________________
રક્ષણ કરવાનું સારી રીતે જાણું છું. હું કોઈનાં કાર્યોમાં હસ્તક્ષેપ કરતો નથી અને કોઈ મારાં કાર્યોમાં દખલ કરે તે હું પસંદ પણ કરતો નથી. તેથી હું રાજા ભરતની અધીનતાનો સ્વીકાર કરતો નથી. હા, નાનો ભાઈ હોવાને કારણે જ્યેષ્ઠ ભાઈનાં ચરણોમાં ગમે ત્યાં, ગમે ત્યારે પ્રણામ કરવા માટે સદૈવ તત્પર
આખરે સમ્રાટ ભરતે બાહુબલીના રાજ્ય તક્ષશિલા ઉપર આક્રમણ કર્યું. બંને પક્ષની સેનાઓમાં ભીષણ સંગ્રામ થયો. ક્યારેક ભરતની સેના બાહુબલીની સેના ઉપર ભારે પડતી તો ક્યારેક બાહુબલીની સેના ભારતની સેનાને પછાડતી હતી. યુદ્ધમાં ભારે જાનહાનિ થતી જોઈને એવો નિર્ણય લેવામાં આવ્યો કે મુખ્યત્વે યુદ્ધ તો ભરત અને બાહુબલી વચ્ચે છે, તો પછી એ બંનેની વચ્ચે જ શા માટે અંતિમ યુદ્ધ ન કરી લેવું ? જે જીતે એને જ વિજેતા માનવો.
યુદ્ધની જે યોજના ઘડવામાં આવી તે આ પ્રમાણે હતી૧. દષ્ટિયુદ્ધ ૨. વાયુદ્ધ ૩. મુષ્ટિયુદ્ધ ૪. દંડયુદ્ધ
આ તમામ યુદ્ધોમાં બાહુબલીના હાથે ભરતને ભારે પરાજય મળ્યો. આ પરાજયથી ઉત્તેજિત થઈને ભરતે પોતાના અચૂક તથા અંતિમ અસ્ત્ર ચક્રને પ્રક્ષેપિત કર્યું. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. હાહાકાર મચી ગયો. સૌકોઈ જાણતું હતું કે ચક્રનો પ્રહાર ક્યારેય નિષ્ફળ જતો નથી. બાહુબલીના પક્ષના લોકોએ ચક્રને રોકવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. ચક્ર આગળ વધતું ગયું, પરંતુ ભારતના જ પરિવારના સભ્ય તથા ચરમશરીરી હોવાને કારણે ચક્રરત્ન પણ બાહુબલીની પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું!
બાહુબલીના આ વિજયથી ગગન વિજયઘોષ થકી ગૂંજી ઊઠ્યું. બાહુબલીએ ગુસ્સે થઈને જ્યારે ભારત ઉપર પ્રહાર કરવા માટે પોતાની મુષ્ટિ (મુઠ્ઠી) ઉગામી, ત્યારે સૌના દિલમાં ઘૂજારી પ્રસરી ગઈ. સૌએ એકસાથે પ્રાર્થના કરી કે, ક્ષમા કરો. સામર્થ્યવાન થઈને જે ક્ષમા કરે છે એ જ મહાન કહેવાય છે. આપ ભૂલને ભૂલી જાઓ.
બાહુબલીના ઊંચકાયેલા હાથ હવે પાછા શી રીતે વળે? તેમણે પોતાના ઊંચકાયેલા હાથ પોતાના જ શિર પર મૂક્યા, કેશનો લોચ કર્યો અને શ્રમણ-નિગ્રંથ બની ગયા.
તીર્થકરચરિત્ર ૪૪