________________
havallili/
6
)*
ZuuN
NJ
(
HIST
I
' !!
- hid / \/
૯
વાસુદેવ કૃષ્ણ વિચારવા લાગ્યા, “પાંચજન્ય શંખ જેને માત્ર વાસુદેવ જ વગાડી શકે છે, મારા અગ્રજ બલરામજી પણ તેને વગાડી શકતા નથી, તે શંખને આટલી પ્રખરતાથી વગાડવો એ તો ખરેખર અદ્ભુત પરાક્રમનું કામ છે. કોઈક દિવસ જે નેમિના મનમાં રાજ્યપ્રાપ્તિની ભાવના જાગશે તો હું તેને દબાવી નહિ શકું. મારે માહિતી મેળવવી જોઈએ કે વાસ્તવમાં શક્તિ મારામાં અધિક છે કે તેનામાં?
બે ચાર દિવસ પછી વાસુદેવ કૃષ્ણ અરિષ્ટનેમિને કહ્યું, “આપણે મલ્લશાળામાં બાહુનમન (પંજો લડાવવાની) સ્પર્ધા ગોઠવીએ. જોઈએ, કોણ કોનો હાથ ઝુકાવે છે.” નેમિકુમારની સ્વીકૃતિ મેળવીને બંને જણા મલ્લશાળામાં ગયા. અનેક યાદવો સ્પર્ધા નિહાળવા માટે એકત્ર થયા. પહેલાં શ્રી કૃષ્ણ વાસુદેવે પોતાનો પ્રચંડ જમણો હાથે સામે લાંબો કર્યો. નેમિકુમારે સ્વાભાવિક સ્મિત સાથે ડાબા હાથ વડે લીલા વૃક્ષની ડાળીની જેમ તેને પકડીને આસાનીથી ઝુકાવી દીધો. આ જોઈને સૌ વિસ્મિત થઈ ઊઠ્યાં.
ત્યાર પછી શ્રીકૃષ્ણના આહ્વાનથી નેમિકુમારે પોતાનો સુદઢ હાથ સામે લંબાવ્યો. વાસુદેવ કૃષ્ણ પ્રથમ પોતાના ડાબા હાથ વડે એ હાથ ઝુકાવવાનો
ભગવાન શ્રી અરિષ્ટનેમિ ] ૧૪૯