________________
નહીં. તું એ જ ગોશાલક છે જે મારો શિષ્ય બનીને રહ્યો હતો.” મહાવીરના આવા સત્ય ઉદ્દઘાટનથી ગોશાલક અત્યંત ક્રોધિત થઈ ગયો અને અનર્ગળ પ્રલાપ કરવા લાગ્યો.
ભગવાને તેને અનાર્ય કૃત્ય નહીં કરવા માટે સમજાવ્યો પરંતુ તેનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. તે પાંચ સાત કદમ પાછળ ખસ્યો, પોતાની સઘળી તેજલેશ્યાને એકત્રિત કરી અને તે ભગવાન તરફ છોડી. તેજલેશ્યા ભગવાનની આસપાસ ચક્કર મારીને ઉપર આકાશમાં ઉછળી તથા પાછી વળીને ગોશાલકના શરીરમાં પ્રવેશી ગઈ. તેજલેશ્યા શરીરમાં પ્રવેશતાં જ ગોશાલકનું શરીર બળવા લાગ્યું. બળતરાથી વ્યાકુળ બનેલો ગોશાલક બોલ્યો, ‘કાશ્યપ ! મારા તપ-તેજ વડે તારું શરીર ઉત્તપ્ત થઈ ગયું છે. હવે તું પિત્ત અને દાહજ્વરથી પીડિત થઈને છ મહિનામાં છબસ્થ અવસ્થામાં જ મૃત્યુ પામીશ.'
ભગવાન મહાવીરે કહ્યું, “ગોશાલક ! હું છ મહિનામાં મૃત્યુ નહીં પામું. હું તો સોળ વર્ષ સુધી આ ધરતી ઉપર સુખેથી વિચરીશ. તું પોતે સાત દિવસમાં જ પિત્તજ્વરથી પીડિત થઈને મૃત્યુ પામીશ.”
યારબાદ ભગવાને મુનિઓને કહ્યું, “હવે ગોશાલક નિસ્તેજ બની ગયો છે. હવે તેને ધાર્મિક ચર્ચા કરીને નિરુત્તર કરી શકશો.’ મુનિઓએ તેને અનેક પ્રશ્નો પૂછળ્યા, પરંતુ તે જવાબ આપી શક્યો નહીં. અનેક આજીવક શ્રમણ ભગવાનના સંઘમાં આવીને ભળી ગયા.
ગોશાલક પીડિત તથા હતાશ થઈને હાલાહલા કુંભારણના ઘેર આવ્યો અને શરીરની બળતરા મટાડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવા લાગ્યો. પરંતુ શરીરની બળતરા મટી નહીં. તેનો શરીરદાહ વધતો જ ગયો. આખરે મહાવીરની ભવિષ્યવાણી મુજબ સાતમા દિવસે ગોશાલક મૃત્યધર્મ પામ્યો. અંત સમયે તેણે પોતાના આ કૃત્ય માટે અત્યંત પશ્ચાત્તાપ કર્યો, જેથી મૃત્યુ પામીને તે બારમા દેવલોકમાં દેવ બન્યો. દેવલોકથી ચ્યવન પામીને લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કરતો કરતો તે નિર્વાણ પ્રાપ્ત કરશે. સિંહ અણગારનું રુદન
ભગવાને શ્રાવસ્તીથી વિહાર કર્યો અને ફરતા ફરતા મેંઢિયા ગામ પધાર્યા. ત્યાં ગોશાલક દ્વારા છોડવામાં આવેલી તેજલેશ્યાના પ્રભાવથી દાહજ્વર ઉત્પન્ન થયો. ભગવાનને લોહીના ઝાડા થયા જેથી તેમની કાયા દુર્બળ થઈ ગઈ. લોકોમાં એવી ચર્ચા ચાલી કે રખે ને ગોશાલકની ભવિષ્યવાણી સાચી ન પડે. કારણ કે તેમનું શરીર ક્ષીણ થઈ રહ્યું છે.
સાલકોષ્ઠ ઉદ્યાનની પાસે માલુકા કચ્છમાં ધ્યાન કરી રહેલા
તીર્થકરચરિત્ર | ૨૨૬