________________
તીર્થ સ્થાપના
ભગવાનના પ્રથમ પ્રવચનમાં સાધુ-સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓબની ગયાં હતાં. ચતુર્વિધ તીર્થની સ્થાપના પછી ભગવાન તીર્થંકર કહેવાયા. ક્રમશઃ ઘણાં લોકો યથાશક્તિ સાધનામાં મગ્ન બન્યાં. ભગવાન પાસે પાંચ મહાવ્રતરૂપી અણગાર ધર્મના સાધકો પણ અનેક બની ગયા હતા. ભગવાન ઋષભના સાધુઓનાં શરીર શક્તિશાળી હતાં, પરંતુ બૌદ્ધિક વિકાસ ન્યૂનતમ હતો. જ્ઞાનની દૃષ્ટિએ તેઓ મંદ હતા. કોઈપણ વાત સમજાવવામાં ખૂબ પરિશ્રમ કરવો પડતો હતો, પરંતુ સમજ્યા પછી તેનું પાલન કરવામાં તેઓ ખૂબ સુદઢ હતા, ત્યારે આચરણ-ક્ષમતા પૂરેપૂરી હતી. તેથી જ તે સમયના યુગને ઋજુ (સરલ) મૂળ કહેવામાં આવતો હતો. અઠ્ઠાણુ ભાઈઓ દ્વારા દીક્ષાગ્રહણ
સમ્રાટ ભરત સમગ્ર ક્ષેત્રમાં એકછત્રી સામ્રાજ્ય સ્થાપવા માટે ચક્રરત્ન લઈને વિજયયાત્રા માટે નીકળી પડ્યા. સર્વત્ર વિજય પ્રાપ્ત કર્યા પછી પોતાના ભાઈઓને દૂત દ્વારા સંદેશ પાઠવ્યા કે તેઓ તેમની અધીનતા સ્વીકારી લે. ભાઈઓને આ યોગ્ય લાગ્યું નહિ. અઠ્ઠાણુ ભાઈઓએ વિચાર્યું કે પિતાજી પાસે જઈને આ સમસ્યાનું સમાધાન કરવું જોઈએ.
બધા ભાઈઓ પિતા ભગવાન ઋષભ પાસે ગયા અને પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું, “પિતાજી ! આપે અમને સ્વતંત્ર રાજ્યભાર સોંપ્યો હતો, પરંતુ જ્યેષ્ઠ ભાઈ ભરત આપે આપેલું રાજ્ય પડાવી લેવા ઇચ્છે છે. આ તદ્દન ખોટી વાત છે. આપ અમને માર્ગદર્શન આપો.'
ભગવાન ઋષભે અઠ્ઠાણુ ભાઈઓને સમજાવ્યા, જુઓ, આ રાજ્ય તો ક્યારેય સ્થાયી નથી હોતાં. એ બધાં ક્યારેક તો છૂટી જ જશે. હું તમને એવા રાજ્યના અધિપતિ બનવાનો ઉપાય બતાવું છું, જે પ્રાપ્ત થયા પછી ક્યારેય ચાલ્યું જતું નથી. ભગવાનની યુક્તિભરી વાણીથી ભાઈઓને અવબોધ મળ્યો અને તે શાશ્વત રાજ્યના અધિપતિ થવાની દિશામાં ઉત્સાહી બન્યા. ભરત-બાહુબલી યુદ્ધ
અઠ્ઠા ભાઈઓએ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી લીધી. બાહુબલી પાસે જ્યારે દૂત સંદેશો લઈને પહોંચ્યો ત્યારે રાજા બાહુબલીએ કહ્યું, “હે દૂત ! જા, તારા સમ્રાટને કહી દે છે કે બાહુબલી પોતાના અન્ય ભાઈઓની જેમ દીક્ષિત થઈને પોતાનું રાજ્ય સમર્પિત કરી દેવા તૈયાર નથી. પૂજ્ય પિતાશ્રીએ તો તમામ ભાઈઓને સ્વતંત્ર રાજ્ય આપ્યું હતું. છતાં ભરત બળપૂર્વક રાજ્ય પચાવી પાડવાની ચેષ્ટા કરશે તો મારી પાસે પણ બાહુબળ છે. હું મારા રાજ્યનું
ભગવાન શ્રી ઋષભદેવ ] ૪૩