________________
જ. :
ભગવાન શ્રી અનન્તનાથ
* *
જ
*
તીર્થકર ગોત્રનો બંધ
ચૌદમા તીર્થંકર અનન્તનાથ પોતાના |પૂર્વજન્મમાં ઘાતકી ખંડ પૂર્વ વિદેહના ઐરાવત વિજયની અરિષ્ટા નગરીના રાજા પધરથ તરીકે ભૂમંડળમાં સર્વાધિક વર્ચસ્વી રાજા હતા. તમામ
રાજાઓ ઉપર તેમની ધાક હતી. પદ્મરથની વિરુદ્ધ – – "
સંઘર્ષની વાત તો દૂર રહી, વિરોધમાં બોલવાની
હિંમત પણ કોઈનામાં નહોતી. તેઓ નિષ્ફટક રાજ્યસત્તાનો ઉપભોગ કરતા હતા.
એક વખત ગુરુ ચિત્તરક્ષ અરિષ્ટા નગરીમાં પધાર્યા. રાજા સ્વયં દર્શનાર્થે ગયા. તે વખતે પ્રવચનમાં જીવનનાં ઊર્ધ્વલક્ષ્ય વિશે સાંભળીને તેઓ ચોંકી ઊઠ્યા. મનોમન વિચારવા લાગ્યા કે, “જીવનનું ધ્યેય ખૂબ ઊંચું છે, તે અધમ ભોગવાસનાની તૃપ્તિમાં પોતાને ઓતપ્રોત કરી રાખ્યો છે, પછી તને ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થાય ? હજી પણ સમય છે, આદર્શની પ્રાપ્તિ માટે. હજી પણ રાજ્ય છોડીને ગુરુદેવનાં ચરણોમાં સાધનાલીન બની જવાનું કેમ નથી વિચારતો?”
રાજા પારથે આવો નિર્ણય કરીને પુત્રને રાજ્ય સોંપી દીધું અને ગુરુ ચિત્તરક્ષ પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. ઘોર તપસ્યા અને ઉત્કૃષ્ટ સાધના વડે મહાન કર્મનિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે આરાધક પદ પામીને દશમા સ્વર્ગમાં મહર્થિક દેવ વિમાનને સુશોભિત કર્યું.
દેવ-આયુષ્યની સમાપ્તિ પછી તેઓ ભરતક્ષેત્રની સમૃદ્ધ નગરી અયોધ્યામાં પધાર્યા. ત્યાં અયોધ્યાનરેશ સિંહસેનની મહારાણી સુયશાદેવીની કૂખે અવતિરત થયા. મહારાણી સુયશાદેવીએ તીર્થકરના આગમનનાં સૂચક ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. સમગ્ર શહેરમાં પ્રસન્નત્તા પ્રસરી ગઈ. સ્વપ્નોનાં ફળ સાંભળીને લોકો હર્ષવિભોર બની ગયા.
ભગવાન શ્રી અનન્તનાથ [ ૧૦૩