________________
કહ્યું, “દેવાનુપ્રિય આનંદ ! તમારા ધર્મગુરુ મહાવીર દેવ મનુષ્યો દ્વારા ખૂબ પ્રશંસા અને પૂજા ભલે પામ્યા હોય, પરંતુ જો મારા વિષે તેઓ કંઈ પણ કહેશે તો હું મારા તપ-તેજ દ્વારા તેમને ભસ્મ કરી દઈશ. જા, તારા ઘર્માચાર્ય પાસે જઈને મેં કહેલી વાત તેમને કહેજે.” ગોશાલકનો આવો ક્રોધભર્યો ઉદ્દગાર સાંભળીને આનંદ સ્થવિર ગભરાઈ ગયા. તેઓ તરત જ મહાવીર પાસે ગયા અને ગોશાલકની વાતો વિશે કહ્યું, “ભંતે ! ગોશાલક પોતાના તપ-તેજ દ્વારા ગમે તેને ભસ્મ કરી દેવામાં સમર્થ છે.'
ભગવાને કહ્યું, “આનંદ ! પોતાના તપ-તેજ વડે ગોશાલક ગમે તેને ભસ્મ કરી દેવામાં સમર્થ છે, પરંતુ તે અહંત-તીર્થકરને બાળીને ભસ્મ કરવામાં સમર્થ નથી. તમે ગૌતમ વગેરે તમામ મુનિઓને ખબર આપી દો કે ગોશાલક અહીં આવી રહ્યો છે. અત્યારે તેની ભીતરમાં અત્યંત મલિનભાવ છે, તે દ્વેષથી ભરેલો છે તેથી તે કંઈપણ કહે, કંઈ પણ કરે, પરંતુ કોઈએ તેની સાથે પ્રતિવાદ કરવો નહીં. કોઈએ તેની સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવી નહીં.' આનંદ ભગવાનનો આ સંદેશ સૌ મુનિઓને કહેવા માટે ગયા.
એટલામાં ગોશાલક પોતાના આજીવક સંઘ સહિત ભગવાનની પાસે આવી પહોંચ્યો અને બોલ્યો, “કાશ્યપ ! તમે એ તો ઠીક કહ્યું છે કે મંખલિપુત્ર ગોશાલક મારો શિષ્ય છે, પરંતુ તમારો એ શિષ્ય સંખલિપુત્ર તો ક્યારનોય મૃત્યુ પામીને દેવલોકમાં ચાલ્યો ગયો છે. હું તો એ ગોશાલકના શરીરમાં પ્રવેશેલો ઉદાયી કુંડિયાયન નામનો ધર્મપ્રવર્તક છું. મારો આ સાતમો શરીરાંતર પ્રવેશ છે. હું ગોશાલક નથી, તેનાથી અલગ આત્મા છું. તમે મને ગોશાલક કહો છો તે સરાસર જૂઠાણું છે.”
ગોશાલકનાં આવાં અસભ્ય વચનો સર્વાનુભૂતિ મુનિથી સહન થઈ શક્યાં નહીં. તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમના શબ્દોએ આગમાં ઈધણ હોમવાનું કામ કર્યું. ગોશાલકનો ક્રોધ તેથી અધિક ભભૂકી ઊઠ્યો. તેણે તેજલેશ્યા એકત્ર કરીને સર્વાનુભૂતિ ઉપર છોડી દીધી. એ પ્રચંડ આગથી સર્વાનુભૂતિનું શરીર બળીને રાખ થઈ ગયું. મુનિ આઠમા સહસ્ત્રાર દેવલોકમાં મહદ્ધિક દેવ બની ગયા.
ગોશાલક વળી પાછો બકવાસ કરવા લાગ્યો. આથી સુનક્ષત્ર મુનિ તેને હિતવચન કહેવા લાગ્યા. ગોશાલકે સર્વાનુભૂતિની જેમ સુનક્ષત્ર મુનિને પણ ભસ્મ કરી દીધા. કેટલાક લોકો એમ પણ માને છે કે સુનક્ષત્ર મુનિ ઘણા પ્રમાણમાં બળી ગયા હતા. અંતિમ આલોચના કરીને મુનિ બારમા અશ્રુત દેવલોકમાં દેવ બન્યા. ભગવાન પર તેજલેશ્યાનો પ્રયોગ
મહાવીરે કહ્યું, “ગોશાલક ! તું તારી જાતને છુપાવવાનો પ્રયત્ન કરીશ
ભગવાન શ્રી મહાવીર | ૨૨૫