________________
ઊંચક્યા. તેમાં અગણિત દેવી-દેવતા, હજારો સ્ત્રી-પુરુષો, રાજા નંદીવર્ધનના સમગ્ર લાવલશ્કર સહિત સુખપાલિકા જ્ઞાતખંડ વનમાં અશોક વૃક્ષની નીચે મૂકી. સુખપાલિકામાંથી ઊતરીને મહાવીરે પોતાનાં સઘળાં વસ્ત્રાલંકાર ઉતારી દીધાં. કારતક વદ દશમ, દિવસનો ત્રીજો પ્રહર, પૂર્વાભિમુખ મહાવીરે પંચમુષ્ટિ લોચ કર્યો. શક્રેન્દ્રે કેશોને થાળીમાં લીધા અને તેમને ક્ષીર સમુદ્રમાં વહેતા કર્યાં.
મહાવીરે ‘ણમો સિદ્ધાણં' કહીને દેવ-મનુષ્યોની વિશાળ પરીષદ વચ્ચે એવી પ્રતિજ્ઞા કરી કે ‘સર્વાં મે અકરણિજ્યું પાવું કર્માં' હવેથી મારે માટે તમામ પાપકર્મ અકરણીય છે. આમ કહીને તેમણે સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યો.દીક્ષિત થતાં જ તેમણે અભિગ્રહ ગ્રહણ કર્યો- કેવળજ્ઞાની થવા સુધી હું વ્યુત્ક્રુષ્ટ દેહ રહીશ. અર્થાત્ દેવ, મનુષ્ય તથા તિર્યંચ (પશુજગત) જીવો તરફથી જે કોઈ ઉપસર્ગ મળશે તેને સમભાવથી સહન કરીશ.’ પારિવારિક તથા અન્ય સૌકોઈથી વિદાય લઈને ભગવાને ત્યાં વિહાર કર્યો.
સૌધર્મેન્દ્રે તે સમયે ભગવાનના ખભા ઉપર દેવદૃષ્ય વસ્ત્ર મૂકી દીધું. જ્ઞાતખંડથી વિહાર કરીને મુહૂર્તમાત્ર દિવસ દરમ્યાન કુમરિ ગામ પહોંચ્યા અને ત્યાં ધ્યાનાવસ્થિત થયા.
પ્રથમ ઉપસર્ગ
ભગવાન કુમર ગામની બહાર ધ્યાનારૂઢ થઈ ગયા. ત્યાં કેટલાક ગોવાળિયા આવ્યા અને પોતાના બળદો સંભાળવાનું કહીને ગામમાં ચાલ્યા ગયા. થોડાક સમય પછી તે ગોવાળિયા જ્યારે પાછા આવ્યા ત્યારે પૂછ્યું, બાબા ! મારા બળદ અહીં ચરતા હતા તે ક્યાં ગયા ?’ પ્રભુ મૌન રહ્યા આખી રાત શોધવા છતાં ગોવાળિયાને બળદ મળ્યા નહિ. સંયોગવશ તે બળદ ચરતા ચરતા રાત્રે પ્રભુની પાસે આવીને બેઠા હતા. ગોવાળિયા આખી રાત ભટકીને સવારે ફરી પાછા ત્યાંથી નીકળ્યા તો તેમણે બળદોને ત્યાં જોયા. તે આખી રાતના કંટાળેલા હતા. તેથી ગુસ્સે થઈ ગયા. બોલવા લાગ્યા, ‘બાબા શું છે ? ધૂર્ત છે. બળદ અહીં જ હતા છતાં તે બતાવ્યા નહિ.' આમ કહીને તે પ્રભુ ઉ૫૨ કો૨ડા વીંઝવા લાગ્યા. ત્યારે ઈંદ્રએ અવધિ દર્શન વડે જોયું અને ત્યાં આવીને મૂર્ખ ગોવાળિયાઓને સમજાવ્યા.
શક્રેન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી, ‘પ્રભુ ! આપનાં કર્મ અનેક છે તેથી ઉપસર્ગ પણ ઘણા થશે. આપ મને આજ્ઞા આપો તો હું આપની સેવામાં રહું.' ભગવાને સ્મિત કરતાં કહ્યું, ‘દેવેન્દ્ર ! અરિહંત ક્યારેય બીજાઓના બળ ઉપર સાધના કરતા નથી. પોતાના સામર્થ્ય વડે જ તે કર્મોનો ક્ષય કરે છે તેથી મારે કોઈની સહાયની જરૂર નથી.'
ભગવાન શ્રી મહાવીર C ૧૯૭