________________
બાહુબલી અને ભરતને કેવળજ્ઞાન
હું નાના ભાઈઓને વંદન કેવી રીતે કરું? એવી અહં ભાવના વડે પ્રેરિત બાહુબલી ભગવાન ઋષભદેવની સેવામાં ઉપસ્થિત થયા નહિ. ત્યાંને ત્યાં જ ઉત્કટ સાધનામાં મગ્ન બની ગયા. અડોલ ધ્યાનાવસ્થામાં એક વર્ષ વીતી ગયું. ના ભોજન ના પાણી, અને તો યે કેવળજ્ઞાનની પ્રાપ્તિથી તેઓ દૂર હતા!
ભગવાને આ સ્થિતિ જાણી લીધી અને બંને પુત્રીઓ સાધ્વી બ્રાહ્મી અને સાધ્વી સુંદરીને મોકલી. બંનેની યુક્તિભરી વાત સાંભળીને બાહુબલી સમજી ગયા તથા વંદન માટે જવા નીકળ્યા કે તરત જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ.
સમ્રાટ ભરતને એકછત્રી સામ્રાજ્ય મળી ગયા પછી પણ તેમના ભીતરમાં શાંતિ નહોતી. તેમને એ વાતનું દુઃખ હતું કે રાજ્યસુખ માટે મેં મારા તમામ ભાઈઓને ગુમાવી દીધા. શાસન કરતા હોવા છતાં ભારતના મનમાં હવે કોઈ આસક્તિ નહોતી.
એક દિવસ આરિસાભવન (Glass house)માં અનિત્ય અનુપ્રેક્ષામાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જૈનેતર સાહિત્યમાં ઋષભનું વર્ણન
જૈન સાહિત્યમાં ભગવાન ઋષભનું સવિસ્તાર વર્ણન ઠેર ઠેર મળે છે, તેવી જ રીતે વૈદિક તથા બૌદ્ધ સાહિત્યમાં પણ અનેક સ્થળે તેમનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં ઋષભની વંશપરંપરાને આ રીતે દર્શાવામાં આવી છે. બ્રહ્માજીએ પોતાના સમાન પ્રથમ મનુને બનાવ્યા, પછી મનુ વડે પ્રિયવ્રત અને પ્રિયવ્રત વડે આગ્નીવ્ર વગેરે દસ પુત્રો થયા. આગ્નીવ્ર વડે નાભિ અને નાભિ વડે ઋષભ થયા.
ઋષભના પરિચય અંગે પુરાણ કહે છે કે નાભિની પ્રિયા મરુદેવાની કૂખે અતિશય કાંતિવાળા બાળક ઋષભનો જન્મ થયો. રાજા ઋષભે ધર્મપૂર્વક રાજ્યનું શાસન કર્યું તેમજ વિવિધ યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. પોતાના વીર પુત્ર ભરતને ઉત્તરાધિકાર સોંપીને તપસ્યા માટે પુલહાશ્રમ તરફ પ્રસ્થાન કરી ગયા.
ઋષભે પોતાનું રાજ્ય ભરતને આપ્યું, ત્યારથી આ હિમદેશ ભારતદેશ તરીકે પ્રસિદ્ધ થયો. વૈદિક ગ્રંથોમાં ઋષભની સાધનાનું સુંદર વિવેચન મળે છે. ઋષભદેવે કઠોર ચર્યા તેમજ સાઘનાનો માર્ગ સ્વીકાર્યો. તેમની દીર્ઘ તપસ્યાને કારણે તેમનું શરીર કાંટાની જેમ સુકાઈ ગયું. તેમની શિરાઓ અને ધમનીઓ સ્પષ્ટ દૃષ્ટિગોચર થવા લાગી. આખરે નગ્નાવસ્થામાં તેમણે મહાપ્રસ્થાન કર્યું.
ભગવાન શ્રી ઋષભદેવ ] ૪૫