________________
પ્રવેશ ૨
ભારતીય સંસ્કૃતિ પ્રાણવાન સંસ્કૃતિ છે. તે ત્યાગમય ભાવનાઓથી અનુપ્રાણિત છે. આ ઉજ્જવળ સંસ્કૃતિમાં ત્રણ પ્રવાહોનું મૂલ્યવાન યોગદાન રહ્યું છેઃ (૧) જૈન, (૨) બૌદ્ધ, (૩) વૈદિક.
આ ત્રણેય પ્રવાહો આ ભારત ભૂમિ ઉપર જ પ્રવાહિત થયા, પલ્લવિત તેમજ પુષ્પિત થયા. આ ત્રણેએ ભારતીય જનમાનસને પ્રભાવિત કર્યું છે. અને તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે પણ ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ, સહિષ્ણુતા, ધૈર્ય જેવા ગુણ સમાયેલા છે, જે આ ત્રણેના મૂળમાં છે. જૈન ધર્મની પ્રાચીનતા
જૈનધર્મ વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે. “જૈનધર્મ' આ નામ નવું છે. આ નામ ભગવાન મહાવીર પછી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પ્રયોજ્યું હતું. આ નામ તેમના વિરચિત ગ્રંથ વિશેષાવશ્યક ભાષ્યમાં ઉલિખિત છે. ત્યારબાદ તો ઉત્તરવર્તી સાહિત્યમાં “જૈન” શબ્દ વ્યાપક રૂપે પ્રચલિત બન્યો છે. તેની પૂર્વે ભગવાન ઋષભથી ભગવાન મહાવીર સુધી વિભિન્ન નામોથી તે ઓળખાતો રહ્યો છે. પ્રારંભમાં તેનું નામ શ્રમણ ધર્મ હતું, પછી અહલ્ ધર્મ થયું. મહાવીરના યુગમાં તેને નિગ્રંથ ધર્મ કહેવામાં આવતો હતો.
સત્યની ઉપલબ્ધિમાં પ્રાચીન અને નવીનનું કોઈ જ મહત્ત્વ હોતું નથી. જેના વડે આત્મસાક્ષાત્કાર થઈ શકે તે જ ઉપયોગી છે. ઇતિહાસની દષ્ટિએ પહેલાં-પછીનું મોટું મહત્ત્વ છે. આ પ્રાપ્ત પ્રમાણોના આધારે નિઃસંદેહ એમ કહી શકાય કે જૈનધર્મ પ્રાગૈદિક છે અને બૌદ્ધ અર્વાચીન છે.
ઘણા ઈતિહાસવેત્તાઓમાં એક ભ્રમ દઢ થતો જાય છે. કેટલાક જૈનધર્મને વૈદિક ધર્મની શાખા માને છે તો કેટલાક બોદ્ધધર્મની. આ ભ્રમ ભગવાન મહાવીરને જૈનધર્મના પ્રવર્તક માનવાથી ઉત્પન્ન થયો છે. જૈનધર્મના પ્રથમ પ્રવર્તક ભગવાન ઋષભ હતા. અને અંતિમ પ્રવર્તક મહાવીર હતા તેમણે પ્રાચીન પરંપરાઓને આગળ વધારી અને સમસામયિક વિચારોને લોકો સમક્ષ
પ્રવેશ [ ૧