________________
પ્રસ્તુત કર્યાં. મહાત્મા બુદ્ઘ મહાવીરના સમકાલીન હતા, તેથી તે અર્વાચીન સાબિત થાય છે. વૈદિક મતમાં સૌથી પ્રાચીન વેદ છે. વિદ્વાન લોકો વેદોને પાંચ હજાર વર્ષ પ્રાચીન માને છે. તિલક આઠ હજાર વર્ષ પ્રાચીન કહે છે. વેદોમાં ભગવાન ઋષભ, અરિષ્ટનેમિ અને શ્રમણોનો ઉલ્લેખ મળે છે, ‘મુનયો વાત૨શનાઃ’ એટલે કે ઉગ્ર તપસ્વી મુનિના રૂપે શ્રમણોને બતાવ્યા છે. વેદો પછી ઉપનિષદો, આરણ્યકો, પુરાણો વગેરેમાં તેનું વર્ણન જોવા મળે છે. આ ગ્રંથોની રચનાની પૂર્વે જૈનધર્મ ન હોત, ભગવાન ઋષભ ન હોત તો તેમનો ઉલ્લેખ કઈ રીતે થયો ?
જૈનધર્મની અવધારણા
જૈનધર્મમાં પુરુષાર્થને સર્વાધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ધર્મ ભૌતિક વસ્તુઓ પ્રત્યેની આસક્તિ દૂર કરીને વ્યક્તિને આધ્યાત્મિકતા તરફ ઉન્મુખ કરે છે. સ્વાર્થને નહીં પરમાર્થની ભાવનાને જગાડે છે. પ્રવૃત્તિના બદલે નિવૃત્તિનો રાજપથ બતાવે છે. ભોગને બદલે ત્યાગની ભાવનાને મહત્ત્વ આપે છે. જૈનદર્શન આત્મકર્તૃત્વવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે, તે પ્રત્યેક આત્માના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારે છે અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ હોવાની વાત કરે છે. પ્રત્યેક નાના મોટા જીવને સમાન દૃષ્ટિએ જુએ છે. જાતિવાદને અતાત્ત્વિક માને છે. જૈનધર્મમાં સિદ્ધાંતોની સ્પષ્ટતાની સાથે સાધનાના પ્રચુર પ્રયોગોનો ઉલ્લેખ છે. અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્રમૂલક પ્રવૃત્તિઓને ઉપયોગી માની છે. અધ્યાત્મને પ્રમુખતા
જેવી રીતે શિવના નામથી શૈવ ધર્મ, વિષ્ણુના નામથી વૈષ્ણવ ધર્મ અને બુદ્ધના નામથી બૌદ્ધધર્મ પ્રચલિત થયો, તેવી જ રીતે જિનના નામ પરથી જૈનધર્મ પ્રચલિત થયો. પરંતુ શિવ, વિષ્ણુ અને બુદ્ધની વિપરીત ‘જિન’શબ્દ કોઈ વ્યક્તિવિશેષનું નામ નથી. આ એ આધ્યાત્મિક શક્તિનો સંબોધક શબ્દ છે, જેમાં વ્યક્તિએ રાગદ્વેષ અથવા પ્રિયતા-અપ્રિયતાની સ્થિતિમાંથી પોતાની જાતને મુક્ત કરી દીધી છે. જૈનધર્મનો મુખ્ય મંત્ર છે- નમસ્કાર મહામંત્ર, - તેમાં કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર કરવામાં આવ્યા નથી. માત્ર આત્મસંપદાથી સંપન્ન એ વિભૂતિઓને જ નમસ્કાર કરવામાં આવે છે કે જે વર્ણ, લિંગ, જાતિની સીમાથી ઉપર છે. જૈનધર્મની આ સુસ્પષ્ટ માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના આત્માના ઉત્કર્ષ વડે મહાપુરુષ બની શકે છે, અર્હત્ અથવા તીર્થંકર બની શકે છે.
દેશ, કાળ વગેરે પ્રમાણે શબ્દો બદલાતા રહે છે, પરંતુ શબ્દોના બદલાવાથી જૈન ધર્મ અર્વાચીન થઈ જતો નથી. કાળની દૃષ્ટિએ આ
તીર્થંકરચરિત્રÇ ર