________________
દેવગણ પણ સામેલ હતો. શોભાયાત્રામાં સનસ્કુમારેન્દ્ર પ્રભુના માથે છત્ર ધરીને ચાલવા લાગ્યા. શક્રેન્દ્ર તથા ઈશાનેન્દ્ર સમુક્તળ ચામર ઢોળતા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. મહેન્દ્ર હાથમાં તલવાર લઈને, બ્રહ્મદ્ર દર્પણ લઈને, લાંત કેન્દ્ર પૂર્ણકળશ લઈને શક્રેન્દ્ર સ્વસ્તિક લઈને તથા સહક્ઝારેન્દ્ર દિવ્ય ધનુષ્ય ચઢાવીને આગળ આગળ ચાલી રહ્યા હતા. પ્રાણતેન્દ્ર શ્રીવત્સ તથા અચ્યતેન્દ્ર નંદ્યાવર્ત ધારણ કરીને યાત્રાને મંગલમય બનાવી રહ્યા હતા. બાકીનાં ચમરાદિ ઈદ્ર પોતપોતાનાં આયુધો વડે સુસજ્જિત પોતપોતાની હરોળમાં નેતૃત્વ કરી રહ્યા હતા.
સહસ્રાઝ ઉદ્યાનમાં પહોંચીને અશોક વૃક્ષની નીચે ભગવાને બાકીનાં આભૂષણો ઉતાર્યા અને પંચમુષ્ટિ લોચ ર્યો. વાસુદેવ શ્રીકૃષ્ણ વયમાં મોટા હોવાને કારણે કુંચિત કેશ નેમિકુમારને આશીર્વાદ આપતાં કહ્યું, “હે દમીશ્વર ! આપ શીધ્રાતિશીધ્ર પોતાના લક્ષને પ્રાપ્ત કરો, ઘર્મનો આલોક વિશ્વભરમાં ફેલાવો.”
નેમિકુમારે એક હજાર વિરક્ત વ્યક્તિઓ સહિત પ્રવજ્યા ગ્રહણ કરી. વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરે સૌ તેમને વંદના કરીને પોતાના મહેલોમાં પાછા વળ્યા. દીક્ષાના દિવસે ભગવાનને અઠ્ઠમનુ વ્રત હતું. બીજા દિવસે વરદત્ત બ્રાહ્મણને ત્યાં પરમાન (ખીર)વડે તેમણે પારણું કર્યું. દેવોએ પંચદ્રવ્ય પ્રગટ કર્યા. લોકોને જાણ થઈ ગઈ કે આજે વરદત્તને ત્યાં નેમિકુમારનાં પારણાં થયાં
છે.
કેવળજ્ઞાન
ભગવાન નેમિનાથની દીક્ષા પછી ચોપ્પન રાત્રીઓ છઘસ્થ અવસ્થામાં પસાર થઈ. ઉત્કૃષ્ટ વિરક્તિ વડે ધ્યાનનાં વિવિધ આલંબનો દ્વારા આત્મલીન થઈને તેમણે મહાન કર્મનિર્જરા કરી. એક વખત તેઓ પુનઃ ઉજ્જયંત (રેવતગિરિ) પર્વત પર પધાર્યા. એ જ રાત્રે તેમણે ક્ષપક શ્રેણી મેળવી અને કેવળત્વ પ્રાપ્ત કર્યું.
દેવોએ ઉત્સવ ઉજવીને સમવસરણની રચના કરી. દ્વારિકાના નાગરિકો ભગવાનના સર્વજ્ઞ બનવાની વાત સાંભળીને હર્ષવિભોર થઈ ઊઠ્યા. વાસુદેવ કૃષ્ણ સહિત સૌ ઉત્સુક લોકોએ રેવતગિરિ ઉપર જઈને ભગવાનના દર્શન કર્યા. મહાસતિ રાજીમતિ પણ ભગવાનનાં દર્શનાર્થે ત્યાં પહોંચી ગયાં. પ્રભુના પ્રથમ પ્રવચનમાં તીર્થસ્થાપના થઈ ગઈ. વરદત્ત વગેરે અનેક સંયમોન્સુક વ્યક્તિઓ તથા યક્ષિણી વગેરે અનેક વિરક્ત મહિલાઓએ સંયમ ધારણ કર્યો. સમુદ્રવિજય વગેરે અનેક રાજાઓ તથા શિવાદેવી, દેવકી, રોહિણી વગેરે રાણીઓએ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાને વરદત્ત વગેરે
તીર્થકરચરિત્ર [ ૧૫ર