________________
પાંચસો સાધુઓની સાથે વિહાર કરવા લાગ્યા. ત્યાંથી કૌશાંબી પધાર્યા. ત્યાં સૂર્ય તથા ચંદ્રમાં પોતાના મૂળ રૂપમાં ભગવાનનાં દર્શનાર્થે આવ્યા. આ પણ એક અનોખું આશ્ચર્ય માનવામાં આવ્યું. કૌશાંબીથી વિહાર કરીને મહાવીર ચાતુર્માસ માટે રાજગૃહ પધાર્યા. સર્વજ્ઞતાનું તેરમું વર્ષ
રાજગૃહ ચાતુર્માસ સંપન્ન કરીને ભગવાન ચંપા પધાર્યા. મગધ નરેશ શ્રેણિકના મૃત્યુ પછી કોણિકે ચંપાને પોતાની રાજધાની બનાવી. ભગવાનના આગમનના સમાચાર સાંભળીને ભારે રાજસી ઠાઠમાઠ સહિત સમગ્ર રાજકુટુંબ સાથે કોણિક દર્શનાર્થે આવ્યો. ભગવાનનાં પ્રવચનથી ઉબુદ્ધ થઈને અનેક લોકોએ અણગાર તથા આગાર ધર્મ સ્વીકાર્યો. મુનિધર્મ અંગીકાર કરનારાઓમાં પવા, ભદ્ર વગેરે શ્રેણિકના દશ પુત્રો મુખ્ય હતા. પાલિત જેવા અનેક ધનાધીશોએ શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. આ વર્ષે પ્રભુનો ચાતુર્માસ મિથિલામાં થયો. અનેક આચાર્યો આ વર્ષનો ચાતુર્માસ ચંપાનગરીમાં માને છે. સર્વજ્ઞતાનું ચૌદમું વર્ષ
- મિથિલાનો પ્રવાસ સંપન્ન કરીને ભગવાન ચંપા પધાર્યા, ત્યારે વિદેહની રાજધાની વૈશાલી રણભૂમિ બની હતી. એક તરફ વૈશાલીપતિ રાજા ચેટક અને અઢાર ગણરાજા હતા. તો બીજી તરફ મગધપતિ રાજ કોણિક અને તેના કાળ વગેરે ઓરમાન ભાઈઓ પોતપોતાની સેના સાથે લડી રહ્યા હતા. આ યુદ્ધમાં કોણિક વિજયી બન્યો હતો. કાળ વગેરે દશ કુમારો ચેટકના હાથે માર્યા ગયા. પોતાના પુત્રના મૃત્યુના સમાચારથી કાલી વગેરે રાણીઓને ખૂબ ખેદ થયો. પ્રભુ-પ્રવચન દ્વારા વૈરાગ્યવતી બનીને કાલી વગેરે દશ રાણીઓએ પ્રવજ્યા સ્વીકારી. ચંપાથી વિહાર કરીને ભગવાન મિથિલા નગરી પધાર્યા. ત્યાં જ ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું પંદરમું વર્ષ
- મિથિલાથી વિહાર કરીને ભગવાન શ્રાવસ્તી પધાર્યા. ત્યાં કોણિકના ભાઈના ભાઈ હલ્લ-બેહલ કોઈક રીતે ભગવાન પાસે પહોંચ્યા અને તેમની પાસે દીક્ષિત થઈ ગયા. કોણિક, હલ્લ અને વિહલ્લ ત્રણે મહારાણી ચેલણાના જ પુત્રો હતા. પિતા રાજા શ્રેણિકે પોતાના દેવનામી અઢારોડી હાર હલ્લને તથા પાટવી હાથી સચેતક ગંધહસ્તી જે અતિશય સુંદર, ચતુર અને સમજદાર હતો તે વિહલ્લને સોંપ્યો. શ્રેણિકના મૃત્યુ પછી કોણિકે પોતાની રાણી પદ્માવતીની ચડવણીમાં આવીને બંને ભાઈઓને હાર તથા હાથી પાછા આપવા કહ્યું, આથી બંને ભાઈઓએ એમ કહીને ઈન્કાર કર્યો કે આ તો પિતાજીએ
ભગવાન શ્રી મહાવીર | ૨૨૩