________________
નંદીવર્ધન- ‘ઓછામાં ઓછાં બે વર્ષ સુધી.’
મહાવીર બે વર્ષ સુધી ગૃહવાસમાં વધુ રહ્યા. આ અવધિમાં તેમણે ત્યાગમય જીવન વિતાવ્યું. તેઓ રાત્રિભોજન કરતા નહિ. અચિત્ત જળ પીત્તા, જમીન ઉ૫૨ સૂઈ જતા અને બ્રહ્મચર્યનું પાલન કરતા. કાયપ્રક્ષાલનમાં (સ્નાનમાં) પણ અચિત્ત જળનો ઉપયોગ કરતા. છઠ્ઠના પારણે છઠ્ઠનું તપ કરતા. એક વર્ષ સમાપ્ત થતાં નવ લોકાંતિક દેવો સામૂહિક રૂપે મહાવીર પાસે આવ્યા અને નમસ્કાર કરીને કહ્યું કે, ‘હે ભગવાન ! હવે આપ લોકહિતમાં દીક્ષા અંગીકાર કરો અને ધર્મતીર્થનું પ્રવર્તન કરો.'
મહાવીરે વર્ષીદાનનો આરંભ કર્યો. દેવસહયોગથી દરરોજ એક પ્રહર સુધી એક કરોડ આઠ લાખ મુદ્રાઓનું દાન કરતા. આમ ત્રણ અરબ ઈઠ્યાસી કરોડ એંશી લાખ સુવર્ણમુદ્રાઓનું તેમણે દાન કર્યું. વર્ષીદાન પછી મહાવીરના કાકા સુપાર્શ્વ અને ભાઈ નંદીવર્ધને મહાવીરના દીક્ષામહોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી. મહાવીરે સ્નાન કર્યું, ચંદન વગેરેનો લેપ કરીને સુંદર પરિધાન તથા અલંકાર ધારણ કર્યાં. દેવનિર્મિત વિશાળ તેમજ ભવ્ય ચંદ્રપ્રભા સુખપાલિકામાં મહાવીર બિરાજ્યા. દેવો તથા માણસોએ સંયુક્ત રૂપે તેમને
તીર્થંકરચરિત્ર - ૧૯૬