________________
આપેલ છે. બંને ભાઈઓએ ત્યાં રહેવાનું યોગ્ય માન્યું નહિ. ત્યાંથી તે પોતાના પરિવાર સહિત વૈશાલીમાં પોતાના નાના (માતાના પિતા) મહારાજ ચેટકના શરણમાં ચાલ્યા ગયા. કોણિક દ્વારા હાર તથા હાથી પાછા મોકલવાની વાત કહેવામાં આવતાં ચેટકે કહ્યું, શરણમાં આવ્યા પછી ક્ષત્રિય આખરી શ્વાસ સુધી તેનું રક્ષણ કરે છે. તેથી કોણિક અને ચેટક વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ગોશાલકનો મિથ્યા પ્રલાપ
ભગવાન શ્રાવસ્તીના કોષ્ઠક ઉદ્યાનમાં રોકાયા. તે દિવસોમાં મંખલિપુત્ર ગોશાલક ભગવાનથી અલગ થઈને મોટે ભાગે શ્રાવસ્તીની આસપાસ ફરતો હતો. તેજલેશ્યાની પ્રાપ્તિ તથા નિમિત્ત શાસ્ત્રોનો અભ્યાસ તેમણે શ્રાવસ્તીમાં જ કર્યો હતો. શ્રાવસ્તીમાં અત્યંપુલ ગાથાપતિ હાલાહલા કુંભારણ ગોશાલકનાં પરમ ભક્ત હતાં. મોટે ભાગે ગોશાલક હાલાહલા કુંભારણના નિંભાડામાં રોકાતા હતા.
ભગવાન મહાવીરના છદ્મસ્થ કાળમાં ગોશાલક તેમની સાથે છ વર્ષ સુધી રહ્યો હતો. મહાવીર પાસેથી તેજલેશ્યાપ્રાપ્તિનો ઉપાય મેળવીને તે તેમનાથી અલગ થઈ ગયો હતો. તેજલેશ્યા તથા અષ્ટાંગ નિમિત્તજ્ઞાન દ્વારા તે પોતાને અત્યંત પ્રભાવશાળી માનતો હતો. તેના આધારે તે એમ પણ કહેતો હતો કે, “હું જિન, સર્વજ્ઞ તથા કેવલી છું.' તેમની આવી ઘોષણા વિષે નગરમાં વ્યાપક ચર્ચા ચાલતી હતી.
ગૌતમ સ્વામીએ નગરમાં ભિક્ષાર્થે ફરતાં ફરતાં એ ચર્ચા સાંભળી કે શ્રાવસ્તીમાં બે જિન (તીર્થકર) બિરાજી રહ્યા છે. એક શ્રમણ ભગવાન મહાવીર અને બીજ મંખલિપુત્ર ગોશાલક. ગૌતમ સ્વામીએ આ સંદર્ભમાં પૂછ્યું તો ભગવાને જણાવ્યું કે, “હે ગૌતમ ! ગોશાલક જિન, કેવલી તથા સર્વજ્ઞ નથી. તે પોતાના વિશે જે ઘોષણા કરી રહ્યો છે તે મિથ્યા છે. આ શરવણ ગામના બહુલ બ્રાહ્મણની ગૌશાળામાં જન્મ લેવાથી ગોશાલક તથા મંખલિ નામના મંખનો પુત્ર હોવાથી મખલિપુત્ર કહેવાય છે. આજથી ચોવીસ વર્ષ પૂર્વે તે મારો શિષ્ય બન્યો હતો. છ વર્ષ સુધી તે મારી સાથે રહ્યો હતો. મેં બતાવેલા ઉપાય દ્વારા તેણે તેજલબ્ધિ પ્રાપ્ત કરી, દિશાચરો પાસેથી તે નિમિત્તશાસ્ત્ર ભણ્યો. તેના આધારે તે એવું કહેતો ફરે છે. વાસ્તવમાં તેનામાં હજી સર્વજ્ઞ બનવાની અહંતા નથી.'
મહાવીર અને ગૌતમ વચ્ચેનો આ સંવાદ સમગ્ર નગરમાં પ્રસરી ગયો. જ્યારે સંખલિપુત્ર ગોશાલકે આ વાત જાણી ત્યારે તે ખૂબ ગુસ્સે થયો. તે પોતાના સંઘ સાથે આ વિષે વિમર્શ કરવા લાગ્યો. તે સમયે મહાવીરના શિષ્ય આનંદ છ8 ઉપર છ8નું તપ કરી રહ્યા હતા. પારણાં માટે તે કુંભારણા ઘર આગળથી પસાર થઈ રહ્યા હતા. ગોશાલકે તેમને જોઈને ઊભા રાખ્યા અને
તીર્થકરચરિત્ર | ૨૨૪