________________
દીક્ષા
અવધિજ્ઞાન વડે પોતાની દીક્ષાનો સમય નજીક સમજીને ભગવાને યુવરાજને રાજ્યભાર સોંપ્યો અને વર્ષીદાનનો આરંભ કર્યો. રાજા દ્વારા વૈભવપૂર્ણ જીવન છોડીને વિરક્ત બનવાના પ્રેરકવૃતાંત્તે અનેક સંપન્ન વ્યક્તિઓને ભોગોથી વિરક્ત બનાવી દીધી. એક હજાર વ્યક્તિ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ચૂકી હતી. પોષવદ બારસના દિવસે પ્રભુ ચંદ્રપ્રભા નામની શિબિકા (સુખપાલિકા)માં બેસીને સહસ્રામ્ર ઉદ્યાનમાં પહોંચ્યા. પંચમુષ્ટિ લોચ કર્યો. સુરેન્દ્રો અને માણસોની ભારે ભીડની હાજરીમાં સાવધ યોગોનો ત્યાગ કરી તેમણે સાધુત્વ સ્વીકાર્યું. દીક્ષાના બીજા દિવસે ચૌવિહાર છઠ્ઠનું પારણું તેમણે નજીકના નગર અરિષ્ટપુરના મહારાજા પુનર્વસુને ત્યાં કર્યું. દેવોએ ભગવાનના પ્રથમ પારણાનો ઉત્સવ ઉજવ્યો.
નિઃસ્પૃહ વૃત્તિથી વિહાર કરતા કરતા શીતલપ્રભુ પોતાની ચર્યાને વિશેષ સમુજ્જવળ બનાવતા રહ્યા. ત્રણ માસ પછી તેઓ ફરીથી સહસ્રામ્ર ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં જ તેમને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ. કેવલમહોત્સવ પછી દેવોએ સમવસરણની રચના કરી. ભગવાને પ્રથમ પ્રવચનમાં સાધુત્વ અને શ્રાવકત્વ વિષે વિસ્તારથી સમજ આપી અને પ્રેરણા પણ આપી. અનેક વ્યક્તિઓએ સાધનાપથનો સ્વીકાર કર્યો.
નિર્વાણ
લાખો ભવ્યજનોનો ઉદ્ધાર કરતાં કરતાં પ્રભુએ જ્યારે આયુષ્યકર્મ સ્વલ્પ જાણ્યું ત્યારે એક હજાર કેવલીમુનિઓ સહિત સમ્મેદશિખર પર આજીવન અનશન વ્રત સ્વીકારી લીધું. ભવોપગ્રાહી અઘાતી કર્મોનો ક્ષય કરીને એક લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર
૦ગણધર
૦ કેવલી જ્ઞાન
૦ મનઃ પર્યવજ્ઞાની
૦ અવધિજ્ઞાની
૦ વૈક્રિય લબ્ધિધારી
૦ ચતુર્દશ પૂર્વી
૦ચર્ચાવાદી
૦ સાધુ
- ૮૧
- ૭૦૦૦
- ૭૫૦૦
- ૭૨૦૦
- ૧૨,૦૦૦
- ૧૪૦૦
- ૫૮૦૦
- ૧,૦૦,૦૦૦
તીર્થંકરચરિત્ર - ૮૮