________________
પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ અસફળ રહ્યા. પછી જમણા હાથ વડે પ્રયત્ન કર્યો. છતાં તે અસફળ રહ્યા તેથી તેમણે બંને હાથ વડે પકડીને જોર લગાવ્યું. આ બાજુ નેમિકુમારે પોતાના હાથને થોડોક વધુ ઊંચો કર્યો. તો શ્રીકૃષ્ણ ત્યાં લટકી રહ્યા. ચારેતરફ નેમિકુમારના બળની પ્રશંસા થવા લાગી. કૃષ્ણ નેમિકુમારને ભેટીને કહ્યું, “આવો બળવાન મારો નાનો ભાઈ છે, તો પછી મારા રાજ્ય પર આંગળી પણ કોણ ઊઠાવી શકે? મને મારા ભાઈ પર ગર્વ છે.” રૂકમિણી વગેરેનો નેમિ સાથે વસંતોત્સવ
શ્રીકૃષ્ણ પોતાના અંતઃપુરના રક્ષકોને આદેશ આપ્યો કે કુમાર અરિષ્ટનેમિને કોઈપણ પ્રકારની રોકટોક વગર આવવા-જવા દેવા. કુમાર સહજ તથા નિર્વિકાર ભાવે સર્વત્ર વિચરણ કરતાં રકૃમિણી વગેરે રાણીઓ તેમનું ખૂબ સન્માન કરતી. વાસુદેવે વિચાર્યું, “નેમિકુમારનાં લગ્ન કરીને તેને દાંપત્ય જીવનમાં સુખી જોઈ શકું ત્યારે જ મારું રાજ્ય તથા બ્રાતૃપ્રેમ સાચા અર્થમાં સાર્થક થઈ શકે. કુમાર નિર્વિકાર છે. તેને ભોગમાર્ગ તરફ આકર્ષિત કરવાનું આવશ્યક છે. શ્રીકૃષ્ણ આ કામ રકૃમિણી, સત્યભામા વગેરે રાણીઓને સોંપ્યું. રાણીઓએ સાથે મળીને એક દિવસ નેમિકુમારને કહ્યું, ‘દિયરજી ! તમારી સાથે જલક્રિડા કરવાની અભિલાષા છે, ભાભીઓનો આગ્રહ તો તમારે માનવો જ પડશે.” ભાભીઓના આગ્રહને નેમિકુમાર ટાળી શક્યા નહિ. સરોવરમાં ભાભીઓ સાથે ઘણા સમય સુધી તેઓ જળક્રિડા કરતા રહ્યા. રમત રમતમાં રૂકમિણી વગેરે રાણીઓએ આગ્રહ કર્યો કે, “તમારે વિવાહ કરવો પડશે. યાદવ વંશના કુલ-મણિ હોવા છતાં કુંવારા ફરો છો તેથી સૌને શરમ ઊપજે છે. કુળવાન છોકરાઓ યોગ્ય ઉંમરે લગ્ન કરી લેતા હોય છે. અમારે પણ દેરાણી જોઈએ છે. કહો, અમારો પ્રસ્તાવ તમે સ્વીકારો છો ને?”
નેમિકુમારે મિતસહ ભાભીઓનો આગ્રહ સાંભળ્યો. તક જોઈને કૃષ્ણ પણ બોલ્યા, “અનુજ ! ભાભીઓની અભિલાષા તથા અમારા જેવા મોટા ભાઈઓની લાગણીને ઠુકરાવવી નહિ જોઈએ.” ભગવાન નેમિકુમારે અવધિજ્ઞાન વડે જોઈ લીધું હતું કે વિવાહની તૈયારી એ જ મારી દીક્ષાનું નિમિત્ત બનશે. તો પછી હું શા માટે ઈન્કાર કરું? ઇચ્છા જણાવતાં કૃષ્ણ મહારાજ અને રાણીઓએ પૂછ્યું, “તો અમે તૈયારી શરૂ કરીએ ને ?' નેમિકુમારે કહ્યું, “હા.” વિવાહની સ્વીકૃતિ મળતાં જ ચારે તરફ પ્રસન્નતા પ્રસરી ગઈ. વાસુદેવ કૃષ્ણ અનેક રાજકન્યાઓ વિષે વિચારવા લાગ્યા. મહારાણી સત્યભામાએ કહ્યું, “મારી નાની બેન રાજીમતિ નેમિકુમાર માટે દરેક રીતે યોગ્ય છે.” શ્રીકૃષ્ણને આ પ્રસ્તાવ ઉચિત લાગ્યો. તત્કાળ ઉગ્રસેન રાજા પાસે પુત્રીની માગણી મૂકી. ઉગ્રસેને કહ્યું, “મારું સૌભાગ્ય છે મારી એક
તીર્થકરચરિત્ર [ ૧૫૦