૃષ્ણ આ વાત સ્વીકારી લીધી. કૃષ્ણમહારાજ તરત વિવાહની તૈયારીમાં લાગી ગયા. તેમને ભય હતો કે નેમિકુમાર ના ન પાડી દે આ ભયથી પ્રેરાઈને ચાતુર્માસમાં શ્રાવણ સુદ છઠ્ઠની નિશ્ચિત તિથિ ઉપર ધામધૂમથી નેમિકુમારને સુસજ્જિત રથમાં બેસાડીને સમુદ્રવિજય વગેરે દસ દશાઈ, શ્રીકૃષ્ણ, બલરામ તથા દઢનેમિ, રથનેમિ વગેરે અનેક યાદવકુમારો હાથી, ઘોડા તથા રથોમાં બેસીને નીકળી પડ્યા.
આ તરફ ઉગ્રસેન રાજાએ સઘળી તૈયારી કરી રાખી હતી. વિભિન્ન પકવાનો સહિત સેંકડો-હજારો પશુઓને પણ એકત્રિત કરી રાખ્યાં હતાં. નેમિકુમારની જાન તે સંત્રસ્ત પશુઓના વાડાની વચ્ચે થઈને પસાર થઈ. ભયભીત પશુઓને જોઈને નેમિકુમારે સારથિને પૂછ્યું, “આ બધાં પશુઓને અહીં કેમ પૂરી રાખ્યાં છે?”
સારથિએ નમ્રતાપૂર્વક નિવેદન કર્યું કે, “રાજકુમાર ! આ બધાં પ્રાણીઓ આપના માટે છે. આપની સાથે આવેલા યાદવકુમારોને તેમનું માંસ પીરસવામાં આવશે.' નેમિકુમારનું સ્ક્રય કરુણાથી છલકાઈ ઊડ્યું. તેઓ વિચારવા લાગ્યા, “મારા એકનો વિવાહ થશે અને હજારો મૂગાં પશુઓના પ્રાણનો ઘાત કરવામાં આવશે. તેમના મોતનું નિમિત્ત હું બનીશ. ના, આવું ક્યારેય નહિ થવા દઉં. હવે મારે વિવાહ નથી કરવા.” તેમણે સારથિને કહ્યું, “રથ દ્વારકા તરફ પાછો વાળી દો.” સારથિએ રથને પાછો વાળ્યો. નેમિકુમારે પોતાના શરીર ઉપરનાં સઘળાં આભૂષણો ઉતારીને સારથિને સોંપી દીધાં.
નેમિકુમારનો રથ પાછો વળતાં જ જાનની સઘળી વ્યવસ્થા છિન્નભિન્ન થઈ ગઈ. કૃષ્ણ તથા બલરામ સૌએ આવીને ફરી એક વાર તેમને સમજાવ્યા. નેમિકુમાર દઢતાથી ઇન્કાર કરીને દ્વારકા આવ્યા અને વર્ષીદાન દીધું. અભિનિષ્ક્રમણ યાત્રા
ભગવાન નેમિકુમારની વિરક્તિથી સૌ વિસ્મિત હતા. પરમ સુંદરી રાજીમતિ જેવી યુવતીને લગ્ન કર્યા પહેલાં જ છોડી દેવી તે પ્રબળ આત્મબળનું કાર્ય હતું. અનેક યુવકોએ પણ તેમની વિરક્તિથી સ્વયં વિરક્ત થઈને તત્કાળ નેમિકુમાર સાથે દીક્ષિત થવાની ઘોષણા કરી દીધી.
નિશ્ચિત તિથિ શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે ઉત્તરકુર નામની શિક્ષિકામાં બેસીને ઉજ્જયંત (રેવતગિરિ) પર્વત ઉપર સહસ્રાઝ ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુની નિષ્ક્રમણ યાત્રામાં અપાર માનવમેદની તથા ચોસઠ ઈદ્રો સહિત અગણિત
ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૫૧